________________
૨૧.
μέ
સામાન્ય સમજ :
કોઈ પણ ભાષાના સાહિત્યના, રચનાની દૃષ્ટિએ, બે ભાગ પડે છે ઃ ૧. ગદ્ય અને ૨. પદ્ય. જ્યારે સાહિત્યકાર પોતાના ભાવોને છંદોબદ્ધ એટલે કે યતિ, માત્રા, ગણ વગેરેના બંધનમાં બાંધે છે અને તે રીતે પ્રગટ કરે છે ત્યારે આપણે તેને ‘પદ્ય’ કહીએ છીએ. પરંતુ જ્યારે સાહિત્યકાર પોતાના ભાવોને આ બંધનમાંથી મુક્ત થઈને રજૂ કરે છે ત્યારે તેને આપણે ગદ્ય' તરીકે ઓળખીએ છીએ. કાવ્યનો સામાન્ય અર્થ પદ્ય કરવામાં આવે છે, પરંતુ કાવ્યના વિસ્તૃત અર્થના પરિઘમાં ગદ્યનો પણ સમાવેશ થાય છે. પદ્યનો સંબંધ હૃદય સાથે હોય છે, જ્યારે ગદ્યને આપણે બુદ્ધિપ્રધાન ગણીએ છીએ. પદ્ય હૃદયની રાંગાત્મક વૃત્તિઓ તરફ વિશેષે ઢળતું છે. આથી તેમાં લય ઉપર ભાર મૂકવામાં આવે છે. કલાનો સંબંધ હૃદય સાથે રહેલો છે. આથી ચિત્ર, સંગીત અને કાવ્યને પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે. આ કારણે જ કાવ્યમાં ચિત્રાત્મકતા અને સંગીતાત્મકતાને આવશ્યક ગણવામાં આવે છે. 'લય' એ સંગીતનું અર્પણ છે અને છંદમાં લય જરૂરી છે. આથી છંદોબદ્ધ કવિતામાં લય અને સંગીતનો અપૂર્વ સંગમ થયેલો છે. કાવ્યમાં છંદનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમગ્ર પદ્યસાહિત્યના મૂળભૂત આધાર તરીકે છંદ છે.
કવિતા અને છંદ વચ્ચે ગાઢ સંબંધ છે. કવિતા આપણા પ્રાણનું સંગીત છે. કવિતાનો સ્વાભાવ જ છંદમાં લયયુક્ત થવાનો છે. જે રીતે નદીનો તટ પોતાના બંધન વડે નદીના પ્રવાહની ગતિને સુરક્ષિત રાખે છે – જેના વગર તે પોતાની મુક્તિમાં પોતાના પ્રવાહને ખોઈ બેસે છે - તે જ રીતે છંદ પોતાના નિયંત્રણ વડે રાગને સ્પંદન-કંપન અને વેગ આપીને નિર્જીવ કરી દે છે. વાણીના અનિયંત્રિત સ્વરો પર આનાથી નિયંત્રણ આવી જાય છે, તે સ્વરો તાલયુક્ત બની જાય છે. તેમાં સ્ફૂર્તિ આવે છે. રાગના છૂટાછવાયા સ્વરો એક વૃત્તમાં બંધાઈ જાય છે, તેમાં પૂર્ણતા આવે છે. એટલે કે, પદ્ય પોતે જ છંદોબદ્ધ છે. જે રીતે સફેદ
૧૩૫