________________
૧૫૫
સરળ ગુજરાતી વ્યાકરણ
(અ) મા તે મા.
(બ) અબળાની શક્તિ તે અબળા જેવી.
આ વાક્યોમાં ઉપમેયનો સંબંધ કોઈ ઉપમાન સાથે થતો નથી, યોગ્ય ઉપમાનના અભાવે એનો સંબંધ એની પોતાની સાથે જ કરવામાં આવ્યો છે.
અન્ય ઉદાહરણ :
(૧) હીરો તે હીરો અને કાચ તે કાચ.
(૨) રામરાવણનું યુદ્ધ તે રામરાવણનું યુદ્ધ,
(૩) અપમાનિતા અપયશવતી તું, તો ય મા તે મા. (૪) વિક્રમ તે વિક્રમ જ છે.
(૫) તે સ્ત્રીનું મુખ તે એ સ્ત્રીનું જ મુખ છે, ભાઈ ! (૪) રૂપક :
જ્યારે સરખામણી છોડી દઈને બે સરખી ચીજ વચ્ચે કવિ એકરૂપતા સિદ્ધ કરે ત્યારે રૂપક અલંકાર થયો કહેવાય. બીજી રીતે કહીએ તો, ઉપમેય અને ઉપમાનનું સામ્ય તે ઉપમા અને ઉપમાનની એકરૂપતા તે રૂપક દા.ત.
‘તે સ્ત્રીનો મુખચંદ્ર અતિ સુંદર છે.’
અહીં સ્ત્રીના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું નથી, પરંતુ મુખ એ જ ચંદ્ર છે એમ કહેવામાં આવ્યું છે. આ રીતે બે જુદી જુદી વસ્તુઓ ઉપમેય અને ઉપમાન એક છે એમ કહેવાયું છે. આથી અહીં રૂપક અલંકાર છે. રૂપકના મુખ્ય બે પ્રકાર છે : (અ) અભેદ રૂપક અને (બ) તરૂપ રૂપક.
અન્ય ઉદાહરણ :
(૧) હૈયાના હોજમાંથી આ શું પાણી છલકાય છે ? (૨) રામ-રમકડું જડિયું, રાણાજી, મને રામ-રમકડું જડિયું, રૂમઝૂમ કરતું મારે મંદિરિયે પધારિયું, નહિ કોઈને હાથ ઘડિયું.
(૩) નાના મારા જીવનસરમાં દૃષ્ટિનું પદ્મ ઊગ્યું, તો યે એના સરવ દલને બંધ શો કારમો છે !