________________
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિર્વેદચંદ્રવિજયજી મહારાજ સાહેબ
સંઘવી પૂર્વજોના શા. ચીમનલાલ ખીમચંદ સંઘવીના છઠ્ઠા સુપુત્ર શ્રી જયંતીભાઈએ સંયમપંથે વિહરવાનો નિર્ણય કર્યો તેવા ભાવનિર્ણયથી પ્રેરણા પામી વડીલબંધુ શ્રી શાંતિભાઈ ને વિરમતિબહેન સાથે સજોડે દીક્ષાના પરિણામ જાગ્યા.
સંવત ૨૦૫૩ના વર્ષ દરમિયાન પોતાના ધર્મપત્ની શ્રીમતિ મંજુલાબહેન, સુપુત્ર ચિ.
નિકેશભાઈ, પુત્રવધૂ અ.સૌ. રાગિણીબહેનની સજળ નયને અનુમતિ મળી. લાડકા પૌત્ર પ્રિયંક તથા લાડકી પૌત્રી ફોરમને સંયમના મહાલાભદાયી અને સ્વઆત્માના સાચા કલ્યાણમાર્ગની વાતો લાક્ષણિક રીતે સમજાવી ઊજળા ઉમંગ સાથે ભાવભીની વિદાય માટે સજ્જ
કર્યા.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અશોકચંદ્રસૂરિજીના શિષ્યરત્ન તરીકે મુનિરાજશ્રી નિર્વેદચંદ્રવિજયજી નામકરણ પામ્યા.
પ્રતિવર્ષ પર્યુષણપર્વ દરમિયાન પૂર્વકાળમાં ઉપધાનતપની અપૂર્વ આરાધના દરમિયાન કંઠસ્થ કરેલી વિવિધ પ્રાચીન સ્તવનો સકળ શ્રીસંઘને મધુર કંઠે સંભળાવતા. એ જ પરંપરાચિ. નિકેશને કોકિલ કંઠે સ્થાપિત કરાવી અને અને દેશ-પરદેશમાં ભાવના પંડીત બનાવ્યા. | સર્વ ધાર્મિક પ્રસંગોએ અનોખી શૈલીમાં ગીતોની રચના બનાવે છે તેમજ ઘણા ધાર્મિક પ્રસંગોની આમંત્રણપત્રિકાના સર્જક બન્યા છે. સંયમજીવનના ટૂંકા ગાળામાં પૂજ્ય ગુરુભગવંતની અસીમ કૃપાથી સ્વતંત્ર ચોમાસા કરી વ્યાખ્યાનમાં સૌને હસતારમતા રાખી જિનભક્ત બનાવવાની અનેરી રીતથી સૌને પ્રીતિપાત્ર બન્યા છે.