________________
પ.પૂ. સંવેગચંદ્રવિજયજી મહારાજ સાહેબ
વિ. આપે આપેલ “સરળ ગુજરાતી વ્યાકરણ' નામનું પુસ્તક જોયું. સરળભાષામાં ગુજરાતી ભાષાને લગતા વિભક્તિ કૃદન્ત - તદ્ધિતના વિષયનું ઘણું જ્ઞાન થાય તેમ છે.
સંસ્કૃત અને પ્રાકૃતભાષાનું જ્ઞાન મેળવતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને જો આ ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન કરાવવામાં આવે તો સંસ્કૃત અને પ્રાકૃત વાક્યરચના, શબ્દપ્રયોગો, જોડણી - સમાસ વગેરેમાં તે જ્ઞાન બહુ ઉપયોગી થાય.
સંસ્કૃત ભાષા અને પ્રાકૃતભાષા ભણતાં પહેલા ગુજરાતી ભાષાને જાણનારાઓએ આ વ્યાકરણનું જ્ઞાન મેળવવું ઘણું જરૂરી છે. સંસ્કૃત ભાષાના પ્રવેશમાં બહુ સુલભતા રહેશે. .
આ સમયમાં સ્કૂલોમાં ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન બહું ઓછું આપવામાં આવે છે. તેથી નામ-સર્વનામનો ઉપયોગ, વિભક્તિના પ્રત્યયો, વાક્યરચનામાં સંસ્કૃત ભાષાના પ્રવેશમાં ઘણી તકલીફો જણાય છે.
આપશ્રી આ ગુજરાતી વ્યાકરણના પુસ્તકને પ્રકાશિત કરાવી જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસીઓને આપવામાં આવશે તો સંસ્કૃત-પ્રાકૃતભાષાના જ્ઞાનમાં સહાયક બનશે. પરંપરાએ આગમો વિગેરેના જ્ઞાનમાં પણ ઉપયોગી બનશે.
એજ લિ. પં. રસિકલાલ શાન્તિલાલની કોટી કોટી વંદના
સં. ૨૦૬૦, નાકા,ચુ.૧૧ બુધવાર
11
'