Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/005879/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ શય ઉત્તમ સત્ય ઉત્તમ આર્જવ ઉત્તમ સંયમ ઉત્તમ માર્દવ ઉત્તમ તપ ધર્મનાં દશ લક્ષણ ઉત્તમ ત્યાગ ઉત્તમ આયત્ય ઉત્તમ બ્રહ્મર્ય ઉત્તમ ક્ષમા ડૉ. હુકમચંદ ભારિન્નુ Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ લેખક - ડૉ. હુકમચંદ ભારિલ્લા શાસ્ત્રી ન્યાયતીર્થ, સાહિત્યરત્ન, એમ.એ., પીએચ.ડી. અનુવાદક રમણલાલ માણેકલાલ શાહ બી.એસસી., બી.ટી. પ્રકાશક પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ એ/૪, બાપૂનગર, જયપુર - ૩૦૨ ૦૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી : પ્રથમ છ સંસ્કરણ પટ્ટમ સંસ્કરણ (૧૫ ઓગસ્ટ, ૨૦૭) ૧૯,૯૦૦ ૧,૦૦ કુલ : ૨૦,૦૦૦ ૭૪,0 ૬,૪૦ ૩,૧૦ હિન્દી ચૌદ સંસ્કરણ અંગ્રેજી: પ્રથમ સંસ્કરણ મરાઠી પ્રથમ સંસ્કરણ, તમિલ પ્રથમ સંસ્કરણ કIS: પ્રથમ સંસ્કરણ આત્મઘર્મ (સંપાદકિય રૂપથી પ્રકાશિત) : ૧,૨૦ ૨, ૨૦ ૧૦,0 ૧,૧૭,૮૦૦ મૂલ્ય: રૂ. ૨૦/ મુદ્રક: પ્રિન્ટ “ઓ લેંડ બાવીસ ગોદામ, જયપુર – Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિની પ્રકાશકીયમાંથી દશલક્ષણ મહાપર્વ એજ એકમાત્ર એવું પર્વ છે જે પરમ ઉદાત્ત ભાવનાઓનું પ્રેરક, વીતરાગનું પોષક તથા સંયમ અને સાધનાનું પર્વ છે. સંપૂર્ણ ભારતવર્ષનો જૈન સમાજ પ્રતિવર્ષ ખૂબ ઉત્સાસથી આ પર્વ ઊજવે છે. દશ દિવસ સુધી ઊજવાતા આ મહાપર્વના પ્રસંગ પર અનેક ધાર્મિક આયોજનો થાય, જેમાં વિદ્વાનોનાં ઉત્તમક્ષમાદિ દુશ ધર્મો પર વ્યાખ્યાનો પણ યોજવામાં આવે છે. બધી જગ્યાએ સુયોગ્ય વિદ્વાનોને મોકલવાનું સંભવિત હોતું નથી; તેથી જેવું ગંભીર અને માર્મિક વિવેચન આ ધર્મો સંબંધી થવું જોઈએ તેવું સહજ સંભવિત બનતું નથી. છેલ્લા ચાર દાયકાથી यू શ્રી કાનજીસ્વામી દ્વારા જે અધ્યાત્મની પવિત્ર ધારા નિરંતર પ્રવાહિત થઈ રહી છે, તેણ જૈન સમાજમાં એક આધ્યાત્મિક ક્રાન્તિ પેદા કરી દીધી છે. એમના ઉપદેશથી પ્રભાવિત થઈને લાખો લોકો આત્મહિત પ્રત્યે વળ્યા છે, સેંકડો આધ્યાત્મિક પ્રવક્તા-વિદ્વાન તૈયાર થયા છે. જ્યાં પૂજ્ય સ્વામીજી બિરાજમાન છે. એ જીવંત-તીર્થ સોનગઢથી પ્રતિવર્ષ આ પ્રસંગે સો કરતાં વધારે વિદ્વાનો પ્રવચનાર્થે બહાર જાય છે. આ પુસ્તકના લેખક ડૉ. હુકમચંદજી ભારિલ્લ પણ તે ગણ્યા-ગાંઠયા ઉચ્ચ કોટિના વિદ્વાનો પૈકી એક છે, જેમને પૂ. સ્વામીજી દ્વારા સન્માર્ગ પ્રાપ્ત થયો છે. દશલક્ષણ પર્વે પર પ્રતિવર્ષ જ્યાં પણ તેઓ જાય છે ત્યાં દશધર્મો પર તેમનાં માર્મિક વ્યાખ્યાનો થતાં આબાલ-ગોપાળ સૌ તેનાથી અત્યંત પ્રભાવિત 'બને છે. અનેક આગ્રહો-અનુરોધો થવા છતાં તથા એમનો પોતાનો વિચાર હોવા છતાં તે વ્યાખ્યાનો નિબદ્ધ થઈ શકયાં નહીં, પરંતુ જ્યારે અઢી વર્ષ પહેલાં ડો. Page #5 -------------------------------------------------------------------------- ________________ ભારિલ્લજીના શિરે હિંદી આત્મધર્મના સંપાદનનો ભાર આવ્યો ત્યારે તે નિબદ્ધ થઈ સંપાદકીયના રૂપમાં ક્રમશઃ આત્મધર્મમાં પ્રગટ થયાં. એ નિબંધોનુ નિશ્ર્ચયવ્યવહારની સંધિપૂર્વક માર્મિક વિવેચન જ્યારે સુબોધ, સર્તક તથા આકર્ષક શૈલીમાં પાઠકોને પહોંચ્યું તો તેઓ હર્ષથી નાચી ઊઠયા. સામાન્ય પાઠકોએ જ નહીં, પૂજ્ય સ્વામીજીએ પણ એની મુક્ત કંઠે ખૂબ પ્રશંસા કરી. આ લેખોને તત્કાલ અનેક ભાષાઓમાં પુસ્તકરૂપે પ્રકાશિત કરી ઘેર-ઘેર પહોંચાડવામાં આવે, તથા એનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવે, જેથી ડૉક્ટર સાહેબના ચિંતનનો લાભ જન-જન સુધી પહોંચે એવી માગણી અનેક સ્થાનોથી થવા લાગી. ગયા વર્ષથી સોનગઢમાં ડૉ ભારિલ્લજીના નિર્દેશન હેઠળ પ્રવચનકાર-પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. એમાં પણ એ માગણી આવી કે પ્રવચનકારોને વિશેષરૂપે આ નિબન્ધોનું અધ્યયન કરાવવામાં આવે અને ડૉક્ટર સાહેબના એના પર વિશેષ વ્યાખ્યાનો યોજવામાં આવે. તેનાથી પ્રવચન-કારોને તો લાભ મળશે જ, સાથે જ એમના દ્વારા ગામે-ગામ પણ આ વાત પહોંચતી થશે. આ વિશેષ વ્યાખ્યાનોમાં દશધર્મોનું માર્મિક વિવેચન સાંભળીને શેઠ શ્રી તખતરાજજી કલકત્તાવાળા એટલા પ્રભાવિત થયા કે એમણે ભાવના વ્યકત કરી કે એને પુસ્તકાકાર_પ્રકાશિત કરી હિંદી અને ગુજરાતી આત્મધર્મના ગ્રાહકોને જે આશરે દશ હજાર છે- ભેટ આપવામાં આવે, તે માટે તેમણે બાર હજાર રૂપિયા જાહેર કર્યા. પરંતુ તે વખત સુધી તો નિબંધો પૂરા લખાએલા ન હતા, અડધા જ લખાયા હતા, તેથી વાત પડતર રહી. હવે જ્યારે નિબન્ધો પૂરા થયા અને માલૂમ પડ્યું કે દશ હજાર ગ્રાહકોને ભેટ દેવામાં ત્રીસ હજારથી પણ અધિક રકમ લાગશે તો એમણે બાર હજારને બદલે વીસ હજાર રૂપિયા દેવાનો સ્વયં પ્રસ્તાવ કર્યો. બાકીના ખર્ચની પૂર્તિ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢે કરી છે, તદર્થ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી અને ઉક્ત સર્વે દાતારોના અમે હૃદયપૂર્વક આભારી છીએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ આ સમય દરમ્યાન આત્મધર્મના મરાઠી, કન્નડ અને તામિલ સંસ્કરણો પણ ડૉ ભારિલ્લજીના જ સંપાદન હેઠળ શરૂ થયા. તેથી તેમના સમ્પાદકીયોમાં પણ આ વ્યાખ્યાનો પ્રગટ થવા લાગ્યાં. આ પ્રમાણે હમણાં સુધી તે લગભગ દશ હજાર પ્રતિઓમાં તો પ્રકાશિત થઈ ચૂકયાં છે, થઈ રહ્યાં છે; તથાપી આ પુસ્તક સત્તર હજાર હિંદી અને પાંચ હજાર ગુજરાતીમાં પુસ્તકાકાર પ્રકાશિત થઈ રહ્યાં છે. મરાઠી, કન્નડ અને તામિલ આત્મધર્મમાં પ્રકાશિતત થઈ ગયા પછી એ ભાષાઓમાં પણ એને પુસ્તકાકાર પ્રકાશિત કરવાની યોજના છે. - લેખકની લોકપ્રિયતાની બાબતમાં અધિક શું લખીએ- એમના દ્વારા લખેલાં પુસ્તકો જેમની સૂચિ પૃષ્ઠ ર૭ પર અંક્તિ છે ગયા આઠ વર્ષમાં અનેક ભાષાઓમાં આઠ લાખની સંખ્યામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. - તેઓ માત્ર લોકપ્રિય લેખક જ નથી; પ્રભાવસંપન્ન વક્તા, કુશળ અધ્યાપક અને સફળ નિયોજક પણ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની એમના ઉપર પરમ કૃપા છે. તેઓશ્રી વારંવાર કહે છે- “પંડિત હુકમચંદ તત્ત્વપ્રચાર ક્ષેત્રમાં એક હીરો છે, વર્તમાનમાં થઈ રહેલા તત્ત્વ-પ્રચારમાં એમનો બહુ મોટો ફાળો છે.” . ' સાચી હકીકત તો એ છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આવા અનેક હીરા ઉત્પન્ન થઈ ગયા છે, જેઓ પોતાની આત્મકલ્યાણની દષ્ટિએ તત્ત્વપ્રચારના કાર્યોમાં નિઃસ્પૃહતાથી સંલગ્ન છે. એમના ઉપકારનો બદલો વાળવો તો અસંભવિત છે. પૂજ્ય ગુરુદેવશ્રીની મંગલ છત્રછાયામાં ડૉ. હુકમચંદજી દ્વારા અધ્યાત્મજગતને જે અનેક સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે, એનો સંક્ષેપમાં નિર્દેશ કરવો અહીં અસંગત નહિ ગણાય. - શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢના મુખપત્ર આત્મધર્મના હિન્દી, મરાઠી, કન્નડ અને તામિલ-એમ ચાર સંસ્કરણોના સંપાદન તો તેમના દ્વારા થઈ જ રહ્યાં છે; સાથે પ્રવચનકાર પ્રશિક્ષણ શિબિરનું સંચાલન પણ તેઓ પોતે કરે છે. આ બન્નેય કાર્યોથી તત્ત્વ-પ્રચાર થવામાં અભૂતપૂર્વ ગતિ મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંદકુંદ-કહાન દિ. જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ટોડરમલ દિ. જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયના તો તેઓ પ્રાણ જ છે. આ વિદ્યાલયે બહુ થોડા સમયમાં જ સમાજમાં અભૂતપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. સમાજને એ આશા બંધાઈ ગઈ છે કે એના દ્વારા, મૃતપ્રાય થઈ રહેલી પંડિત-પરંપરાને નવજીવન પ્રાપ્ત થશે. ત્રણ વર્ષ પછી આ મહાવિદ્યાલય પ્રતિવર્ષ ૧૨-૧૩ શાસ્ત્રી, ન્યાયતીર્થ સમાજને અર્પિત કરવામાં સમર્થ થશે. હમણાં એમાં એકથી એક ચિઢિયાતી પ્રતિભાવાળા ૩૮ છાત્રો અધ્યયન કરી રહ્યા છે.. પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ દ્વારા સંચાલિત વીતરાગ-વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા-બોર્ડ, જેમાં પ્રતિવર્ષ વીસ હજાર ભાઈ-બહેન ઉમેદવારો ધાર્મિક પરીક્ષા આપે છે, ડૉક્ટર સાહેબ જ ચલાવે છે. એનાં પાઠય-પુસ્તકો નવીનતમ શૈલીમાં પ્રાય એમણે જ તૈયાર કર્યા છે. આ પુસ્તકો ભણાવવાની શૈલીમાં પ્રશિક્ષિત કરવા માટે ઉનાળાની રજામાં પ્રતિવર્ષ અથવા વર્ષમાં બે વાર પણ પ્રશિક્ષણશિબિર ડૉક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવે છે. જેમાં તેઓ પોતે અધ્યાપકોને પ્રશિક્ષિત કરે છે. આજ સુધીમાં ૧૩ શિબિરોમાં ૧૮૭૫ અધ્યાપકો પ્રશિક્ષિત થઈ ચૂક્યા છે. તે બાબતની પ્રશિક્ષિણ નિર્દેશિકા પણ તેઓએ લખી છે. શ્રી ટોડરમલ ગ્રંથમાળા દ્વારા આજ પર્યત પ્રાયઃ તેમના સંપાદન હેઠળ આઠ લાખની સંખ્યામાં ૪૧ પુષ્પ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટમાં ધાર્મિક સાહિત્યનો વેચાણ-વિભાગ પણ ચાલે છે, જે પ્રતિવર્ષ લગભગ એક લાખ રૂપિયાનું સાહિત્ય જન-જન સુધી પહોંચતું કરે છે. ભારતવષય વીતરાગ-વિજ્ઞાન પાઠશાળા સમિતિના પણ તેઓ મંત્રી છે. આ પાઠશાળા સમિતિના પ્રયત્નોથી દેશમાં ર૬૭ વીતરાગ-વિજ્ઞાન પાઠશાળાઓ નવી શરૂ થઈ છે, જેમાં હજારો છાત્રો ધાર્મિક શિક્ષણ મેળવે છે. આ ઉપરાંત તેમના નિરંતર થતાં પ્રભાવશાળી પ્રવચનોથી જયપુર જ નહીં, સંપૂર્ણ ભારતવર્ષ લાભ ઉઠાવે છે, તેનાથી તત્ત્વ-પ્રચારને અભૂતપૂર્વ ગતિ મળે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્ય-પ્રતાપથી ચાલતા અન્ય કાર્યક્રમોમાં પણ તેમનો બૌદ્ધિક સહયોગ નિરંતર પ્રાપ્ત થતો રહે છે. ઉપરની સર્વ પ્રશંસનીય કાર્યવાહી માટે અમો ડૉકટર શ્રી ભારિલ્લજીના અત્યંત ણી છીએ અને તેમનો હાર્દિક આભાર માનીએ છીએ. પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદક ભાઈશ્રી રમલલાલ માણેકલાલ શાહ, બી.એસસી. બી.ટી. છે. તેઓએ ઘણાં વર્ષોં પ્રશંસાપાત્ર સેવા બજાવી છે. હાલ તેઓ તે કાર્યથી નિવૃત્ત થયા છે અને રખિયાલ સ્ટેશનમાં તેમણે નિવાસ કર્યો છે. તેઓ સદ્ધર્મરુચિવંત, નિઃસ્પૃહપણે, કાંઈ પણ પારિશ્રમિક લીધા વિના અનુવાદ કરી આપેલ છે. તેઓએ અન્ય પુસ્તકો-ભગવાન મહાવીર અને સર્વોદય તીર્થ, ‘તત્ત્વજ્ઞાન પાઠમાલા' ભાગ-૧, તથા ૨, અને ‘સત્યની શોધ’નો પણ ગુજરાતી અનુવાદ કર્યો છે. એ બધા માટે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ. આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય અજિત પ્રેસવાળા શ્રી મગનલાલજી જૈને કર્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. જો કે આ આત્મધર્મમાં પ્રકાશિત લેખોનું જ પુસ્તકાકાર પ્રકાશન છે તો પણ તેમાં આવશ્યક સંશોધન, પરિવર્તન અને પરીવર્ધન પણ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ ધર્મનાં દશલક્ષણો પુસ્તક અનુવાદરૂપે ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરતાં અમે ખૂબ પ્રસન્નતા અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આત્માર્થી ભાઈ-બહેનો એનો પૂરેપૂરો લાભ ઉઠાવી આત્મકલ્યાણના પંથે આગળ વધશે. જુલાઈ, ૧૯૭૯ સાહિત્યપ્રકાશન-સમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ Page #9 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવત્તિના પ્રકાશન વેળાએ આ પુસ્તક તથા તેના લેખક વિષે પૂ. ગુરુદેવશ્રીના સહજ ઉદગાર-અભિપ્રાય પંડીતશ્રી હુકમચંદજી ભારીલ્સ લિખિત પુસ્તક “ધર્મના દશ લક્ષણ જ્યારે હિંદી ભાષામાં બહાર પડયું ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ સળંગ વાંચેલ નહિ. “આત્મધર્મમાં હસ્તે હપ્ત છપાતું ત્યારે પૂછીએ કોઈ કોઈ વાર વાંચેલ. જ્યારે ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ થયો ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ સળંગ વાચ્યું. લગભગ આઠ દિવસ વાંચ્યું હશે. કારણ કે તે દિવસોમાં પૂ. ગુરુદેવશ્રી તેમના બપોરના ૧૨ થી ૨-૦ના સ્વાધ્યાયમાં આ પુસ્તક વાચંતા અને બપોરના પ્રવચનમાં હમેશા કોઈને કોઈ રીતે આનો ઉલ્લેખ કરતાં એક દિવસ કહે : - “હુકમચંદજી એવો વિદ્વાન અને ક્ષયોપશમ વાળો માણસ-એક એક ધર્મનું એવું વર્ણન કર્યું. છે-' પછી મુ. રામજીભાઈને ઉદ્દેશીને પ્રવચનમાં કહે ભાઈ વાચ્યું છે તમે ? આખું? મેં તો કોઈ દી જોયું નો'તું- આત્મધર્મમાં આવતું હતું.” પણ કોણ જુવે ? આ તો બધુ એક સાથે આવ્યું- ઓહો હો ! તેની ત્યાગધર્મની વ્યાખ્યા , શું તેની સંયમની વ્યાખ્યા! ગજબ કરે છે માળો ! છે એની કહેવાની પદ્ધતિ ! લેખક અને વક્તા કોઈ જુદી જાત છે છે તો નાની - ઉમર ફક્ત ૪૪ વર્ષ ! પણ ગજબ લખ્યું છે. દાન અને ત્યાગમાં શું ફેર છે એનો મોટો વિસ્તાર કર્યો છે એને ! દાનમાં તો ત્રણ જણા જોઈએ દેનાર-લેનાર અને વસ્તુ-ત્યાગમાં તો પ્રભુ પોતે અંદરમાં જાય છે ત્યારે રાગનો ત્યાગ થઈ જાય છે એ ત્યાગધર્મ છે. દાન એ ધર્મ નથી. પુન્ય છે. - અહાહા...ચાહે ત્રણ લોકના નાથ તીર્થકરને પણ છદ્મસ્થપણામાં જે આહાર Page #10 -------------------------------------------------------------------------- ________________ આપે, આહાર–દેનાર-લેનાર એમ ત્રણ જણ જોઈએ એ...દાખલો આપ્યો છે શ્રેયાંસકુમારનો ષભદેવ ભગવાનને આહાર આપ્યો છે તેઓ-બન્ને ચરમ શરીરી હતાં–પણ દાનની વિધિ ત્યાંથી ચાલી એમ આવે છે. શાસ્ત્રમાં-દાન એ વહેવારધર્મ પૂણ્ય છે-ભગવાનને આહાર દેવો એ પણ રાગ-પૂન્ય છે-ધર્મ નથી. બીજે દિવસે વળી પ્રવચનમાં કહ્યું ‘ભાઇએ તો બહુ લખ્યું છે,- ત્યાં ધર્મમાં-બીજાને દુઃખ થાય એ માટે મારૂ કહેવું નથી પણ વસ્તુની સ્થિતિ આ છે. એમ કહીને વિરમું છું. અહાહા....બહુ સરસ લખાણ-વાંચતા એને મુકવાનું મન ન થાય, એવી ઢબથી વાત કહી છે-- અહોહો....આટલી ઉમર...અને તેપણ દસ બાર વરસ પહેલાં હશે ને ? અત્યારે ૪૪ થયા- પણ કંઈ પહેલેથી તો નહિ હોય ? એટલામાં આવું વર્ણન...પેંથીએ પેંથીએ જેમ વાળ જુદો પાડીને જેમ તેલ પુરે એમ પેંથીએ પેંથીએ વાત પુરી છે- અહાહા-દસ લક્ષણી પર્વમાં... આત્મધર્મના ગ્રાહકોને તખતતરાજ તરફ્થી ભેટ જશે ને ? હિંદી અને ગુજરાતી બન્ને ગ્રાહકોને ! આત્મધર્મમાં આવી ગયેલું...પણ આ તો એક સાથે આખો સંગ્રહ...અહાહા...વાંચે અને વિચારે એને ખબર પડે. એમને એમ હાં કે તેને સમજાય નહિ ત્યાં તો એણે ત્યાગ. અને દાનની વ્યાખ્યા કરી છે... અહોહો...એક વાત એમાં રહી ગઈ છે કે નિશ્ચય પણ એક દાન છે. ‘સંપ્રદાન’ એ વાત એમાં નથી. નિશ્ચયદાંન-આત્મામાં એક સંપ્રદાન નામનો ગુણ છે કે જેને લઈને “નિર્મળ પરીણતી પોતે લે અને પોતે પોતાને આપે' એ આમાં આવ્યું નંથી બીજામાં નાખશે કદાચ-બ્રહ્મચર્યમાં -આમાં આવ્યું નથી...' વળી બીજા દિવસે કહે ‘એક તો એવું લખ્યું છે, ભાઈ એમણે... કે સ્પર્શ વિનાનો કોઈ દિ રહ્યો જ નથી જીવ... એકેન્દ્રિય થાય તો પણ સ્પર્શ ઇંદ્રીય તો છે જ. અનાદિથી સ્પર્શ ઈંદ્રિય વિનાનો રહ્યો જ નથી- બીજી ચાર ઇંદ્રિયો તો આવે અને જાયએમેય થાય અહાહા.... સ્પર્શ ઇંદ્રિયથી રહિત જો થાય તો સિદ્ધ થઈ જાય. જ વળી એક દિવસ કહે Page #11 -------------------------------------------------------------------------- ________________ “આણે તો વળી એવું લખ્યું છે. ભાઈએ, અમુક પડીમા લઈને આખો બોજો સમાજ ઉપર નાખ્યો હવે તમે અમને નભાવો ઘરમાં રહીને- રળે- એ જુદી વાત છે પણ પડીમાધારી કંઈ બધુ છોડી ધર્મશાળામાં બેસે એવું કંઈ નથી. આતો ૨-૪ પડીમા લઈનામ ધરાવી-ધર્મશાળામાં પડાવ નાખે એટલે લોકોએ એને આહાર આપવો જોઈએ- નભાવવો જોઈએ-સમાજ પર બોજો નાખ્યો'પછી એક દિવસ કહે. આ જે બ્રહ્મચર્ય લે છે-તે એકલો ખાનગી લેવાને બદલે પંચકલ્યાણક જેવો પ્રસંગ શોધે છે જ્યાં દસ હજાર માણસો ભેગા થયા હોય એ વખતે જે બ્રહ્મચર્ય પ્રતીજ્ઞા લે તો ઘણા બધા જાણે.... તે તારે ઉપાધી કરવી છે કે શું કરવું છે ? વળી તે શું છોડયું, સ્પર્શ ઈદ્રીયનો એક જ વિષય-મૈથુન-બીના સ્પર્શના વિષયો ઠંડુ-ગરમ આદી છોડયા નથી... આ તો પોતાની વિશેષતા બતાવવા માટે વળી એક દિવસે કહે - ૩૮ મી ગાથામાં સમયસારમાં કહ્યું છે અમે જે કહીએ છીએ તે બધા જીવો સમજો અને અનુભવ કરીને આનંદને પામો- એમ ભાઈએ કહ્યું છે, ધર્મના દશ લક્ષણ (પુસ્તક)માં- દરેકમાં એમ કહીને તે જીવો ! તમે આ રીતે પરમાનંદને પામીને સુખી થાવ- એમ કહીને વરમું છું. એમ કહે છે- માળાની ભાષા ! દરેકમાં બધા જીવો ભગવાન છે અને અંતરમાં ઓળખી આનંદને પામો વળી એક દિવસ કહે ભાઈએ દશલક્ષણમાં ક્રોધનું વર્ણન બહુ સરસ કહ્યું છે અહાહા- ક્રોધ તું કર તેમાં બીજો થપ્પડ મારેએ કાયાવક્તા- અને તું ગાળ દે એ વચનની વક્રતા એક દિવસ જીવરાજજી મહારાજ પાસે પૂગુરુદેવશ્રી બપોરના ગયા હતાંજીવરાજજી મહારાજ, ધર્મના દશલક્ષણ' પુસ્તક વાંચતા હતાં- . Page #12 -------------------------------------------------------------------------- ________________ જીવરાજજી મહારાજે પૂ. ગુરુદેવશ્રી પાસે આ પુસ્તક માટે પ્રમોદ વ્યકત ર્યોપૂ. ગુરુદેવના શબ્દોમાં મને કહે, આ પુસ્તક તમે આપ્યું છે તે ઘણું સરસ છે. બેનનું એક પુસ્તક વચનામૃત અને એક આ-બસ છે- જીવરાજજી પોતે છ મહીનાથી પધારીવશ છે.' આ પુસ્તક વાંચતા ફરી કહે બેનનું એક પુસ્તક અને બીજું આ-બસ છેબીજુ કંઈ વાંચવાની જરૂર નથી. પછી કહે હુકમચંદજીનો ક્ષયોપશમ ઘણો છે શૈલી એવી છે કે વાંચનારને ગળે ઉતરી જાય અને ભાષા ? માળાએ એવું સ્પષ્ટ કર્યું છે- સાદી ભાષામાં એવી ગંભીરતાથી પ્રશ્નોજવાબ કર્યા છે એક દિવસે એક પંડીત દશલક્ષણ પર્વમાં મુંબઈ વાંચવા આવેલ- દસ દિવસ પછી જ્યારે સોનગઢ ગયા ત્યારે પુછયું વાંચનમાં શું લેતા હતા ? તેમણે કહ્યું સમયસાર-શરૂમાં ૧૦ મીનીટ આપે લખેલ દશ ધર્મનું વર્ણન-તુરત જ પૂ. શ્રીએ કહ્યું- ધર્મના દશ લક્ષણ હુકમચંદજીનું લખેલ પુસ્તક વાંચ્યું ? હવે દશલક્ષણ પર્વમાં એ વાંચવાનું- પૂ. ગુરુદેવશ્રીને એ પુસ્તક એવું તો ગમી ગયેલું કે એ દિવસોમાં જે તેમના દર્શને જાય તેમને આ પુસ્તક વાંચવાની ભલામણ કરે- લગભગ બે માસ સુધી લગાતાર પુસ્તક અને પંડીતજીની ભારોભાર પ્રશંસા કરી અને બે માસને અંતે દિવાળી પર જ્યારે પંડીતજી પૂ. ગુરુદેવશ્રીનાં દર્શને સોનગઢ આવ્યા ત્યારનું દ્રશ્ય હજુ પણ આંખો સામે તાદશ છે. જેઓ એ સભામાં હાજર રહેવા ભાગ્યશાળી થયા હશે તેમને એ પૂણ્યસ્મરણ હશે જ. કોઈ એ પૂ ગુરુદેવની રૂમમાં ક્યું સાહેબ પંડીતજી આવ્યા છે. પૂ ગુરુદેવશ્રીએ તુરત કહ્યું ક્યાં છે? અંદર બોલાવો. પંડીતજી તથા તેમના મોટાભાઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ રતનચંદજી અંદર દર્શને ગયા. પંડીતજીનો હાથ પકડી પૂ. ગુરુદેવશ્રી કહે, “તમે આ કેવું સુંદર લખાણ કર્યું છે ! આવું તો હું પણ ન લખી શકું. લાવો બદામ લાવો અને પોતાના હાથમાં ન સમાય એટલી બદામ પંડીતજીને આપી-તેમના મોટાભાઈને બદામ આપતા કહે, ‘તમારા ભાઈએ તો કમાલ કરી છે. શું સુંદર વર્ણન... અને ૧૦ મીનીટ પછી બધા સભામાં આવ્યા- પૂ. ગુરુદેવશ્રીએ માંગલીક સંભળાવ્યું. બેસતા વર્ષનો દિવસ હતો. બધા પૂ. ગુરુદેવશ્રી પાસે દરવરસની માફક બેસતા વર્ષની બોણી લેવા આવેલ. માંગલીક પછી તુરત જ પંડીતજીના પુસ્તક વિષે કહે, ખુબ જ સુંદર લખાણ છે. ૫. જગન્મોહનલાલજીએ જે કહ્યું છે કે પંડીતજીને સરસ્વતીનું વરદાન છે એ વાત બરાબર છે. શ્રી અને સરસ્વતીનું વરદાન છે. બાજુમાં જે ભાઈ બેઠેલા તેને કહે લાવો, એક મોટું શ્રીફળ લાવો. શ્રીફળ લઈ પંડીતજીના હાથમાં આપતા બોલ્યા, “લ્યો તમને શ્રીનું ફળ'શ્રી રૂપી મુક્તિ શીઘ મેળવો’ સભામાં હર્ષ છવાઈ રહ્યો. લગભગ ૫૦/૭૦૦ માણસની સભા હશે વહેલી સવારે ૫-૧૫ લગભગનો સમય હતો. પૂ. ગુરુદેવશ્રી વડોદરા પંચકલ્યાણકમાં પધાર્યા ત્યારની વાત છે. એક દિવસ ચાલુ પ્રવચનમાં પંડીતજીને ઉભા કર્યા. પોતાની પાસે સ્ટેજ પર બેસાડ્યા. એ દિવસોમાં ક્રમબધ્ધ પર્યાય' પુસ્તક તાજુ બહાર પડેલું. ક્રમબધ્ધ પર્યાયના વખાણ કર્યા અને પંડીતજીની પીઠ થાબડી. પૂ. ગુરુદેવશ્રીએ કોઈને હાથ અડકાડીને વાંસો થાબડ્યો હોય- શાબાશી આપી હોય- એવું કોઈને યાદ નથી. ખરેખર વીરલ દશ્ય હતું એ... એવા આ પુસ્તકની બીજી આવૃતિનું પ્રકાશન પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ અને જગતમાં લોકો પોતાની કયાં ભૂલ થાય છે-પોતે માની બેઠેલા મૂલ્યોની કેટલી કિંમત છે તેની સાચી સમજ પામી શીધ્ર સંસારના દુઃખોથી મુક્ત થાય એવી પવિત્ર ભાવના સાથે લી. દિ. જૈન મુમુક્ષ મંડળ સને ૧૮૦ મુંબઈ : - Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર દ્વારા પ્રકાશિત ડો. હુકમચંદજી ભારિત્ન ની લોકપ્રિય કૃતિ “ધર્મના દશ લક્ષણ’ નું ગુજરાતી ભાષામાં આ નવીન સંસ્કરણ પ્રકાશિત કરતા અમને અત્યન્ત પ્રસન્નતાનો અનુભવ થાય છે. - દશલક્ષણ મહાપર્વ એકમાત્ર એવું પર્વ છે, જે પરમોદાત્ત ભાવનાઓનું પ્રેરક, વીતરાગતાનું પોષક અને સંયમ વ સાધનાનું પર્વ છે. સંપૂર્ણ ભારતવર્ષનો જૈન સમાજ અને દર વર્ષે બહુજ ઉત્સાહથી મનાવે છે. દશ દિવસ સુધી ચાલવા વાળા આ મહાપર્વ ના અવસર ઉપર ઘણા ધાર્મિક આયોજન થાય છે, જેમાં વિદ્વાનોના ઉત્તમક્ષમાદિ દશધર્મો પર વ્યાખ્યાન પણ આયોજિત કરવામાં આવે છે. બધીજ જગ્યા એ સુયોગ્ય વિદ્વાનોનું પહોચવું સંભવ નથી, અતઃ જેવું ગંભીર અને માર્મિક વિવેચન આ ધર્મોનું થવું જોઈએ, તેવું સહજ સંભવ નથી થઈ શકતું. . . . * પૂજ્ય શ્રી કાનજીસ્વામી દ્વારા જે અધ્યાત્મની પાવન ધારા પ્રવાહિત થઈ છે, એણે જૈન સમાજમાં એક આધ્યાત્મિક ક્રાન્તિ ઉત્પન્ન કરી દીધી છે. એમના ઉપદેશોથી પ્રભાવિત થઈ લાખો જણ આત્મહિતની તરફ વળે છે. સેંકડો આધ્યાત્મિક પ્રવક્તા વિદ્વાન તૈયાર થઈ ગયા છે. જે દરેક વર્ષે આ અવસર ઉપર પ્રવચનાર્થ બાહર જાય છે. - આ પુસ્તકના લેખક ડો. હુકમચંદજી પણ આ ઉચ્ચકોટિના વિદ્વાનોમાંથી એક છે, એમને પૂજ્ય સ્વામીજીથી સન્માર્ગ મળેલ છે. દશલક્ષણ પર્વ પર દરેક વર્ષ જયાં પણ જાય છે, ત્યાં દશ ધર્મો ઉપર એમના માર્મિક વ્યાખ્યાન પર આબાલ-ગોપાલ બધાજ સીમાતીત પ્રભાવિત થતા રહે છે. અનેક આગ્રહો-અનુરોધોના બાવજુદ અને એમના પોતાના વિચાર હોવા છતાયે એ વ્યાખ્યાન નિબદ્ધ ન થઈ શક્યા. પણ સન્ ૧૯૭૬માં ડૉ. ભારિલ્લજીના Page #15 -------------------------------------------------------------------------- ________________ ખભા ઉપર જયારે હિન્દી આત્મધર્મના સમ્પાદનનો ભાર આવ્યો, ત્યારે એ વ્યાખ્યાન નિબદ્ધ થઈ સમ્પાદકીયના રૂપમાં ક્રમશઃ આત્મધર્મમાં પ્રકાશિત થયા. આ નિબન્ધોના નિશ્ચય-વ્યવહારના સંધિપૂર્વક માર્મિક વિવેચન જયારે સુબોધ સતર્ક તથા આકર્ષક શૈલીમાં પાઠકો સુધી પહુંચ્યો ત્યારે એ ઝુમી ઉઠયા. સામાન્ય પાઠકો ને જ નહી પૂજ્ય સ્વામીજી એ પણ એમની મુક્ત કંઠથી ભરપૂર પ્રસંશા કરી છે. દરેક જગ્યાથી આ માંગ આવવા લાગી કે આને જલ્દીથી અલગ અલગ ભાષાઓમાં પ્રકાશિત કરી જન-જન સુધી પહુચાડવામાં આવે, આનું વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવે, જેનાથી ડૉ. સાહેબના ચિન્તનનો લાભ જન જન ને મળી શકે. આપ માત્ર લોકપ્રિય લેખક જ નહી, પ્રભાવક વકતા એક સુયોગ્ય સમ્પાદક, કુશળ અધ્યાપક અને સફળ નિયોજક પણ છો. પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજી સ્વામીની આપ પર અસીમ કૃપા રહી છે. એ વારંવાર કહેતા રહે છે. “પંડિત હુકમચંદ તત્વપ્રચારના ક્ષેત્રમાં એક હીરો છે. વર્તમાનમાં થઈ રહેલા તત્વપ્રચારમાં એમનો બહુ મોટો હાથ છે.” આમ જનતાના સાથે સાથે વિદ્વત સમાજે પણ આ કૃતિની દિલ ખોલીને પ્રશંસા કરી છે. સમાજ માન્ય વિદ્વાનોનો અભિપ્રાય પુસ્તકના છેલ્લે આપવામાં આવ્યો છે. પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામીએ જયારે આને અધોપાન્ત વાચ્યું તો તે એટલા ગદ્ગદ થઈ ગયા કે લગાતાર બે મહિના સુધી આ કૃતિની પ્રશંસા કરતા રહ્યા, લોકો ને આના અધ્યયનની પ્રેરણા દેતા રહ્યા. આ કૃતિના સન્દર્ભમાં કહેલા કેટલાક ઉગાર આ પ્રમાણે છે. ગજબ કર્યું છે, લખવાની અને કહેવાની શૈલી ગજબ છે. ૪૪ વર્ષની નાની ઉમરમાં લખ્યું છે. ત્યાગધર્મ અને સંયમ ધર્મની વ્યાખ્યામાં તો ગજબ કર્યું છે. દાન અને ત્યાગમાં શું અન્તર છે. - આનું વિસ્તૃત ખુલાસો કર્યો છે. આટલું સુન્દર લખ્યું છે કે વાંચતા વખતે પુસ્તક છોડવાનું મન નથી થતું. આટલી Page #16 -------------------------------------------------------------------------- ________________ ગહરાઈની ખબર તો તેને પડશે જે વાંચવાની સાથે વિચાર પણ કરશે, બસ એમજ વાંચી નાખવાથી કાંઈ હાથ નહીં આવે.” “હુકમચંદજીનો ક્ષયોપશમ બહુજ છે અને શૈલી એવી છે કે વાત વાંચવા વાળાઓના ગળે ઉતરી જાય છે. ગંભીર પ્રશ્નોના અત્યંત સરળ ભાષામાં ઉત્તર આપ્યા છે. જેવું સ્પષ્ટીકરણ પંડિતજી એ કર્યું છે, એવું તો હું પણ નથી કરી શક્તો. પંડિત જગન્મોહનલાલજી એ જે આ લખ્યું છે કે હુકુમચંદજી ને સરસ્વતીનું વરદાન છે, એ એકદમ સાચું છે. જે કૃતિના વિષયમાં ગુરૂદેવશ્રી આ પ્રમાણે કહેતા હોય, એમના બારામાં અમે વિશેષ શું કહીએ ? : આ દશધર્મો પર ડૉ. હુકમચંદજી ભારિલ્લના પ્રવચનોના ઓડિયો અને વીડીઓ કેસેટ પણ ઉપલબ્ધ છે, જે દરેક વર્ષ હજારોની સંખ્યામાં વેચાય છે. પર્યુષણ પર્વના અવસર પર વિભિન્ન જગ્યાઓ પર ખાલી ટી.વી. ના માધ્યમથી વીડીઓ કેસેટોનો પ્રસારણ કરવામાં આવે છે જેનાથી મહતી ધર્મપ્રભાવના થતી પ્રસ્તુત કૃતિનો ગુજરાતી અનુવાદ શ્રી રમણલાલ માણેકલાલ શાહે બહુજ મનોયોગથી કર્યો છે. તેના માટે સંસ્થા એમનો હૃદયથી આભાર માને છે. પ્રકાશને વ્યવસ્થાનો શ્રેય વિભાગના પ્રભારી શ્રી અખિલ બંસલને જાય છે અતઃ એ પણ ધન્યવાદના પાત્ર છે. આ સંસ્કરણની કિંમત ઓછી કરવા માટે જે મહાનુભાવો એ આર્થિક સહયોગ પ્રદાન કરેલ છે તેમની સૂચી અલગથી પ્રકાશિત કરવામાં આવી છે; બધાય સહયોગિયોનો હૃદયથી આભારી છું. - આ કૃતિનો અધિકાધિક મહાનુભાવો લાભ મેળવે એ ભાવનાની સાથે વિરામ લઉ છું.” - નેમીચંદ પાકની પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ મહામંત્રી જુલાઈ ૧૯૭૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવિક દશલક્ષણ મહાપર્વ એક મહા- મંગલકારી પર્વ છે. આત્મ-આરાધના અને આત્મ-ભક્તિનું આ મહાપર્વ વ્યક્તિ અને સમાજનો જીવનમાં સંયમ અને શાન્તિની પ્રેરણા દેનાર મહા-પ્રેરણા-સ્રોત છે. આ પવિત્ર અવસરથી પ્રેરંણા પામી જે જીવો ધર્મ-સાધનામાં રત બને છે તેમની કર્મકાલિમા ધોવાઈ જાય છે, તેમનું જીવન પરમ ઉદાત્ત અને ઉજજવલ બને છે, તેઓ વીતરાગ-વિજ્ઞાન કે જે પરમ સુખની પ્રાપ્તિનું એકમાત્ર અમોઘ સાધન છે તે પ્રાપ્ત કરી મોક્ષ માર્ગમાં અગ્રેસર બને છે. ભારતભરમાં જૈન સમાજ આ મહાપર્વ અત્યંત હર્ષોલ્લાસ સહિત ગ્રેજ્યુ છે. ભાદરવા સુ. ૫ થી સુ. ૧૪ સુધીના દશ દિવસો દરમ્યાન પોતાનાં તમામ સાંસારિક કાર્યો અને અગ્રિમતાને ગૌણ કરી વિવિધ આયોજનો અને કાર્યક્રમો – જેવા કે જિનેન્દ્રભક્તિ, જિનેન્દ્ર-પૂજન, સ્વાધ્યાય, પ્રવચનો ઇત્યાદિ યોજી સમાજના સઘળા અંગો આ મંગલકારી પર્વમાંથી ધર્મભાવનાની-ધર્મસાધનાની પ્રેરણા મેળવે છે. આ મનોહર કૃતિ ‘ધર્મના દશ લક્ષણો' એ ધર્મસાધનાના એક ભાગરૂપે પ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાન ડૉ. હુકમચંદજી ભારિલ્લના મનોગત ઉંડા અધ્યાત્મચિંતનનો પરિપાક છે. એ તો સુવિદિત છે કે ભારિલ્લજી તત્વચિંતક તો છેજ, તદુપરાંત ઉત્તમ લેખક અને પ્રબુદ્ધ પ્રભાવશીલ વક્તા પણ છે. તેમના જીવન પર અધ્યાત્મશિરોણણિ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ઊંડી છાપ છે. તત્ત્વપ્રચારમાં નિરંતર ઉદ્યમશીલ શ્રી ભારિલ્લજીનાં દશલક્ષણ મહાપર્વના અવસરે સ્થાન-સ્થાન પર જે દશધર્મો સંબંધી તાત્વિક વ્યાખ્યાનો થયાં તે કેટલોક સમય વીત્યે (હિંદી) આત્મધર્મમાં સંપાદકીય સ્વરૂપે લેખનિબદ્ધ Page #18 -------------------------------------------------------------------------- ________________ થયાં. સઘળા વ્યાખ્યાનો-એક પુસ્તકકાકારે પ્રસિદ્ધ થાય તો પાઠકોને આ એક વિષયના સળંગ વાંચનનો લાભ થાય અને સમાજને શ્રી ભારિલ્લજીના અધ્યાત્મચિત્તનનો પૂરો લાભ મળે- એ વિચારના બળે- આ સુંદર અનુપમ કૃતિનો અવતાર થયો છે. ધર્મના સમ્યક સ્વરૂપ સંબંધી ચિંતનધારાને લેખનિબદ્ધ કરવા માટે ડૉ ભારિલ્લજીના અનેકશઃ ધન્યવાદને-અભિનંદનને પાત્ર છે. આવો, આપણે આ ઉત્તમ કૃતિનું સહર્ષ સ્વાગત કરી તેનું અવગાહન કરીએ. ધર્મનું સમ્યફ સ્વરૂપ પ્રસિદ્ધ કરવાનો આ નાનકડા ગ્રંથનો ઉદ્દેશ્ય છે. આમાં દશલક્ષણ-મહાપર્વ, ઉત્તમક્ષમાદિ દશધર્મ અને ક્ષમાવાણી- એમ મળી કુલ બાર પ્રકરણો વિષય-અંતર્ગત લખવામાં આવેલ છે. ત્યાં ઉત્તમક્ષમા-માદવ-આર્જવસત્ય-શૌચ-સંયમ-તપ-ત્યાગ-આકિંચન્ય-બ્રહ્મચર્ય એમ દશ ધર્મનું ભિન્નભિન્ન વિવેચન કરવામાં આવેલું છે. ક્ષમા-માર્દવાદિ આત્માના નિજસ્વભાવ છે અને સ્વભાવ હોવાથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે આત્માની નિર્મલ, નિર્દોષ, શુદ્ધસ્વભાવ-પર્યાય એ જ ઉત્તમક્ષમાદિ દશધર્મ કહેવામાં આવેલ છે. વાસ્તવમાં આ પ્રકારે કાંઈ દશધર્મ તો નથી પણ એક વીતરાગ-રત્નત્રય સ્વરૂપ ધર્મના આ દશ લક્ષણો છે. ચારિત્રએ જ સાક્ષાત્ ધર્મ છે અને ઉત્તમક્ષમાદિ શબ્દ-યોજનામાં જે પૂર્વે ‘ઉત્તમ' શબ્દની યોજના થયેલી છે તે સમ્યગ્દર્શનની સત્તાની સૂચક છે અને તે એમ દર્શાવે છે કે સમ્યદષ્ટિ-જ્ઞાની ધર્માત્માઓને જ આ ઉત્તમક્ષમાદિ દશધર્મ હોય છે, અન્ય મિથ્યાષ્ટિઓને નહીં. ઉત્તમમાદિ દશધર્મનું વર્ણન જૈનગમોમાં જયાં કરવામાં આવેલું છે તે તેના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં નિધર્મની અપેક્ષા સહિત કરવામાં આવેલ છે. લેખક મહોદયે આ દશધર્મોનું પાલન અવિરતી સમકિતી તથા વ્રતી સમક્તિીઓમાં કેવી રીતે થતું હોય છે, તેનો યથાસ્થિત નિર્દેશ કરી, ગૃહસ્થોએ અને શ્રાવકોએ પણ તે અવશ્ય યથાસંભવ ધારણ કરવા જોઈએ – એમ પ્રેરણા કરી છે. આ ધર્મોનું પાલન માત્ર મુનિ-ભગવંતો માટે જ શક્ય છે એવા ભ્રામક ખ્યાલનું નિરસન કરી ને દઢપણે સ્પષ્ટ કર્યું છે કે જેમ મુનિજનોને અનંતાનુબંધી આદિ ત્રણ Page #19 -------------------------------------------------------------------------- ________________ કષાયોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ-ધર્મ હોય છે તેમ શ્રાવકોને અનંતાનુબંધી આદિ બે કષાયોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ-ધર્મ હોય છે તથા અવિરતિ સમકિતીઓને અનંતાનુબંધી કષાયના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ દશધર્મોનું પાલન હોય છે. આમ ગુણસ્થાનોની વિવિધ ભૂમિકાઓમાં ઉત્તમક્ષમાદિ દશધર્મની સંભવિત તારતમ્યતા પ્રતિ અંગુલી-નિર્દેશ કરી સામાન્ય શ્રાવકોને-ગૃહસ્થોને પણ ધર્મ પ્રતિ જાગૃત કરી ઉત્સાહિત કરવામાં લેખક મહોદયે સફળ પ્રયાસ કરેલો છે. જગતમાં સંસારી પ્રાણીઓને ક્રોધાદિ વા મોહ-રાગ-દ્વેષાદિ વિકારીભાવો અનાદિથી છે તેથી તેઓ દુઃખી પણ ત્યારથી જ છે, કેમકે ક્રોધાદિ ભાવો સ્વયં દુઃખસ્વરૂપ અને દુ:ખના કારણ-સ્વરૂપ છે. જ્યારે ઉત્તમક્ષમાદિ દશધર્મ તે સર્વ સુખસ્વરૂપ અને સુખના કારણસ્વરૂપ, અને તેથી જ હર સમયે સર્વ સંસારીઓને તે સર્વત્ર ઉપાસનીય છે. આમ જે મંગળકારી. પર્વમાં આ ઉત્તમક્ષમાદિ ધર્મનું આરાધન કરવામાં આવે છે તે દશલક્ષણ મહાપર્વ સાર્વત્રિક અને સાર્વકાલિક છે. આ મહાપર્વ કોઈ સંપ્રદાયવિશેષ કે કોઈ કાળવિશેષમાં બંધાઈ શકતું નથી, તેથી તે શાશ્વત છે- એ હકીકત ખૂબ ખૂબીપૂર્વક ચર્ચા કરી લેખક મહોદયે પ્રારંભિક પ્રકરણમાં સિદ્ધ કરી છે. પછીનાં પ્રકરણોમાં ઉત્તમક્ષમાદિ દશધર્મ સંબંધી નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક અત્યંત સરળ, સુગમ, સુબોધ અને રોચક શૈલીમાં વિવેચન કરવામાં આવેલું છે. વિષય-વસ્તુની ચર્ચાને પ્રમાણભૂત કરનારાં આગમ-અધ્યાત્મગ્રંથોના અનેક પ્રમાણો પ્રસ્તુત કરી ધર્મના ઉત્તમ સ્વરૂપનું જોરદાર પ્રતિપાદન કર્યું છે. તેમ કરતાં ધર્મના બહાને સમાજમાં સાંપ્રતકાળમાં પ્રચલિત કેટલીક કુરીતિઓ અને કુરૂઢિઓ પર કોઈ-કોઈ સ્થાન પર માર્મિક આકરી ટીકા કરેલી છે અને તે અત્યંત ઉચિત જ છે. એમ કરવામાં લેખક મહાશયના મનમાં કોઈ પ્રતિ લેશ પણ નારજગી કે દુર્ભાવ હોવાનું માનવાને કારણ નથી, બલકે આ કુરૂઢિઓ અને કુરીતિઓને બરાબર દ્રષ્ટિગત કરી તેનો નાશપૂર્વક ઉત્તમધર્મનું સૌ શરણ પામે અને સૌ પરમ સુખી થાય એ જ એક માત્ર હેતું સ્પષ્ટ થાય છે. દરેક Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણના અંતમાં લેખનથી વિરામ લેતાં લેખક મહાશયે સ્વયં પોતાની મનોગત જે ઉદાત ભાવના વ્યક્ત કરી છે તે તેમના મનની પવિત્રતાની પ્રતીતિ કરાવે છે જેમ કે તેથી હવે અહીં આ પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું કે આ દશલક્ષણ મહાપર્વના પવિત્ર અવસર પર બધા જ આત્મા ધર્મના ઉક્ત દશલક્ષણો સારી પેઠે જાણી, ઓળખી, તદરૂપ પરિણમન કરી પરમ સુખી થાઓ આવી બધાજ આત્મા પ્રત્યેની શુભેચ્છા લેખક મહોદયની નિર્દોષતાની સાક્ષી છે. ઉત્તમ ક્ષમાદિ ધર્મોની ચર્ચાના પ્રસંગમાં ક્રોધાદિ કષાયોનાં અંતર્બાહ્ય સ્વરૂપોની વિશદ ચર્ચા કરી છે. ત્યાં એ મહત્ત્વની વાત પર ધ્યાન આકર્ષિત કર્યું છે કે ઉત્તમક્ષમાદિ ધર્મ ક્રોધાદિની મંદતા કે તીવ્રતા પર આધારિત નથી પર અનંતાનુબંધી ક્રોધાદિ કષાયોના અભાવ પર આધારિત છે. ક્રોધાદિ મંદ હોય તો પણ જયાં લગી અનંતાનુબંધી ક્રોધાદિનો અભાવ ન થાય ત્યાં લગી ઉત્તમક્ષમાદિ ધર્મ અંશે પણ પ્રગટ થઈ શકતો નથી. અનંતાનુબંધી ક્રોધાદિના અભાવવડે ઉત્તમક્ષમાદિ ધર્મ પ્રગટ થાય છે અને અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાદિ કષાયોનો અભાવ ઉતમક્ષમાદિને પલ્લવિત કરી વૃદ્ધિગત કરે છે તથા સંજવલન કષાયોનો અભાવ ઉત્તમક્ષાદિને પૂર્ણતા પ્રદાન કરે છે. આમ અનંતાનુબંધી આદિ કષાયોના ક્રમશઃ અભાવપૂર્વકજ ઉતમક્ષમાદિ ધર્મ પ્રગટ થાય છે, ક્રમશઃ વૃદ્ધિ પામે છે અને સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે – એ મૂળભૂત સિદ્ધાંત રહસ્ય સર્વ પ્રકરણોમાં પ્રગટ કરવામાં આવ્યું છે. ક્ષમાવાણીના અંતિમ પ્રકરણમાં સાંપ્રત સમયમાં આ પર્વ કેવી રીતે વચનવિલાસરૂપ માત્ર બાહ્ય શિષ્ટાચારને પોષતું કૃત્રિમ બની ગયું છે તેનું આબેહુબ ચિત્રણ કરી આ મહાપર્વમાં ઉતમક્ષમાદિ દશધર્મોની આરાધનાથી આપણું હૃદય વાસ્તવિક ક્ષમાદિભાવથી એવું સંપૂર્ણ ભરાઈ જવું જોઈએ કે પૂરા ભરેલા ઘડાની જેમ છલકાઈ જાય અને ક્ષમા દિવાણીરૂપે પ્રગટ થાય તે ક્ષમાવાણી પર્વની સાર્થકતા છે. - નિજાતમાં પ્રતિ અરૂચિરૂપ જે અનંત ક્રોધ તેનો ત્યાગ કરી આપણે આપણા આત્મા પ્રતિ વાસ્તવિક ક્ષમાભાવ ધારણ કરી આત્મામાં જ રમી રહીએ, સ્થિત થઈએ- એવી ભાવના ભાવી ગ્રંથની સમાપ્તિ કરવામાં આવી છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અંતર્બાહ્ય સ્વરૂપને દર્શાવતું હિંદી ભાષામાં આ પુસ્તક પ્રકાશિત થયા પછી સુપ્રસિદ્ધ અધ્યાત્મ પ્રવક્તા તત્વાભિલાષી શ્રીમાન પં. બાબુભાઈ ચુનિલાલ મહેતાએ ગુજરાતી ભાષી પાઠકોને આ પુસ્તકના વાચનદ્વારા ધર્મનું સાચું સ્વરૂપ સમજવાનો લાભ મળે એ હેતુથી તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો મને અનુરોધ કર્યો, તેથી પ્રેરાઈને આ અનુવાદ કરવાનો ઉદ્યમ કર્યો છે. અનુવાદ કરવામાં લેખક મહાશયના મૂળભૂત ભાવો યથાસ્થિત જળવાઈ રહે તેની સંપૂર્ણ કાળજી રાખવાનો યત્ન થયો છે. આ અનુવાદ કરવા માટે અનેક સંન્માનયોગ્ય સદ્ધર્મવત્સલ મુરબ્બી શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠ મારે માટે મહાન પ્રેરકબળ બન્યા છે. તેઓશ્રીએ આ અનુવાદ તપાસી આપવા સંમતિ આપતાં આ સાહસ કરવાનું મેં સ્વીકારેલ અને આભારની અતિ ઊંડી લાગણી સાથે મને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે મુરબ્બીશ્રીએ આ અનુવાદ સમગ્રપણે તપાસી આપ્યો, છે. તેઓશ્રીએ અનેકવિધ ધાર્મિક વ્યવસાયોમાંથી સમય કાઢી, નાજુક સ્વાથ્યની પળોમાં પણ ધર્માનુરાગ વડે આ અનુવાદ તપાસી જઈ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે તેથી પુનઃ તેમના પ્રતિ આભારની લાગણી પ્રગટ કરૂ છું. - અંતમાં આ પુસ્તકના વાંચન વડે ઉત્તમક્ષમાદિ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણી, પાઠકગણ તદરૂપ પરિણમો એવી અંતરની પવિત્ર ભાવના સહ. • , ગુણાનુરાગી રમણલાલ માણેકલાલ શાહ ' તા.૨૪.૪.૯ અનુવાદક પ્રસ્તુત આવૃતીની પ્રકાશકીય ધર્મનાં દશ લક્ષણો ની આ છઠ્ઠી આવૃતી પ્રકાશિત કરતાં અમોને અત્યંત પ્રસન્નતાનો અનુભવ થાય છે. અત્યાર સુધીમાં ૨૦ હજાર નકલો છપાઈ છે અને હજુ આ કૃતિનો અધિકાધિક મહાનુભાવો લાભ મેળવે એજ ભાવના... - યશપાલ જૈન, પ્રકાશન મંત્રી તા.૧૫.૮.૨૦૦૭ પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ Page #22 -------------------------------------------------------------------------- ________________ ...... ••••••••••••••••••• લેખકના મહત્વપૂર્ણ પ્રકાશન (હિન્દી) મયસાર: જ્ઞાયકભાવપ્રબોધની ટીકા “યસાર અનુશીલન ભાગ-૧ ...... નવસાર અનુશીલન ભાગ-૨ મયસાર અનુશીલન ભાગ-૩. .......... ર તાર અનુશીલન ભાગ-૪... સમયસાર અનુશીલન ભાગ-૫.... સમયસાર કા સાર ... પ્રવચનસાર કા સાર . પ્રવચનસાર અનુશીલન ભાગ-૧..... ....... ...... 30.00 પ્રવચનસાર અનુશીલન ભાગ-૨ ... ...... ૩૫.OO . પણ્ડિત ટોડરમલ વ્યક્તિત્વ ઔર કર્તૃત્વ .. ૨૦.૦૦ ૨. પરમભાવપ્રકાશક. નયચક્ર ૨૦.૦૦ પર ચિંતન કી ગહરાઈયાં. ૧. તીર્થકર મહાવીર ઔર ઉનકા સર્વોદય તીર્થ.. ....... ૧૫.૦૦ ૧૫. ધર્મ કે દશલક્ષણ .. ૧૬. ક્રમબદ્ધપર્યાય........ .......... ૧૬.૦૦ ૧૭. બિખરે મોતી.. ૧૨.૦૦ . ૧૮. સત્ય કી ખોજ........ ૧૬.૦૦ ૧૯. અધ્યાત્મનવનીત... ૧૫.૦૦ ર૦. આપ કુછ ભી કહો.. ..... ૨૦. .. . આત્મા હી હૈ શરણ સુક્તિ-સુધા... બારહ ભાવના એક અનુશીલન. દષ્ટિ કા વિષય........ ગાગર મેં સાગર .............. પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ. ગમોકાર હામંત્ર : એક અનુશીલન ............ બન્ધ ઔર દીપાવલી..... કાર્ય કુંદકુંદ ઔર ઉનકે પંચપરમાગમ. યુ કે કાનજીસ્વામી. વીતરા-વિજ્ઞાન પ્રશિક્ષણ નિર્દેશિકા.. ૧૬.૦૦ ........... ......... ............ - 8 8 8 8 * મૈં કૌન હૂં.. Page #23 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 8 8 8 ૧.૦ નિમિત્તોપાદાન અહિંસા: મહાવીર કી દૃષ્ટિ મેં..... ( મેં સ્વયં ભગવાન હું . . રીતિ-નીતિ............... ૩૭. શાકાહાર. . ૩૮ તીર્થકર ભગવાન મહાવીર ૩૯. ચૈતન્ય ચમત્કાર ૪૦. ગોલી કા જવાબ ગાલી સે ભી નહી. ૪૧. ગોપેશ્વર બાહુબલી .... કર. વીતરાગી વ્યક્તિત્વઃ ભગવાન મહાવીર .... ૪૩. અનેકાન્ત ઔર સ્યાદ્વાદ .... ૨.૦ ૪૪. શાશ્વત તીર્થધામ સન્મેદશિખર .......................... ૪૫. બિન્દુ મેં સિધુ...... .......... ૨.૦૦ ૪૬. પશ્ચાત્તાપ ........................................................................ ૭.૦૦ ૪૭. બારહ ભાવના એવં જિનેંદ્ર વદંના.. ......... ૨.૦૦ ૪૮. કુંદકુંદશતક પદ્યાનુવાદ. ૯. શુદ્ધાત્મશતક પદ્યાનુવાદ ............. ................ ૧.૦૦ ૫૦. સમયસાર પદ્યાનુવાદ.... ૩.૦૦ ૫૧. યોગસાર પદ્યાનુવાદ......... .. .૦.૫૦ પર. સમયસાર કલશ પદ્યાનુવાદ. ૩.૦૦ ૫૩. પ્રવચનસાર પદ્યાનુવાદ. ૫૪. દ્રવ્યસંગ્રહ પદ્યાનુવાદ ... ૫૫. અષ્ટપાહુડ પધાનુવાદ .... ૩.૦ ૫૬. અર્ચના જેબી. ૫૭. કુંદકુંદશતક (અર્થસહિત) . ૧.૨૫ ૫૮. શુદ્ધાત્મશતક (અર્થસહિત) . ........ .................... ૫૯. બાલબોધ પાઠમાલા ભાગ-૨.................... .............. ૩.૦૦ ઠમાલા ભાગ-૩......... ૩.૦ ૬૧. વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ-૧.. ... ................. | પાઠમાલા ભાગ-૨...... ૬૩. વીતરાગ-વિજ્ઞાન પાઠશાલા ભાગ-૩ ૬૪. તત્ત્વજ્ઞાન પાઠમાલા ભાગ-૧.... ૬૫. તત્ત્વજ્ઞાન પાઠશાલા ભાગ-૨ .. ૩.૦ ૧.૦૦ ૧. જી ૧.૦૦ 8 8 8 8 8. Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા - - - - - I - T ૧. દશલક્ષણ મહાપર્વ ---- ૨. ઉત્તમક્ષમા --- ૩ ઉત્તમમાર્દવ ------ ૪. ઉત્તમઆર્જવ ----- . ઉત્તમશૌચ ------ ૬. ઉત્તમસત્ય ---- ૭. ઉત્તમસંયમ '૮. ઉત્તમતપ----- ૯. ઉત્તમત્યાગ --- ૧૦. ઉત્તમઆકિંચન્ય-- ૧૧. ઉત્તમબ્રહ્મચર્ય --- ૧૨. ક્ષમાવાણી --- ૧૩. અભિમત --- I ----- - - - ૧૧૨: --- ૧૩૦ --- ૧૫૦ -- ૧૬૭ --- ૧૮૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ દશધર્મ-વદના મંગલાચરણ જો કોઈ–મદ-માયા અપાવન, લોભરૂપ વિભાવ હૈ | ઉનકે અભાવ સ્વભાવમય, ઉત્તમક્ષમાદિ સ્વભાવ છે. ઉત્તમક્ષમાદિ સ્વભાવ હી, ઈસ આમા કે ધર્મ હૈ | હૈં સત્ય શાશ્વત જ્ઞાનવય, નિજધર્મ શેષ અધર્મ હૈ || નિજ આત્મા મેં રમણ સંયમ, રમણ હી તપ-ત્યાગ હૈ. નિજ રમણ આકિંચન્ય હૈ, નિજ રમણ પરિગ્રહ-ત્યાગ હૈ નિજ રમણતા બ્રહ્મચર્ય હૈ, નિજ રમણતા “દશધર્મ' હૈ ! નિજ જાનના પહિચાનના, રમના ધરમ કા મર્મ હૈ અરહનત હૈ દશધર્મ ધારક, ધર્મ ધારક સિદ્ધ હૈ | આચાર્ય હૈં, ઉવઝાય હૈ, મુનિરાજ સર્વ પ્રસિદ્ધ હૈ || જો આત્મા કો જાનતે, પહિચાનતે કરતે રમણ / વે ધર્મ-ધારક ધર્મ-ધન હૈં, ઉન્હેં હમ કરતે નમન | Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ દશલક્ષણ મહાપર્વ જયારે પણ પર્વ સંબંધી ચર્ચા નીકળે છે તો એનો સંબંધ ઘણુંકરીને ખાવા–પીવા અને ખેલવા સાથે જોડવામાં આવે છે. જેમકે – રક્ષાબંધનના દિવસે લોકો ખીર અને લાડુ ખાય છે, ભમરડાથી રમે છે, રાખડી બાંધે છે, હોળીના દિવસે અમુક પકવાન ખાય છે, એકબીજાને રંગ છાંટે છે અને હોળી પ્રગટાવે છે, દિવાળીના દિવસે ફટાકડા ફોડે છે, દીપમાળા પ્રગટાવે છે, નિર્વાણ—લાડુ ચઢાવે છે અને અમુક પકવાન જમે છે – ઈત્યાદિ. પરંતુ અષ્ટાહ્નિકા (અઠાઈ) અને દશલક્ષણ જેવાં જૈન પર્વોનો સંબંધ ખાવા–પીવા અને ખેલવા સાથે ન હોતાં ખાવા–પીવા અને ખેલવાના ત્યાગ સાથે છે આ ભોગના નહીં, ત્યાગનાં પર્વ છે, અને તેથી જ મહાપર્વ કહેવાય છે. આ પર્વોની મહાનતા ત્યાગને કારણે છે, અમન—ચમનને કારણે નહીં. આપ કોઈપણ જૈનને પૂછો કે દશલક્ષણ મહાપર્વ કેવી રીતે ઉજવવામાં આવે છે તો તે આ જ ઉત્તર આપશે કે આ દિવસોમાં લોકો સંયમથી રહે છે; પૂજા-ભકિત કરે છે, વ્રત–નિયમ–ઉપવાસ કરે છે, લીલોતરીનું સેવન કરતા નથી. સ્વાધ્યાય અને તત્વચર્ચામાં જ મોટા ભાગનો સમય વિતાવે છે. સર્વત્ર મોટા—મોટા પંડિતોની શાસ્ત્ર–સભાઓ થાય છે અને તેમાં ઉત્તમક્ષમાદિ દશ ધર્મોનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.બધા જ લોકો કાંઈક ને કાંઈક ત્યાગ-વિરાગતા ધારણ કરે છે, દાન આપે છે, ઈત્યાદિ અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યોમાં પરોવાયેલા રહે છે. સર્વત્ર એક પ્રકારનું ધાર્મિક વાતાવરણ જામેલું રહે છે. પર્વ બે પ્રકારના હોય છે –(૧) શાશ્વત અને (૨) સામયિક, આને આપણે અનુક્રમે વૈકાલિક અને તાત્કાલિક પણ કહી શકીએ. તાત્કાલિક પર્વ બે પ્રકારના હોય છે – (૧) વ્યકિત-વિશેષ સાથે સંબંધિત અને (૨) ઘટના વિશેષ સાથે સંબંધિત. દિવાળી, મહાવીર-જયંતી, રામનવમી, જન્માષ્ટમી વગેરે પર્વ વ્યકિતવિશેષ સાથે સંબંધ ધરાવતા પર્વ છે, કેમકે દિવાળી અને મહાવીર—જયંતી અનુક્રમે ભગવાન મહાવીરના નિર્વાણ અને જન્મ સાથે Page #27 -------------------------------------------------------------------------- ________________ શ છે. ધર્મનાં દશ લક્ષણ) સંબંધ ધરાવે છે અને રામનવમી અને જન્માષ્ટમી રામ અને કૃષ્ણના જન્મ સાથે સંબંધિત છે. ઘટના–વિશેષથી સંબંધ ધરાવતાં પર્વોમાં રક્ષાબંધન, અક્ષયતૃતીયા, હોળી વગેરે પર્વ આવે છે, કેમકે એ પ્રસિદ્ધ પૌરાણિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવતા પર્વ છે. સ્વાતંત્ર્ય-દિન અને પ્રજાસત્તાકદિન–એ પણ ઐતિહાસિક ધટનાઓથી સંબંધિત આજનાં રાષ્ટ્રીય પર્વ કહી શકાય છે. સૈકાલિક અથવા શાશ્વત પર્વ ન કોઈ વ્યકિત-વિશેષથી સંબંધ ધરાવે છે, અથવા ન કોઈ ઘટના-વિશેષથી; એ તો આધ્યાત્મિક ભાવોથી સંબંધ ધરાવે છે. દશલક્ષણ મહાપર્વ એક આવું જ સૈકાલિક શાશ્વત પર્વ છે જે આત્માના ક્રોધાદિ વિકારોના અભાવના ફળસ્વરૂપે પ્રગટ થવાવાળી ઉત્તમક્ષમાદિ ભાવો સાથે સંબંધિત છે. ઘટના–વિશેષથી અને વ્યકિત–વિશેષથી સંબંધિત પર્વ નિયમથી અનાદિ હોઈ શકતાં નથી, કેમકે એ સંબંધિત ધટના અથવા વ્યકિતના પહેલાં સંભવિત હોતાં નથી. એ અનંત પણ હોય શકતાં નથી, કેમકે જયારે ભવિષ્યમાં એથી પણ વિશેષ મહત્વપૂર્ણ વ્યકિત ઉત્પન્ન થઈ જાય અથવા ઘટના બની જાય તો જગત તેને યાદ રાખવા લાગશે, તેનાથી સંબંધિત પર્વની ઉજવણી કરવા લાગશે અને પહેલાનાં ભૂલી જશે. પછી-પછીના તીર્થકરો ઉત્પન્ન થતાં ભવિષ્યમાં એમનાં જયંતી અને નિર્વાણ–દિન ઉજવાશે. પહેલા–પહેલાનાં નહીં. જેમ આપણે ભૂતકાળની ચોવીસીને જાણે ભૂલી ગયા છીએ, એમજ આ ચોવીસીને પણ ભવિષ્યમાં કોઈ યાદ રાખશે નહીં. ઘટનાઓ અને વ્યકિતઓ ગમે એટલાં મહત્વપૂર્ણ હોય તો પણ તે સાર્વભૌમ અને સાર્વકાલિક હોઈ શકતાં નથી. એ બધાંની પોતપોતાનાં ક્ષેત્ર અને કાળ સંબંધી મર્યાદાઓ છે, તે અમર્યાદ હોઈ શકતાં નથી. તેથી એ જ પર્વ સાર્વભૌમ અને સાર્વકાલિક કોઈ શકે જે કોઈ વ્યકિત વિશેષ અથવા ઘટના-વિશેષથી સંબંધિત નહીં હોતાં બધાય જીવોથી, એમના ભાવોથી એકસરખી રીતે સંબંધિત હોય. આજ કારણને લીધે તે શાશ્ચત છે, સર્વનું છે અને સદાય પ્રવર્તમાન રહેશે. એની ઉપયોગિતા સાર્વભૌમિક અને સાર્વકાલિક દશલક્ષણ મહાપર્વ કોઈ સંપ્રદાય-વિશેષનું નથી, સર્વનું છે. એને. ભલે માત્ર કોઈ સંપ્રદાય-વિશેષના લોકો જ ઉજવતા હોય પણ તે Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ મહાપર્વ) સામ્પ્રદાયિક પર્વ નથી, કેમકે તે સામ્પ્રદાયિક ભાવનાઓ પર આધારિત પર્વ નથી, એનો આધાર સાર્વજનિક છે. વિકારી ભાવોનો પરિત્યાગ અને ઉદાત્ત, ભાવોનું ગ્રહણ એ જ એનો આધાર છે, જે સર્વને એક સરખી રીતે હિતકારી છે. તેથી આ પર્વ માત્ર જૈનોનું જ નહીં પણ જન-જનનું–આમ જનતાનું છે. એને સંપ્રદાય-વિશેષનું પર્વ માનવું એ જ સ્વયં સામ્પ્રદાયિક દૃષ્ટિકોણ - આ સૌનું પર્વ છે, એનું એક કારણ એ પણ છે કે સૌ પ્રાણીઓ સુખી થવા ઈચ્છે છે અને દુઃખથી ડરે છે. ક્રોધાદિ ભાવો સ્વયં દુઃખસ્વરૂપ છે અને દુઃખના કારણરૂપ છે તથા ઉત્તમ-ક્ષમાદિ ભાવો સ્વયં સુખસ્વરૂપ છે અને સુખના કારણસ્વરૂપ છે. તેથી દુઃખથી ભયભીત સર્વ સુખાર્થી જીવો માટે ક્રોધાદિના ત્યાગરૂ૫ ઉત્તમક્ષમાદિ દશ ધર્મ પરમ આરાધ્ય છે. આ પ્રમાણે સર્વને સુખકારી અને સન્માર્ગદર્શક હોવાથી આ દશલક્ષણ મહાપર્વ સર્વનું પર્વ છે. દોધાદિ વિભાવભાવોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ દશ ધર્મોનો વિકાસ જ જેનું મૂળ છે એવા દશલક્ષણ મહાપર્વની સર્વભૌમિકતાનો આધાર એ છે કે બધે જ ક્રોધાદિકને બુરા, અહિતકારી અને ક્ષમાદિ ભાવોને ભલા અને હિતકારી માનવામાં આવે છે. એવું કર્યું ક્ષેત્ર છે જયાં ક્રોધાદિને બુરા, ક્ષમાદિને . ભલા ન માનવામાં આવતા હોય? - તે સાર્વકાલિકે પણ આ જ કારણે છે, કેમકે કોઈ કાળ એવો નથી જેમાં ક્રોધાદિને હેય અને ઉત્તમક્ષમાદિને ઉપાદેય ન માનવામાં આવેલા હોય, ન માનવામાં આવતા હોય કે ન માનવામાં આવે. મતલબ કે એની ઉપાદેયતા સર્વકાળે અસંદિગ્ધ છે. ભૂતકાળમાં પણ ક્રોધાદિ વડે દુઃખ અને અશાન્તિ તથા ક્ષમાદિ વડે સુખ અને શાન્તિની પ્રાપ્તિ થતી જોવામાં આવી છે, વર્તમાનમાં પણ જોવામાં આવે છે. અને ભવિષ્યમાં પણ જોવામાં આવશે. * ઉત્તમક્ષમાદિ ધર્મોની સાર્વભૌમિક, શૈકાળિક ઉપયોગિતા અને સુખકારિતાને લીધે જ દશલક્ષણ મહાપર્વ શાશ્વત પર્વોમાં ગણાય છે અને એ જ કારણે એ મહાપર્વ છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો આ મહાપર્વ સૈકાળિક છે, અનાદિ-અનંત છે, તો પછી તેનો આરંભ થયાની કથા શાસ્ત્રોમાં કેમ આવે છે? શાસ્ત્રોમાં એમ આવે છે કે – Page #29 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) "કાળચક્રના પરિવર્તનમાં કેટલાક સ્વાભાવિક ઉતાર-ચઢાવ આવે છે, જેને જેને પરિભાષામાં અવસર્પિણી અને ઉત્સર્પિણીના નામથી ઓળખવામાં આવે છે. અવસર્પિણીમાં ક્રમે કરી હાસ અને ઉત્સર્પિણીમાં ક્રમે કરી વિકાસ થાય છે. દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છ છ કાળ હોય છે. - દરેક અવસર્પિણી કાળના અંતમાં જયારે પંચમ કાળની સમાપ્તિ અને છઠ્ઠા કાળનો આરંભ થાય છે ત્યારે લોકો અનાર્ય વૃત્તિ ધારણ કરીને હિંસક બની જાય છે. એ પછી જયારે ઉત્સર્પિણીનો પ્રારંભ થાય છે અને ધર્મોત્થાનનો કાળ પાકે છે ત્યારે શ્રાવણ વદી એકમથી સાત અઠવાડિયાં લગી (૪૯ દિવસ) વિવિધ પ્રકારની વૃષ્ટિ થાય છે જે વડે સુકાળ પાકે છે અને લોકોમાં ફરી અહિંસક આર્યવૃત્તિનો ઉદય થાય છે. એક પ્રકારે ધર્મનો ઉદય થાય છે, પ્રારંભ થાય છે, અને તે વાતાવરણમાં દશ દિવસ સુધી ઉત્તમ-સમાદિ દશ ધર્મોની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ જ પ્રકારે દરેક ઉત્સર્પિણી કાળમાં આ મહાપર્વ ચાલુ થઈ જાય છે.” આ કથા તો પ્રત્યેક ઉત્સર્પિણી કાળમાં આ પર્વનો પુનઃ આરંભે કેવી રીતે થાય છે—માત્ર એટલું જ બતાવે છે. આ કથા દ્વારા દશલક્ષણ મહાપર્વની અનાદિ-અનંતતાને કોઈ હરકત પહોંચતી નથી. - આ કથા પણ એક શાશ્વત કથા છે જેનું વારંવાર પુનરાવર્તન થયેલું છે અને થશે, કેમકે અવસર્પિણીના પંચમ કાળના અંતભાગમાં જયારે જયારે લોકો આ ઉત્તમ–ક્ષમાદિ ધર્મોથી વિમુખ થઈ જાય છે અને ઉત્સર્પિણી ના પ્રારંભ કાળમાં જયારે જયારે એની પુનરાવૃત્તિ થાય છે ત્યારે ત્યારે તે યુગમાં દશલક્ષણ મહાપર્વનો આ પ્રમાણે આરંભ થાય છે. વસ્તુતઃ આ યુગારંભની ચર્ચા છે, પર્વના પ્રારંભની નહીં. અનાદિ કાળથી અનેક યુગો પર્યત આ પ્રમાણે આ પર્વનો આરંભ થઈ ચૂકયો છે અને ભવિષ્યમાં પણ થતો રહેશે. આ પર્વની અનાદિ–અનંતતા આગમ-સંમત તો છે જ, યુકિત-સંગત પણ છે, કારણ કે જયારથી (અનાદિથી) આ જીવ છે ત્યારથી ક્ષમાદિ–સ્વભાવી છે, તો પણ પ્રગટપણે (પર્યાયમાં) ત્યારથી જ ક્રોધાદિ વિકારોથી સંયુકત પણ છે. આ જ કારણે જ્ઞાનાનંદ-સ્વભાવી હોવા છતાં પણ અજ્ઞાની અને દુઃખી છે. અને જયારથી તે દુઃખી છે ત્યારથી સુખની આવશ્યકતા પણ છે, કેમકે સર્વ જીવો અનાદિથી છે તેથી સુખના કારણરૂપ ઉત્તમ–ક્ષમાદિ ધર્મોની આવશ્યકતા પણ અનાદિથી જ રહી છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ મહાપર્વ) ૫ આ રીતે જોકે અનંત જીવો ક્ષમાદિ–સ્વભાવી આત્માનું આલંબન લઈને ક્રોધાદિથી મુકિત પામ્યા છે, તોપણ એથી ય અનંતગણા જીવો આજે પણ આ ક્રોધાદિ વિકારોથી યુકત છે, દુઃખી છે. તેથી આજે પણ આ ધર્મોની આરાધનાની સંપૂર્ણ આવશ્યકતા છે. વળી સુદૂરવર્તી ભવિષ્યમાં પણ ક્રોધાદિ વિકારોથી સંયુકત એવા દુઃખી જીવો રહેવાના છે અને તેથી ભવિષ્યમાં પણ તેની ઉપયોગિતા અસંદિગ્ધ સુનિશ્ચિત છે. ત્રણે લોકમાં સર્વત્ર જ ક્રોધાદિ દુઃખના અને ક્ષમાદિ સુખનાં કારણો છે. આથી જ આ મહાપર્વ શાશ્વત અર્થાત્ ત્રૈકાલિક અને સાર્વભૌમિક છે, સૌનું છે. ભલે સૌ જીવો એની આરાધના ન કરે, પણ એ પોતાની પ્રકૃતિથી જ સૌનું છે, હતું અને રહેશે. અષ્ટાલિકા મહાપર્વની જેમ આ પણ વર્ષમાં ત્રણ વાર આવે છે (૧) ભાદરવા સુદી ૫ થી ૧૪ સુધી, (૨) માહ સુદી ૫ થી ૧૪ સુધી અને (૩) ચૈત્ર સુદી ૫ થી ૧૪ સુધી; તોપણ આખાય દેશમાં વિશાળ પાયા પર ખૂબ ઉત્સાહપૂર્વક તો માત્ર ભાદરવા સુદી ૫ થી ૧૪ સુધી જ ઉજવવામાં આવે છે. બાકીના બેને તો ધણાખરા જૈનીઓ પણ જાણતા નથી. પ્રાચીન સમયમાં વરસાદના દિવસોમાં આવવા—જવાની સગવડો પૂરતી નહીં હોવાથી વેપાર આદિ કાર્યો સહજ જ ઓછા થઈ જતાં હતા, તથા જીવોની ઉત્પત્તિ પણ વરસાદમાં ખૂબ થઈ જાય છે. અહિંસક સમાજ હોવાથી જૈન સાધુઓ તો ચાર મહિના સુધી એક ગામથી બીજે ગામ જવાનું બંધ કરી દઈ, એક સ્થાન પર જ રહેતા હોય છે. શ્રાવકો પણ ભ્રમણ કરવાનું ખૂબ ઓછુ કરી દેતા હતા. તેથી ભાદરવા મહિનામાં જ આ પર્વની વિશાળ પાયા પર ઊજવણી કરવામાં સહજ જ સત્સમાગમ અને સમયની સહજ ઉપલબ્ધિ જ વિશેષ કારણ હોય એમ જણાય છે. એમ તો પ્રત્યેક ધાર્મિક પર્વનું પ્રયોજન આત્મામાં (પોતામાં) વીતરાગ ભાવની વૃદ્ધિ કરવાનું જ હોય છે, પરંતુ આ પર્વ વિશેષપણે આત્મગુણોની આરાધના સાથે સંબંધ રાખે છે; તેથી આ વીતરાગી પર્વ સંયમ અને સાધનાનું પર્વ છે. પર્વ અટલે મંગળ કાળ, પવિત્ર અવસર, પરમાર્થથી તો પોતાની આત્મ—સ્વભાવની પ્રતીતિપૂર્વક વીતરાગી દશાનું પ્રગટ થવું એ જ સાચું પર્વ છે કેમકે એ જ આત્માને મંગળકારી છે અને પવિત્ર અવસર છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) ધર્મ તો આત્મામાં પ્રગટ થાય છે, તિથિમાં નહીં, પરંતુ જે તિથિમાં આત્માના મારિરૂપ વીતરાગી શાન્તિ પ્રગટ થાય એ જ તિથિ પર્વ તરીકે ઓળખાવા લાગે છે. ધર્મનો આધાર તિથિ નહીં, આત્મા છે. આત્મસ્વરૂપની પ્રતીતિપૂર્વક ચારિત્ર (ધર્મ) ની દશ પ્રકારે આરાધના કરવી.એ જ દશલક્ષણ ધર્મ છે. આત્મામાં દશ પ્રકારના સદ્ભાવો (ગુણો) ના વિકાસથી સંબંધિત હોવાથી જ એને દશલક્ષણ મહાપર્વ કહેવામાં આવે અનાદિ કાળથી જ પ્રત્યેક આત્મા, આત્મામાં જ ઉત્પન, આત્માના જ વિકારો-ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય, અસંયમ ઇત્યાદિને કારણે જ દુઃખી અને અશાન્ત થઈ રહ્યો છે. અશાન્તિ અને દુઃખ દૂર કરવાનો એકમાત્ર ઉપાય આત્મ-આરાધના છે. આત્મ-સ્વભાવને ઓળખી, તેની જ શ્રદ્ધા કરી, એમાં જ જામી જવાથી, એમાં જ સમાઈ જવાથી અતીન્દ્રિય આનંદ અને સાચી શાન્તિની પ્રાપ્તિ થાય છે. આવા જ આત્મ-આરાધક પુરૂષના હૃદયમાં ઉત્તમ-ક્ષમાદિ ગુણોનો સહજ વિકાસ થાય છે. તેથી એ સ્પષ્ટ છે કે આ પર્વનો સંબંધ આંત્મ-આરાધના સાથે છે, પ્રકારાન્તરે ઉત્તમ-ક્ષમાદિ દશ ગુણોની આરાધના સાથે છે. ' . ક્ષમાદિ દશ ગુણોને દશ ધર્મ પણ કહે છે. એ દશ ધર્મ આ પ્રમાણે છે (૧) ઉત્તમ-ક્ષમા (૨) ઉત્તમ–માર્દવ (૩) ઉત્તમ-આર્જવ (૪) ઉત્તમ-સત્ય (૫) ઉત્તમ–શૌચ (૬) ઉત્તમ-સંયમ (૭) ઉત્તમ-તપ (૮) ઉત્તમ–ત્યાગ (૯) ઉત્તમ-આકિંચ, અને (૧૦) ઉત્તમ-બ્રહ્મચર્ય. આ દશ ધર્મો નથી, ધર્મનાં દશ લક્ષણ છે, જેને સંક્ષેપમાં દશ ધર્મ એવા નામથી પણ કહેવામાં આવે છે. જે આત્મામાં આત્મરૂચિ, આત્મ-જ્ઞાન અને આત્મલીનતારૂપ ધર્મ-પર્યાય પ્રગટ થાય છે. તે આત્મામાં ધર્મનાં આ દશ લક્ષણ સહજ પ્રગટ થઈ જાય છે. આ આત્મ-આરાધનાના ફળસ્વરૂપે પ્રગટ થનારા ધર્મ છે, લક્ષણ છે, ચિત છે. ઉપર્યુકત દશ ધર્મ છે તો ચારિત્રગુણની નિર્મળ પર્યાયો છતાં, તે દરેકની સાથે જોડવામાં આવેલો ઉત્તમ શબ્દ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની અનિવાર્ય સત્તા (-અસ્તિત્વ) નું સૂચન કરે છે. સારાંશ એ છે કે આ ચારિત્રગુણની નિર્મળ અવસ્થાઓ સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્માને જ પ્રગટ થાય છે, અજ્ઞાની મિથ્યાદૃષ્ટિને નહીં. Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ મહાપર્વ) વસ્તુટ ચારિત્ર એ જ સાક્ષાત્ ધર્મ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તો ચારિત્રરૂપ વૃક્ષનાં મૂળ છે. જેમ વૃક્ષ મૂળ વિના ઉભું જ રહી શકે નહીં, ફળે–ફાલે નહીં અથવા કહો કે વિના મૂળ વૃક્ષની એક પ્રકારે સત્તા જ સંભવે નહી; તેમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપી મૂળ વિના સમ્યફચારિત્રરૂપી વૃક્ષ ઉભું જ રહી શકે નહીં, ફળ-ફાલે નહીં અથવા આ બન્ને વિના સમ્યકારિત્રની સત્તા જ હોઈ શકે નહીં. - જોકે જગતમાં ઘણા લોકો આત્મશ્રદ્ધાન અને આત્મજ્ઞાન વિના પણ બંધનના ભયથી કે સ્વર્ગ–મોક્ષ તથા માન-પ્રતિષ્ઠા વગેરેના લોભથી ક્રોધાદિ ઓછા કરતા હોય અથવા ન કરતા હોય એમ જોવામાં આવે છે તો પણ તેઓ ઉત્તમ ક્ષમાદિ દશધર્મોના ધારક છે એમ માની શકાય નહીં. આ સંબંધી પંડિતપ્રવર ટોડરમલજીના વિચારો જણવા યોગ્ય છે "વળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ–મોક્ષની ઈચ્છાથી તે ક્રોધાદિકરતો નથી, પણ ત્યાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી; જેમ કોઈ રાજાદિકના ભયથી અથવા મહંતપણાના લોભથી પર સ્ત્રી–સેવન કરતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહીં, તે જ પ્રમાણે આ પણ ક્રોધાદિનો ત્યાગી નથી. . . . તો કેવી રીતે ત્યાગી હોય? પદાર્થ ઈષ્ટ–અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે, જયારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઈષ્ટ–અનિષ્ટ ભાસે નહી ત્યારે સ્વયં ક્રોધાદિ ઊપજતા નથી, અને ત્યારે જ સાચો ધર્મ થાય છે." -. આ પ્રમાણે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક ક્રોધાદિની અનુત્પત્તિ જ ઉત્તમક્ષમાદિ દશધર્મ છે. જો કે ઉપર કહેલા દશ ધર્મોનું વર્ણન શાસ્ત્રોમાં અનેક સ્થળે મુનિધર્મની અપેક્ષાથી કરવામાં આવ્યું છે તો પણ આ ધર્મો માત્ર મુનિઓએ ધારણ કરવા માટે છે એમ નથી, ગૃહસ્થોએ પણ પોત પોતાની ભૂમિકા અનુસાર તે અવશ્ય ધારણ કરવા જોઈએ. ધારણ શું કરવા જોઈએ, વસ્તુતઃ હકીકત તો એવી છે કે જ્ઞાની ગૃહસ્થોને પણ પોત-પોતાની ભૂમિકા અનુસાર તે હોય જ છે, એનું પાલન સહજપણે બનતું હોય છે. તત્વાર્થસૂત્રમાં ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા (બાર ભાવના) અને ૧. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૩૨. ચોથી આવૃત્તિ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) પરીષહજયની સાથે જ ઉત્તમક્ષમાદિ દશ ધર્મોની ચર્ચા કરવામાં આવી છે. આ બધો મુનિધર્મથી સંબંધિત વિષય છે. આ કારણને લીધે જ જયાં જયાં એનું વર્ણન જોવા મળે છે. ત્યાં-ત્યાં એના ઉત્કૃષ્ટ સ્વરૂપનું જ વર્ણન મળે છે. તેથી (આદર્શ ધર્મશ્રાવકો માટે નથી એવી આશંકા સેવીને સામાન્ય શ્રાવકોએ તેની ઉપેક્ષા સંગત નથી, યોગ્ય નથી. જો મુનિઓને અનન્તાનુબંધી આદિ ત્રણ કષાયોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ ધર્મ હોય છે તો પંચમ ગુણસ્થાનવર્તી જ્ઞાની શ્રાવકોને અનન્તાનુબંધી આદિ બે કષાયોના અભાવરૂપ ઉત્તમલમાદિ ધર્મ પ્રગટું હોય છે. એજ પ્રમાણે ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દષ્ટિને એકમાત્ર અનન્તાનુબંધી કષાયના અભાવરૂપ ઉત્તમલમાદિ ધર્મ પ્રગટ હોય છે. મિથ્યાદૃષ્ટિને ઉત્તમક્ષમાદિ ધર્મ હોતા નથી. એને મિથ્યાષ્ટિને) કષાય ગમે એટલા મંદ હોય તોપણ એને ઉપર્યુકત ધર્મ પ્રગટ થતા નથી–થઈ શકતા નથી, કેમકે આ ધર્મ કષાયના અભાવ વડે પ્રગટ થતી પર્યાયો છે, મંદતા વડે નહી. મંદતા વડે જે તારતમ્યરૂપ ભલે પડે છે તેને શાસ્ત્રોમાં વેશ્યાની સંજ્ઞા આપી છે, ધર્મ નહીં. ધર્મ તો મિથ્યાત્વ અને કષાયના અભાવનું નામ છે, મંદતાનું નહીં. - આ ધર્મોની વ્યાખ્યા અનેક દૃષ્ટિબિંદુઓથી સંભાવિત છે. જેમકે-મુનિઓ અને શ્રાવકોની અપેક્ષાથી, નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાથી, અંતરંગ અને બાહ્યની અપેક્ષાથી ઈત્યાદિ. આ બધામાંથી પ્રત્યેક ધર્મની સ્વતંત્રરૂપે વિસ્તૃત વ્યાખ્યા કરવી અપેક્ષિત છે. હવે પછી આગળ દરેકનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેથી હવે અહીં એ પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું કે આ દશલક્ષણ મહાપર્વના પુનીત અવસર પર બધા જીવો ધર્મનાં આ દશ લક્ષણોને સારી પેઠે જાણીને, ઓળખીને, તદ્રુપ પરિણમન કરીને પરમ સુખી થઓ. ૨. સિનિતિષનુબેલારિષદનવનૈઃ (અ. ૯ સૂત્ર ) Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમક્ષમા ક્ષમા આત્માનો સ્વભાવ છે. ક્ષમા–સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધના અભાવરૂપ શાન્તિ–સ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ ક્ષમા કહે છે. જોકે આત્મા ક્ષમાસ્વભાવી છે, તોપણ અનાદિથી આત્મામાં ક્ષમાના અભાવરૂપ ક્રોધ-પર્યાય જ પ્રગટપણે વિદ્યમાન છે. જયારે-જયારે ઉત્તમ–ક્ષમાદિ ધર્મોની ચર્ચા ચાલે છે ત્યારે–ત્યારે એમનું સ્વરૂપ અભાવરૂપ જ બતાવવામાં આવે છે. જેમકે-ક્રોધનો અભાવ તે ક્ષમા છે, માનનો અભાવ તે માર્દવ છે, માયાનો અભાવ તે આર્જવા છે-ઈત્યાદિ. શું ધર્મ અભાવસ્વરૂપ (નિષેધાત્મક) છે? શું એનું કોઈ ભાવાત્મક (અસ્તિવરૂપ) સ્વરૂપ નથી? જો છે, તો તેને ભાવાત્મક રૂપમાં કેમ પ્રસ્તુત કરવામાં આવતું નથી? " ક્રોધ ન કરવો, માન ન કરવું, છળ-કપટ ન કરવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી, ઈત્યાદિ કોણ જાણે ધર્મમાં કેટલાય નિષેધ અંતર્ભત છે. શું ધર્મ માત્ર નિષેધોનું જ નામ છે? શું એનો કોઈ વિધેયાત્મક પક્ષ છે જ નહીં? જો ધર્મમાં પરથી નિવૃત્તિની વાર્તા છે તો સાથે-સાથે સ્વમાં પ્રવૃત્તિની પણ ચર્ચા ઓછી નથી. - આ ન કરવું, તે ન કરવું, એ તો પ્રતિબંધોની ભાષા છે. બંધનથી છૂટવાનો અભિલાષી મોક્ષાર્થી જયારે ધર્મના નામે પણ બંધનોની લાંબી યાદી સાંભળે છે તો ગભરાઈ જાય છે. તે વિચારવા લાગે છે કે પોતે અહીં આવ્યો હતો તો બંધનથી મુકત થવાનો માર્ગ શોધવા માટે અને અહીં તો અનેક પ્રતિબંધોમાં બાંધવામાં આવી રહ્યો છે. ધર્મ તો સ્વતંત્રતાનું નામ છે. જેમાં અનન્ત બંધનો હોય તે ધર્મ કેવો ? તો શું ધર્મ પ્રતિબંધોનું નામ છે, અભાવસ્વરૂપ છે? ના, ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે, તેથી તે સદ્ભાવ સ્વરૂપ જ છે. અંભાવસ્વરૂપ નહી. પણ શું કરીયે? આપણી ભાષા ઊલટી થઈ ગઈ છે. ક્રોધનો અભાવ ક્ષમા છે, માનનો અભાવ માર્દવ છે – ઈત્યાદિને બદલે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મનાં દશ લક્ષણ) આપણે એમ કેમ નથી કહેતા કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, માર્દવનો અભાવ તે માન છે, આર્જવનો અભાવ તે માયાચાર છે, વગેરે વગેરે. . જરા વિચારો તો – જ્ઞાનનો અભાવ અજ્ઞાન છે કે અજ્ઞાનનો અભાવ જ્ઞાન ? "જ્ઞાન” મૂળ શબ્દ છે, એમાં નિષેધ–વાચક "અ" જોડવાથી "અજ્ઞાન” શબ્દ બન્યો છે. તેથી એ સ્વતઃ સિદ્ધ છે કે જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન છે. વસ્તુનો સ્વભાવ તો ધર્મ છે જ, સાથે જ સ્વભાવને અનુરૂપ જે પર્યાય અર્થાત્ સ્વભાવપર્યાયને પણ ધર્મ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વભાવપર્યાય હોવાથી જ ધર્મ છે. વિભાવ (વિભાવપર્યાય) ને અધર્મ કહે છે. જ્ઞાન એ આત્મવસ્તુનો સ્વભાવ છે, તેથી તે ધર્મ છે. સજ્ઞાન પર્યાયને પણ જ્ઞાન કહે છે, તેથી સમ્યજ્ઞાન પણ ધર્મ છે. અજ્ઞાન (મિથ્યા-જ્ઞાન પર્યાય) આત્માનો વિભાવ છે, તેથી તે અધર્મ છે. એ જ પ્રમાણે ક્ષમા આત્માનો સ્વભાવ છે, તેથી તે તો ધર્મ છે જ; સાથે જ ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે ઉત્પન્ન થવાવાળી ક્ષમાભાવરૂપ સ્વભાવપર્યાય પણ ધર્મ છે, પરંતુ ક્ષમાસ્વભાવી આત્મા જયારે ક્ષમાસ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે, તો તેના એ વિભાવ પરિણમનને ક્રોધ કહેવામાં આવે છે. ક્રોધ આત્માનો એક વિભાવ છે અને તે ક્ષમાના અભાવ–સ્વરૂપે પ્રગટ થાય છે. જો કે તે સંતતિની અપેક્ષાએ અનાદિથી છે તેમ છતાં તે પ્રત્યેક સમયે નવો નવો ઉત્પન્ન થાય છે, તેથી સત્ય તો એ છે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, પરંતુ કહેવામાં તો એમ જ આવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. એનું કારણ એ છે કે અનાદિથી આ આત્મા કદીય ક્ષમાદિ સ્વભાવરૂપ પરિણમ્યો નથી. ક્રોધાદિ વિકારરૂપ જ પરિણમ્યો છે. અને જયારે પણ તે ક્ષમાદિ સ્વભાવરૂપ પરિણમે છે તો ક્રોધાદિનો અભાવ થઈ જાય છે. તેથી ક્રોધાદિના અભાવપૂર્વક ક્ષમાદિરૂપ પરિણમન દેખીને ઉપર્યુકત કથન કરવામાં આવે છે. જો જ્ઞાનની જેમ જ આ પ્રયોગ કરવામાં આવે તો તે આ પ્રમાણે કરી શકાય – જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન, ક્ષમાનો અભાવ તે અક્ષમા (ક્રોધ), માર્દવનો અભાવ તે અમાર્દવ (માન), આર્જવનો અભાવ તે Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમક્ષમા) . અનાર્જવ (માયાચાર–છળકપટ) ઈત્યાદિ. કોઈ એમ તો કહેતું નથી કે અજ્ઞાન ન કરો, પરંતુ જ્ઞાન કરો એમ તો જરૂર કહેવામાં આવે છે, તો પછી ક્રોધ ન કરો એને બદલે ક્ષમા ધારણ કરો એમ કેમ કહેવામાં નથી આવતું? એનું પણ કારણ છે અને તે એ કે આપણે ક્રોધ, માન, માયા વગેરેથી પરિચિત છીએ, તે આપણને નિત્ય અનુભવમાં આવતા વિભાવો છે. ક્ષમાદિ આપણે માટે અપરિચિત અને અનનુભૂત સમાન છે. પરિચિતથી અપરિચિત તરફ અને અનુભૂથી અનુભૂત તરફ જવું એ સહજ હોય છે. આ દુનિયાની સ્થિતિ કાંઈક એવી છે કે જયારે તેને એમ કહેવામાં આવે કે ક્રોધ ન કરવો એ ક્ષમા છે તો એને સંતોષ થઈ જાય છે, પણ જો તેને એમ કહેવામાં આવે કે ક્ષમા ન કરવી એ ક્રોધ છે તો તેને અટપટું લાગે છે, કાંઈ સમજમાં બેસતું નથી. તેથી ક્રોધની પરિભાષા હંમેશાં ભાવાત્મક ((–) સમજાવવામાં આવે છે. જેમકે – ક્રોધ ગુસ્સાને કહે છે, જયારે કોધ આવે છે તો આંખો લાલ થઈ જાય છે, શરીર ધ્રુજવા લાગે છે, હોઠ ફફડવા લાગે છે, ઈત્યાદિ. - અહીં એક પ્રશ્ન ઉદ્ભવી શકે છે આચાર્યોએ પણ આ જ પ્રમાણે તો સમજાવ્યું છે. આચાર્યોની સમક્ષ પણ એક સમસ્યા હતી કે એમને જીવોને ક્ષમા સમજાવવી હતી તેથી ક્ષમાનું સ્વરૂપ પણ ક્રોધ દ્વારા સમજાવવું પડયું. વ્યવહારીજનોને વ્યવહારની ભાષામાં સમજાવવું પડે છે. મુનિજન ક્ષમાના ભંડાર હોય છે. એ તેઓ પોતાના અનુભવની રીતથી કહે તો એમ જ કહે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, પરંતુ દુનિયામાં ભાવ તો વકતાનો હોય છે અને ભાષા શ્રોતાની હોય છે. જો શ્રોતાની ભાષામાં બોલવામાં ન આવે તો તે કાંઈ સમજી શકે જ નહીં. - તેથી જ્ઞાનીજનો તો ઈચ્છે છે ક્ષમાધર્મ, પરંતુ સમજાવે છે ક્રોધની વાત કરીને બાળકો સાથે વાત કરવા માટે બાળકની રીતથી બોલવું પડે છે. જયારે આપણે બાળકોને કહીએ છીએ કે બાને બોલાવો, ત્યારે આપણો આશય બાળકોની બા થી હોય છે, આપણી પોતાની બા થી નહીં કેમકે આપણે જાણીએ છીએ કે એમ કહેવાથી બાળક પોતાની બાને જ બોલાવશે, આપણી બાને નહીં. આ જ પ્રમાણે જયારે આપણે ક્ષમાના સ્વરૂપને ક્રોધની ભાષામાં જ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ધર્મનાં દશ લક્ષણ) સમજાવવું છે તો પહેલાં ક્રોધના સ્વરૂપને જ સારી પેઠે સ્પષ્ટ કરવું સમુચિત ગણાશે. આ આત્મા જ્ઞાન નો ઘનપિંડ અને આનંદ-કંદ છે, સ્વભાવથી સ્વયં પરિપૂર્ણ છે; તથાપિ જયારથી (અનાદિથી) તે છે ત્યારથી જ તે કેટલીક વિકૃતિઓ અને નબળાઈઓથી સંયુકત છે. તે નબળાઈઓને શાસ્ત્રકારોએ વિભાવ કહો, કષાય કહ્યો, અને કોણ જાણે કેટ-કેટલાંય નામ આપ્યાં, એ બધાના ત્યાગને ઉપદેશ પણ ઓછો નથી આપ્યો; સાચું સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એમના ત્યાગને જ બતાવ્યો. મહાપુરૂષોના અનેક ઉપદેશો અને આદેશો પ્રાપ્ત હોવા છતાં પણ સંસારી જીવ આનાથી બચવા પામેલ નથી. આ નબળાઈઓને કારણે પ્રાણીઓએ અનેક દુઃખો સહન કર્યા છે, સહન કરે છે અને સહન કરશે. એ બધાથી બચવા માટે પણ કાંઈ થોડા ઉપાયો નથી કર્યા, પરંતુ પરિસ્થિતિ એની એ જ રહી છે. જે વિકારોને કારણે, જે નબળાઈઓને કારણે, જે કષાયોને કારણે પ્રાણી સફળતાના દ્વાર સુધી પહોંચીને પણ અનેકવાર અસફળ રહ્યો, સુખ–શાન્તિના શિખર પર પહોંચવા માટે ઉદ્યમવંત રહેવા છતાં પણ પહોંચી શક્યો નહી; તેવિકારોમાં, તે નબળાઈઓમાં, તે કષાયોમાં સૌથી મોટો વિકાર, સૌથી મોટી નબળાઈ અને સૌથી મોટો કષાય ક્રોધ છે. ' ક્રોધ આત્માની એક એવી વિકૃતિ છે, એક એવી નબળાઈ છે કે જેના કારણે તેનો વિવેક સમાપ્ત થઈ જાય છે, ભલા–બૂરાની કોઈ સમજણ રહેતી નથી. જેના પર ક્રોધ આવે છે, ક્રોધી પુરૂષ તેને સારું-ખોટું કહેવા લાગે છે, ગાળો દેવા લાગે છે, મારવા લાગે છે, ત્યાં સુધી કે પોતાનો જાન જોખમમાં મૂકીને પણ તેનું બૂરૂ કરવા ઈચ્છે છે. કદાચિત્ કોઈ પણ હિતૈષી પૂજય પુરૂષ પણ વચ્ચે આવી જાય તો તેને પણ સારૂ–ખોટું કહેવા લાગે છે, મારવા સુદ્ધાં તૈયાર થઈ જાય છે. આમ કરવા છતાંય જો તેનું બૂરું ન થાય તો પોતે ખૂબ ખેદખિન્ન-દુઃખી થાય છે, પોતાના જ અંગોનો ઘાત કરવા લાગે છે, માથું કૂટવા લાગે છે, ત્યાં સુધી કે વિષાદિનું ભક્ષણ કરી મોત સુદ્ધાં નિપજાવે છે. લોકમાં જેટલી પણ હત્યા અને આત્મહત્યા થાય છે તે બધામાં થી મોટા ભાગની ક્રોધાવેશમાં જ થતી હોય છે. ક્રોધ સમાન આત્માનો બીજો કોઈ શત્રુ નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમક્ષમા) ૧૩ ક્રોધ કરવાવાળો, જેના પર ક્રોધ આવે છે તેની સામે જ જુએ છે, પોતાની સામે જોતો નથી. ક્રોધીને જેના પર ક્રોધ આવે તેની જ ભૂલ દેખાય છે, પોતાની નહી; ભલે પછી નિષ્પક્ષપણે વિચાર કરતાં પોતાની જ ભૂલ કેમ ન હોય. પરંતુ ક્રોધી વિચાર જ કયારે કરે છે ? એ જ તો એનું અંધપણું છે કે તેની દૃષ્ટિ પર સન્મુખ જ રહે છે અને તે પણ બીજાના છતા—અછતા દુર્ગુણોની સન્મુખ જ; ગુણોને તો એ દેખતો જ નથી. જો એને અન્યના ગુણ દેખાવા લાગે તો પછી એના પર ક્રોધ જ શું કામ આવે ? તો તો પછી તેના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય ! જો માલિકના પોતાના પગથી ઠોકર લાગતાં કાચનો પ્યાલો ફૂટી જાય તો એકદમ આવેશમાં બૂમ પાડીને કહેવા લાગે કે – અહીં વચમાં પ્યાલો કોણે રાખ્યો ? તેને પ્યાલો રાખવાવાળા પર ક્રોધ આવશે, પણ પોતાના પર નહીં. તે એમ નહી વિચારે કે – હું જોઈને કેમ ન ચાલ્યો ? જો એ જ પ્યાલો કદાય નોકરના પગની ઠોકરથી ફૂટે તો રાડ પાડી ઊઠે કે – જોઈને ચાલતો નથી, આંધળો છે ? આ વખતે એને વચમાં પ્યાલો રાખનાર પર ગુસ્સો ન આવતાં ઠોકર દેનાર પર આવશે, કેમકે વચમાં પ્યાલો તો રાખેલો છે પોતે. ભૂલ હંમેશા નોકરની જ દેખાશે; પછી ભલે પોતાની ઠોકર લાગે અથવા નોકરના પગની ઠોકર લાગે, ભલે પોતે પ્યાલો વચમાં રાખ્યો હોય કે કોઈ બીજાએ રાખ્યો હોય. કદાચિત કોઈ એમ કહે કે પ્યાલો તો આપે જ રાખ્યો હતો અને ઠોકર પણ આપેજ લગાવી છે; તો નોકરને શા માટે ધમકાવો છો ? ત્યારે પણ તે એમ જ કહેશે કે તેણે તે લઈ લેવો જોઈતો હતો, તેણે તે કેમ ન લઈ લીધો? તેને પોતાની ભૂલ દેખાતી જ નથી, કેમકે ક્રોધી "પર" માં જ ભૂલ દેખે છે, પોતામાં જોવા લાગે તો ક્રોધ આવે જ શી રીતે ? આ કારણથી જ આચાર્યોએ ક્રોધી પુરૂષને ક્રોધાન્ધ કહ્યો છે. + ક્રોધાન્ધ વ્યકિત શું શું નથી કરી નાખતો ? આખાય વિશ્વમાં મનુષ્યો દ્વારા જેટલો પણ વિનાશ થતો જોવામાં આવે છે, તેના મૂળમાં ક્રોધાદિ વિભાવ જ રહેલો દેખાય છે. દ્વારકા જેવી સંપૂર્ણ વિકસેલી અને સોળે કળાએ સંપન્ન નગરીનો વિનાશ દ્વીપાયન મુનિના ક્રોધને લીધે જ થયો હતો. ક્રોધને લીધે સેંકડો ધર—પરિવાર છિન્નભિન્ન થતાં જોવામાં આવે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મનાં દશ લક્ષણ) અધિક શું કહીએ? જગતમાં જે કાંઈ અનિષ્ટ નજરે પડે છે તે સર્વ ક્રોધાદિ વિકારોનું જ પરિણામ છે. કહ્યું પણ છે – "क्रोधोदयाद् भवति कस्य न कार्यहानिः"। ક્રિોધનો ઉદય થતાં કોની કાર્ય–હાનિ નથી થતી? મતલબ કે સૌની હાનિ થાય છે. - હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય રામચન્દ્ર શુકલે પોતાના "ક્રોધ” નામના નિબંધમાં એનું સુંદર વિશ્લેષણ કર્યું છે. ' કોઇ એક શાન્તિનો ભંગ કરનાર મનોવિકાર છે. તે ક્રોધ કરવાવાળા ની માનસિક શાન્તિનો તો ભંગ કરી જ દે છે, ઉપરાંત વાતાવરણને પણ કલુષિત અને અશાન્ત કરી દે છે. જેના પ્રત્યે ક્રોધ પ્રદર્શિત થાય છે તે તરત જ અપમાનનો અનુભવ કરે છે અને તેથી દુઃખી-ખિન્ન થઈ તે પણ ભવાં ચઢાવી દે છે. એવો વિચાર કરવાવાળા બહુ જ ઓછા નીકળે છે કે અમારા પર જે ગુસ્સો પ્રગટ કરવામાં આવે છે તે ઉચિત છે કે અનુચિત? - ક્રોધનું એક ભયંકર રૂપ છે વેર. વેર એ ક્રોધ કરતાં પણ વિશેષ ભયાવહ મનોવિકાર છે. વસ્તુતઃ તે ક્રોધનું જ એક વિકૃત રૂપ છે. વેરા ક્રોધનો આચાર વા મુરબ્બો છે. ક્રોધના આવેશમાં આપણે તરત જ બદલો લેવાનું વિચારીએ છીએ વિચારીએ છીએ શું? તરત જ બદલો લેવા લાગી જઈએ છીએ. જેને શત્રુ સમજીએ છીએ તેને ક્રોધના આવેશમાં ગમે તેમ સારૂ-ખોટું કહેવા લાગીએ છીએ. મારવા લાગીએ છીએ. પરંતુ જયારે આપણે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા વ્યકત ન કરતાં મનમાં જ એના પ્રત્યે જન્મેલા ક્રોધને એવા વિચારથી દબાવી દઈએ કે- હમણાં દાવ બરાબર નથી, તત્કાલ પ્રત્યાક્રમણ કરવાથી પોતાને નુકશાન થવા સંભવ છે, શત્રુ મહા બળવાન છે, દાવ આવ્યથી બદલો લઈશું ત્યારે તે ક્રોધ વેરનું રૂપ ધારણ કરે છે અને વર્ષો સુધી દબાઈ (સુષુપ્ત) રહે છે તથા સમય આવ્યે પ્રગટ થઈ જાય છે. ઉપર ઉપરથી જોતાં ક્રોધની અપેક્ષાએ આ (વેર) વિવેકનો ઓછો વિરોધી હોય એમ જણાય છે, પણ આ ક્રોધથી પણ વધારે ભયાનક છે, કેમકે એ યોજનાબદ્ધ વિનાશ વેરે છે, જયારે ક્રોધ વિનાશની યોજના ઘડતો નથી, ૧. આત્માનુશાસન, છન્દ ૨૧૯. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉત્તમણમા) . તાત્કાલિક જે જેમ સંભવિત હોય તેમ કરી નાખે છે. યોજનાબદ્ધ વિનાશ સામાન્ય વિનાશ કરતાં અત્યંત વધારે ખતરનાક અને ભયંકર હોય છે. જેટલાં તીવ્રતા અને આવેગ ક્રોધમાં જોવામાં આવે છે, અલબત્ત એટલાં વેરમાં નથી જણાતાં, તોપણ ક્રોધનો કાળ ખૂબ અલ્પ હોય છે, જયારે વેર પેઢી–દર પેઢી ચાલુ રહે છે. ક્રોધનાં બીજાં પણ અનેક રૂપો હોય, ખીજ, ચીઢ, ક્ષોભ ઈત્યાદિ પણ કોધિનાં જ રૂપ છે. જયારે આપણને કોઈની કોઈ વાત કે કામ પસંદ આવતાં નથી અને એ વાત વારંવાર આપણી સામે આવે છે તો આપણે ખીજાઈ પડીએ છીએ. વારંવાર થતો ખિજવાટ ચીઢમાં ફેરવાઈ જાય છે. ખિજવાટ અને ચીઢ એ અસફળ ક્રોધનાં પરિણામ છે. એ એક પ્રકારે ક્રોધના હળવા રૂપ છે. ક્ષોભ પણ ક્રોધનું જ અવ્યકત રૂપ છે. આ સઘળાયવિકારો ક્રોધનાં જ નાનાં-મોટાં રૂપ છે. બધા જ માનસિક શાન્તિનો ભંગ કરવાવાળા છે. મહાનતાના માર્ગ (મોક્ષમાર્ગ) ના અવરોધો છે. એમની સત્તા રહે ત્યાં લગી કોઈ પણ વ્યકિત મહાન બની શકે નહીં, પૂર્ણતા પામી શકે નહીં, જો આપણે મહાન બનવું હોય, પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો એમના પર વિર્જય મેળવવો જ પડશે, એમને જીતવા જ પડશે. પરંતુ કેવી રીતે? આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી અનુસાર – "અજ્ઞાનને કારણે જયાં લગી આપણને, પર પદાર્થો ઈષ્ટ–અનિષ્ટ ભાસતા રહે ત્યાં લગી ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહેશે, પરંતુ જયારે તત્વ-અભ્યાસનાં બળ વડે પર પદાર્થોમાંથી ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ દૂર થશે ત્યારે સ્વભાવથી જ ક્રોધાદિની ઉત્પત્તિ થશે નહી." મતલબ એ છે કે પોતાને થતાં સુખ–દ:ખના કારણો અન્યને માનવાં એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. જયારે આપણે આપણાં સુખ-દુઃખનાં કારણ આપણા પોતાનામાં શોધીશું, એના માટે આપણને પોતાને જવાબદાર સ્વીકારીશું, તો પછી આપણે ક્રોધ કોના પર કરીશું? આપણા ભલા–બૂરાનો અને સુખ-દુઃખનો કર્તા બીજાને માનવો એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. - ક્ષમાની સાથે જોડેલો ઉત્તમ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનું સૂચક છે. સમ્યગ્દર્શનની સાથે થવાવાળી ક્ષમાજ ઉત્તમક્ષમા છે. અહીં એક પ્રશન સંભવિત છે કે – જયારે ક્ષમાનો સંબંધ ક્રોધના Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) અભાવ સાથે છે તો પછી એને સમ્યગ્દર્શન સાથે શું લેવાદેવા? આ શરત શા માટે કે ઉત્તમક્ષમા સમ્યગ્દષ્ટિને જ હોય છે, મિથ્યાદૃષ્ટિને નહીં? જેને ક્રોધ ન થયો એને ઉત્તમક્ષમા થઈ ગઈ, ભલે પછી તે મિથ્યાદૃષ્ટિ હો કે સમ્યગ્દષ્ટિ. મિથ્યાદૃષ્ટિને ઉત્તમક્ષમા હોઈ જ શકતી નથી–એવી અનિવાર્ય શરત શા માટે? ભાઈ! વાત એમ છે કે ક્રોધનો અભાવ આત્માના આશ્રયે થાય છે મિથ્યાદૃષ્ટિને આત્માનો આશ્રય હોતો નથી, તેથી તેને કોધનો અભાવ થઈ શકતો નથી, તેથી મિથ્યાદૃષ્ટિને ક્રોધ ન થાય એમ કદી બનતું જ નથી. એને જે ક્રોધ ન થયો’ એમ દેખવામાં આવે છે એ તો ક્રોધનું પ્રદર્શન ન થવાની વાત છે. કારણ કે કેટલીક વાર જયારે ક્રોધ મંદ હોય છે તો ક્રોધનું પ્રદર્શન થતું જોવામાં આવતું નથી. તેને જ અજ્ઞાની ક્રોધનો અભાવ સમજી બેસે છે અને ઉત્તમક્ષમા કહેવા લાગે છે. વસ્તુતઃ તે ઉત્તમક્ષમા નહીં, પણ ઉત્તમક્ષમાનો ભ્રમ છે. હવે પ્રશ્ન એ થાય છે કે મિથ્યાદૃષ્ટિને ક્રોધનો અભાવ કેમ થઈ શકતો નથી? એને હંમેશા અનન્ત ક્રોધ કેમ બન્યો રહે છે? એનું સમાધાન એ છે કે પરમાં કર્તુત્વબુદ્ધિ વડે જ અનન્તાનુબંધી ક્રોધ ઉત્પન્ન થાય છે. જયારે કોઈ પર પદાર્થ એની ઈચ્છાને અનુકૂળ પરિણમતો નથી એટલે તે એના પર ક્રોધિત થઈ જાય છે. એનો અર્થ એ થયો કે લોકમાં જે જે પર પદાર્થો તેની ઈચ્છાને અનુકૂળ પરિણમે નહીં તે સઘળા એના ક્રોધના ભાજન બનશે. પર પદાર્થ છે અનન્ત, તેથી અભિપ્રાયમાં અનન્ત પર પદાર્થો એના ક્રોધને પાત્ર બન્યા; આ જ અનન્તાનુબંધી ક્રોધ છે, કેમકે એણે અનન્ત પર પદાર્થો સાથે અનુબંધ કર્યો છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે મિથ્યાદૃષ્ટિને પર પદાર્થોમાં કર્તુત્વબુદ્ધિ રહેતી હોય છે. આ કારણે એને ભલે ક્રોધાદિ મંદ થઈ જાય, પરંતુ જયારે એને અનન્તાનુબંધી કષાયનો પણ અભાવ ન થયો હોય તો ઉત્તમલમાદિ ધર્મ કેવી રીતે પ્રગટ થઈ શકે? બીજી વાત એ પણ છે કે ઉત્તમલમાદિ દશધર્મ સભ્યચારિત્રનું જ રૂપ છે અને સમ્યફચારિત્ર સમ્યગ્દર્શન વિના હોતું નથી, તેથી એ આપોઆપ સિદ્ધ છે કે મિથ્યાદૃષ્ટિને ઉત્તમક્ષમાદિ ધર્મ પ્રગટ થઈ શકતા નથી. નિશ્ચયથી તો ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે. પર્યાયમાં ક્રોધરૂપ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમક્ષમા) ૧૭ વિકારની ઉત્પત્તિ જન થવી એ ઉત્તમક્ષમા છે; પરંતુ વ્યવહારથી ક્રોધાદિનું નિમિત્ત મળવા છતાં પણ ઉત્તેજિત ન થવું, એના પ્રતિકારરૂપ પ્રવૃત્તિ ન થવી-એને પણ ઉત્તમક્ષમા કહેવામાં આવે છે. દશલક્ષણ પૂજનમાં ઉત્તમક્ષમાનું વર્ણન કરતાં કવિવર ઘાનતરાયજીએ કહ્યુ છેઃ ગાલી સુન મન ખેદ ન આનો, ગુન કો અવગુન કહે બખાનૌT કહિ હૈ બખાની વસ્તુ છીને, બાંધમાર બહુવિધિ કરે ! ઘરૌં નિકારે તન વિદાર, બૈર જો ન તહીં ધરે !” ઉપરોકત છન્દમાં નિમિત્તાની પ્રતિકૂળતાઓમાં પણ જે શાન્ત રહી શકે, તે જ ઉત્તમક્ષમાનો ધારક છે – એમ કહેવામાં આવેલું છે. ગાળ સાંભળીને પણ જેના મનમાં ખેદ ઉત્પન્ન ન થાય તે ઉત્તમક્ષમાવાન છે. - ઘણાય લોકો એમ કહેતા સાંભળવામાં આવે છે કે – એમ તો મારો સ્વભાવ એકદમ શાંત છે, પણ જો કોઈ સતાવે તો પછી મારાથી શાંત રહેવાતું નથી. એમને મારે એટલું જ કહેવું છે કે તેઓ કોઈ વ્યકિત બતાવે કે જેની આપણે પ્રશંસા કરીએ અને તેને ક્રોધ આવે, પ્રશંસા સાંભળીને તો લોકોને માન આવે, ક્રોધ નહીં. ક્ષમાની ધારક તો તે છે કે જેને ગાળો સાંભળીને પણ ક્રોધ ન આવે. . - અહીં તો એથીય અધિક ઊંચી વાત કરી છે. ક્રોધની ઉગ્રતા તો દૂર રહો, મનમાં ખેદ સુદ્ધાં પણ ઉત્પન્ન ન થાય તો ક્ષમા છે. કેટલાંક બાહ્ય કારણોને લીધે ક્રોધ વ્યકત ન પણ કરે, પરંતુ મનમાં ખેદ–ખિન્ન થઈ જાય તોપણ ક્ષમા કયાં રહી? જેમકે–માલિકે મુનીમને ધમકાવ્યો-દબડાવ્યો, ત્યારે નોકરી છૂટી જવાના ભયથી મુનીમમાં ક્રોધના લક્ષણો તો પ્રગટ ન થયાં, પરંતુ ખેદ–ખિન્ન થઈ ગયો તો તે ક્ષમા ન કહી શકાય. તેથી જ તો લખ્યું છે :- “ગાલી સુનિ મને ખેદ ન આનો ” જે “ગાળ સાંભળી થપ્પડ મારે તે કાયાની વિકૃતિવાળો છે. જે “ગાળ સાંભળી ગાળ આપે” તે વચનની વિકૃતિવાળો છે “ગાળ સાંભળી ખેદ મનમાં લાવે' તે મનની વિકૃતિવાળો છે. પરંતુ “ગાળ સાંભળી મન ખેદ ન આવે” તે ક્ષમાધારી છે. એથી પણ આગળ એમ કહે છે કે “ગુન કે ગુન કહે બખાની ' આપણામાં છે ગુણ, અને સામાવાળો અવગુણ–રૂપે વર્ણન કરે, અને તે પણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) એકાન્તમાં નહીં–ભરી સભામાં, વ્યાખ્યાનમાં, તોપણ આપણે ઉત્તેજિત ન - થઈએ તો ક્ષમાધારી કહેવાઈએ. કેટલાક લોકો કહે છે – ભાઈ! અમે ગાળો સહન કરી શકીએ છીએ, પણ એ કેમ સંભવી શકે છે જે દુર્ગુણ અમારામાં છે જ નહીં, તે પણ કહેતાં ફરે, એ પણ એકાંતમાં કહે તો કઈ રીતે સહન કરી પણ લઈએ, પરંતુ ભરી સભામાં, વ્યાખ્યાનમાં કહે તો તો પછી, ગુસ્સો આવી જ જાય છે. - કવિ એ જ વાતને સ્પષ્ટ કરી કહી રહ્યા છે કે – ગુસ્સો આવી જાય તો તે ક્ષમા નથી, ક્રોધ જ છે. માની લો કે તે વખતે પણ ક્રોધ ન આવે, આપણે એમ વિચારીએ કે – બકવાવાળા બકે છે તો બકવા દો, આપણે શું? પરંતું જયારે તે આપણી વસ્તુ પડાવવા લાગે તો? વસ્તુ પડાવી લે તોપણ ક્રોધ ન કરીએ. પણ તે આપણને બાંધી દે, મારે અને બીજા અનેક પ્રકારે પીડા આપે ત્યારે? એના ઉત્તરરૂપે કવિએ કહ્યું છે – “વસ્તુ છીને; બાંધ માર બહુવિધિ કરે ” બહુવિધિ કરે' શબ્દમાં ખૂબ ભાવ ભરેલો છે. આપમાં જેટલું સામર્થ્ય હોય એટલો અર્થ કાઢો. આજકાલ પીડા આપવાના અનેક નવા-નવા ઉપાયો શોધાયા છે. વિદેશી જાસુસો પકડાઈ જાય ત્યારે એમની પાસેથી શત્રુઓના ગુપ્ત ભેદ પ્રગટ કરાવવા માટે તેમને અનેક પ્રકારની અમાનુષિક પીડાઓ આપવામાં આવે છે. જેની આપ કલ્પના પણ નહીં કરી શકો બહુવિધિ કરે' માં તે બધી આવી જાય છે. પીડા દેવાના જેટલા પ્રકારની આપ કલ્પના કરી શકો તે કરો; તે બધા બહવિધિ કરે' માં સમાઈ જશે. તેમ છતાં પણ ક્રોધ ન કરે તો ઉત્તમક્ષમા બને–એમ કવિ કહેવા માગે છે. વાત આટલેથી જ પૂરી થતી નથી, આગળ પણ કહે છે – ઘરૌં નિકારે તન વિદારે, બૈર જો ન તહાં ધરે !” કોઈ દુષ્ટ જન અનેક પ્રકારે પીડા આપીને જતો રહે, પણ પછી તો આપણે ઘરમાં રહીને ઉપચાર અને આરામ કરી શકીએ છીએ, પરંતુ જો તે આપણને ઘરમાંથી જ બહાર કાઢી મૂકે તો શું કરીએ? ઘરથી પણ કાઢી મૂકે છતાં શરીર સ્વસ્થ છે તો કયાંકને કયાંક, કાંઈને કાંઈ કરીને જીવન ચલાવી લઈએ. પરંતુ જો એ ઘરથી પણ કાઢી મૂકે અને શરીરના પણ ફાડીને ટુકડા કરે તો ક્રોધ આવી જ જાય. નહીં ભાઈ ! ત્યારે પણ ક્રોધ ન આવે તો ઉત્તમલમાં છે. અરે, ત્યારે Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમક્ષમા). પણ નહી, માની લો કે ક્રોધ ન કર્યો, પરંતુ મનમાં ગાંઠ બાંધી લીધી, વેર ધારણ કર્યું તોપણ ઉત્તમક્ષમા નથી. ક્રોધ અને વેર સંબંધી આ પહેલાં સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે ક્રોધ કરવામાં આવે છે અને વેર ધારણ કરવામાં આવે છે અર્થાત્ ક્રોધમાં તત્કાલ પ્રતિક્રિયા થાય છે અને વેરમાં મનમાં ગાંઠ બાંધી લેવામાં આવે છે. વેર તો આગ છે, અને આગ જયાં પણ રાખવામાં આવે, પહેલાં તેને જ બાળે છે; પછી બીજાને તો બાળે અથવા ન પણ બાળે. તેથી વેર પણ જે ધારણ કરે છે તેને જ બાળે છે, જેના પ્રત્યે વેર ધારણ કરવામાં આવે તેને તો તે બાળે અથવા ન પણ બાળે, કેમકે તેનું ભલું–બૂરૂ તો એનાં પુણ્ય-પાપનાં ઉદયને આધીન છે. - તેથી અહીં ક્રોધના અભાવની સાથે સાથે વેરના અભાવને ઉત્તમક્ષમા કહી છે. પરંતુ આ બધી વાતો વ્યવહારની છે. નિશ્ચયથી તો બાહ્ય નિમિત્તોની પ્રતિકૂળતાઓ હોવા છતાં માત્ર ક્રોધની પ્રવૃત્તિ-ચેષ્ટા ન દેખાય તેટલા માત્રથી ઉત્તમક્ષમા કહી નથી. બહારમાં ક્રોધાદિની પ્રવૃત્તિ ન પણ દેખાય અને અંતરમાં ઉત્તમક્ષમાનો વિરોધી ક્રોધભાવ વિદ્યમાન હોય એમ પણ હોઈ શકે. તથા એમ પણ હોઈ શકે કે અંતરમાં આંશિક ઉત્તમક્ષમા વિદ્યમાન રહે તથાપિ બહારમાં ક્રોધાદિની પ્રવૃત્તિ દેખવામાં આવે. ' તેથી નિશ્ચય ઉત્તમક્ષમાનું સ્વરૂપ સમજવા માટે કાંઈક ઊંડાણમાં જવું પડશે. * શાસ્ત્રોમાં ક્રોધના ચાર પ્રકાર કહ્યા છે (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન. ચોથા ગુણસ્થાનવાર્થી અવિરતસમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી ક્રોધનો અભાવ થઈ ગયો છે, તેથી તેને તત્સંબંધી ઉત્તમક્ષમા ભાવ પ્રગટ થઈ ગયો હોય છે. પંચમ ગુણસ્થાનવર્તી અણુવતીને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનસંબંધી ક્રોધના અભાવજન્ય ઉત્તમક્ષમા વિદ્યમાન છે. તથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાનવર્તી મહાવ્રતી મુનિરાજોને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન સંબંધી ક્રોધનો અભાવ હોવાથી તેઓ ત્રણેયના અભાવ સંબંધી ઉત્તમક્ષમાના ધારક હોય છે. નવમા-દશમા ગુણસ્થાનોથી ઉપરના તો પૂર્ણ ઉત્તમક્ષમાના ધારક છે. ઉપરોકત વિધાન શાસ્ત્રીય ભાષામાં કરેલું છે, તેથી શાસ્ત્રોના Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ , ધર્મનાં દશ લક્ષણ) અભ્યાસીઓ જ સમજી શકશે. આ સર્વનું તાત્પર્ય એ છે કે ઉત્તમક્ષમા આદિનું માપ બહારથી કાઢી શકાતું નથી. કષાયોની મંદતા અને તીવ્રતા પણ ઉત્તમક્ષમાનો આધાર નથી, એનો આધાર તો આ કષાયોનો ક્રમશઃ અભાવ છે. કષાયોની મંદતા–તીવ્રતાના આધારે જે ભેદો પડે છે તે તો વેશ્યા છે. - વ્યવહારથી મંદકષાયવાળાને પણ ઉત્તમક્ષમાદિનો ધારક કહેવામાં આવે છે, પરંતુ અંતદૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો એમ પણ હોઈ શકે કે – તે બહારથી બિલકુલ શાંત દેખાય, પરંતુ અંતરમાં અનન્ત ક્રોધી હોય અર્થાત અનંતાનુબંધીનો ક્રોધ હોય. નવમી ગ્રેવેયક સુધી પહોચ–વાવાળા મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી મુનિ બહારથી એટલા શાંત દેખાય છે કે એમની ચામડી ઉતારીને મીઠું ભભરાવે તોપણ એમની આંખનો ખૂણો પણ લાલ ન થાય, છતાં પણ શાસ્ત્રકારોએ એમ કહ્યું છે કે તેઓ ઉત્તમક્ષમાના ધારક નથી, અનન્તાનુબંધીના ક્રોધી છે, કેમ કે એમના અંતરમાં આત્માની અરૂચિરૂપી ક્રોધનો અભાવ થયો નથી. બહારમાં જે ક્રોધનો અભાવ દેખાઈ રહ્યો છે એનું કારણ આત્માના આશ્રયે ઉત્પન શાન્તિ નથી, પરંતુ જે ચિત્તનના આધારે તે શાંત રહેલા છે તે પરાશ્રિત જ હોય છે. જેમકે – તેઓ વિચારે છે કે હું સાધુ થયેલો છુ, તેથી મારે શાન્ત જ રહેવું જોઈએ. જો શાંત નહીં રહું તો લોકો શું કહેશે? આ ભવમાં મારી બેઈતી થશે અને પાપનો બંધ થશે તો આગામી ભવ પણ બગડી જશે. જો શાન્ત રહીશ તો હમણાં પ્રશંસા થશે અને પુણ્યબંધ થવાથી આગળ પણ સુખની પ્રાપ્તિ થશે. આવી જ જાતના કોઈ ને કોઈ યશાદિનો લોભ અને અપયશ આદિનો ભય વા પુણ્યની રૂચિ અને પાપની અરૂચિ જ એમની શાન્તિનો આધાર બની રહે છે. અથવા શાસ્ત્રોમાં લખેલું છે કે મુનિરાજે ક્રોધ નહીં કરવો જોઈએ, શાન્ત રહેવું જોઈએ-ઇત્યાદિ કોઈ ને કોઈ બાહ્ય આધારને પકડીને જ તે શાંત રહે છે, એમની શાન્તિનો આધાર આત્મા હોતો નથી. તથા કોઈ જ્ઞાની ચારિત્રમોહના દોષથી બહારમાં ક્રોધ કરતા પણ દેખાય, છતાં પણ ઉત્તમક્ષમાના ધારક હોય છે. જેમકે–આચાર્ય મહારાજ મુનિરાજને ઠપકો આપતા પણ દેખાય, તેમને દંડ પણ દઈ રહ્યા હોય, ઉત્તેજિત પણ દેખાઈ રહ્યા હોય, તેમ છતાં તેઓ ઉત્તમક્ષમાના ધારક છે – કેમકે એમને અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન ક્રોધનો અભાવ છે, આત્માનો આશ્રય વિદ્યમાન છે. અણુવ્રતી અથવા અવિરત-સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ તો બહારમાં એથી ય વધારે ક્રોધ કરતા Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમક્ષમા) જોવામાં આવે. અવતી પરંતુ ક્ષાયિક–સમકિતી ભરત ચક્રવર્તી બાહુબલી ઉપર ચક્ર ચલાવતી વેળા પણ અનન્તાનુબંધીના ક્રોધી ન હતા. “તેથી ઉત્તમક્ષમાનો નિર્ણય બાહ્ય પ્રવૃત્તિના આધારે કરી શકાય નહીં. અનતાનુંબંધી ક્રોધના અભાવથી ઉત્તમક્ષમાં પ્રગટ થાય છે અને અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન ક્રોધના અભાવ વડે ઉત્તમક્ષમા ફાલે–ફલે છે તથા સંજવલન ક્રોધનો અભાવ ઉત્તમક્ષમાના સ્વરૂપને સંપૂર્ણતા પ્રદાન કરે છે. આ અનન્ત સંસારનો અનુબંધ કરવાવાળો અનન્તાનુબંધી ક્રોધ એ આત્મા પ્રત્યે અરૂચિનું નામ છે. જ્ઞાનાનન્દસ્વભાવી આત્માની અરૂચિ જ અનન્તાનુબંધી ક્રોધ છે. ' જયારે આપણને કોઈ વ્યકિત પ્રત્યે અનન્ત ક્રોધ પેદા થાય છે તો આપણે તેનું મો પણ જોવાનું પસંદ કરતા નથી, એની વાત કરવાની કે સાંભળ વાની પસંદ કરતા નથી. કોઈ ત્રીજી વ્યકિત એની ચર્ચા આપણી સાથે કરે તો તે પણ આપણે સહન કરી શકતા નથી, એની પ્રશંસા સાંભળવી એ તો ખૂબ દૂરની વાત છે. - એ જ પ્રમાણે જેમને આત્મદર્શનની રૂચિ નથી, જેમને આત્માની વાત કરવી–સાંભળવી પસંદ નથી, જેમને આત્મચર્ચા જ નહીં, આત્મચર્ચા કરવાવાળા પણ રૂચતા નથી, તે સર્વ અનન્તાનુબંધી ક્રોધી છે – કેમકે એમને આત્મા પ્રત્યે અનંત ક્રોધ છે, એટલે તો એમને આત્મચર્ચા પસંદ નથી. આપણે પરને તો અનંત વાર ક્ષમા આપી, પરંત આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! એક વાર તું પોતાના આત્માને પણ ક્ષમા કરી દે, તેની સામે જો, તેની પણ સામસંભાળ લે. અનાદિથી પરને પરખવામાં જ અનંત કાળ ગુમાવ્યો છે. એક વાર પોતાના આત્માને પણ જો જાણે, પરખે; તો સહજ જ તારા અંતરમાં ઉત્તમક્ષમા પ્રગટ થઈ જશે. આત્માનો અનુભવ જ ઉત્તમક્ષમાની પ્રાપ્તિનો વાસ્તવિક ઉપાય છે. ક્ષમાસ્વભાવી આત્માનો અનુભવ કરવાથી, આશ્રય કરવાથી જ પર્યાયમાં ઉત્તમક્ષમા પ્રગટ થાય છે. આત્માનુભવી સમ્યગ્દષ્ટિ જ્ઞાની જીવને ઉત્તમક્ષમાં પ્રગટ થાય છે, અને આત્માનુભવની વૃદ્ધિ થવાવાળાઓને જ ઉત્તમ ક્ષમા વૃદ્ધિ પામે છે, તથા Page #47 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) રર આત્મામાં જ અનંતકાળ નિમગ્ન રહેવાવાળાઆને ઉત્તમક્ષમા પૂર્ણતા પામે છે. અવિરત સમ્યગ્દષ્ટિ, અણુવ્રતી, મહાવ્રતી અને અરહંત ભગવાનમાં ઉત્તમક્ષમાનો પરિમાણાત્મક (Quantity) ભેદ છે, ગુણાત્મક (Quality) ભેદ નથી. ઉત્તમક્ષમા બે પ્રકારની નથી હોતી ભલે એનું કથન બે પ્રકારે કરવામાં આવે. એને જીવનમાં ઉતારવા માટેની ભૂમિકા બેથી પણ વધારે હોઈ. શકે. નિશ્ચયક્ષમા અને વ્યવહારક્ષમા એ કથનશૈલીના ભેદ છે, ઉત્તમક્ષમાના નહીં. એ જ પ્રમાણે અવિરત સમ્યગ્દષ્ટિની ક્ષમા, અણુવ્રતીની ક્ષમા, મહાવ્રતીની ક્ષમા, અરહંતની ક્ષમા એ બધા 'ક્ષમાને જીવનમાં ઉતારવા માટે વિવિધ ભૂમિકા–તબકકાના ભેદ છે. ઉત્તમક્ષમાના નહીં, એ તો એકમાત્ર અભેદ છે. ઉત્તમક્ષમા તો એક અકષાયભાવરૂપ છે, વીતરાગ ભાવસ્વરૂપ છે, શુદ્ધભાવરૂપ છે, તે કષાયરૂપ નથી, રાગભાવસ્વરૂપ નથી, શુભાશુભભાવરૂપ નથી; બલ્કે એ સૌના અભાવરૂપ છે.. ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે સર્વ પ્રાણીઓને ઉત્તમક્ષમાધર્મ પ્રગટ થાઓ, અને સર્વ અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવી આત્માનો અનુભવ કરીને પૂર્ણ સુખી બનો—–એવી પવિત્ર ભાવનાની સાથે વિરામ લઉ છું. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમમાદવ ક્ષમાની જેમ માર્દવ પણ આત્માનો સ્વભાવ છે. માર્દવસ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે માનના અભાવરૂપ શાન્તિસ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ માર્દવ કહે છે. જોકે આત્મા માર્દવસ્વભાવી છે . તોપણ અનાદિથી આત્મામાં માર્દવના અભાવરૂપ માનકષાયરૂપ પર્યાય જ પ્રગટરૂપે વિદ્યમાન છે. “કૃમિ: માર્જિવ મૃદુતા-કોમળતાનું નામ માર્દવ છે. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવ થઈ જાય છે. તેમાં એક અકડાઈ–ધમંડ જેવો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. માન કષાયને લીધે માની પુરૂષ પોતાને મોટો અને બીજાઓને નાના માનવા લાગે છે. તેનામાં સમુચિત વિનયનો પણ અભાવ થઈ જાય છે. માની જીવ હંમેશા પોતાને ઊંચો અને બીજાઓને નીચા દર્શાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. માન ખાતર તે શું નથી કરતો? છળ-કપટ કરે છે, માનભંગ થતાં કોપાયમાન થઈ જાય છે. સન્માન પ્રાપ્ત કરવા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે. ત્યાં સુધી કે જે ધનાદિ પદાર્થોનો સંગ્રહ તે પોતાના જોખમે કરે છે, તે ધનાદિને પણ પાણીની જેમ રેલાવવા તૈયાર થઈ જાય છે. ઘર-બાર, સ્ત્રી-પુત્રાદિ સર્વસ્વ છોડવા છતાં પણ મન છૂટતું નથી. ભલભલા કહેવાતા મહાત્માઓને ઊંચા આસન માટે ઝગડતા-લડતા જોઈ શકાય છે, નમસ્કાર ન કરવામાં આવે તો મિજાજ ગુમાવતા જોઈ શકાય છે, આ બધો માન કષાયનો જ વિચિત્ર મહિમા છે.. માની જીવની પ્રવૃતિનું વર્ણન પંડિતપ્રવર ટોડરમલજીએ આ પ્રમાણે કરેલું છે : “આને માન કષાય ઊપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય છે, એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે છે, અનેક પ્રકારે અન્યનો મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે છે, ઘણાં ઘણાં કષ્ટ વડે જે ધનાદિનો સંગ્રહ કર્યો હોય તેને વિવાહાદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે વા દેવું કરીને પણ ખર્ચે છે, મરણ પછી મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મનાં દશ લક્ષણ) મહિમા વધારવા પ્રયત્ન કરે છે. જો કોઈ પોતાનું સન્માનાદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી, દુખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે છે. માનનો ઉદય થતાં કોઈ પૂજય હોય, વડીલ હોય તેમનું પણ સન્માન કરતો નથી. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી એમ કરતાં પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય તો પોતાના અંતરંગમાં પોતે ઘણો સંતાપવાન થાય છે. પોતાના અંગોનો ઘાત કરે છે વા વિષભક્ષણઆદિ કરી મરણ પામે છે—ઈત્યાદિ અવસ્થા માન થતાં થાય છે.’૧ કષાયોમાં માનનું બીજું સ્થાન છે, ક્રોધનું પહેલું દશધર્મોમાં પણ ઉત્તમક્ષમા પછી ઉત્તમમાર્દવ આવે છે. એનું પણ કારણ છે. જો કે ક્રોધ અને માન બંને દ્વેષરૂપ હોય છે છતાં એમની પ્રકૃતિમાં ફરક છે. જયારે કોઈ આપણને ગાળ આપે છે તો ક્રોધ આવે છે. પરંતુ જયારે પ્રશંસા કરે છે તો માન ઊપજે છે. દુનિયામાં તો નિન્દા અને પ્રશંસા સાંભળવા મળ્યા જ કરે છે. અજ્ઞાની બંને પરિસ્થિતિમાં કષાય કરે છે. જેમ કોઈનું શારીરિક સ્વાસ્થ્ય નબળું હોય તો તેને ઠંડી અને ગરમ—બંને પ્રકારની હવાથી પરેશાની થાય છે, ગરમ હવામાં તેને લૂ લાગી જાય છે અને ઠંડી હવાથી શરદી થઈ જાય છે; તેમ જેમનું આત્મિક સ્વાસ્થ્ય નબળું હોય છે તેમને નિન્દા અને પ્રશંસા બંનેય પરેશાન કરે છે. નિંદાની ગરમ હવા લાગવાથી તેમને ક્રોધની લુ લાગી જાય છે અને પ્રશંસાની ઠંડી હવા લાગવાથી માનની શરદી લાગી જાય છે. નિંદા શત્રુ કરતા હોય છે અને પ્રશંસા મિત્ર, તેથી ક્રોધનાં નિમિત્ત બને છે શત્રુ અને માનનાં નિમિત્ત મિત્ર. વિરોધીઓની એક ખાસ આદત હોય છે—છતાં ગુણોની વાત સુદ્ધાં ન કરવી અને અછતા અવગુણોની વધારી–વધારીને ચર્ચા કરવી. સાથીઓની પણ એક આદત હોય છે; તેઓ પણ એક નિર્બળતાના શિકાર હોય છે—તેઓ વિદ્યમાન અવગુણોની વાત સુદ્ધાં કરતા નથી, બલ્કે અલ્પ ગુણોને વધારી–વધારી વખાણ કરે છે. તથા કોઈ કોઈ વાર અવિદ્યમાન ગુણોને પણ કહેવા લાગી જાય છે. કંપાઉન્ડરને ડૉકટર અને મુનશીને વકીલ સાહેબ કહેવા—એ આ જ વૃત્તિનું પરિણામ છે. ૧. મોક્ષમાર્ગપ્રકાશક, પાનું ૫૯. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમમાર્દવ) ૨૫ બંનેય વૃત્તિઓ ખોટી છે, કેમકે એ ક્રમશઃ ક્રોધ અને માનને અનુકૂળ છે. દુનિયામાં એવા લોકો ભલે બહુ થોડા મળે જે ગુણોને અવગુણરૂપે પ્રસ્તુત કરે, પરંતુ એવા ખુશામતખોરો તો ડગલે ને પગલે મળશે જેઓ નાના સરખા ગુણને વધારી–વધારીને કહે. લખપતિને કરોડપતિ કહેવા એ તો સાધારણ વાત છે. એક વાત એ પણ છે કે નિંદા કરવાવાળા ધણું કરીને પીઠ પાછળ નિંદા કરતા હોય છે, મોં સામે નિંદા કરનારા ખૂબ ઓછા મળશે; પરંતુ પ્રશંસા અધિક પ્રમાણમાં મોં સામે જ કરવામાં આવે છે. પીઠ પાછળ ભાગ્યે જ. તે લોકો મહા ભાગ્યશાળી છે જેમની પ્રશંસા લોકો પીઠ પાછળ પણ કરતા હોય. તેથી પ્રશંસા નિંદા કરતાં વધારે ખતરનાક છે. પ્રતિકૂળતામાં ક્રોધ અને અનુકૂળતામાં માન આવે છે. અસફળતા ક્રોધની અને સફળતા માનની જનેતા છે. આ જ કારણે અસફળ વ્યકિત ક્રોધી હોય છે અને સફળ માની. જયારે કોઈ વ્યકિત કોઈ કામમાં અસફળ થાય છે તો તે એવી સ્થિતિઓ પર કોપાયમાન બને છે જેને તે અસફળતાનું કારણ સમજે છે અને સફળ થતાં સફ્ળતાનું શ્રેય સ્વયં પોતાને શિરે લઈ ને અભિમાન કરવા લાગે છે. જો કે માન પણ ક્રોધના જેવો ખતરનાક વિકાર છે, છતાં કોણ જાણે કેમ લોકો એનાથી પ્યાર કરે છે ? સૌનાં ધરોમાં માનપત્ર ટાંગેલાં મળી આવશે; પરંતુ કોઈના ઘેર ક્રોધપત્ર નહીં મળે. ક્રોધપત્ર કોઈ કોઈને આપતું પણ નથી અને જો કોઈ આપે તો કોઈ સ્વીકારે પણ નહીં, પછી ધરમાં ટાંગવાની વાત તો બહુ દૂર છે. પરંતુ લોકો માનપત્ર ખૂબ ગૌરવથી લે છે અને તેને ખૂબ પ્રેમથી ધરમાં ટિંગાડે છે. ઘણા લોકો તો એને જ્ઞાનપત્ર સમજે છે, જો કે એના પર સાફ–સાફ લખેલું હોય છે—માનપત્ર, આટલાથી પણ સંતોષ ન થાય તો પછી તેને પૂરૂ ને પૂરૂ વર્તમાનપત્રોમાં છપાવે છે, ભલે એનો વિજ્ઞાપન ખર્ચ ઉઠાવવો પડે. કદાચિત્ કોઈવાર માનપત્ર મળી જાય તો તેને ખૂબ સંભાળીને રાખે છે, પણ અપમાન તો અનેક વાર મળ્યું છે છતાં....પુણ્યહીન જીવોને માન કરતાં અધિક અપમાન જ મળે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) માન એક મીઠું ઝેર છે, જે મળે ત્યારે સારૂં લાગે છે, પણ છે ખૂબ દુઃખદાયક. દુઃખદાયક શું ? દુઃખરૂપ જ છે, કેમકે છે તો આખરે કષાય જ.. જો કે માન પણ ક્રોધની જેમ જ આત્માનું અહિત કરવાવાળો વિકાર છે, તથાપિ બહારમાં ક્રોધના જેવો સર્વવિનાશક નથી. જેના પર આપણને ક્રોધ આવે છે આપણે એનો નાશ કરી નાખવા ઈચ્છીએ છીએ, એને પૂરેપૂરો બરબાદ કરી દેવા ઈચ્છીએ છીએ; પરંતુ જેના લક્ષ્ય આપણને માન ઉપજે છે એનો નાશ કરવા ઈચ્છતા નથી, પરંતુ એને કાયમ રાખવા ઈચ્છીએ છીએ, પરંતુ આપણાથી નાના—નીચા રાખીને. ૨૬ ક્રોધી પુરૂષને વિરોધીની સત્તા જ સ્વીકૃત નથી હોતી, જયારે માનીને તો ભીડ જોઈએ, નીચે બેસવાવાળા જોઈએ, જેમનાથી તે કાંઈક ઊંચો દેખાઈ આવે. માનીને માનની પુષ્ટિ માટે એક સભા જોઈએ જેમાં બધા નીચે બેઠેલા હોય અને તે પોતે સૌથી ઊંચો. તેથી માની બીજાઓને પણ રાખવા ઈચ્છે છે પરંતુ પોતાનાથી કાંઈક નીચે, કેમકે માનની પ્રકૃતિ ઊંચા દેખાવાની છે અને ઊંચાઈ એ એક સાપેક્ષ સ્થિતિ છે. કોઈ નીચા હોય તો ઊંચાનો વ્યવહાર બને છે. ઊંચાઈ માટે નીચાઈ અને નીચાઈ માટે ઊઁચાઈ હોવા જોઈએ. ક્રોધી ક્રોધનાં નિમિત્તોને દૂર કરવા ઈચ્છે છે, પરંતુ માની માનના નિમિત્તોને રાખવા ઈચ્છે છે. ક્રોધી કહે છે—ગોળીથી ઉડાવી દો, મારી નાખો; પરંતુ માની કહે છે—નહી; મારો નહી, પરંતુ જરા દબાવીને રાખો. જાગીરદાર લોકો ગામમાં કોઈને પગે સોનાનાં ઘરેણાં પહેરવા દેતા નહીં, એમના મકાનથી ઊંચુ મકાન કોઈને બનાવવા દેતા નહી, કેમકે એમના મકાનથી બીજા કોઈનું મકાન મોટું બને તો એમનું માન ખંડિત થઈ જતું. ક્રોધી વિયોગ ઈચ્છે છે, પણ માની સંયોગ. જો મને સભામાં ક્રોધ આવી જાય તો હું ઊઠીને ભાગી જઈશ અને જો મારૂં ચાલે તો સર્વને ભગાડી દઈશ. પણ જો માન આવે તો ભાગું નહી અને બધાને ભગાડું પણ નહી, પરંતુ નીચે બેસાડી હું સ્વયં ઉપર બેસવા ઈચ્છીશ. માનની પ્રકૃતિ ભગાડવાની નથી, દબાવીને રાખવાની, નીચે રાખવાની છે; જયારે ક્રોધની પ્રકૃતિ નષ્ટ કરવાની છે. આ જ કારણને લીધે ક્રોધ નંબર એકનો કષાય છે અને માન નંબર માનનાં અનેક રૂપો હોય છે. કેટલાંક રૂપ તો એવાં છે જેને ઘણા લોકો બેનો. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ઉત્તમ માર્દવ) * માન માનતા જ નથી. દીનતા માનનું એક એવું જ રૂપ છે જેને લોકો માન માનવા તૈયાર નથી. દીનને માની–અભિમાની માનવામાં એમનું મન માનતું નથી. તેઓ કહે છે–દીન તો દીન છે, તે માની કેમ હોઈ શકે? જો માદ્વધર્મના અભાવનું નામ માન કષાય અને માન કષાયના અભાવનું નામ માર્દવધર્મ છે તો દીનતાને માન માનવું જ જોઈએ, કેમકે જો એને માન ન માનવામાં આવે તો માનના અભાવે દીનતા માર્દવ થઈ જશે. - કેમ? કેવી રીતે? જુઓ–માન આઠ પદાર્થોના આશ્રયે હોય છે – "ज्ञांन पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्य मानित्वं स्मयमाहुर्गतस्मयाः।।" જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર–આ આઠ વસ્તુઓના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માનરહિત ભગવાન માન કહે છે. તાત્પર્ય એ છે કે ક્રોધ ના માન કોઈ પણ વિકાર હવામાં (શૂન્યમાં) થતો નથી, કોઈ ને કોઈના આશ્રયે થાય છે. આશ્રયનો અર્થ છે લક્ષ્ય. જયારે આપણને ક્રોધ આવે છે તો તે કોઈ ને કોઈ પર, કોઈ ને કોઈ લક્ષ્ય વડે થાય છે. એમ નથી કે ક્રોધ આવતાં પૂછવામાં આવે કે કોના પર આવે છે તો કોઈના પર નહીં, ખાલી એમ જ આવે છે–એમ બનતું નથી. ક્રોધ કોઈ ને કોઈ ઉપર જ આવે છે. એ જ પ્રમાણે માન પણ કોઈ ને કોઈ વસ્તુના આશ્રયે જ ઊપજે છે જે વસ્તુઓના આશ્રયે માન ઊપજે છે તેમને આંઠ ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. . જ્ઞાની છું એ વિકલ્પના આશ્રયે થવાવાળા માનને જ્ઞાનમદ કહે છે. એ જ પ્રમાણે કુલ, જાતિ,ધન, બળ વગેરેના આશ્રયે કુલમદ, જાતિમદ, ધનમદ, બળમદ ઈત્યાદિ થાય છે. મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે કે ધનમદ ધનવાનોને જ હોય છે, ગરીબોને નહીં, એમનું કહેવું છે કે–ગરીબોની પાસે ધન છે જ નહીં, તો એમને ધનમદ કેવી રીતે હોઈ શકે? એ જ પ્રમાણે રૂપમદ રૂપવાનોને જ હોય, કુરૂપોને નહીં. બળમદ બળવાનોને જ હોય, નિર્બળને ૧. આચાર્ય સમન્તભદ્ર : રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક ૨૫. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મનાં દશ લક્ષણ). નહીં. આ પ્રમાણે અન્ય પણ સમજી લેવું જોઈએ. • એમની આ વાત ઉપરથી કાંઈક ઠીક પણ લાગે છે, પરંતુ ગંભીરતાથી વિચાર કરતાં એમ પ્રતીત થાય છે કે આ વાત યુકિતસંગત નથી, કેમકે જો ધનમદ ધનવાનોને જ હોય, બળમદ બળવંતોને જ હોય, રૂપમદ રૂપવાનને જ હોય તો પછી જ્ઞાનમદ જ્ઞાનવાનને જ થવો જોઈએ, પરંતુ જ્ઞાનમદ જ્ઞાનીને નહી, અજ્ઞાનીને હોય છે. જ્ઞાનમદ જ કેમ? આઠેય મદ અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહીં. જો જ્ઞાનમદ અજ્ઞાનીને હોઈ શકે તો ધનમદ નિર્ધનને કેમ નહીં, રૂપમદ કુરૂપને કેમ નહીં? એ જ પ્રમાણે બળમદ નિર્બળને કેમ નહી? ઈત્યાદિ. બીજી વાત એ છે–માની લ્યો કે એક વ્યકિત એવી છે જેની પાસે ન તો ધન છે, ન બળ છે, ન તો તે રૂપવાન છે, ન ઐશ્વર્યવાન છે, ને જ્ઞાની, ન તપસ્વી છે; ઉચ્ચ જાતિ અને ઉચ્ચ કુળવાળી પણ નથી, તો એને તો કોઈ મદ હશે જ નહીં! તેને તો પછી માન કષાયના અભાવે માર્દવધર્મ નો ધણી માનવો જોઈએ, કદાચિત એ આપને પણ મંજૂર નહીં હોય. કેમકે આ પરિસ્થિતિમાં જે ધર્મનું નામ પણ નથી જાણતા તેવા દીન-હીન, કુરૂપ, નિર્બળ, નીચ જાતિ-કુળવાળા અજ્ઞાની જનોને પણ માર્દવધર્મ માનવો પડશે, જે સંભાવિત નથી. વસ્તુતઃ સ્થિતિ એમ છે કે જે ધનના સંયોગ વડે પોતાને મોટો માને તે માની. માત્ર ધન હોવાથી કોઈ માની બની જતો નથી. પરંતુ તે હોતાં પોતાને મોટો માની, માન-અભિમાન કરવાથી માની બને છે. એ જ પ્રમાણે ધન નહીં હોવાથી અથવા ધન ઓછું હોવાથી પોતાને નાનો માને તે દીન છે. માત્ર ધનની ઓછપ વા અભાવથી કોઈ દીન થઈ જતો નથી, જો થઈ જાય તો મુનિરાજોને દીને માનવા જોઈએ, કેમકે એમની પાસે તો ધન હોતું જ નથી, તેઓ રાખતા જ નથી. તેઓ તો માર્દવધર્મના ધણી છે, તેઓ દીન કેવી રીતે હોઈ શકે? ધનના અભાવથી પોતાને નાનો અનુભવી દીનતા કરે તે દીન હોય છે. ધનાદિના અભાવમાં પણ ધનાદિ–મદની ઉપસ્થિતિ માનવામાં આપણને મુશ્કેલી એટલા માટે થાય છે કે આપણે ધનાદિના સંયોગ વડે માનની ઉત્પતિ માની લઈએ છીએ, આપણે માનનું માપ પરથી કરીએ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉત્તમભાઈવ) - છીએ. માનકષાય એને માર્દવધર્મ–બને આત્માની પર્યાયો છે, તેથી એમનું માપ પોતાથી જ કરવું જોઈએ, પરથી નહી. - દૂધ લીટરથી મપાય છે અને કપડું મીટરથી. જો કોઈ એમ કહે કે બે લીટર કપડું આપો વા બે મીટર દૂધ આપો તો દુનિયા એને મૂર્ખ જ સમજશે, કેમકે એમ બોલનાર ન તો લીટરને જ સમજે છે, ન મીટર ને, અથવા તો તે દૂધ અને કપડું–બંનેથી અપરિચિત છે; નહીં તો લીટરમાં કપડું અને મીટરમાં દૂધ માગે જ કેમ? - આત્માના માર્દવાદિ ધર્મ અને માનાદિ અધર્મને પણ પરં પદાર્થો વડે કેમ અપાય? ધનાદિ પર પદાર્થોના સંયોગમાત્રથી માનકષાય અને એમના અભાવથી માર્દવધર્મ માનનારાઓ ન તો માનકષાયને જ સમજે છે, ન માર્દવધર્મને. ભલે તે માનકષાય કરતા હોય પણ એનું સાચું સ્વરૂપ સમજતા નથી. એમ પણ સંભવિત છે કે ધનાદિનો સંયોગ હોય, પરંતુ ધનમદ ન હોય. અજ્ઞાનીને ધનાદિનો સંયોગ ન હોય તોપણ નિયમથી ધનાદિમદ હોય છે, કેમકે જયાં લગી સમ્યગ્દર્શન ન હોય, આત્માનો અનુભવ ન હોય ત્યાં લગી ધનાદિમદ હોવા અનિવાર્ય છે, ભલે બહારથી તે અભિમાન કરતા ન પણ દેખાય. . - “માન અને દીનતા–બંનેય માર્દવંધર્મના વિરોધી ભાવો છે. તેથી બંનેય મદ (માન) નાં જ રૂપ છે. જો માર્દવના અભાવને માન અને માનના અભાવને માર્દવ કહેવામાં આવે છે તો દીનતાને પણ માન શબ્દમાં નિશ્ચિતપણે અંતર્ગભિત કરી લેવી જોઈએ—માનવી જોઈએ, અન્યથા માર્દવ-ધર્મવાળાઓને દીનતાનો અભાવ માનવો સંભાવિત નથી. જ્ઞાનીને જ્ઞાનમદ હોતો નથી અને અજ્ઞાનીને હોય છે, એથી પણ એક વાત સ્પષ્ટ બને છે કે માન જેના સંબંધી હોય છે તેની સત્તા હોય જ એ આવશ્યક નથી. તેથી ધનમદ થાય ત્યારે ધનની ઉપસ્થિતિ હોવી આવશ્યક નથી. ધનાદિનો વ્યવહાર તો માત્ર મનુષ્યગતિમાં જ જોવામાં આવે છે, અને માન ચારેય ગતિઓમાં જોવા મળે છે. કુળજાતિનો વ્યવહાર પણ મનુષ્ય-વ્યવહાર છે. માનને માત્ર મનુષ્ય-વ્યવહાર પૂરતો મર્યાદિત રાખીને નહીં પણ વિસ્તૃત સીમામાં સમજવો જોઈએ. આમાં મૂળ વાત ધ્યાન દેવા યોગ્ય એ છે કે અજ્ઞાનીએ પોતાનું માપ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધર્મનાં દશ લક્ષણ) પોતાથી નહીં પણ ધનાદિ સંયોગથી કર્યુ છે. ધનના સંયોગ વડે પોતાને મોટો માન્યો અને તેની અલ્પતા વા અભાવથી પોતાને નાનો માન્યો. પરના કારણે પોતાને નાનો માનો કે મોટો–બંનેય માન છે આ કારણે માની તો માની છે જ, દીન પણ માની જ છે. લૌકિક દૃષ્ટિથી ભલે એમાં ભેદ માલૂમ પડે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિથી વિશેષ કરીને માર્દવધર્મના સંદર્ભમાં અભિમાન અને દીનતા-બને માનનાં જરૂપ છે. એમાં કોઈ વિશેષ ફેર નથી, માર્દવધર્મ બંનેના અભાવમાં ઉત્પન્ન થવાવાળી અવસ્થા છે. અભિમાન અને દીનતા-બંનેમાં અકડાઈ છે; માર્દવધર્મની કોમળ તા, સહજતા બંનેમાં ય નથી. માની પાછળથી વાંકો નમે છે, દીન આગળ થી; સીધા બંને ય રહેતા નથી. માની એવી રીતે ચાલે છે જાણે પોતે પહોળો અને શેરી સાંકડી અને દીન એવી રીતે ચાલે છે જાણે તે ભારે બોજથી દબાઈ ગયો હોય. ' તેથી એ એક સુનિશ્ચિત તથ્ય છે કે અભિમાન અને દીનતા-બંનેય વિકાર છે, આત્મ-શાન્તિનો ભંગ કરવાવાળાં છે અને બંનેના અભાવનું નામ જ માર્દવધર્મ છે. સમાનતા આવતાં માન ચાલ્યું જાય છે. માર્દવધર્મમાં સમાનતાનું તત્વ વિદ્યમાન છે. બધા જ આત્મા સમાન છે, કોઈ નાના-મોટા નથી.” આ માન્યતા સહજ જ માન કષાયને ધટાડી દે છે, કેમકે બડાઈનો જે ભાવ તેનું નામ જ માન છે. હું મોટો અને જગત નાનું – આ ભાવ માનસ્વરૂપ છે. તથા હું નાનો અને જગત મોટું –આ ભાવ દીનતારૂપ છે; આ પણ માનનું જ રૂપાંતર છે – જે પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અરહંતના મતમાં “મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે' – એમ કહીને ભગવાનને પણ સમાનતાના સિદ્ધાંતની અંતર્ગત સમાવિષ્ટ કરેલા છે. હું કોઈથી મોટો નથી' એમ માનવાવાળા ને માન અને હું કોઈથી નાનો નથી' એમ માનવા વાળા ને દીનતા થવી સંભવિત નથી. નાના-મોટાનો ભાવ માન છે અને સમાનતાનો ભાવ માર્દવ. બધા સમાન છે, પછી માન કેવું? પરંતુ આપણે “સ” ને છોડી દઈને “માન રાખી લીધું છે. જો માન દૂર કરવું હોય તો સૌ કોઈમાં રહેલી સમાનતા જાણો, માનો; માન સ્વયં દૂર થઈ જશે અને સહજ જ માર્દવધર્મ પ્રગટ થશે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ માર્દવ) જેવા હોઈએ તેવા પોતાને માનવામાં માન નથી, કેમકે એનું નામ તો સત્યશ્રદ્ધાન, સત્યજ્ઞાન છે. બલ્બ જેવા છીએ નહીં તેવા માનવાથી, તથા જેવા નથી તેવા માનીને અભિમાન અને દીનતા કરવાથી માન થાય છે; માર્દવધર્મ ખંડિત થાય છે. જો માત્ર પોતાને જ્ઞાની માનવાથી માન થતું હોય તો પછી જ્ઞાની પણ જ્ઞાનમદ માનવો પડશે, કેમકે તે પણ પોતાને જ્ઞાની તો માને છે. કૈવળજ્ઞાની પણ પોતાને કેવળજ્ઞાની માને છે–જાણે છે, તો શું તેઓ પણ માની છે? નહીં, કદી નહીં. જ્ઞાનમદ કેવળજ્ઞાનીને હોતો ક્ષયોપશમ જ્ઞાનવાળ ઓને હોય છે. ક્ષયોપશમ જ્ઞાનવાળાઓમાં પણ જ્ઞાનમદ મિથ્યાજ્ઞાનીને હોય છે, સમ્યજ્ઞાનીને નહીં. મિથ્યાજ્ઞાનીને અજ્ઞાની પણ કહેવામાં આવે સંયોગને સંયોગરૂપ જાણવાથી પણ માન થતું નથી, કેમકે સમ્યજ્ઞાની-ચક્રવર્તી પોતાને ચક્રવર્તી જાણે જ છે, માને પણ છે; પરંતુ સાથે એ પણ જાણે છે કે આ સર્વસંયોગ છે, હું તો એ સર્વથી ભિન્ન વિલક્ષણ તત્વ છું. આ જ કારણે તેને અનન્તાનુબંધીનું માન હોતું નથી. નિર્બળતાને લીધે અપ્રત્યાખ્યાન આદિ સંબંધી માન રહે છે તોપણ માનની સાથે એકત્વબુદ્ધિનો અભાવ છે, તેથી તેને આંશિકરૂપે માંઈવધર્મ વિદ્યમાન છે. અનન્તાનુબંધી માનનું મુખ્ય કારણ શરીરાદિ પર પદાર્થ તેમ જ પોતાની વિકારી અને અલ્પવિકસિત અવસ્થાઓમાં એકત્વબુદ્ધિ છે. મુખ્યપણે આપણે એને શરીરની સાથે એકત્વબુદ્ધિના આધાર પર સમજી શકીએ છીએ - કેમકે રૂપમદ, કુલમદ, જાતિમદ, બળાદિમદ શરીર સાથે જ સંબંધ ધરાવે છે. રૂપમદ શરીરની કુરૂપતા અને સુરૂપતાના આશ્રયે જ થાય છે. એ જ પ્રમાણે બળમદ પણ શારીરિક બળથી સંબંધિત છે તથા જાતિ અને કુળનો નિર્ણય પણ જન્મ સાથે સંબંધ રાખતો હોવાથી શરીર સાથે જ જોડાએલો છે.. ' ' - જે વ્યકિત શરીરને જ પોતાનાથી ભિન્ન પદાર્થ માને છે, જાણે છે, એમાં પોતાપણું પણ રાખતો નથી, તે શરીર સુંદર હોવાથી પોતાને સુંદર કેવી રીતે માની શકે? એ જ પ્રમાણે શરીર કુરૂપ હોવાથી પોતાને કુરૂપ પણ કેવી રીતે માને? બીજી વાત એ પણ છે કે જ્ઞાની એની (ધનાદિની) ક્ષણભંગુરતાથી Page #57 -------------------------------------------------------------------------- ________________ કર ધર્મનાં દશ લક્ષણ) સારી રીતે પરિચિત હોય છે. તેથી એના આશ્રયે તેને માન કેવી રીતે થાય? શરીરાદિ સંયોગ પ્રતિક્ષણ વિકૃત અને વિનષ્ટ થવાવાળા છે. શું ખબર કે હમણાં સુંદર દેખાતું શરીર કયારે વિરૂપ-અસુંદર થઈ જશે. ઐશ્ચર્યનો પણ શું ભરોસો? પ્રાતઃકાળનો શ્રીમંત સાયંકાળ થતા પહેલાં શ્રીવિહીન (ભિખારી-દરિદ્ર) થતો જોઈ શકાય છે. પોતાના બાહુબળથી મોટર રોકી દેનાર પહેલવાન ગામાના હાથોમાં મરતી વેળા માખી ઉડાડવાની પણ શકિત રહી ન હતી. શું કોઈ નિશિચત પણે દૃઢતાથી કહી શકે છે કે જે શકિત, જે કોઈ સૌંદર્ય અને જે સંપત્તિ આજે એની પાસે છે તે આવતી કાલે પણ રહેશે ? કાયા અને માયાને વિખરાઈ જતાં શું વાર લાગે ? આવી પરિસ્થિતિમાં માન શું કરવું અને શાના પર કરવું? આ જ પ્રમાણે જાતિ, કુળ, આદિ પર પણ ઘટિત કરી લેવું જોઈએ. ઐશ્ચર્યમદ બાહ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે. તથા જ્ઞાનમદ આત્માની અલ્પવિકસિત અવસ્થાના આશ્રયે થવાવાળો મંદ છે. જેને પોતાની પૂર્ણવિકસિત પર્યાય કેવળજ્ઞાનની ખબર છે, એને ક્ષયોપશમરૂપ અલ્પજ્ઞાનનું અભિમાન કેમ હોઈ શકે? કયાં ભગવાનનું અનન્ત જ્ઞાન અને કયાં પોતાનું એના અનંતમા ભાગ જેટલું જ્ઞાન ! એનું શું કરવું અભિમાન ? અને ક્ષયોપશમ જ્ઞાન ક્ષણભંગુર પણ છે. સારી રીતે ભણેલો-ગણેલો આદમી ક્ષણવારમાં પાગલ પણ થઈ જતો હોય છે. ધન-જનર્તન આદિ સંયોગોના આધારે કરવામાં આવતું અભિમાન છેવટે ખંડિત થવાનું જ છે; કેમકે સંયોગનો વિયોગ નિશ્ચિત છે, તેથી સંયોગનું અભિમાન કરનારનું માન પણ ખંડિત થવાનું એટલું જ નિશ્ચિત છે. માર્દવધર્મની પ્રાપ્તિ માટે દેહાદિ સાથેની એકત્વબુદ્ધિ તોડવી પડશે. દેહાદિમાં એકત્વબુદ્ધિમિથ્યાત્વના કારણે થાય છે, તેથી સૌ પ્રથમમિથ્યાત્વનો જ અભાવ કરવો જોઈએ. ત્યારે જ ઉત્તમક્ષમા માર્દવાદિ ધર્મ પ્રગટ થશે, બીજો કોઈ ઉપાય નથી. મિથ્યાત્વનો અભાવ આત્મદર્શન દ્વારા થાય છે; તેથી આત્મદર્શન જ એકમાત્ર કર્તવ્ય છે; ઉત્તમક્ષમા માર્દવાદિ ધર્મ અર્થાત સુખ–શાન્તિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. દેહાદિમાં પરબુદ્ધિની સાથે સાથે આત્મામાં ઉત્પન્ન થનારા ક્રોધમાનાદિ કષાયોમાં પણ હેયબુદ્ધિ થવી જોઈએ. એમાં હેયબુદ્ધિ થયા વિના એમનો Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમમાર્દવ) ૩૩ અભાવ થવો સંભવિત નથી. અજ્ઞાની પણ કહેતો તો એમ જ હોય છે માન ખોટી ચીજ છે, એને છોડવું જોઈએ, તોપણ તેના અંતરમાં માનાદિ પ્રત્યે ઉપાદેયબુદ્ધિ બની રહે છે. હેય તો શાસ્ત્રોમાં લખ્યું છે માટે કહે છે. મનથી તો તે માન–સન્માન ચાહે જ છે. તેથી માન રાખવાના અનેક ઉપાયો શોધી કાઢે છે. કહે છે—માન નહીં પણ આદમીમાં સ્વાભિમાન તો હોવું જ જોઈએ. સ્વાભિમાન કોને કહે છે એની તો એને કાંઈ ખબર જ નથી; માનના જ કોઈ અંશને તે સ્વાભિમાન માની લ્યે છે. માની લ્યો કે આપે મને પ્રવચન માટે બોલાવ્યો, પરંતુ જે સ્ટેજ બનાવ્યું તથા પ્રવચન સાંભળવા માટે જેટલી જનતા એકઠી થઈ તે સ્ટેજ અને તેટલી જનતા મને મારી વિદ્વતાના પ્રમાણમાં ઓછી લાગે તથા હું કહેવા લાગ્યું કે – આવડું જ સ્ટેજ ! એના પર એક પાટ બીજી મૂકી દો. આવડા મોટા વિદ્વાનને માટે આટલું નીચું સ્ટેજ બનાવતાં શરમ ન આવી ? અને જનતા પણ આટલી જ ! આપ કહેશો કે પંડિતજી માની છે; અને હું કહીશ કે આ કાંઈ માન નથી, સ્વાભિમાન છે. વિદ્વાને માની નહીં, પરંતુ સ્વાભિમાની તો થવું જ જોઈએ. એને આબરૂ–પ્રતિષ્ઠા તો હોવાં જ જોઈએ. એ સમજતું નથી કે આમાં બેઆબરૂ કરી કોણે ? શું ઓછી જનતા અને નીચું સ્ટેજ–એનાથી કોઈની બેઆબરૂ થઈ જાય છે ? છેવટે માન અને સ્વાભિમાન બંનેને જુદાં પાડતી વિભાજન રેખા તો દોરવી જ જોઈશે – કે કયાં લગી સ્વાભિમાન કહેવાય અને કેટલેથી માન. આખરે થાય છે તો એમ જ કે લોકો એને માની કહેતા રહે છે અને માન કરનાર (પંડિત) એને સ્વાભિમાનનું નામ આપ્યા કરે છે. બીજા પણ અનેક પ્રસંગો ઉપર આ પ્રકારના દૃશ્ય જોઈ શકાય છે. સ્વાભિમાન શબ્દ સ્વ+અભિમાનથી બનેલો છે. સ્વ શબ્દ ‘પોતાનું’ એમ બતાવે છે. એમાં સ્ટેજ અને જનતા કયાથી આવે ? વસ્તુતઃ તો પોતાના આત્માની સર્વ શકિતઓને ઓળખી, એના આશ્રયે જગત સમક્ષ દીનતાનો ભાવ પ્રગટ ન થવો એ જ સ્વાભિમાન છે. સ્વાભિમાનનું સમ્યક્ સ્વરૂપ નહીં ઓળખવાથી સ્વાભિમાનના નામે અજ્ઞાની માન જ કરતો રહે છે. સન્માનના નામે જ માન લેવા દેવામાં આવે છે. કહે છે એમ કે આ સત્ માન છે. અમે તો સમજીએ છીએ કે માન તો અસત્ જ હોય છે; પરંતું Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ' ધર્મનાં દશ લક્ષણ) લોકોએ એના પણ બે ભેદ પાડ્યા છે – સન્માન સન્માન અને અસતુ+માન...અસન્માન. જો માન પણ સત્ (ભલું) હોય તો પછી અસંતુ શું હશે? લોકો કહે છે કે સન્માન તો બીજાઓએ આપ્યું છે, તેનાથી અમે માની કેવી રીતે થઈ ગયા? પરંતુ ભાઈ! લીધું તો તમે જ છે. આચાર્યોએ ચારેય ગતિમાં કષાયોની મુખ્યતા દર્શાવતા મનુષ્ય ગતિમાં માનની મુખ્યતા દર્શાવી છે. માનવી બધું જ છોડી શકે છે – ઘરબાર, સ્ત્રી-પુત્રાદિ એટલે સુધી કે શરીરના વસ્ત્ર પહ, પરંતુ માન છોડવું મહા કઠણ છે. આપ કહેશો કેવી વાત કરો છો? પદની મર્યાદા તો રાખવી જ પડે છે. પરંતુ ભાઈ! એ વાત કેમ ભૂલી જાઓ છો કે સઘળાં પદોનો ત્યાગનું નામ સાધુ પદ છે. રાવણ માનના કારણે જ નરક ગયો. જો કે તે સીતાજીને અપહરણ કરી લઈ ગયો હતો, તોપણ તેણે તેણીને હાથ પણ અડાડયો ન હતો. છેવટે તો તેણે સીતાજીને સન્માન સહિત રામને પાછી મોકલી આપવાનો પણ નિશ્ચિય કરી લીધો હતો, પરંતુ તેણે વિચાર્યું કે રામ સાથે લડાઈ કરી જીત્યા વિના પાછી આપવાથી માનભંગ થઈ જશે. દુનિયા કહેશે કે ડરીને સીતા પાછી આપી દીધી. તેથી તેણે સંકલ્પ કર્યો કે પહેલાં રામને જીતીશ, પછી સીતાને સન્માન સહિત પાછી આપી દઈશ. જુઓ! સીતાને પાછી દેવાનો સ્વીકાર છે, પરંતુ જીતીને હારીને નહીં. સવાલ સીતાનો ન હોતો; મૂછનો હતો, માનનો હતો. મૂછની ખાતર સેંકડો ઘર બરબાદ થતાં સહજ જ જોવામાં આવે છે. મનુષ્યગતિમાં મોટા ભાગના ઝગડા માનની ખાતર જ થતા હોય છે. ન્યાયાલયોની આજુ-બાજુ મૂછો પર તાવ દેતા લોકો સર્વત્ર જોવામાં આવતા હોય છે. ' અહીં એક સવાલ સહેજે થઈ શકે, કે આપ કેવી વાત કરો છો? માન-સન્માનની ચાહના તો જ્ઞાનીને પણ હોઈ શકે છે, હોય પણ છે. જોઈએ તો પુરાણોમાં પણ એવાં અનેક ઉદાહરણો મળી આવશે. હા! હા! કેમ નહીં? અવશ્ય મળી આવશે. પરંતુ માનની ચાહના જુદી વાત છે અને માનાદિ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ–એ જુદી વાત છે. માનાદિ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ-એ મિથ્યાત્વ ભાવ છે. તેના સર્ભાવમાં તો ઉત્તમ–માર્દવવાદિ ધર્મ પ્રગટ જ ન થઈ શકે. માનની ચાહના અને માન કષાયની ઉપસ્થિતિમાં આંશિકરૂપે માર્દવાદિ ધર્મ પ્રગટ થઈ શકે છે, કેમકે Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમમાદેવ) ૩૫ માનની ચાહના અને માન કષાયની આંશિક ઉપસ્થિતિએ ચારિત્ર-મોહનો દોષ છે, તે ક્રમે કરીને જ ટળે, એકી સાથે નહીં. સમકિતીને (અવિરત) જો કે અનંતાનુબંધી માન ટળી ગયું છે. તોપણ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન માન તો વિદ્યમાન છે, તેનું પ્રગટ રૂપ તો જ્ઞાનીમાં પણ દેખાઈ આવશે જ. એ જ પ્રમાણે અણુવતીને પ્રત્યાખ્યાન અને સંજવલન સંબંધી તથા મહાવ્રતી મુનિરાજોને પણ સંજવલન સંબંધી માનાદિનો સદ્દભાવ રહેશે જ. માનાદિ કષાય તો ભૂમિકાનુસાર જ છૂટશે; પરંતુ એ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ, એ ભલા છે એવી માન્યતા તો પ્રથમથી જ છૂટવી જોઈએ, એના વિના તો ધર્મનો પ્રારંભ પણ થઈ શકતો નથી. . - આશ્ચર્ય તો એ વાતનું છે કે આપણે એ કષાયોને ઉપયોગી અને ઉપાદેય માનવા લાગ્યા છીએ. કહે છે કે ગૃહસ્થમાં થોડાં ક્રોધમાન આદિ તો હોવાં જ જોઈએ, નહીં તો કામ જ ન ચાલે. જો થોડો પણ ક્રોધ ન હોય તો પછી બાળકો પણ કહેવું માને નહીં. સઘળું અનુશાસન-પ્રશાસન સમાપ્ત થઈ જાય. થોડો સ્વભાવ તેજ હોય તો બધું કામ બરાબર થાય છે. સમયસર થાય છે. આ જ પ્રમાણે જો આપણે બિલકુલ જ માન ન રાખીએ તો કોઈ કોડીના ભાવે પણ પૂછે નહીં. પોતાની આન-શાનની ખાતર પણ થોડું કાંઈક માન જરૂરી છે. અજ્ઞાની એમ સમજે છે કે અનુશાસન-પ્રશાસન અને માન-સન્માન ક્રોધ-માન દ્વારા સિદ્ધ થાય છે, જયારે ક્રોધ-માન સાથે એને દૂરનો પણ સંબંધ નથી. - એક વૃદ્ધ હતા. એમને ખાંસી આવ્યા કરતી હતી. એમને સલાહ આપવામાં આવી કે ખાંસીને ઈલાજ કરાવી લ્યો, કેમકે કહેવત છે કે “લડાઈનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી. તે કહેવા લાગ્યા– ભાઈ ! ભર્યા ઘરમાં આટલી ખાંસી તો જોઈએ. શા માટે? એમ પૂછતાં કહેવા લાગ્યા – અરે, તમે સમજતા તો છો નહીં. વહુ-દીકરીઓવાળુંમોટું ઘર છે. ઘરમાં ખાંસી-ખોખારા કરો તો બધા સાવધાન થઈ જાય છે, એમાં એમની અને મારી–બન્નેની ઈજ્જત સચવાઈ રહે છે. ' જયારે એમને કહેવામાં આવ્યું કે ખાંસીનો તો ઈલાજ કરાવી લો, વહુ-દીકરીઓ માટે નકલી ખાંસી ખાધા કરજો. તો બગડીને બોલ્યા-નકલી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ - ' ધર્મનાં દશ લક્ષણ) ખાંસી શા માટે ખાઉં, જયારે અસલી જ છે તો હું નકલી કામ કરતો નથી. નકલી તો તેઓ કરે જેને અસલી ન હોય. આવશ્યકતાવશ ખાંસવું–ખોખારવું જુદી વાત છે ને ખાંસીને જ ઉપયોગી અને ઉપાદેય માનવી એ જુદી વાત છે. જેણે ખાંસીને જ ઉપયોગી અને ઉપાદેય માની લીધી છે તેને કાળાંતરે નિઃશંકપણે જરૂરથી ક્ષય થનાર છે. આ જ પ્રમાણે માનાદિની ચાહ અથવા માનાદિનું આંશિકરૂપે હોવું જે જુદી વાત છે પણ એને ઉપયોગી અને ઉપાદેય માનવાં એ જુદી વાત છે. ઉપાદેય માનનારને ધર્મ પ્રગટ થવો પણ સંભવિત નથી.' માનાદિ કષાયો ભૂમિકાનુસાર ક્રમશઃ છૂટે છે, પરંતુ એમા ઉપાદેયબુદ્ધિ એકીસાથે જ છૂટી જાય છે. એમાં ઉપાદેયબુદ્ધિ છૂટયા વિના ધર્મનો પ્રારંભ જ થતો નથી. તો શું અંતે એ જ સાર નીકળ્યો કે ક્રોધ-માનાદિ કષાયો નહીં કરવા - જોઈએ, એને છોડી દેવા જોઈએ? . - ના, પહેલાં કહ્યું હતું ને કે ક્રોધ-માન છોડયાં જતાં નથી, છૂટી જાય છે. ઘણા લોકો મને કહે છે કે – આપ બીમાર ખૂબ પડો છો, જરા ઓછા પડો ને. હું પૂછું છું કે શું હું સમજી-વિચારીને બીમાર પડું છું કે – જરા ઓછો બીમાર પડું, વધારે નહીં. અરે ભાઈ! જો મારું ચાલે તો હું બીમાર પડું જ નહીં. આ જ પ્રમાણે શું કોઈ ક્રોધ-માનાદિ કષાય સમજી વિચારીને કરે છે? અરે ! ચાલે તો એ કષાય કરે જ નહીં. કેમકે પ્રત્યેક સમજદાર પ્રાણી કષાયોને બુરા સમજે છે અને હું કષાય કરું જ નહીં એમ પણ ઈચ્છે છે. પણ એના ઈચ્છવાથી શું થાય? ક્રોધ-માનાદિ કષાયો થઈ જ જાય છે, એટલું જ નહીં એ નિરંતર થયા જ કરે છે. કોઈ વાર થોડા, કોઈ વાર વધારે કોઈ વાર મંદ, કોઈ વાર તીવ્ર. અનાદિકાળથી એક પણ અજ્ઞાની જીવ આજ પર્યત કષાય કર્યા વિના એક સમય પણ રહ્યો નથી. જો એક વાર પણ, એક સમય માટે પણ કષાય ભાવનો સંપૂર્ણ અભાવ થઈ જાય તો પછી કષાય થઈ જ ન શકે. હવે આ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે – માન ઉત્પન્ન કેમ થાય છે અને તે માટે કેવી રીતે? એની ઉત્પત્તિનું મૂળ કારણ શું છે અને એનો અભાવ કેવી રીતે કરવો? Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમમાર્દવ) ૩૭ જયાં લગી આ આત્મા પર પદાર્થોને પોતાના માનતો રહેશે ત્યાં લગી અનન્તાનુબંધી માંનની ઉત્પત્તિ થયા જ કરશે. અહીં ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે પર પદાર્થની ઉપસ્થિતિમાત્ર માનનું કારણ નથી. તિજોરીમાં લાખો રૂપિયા પડયા રહે છે, પરંતુ તિજોરીને માન નથી થતું, એની સંભાળ રાખનાર મુનીમને પણ માન નથી થતું, પરંતુ એનાથી દૂર બેઠેલા શેઠને થાય છે, કેમ કે શેઠ એને પોતાના માને છે. - શેઠ પોતાને કાપડની મીલનો માલિક સમજે છે, કાપડની મીલ છૂટવાથી માન નહીં છૂટે; કારણ કે રાષ્ટ્રીકરણ થઈ જતાં મીલ તો છૂટી જશે. પરંતુ શેઠને માનની જગ્યાએ દીનતા ઉત્પન થશે. હમણાં લગી પોતાને મીલનો માલિક સમજીને માન કરતો હતો, હવે એના અભાવે પોતાને દીન અનુભવવા લાગશે. મીલ છૂટવાથી તો નહીં, પરંતુ છોડવાથી તો માન છૂટી જશે? ત્યારે પણ નહીં, કેમકે, છોડવાથી છોડવા સંબંધી માન થશે, માન છોડવા માટે તેને પોતાની માનવાનું છોડવું પડશે. માનનો આધાર “પર”, નથી, પરને પોતાનું માનવું એ છે. જે પરને પોતાનું માને એને મુખ્યપણે માન ઉત્પન્ન થાય છે, તેથી માન. છોડવા માટે પરને પોતાનું માનવાનું છોડવું પડશે, પરને પોતાનું માનવાનું છોડવાનો અર્થ આ છે કે–નિજને નિજ અને પરને પર જાણવું જોઈશે, બંનેને ભિન્ન-ભિન્ન સ્વતંત્ર સત્તાશીલ પદાર્થ માનવા એ જ પરને પોતાના માનવાનું છોડવું છે, મમત્વબુદ્ધિ છોડવાની છે. ' , પંરમાંથી મમત્વબુદ્ધિ છોડવાની છે, અને રાગાદિ ભાવોમાં ઉપાદેયબુદ્ધિ છોડવાની છે. એ છૂટી જતાં મુખ્યપણે માન ઉત્પન્ન જ નહીં થાય, વિશેષ કરીને અનંતાનુબંધી માન તો ઉત્પન્ન જ થશે નહીં. ચારિત્ર-દોષ અને કમજોરીને કારણે અપ્રત્યાખ્યાનાદિ માન થોડા સમય સુધી રહેશે, પરંતુ એ પણ આ જ્ઞાન-શ્રદ્ધાનના બળે ઉત્પન્ન થતી આત્મલીનતા વડે ક્રમશઃ ક્ષીણ થતા જશે અને એક સમય એવો આવશે કે માર્દવ સ્વભાવી આત્મા પર્યાયમાં પણ પૂર્ણ માર્દવ ધર્મ–ચુકત થઈ જશે, માનાદિનો અંશ પણ રહેશે નહીં. . આવો સમય બધાને શીધ્રાતિશીધ્ર પ્રાપ્ત થાઓ એવી પવિત્ર ભાવના સાથે માર્દવ–ધર્મની ચર્ચાથી વિરામ લઉ છું. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમઆક્ત ક્ષમા અને માર્દવની જેમ જ આર્જવ પણ આત્માનો સ્વભાવ છે. આર્જવસ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં છળ-કપટ માયાચારના અભાવરૂપ શાન્તિસ્વરૂપ જે પર્યાય પ્રગટ થાય છે તેને પણ આર્જવ કહે છે. આત્મા સ્વયં આર્જવ-સ્વભાવી હોવા છતાં અનાદિથી જ આત્મામાં આર્જવના અભાવરૂપ માયાકષાયરૂપ પર્યાય જ પ્રગટરૂપે વિદ્યમાન છે. શ્નનોર્માવઃ ગાર્નવમ્ ઋજુતા અર્થાત્ સરળતાનું નામ આર્જવ છે. આર્જવની સાથે લાગેલો “ઉત્તમ' શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. સમ્યગ્દર્શન સહિત જે સરળતાનો ભાવ છે તે જ ઉત્તમઆર્જવ ધર્મ છે. ઉત્તમઆર્જવ એટલે કે સમ્યગ્દર્શન સહિત વીતરાગી સરળતા.. આર્જવધર્મની વિરોધી માયા કષાય છે. માયા કષાયને લીધે આત્માના સ્વભાવગત સરળતા ન રહેતાં કટિલતા ઉત્પન્ન થઈ જાય છે. માયાચારીનો વ્યવહાર સહજ અને સરળ નથી હોતો. તે વિચારે છે કાંઈ, બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. એનાં મન-વચન-તનમાં એકરૂપતા નથી હોતી. તે પોતાના કાર્યની સિદ્ધિ છળ-કપટ વડે જ કરવા ઈચ્છે છે. ' માયાચારી જીવની પ્રવૃત્તિનું વર્ણન પંડિત ટોડરમલજીએ આ પ્રમાણે કર્યું છે – “જયારે આવો માયા કષાય ઊપજે છે ત્યારે છળ વડે કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય છે. એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અનેક પ્રકારના કપટ ભર્યા વચનો કહે છે, શરીરની કપટરૂપ અવસ્થા કરે છે, બાહ્ય–વસ્તુઓને અન્યથા બતાવે છે, તથા જેમાં પોતાનું મરણ થવું જાણે એવા પણ કપટ રચે છે. કપટ ઉઘાડ થઈ જતાં પોતાનું ખૂબ બૂરૂ થાય, મરણાદિક નીપજે એને પણ ગણકારતો નથી. વળી માયાનો ઉદય થતાં કોઈ પૂજય અને ઈષ્ટજન સાથે સંબંધ થાય તો એમની સાથે પણ કપટ કરે છે, કાંઈ વિચાર જ રહેતો નથી. કદાચિ છળ વડે કાર્યસિદ્ધિ ન થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે છે તથા વિષ આદિ વડે મરણ પામે છે – આવી અવસ્થા માયા થતાં થાય છે.” ૧. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૫૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ઉત્તમઆર્જવ) માયાચારી વ્યકિત પોતાના બધાં કાર્યો માયાચાર વડે જ સિદ્ધ કરવા ઈચ્છે છે. તે એમ નથી સમજતો કે કાષ્ઠ ની હાંડી વારંવાર સીજતી નથી. એકવાર માયાચાર ખુલ્લો પડી જતાં જીવનભર માટે વિશ્વાસ ઊઠી જાય છે. છેતરપિંડી વડે કોઈ-કોઈ વાર અને કોઈ-કોઈ ને જ ઠગી શકાય છે, હંમેશા નહીં અને સૌને પણ નહીં. - અહીં ધ્યાન આપવા યોગ્ય વાત આ છે કે લૌકિક કાર્યોની સિદ્ધિ માયાચારથી નહીં, પૂર્વ પુણ્યોદય વડે થાય છે. અને પારલૌકિક કાર્યોની સિદ્ધિમાં પાંચેય સમવાય સહિત પુરૂષાર્થ પ્રધાન છે. આ કાર્યસિદ્ધિ માટે કપટનો પ્રયોગ નિર્બળ વ્યકિત કરે છે. સબળ વ્યકિતને પોતાની કાર્યસિદ્ધિ માટે કપટની આવશ્યકતા જ નથી પડતી. એની પ્રવૃતિ તો પોતાના બળના આધારે કાર્ય સિદ્ધ કરવાની રહેતી હોય છે. એમ પણ નથી કે માયાચારની પ્રવૃત્તિ માત્ર કોઈને ઠગવા માટે જ કરવામાં આવતી હોય કેટલાક લોકો મનોરંજન માટે અથવા આદતવશ પણ એમ કરતા હોય છે. એ લોકોને અહીં-તહીં લડાવવામાં કાંઈક આનંદ આવતો હોય છે. આવા લોકો પોતાના નિકૃષ્ટ મનોરંજન માટે બીજાઓને મહાન સંકટમાં નાખવાનું ચૂકતા નથી. . આજકાલ સભ્યતાના નામે પણ ઘણો–ઘણો માયાચાર ચાલે છે. વિના ભેળસેળ કહેલી સાચી વાત તો લોકો સાંભળવી પણ પસંદ કરતા નથી. આ પણ એક કારણ છે કે લોકો પોતાના ભાવ સરળરૂપે પ્રગટ ન કરતાં આડી-અવળા સ્વરૂપે વ્યકત કરે છે. સભ્યતાના વિકાસથી માનવી અતિશય મીઠા-બોલો બની ગયો છે. ઉપરથી મીઠી-મીઠી વાતો કરવી અને અંદરથી કાપવું એ આજના માનવી માટે સાધારણ વાત બની ગઈ છે. તે એમ નથી સમજતો કે આ માયાચારીપણું માત્ર બીજાઓને માટે જ નહીં, પોતાના માટે પણ ખૂબ ભયજનક નીવડી શકે છે, એનાં પોતાના સુખ–ચૈન નષ્ટ કરી શકે છે; નષ્ટ કરી શું શકે, કર્યે જ રાખે છે. માયાચારી વ્યકિત હંમેશા સશંક રહે છે, કેમકે એણે જે દુરંગી નીતિ અપનાવી છે એ ખૂલ્લી પડી જવાનો ભય એને નિરંતર રહ્યા કરે છે. કપટ કોઈ ને કોઈ વાર પ્રગટ થઈ જ જાય છે, એની ગુપ્તતા કાયમ રાખવી અસંભવ નહીં, તો કઠણ કામ તો જરૂર છે. તે હંમેશા એમાં જ ગુંચવાએલો રહે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધર્મનાં દશ લક્ષણ) તે હમેશાં ભયથી ઘેરાયેલો રહે છે. કપટ ખુલ્લું પડી જતાં પોતાની બૂરી હાલત થશે અને પોતે મહાન આપત્તિમાં આવી પડશે એવો ભય એને નિરંતર સતાવતો રહે છે. બળવાનોની સાથે કરેલો કપટ-વ્યવહાર પ્રગટ થઈ જતાં ભારે ભયાવહ નીવડે છે. આપત્તિ તો કપટ ખુલ્લું થવા પછી આવે છે, પરંતુ આપત્તિની આશંકાથી કપટી જન હંમેશા જ ભયાક્રાન્ત રહે છે. - સશક અને ભયાકાન્ત વ્યકિત કદીય નિરાકુળ હોઈ શકતી નથી. એનું ચિત્ત નિરંતર આકુળ-વ્યાકુળ અને અશાંત રહે છે. અશાંત-ચિત્ત વ્યકિત કોઈ પણ કાર્ય એના યથાર્થ સ્વરૂપમાં અને સફળતાપૂર્વક કરી શકતો નથી; તો પછી ધર્મ-સાધના અને આત્મ-આરાધના તો ખૂબ દૂરની વાતો છે. માયાચારી વ્યકિતનો કોઈ વિશ્વાસ કરતું નથી. ત્યાં સુધી કે માતા-પિતા, ભાઈ–બહેન, પત્ની-પુત્ર ઇત્યાદિ સર્વનો એના પરથી વિશ્વાસ ઊઠી જાય છે. આ કારણથી જ માયાકષાયનું વર્ણન કરતાં શ્રી શુભચંદ્રાચાર્યે જ્ઞાનર્ણવ' માં ઓગણીસમાં સર્ગમાં લખ્યું છે કે – : जन्मभूमिरविद्यानाम कीर्तेर्वासमन्दिरम् । पापपङकमहागर्तोनिकृतिः कीर्तिता बुधैः ।।५८।। अर्गलेवापवर्गस्य पद्वी श्वभ्रवेश्मनः। शीलशालवने वन्हिर्मायेयमवगम्यताम् ।।१।। બુદ્ધિમાન પુરૂષો કહે છે કે માયા એ અવિદ્યાની જન્મભૂમિ, અપયશનું ધર, પાપરૂપી કીચડની ભારે મોટી ખીણું મુકિત-દ્વારની અર્ગલા (આગળિ યો), નરકરૂપી ધરનું દ્વાર અને શીલરૂપી શાલવૃક્ષોના વનને બાળનાર અગ્નિ છે એમ જાણો. માયાકષાયના અભાવનું નામ આર્જવધર્મ છે. . આર્જવધર્મ અને માયાકષાયની ચર્ચા જયારે પણ ચાલે છે ત્યારે એને મન-વચન-કાયના માધ્યમ દ્વારા જ સમજવામા સમજાવવામાં આવે છે. કહેવામા આવે છે કે મન-વચન-કાયાની એકરૂપતા જ આર્જવધર્મ છે. અને એ ત્રણેની વિરૂપતા જ આર્જવધર્મની વિરોધી માયાકષાય છે. ઉપદેશ પણ એમ દેવામાં આવે છે કે જેવું મનમાં હોય તેવું જ વાણી દ્વારા કહેવું જોઈએ, તથા જેવું બોલો તેવું જ કરવું જોઈએ. આને જ આર્જવધર્મ બતાવવામાં આવે Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ઉત્તમઆર્જવ) છે. તથા મનમાં જુદુ, વચનમાં જુદું અને કરે કાંઈ જુદુ એ માયા છે – એમ કહેવામાં આવે છે. મનવચન-કાયની આ વિરૂપતાને જ વક્રતા, કુટિલતા ઈત્યાદિ. નામોથી અભિહિત કરવામાં આવે છે. પરંતુ આ સઘળું સ્થૂળ કથન છે. સૂક્ષ્મતાથી વિચાર કરતાં આ સંદર્ભમાં ઘણા પ્રશ્ન ઉદ્ભવે છે. આજર્વધર્મ અને માયાકષાયની ઉપર્યુકત પરિભાષાઓ સ્વીકારવામાં આવતાં આર્જવધર્મ અને માયાકષાયની ઉપસ્થિતિ મન–વચન-કાયવાળા જીવોને ન માનવી પડે, કેમકે મનવચન-કાયની એકરૂપતા અથવા વિરૂપતા મન-વચન-કાયવાળાઓને જ સંભવિત છે; જેમને મન-વચન-કાય જ નથી એમને નહીં. મન-વચન-કાયના અભાવે એમનામાં એકરૂપતા અથવા વિરૂપતાનો સવાલ જ પેદા થતો નથી. સિદ્ધોને મનવચન-કાયનો અભાવ છે, તેથી ઉપર્યુકત પરિભાષા અનુસાર એમને આર્જવધર્મ સંભવિત નથી; વાસ્તવમાં એમને આર્જવધર્મ હોય છે. એમનામાં આર્જવધર્મની સત્તા શાસ્ત્રસંમત તો છે જ, યુકિતસંગત, પણ છે. ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ આદિ આત્માના ધર્મો છે અને એ આત્માની સ્વભાવ-પર્યાયો પણ છે. એમનું–સંપૂર્ણ ધર્મો અને સંપૂર્ણ સ્વભાવ-પર્યાયો થી યુકત સિદ્ધ જીવોમાં હોવું અવયંભાવી છે; કેમકે સંપૂર્ણ શુદ્ધતાનું નામ જ સિદ્ધ પર્યાય છે.' આ જ પ્રમાણે જેમને મન અને વાણી નથી એવા એકેન્દ્રિયાદિ જીવોને માયાકષાય માનવાનું સંભવિત બનશે નહી; કેમકે જેમને એકલી કાયા જ છે, મન અને વચન છે જ નહીં, એમને મનવચન-કાયની વિરૂપતા એટલે કે મનમાં કાંઈ વચનમાં કાંઈ અને કરે કાંઈ–એવી વાત કેવી રીતે ઘટિત થાય? એક દુકાન પર ત્રણ વિક્રેતા છે. એ બધાને અલગ-અલગ કોઈ કપડાનો ભાવ પૂછવામાં આવ્યો તો એકે આઠ રૂપિયે મીટર, બીજાએ દશ રૂપિયા મીટર અને ત્રીજાએ બાર રૂપિયે મીટર બતાવ્યો; જયારે ખરેખર એ છે આઠ રૂપિયે મીટરનું જ. આ સ્થિતિમાં ત્રણેયની વાતોમાં વિરૂપતા હોવાથી તેઓ અપ્રામાણિક કહેવાશે. આપ કહેશો કેવી લૂંટ ચલાવવામાંડી છે, જેટલા આદમી એટલા ભાવ! પરંતુ જો એક જ વિક્રેતા હોય અને તે આંઠ રૂપિયે મીટરના કપડાને બાર રૂપિયે મીટર બતાવે તો શું તે પ્રામાણિક Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મનાં દશ લક્ષણ) કહેવાશે? ના, કદીય નહીં. પરંતુ એક જ વિક્રેતા હોવાથી વિરૂપતા જણાઈ આવશે નહીં. એકમાં વિરૂપતા જ કેવી? વિરૂપતા તો અનેકમાં જ સંભવિત છે. આ પ્રમાણે એકેન્દ્રિયાદિ જીવોમાં વાણી અને કાયાનો અભાવ હોવાથી વિરૂપતા તો સંભવિત નથી. તો પછી એમનામાં-મન-વચન-કાયની વિરૂપતા છે પરિભાષા જેની–એવા માયાકષાયની ઉપસ્થિતિ કેવી રીતે માનવામાં આવે? માયાકષાયના અભાવે એમને આર્જવધર્મ માનવો જોઈએ જે અસંભવિત છે, કેમકે શાસ્ત્રોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે એકેન્દ્રિયને તો શું, એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને ચારેય કષાયો હોય છે, ભલે એ પ્રગટરૂપે ન દેખાય. બીજાં મન-વચન-કાયની એકરૂપતા ઊલટી પણ હોઈ શકે છે.. જેમકે ત્રણેય વિક્રેતા આઠ રૂપિયે મીટરમાં કપડાનો ભાવ વીસ રૂપિયે મીટર બતાવે તો શું તેઓ સાચા બની જશે? નહીં, કદીય નહી; જયારે એ ત્રણેયના બોલવામાં એકરૂપતા જોવા મળશે, કેમકે બુદ્ધિપૂર્વક પૂર્વનિયોજીત બેઈમાનીમાં પણ એકરૂપતા સહજ જ જોવા મળે છે. .. એ જ પ્રમાણે જેમ કોઈના મનમાં ખોટો ભાવ આવ્યો, તેણે એને વાણીમાં પણ વ્યકત કર્યો અને કાયાથી એવું કાર્ય પણ કરી નાખ્યું, તો શું તેને આર્જવધર્મ પ્રગટ થઈ જાય ખરો? તો તો પછી આર્જવધર્મ પ્રાપ્ત કરવા માટે મનમાં આવેલો પ્રત્યેક દુર્ભાવ વાણીમાં પ્રગટ કરવો અને એને ક્રિયાત્મકરૂપ દેવું એ અનિવાર્ય બની જશે, જે કોઈપણ હાલતમાં ઈષ્ટ ગણી શકાય નહીં. મનમેં હોય તો વચન ઉચરિયે' ના સંદર્ભમાં એક વાત આ પણ વિચારણીય છે કે – શું આર્જવધર્મ માટે બોલવું જરૂરી છે? શું બોલ્યા વિના આર્જવ ધર્મની સત્તા સંભવિત નથી? જે ભાવલિંગી સંતો મૌનવ્રતધારી છે તેમને શું આર્જવધર્મ નથી? બાહુબલી દીક્ષા લીધા પછી એક વર્ષ પર્યત ધ્યાનસ્થ રહ્યા, કાંઈ બોલ્યા જ નહીંતો એમને આર્જવધર્મ ન હતો? હતો, અવશ્ય હતો. તો પછી આર્જવ ધર્મ પ્રગટ થવા માટે બોલવું જરૂરી ન રહ્યું. જેવું મનમાં હોય એવું જ બોલી દઈશું તો શું આર્જવધર્મ થઈ જાય? નહીં, કેમકે આ રીતે તો વિકૃત–મન અને વિકૃત–વચનવાળી અદ્ધવિક્ષિપ્ત વ્યકિત આર્જવધર્મનો સ્વામી બની જાય, કેમકે એના મનમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉત્તમઆર્જવ) જે આવે તે તરત જ બકી નાખે છે. જે પ્રમાણે બોલવાના સંબંધમાં અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે તે પ્રમાણે કરવાના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. આર્જવધર્મ અને માયાકષાય એ બન્ને ય જીવનો ભાવ છે અને મન-વચન-કાય એ પુદ્ગલની અવસ્થાઓ છે. જીવ અને પુલ બને ભિન્ન-ભિન્નદ્રવ્યો છે અને એમની પરિણતિ પણ ભિન્ન-ભિન્ન છે. આર્જવધર્મ આત્માનો સ્વભાવ અને સ્વભાવ-ભાવ છે તથા માયા–કષાય આત્માનો વિભાવ ભાવ છે. સ્વભાવ અને સ્વભાવ-ભાવ હોવામાં તો પરની આવશ્યકતાનો સવાલ જ ઉદ્ભવતો નથી; વિભાવ–ભાવમાં પણ પર નિમિત્ત માત્ર જ હોય છે. નિમિત્ત પણ કર્મોદય તથા અન્ય બાહ્ય પદાર્થો હોય પણ મન-વચન-કાય નહીં. તેથી મન-વચન-કાયા વડે આર્જવધર્મ અને માયા-કષાય ઉત્પન્ન થવાનો સવાલ જ પેદા થતો નથી. યદ્યપિ એ સત્ય છે કે આર્જવધર્મ માટે મન-વચન-કાયની આવશ્યકતા નથી, કેમકે મન–વચન-કાયરહિત સિદ્ધોમાં એ વિદ્યમાન છે. એ જ પ્રમાણે માયાકષાયની ઉપસ્થિતિ માટે પણ ત્રણેયની અનિવાર્ય ઉપસ્થિતિ આવશ્યક નથી. કેમકે એકેન્દ્રિયને એકલી કાયા છે તોપણ એને માયા. હોય છે. પહેલાં આ સિદ્ધ કરવામાં આવેલું છે; તથાપિ સમજવા-સમજાવવા માટે એમની ઉપયોગિતા છે, કેમકે એમના વિના આપણી પાસે માયાકષાય અને આર્જવધર્મ સમજવા–સમજાવા માટે અન્ય સાધન નથી. આ જ કારણને લીધે એ મનવચન-કાયના માધ્યમ દ્વારા સમજવામાં–સમજાવવામાં આવે છે. બીજી વાત એ પણ છે કે સમજનાર અને સમજાવનાર બને ય મનવચન-કાય સહિત છે અને સમજવા-સમજાવવાનું માધ્યમ પણ મનવચન-કાય છે. જેમને આનો (ત્રણેયનો) અભાવ છે એવા સિદ્ધ ભગવાન કદી કોઈને સમજાવતા નથી અને જેમને આ ત્રણમાંથી એકનો પણ અભાવ છે એવા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સંસારી જીવો સમજતા નથી. વિશેષ કરીને મનુષ્ય–જાતિમાં જ આની ચર્ચા ચાલતી હોય છે તથા મનુષ્યનો માયાચાર પ્રાયઃ મન-વચન-કાયની વિરૂપતામાં તથા આર્જવધર્મ એમની એકરૂપતામાં પ્રગટ થતો જોવામાં આવે છે. * તેથી આર્જવધર્મ અને માયાકષાયને મન-વચન-કાયના માધ્યમ Page #69 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) ૪૪ દ્વારા સમજવા—સમજાવવામાં આવે છે. મન–વચન—કાયના માધ્યમ દ્વારા માયાચાર અને આર્જવધર્મ થતા નથી, પ્રગટ થાય છે. સમજવા—સમજાવવા માટે પ્રગટ થવું અધિક મહત્વપૂર્ણ છે, કેમકે પ્રગટ વસ્તુને સમજવી–સમજાવવી જેટલી સહેલી છે તેટલી અપ્રગટ વસ્તુને નહીં. એકેન્દ્રિયને મન અને વચનનો અભાવ હોવાથી એને માયાકષાય અપ્રગટ રહે છે, તેથી એનામાં માયાકષાયનો સદ્ભાવ આગમ વડે જ જાણવામાં આવે છે, એને યુકિત વડે સિદ્ધ કરવાનું સંભવિત નથી. એ જ પ્રમાણે સિદ્ધોમાં આર્જવધર્મ પણ આગમસિદ્ધ જ છે; યુકિતઓ વડે સિદ્ધ કરવો કઠણ છે. જે યુકિતઓ આપવામાં આવે તે બધી છેવટે તો આગમાશ્રિત જ હોવાની. યદ્યપિ ઉપરોકત કારણોને લીધે સમજવા-સમજાવવામાં મંન–વચન–કાયના માધ્યમનો પ્રયોગ કરવામાં આવે છે, તથાપિ સમજવા—સમજાવવાની આ પદ્ધતિને લીધે કદાચિત કોઈ એમ માની લ્યે કે માયાકષાય અને આર્જવધર્મ માટે મન-વચન-કાય આવશ્યક છે તો એનું માનવું અયથાર્થ છે. જો કે મન–વચન—કાયની વિરૂપતા નિયમઁથી માયાચારીને જ હોય તથા જેટલા અંશે આર્જવધર્મ પ્રગટ થાય તેટલા અંશે ત્રણેયની એકરૂપતા પણ હોય જ; તેમ છતાં માયાકષાય અને આર્જવધર્મ એના સુધી જ સીમિત નથી, એથી વિશેષ પણ છે—એ અહીં બતાવવું છે. નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે મન–વચન—કાયના માધ્યમ વડે આર્જવધર્મ અને માયાકષાયને સમજવા—સમજાવવાનું મૂળ કારણ એ છે કે મન–વચન–કાયવાળાઓને માયાકષાય અને આર્જવધર્મ ઘણુંકરીને મન–વચન-કાયના માધ્યમ વડે જ પ્રગટ થાય છે. જો એમ છે તો આ વાત બરાબર જ છે કે ઃ “મનમેં હોય સો વચન ઉચરિયે, વચન હોય સો તનસો કરિયે.' હા ! હા ! બરાબર છે, પરંતુ કોના માટે—એનો પણ વિચાર કર્યો કે નહી ? આ વાત એમના માટે છે કે જેમનું મન એટલું પવિત્ર થઈ ગયું છે કે જે વાત એમના મનમાં આવી હોય તે કદીય વાણીમાં પણ મુખરિત થઈ જાય તો ફૂલોની વર્ષા થાય અને કદાચિત્ એને કાર્યાન્વિત કરવામાં આવે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉત્તમઆર્જવ). તો જગત નિહાલ થઈ જાય; એમના માટે નથી કે જેમનું મન પાપોથી ભરેલું હોય, જેના મનમાં નિરંતર ખોટા ભાવો જ આવ્યા કરતા હોય; હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહનું જ ચિંતન જેમને સદા રહેતું હોય. જો તેઓ પણ આ વાત અપનાવી લ્ય તો મનની જેમ, તેમની વાણી પણ અપવિત્ર થઈ જશે. અને તેમનું જીવન ઘોર પાપમય બની જશે. મનમેં હોય તો વચન ઉચરિયે નો આશય માત્ર આટલો જ છે કે મનને એટલું પવિત્ર બનાવો કે એમાં કોઈ દુર્ભાવ પેદા થાય જ નહી. - જેમના હૃદયમાં નિરંતર અપવિત્ર ભાવ જ આવ્યા કરે છે તેમના માટે તો આ જ ઠીક છે કે – મનમે હોય તો મનમેં રખિયે, વચન હોય તનસો ન કરિયે.” કેમ? કેમકે આજે લોકોના મન એટલાં બધાં અપવિત્ર થઈ ગયાં છે, કે એમના મનમાં એટલી હિંસા સમાઈ ગઈ છે કે જો એ વાણીરૂપે પ્રગટ થાય તો જગતમાં ભારે કોલાહલ મચી જાય અને કદાચિત્ જો એ જીવનમાં ઊતરી આવે તો પ્રલય થતાં વાર ન લાગે. એ જ પ્રમાણે મન એટલું વાસનામય અને વિકૃત થઈ ગયું છે કે જો મનમાં સ્થિત વિકાર વાણી અને કાયા દ્વારા પ્રસ્ફટ થાય તો કોઈપણ મા–બહેનની ઈજત સુરક્ષિત ન રહે. તેથી એ જ બરાબર છે કે જે પાપ મનમાં ઉદ્ભવે તેને મનસુધી જ સીમિત રહેવા દો, વાણીમાં ન લાવો; અને જે વાણીમાં આવે તેને ક્રિયાન્વિત ન કરો. જરા વિચાર તો કરો કે ગુસ્સામાં કદાચિતું મારા મોંમાથી એમ ની કળી જાય.કે હું તને જાનથી મારી નાખીશ' તો હું મારી વાતને કાર્યરૂપે પણ પરિણત કરું એ શું ઉચિત ગણાશે? નહી, કદાપિ નહીં; બલ્બ આવશ્યક તો એ છે કે મારે એ વિચારને પણ તત્કાલ છોડી દેવો જોઈએ. તેથી એ જ યોગ્ય છે કે મનવચન-કાયની એકરૂપતા સદ્ભાવમાં જે હોય, બૂરા ભાવમાં નહીં. મન-વચન-કાયની એકરૂપતા લાવવા માટે આપણે મનને એટલું પવિત્ર બનાવવું જોઈશે કે એમાં કોઈ ખોટો ભાવ કદી ઉત્પન્ન જ ન થાય, અન્યથા એમની એકરૂપતા રાખવી ન તો સંભવિત બનશે, ન હિતકર પણ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬. ' ધર્મનાં દશ લક્ષણ) તત્વાર્થસૂત્રમાં ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ ઈત્યાદિ દશ ધર્મોની ચર્ચા ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા ને પરિષહજયની સાથે કરવામાં આવી છે – એ બધી મુનિધર્મ સાથે સંબંધ રાખે છે. તેથી આર્જવધર્મની ચર્ચા પણ તે મુનિરાજોના સંદર્ભમાં જ થયેલી છે જેમનાં મનવચન-કાયની દશા નીચે દર્શાવ્યા પ્રમાણે થઈ રહેલી હોય છે – દિન રાત આત્મા કા ચિન્તન, મૃદુસંભાષણ મેં વહી કથના - નિર્વસ્ત્ર દિગંબર કાયા સે ભી, પ્રગટ હો રહા અન્તર્મનો તેઓ દિન-રાત આત્માનું જ ચિત્તન-મનન-અનુભવન કરતા રહે છે, તેથી એમની વાણીમાં પણ એની જ ચર્ચા નીકળતી હોય છે અને ચર્ચા કરતાં-કરતાં તેઓ આત્માનુભવનમાં સમાઈ જાય છે. એમના મનમાં અશુભ ભાવ આવતા જ નથી. આપણી સ્થિતિ એમનાથી જુદી છે. તેથી આપણે આપણી કક્ષાથી વિચાર કરવો જરૂરી છે. મનમાં હોવા છતાં પણ આપણે જીવનમાં ઘણાં પાપોથી એટલા માટે બચવા પામીએ છીએ કે સમાજ તેવાં કાર્યોને બૂરાં માને છે, સરકાર એવા કાર્યો કરતાં રોકે છે. કોઈ કોઈ વાર આપણો વિવેક પણ આપણને એ કાર્યોમાં પ્રવૃત્ત થતાં અટકાવે છે. વાણી પણ આપણે ઉપરોકત કારણોને લીધે પૂરતી સંયમિત રાખીએ છીએ. આ જ કારણને લીધે જગતમાં કાયિક જીવનમાં એટલી વિકૃતિ નથી જેટલી માનવ-માનવના મનમાં છે, “મન મેં હોય તો વચન ઉચરિયે, વચન હોય સો તન સો કરિયે નો ઉપદેશ મનની વિકૃતિઓને બહાર લાવવા માટે નહીં, પરંતુ એનો નાશ કરી મનને પવિત્ર બનાવવા માટે છે. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જો એમ વાત છે તો પછી આપ એમ કેમ કહો છો કે – “મનમેં હોય તો મનમેં રખિયે.” એનું પણ કારણ છે, અને તે એ છે કે મનને એટલું પવિત્ર બનાવી લેવું એ એટલું સહેલું નથી કે અહીં અમે કહ્યું અને તરત તમે બનાવી લીધું. તે તો થતાં થતાં જ થશે. તેથી જયાં લગી મન સંપૂર્ણપણે પવિત્ર ન બને ત્યાં લગી એમાં દુર્ભાવ ઉત્પન્ન થતા જ રહે છે. ત્યાં સુધી અમારી ઉપરોકત સલાહ પ્રમાણે ચાલવું માત્ર યોગ્ય જ છે એટલું જ નહીં, આવશ્યક પણ છે; અન્યથા આપનું જીવન સ્વાભાવિક પણ રહી શકશે નહીં. જો મનને પવિત્ર બનાવ્યા વિના જ આપ મનની વાતો વાણી દ્વારા Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમઆર્જવ) * ४७ ઓકી કાઢવી શરૂ કરશો અને એને કાર્યરૂપમાં પરિણત કરવાની કોશિશ કરશો તો શકય છે કે લોકો આપને માનસિક ચિકિત્સાલયમાં મોકલી આપવાનો પ્રયત્ન કરશે. આમ તો દરેક વ્યકિત મનમાં આવેલા ખોટા ભાવોને રોકવાનો પ્રયત્ન કરે જ છે. તે ઈચ્છે છે કે વાણીમાં ખોટા ભાવ પ્રગટ જ ન થાય. પરંતુ કોઈ કોઈ વાર જયારે મન ભરાઈ જાય છે ત્યારે તે ભાવ મનમાં સમાતો નથી, એટલે વાણી દ્વારા પ્રગટ થઈ જાય છે. એક વાત આ પણ છે કે જયારે કોઈ ભાવ નિરંતર મનમાં રહ્યા કરે છે તો પછી તે વાણીમાં પ્રગટ થાય છે જ. મન નિરંતર અપવિત્ર રહ્યા કરે તો આખરે આપણે એને વાણીમાં પ્રગટ થતાં અને જીવનમાં ઊતરતાં કયાં સુધી રોકી શકીશું? અને એને સંપૂર્ણપણે રોકવું સંભવિત પણ નથી. * જે જયાંથી આવે છે ત્યાંની વાતો એના મનમાં ઘેરાએલી રહે છે, તેથી તેઓ સહજ જ ત્યાંની ચર્ચા કરે છે. જો કોઈ વ્યકિત હમણાં-હમણાં જ અમેરિકા થી આવેલ હોય તો તે વાત–વાતમાં અમેરિકાની ચર્ચા કરશે. ભોજન કરવા બેસે તો પૂછયા વિના જ બતાવશે કે અમેરિકામાં આ પ્રમાણે ભોજન લે છે, ચાલશે તો કહેશે કે અમેરિકામાં આ પ્રમાણે ચાલે છે, કાંઈ બજારમાંથી ખરીદશે તો કહેશે કે અમેરિકામાં તો આ વસ્તુ અમુક ભાવે મળે છે, ઈત્યાદિ. એ જ પ્રમાણે આત્મામાં સદા વિચરણ કરવાવાળા મુનિરાજ અને જ્ઞાની પુરૂષ હંમેશા આત્માની જ વાત કરે છે અને વિષય-કષાયમાં વિચરણ કરનાર મોહી જનો વિષય-કષાયની જ ચર્ચા કરે છે. તેથી, મનમેં હોય સો વચન ઉચરિયે, વચન હોય તો તને સાંકરિયે” નો આશય મનમાં જે આવે તે બકી નાખવું અને જે મોમાથી નીકળી ગયું તે જ કરી નાખવું એમ નથી; પરંતુ એમ છે કે મનુષ્ય-જીવનમાં જે કરવા યોગ્ય છે તેને આપણે વચન દ્વારા કહીએ અને જે કરવા યોગ્ય તેમ જ કહેવા યોગ્ય છે માત્ર એના જ વિચારો આપણા મનમાં આવે, અન્ય કુવિચાર નહીં. આ વાત તો ઠીક, પરંતુ મૂળ પ્રશ્ન તો એ છે કે માયાચાર છોડવા માટે, મન-વચન-કાયની વિરૂપતા, કટિલતા, વક્રતાથી બચવા માટે તથા આર્જવધર્મ પ્રગટ કરવા માટે – એટલે કે મનની વાત વાણીમાં લાવવાથી ફૂલોની વર્ષા હોય અને જીવનમાં ઉતરવાથી જગા નિહાલ થઈ જાય, – એવું Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ ધર્મનાં દશ લક્ષણ). પવિત્ર મન બનાવવા માટે શું કરવું જોઈએ? ઉત્તમ આર્જવધર્મ પ્રગટ કરવા માટે સૌ પ્રથમ એ જાણવું જોઈશે કે વસ્તુતઃ માયાકષાય મન-વચન-કાયની વિરૂપતા, વક્રતા યા કુટિલતાનું નામ નથી, પરંતુ આત્માની વિરૂપતા, વક્રતા યા કુટિલતાનું નામ છે. મન-વચન-કાયના માધ્યમ દ્વારા તો તે પ્રગટ થાય છે, ઉત્પન તો આત્મામાં જ થાય છે. આત્માનો સ્વભાવ જેવો છે તેવો નહીં માનતા અન્યથા માનવો, અન્યથા જ પરિણમન કરવાનું ઈચ્છવું—એ જ અનંત વક્રતા છે, જે જેનો કર્તા-ધર્તા-હર્તા નથી, એને એનો કર્તા ધર્તા-હર્તા માનવો–ઈચ્છવો એ જ અનંત કુટિલતા છે. રાગાદિ અગ્નવભાવ દુઃખરૂપ અને દુઃખોનું કારણ છે, એને સુખસ્વરૂપ અને સુખનું કારણ માનવું; તદ્દરૂપ પરિણમન કરી સુખ ઈચ્છવું; સંસારમાં રંચમાત્ર પણ સુખ નથી, છતાં પણ એમાં સુખ માનવું અને તરૂપ પરિણમન દ્વારા સુખ ઈચ્છવું એ જ વસ્તુતઃ કુટિલતા છે, વક્રતા છે. આ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જેવું છે, તેવું જ માનતાં એનાથી વિપરીત માનવું અને એવું જ પરિણમન કરવાનું ઈચ્છવું એ વિરૂપતા છે. આ બધી આત્માની વક્રતા છે, કુટિલતા છે અને વિરૂપતા છે. આ વક્રતા–કુટિલતા-વિરૂપતા તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાથી જ જાય. જેવો આત્માનો સ્વભાવ છે તેને તેવો જ જાણવો, તેવો જ માનવો અને તેમાં જ તન્મય બની પરિણમી જવું એજ વીતરાગી સરળતા છે, ઉત્તમઆર્જવા છે. મુનિરાજોને જે ઉત્તમઆર્જવ ધર્મ હોય છે તે આ જ પ્રકારનો હોય છે – એટલે કે તેઓ આત્માને વર્ણાદિ અને રાગાદિથી ભિન્ન જાણીને એમાં જ સમાઈ જાય છે, વીતરાગતારૂપ પરિણમી જાય છે; એ જ એમનો ઉત્તમ આર્જવધર્મ છે; બોલવામાં અને કરવામાં આર્જવધર્મ નથી. આર્જવધર્મની જેવી ઉત્કૃષ્ટ દશા એમને ધ્યાન-કાળમાં હોય છે તેવી ઉત્કૃષ્ટ દશા બોલતી વેળા અથવા કાર્ય કરતી વેળા હોતી નથી. બોલતી વખતે અને અન્ય કાર્ય કરતી વખતે પણ જે આર્જવધર્મ એમને વિદ્યમાન છે તે બોલવા–કરવાની ક્રિયાને કારણે નહીં, પરંતુ તે સમયે આત્મામાં વિદ્યમાન સરળતાના કારણે છે. નિષ્કર્ષરૂપે કહી શકાય કે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સમ્યક અને એકરૂપ પરિણમન જ આત્માની એકરૂપતા છે, તે જ વીતરાગી સરળતા છે Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઉત્તમ આર્જવ) • અને તે જ વાસ્તવિંક ઉત્તમ આર્જવધર્મ છે. લૌકિકમાં છળ-કપટના અભાવરૂપ મન-વચન-કાયની એકરૂપતારૂપ સરળ પરિણતિને વ્યવહારથી આર્જવધર્મ કહેવામાં આવે છે. અંતરની સાથે બાહ્યની વ્યાપ્તિ હોતાં જેમને નિશ્ચય ઉત્તમઆર્જવ પ્રગટ થાય છે તેમનો વ્યવહાર પણ નિયમથી સરળ હોય છે, અર્થાત તેમને વ્યવહાર–આર્જવ પણ નિયમથી હોય છે. જેમના વ્યવહારમાં પણ ભૂમિકાનુસાર સરળતા નથી તેમને તો નિશ્ચય–આર્જવ હોવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.' મન-વચન-કાયમાં પણ વાસ્તવિક એકરૂપતા આત્મામાં ઉત્પન્ન સરળતાના પરિણામસ્વરૂપ આવે છે. હું મનને પવિત્ર રાખું, એમાં કોઈ બૂરો ભાવ આવવા ન દઉ' – આ પ્રકારના વિકલ્પોથી આર્જવધર્મ પ્રગટ નથી થતો. વસ્તુના સમ્યક સ્વરૂપને જાણ્યા-માન્યા વિના વીતરાગી સરળતારૂપ આર્જવધર્મ પ્રગટ કરી શકતો નથી. આર્જવસ્વભાવી આત્માના આશ્રયથી જ માયાચારનો અભાવ થઈ ને વીતરાગી સરળતા પ્રગટ થાય છે. કોઇ અને માનની જેમ માયા પણ ચાર પ્રકારની હોય છે :- ૧, અનંતાનુબંધી માયા ૨. અપ્રત્યાખ્યાનાવરણ માયા ૩. પ્રત્યાખ્યાનાવરણ માયા અને ૪. સંજવલન માયા. * અનંતાનુબંધી માયાનો અભાવ આત્માનુભવી સમદ્રષ્ટિને જ હોય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા વિના અનંત ઉપાયો કરવા છતાં પણ અનંતાનુબંધી-માયાનો અભાવ કરી શકતો નથી, તથા જયાં લગી અનંતાનુબંધી માયા છે ત્યાં લગી નિયમથી ચારેય પ્રકારની માયા વિદ્યમાન છે, કેમકે સૌથી પહેલાં અનંતાનુબંધી માયાનો જ અભાવ થાય છે. - શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમદ્રષ્ટિને અનંતાનુબંધી કષાયો, અણુવ્રતીને અપ્રત્યાખ્યાનાવરણ કષાયો, મહાવ્રતીને પ્રત્યાખ્યાનાવરણ કષાયો અને યથાખ્યાતચારિત્રવાળાઓને સંજવલન કષાયોનો અભાવ હોય છે. ઉપર્યુકત ભૂમિકાઓ પહેલાં આ કષાયોનો અભાવ સંભવિત હોતો નથી. એથી એ સિદ્ધ થાય છે કે હે કષાયોનો અભાવ કરવો હોય તો તેનો ઉપાય એ છે કે કષાયો તરફ જોયું જ નહિ તેમ જ તે વસ્તુઓ કે જેના લક્ષ્યથી કષાયો ઉત્પન્ન થાય છે તેના તરફ પણ જોવું જ નહિ, પરંતુ અકષાયસ્વભાવી પોતાના આત્મા તરફ જોવાનું છે. પોતાના આત્માને જાણવો, માનવો અને Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મનાં દશલક્ષણ) અનુભવમાં લેવો, આત્મામાં જ જામી જવું, રમવું અને સમાઈ જવું–એ ઉપાય છે. પોતાના આત્માને જાણવા-માનવાવાળા અને પોતામાં જ નિમગ્ન, વિતરાગી સરળતાથી સંપન્ન સંતોને નમસ્કાર કરતો થકો, પ્રત્યેક માનવી અકષાયસ્વભાવી આત્માના આશ્રયપૂર્વક ઉત્તમ આર્જવધર્મ પ્રગટ કરે એવી પવિત્ર ભાવના સાથે આર્જવધર્મની ચર્ચા સમાપ્ત કરૂ છું. ' Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉત્તમ શૌચ “વેર્ભાવઃ શૌવન્” શુચિતા અર્થાત્ પવિત્રતાનું નામ શૌચ છે. શૌચની સાથે લાગેલો ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. તેથી સમ્યગ્દર્શન સહિત હોવાવાળી વીતરાગી પવિત્રતા જ ઉત્તમ શૌચધર્મ છે. શૌચધર્મનો વિરોધી લોભકષાય માનવામાં આવેલો છે. લોભને પાપનો બાપ કહેવામાં આવે છે, કેમકે જગતમાં એવું કયુ પાપ છે જે લોભીજન ન કરતો હોય. લોભી શું નથી કરતો ? તેની પ્રવૃત્તિ ગમે તેમ યેન—કેન પ્રકારે ધનાદિ ભોગ–સામગ્રી એકઠી કરવાની જ રહેતી હોય છે. લોભી વ્યકિતની પ્રવૃત્તિનું વર્ણન મહાપંડિત ટોડરમલજીએ આ પ્રમાણે કર્યુ છેઃ— જયારે આને લોભકષાય ઊપજે ત્યારે ઈષ્ટ પદાર્થના લાભની ઈચ્છા હોવાથી તે અર્થે અનેક ઉપાયો વિચારે છે. તેના સાધનરૂપ વચન બોલે છે, શરીરની અનેક ચેષ્ટાઓ કરે છે,; ખૂબ કષ્ટ સહન કરે છે, સેવા કરે છે, વિદેશગમન કરે છે; જેમાં મરણ થવું જાણે તે કાર્ય પણ કરે છે તથા લોભ થતાં પૂજય અને ઈષ્ટનું પણ કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે છે, કાંઈ વિચાર રહેતો નથી. તથા જે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ છે એની અનેક પ્રકારે રક્ષા કરે છે. જો ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય, અથવા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે છે તથા વિષભક્ષણ આદિ વડે મરણ પામે છે. આવી અવસ્થા લોભ થતાં થાય છે.’’ આચાર્ય શુભચંદ્ર તો ‘જ્ઞાનર્ણવ’ ના ઓગણીસમા સર્ગમાં ત્યાં સુધી લખ્યું છેઃ ૧ स्वामिगुरूबन्धुवृद्धानबलाबालांश्च जीर्णदीनादीन् । व्यापाद्य विगतशङ्को लोभार्तो वित्तमादत्ते ।।७० । ये केचित्सिद्धान्ते दोषाः श्वभ्रस्य साधकाः प्रोक्ताः । प्रभवन्ति निर्विचारं ते लोभादेव जन्तूनाम् ।।७१।। ૧. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૫૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મનાં દશ લક્ષણ) આ લોભ કષાયથી પીડિત વ્યકિત પોતાનો માલિક, ગુરુ, બંધુ વૃદ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બળ, અનાથ, દીન વગેરેને પણ નિશંકપણે મારીને ધન પ્રાપ્ત કરે છે. નરકમાં પહોંચાડનાર છે જે દોષો સિદ્ધાન્તશાસ્ત્રોમાં કહ્યા છે તે સઘળા લોભથી પ્રગટ થાય છે. પૈસાનો લોભી હંમેશા એકઠા કરવામાં જ સંલગ્ન હોય છે, ભોગવવાનો એને સમય જ નથી મળતો. પશુઓનો લોભ માત્ર પેટ ભરવા પૂરતો જ મર્યાદિત રહે છે, પેટ ભરાઈ જતાં તે થોડો સમય સંતુષ્ટ રહે છે; પરંતુ માનવની સમસ્યા માત્ર પેટ ભરવા પૂરતી મર્યાદિત નથી રહી, એ તો પેટી–ભંડાર ભરવાની લાલસામાં હંમેશા જ અસંતુષ્ટ રહે છે. ' . દિન-રાત હાય પૈસા ! હાય પૈસા! એને પૈસા સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. તે એમ સમજતો નથી કે કોટિ ઉપાય કરવા છતાં પણ પોદય વિના ધનાદિ અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરી શકાતા નથી, કેમકે ધનાદિ સંયોગની પ્રાપ્તિ પૂર્વકૃત પુણ્યનું ફળ છે. આ વાત પ્રત્યે ધ્યાન ખેંચવા માટે “ભગવતી આરાધના' માં લખ્યું लोभे कए वि अत्थो ण होइ पुरिसस्स अपडिभोगस्स । अकए वि हवदि लोभे अत्थो पडिभोगवंतस्स ।।१४३६।। લોભ કરવા છતાં પણ પુણ્યરહિત પુરૂષને ધન મળતું નથી, અને લોભ ન કરવા છતાં પણ પુણ્યવંતને ધનની પ્રાપ્તિ થાય છે. તેથી ધનની પ્રાપ્તિ થવામાં લોભ-આસકિત કારણ નથી, પરંતુ પુણ્ય જ કારણ છે. આવો વિચાર કરીને લોભનો ત્યાગ કરી દેવો જોઈએ. એના પછી ઉચ્છિષ્ટ ધનના લોભનો ત્યાગ કરવાની પ્રેરણા દેતાં લખે છે : सव्वे वि जए अत्था परिगहिदा ते अणंत खुत्तो मे । अत्थेसु इत्थ को मज्झ विभओ गहिदविजडेसु ।।१४३७ ।। इह य परत्तए लोए दोसे बहुए व आवहई लोभो ।' इदि अप्पणे गणित्ता णिज्जेदव्वो हवदि लोभो. ।।१४३८।। Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમશૌચ). ૫૩ આ લોકમાં અનંતવાર ધન પ્રાપ્ત કર્યું છે તેથી અનંતવાર ગ્રહણ કરી ત્યાગેલા આ ધનનાં વિષય માં આશ્ચર્યચકિત થવું વ્યર્થ છે. આ લોક અને પરલોકમાં આ લોભ અનેક દોષો ઉત્પન્ન કરે છે એમ જાણીને લોભ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. - આજકાલ દુનિયામાં રૂપિયા-પૈસાના લોભને જ લોભ માનવામાં આવે છે. કોઈ ભલે વિષય-કષાયની પુષ્ટિમાં જ ખર્ચ કરે, પરંતુ દિલ ખોલીને ખર્ચ કરવાવાળાને દરિયાદિલ અને ઓછો ખર્ચ કરનારાઓને લોભી એમ કહેવામા આવે છે. કોઈએ આપને ચા—નાસ્તો કરાવી દીધો કે સિનેમા દેખાડી દીધો તો તે આપની દૃષ્ટિમાં નિર્લોભી થઈ ગયો અને એના પણ ચા–નાસ્તાનું બિલ આપને ચુકવવું પડયું અથવા સિનેમાની ટિકિટ આપને ખરીદવી પડી તો આપ કહેશો અરે ભગવાન ! ખૂબ લોભી સાથે પાલો પડયો. એ જ પ્રમાણે ધાર્મિક સંસ્થા માટે જ ભલે આપ ફાળો એકઠો કરવા ગયા. ત્યાં કોઈએ આપની અપેક્ષા કરતાં ઓછો ફાળો આપ્યો અથવા ન આપ્યો તો તે લોભી; અને જો અપેક્ષા કરતાં અધિક આપ્યો તો તે નિર્લોભી; પછી ભલે તેણે યશના લોભે જ અધિક ફાળ? કેમ ન આપ્યો હોય. આ પ્રમાણે યશલોભીને પ્રાયઃ નિર્લોભી માની લેવામાં આવે છે. ઉપરથી ઉદાર દેખાનાર અંદરથી મહાલોભી પણ હોઈ શકે છે; આ વાત પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. જ અરે ભાઈ ! પૈસાનો જ લોભ સર્વસ્વ નથી, લોભ તો કેટલાય પ્રકારના હોય છે. યશનો લોભ, રૂપનો લોભ, નામનો લોભ, કામનો લોભ ઈત્યાદિ. વસ્તુતઃ તો પાંચેય ઈન્દ્રિયોના વિષયોની તેમજ માનાદિ કષાયોની પૂર્તિનો લોભ એ જ લોભ છે. પૈસાનો લોભ છે તે કૃત્રિમ લોભ છે. એ તો મનુષ્યભવની નવી કમાણી છે. લોભ તો ચારેય ગતિઓમાં હોય છે, પરંતુ રૂપિયા—પૈસાનો વ્યવહાર તો ચારેય ગતિઓમાં નથી. જો રૂપિયા—પૈસાના લોભને જ લોભ માનીએ તો અન્ય ગતિઓમાં લોભની સત્તા સંભવિત નહીં બને, જયારે કષાયોની બહુલતાનું વર્ણન કરતાં આચાર્યો એ લોભની અધિકતા દેવગતિમાં બતાવી છે. નારકીઓમાં ક્રોધ, મનુષ્યોમાં માન, તિર્યચોમાં માયા અને દેવોમાં લોભની પ્રધાનતા હોય છે દેવગતિમાં પૈસાનો વ્યવહાર નથી, તેથી લોભને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મનાં દશ લક્ષણ) પૈસાની કેવી રીતે બાંધી શકાય? * પૈસા તો વિનિમયનું એક કૃત્રિમ સાધન છે. રૂપિયા-પૈસામાં એવું કાંઈ નથી જે જીવને લોભાવે. લોકો એના રૂપ પર લલચાય છે કે ન સ્ત પર. જે કાગળની નોટો પાછળ આ મનુષ્ય મરી મીટવા તૈયાર થઈ રહ્યો છે તે કાગળની નોટો જો ગાયની સામે રાખવામાં આવે તો તે સુંઘશે પણ નહીં; જયારે ઘાસ પર તૂટી પડશે. ગાયની દૃષ્ટિમાં નોટોની કિંમત ઘાસ જેટલી પણ નથી; પરંતુ પોતાને સભ્ય કહેનાર મનુષ્ય એની ખાતર દિન-રાત એક કરતો હોય છે. એમા એવો શું જાદૂ છે? એમના માધ્યમ દ્વારા પંચેન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થાય છે, માનાદિ કષાયોની પૂર્તિ થાય છે. આ કારણે જ મનુષ્ય એના પ્રત્યે લોભાય છે. જો એમના માધ્યમ દ્વારા ભોગોની પ્રાપ્તિ સંભવિત ન બને, યશાદિની પ્રાપ્તિ સંભવિત ન બને તો એમને કોઈ કોડીના ભાવે પણ ન પૂછે. .. પૈસાની પ્રતિષ્ઠા આરોપિત છે, સ્વયંની નથી, તેથી પૈસાનો લોભ પણ આરોપિત છે. રૂપના લોભી, નામના લોભી રૂપિયા-પૈસા પાણીની જેમ વાપરવા સર્વત્ર જોવામાં આવે છે. કયાંક કોઈ સુંદર કન્યાદેખી કે રાજા સાહેબલોભાઈ ગયા. પછી શું? ગમે તે થાઓ, તે કન્યા મળવી જ જોઈએ. આવાં સેંકડો ઉદાહરણો પુરાણોમાં ઈતિહાસમાં મળી આવશે. રાજા શ્રેણિકચેલનાના અને પવનંજય અંજનાના રૂપ પર જ તો લોભાયા હતા. નામના લોભી પણ એમ કહેતા મળી આવશે – ભાઈ! બધાને એક દિવસ મરવાનું જ છે, કાંઈક કરતા જાઓ તો નામ અમર રહેશે. આત્માને મરણશીલ અને નામને અમર માનવાવાળા બીજા કોણ છે? નામના લોભી જ તો છે. નામની અમરતામાં શું દમ છે? એક નામની અનેક વ્યકિતમાં હોય છે, ભવિષ્યમાં કોણ જાણશે આ કોનું નામ હતું? નામની અમરતા માટે પાટિયા પર નામ લખાવનારાઓ જરા એ તો વિચારો – ભરત ચક્રવર્તી જયારે પોતાનું નામ લખવા ગયા તો ત્યાં ચક્રવર્તીઓ નાં નામો થી ભરેલી શિલા જોઈ. એક નામ મિટાવીને પોતાનું નામ લખવું પડયું. તે વિચારવા લાગ્યા – હવે પછી થનાર ચક્રવર્તી મારૂં નામ મિટાવીને પોતાનું નામ લખશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમશૌચ) ૫૫ બીજા પણ કોણ જાણે કેટ–કેટલા પ્રકારના લોભી હોય છે ? ચાર પ્રકારના લોભ તો આચાર્ય અકલંકદેવે જ ‘રાજવાર્તિક’ માં ગણાવ્યા છે– જીવન–લોભ, આરોગ્ય-લોભ, ઈન્દ્રિય-લોભ અને ઉપભોગ—લોભ. આચાર્ય અમૃતચંદ્રે પણ ‘તત્વાર્થસાર’ માં ચાર પ્રકારના લોભની ચર્ચા કરી છે. તેઓ લખે છે : परिभोगोपभोगत्वं जीवितेन्द्रियर्भेदतः । चतुर्विधस्य लोभस्य निवृत्ति : शौचमुच्यते ।।१७।। ભોગ, ઉપભોગ, જીવન અને ઈદ્રિયોના વિષયોનો—એમ લોભ ચાર પ્રકારનો છે. આ ચારેય પ્રકારના લોભનો ત્યાગ એ શૌચધર્મ છે. ઉપરોકત બંને પ્રકારોમાં માત્ર એટલો જ ફરક છે કે અકલકંદેવે ઉપભોગમાં ભોગ અને ઉપભોગ બંનેનો સમાવેશ કરી લીધો છે. તથા આરોગ્યનો લોભ અલગ ભેદ પાડી કહ્યો છે. લોભના ઉકત પ્રકારોમાં રૂપિયા—પૈસાનો લોભ કયાંય પણ આવતો નથી. લોભના ઉપર્યુકત પ્રકારો પર ધ્યાન દઈએ તો પંચેન્દ્રિયોના વિષયોના લોભની જ મુખ્યતા જણાઈ આવે છે, ભોગ અને ઉપભોગ ઇન્દ્રિયોની વિષયગ્રહણ શકિત સાથે સંબંધ ધરાવે છે. કેમકે પાંચ ઈન્દ્રિયો સિવાય શરીર અન્ય શું ચીજ છે ? ઈન્દ્રિયોના સમુદાયનું નામ જ તો શરીર છે. જીવનનો લોભ પણ શરીરનો સંયોગ કાયમ રાખવાની લાલસાથી વિશેષ શું છે ? આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે વિષયોમાં ઉકત સઘળા પ્રકારો સમાઈ જાય છે. પંચેન્દ્રિયોના વિષયોના લોભમાં ફસાએલા જીવોની દુર્દશાનું વર્ણન કરતાં તથા લોભના ત્યાગની પ્રેરણા દેતા પરમાત્મપ્રકાશકાર આ પ્રમાણે લખે છે ઃ— रूवि पयंगा सद्दि मय गय फासहि णासंति । अलिडल गंधई मच्छ रसि किम अणुराउ करंति ।।२/११२ ।। जोइय लोहु परिच्चयहि लोहु ण भल्लउ होइ । लोहासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ ।।२/११३ ।। Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મનાં દશ લક્ષણ) રૂપનાં લોભી પતંગિયા દીપક પર પડીને કર્ણપ્રિય શબ્દના લોભી હિરણ શિકારીના બાણ વડે વિંધાઈ ને, સ્પર્શ (કામ) ના લોભી હાથી હાથણીના લોભથી પ્રેરાઈ ખાડામાં પડીને, ગંધના લોભી ભમરા કમળમાં બંધાઈ ને અને રસના લોભી મચ્છ માછીમારનાં કાંટામાં વીંધાઈ ને વા જાળ માં ફસાઈ ને દુઃખ પામે છે, મરણને શરણ થાય છે. તે જીવો ! આવા વિષયોનો લોભ કેમ કરો છો? એમના પ્રતિ અનુરાગ કેમ કરો છો? હે યોગી! તું લોભને છોડ. આ લોભે કોઈપણ પ્રકારે ભલો નથી, કેમકે આખુંય જગત એમાં ફસાઈને દુઃખ સહન કરે છે. આત્મસ્વભાવને ઢાંકી દેનાર શૌચધર્મનો વિરોધી લોભકષાય જયારે તીવ્ર સ્વરૂપમાં હોય છે ત્યારે અન્ય કષાયોને પણ દબાવી દે છે. લોભી વ્યકિત માન-અપમાનનો વિચાર કરતો નથી. તે ક્રોધને પણ પી જાય છે. લોભ અન્ય કષાયોને તો કાપે જ છે, પોતાને પણ કાપે છે યશનો લોભી ધનના લોભને છોડી દે છે. હિન્દીના પ્રસિદ્ધ વિદ્વાનું આચાર્ય રામચન્દ્ર શુકલ લોભીઓની વૃત્તિ પર વ્યંગ કરતાં લખે છે : લોભીઓનું દમન યોગીઓના દમન કરતાં કોઈપણ પ્રકારે ઉતરતું નથી. લોભના બળ વડે તેઓ કામ અને ક્રોધને જીતે છે, સુખની વાસનાનો ત્યાગ કરે છે, માન-અપમાનમાં સમભાવ રાખે છે. હવે બીજું જોઈએ શું? જેની પાસેથી તેઓ કાંઈક મેળવવાની આશા રાખે છે તે કદીક તેમને દશ ગાળો પણ ભાંડે તો પણ ન તો તેમના ચહેરા પર રોષનું ન ચિહ્ન પ્રગટ થાય છે અને ન મનમાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે. માખી ચૂસવામાં એમને ન ધૃણા પેદા થાય છે અને લોહી ચૂસવામાં ન દયા. સુંદર રૂપ જોઈને પોતાની એક કોડી પણ ભૂલી જતા નથી. કરૂણમાં કરૂણ સ્વરચિત્કાર સાંભળીને તેઓ પોતાનો એક પૈસો પણ કોઈ ને ત્યાં છોડતા નથી. તુચ્છમાં તુચ્છ વ્યકિતની સામે હાથ લંબાવવામાં તેઓ લજજા પામતા નથી." તેઓ આગળ પણ લખે છે – “પાકા લોભી લક્ષ્ય–ભ્રષ્ટ થતા નથી, કાચા થઈ જાય છે. કોઈ વસ્તુ મેળવવા માટે ઘણા આદમી ખેંચતાણ કરી રહ્યા હોય તેમાંથી એકકોઈ ક્રોધમાં ૧. ચિન્તામણિ, ભાગ ૧, પાનું ૫૮. Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમશૌચ). ૫૭ આવી વસ્તુને નષ્ટ કરી દે તે પાકો લોભી કહી શકાય નહીં, કેમકે ક્રોધે એના લોભને દબાવી દીધો, તે લક્ષ્ય-ભ્રષ્ટ થઈ ગયો.' * લાલસા, લાલચ, તૃષ્ણા, અભિલાષા, ઈચ્છા ઈત્યાદિ લોભનાં અનેક નામ છે. પ્રેમ ના પ્રીતિ પણ લોભના જ નામાન્તર છે. જયારે લોભ કોઈ વસ્તુ પ્રત્યે થાય છે ત્યારે તેને લોભ વા લાલચ કહે છે, પરંતુ જયારે તે જ લોભ કોઈ વ્યકિત પ્રત્યે થાય છે તો એને પ્રીતિ વા પ્રેમ કહેવામાં આવે છે. પંચેન્દ્રિયોના વિષયો પ્રત્યેનો પ્રેમ લોભ જ તો છે. પંચેન્દ્રિયના વિષયો ચેતન પણ હોઈ શકે, અચેતન પણ. ચેતન વિષયો પ્રતિ ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રેમ અને અચેતન પદાર્થો પ્રતિ ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રાયઃ લોભ કહેવામાં આવે છે. પુરૂષને સ્ત્રી પ્રત્યેનું જે આકર્ષણ તેને પ્રેમની સંજ્ઞા આપવામાં આવે છે. આ સંબંધમાં શુકલજીના વિચારો વિશેષ દૃષ્ટવ્ય છે : પરંતુ સાધારણ બાતચીતમાં વસ્તુ પ્રત્યે મનમાં જે આકર્ષણ થાય છે તેને લોભ અને કોઈપણ વ્યકિત પ્રત્યે મનમાં જે આકર્ષણ થાય છે તેને પ્રેમ' કહે છે. વસ્તુ અને વ્યકિતના વિષયભેદથી લોભના સ્વરૂપના અને પ્રવૃત્તિમાં બહુ ભેદ પડી જાય છે, તેથી વ્યકિત પ્રત્યેના લોભને અલગ નામ આપવામાં આવેલ છે, પરંતુ મૂળમાં લોભ અને પ્રેમ બંને એક જ છે.” પરિષ્કૃત લોભને ઉદાત્ત પ્રેમ, વાત્સલ્ય આદિ અનેક સુંદર-સુંદર નામ આપવામાં આવે છે; પરંતુ તે સઘળાં આખરે છે તો લોભના રૂપાંતર જ. માતા-પિતા, પુત્ર-પુત્રો ઈત્યાદિ પ્રતિ ઉત્પન્ન થવાવાળા રાગને પવિત્ર જ. માનવામાં આવે છે. કોઈ લોભ તો એટલો પરિષ્કૃત હોય છે કે તે લોભ જેવો જ લાગતો નથી તેમાં લોકોને ધર્મનો ભ્રમ થઈ જાય છે. સ્વર્ગાદિનો લોભ આ જ પ્રકારનો હોય છે. વાત બુંદેલખંડની છે, ખૂબ–પુરાણી. એક શેઠ સાહેબને એમના સ્નેહી પંડિતજી લોભી કહ્યા કરતા હતા. એક વાર શેઠ સાહેબે પંડિતજી આગળ પંચકલ્યાણક પ્રતિષ્ઠા કરાવવાનો તથા ગજરથ ચલાવવાનો વિચાર વ્યકત ૧. ચિન્તામણિ, ભાગ ૧, પાનું ૫૯. ૨. ચિન્તામણિ, ભાગ ૧, પાનું ૫૯. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધર્મનાં દશ લક્ષણ) કર્યો. તો પંડિતજી તુરત જ બોલ્યા- તમારા જેવા લોભી શું ગજરથ ચલાવશે. શું પંચકલ્યાણજી કરાવશે? શેઠ સાહેબે ખૂબ આગ્રહ કરવાથી એમણે કહ્યું – ઠીક, આપ કરાવવા જ ઈચ્છો છો તો પાંચ હજાર રૂપિયા મંગાવો. પંડિતજીએ કહ્યું કે તરત જ શેઠ સાહેબે હજાર-હજાર રૂપિયાની પાંચ થેલીઓ લાવીને પંડિતજીની સામે રાખી દીધી. તે સમયે નોટોનું ચલણ ઘણું ઓછું હતું. એક–એક થેલીનું વજન ૧૦–૧૦ કીલોથી પણ વધારે હતું. પંડિતજીના કહેવાથી પાંચ મજૂરો બોલાવવામાં આવ્યા તથા તેમને થેલીઓ આપીને બેતવા નદીના કિનારે જવાનું કહ્યું. સાથે શેઠજી અને પંડિતજી પણ હતા. નદી કાંઠે જયાં ઊંડા પાણીનો પ્રવાહ હતો ત્યાં પહોંચીને પંડિતજીએ શેઠજીને કહ્યું કે આ રૂપિયાને ઊંડા પ્રવાહમાં ફેકી દો અને ઘેર ચાલીને ગજરથની તૈયારી કરો, જયારે શેઠજી કોઈ કચવાટ અનુભવ્યા વિના ફેંકી દેવા તૈયાર થઈ ગયા તો પંડિતજીએ અટકાવ્યા અને કહ્યું કે હવે તમે પંચકલ્યાણક કરાવી શકો છો. તાત્પર્ય આ છે કે–સાનો પાંચ હજાર તો પાણીમાં ગયા, હવે હિંમત હોય તો આગળ વાત કરો. " તે સમયના પાંચ હજાર આજના પાંચ લાખની બરાબર હતા. પડિતજી શેઠજીનું હૃદય પરખવા ઈચ્છતા હતા. ત્યાર પછી ખૂબ જોરદાર પંચકલ્યાણક ઉત્સવ ઊજવાયો. શેઠજીએ દિલ ખોલીને ખર્ચ કર્યું. - અન્તમાં “હવે આપ મને એક વાર ફરી લોભી કહો' – એમ કહી શેઠ સાહેબ પંડિતજી સામે જોઈને હસવા લાગ્યા. ' ત્યારે પંડિતજીએ કહ્યું – “લોભી, લોભી અને મહાલોભી.' કેમ અને કેવી રીતે? એમ પૂછવામાં આવતાં તેઓ કહેવા લાગ્યા – એટલા માટે કે જયારે આપનાથી આ ધન અહીં ભોગવી શકાયું નહીં એટલે આગલા ભવમાં લઈ જવા માટે આ બધું કરી દીધું. આગલા ભવ સુધીના ભોગોની વ્યવસ્થા કરવાવાળા મહાલોભી નહીં તો શું નિર્લોભી હોય ? સ્વર્ગાદિના લોભમાં ધર્મનાં નામે જે કાંઈ કરવું તે બધું લોભ જે છે, છતાં એવા લોભી જગતમાં ધર્માત્મા જેવા દેખાય છે. . Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ઉત્તમશૌચ) આચાર્યોએ તો મોક્ષની ઈચ્છાવાળાઓને પણ લોભીઓમાં જ ગણ્યા છે, કેમકે આખરે ઈચ્છા એ લોભ જ તો છે, ભલે પછી તે ગમે તે સંબંધી હોય. આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં પડિત ટોડરમલજીએ “ધર્મના લોભી એવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે, જે આ પ્રમાણે છે : કદાચિનુ ધર્મના લોભી અન્ય જીવ–વાચક–તેમને દેખીને રાગાંશના ઉદય વડે કરૂણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે.” આચાર્ય અમૃતચંદ્ર શયના લોભીઓની પણ ચર્ચા કરી છે.* ધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે ઉત્પન્ન થતા રાગને તો ધર્મ સુદ્ધાં કહી દીધો છે, તે પણ જિનવાણીમાંય; પરંતુ એ સઘળું વ્યવહારનું કથન હોય છે. એમાં ધ્યાન રાખવા યોગ્ય વાત એ છે કે રાગ એ લોભાન્ત-કષાયોનો જ ભેદ છે, તે અકષાયરૂપ કદી હોઈ શકતો નથી. જયારે અકષાયભાવ વિતરાગભાવ નું નામ ધર્મ છે, તો રાગભાવ–કષાયાભાવ ધર્મ કેવી રીતે હોઈ શકે? તેવી એ નિશ્ચિતપણે કહી શકાય કે લોભાદિકષારૂપ જેનું સ્વરૂપ છે એવો રાગ, ભલે તે મંદ હોય કે તીવ્ર, શુભ હોય કે અશુભ, અશુભ પ્રત્યે હોય કે શુભ પ્રત્યે; તે ધર્મ હોઈ શકતો નથી, કેમકે એ છે તો છેવટે રાગ (લાભ) રૂપ જ. * આ વાત સાંભળી ચોંકી ઊઠશો નહીં, જરા ગંભીરતાપૂર્વક વિચાર કરો. શાસ્ત્રોમાં લોભની સત્તા દશમા ગુણસ્થાન સુધી કહી છે. તો શું છઠ્ઠા ગુણસ્થાનથી માંડી દશમા ગુણસ્થાન સુઘી વિચરતા પરમપૂજય ભાવલિંગી મુનિરાજોને વિષયો પ્રતિ લોભ થતો હશે? નહીં, કદાપિ નહીં. એમના લોભનું આલંબન ધર્મ અને ધર્માત્મા જ હોઈ શકે છે. - આપ કહી શકો છો કે જેમના તન પર એક ધાગો પણ નથી, જેઓ સર્વ પરિગ્રહના ત્યાગી છે, એવા કુન્દકુન્દ આદિ મુનિરાજોને પણ લોભ? કેવી વાતો કરો છો? પરંતુ ભાઈ! આ કાંઈ હું કહેતો નથી. શાસ્ત્રોમાં છે, અને સર્વ શાસ્ત્રાભ્યાસીઓ આ વાતોને સારી રીતે જાણે છે. તેથી જયારે લોભનું વાસ્તવિક સ્વરૂપ સમજવું છે તો એને વ્યાપક ૧. મોક્ષમાર્ગ પ્રકાશન. પાનું ૪. * સમયસાર ગાથા ૧૫ ની આત્મખ્યાતિ ટીકા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) fo અર્થમાં જ સમજવું જોઈએ, એને માત્ર રૂપિયા-પૈસા સુધી સીમિત રાખવાથી કામ ચાલશે નહીં. આપ એ પણ કહી શકો છો કે પોતાની—આપણી વાત તો કરતા નથી, મુનિરાજોની વાત કરવા લાગ્યા છો. પરંતુ ભાઈ ! એ કેમ ભૂલી જાઓ છો કે આ શૌચધર્મના પ્રસંગમાં વાત ચાલી રહી છે, અને શૌચધર્મની વાત શાસ્ત્રોમાં મુનિઓની અપેક્ષાએ જ કહેલી છે. ઉત્તમક્ષમાદિ દશધર્મ તત્વાર્થસૂત્રમાં ગુપ્તિ–સમિતિરૂપ મુનિધર્મની સાથે જ વર્ણવેલા છે. જેને આચાર્યોએ પાપનો બાપ દર્શાવ્યો છે એવો મોટા ભાગનો લોભ તો આજે ધર્મ બની બેઠો છે ! ધર્મના ઈજારદારો એને ધર્મ સિદ્ધ કરવામાં પ્રયત્નશીલ છે. એને મોક્ષ સુદ્ધાનું કારણ માની રહ્યા છે અને એમ નહીં માનનારાઓની નિંદા કરી રહ્યા છે. પચ્ચીસેય કષાયો રાગદ્વેષના ગર્ભિત છે. તે પૈકી ચાર પ્રકારનો ક્રોધ, ચાર પ્રકારના માન, અરતિ, શોક, ભય અને જુગુપ્સા—એ બાર કષાયો દ્વેષ છે; અને ચાર પ્રકારની માયા, ચાર પ્રકારનો લોભ, ત્રણ પ્રકારના વેદ, રતિ અને હાસ્ય—એ તેર કષાયો રાગ છે. આ પ્રમાણે જયારે ચારેય પ્રકારનો લોભ રાગમાં ગર્ભિત છે તો રાગને ધર્મ માનવાવાળાઓએ વિચારવું જોઈએ કે તેઓ લોભને ધર્મ માની રહ્યા છે; પરંતુ લોભ તો પાપ જ નહીં, પાપનો બાપ છે. રાગ ભલે મંદ હોય કે તીવ્ર, ભલે શુભ હોય કે અશુભ; તેછે તો રાગ જ. અને જયારે એ રાગ છે તો તે યા તો માયા હોય, વા લોભ, વા વેદ, વા રતિ, વા હાસ્ય. એ સિવાય રાગનો કોઈ અન્ય પ્રકાર તો શાસ્ત્રોમાં છે જ નહીં, – જો હોય તો બતાવો. આ તેર કષાયો જ રાગ છે. તેથી રાગને ધર્મ માનવો એનો અર્થ તો કષાયને ધર્મ માનવા બરાબર છે, જયારે ધર્મ એ તો અકષાયભાવનું નામ છે. ચારિત્ર એ જ સાક્ષાત્ ધર્મ છે. અને તે મોહ તથા ક્ષોભ (રાગ–દ્વેષ) થી રહિત અકષાયસ્વરૂપ આત્મપરિણામ જ છે. દશધર્મ પણ ચારિત્રનાં જ સ્વરૂપ છે, તેથી એ પણ અકષાયરૂપ જ છે. શૌચધર્મ–ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવથી પણ મોટો ધર્મ છે; કેમકે શૌચધર્મના વિરોધી અંત ક્રોધ, માન, માયા આદિ સમસ્ત કષાયોના અંતે જ થાય છે. તેથી જેનો લોભ પૂર્ણપણે નષ્ટ થઈ ગયો, તેને ક્રોધાદિ Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૬૧ ઉત્તમશૌચ) સઘળા કષાયો નિશ્ચિતપણે નાશ પામી ગયા. પચ્ચીસેય કષાયોમાં સૌથી આખર સુધી રહેવાવાળોલોભકષાય જ છે. ક્રોધાદિ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય ત્યારે પણ લોભ હોઈ શકે છે, પણ લોભ સંપૂર્ણ નાશ પામતા ક્રોધાદિની ઉપસ્થિતિ પણ સંભવિત નથી. આ કારણે જે સૌથી ભયંકર કષાય લોભ છે, અને સૌથી મોટો ધર્મ શૌચ છે. કહ્યું પણ છે : શૌચ સદા નિરદોષ, ધર્મ બડો સંસારમે.” ઉકત કથનથી એક વાત એ પણ પ્રતિફલિત થાય છે કે શૌચધર્મ માત્ર લોભકષાયના અભાવનું જ નામ નથી, પરંતુ લોભાન્ત-કષાયોના અભાવનું નામ છે. કેમકે જો પવિત્રતાનું નામ જ શૌચધર્મ છે, તો શું માત્ર લોભકષાય જ આત્માને અપવિત્ર કરે છે? અન્ય કષાયો નહી? જો સઘળા જ કષાયો આત્માને અપવિત્ર કરે છે, તો પછી સમસ્ત કષાયોના અભાવનું નામ જ શૌચધર્મ હોવું જોઈએ. - જો આપ એમ કશો કે ક્રોધનો અભાવ તો ક્ષમા છે, માનનો અભાવ માર્દવ છે, અને માયાનો અભાવ આર્જવ છે; હવે લોભ બાકી રહ્યો, તેથી તેનો અભાવ શૌચ છે. તો મારે એટલું જ કહેવું છે કે – શું ક્રોધ, માન, માયા અને લોભ જ કષાયો છે ? શું હાસ્ય, રતિ, અરતિ કષાયો નથી ? ભય, જગુપ્તા અને શોક કષાયો નહી ? સ્ત્રી–વેદ, પુરૂષ–વેદ, નપુંસક–વેદ કષાયો નહી? – એ પણ કષાયો તો છે. શું એ આત્માને અપવિત્ર બનાવતા નથી ? : ' જો અપવિત્ર કરે છે તો પછી પચ્ચીસેય કષાયોનાં અભાવને શૌચધર્મ કહેવો જોઈએ, માત્ર લોભના અભાવને નહીં. - હવે પ કહેશો કે ભાઈ! અમે જ થોડું કહ્યું છે – આ તો શાસ્ત્રોમાં લખેલુ છે, આચાર્યોએ કહ્યું છે. પરંતુ ભાઈ સાહેબ ! એ જ તો હું કહું છું કે શાસ્ત્રોમાં લોભના અભાવને શૌચ કહ્યો છે અને લોભનો સંપૂર્ણપણે અભાવ થતા પહેલાં બધા જ કષાયોનો અભાવ થઈ જાય છે, તેથી એ આપોઆપ સિદ્ધ થઈ ગયું કે બધા જ પ્રકારના કષાયભાવોથી આત્મા અપવિત્ર બને છે અને બધા જ કષાયોનો અભાવ થતાં શૌચધર્મ પ્રગટ થાય છે. લોભાન્ત એટલે લોભ છે અંતમાં જેમના–એવા બધાજ કષાયો. કેમકે Page #87 -------------------------------------------------------------------------- ________________ દર ધર્મનાં દશ લક્ષણ) લોભ પચ્ચીસેય કષાયોના અંતે નાશ પામે છે તેથી લોભાન્ત શબ્દમાં પચ્ચીસેય કષાયો સમાવિષ્ટ થઈ જાય છે. - આ પૂર્ણ શૌચધર્મની વાત છે. અંશરૂપે જેટલા–જેટલા લોભાન કષાયોનો અભાવ થશે. તેટલો–તેટલો શૌચધર્મ પ્રગટ થતો જશે. . અહીં એક પ્રશ્ન સંભવિત છે કે જયારે ક્રોધાદિ બધા જ કષાયો આત્માને અપવિત્ર કરે છે તો ક્રોધ જતાં પણ આત્મામાં કાંઈક તો પવિત્રતા પ્રગટ થાય જ. તો ક્રોધના અભાવને વા માનના અભાવને શૌચધર્મ કેમ ન કહ્યો? લોભના અભાવને જ કેમ કહ્યો? એનું પણ કારણ છે અને તે એ કે ક્રોધ સંપૂર્ણ નાશ પામવા છતાં પણ આત્મામા સંપૂર્ણ પવિત્રતા પ્રગટ નથી થતી, કેમકે લોભ ત્યારે પણ રહી શકે છે. પરંતુ લોભનો સંપૂર્ણ નાશ થતાં કોઈ પણ કષાય રહેતો નથી, તેથી પૂર્ણ પવિત્રતાને લક્ષમાં રાખીને જ લોભના અભાવને શૌચંધર્મ કહ્યો છે. અંશે જેટલો કષાય ધટે છે તેટલી શુચિતા આત્મામાં પ્રગટ થાય છે. લોભકષાય બધાથી બળવાન કષાય છે. એ કારણે જ તે બધાના અંત સુધી રહે છે. જયારે એનો પણ અભાવ થઈ જાય છે ત્યારે શૌચધર્મ પ્રગટ થાય છે તેથી તે મહાન ધર્મ છે. . આ મહાન શૌચધર્મને લોકોએ નહાવા-ધોવામાં મર્યાદિત કરી દીધો છે. નહાવ–ધોવુ ખરાબ છે એમ હું નથી કહેતો; પરતું એમાં વાસ્તવિક શુચિતા નથી, એનાથી શૌચધર્મ નથી થતો. શૌચધર્મની જેટલી વિશેષતા અસ્નાનવ્રતી મુનિરાજોમાં હોય છે તેવી દિવસમાં ત્રણ–ત્રણ વાર નહાનાર ગૃહસ્થોમાં હોતી નથી. પૂજનકારે કહ્યું પણ છે કે – પ્રાણી સદા શુચિ શીલ જપ, તપ, જ્ઞાન ધ્યાન પ્રભાવને, નિત ગંગજમુન સમુદ્ર નહાય, અશુચિ દોષ સુભાવતે. ઉપર અમલ મલ ભર્યો ભીતર, કૌન વિધિ ઘટ શુચિ કહે, બહુ દેહ મૈલી સુગુન શૈલી, શૌચ ગુન સાધૂ લહે. સ્વભાવથી તો આત્મા પરમ પવિત્ર છે જ; પર્યાયમાં જે મોહ–રાગ–ષની અપવિત્રતા છે તે નહાવા-ધોવાથી જાય તેમ નથી, તે આત્મધ્યાન, શીલ–સંયમ, જપ-તપના પ્રભાવથી જ જાય. દેહ તો Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમશૌચ) . ૩ હાડમાંસ થી બનેલો હોવાથી સ્વભાવથી જ અશુચિ છે. તે ગંગા-જમનામાં ચોળી-ચોળીને નહાવાથી પવિત્ર થવાનો નથી. આ દેહ તો એક એવા ઘડા જેવો છે જે ઉપરથી નિર્મળ દેખાય, છતાં અંદર મેલથી ભરેલો હોય. આવા ઘડાને ગમે તેટલો મસળી–મસળીને સાફ કરો પણ તે પવિત્ર બનવાનો નથી. તે જ પ્રમાણે આ શરીર છે; એની ગમે એટલી સફાઈ કરો, જયારે એ મળ થી જ બનેલું છે તો પવિત્ર કેવી રીતે થઈ શકે? જો કે દેહ મલિન છે તથાપિ એમાં અનંતગુણોનો પિંડ એવો આત્મા વિદ્યમાન છે, તેથી એક પ્રકારે આ સુગુણોની થયેલી છે. આ કારણે જ દેહની સફાઈ પર ધ્યાન પણ નહીં આપનાર મુનિરાજ આત્મગુણોનો વિકાસ કરીને શૌચધર્મ પ્રગટ કરે છે. બીજી વાત એ પણ છે કે શૌચધર્મ આત્માનો ધર્મ છે, શારીરિક અપવિત્રતાથી એને શું લેવા-દેવા? વળી શરીર તો મેલનું જ બનેલું છે. લોહી, હાડકાં ઈત્યાદિ સિવાય શરીર બીજું છે જ શું? જયારે એ બધા જ પદાર્થો અપવિત્ર છે તો પછી આ બધાના સમુદાયરૂપ શરીરને પવિત્ર કઈ રીતે કરી શકાય? આ જ વાતને સ્પષ્ટ કરતા ઘણા વખત પહેલાં મેં લખેલું હતું કે – : યદિ હફી અપવિત્ર હૈ, તો વહ તેરી નાંહિ, ઔર ખૂન ભી અશુચિ હૈ, વહ યુગલ પરછાંહિ. - તેરી શુંચિતા જ્ઞાન હૈ, ઔર અશુચિતા રાગ, - રાગ-આગકો ત્યાગકર, નિજકો નિજમેં પાગ. લોહી, માંસ અને હાડકાની અપવિત્રતા એ તો દેહની વાત છે. આત્માની અપવિત્રતા તો મોહ–રાગ-દ્વેષ છે, તથા આત્માની પવિત્રતા જ્ઞાનાનન્દસ્વભાવ અને સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર છે. - તેથી આત્માને અપવિત્ર કરવાવાળા મોહ–રાગ-દ્વેષને દૂર કરવા માટે પોતાને જાણો, પોતાને ઓળખો અને પોતામાં જ સમાઈ જાઓ. નિજકો નિજમે પાગ” નો આ જ આશય છે. રાગ-દ્વેષમાં પચ્ચીસેય કષાયો આવી જાય છે. એ પૈકી લોભ-કષાય રાગમાં આવે છે. આ હકીકત પહેલાં જ સ્પષ્ટ કરવામાં આવી છે.' જરા વિચાર તો કરો ; આ રાગ-દ્વેષભાવ હાડકાં–લોહી–માંસ બ - Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪. , ધર્મનાં દશ લક્ષણ) વગેરેથી પણ વધારે અપવિત્ર છે, કેમકે હાડકાં–લોહી-માંસ ઉપસ્થિત રહેવા છતાં પણ પૂર્ણ પવિત્રતા, કેવલજ્ઞાન અને અનંતસુખ પ્રગટ થઈ જાય છે, આત્મા નિર્મળ–શુદ્ધ થઈ જાય છે. પરંતુ જો માત્ર પણ રાગ રહે, પછી ભલે તે મંદ-મંદતર કે મંદતમ જ હોય, ગમે તેવી શુભ હોય, - તોપણ કેવલજ્ઞાન અને અનન્તસુખ પ્રગટ થઈ શકતાં નથી. આત્મા પહેલાં વીતરાગ બને છે, પછી સર્વજ્ઞ, સર્વજ્ઞ થવા માટે વિતરાગી થવું જરૂરી છે; વતદેહ નહીં, વિતહાડ નહીં, વિતલોહી પણ નહીં. એથી સિદ્ધ થાય છે કે રાગભાવ હાડકાંઓ લોહીથી પણ અધિક અપવિત્ર છે. તેમ છતાં પણ આપણે એને ધર્મ માની બેઠા છીએ. આ સાંભળીને લોકો ચોંકી ઊઠે છે. કહેવા લાગે છે કે આપ કેવી વાતો કરો છો – તીર્થકર ભગવાનનાં હાડ તો વજ (વજવૃષભનારાચ સંહનનો નાં હોય છે, લોહી બિલકુલ સફેદ દૂધ જેવું હોય છે, એને આપ અપવિત્ર કહો છો? પરંતુ ભાઈ સાહેબ ! આપ એ કેમ ભૂલી જાઓ છો કે લોહી તો લોહી જ છે, ભલે તે સફેદ હોય કે લાલ. આ પ્રમાણે હાડકાં તો હાડકાં જ છે, પછી ભલે તે કમજોર હોય કે મજબૂત. , મૂળ વાત આ છે કે લોહી અને હાડકાં પવિત્ર હોય કે અપવિત્ર, એનો આત્માની પવિત્રતા સાથે કોઈ સંબંધ નથી. લોહી અને હાડકાં એક જેવા હોવા છતાં પણ અવ્રતી–મિથ્યાદૃષ્ટિ અપવિત્ર છે અને સમ્યગ્દષ્ટિ વ્રતી–મહાવ્રતી પવિત્ર છે. એથી એ સહજ સિદ્ધ થાય છે કે આત્માની પવિત્રતા વિતરાગતામાં છે અને અપવિત્રતા મોહ–રાગ-દ્વેષમાં; લોહી–હાડ-માંસનો એના થી કોઈ સંબંધ નથી. વાદિરાજ મુનિરાજના શરીરમાં કોઢ નીકળ્યો હતો, તોપણ તેઓ પરમ પવિત્ર હતા, શૌચધર્મના સ્વામી હતા. ગૃહસ્થાવસ્થામાં સનતકુમાર ચક્રવર્તીની જયારે કંચન જેવી કાયા હતી, જેના સૌંદર્યની ચર્ચા ઈન્દ્રસભામાં પણ થતી હતી, જે સાંભળીને દેવગણ એમના દર્શનાર્થે આવતા હતા, ત્યારે તો એમને એ કક્ષાનો શૌચધર્મ ન હતો, જે કક્ષાનો મુનિ અવસ્થામાં હતો. જયારે મુનિઅવસ્થામાં એમના શરીરમાં કોઢ નીકળ્યો હતો ને સાતસો વર્ષ સુધી રહ્યો. એ કોઢયુકત દશામાં પણ એમને ત્રણ કષાયના અભાવરૂપ શૌચધર્મ વિદ્યમાન હતો. Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમશૌચ) પ જરા વિચાર તો કરો કે શૌચધર્મ શું છે ? એને શરીરની શુદ્ધિ પૂરતો મર્યાદિત કરી દેવો એ તત્સંબંધી અજ્ઞાન જ છે. વ્યવહારથી એને પણ કોઈ-કોઈ સ્થળે શૌચધર્મ કહી દેવામાં આવે છે, પરંતુ વસ્તુતઃ લોભાન્ત કષાયોનો અભાવ એ જ શૌચધર્મ છે. બીજા શબ્દોમાં વીતરાગતા જ વાસ્તવિક શૌચધર્મ છે. પૂર્ણ વીતરાગતા અને કેવલજ્ઞાન પ્રતિદિન નહાવાવાળાઓને હોતા નથી, જીવનભર નહીં નહાવવાની પ્રતિજ્ઞા કરવાવાળાઓને પ્રાપ્ત થાય છે. લોકો કહે છે – હાડકાં વગેરે અપવિત્ર પદાર્થનો સ્પર્શ થવાથી તો નહાવું જ પડે છે ને ? હા ! હા ! નહાવું પડે છે, પણ કોને ? હાડકા ને જ ને ? આત્મા તો અસ્પર્શમ્ભાવી છે, તેને તો પાણી સ્પર્શી પણ શકતું નથી; હાડકાં જ નહાય છે. છે ? જો એમ વાત છે તો પછી મુનિરાજ નહાવાનો ત્યાગ શા માટે કરે મુનિરાજ નહાવાનો નહીં, નહાવાના રાગનો ત્યાગ કરે છે. અને જયારે નહાવાનો રાગ જ એમને ન રહ્યો તો પછી નહાવું કેવી રીતે શકય બને ? કેવી વિચિત્ર વાત છે કે આ હાડકામય શરીરને હાડકાનો સ્પર્શ થવાથી નહાવું પડે છે. આપણે બધા મોંથી રોટલી ખાઈએ છીએ, દાંતોથી એને ચાવીએ છીએ. દાંત શું છે? હાડકાં જ તો છે. જયાં સુધી દાંત મોંમા છે – સ્પર્ય છે; પોતાના સ્થાનથી દૂર થતા જ તે અસ્પર્થ બની જાય છે. આથી લોકો કહે છે આ જીવતાં હાડકાં અને તે મરેલાં. એમની દૃષ્ટિમાં હાડકાં પણ જીવતાં અને મરેલાં–એમ બે પ્રકારના હોય છે. જે કાંઈ પણ હોય, આ બધી વાતો વ્યવહારની છે. સંસારમાં વ્યવહાર ચાલે જ છે. અને જયાં સુધી આપણે સંસારમાં છીએ ત્યાં સુધી આપણે સઘળો વ્યવહાર નિભાવીએ જ છીએ, નિભાવવો પણ જોઈએ. પરંતુ મુકિતમાર્ગમાં એનું કોઈ સ્થાન જ નથી. આ કારણે જ મોક્ષના પંથી મુનિરાજ આ વ્યવહારોથી પાર હોય છે; તેઓ વ્યવહારાતીત હોય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ SS ધર્મનાં દશ લક્ષણ) અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન–આ ત્રણ કષાયોના અભાવરૂપ વાસ્તવિક શૌચધર્મ-નિશ્ચયારૂઢ–વ્યવહારાતીત મુનિરાજોને જ હોય છે, કેમકે એમણે પરમ પવિત્ર જ્ઞાનાનંદસ્વભાવી નિજાત્માનો અતિ ઉગ્ર આશ્રય લીધો છે. તેઓ આત્મામાં જ જામી ગયા છે, એમાં જ રમી ગયા છે. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન–એ બે કષાયોના અભાવમાં અને માત્ર અનંતાનુબંધીના અભાવમાં પ્રગટ થનાર શૌચધર્મ ક્રમશઃ દેશવ્રતી અને અવ્રતી સમ્યગ્દષ્ટિને હોય છે. સમ્યગ્દષ્ટિ અને દેશવ્રતી શ્રાવકોને પ્રગટ થતો શૌચધર્મ છે તો વાસ્તવિક જ, છતાં એમાં એટલી નિર્મળતા નથી હોતી જેટલી મુનિદશામાં હોય છે. સંપૂર્ણ શૌચધર્મ તો વીતરાગી સર્વજ્ઞ ભગવંતોને જ હોય | સ્વભાવથી તો બધા જ આત્માઓ પરમ પવિત્ર જ છે, વિકૃતિ માત્ર પર્યાયમાં છે. પરંતુ જયારે પર્યાય પરમ પવિત્ર આત્મસ્વભાવનો આશ્રય લે છે તો પણ પવિત્ર થઈ જાય છે. પર્યાય પવિત્ર થવાનો એકમાત્ર ઉપાય પરમ પવિત્ર આત્મસ્વભાવનો આશ્રય લેવો એ જ છે. “પર” ના આશ્રયે પર્યાયમાં અપવિત્રતા અને “સ્વ” ના આશ્રયે પવિંત્રતા પ્રગટ થાય છે. . સમયસાર ગાથા ૭ર ની ટીકામાં આચાર્ય અમૃતચન્દ્ર આત્માને અત્યંત પવિત્ર અને મોહ–રાગ-દ્વેષરૂપ આસવભાવોને અપવિત્ર બતાવ્યા છે. એમણે આસવતત્વને અશુચિ કહ્યું છે, જીવતત્વ અને અજીવતત્વને નહીં. આત્મા જીવ છે, શરીર અજીવ છે. બન્નેય અપવિત્ર નથી; અપવિત્ર તો આસવ છે, જે લોભાદિ કષાયોરૂપ છે. સ્વભાવની શુચિતામાં એવું સામર્થ્ય છે કે જો એના પ્રતિ પર્યાય ઝૂકે, અને જો પર્યાય સ્પર્શે તો તે એને પવિત્ર બનાવી દે છે. પવિત્ર કહે છે જ એને કે જેનો સ્વર્શ થતાં સ્પર્શનાર પવિત્ર થઈ જાય. તે પવિત્ર કેમ હોય જે બીજાને સ્પર્શવાથી અપવિત્ર થઈ જાય? પારસમણિ તો એને કહે છે જેને સ્પર્શવાથી લોઢું સુવર્ણ થઈ જાય. જેને સ્પર્શના સુવર્ણ લોઢું થઈ જાય તે થોડો જ પારસમણિ કહેવાય? આ જ પ્રમાણે જે અપવિત્ર પર્યાયને સ્પર્શવાથી અપવિત્ર થઈ જાય તે સ્વભાવ કેમ હોય? સ્વભાવ તો એનું નામ છે જેના આશ્રયે પર્યાય પણ પવિત્ર બની જાય. પવિત્ર સ્વભાવનો સ્પર્શ પામીને જે પર્યાય સ્વયં પવિત્ર થઈ જાય Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમશૌચ) . તે પર્યાયનું નામ જ શૌચધર્મ છે. - આત્મસ્વભાવના સ્પર્શ વિના અર્થાતુ આત્માના અનુભવ વિના શૌચધર્મનો આરંભ પણ થતો નથી. શૌચધર્મનો જ શું – બધા જ ધર્મોનો આરંભ આત્માનુભૂતિથી જ થાય છે. આત્માનુભૂતિ ઉત્તમક્ષમાદિ સર્વ ધર્મોની જનેતા છે. તેથી જેમને પર્યાયમાં પવિત્રતા પ્રગટ કરવી હોય અર્થાત્ જેમને શૌચધર્મ પ્રાપ્ત કરવો હોય તેમણે આત્મોન્મુખ બની આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. - બધા આત્માઓ આત્મોન્મુખ બની પોતાની પર્યાયમાં પરમ પવિત્ર શિૌચધર્મને પ્રાપ્ત કરો–એવી પવિત્ર ભાવના સાથે વિરામ પામું છું. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ સત્ય સત્યધર્મની જયારે પણ ચર્ચા ચાલે છે ત્યારે ધણું કરીને સત્યવચનને જ સત્યધર્મ સમજી લેવામાં આવે છે. સત્યધર્મના નામે સત્યવચનનાં જ ગુણગાન ગાવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે સત્ય બોલવું જોઈએ, જૂઠું કદી પણ નહીં બોલવું જોઈએ; જૂઠા આદમીનો કોઈ વિશ્વાસ કરતું નથી. દુકાનદારીમાં પણ જેની એકવાર સાચાપણાની ખ્યાતિ જામી ગઈ તે જામી ગઈ, પછી ભલે તે બમણા પૈસા પણ લે, કોઈ પૂછે નહીં. જરા વિચાર તો કરો કે આ સત્યવચન બોલવાનો ઉપદેશ છે કે સત્યની ઓટ હેઠળ લૂંટવાનો. મારા કહેવાનું પ્રયોજન આ છે કે આપણે સત્યવચનનું પણ યથાર્થ પ્રયોજન સમજતા નથી તો પછી સત્યધર્મની વાત તો બહુ જ દૂર છે. સામાન્ય જનો તો સત્યવચનનો સત્યધર્મ સમજે જ છે; પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે કે જયારે સત્યધર્મ પર વર્ષોથી વ્યાખ્યાન કરવાવાળા વિદ્વાનો પણ સત્યવચનથી વિશેષ આગળ વધતા નથી. સત્યવચનને પણ જિનાગમમાં વ્યવહારથી સત્યધર્મ કહેવામાં આવેલ છે અને એના પર વિસ્તૃત વિવેચન પણ થએલ છે. એનું પણ પોતાનું મહત્વ છે, ઉપયોગિતા છે; આમ છતાં જયારે અંતસ્તલ પર જઈ નિશ્ચયથી વિચાર કરીએ તો સત્યવચન અને સત્યધર્મમાં મહાન અંતર દેખાઈ આવે છે. સત્યધર્મ અને સત્યવચન બિલકુલ ભિન્ન-ભિન્ન બે વસ્તુ માલૂમ પડી આવે છે. ધ્યાનમાં રહે કે અહીં જિનાગમમાં વર્ણવેલા ઉત્તમક્ષમા, ઉત્તમમાર્દવ, ઉત્તમશૌચ, ઉત્તમસત્ય વગેરે દશ ધર્મોમાં જે ઉત્તમ સત્યધર્મ કહેવામાં આવેલો છે—એની ચર્ચા અપેક્ષિત છે. અહી સત્યધર્મનું સમસ્ત વિશ્લેષણ ઉકત પ્રસંગમાં જ કરવામાં આવી રહેલ છે. ગાંધીજીએ પણ સત્યને વચનની સીમાથી પર–ઉપર સ્વીકારેલ છે. તેઓ સત્યને ઈશ્વરના સ્વરૂપમાં દેખે છે. (Truth is God). Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસત્ય) . ૯ જયાં સત્યની શોધ, સત્યની ઉપાસનાની વાત ચાલે છે ત્યાં નિશ્ચિતપણે સત્યવચનની શોધની વાત નથી, પરંતુ કોઈ એવા મહત્વપૂર્ણ અવ્યકત સત્યની વાત છે જે ઉપાસ્ય હોય, આશ્રય કરવા યોગ્ય હોય. દાર્શનિકો અને આધ્યાત્મિક પુરૂષોનું ઉપાસ્ય, આશ્રયદાતા સત્ય માત્ર વચનરૂપ હોઈ શકે નહી. જેના આશ્રયે ધર્મ પ્રગટ થાય, જે અનન્ત સુખ–શાનિનો આશ્રય બની શકે એવું સત્ય કોઈ મહાન ચેતનતત્વ જ હોઈ શકે. એને વાણીવિલાસ પૂરતું મર્યાદિત કરી શકાય નહીં. એને વચન પૂરતું મર્યાદિત કરવું એ જ સ્વયં સૌથી મોટું અસત્ય છે. ' આચાર્યોએ વાણીની સત્યતા અને વાણીના સંયમ ઉપર પણ વિચાર કરેલો છે, પરંતુ એને સત્યધર્મથી પૃથક જ રાખેલ છે. વાણીની સત્યતા અને વાણીના સંયમને જીવનમાં ઉતારવા માટે તેમણે એને ચાર સ્થાનોમાં બાંધ્યા છે – (૧) સત્યાણવ્રત (ર) સત્યમહાવ્રત (૩) ભાષાસમિતિ અને (૪) વચનગુપ્તિ. ' . મુખ્યપણે સ્થૂળ જૂઠું ન બોલવું એ સત્યાણુવ્રત છે. સૂક્ષ્મ પણ જૂઠું ન બોલવું, હંમેશા સત્ય જ બોલવું એ સત્યમહાવ્રત છે. સત્ય પણ કઠોર, અપ્રિય, અસીમ ન બોલતા હિત-મિત અને પ્રિય વચન બોલવું એ ભાષાસમિતિ છે, અને બોલવું જ નહીં – એ વચનગુપ્તિ છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જિનાગમમાં વચનને સત્ય અને સંયમિત રાખવા માટે એને ચાર સ્થાનોમાં પ્રતિબંધિત કરેલ છે. તાત્પર્ય આ છે કે જો બોલ્યા વિના ચાલે તો બોલો જ નહી; ન ચાલે તો હિત–મિત–પ્રિય વચન બોલો અને તે પણ સંપૂર્ણ સત્ય, જો સૂમ અસત્યથી ન બચી શકાય તો સ્થૂળ અસત્ય તો કદીય ન બોલો. છે . અહીં વચનને અસ્તિ અને નાસ્તિ–બને બાજુથી બાંધી લીધું છે. સત્યાણુવ્રત અને ભાષાસમિતિમાં શું બોલવું અને કેવું બોલવું એના રૂપ માં અતિ ને તથા વચન ગુપ્તિ માં બોલવું જ નહીં (મૌન) ના રૂપમાં નાસ્તિને લઈ લીધું છે. આ પ્રમાણે અહીં બોલવું અને નહીં બોલવું—એમ વાણીના બંને પડખાઓને સમાવિષ્ટ કરી લીધાં છે. ' વાણીને આટલી સંયમિત કરી દીધા પછી હવે શું બાકી રહી જાય છે કે જેથી સત્યધર્મને પણ આપ ભાષાની સીમામાં બાંધવા ઈચ્છે છો ? " સત્યધર્મને વચન પૂરતો સીમિત કરી દેવાથી એક મોટું નુકસાન એ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધર્મનાં દશ લક્ષણ) થયું કે એની શોધ જ ખોવાઈ ગઈ. જેની શોધ–ખોળ ચાલુ હોય તે મળી આવવું સંભવિત છે, પણ જેની શોધ જ ખોવાઈ ગઈ હોય તે કેવી રીતે મળે ? જયાં સુધી સત્ય સમજમાં ન આવે ત્યાં સુધી તેની શોધ ચાલુ રહે છે. પરંતુ કોઈ અસત્ય વસ્તુને સત્ય માની લેવામાં આવે તો એની શોધ–ખોળ પણ બંધ કરી દેવામાં આવે છે. જયારે શોધ-ખોળ જ બંધ કરી દેવામાં આવે તો પછી મળવાનો પ્રશ્ન જ કયાં રહે છે ? હત્યારાની શોધ ત્યાં સુધી જ થાય છે જયાં સુધી હત્યાના અપરાધ માટે કોઈ ને પકડવામાં ન આવ્યો હોય જેણે હત્યા કરી ન હોય તેને જો હત્યાના અપરાધી તરીકે પકડી લેવામાં આવે, સજા કરવામાં આવે, તો સાચો હત્યારો કદીયે નહીં પકડાય. કેમકે હવે તો ફાઈલ જ બંધ થઈ ગઈ, જગતની દૃષ્ટિમાં હત્યારો મળી જ ગયો, તેને સજા પણ મળી ગઈ. હવે શોધવાનું—ખોળવાનું શું કામ ? જયારે શોધવાનું જ બંધ થઈ ગયુ તો સાચો હત્યારો મળી આવવો પણ અસંભવિત છે. આ જ પ્રમાણે જયારે સત્યવચનને સત્યધર્મ માની લેવામાં આવ્યો તો પછી વાસ્તવિક સત્યધર્મ ની શોધનો પ્રશ્ન જ ક્યાં રહ્યો ? સત્યવચનને સત્યધર્મ માની લેવામાં સૌથી મોટો હાનિ એ થઈ કે સત્યધર્મની શોધ ખોવાઈ ગઈ—બંધ પડી ગઈ. સત્યધર્મ શું છે ? આ નહીં જાણનાર જિજ્ઞાસુ કોઈ ને કોઈવાર સત્યધર્મને પ્રાપ્ત કરી લેશે, કેમકે શોધ ચાલુ છે; પરંતુ સત્યવચનને જ સત્યધર્મ માની બેઠેલાઓને સત્ય પ્રાપ્ત થવું સંભવિત નથી. અણુવ્રત ગ્રહસ્થો હોય છે, મુનિઓને નહીં. મહાવ્રત મુનિઓને હોય છે, ગૃહસ્થોને નહીં. એ જ પ્રમાણે ભાષાસમિતિ અને વચનગુપ્તિ મુનિઓને હોય છે, ગૃહસ્થોને નહીં. અણુવ્રત, મહાવત, ગુપ્તિ અને સમિતિ ગૃહસ્થો અને મુનિઓને હોય છે, સિદ્ધોને નહીં! અવિરત સમ્યદૃષ્ટિઓને પણ નહીં. જયારે ઉત્તમક્ષમાદિ દશધર્મ પોત-પોતાની ભૂમિકાનુસાર અવિરત સમ્યગ્દષ્ટિઓથી માંડીને સિદ્ધો સુધીના જીવોમાં હોય છે. વાણી પુદ્ગલની પર્યાય છે અને સત્ય આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ આત્મામાં રહે છે, શરીર અને વાણીમાં નહીં. જે આત્માના ધર્મો છે તે સંપૂર્ણ ધર્મોના સ્વામી એવા સિદ્ધોમાં હોવા અનિવાર્ય છે. ઉત્તમક્ષમાદિ દશધર્મ જેમાં સત્યધર્મ પણ સમાવિષ્ટ છે – તે સિદ્ધોમાં વિદ્યમાન છે; પરંતુ - Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ઉત્તમસત્ય) - એમનામાં સત્યવચન નથી. તેથી સિદ્ધ થાય છે કે નિશ્ચયથી સત્યવચન એ સત્યધર્મ નથી.. અહીં એક પ્રશ્ન સંભવિત છે કે શું અણુવ્રત, મહાવ્રત ધર્મ નથી? શું સમિતિ, ગુપ્તિ પણ ધર્મ નથી? તે અણુવ્રતો અને મહાવ્રતોને આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્ર આસવાધિકારમાં લીધા છે. જો કે એમને કોઈ–કોઈ સ્થળે ઉપચારથી ધર્મ કહ્યો છે, પરંતુ જે આસવ હોય, બંધના કારણ હોય તેમને નિશ્ચયથી ધર્મસંજ્ઞા કેમ હોઈ શકે? | ગુપ્તિ, સમિતિ પણ ઉત્તમ સત્યધર્મ નથી. તાત્પર્ય આ છે કે જે 'ઉત્તમસત્યધર્મની ચર્ચા અહીં ચાલી રહી છે; ગુપ્તિ, સમિતિ તે ધર્મરૂપ નથી. ધ્યાન દેવા યોગ્ય વાત આ છે કે ગુપ્તિ, સમિતિ ઇત્યાદિથી વિશેષ પૃથકપણે દશધર્મોની ચર્ચા આચાર્યોએ કરી છે. જો બધાને ધર્મ જ કહેવા હોય તો આમને જુદા પાડી ધર્મ કહેવાનું શું પ્રયોજન? જે અપેક્ષાએ આમને પૃથકપણે ધર્મ કહ્યા છે તે અપેક્ષાએ હું કહેવા માગું છું કે તે બધા આ દશધર્મો પૈકી કોઈ ધર્મ નથી. અથવા જેની ચર્ચા ચાલી રહી છે તે “સત્યધર્મ તેઓ (ગતિ આદિ) નથી. અધિક સ્પષ્ટ કર્યું તો નિચયથી વચનને સત્યધર્મ સાથે કોઈ સંબંધ નથી, કેમકે અણુવતી અને મહાવ્રતીઓનું સત્ય બોલવું એ સત્યાવ્રત અને સત્યમહાવ્રતમાં ગણાશે, હિત–મિત–પ્રિય વચન બોલવું – એ ભાષા–સમિતિમાં તથા ન બોલવું – એ વચન–ગુપ્તિમાં સમાવિષ્ટ થઈ જશે. હવે વચનની એવી કોઈ સ્થિતિ બાકી નથી રહેતી જેને સત્યધર્મમાં ગણી શકાય. જો સત્ય બોલવાને સત્યધર્મ માનીએ તો સિદ્ધોને સત્યધર્મ રહેશે નહી. કેમકે સત્ય બોલતા નથી. તેઓ બોલતા જ નથી તો પછી સત્ય અને જૂઠનો પ્રશન જ કયાં ઊઠે છે? શું સત્યધર્મ ધારણ કરનારે બોલવું જરૂરી છે? શું જીવનભર મૌન રહેનાર સત્યધર્મધારી ન થઈ શકે? એનાથી બચવા માટે જો એમ કહેવામાં આવે કે તેઓ સત્ય તો નથી બોલતા, પરંતુ જૂઠ પણ તો નથી બોલતા; તેથી એમને સત્યધર્મ છે. તો પછી સત્ય બોલવું એ સત્યધર્મ ન રહ્યો, બલ્ક જૂઠું ન બોલવું એ સત્યધર્મ થયો. પરંતુ આ વાત પણ તર્કની કસોટી પર યથાર્થ ઉતરતી નથી. કેમકે એ જૂઠું નહીં બોલવાને સત્યધર્મ માનીએ તો પછી વચનવ્યવહારથી રહિત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મનાં દશ લક્ષણ) એકેન્દ્રિયાદિ જીવોને સત્યધર્મધારી માનવા પડશે, કેમકે તેઓ પણ કદી જૂઠું બોલતા નથી. જયારે એ બોલતા જ નથી તો પછી જૂઠું બોલવાનો પ્રશ્ન જ ક્યાં ઉઠે છે? આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ન તો સત્ય બોલવું એ જ સત્યધર્મ છે તેમ જ ન તો જૂઠું ન બોલવું એ પણ. સીધી અને સ્પષ્ટ વાત આ છે કે જે સત્યધર્મની ચર્ચા અહી ચાલી રહી છે તે ન સત્ય બોલવામાં છે, ન હિત–મિત–પ્રિય બોલવામાં એ બોલવાના નિષેધરૂપ મૌનમાં પણ નથી. કારણ કે આ બધા વાણીના ધર્મો છે અને અહીં વિવક્ષિત સત્યધર્મ એ આત્માનો ધર્મ છે. ' જે વાસ્તવિક ધર્મ છે તે સંપૂર્ણપણે પ્રગટ થઈ ગયા પછી સમાપ્ત થઈ જતા નથી. ઉત્તમક્ષમાદિધર્મ સિદ્ધાવસ્થામાં પણ રહે છે, પરંતુ અણુવ્રત–મહાવ્રત એક અવસ્થા વિશેષમાં જ રહે છે. તે જે તે અવસ્થાના ધર્મ હોઈ શકે છે, પણ આત્માના નહીં. ગૃહસ્થ અણુવ્રત ગ્રહણ કરે છે, પણ જયારે તે જ ગૃહસ્થ મનિધર્મ અંગીકાર કરે છે તો મહાવ્રત ગ્રહણ કરે છે, અણુવ્રત છૂટી જાય છે. જે છૂટી જાય તો ધર્મ કેવો? " અણુવ્રત, મહાવ્રત, ગુપ્તિ, સમિતિ–આ માર્ગમાં આવેલા મુકામનાં સ્થાન છે, અંતિમ ગન્તવ્ય-સિદ્ધિસ્થાન નથી, પ્રાપ્તવ્ય નથી, અંતિમ લક્ષ્ય સિદ્ધ અવસ્થા છે. જેમાં પણ રહેવાવાળા ઉત્તમક્ષમાદિ ધર્મજીવના વાસ્તવિક ધર્મ છે. • - હવે આપણે એ સત્યધર્મને સમજવો કે જે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ચારેય ગતિના બધા મિથ્યાદૃષ્ટિ જીવોમાં મળી આવતો નથી અને સમ્યગ્દષ્ટિથી માંડીને સિદ્ધો સુધીના બધા સભ્યદ્રષ્ટિ જીવોમાં પોત-પોતાની ભૂમિકાસાર જોવામાં આવે છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે. આત્મા પણ એક દ્રવ્ય છે, તેથી તે સતુસ્વભાવી છે. સતસ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે શાંતિસ્વરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થાય છે એને નિશ્ચયથી સત્યધર્મ કહે છે. સત્ય સાથે જોડેલો ‘ઉત્તમ' શબ્દ મિથ્યાત્વ ના અભાવ અને અમ્યગ્દર્શન ની સત્તા નો સૂચક છે. મિથ્યાત્વના અભાવ વિના તો સત્યધર્મની પ્રાપ્તિ થવીજ સંભવિત નથી. જયાં લગી આ આત્મા વસ્તુનું – વિશેષ કરીને આત્મવસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહીં ત્યાં લગી સત્યધર્મની ઉત્પત્તિ જ સંભવિત નથી. જેની Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ઉત્તમસત્ય) : ઉત્પત્તિ જ ન થઈ હોય તેની વૃદ્ધિ અને સંવૃદ્ધિનો સવાલ જ ઉદ્ભવતો નથી. આત્મવસ્તની સાચી સમજ આત્માનુભવ વિના સંભવિત નથી. મિથ્યાત્વના અભાવ અને સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયોજનભૂત અનાત્મવસ્તુઓનું તો માત્ર સત્યજ્ઞાન જ અપેક્ષિત છે, પરંતુ આત્મવસ્તુના જ્ઞાનની સાથે સાથે તો અનુભૂતિ પણ આવશ્યક છે. અનુભૂતિ વિના સમ્યફ આત્મજ્ઞાન સંભવિત નથી. ઉત્તમસત્ય એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત વીતરાગભાવ સત્ય બોલવું, એ તો નિશ્ચય થી સભ્યધર્મ છે જ નહીં, પરન્તુ માત્ર સત્ય જાણવું સત્ય માનવું એ પણ વાસ્તવિક સત્યધર્મ નથી; કેમકે માત્ર જાણવું, અને માનવું એ અનુક્રમે જ્ઞાન અને શ્રદ્ધા ગુણની પર્યાયો છે; જયારે સત્યધર્મ ચારિત્ર ગુણની પર્યાય છે, ચારિત્રની દશા છે. ઉત્તમક્ષમાદિ દશધર્મ ચારિત્રરૂપ છે–એ વાત દશધર્મોની સામાન્ય ચર્ચામાં સારી પેઠે સ્પષ્ટ કરવામાં આવેલી છે. ' તેથી સત્યવચનની વાત તો દૂર, માત્ર સાચી શ્રદ્ધા અને સાચી સમજ પણ સત્યધર્મ નથી, પરંત સાચી શ્રદ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી વિતરાગ પરિણતિ એ જ નિશ્ચયથી ઉત્તમ સત્યધર્મ છે. .: નિયમ નામ ચારિત્રનું છે. નિયમની વ્યાખ્યા કરતાં આચાર્ય કુન્દકુન્દ | નિયમસારમાં લખે છે :. કસુવયરિયાં યાત્રીમાવવામાં વિશ્વા | -પા નો જ્ઞાતિ તરસ ટુ નિયમ દવે નિયમ ||૧૨|| શભાશભ વચન-રચના અને રાગાદિ ભાવોનું નિવારણ કરીને જે - આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (નિશ્ચિતપણે) નિયમ હોય છે. અહીં પણ ચારિત્રરૂપ ધર્મને વાણી (શુભાશુભ વચન-રચના) અને રાગાદિ ભાવોના અભાવરૂપ કહ્યો છે. સત્યધર્મ પણ ચારિત્રનો એક ભેદ છે, તેથી તે પણે વાણી અને રાગાદિ ભાવોના અભાવરૂપ હોવો જોઈએ. સતુ એટલે જેની સત્તા છે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્યશ્રદ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે; અને આત્મસ્વરૂપમાં સત્યશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક વિતરાગભાવની ઉત્પત્તિ થવી એ સત્યધર્મ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ७४ . ધર્મનાં દશ લક્ષણ) અસતની સત્તા તો સાપેક્ષ છે. જીવનો અજીવમાં અભાવ, અજીવનો જીવમાં અભાવ–અર્થાત્ જીવની અપેક્ષાએ અજીવ અસતુ અને અજીવની અપેક્ષાએ જીવ અસતુ છે, કેમકે પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્ટયની અપેક્ષાએ સતું અને પરચતુષ્ટયની અપેક્ષાએ અસત્ છે. વસ્તુતઃ લોકમાં જે કાંઈ પણ છે તે સર્વ સતુ છે, અસત્ કાંઈ પણ નથી. પરંતુ લોકોનું કહેવું છે કે અમને તો જગતમાં અસત્યનું જ સામ્રાજય જોવામાં આવે છે, સત્ય કયાંય નજરે જ પડતું નથી. પરંતુ ભાઈ ! તારી દ્રષ્ટિની ખરાબી છે, વસ્તુસ્વરૂપ ની નહીં. સત્ય તો એને જ કહેવાય જેની લોક માં સત્તા હોય. જરા વિચાર કરો કે સત્ય શું છે અને અસત્ય શું છે? . “આ ઘટ છે' – આમાં ત્રણ પ્રકારની સત્તા છે. “ઘટ' નામના પદાર્થની સત્તા છે, “ઘટ” ને જણનારા જ્ઞાનની સત્તા છે અને “ઘટ’ શબ્દની પણ સત્તા છે. એ જ પ્રમાણે “પટ' નામનો પદાર્થ, એને જાણવાવાળ જ્ઞાન અને “પટ” શબ્દની પણ સત્તા જગતમાં છે. જેમની સત્તા છે તે સર્વ સત્ય છે. આ ત્રણેયનો સુમેળ હોય તો જ્ઞાન પણ સત્ય, વાણી પણ સત્ય અને વસ્તુ તો સત્ય છે જ. પરંતુ જયારે વસ્તુ, જ્ઞાન અને વાણીનો સુમેળ ન હોય – મોઢેથી બોલે તો “પટ” અને સંકેત કરે “ઘટ અને આપણે જાણીએ “પટ'–તો જ્ઞાન અસત્ય (મિથ્યા) બનશે; વસ્તુ તો અસત્ય થવાની રહી. તે તો કદીય અસત્ય હોઈ જ શકતી નથી. તે તો હંમેશા જ સ્વરૂપથી છે અને પર-રૂપથી નથી. તેથી એ સિદ્ધ થયું કે અસત્ય વસ્તુમાં નથી, એને જાણવાવાળા જ્ઞાનમાં, માનવાવાળી શ્રદ્ધામાં અથવા કહેવાવાળી વાણીમાં હોય છે. તેથી હું તો કહું છું કે અજ્ઞાનીઓનાં જ્ઞાન, શ્રદ્ધાન અને વાણી સિવાય લોકમાં અસત્યની સત્તા જ નથી; સર્વત્ર સત્યનું જ સામ્રાજય છે. વસ્તુતઃ જગત પીળું નથી, પરંતુ આપણને પીળિયો (–કમળો) થઈ ગયો છે; તેથી જગત પીળું દેખાય છે. આ પ્રમાણે જગતમાં તો અસત્યની સત્તા જ નથી; પરંતુ અસત્ય આપણી દ્રષ્ટિમાં એવું તો ભળી ગયું છે કે તે જગતમાં દેખાવા માંડે છે. સુધારો પણ જગતનો નહીં, પરંતુ આપણી દૃષ્ટિનો, આપણા જ્ઞાનનો કરવાનો છે. સત્યની નવી ઉત્પત્તિ કરવાની નથી, સત્ય તો છે જ; જે જેવું Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસત્ય) છે તે સત્ય જ છે. એને યથાર્થ જાણવાનું અને માનવાનું છે. સાચું—યથાર્થ જાણવું અને માનવું એ જ સત્ય પ્રાપ્ત કરવા રૂપ છે. અને આત્મસત્યને પ્રાપ્ત કરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતારૂપ પરિણતિ પ્રાપ્ત થવી એ સત્યધર્મ છે. ૭૫ જો હું પટને પટ કહું તો સત્ય છે, પરંતુ પટને ઘટ કહું તો અસત્ય છે. મારા કહેવાથી પટ, ઘટ તો થઈ જવાનું નથી, તે તો પટ જ રહેશે. વસ્તુમાં અસત્ય કયાં પ્રવેશ્યું છે ? અસત્યનો પ્રવેશ તો વાણીમાં થયો. આ જ પ્રમાણે જો પટને ઘટ જાણે તો જ્ઞાન અસત્ય થયું, વસ્તુ તો નહીં. મે પટને ઘટ જાણ્યો, માન્યો અથવા કહ્લો—એમાં પટનો શું અપરાધ છે ? દોષ તો મારા જ્ઞાન વા વાણીમાં થયો છે. દોષ હંમેશા જ્ઞાન અથવા વાણીમાં જ થાય છે, વસ્તુમાં નહી. દોષ જયાં થયો હોય ત્યાંથી દૂર કરવો જોઈએ જયાં થયો જ ન હોય ત્યાંથી દૂર કરવાના વ્યર્થ પ્રયત્નથી શું લાભ ? ડાઘ ચહેરા પર છે અને દેખાય છે દર્પણમાં. કોઈ દર્પણને સાફ કરે તો ડાઘ જશે નહીં, પરંતુ દર્પણ સાફ થઈ જવાથી એથીય વિશેષ સ્પષ્ટ દેખાશે. ડાઘ દૂર કરવા માટે ચહેરો ધોવો જોઈએ. ફોટોગ્રાફરની પાસે જઈ ને લોકો’કહે છે કે મારો સુંદર ફોટો લઈ લો. પરંતુ ભાઈ સાહેબ ! ફોટો તો આપનું જેવું રૂપ હશે તેવો આવશે, સુંદર કયાથી આવશે ? આપને આપનો ફોટો પડાવવો છે કે સુંદર ? આપનો ફોટો લેશે તો સુંદર નહીં હોય અને ફોટો સુંદર હશે તો તે આપનો નહીં હોય, કેમકે જયારે આપનું રૂપ જ સુંદર નહિ હોય તો ફોટો સુંદર કેવી રીતે આવશે ? વસ્તુતઃ તો જેવું છે તેવાનું નામ જ સુંદર છે, પરંતુ દુનિયા કયાં માને છે ? કોઈને એક આંખ છે અને ફોટામાં બંને આવી જાય તો ફોટો સુંદર બની જશે ? સુંદર ભલે કહેવામા આવે પણ તે વાસ્તવિક નહીં હોય. અમે તો વાસ્તવિકને જ સુંદર કહીએ છીએ. વસ્તુ જેવી છે તેવી જાણવાનું નામ સત્ય છે; ભલી–બૂરી જાણવાનું નામ સત્ય નથી. વસ્તુમાં ભલા—બૂરાનો ભેદ કરવો એ રાગ–દ્વેષનું કાર્ય છે. જ્ઞાનનું કાર્ય તો વસ્તુ જેવી છે તેવી જાણવાનું છે. આપણે કોઈ વસ્તુને કયાંક સુરક્ષિત રાખીને ભૂલી જઈએ છીએ અને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધર્મનાં દશ લક્ષણ) કહીએ છીએ કે અમુક વસ્તુ ખોવાઈ ગઈ છે. પરંતુ વસ્તુ ખોવાઈ છે કે એનું જ્ઞાન ખોવાયું છે. વસ્તુ તો જયાં રાખી હતી ત્યાં હમણાં પણ પડી છે. વસ્તુને નહીં, એના જ્ઞાનને ખોળવાનું છે. અસત્ય કાં તો વાણીમાં હોય છે વા જ્ઞાનમાં વસ્તુમાં નહીં. વસ્તુમાં અસત્યની સત્તા જ નથી. વસ્તુને આપણા જ્ઞાન અને વાણીને અનુરૂપ બનાવી શકાયી નથી અને બનાવવાની આવશ્યકતા પણ નથી. આવશ્યકતા આપણાં જ્ઞાન અને વાણીને વસ્તુસ્વરૂપને અનુરૂપ બનાવવાની છે. જયારે જ્ઞાન અને વાણી વસ્તુસ્વરૂપને અનુરૂપ થશે ત્યારે તે સત્ય હશે. જયારે આત્મા સસ્વભાવી આત્માના આશ્રયે વીતરાગ પરિણતિને પ્રાપ્ત થશે ત્યારે તે સત્યધર્મનો સ્વામી બનશે. જેટલા અંશે પ્રાપ્ત થશે તેટલા અંશે સત્યધર્મનો સ્વામી થશે. વાણીની સત્યતા માટે વાણીને વસુસ્વરૂપને અનુકૂળ ઢાળવી જોઈશે. સત્ય બોલવા માટે સત્ય જાણવું જરૂરી છે. સત્યને જાણ્યા વિના સત્ય કેમ બોલી શકાય? ઘણાખરા લોકો કહે છે કે એમાં શું છે? જેવુ જોયું, જાણું, સાંભળ્યું–તેવું જ કહી દીધું એ સત્ય છે. આના આધારે તેઓ કહે છે કે સત્ય બોલવું સહેલું છે પણ જૂઠું બોલવું કઠણ, કેમકે એમને અનુસારે સત્ય બોલવામાં શું છે– જેવું દેખ્યું, જાણું, સાંભળ્યું તેવું જ કહી દીધુંપરંતુ જૂઠું બોલવા માટે યોજના બનાવવી પડે છે, ધરમાં બધા લોકોને તાલીમ આપવી પડે છે કે જેથી જૂઠ પ્રગટ ન થઈ જાય. એક જૂઠની પાછળ હજાર જૂઠાણા બોલવા પડે છે, છતાં પણ તે પ્રગટ થઈ જવાની શંકા તો બની જ રહે છે. જેમકે-કોઈએ દરવાજો ખખડાવ્યા–વા ફોનની ધંટડી વાગી. દરવાજો ખોલતાં જ અથવા ફોનનું રિસીવર ઉઠાવતા જ સામાવાળાએ પૂછયું, અમુક વ્યકિત છે? જો સાચું કહેવું હોય તો તરત જ કહી દેવાય છે કે નહીં પરંતુ જો જૂહ કહેવું હોય તો જોઉ, આપ કોણ છો? શું કામ છે?' ઈત્યાદિ લાંબી પ્રશ્ન-માળા એની સામે રજૂ કરવી પડશે, અને અંદર પૂછીને ઉત્તર આપવામાં આવશે. જો બાળક અથવા નોકર જૂઠ બોલવામાં હોશિયાર ન હોય તો એમ પણ કહી દેશે કે પિતાજીએ કહ્યું છે યા સાહેબે કહ્યું છે કે ઘરે નથી એમ કહી દો. કદાચિત્ એણે બરાબર કહી પણ દીધુ કે “નથી', તોપણ કોઈ અન્ય દ્વારા કોઈવાર વાત પ્રગટ પણ થઈ શકે છે. તેથી એમને અનુસાર સત્ય બોલવું સરળ છે પણ જુઠ બોલવું કઠણ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસત્ય) ૭૭ પરંતુ મારૂં કહેવું એ છે કે આ સઘળી મહેનત જૂઠું બોલવા માટે નહીં પણ જૂઠને છૂપાવવા માટે કરવી પડે છે જૂઠને સત્યનો અંચળો ઓઢાડવા માટે કરવી પડે છે જૂઠ્ઠું બોલવામાં શું છે ? સમજયા—વિચાર્યા વિના મનમાં જે આવે તે બોલી નાખો, તે ગેરંટીથી જૂઠ તો હશે જ. કોઈ પૂછે કે દિલ્લીમાં કેટલા કાગડા છે ? સત્ય બોલનારે તો વિચારવું પડશે. એમ પણ બને કે તે ઉત્તર ન પણ આપી શકે, અથવા એમ કહેવું પડે કે મને ખબર નથી; પરંતુ જૂઠું બોલવાવાળાને શું ? કોઈ પણ સંખ્યા બતાવી દે. ગણ્યા વિના જે કાંઈ સંખ્યા બતાવશે તે નિશ્ચયપણે જૂઠી તો હશે જ. હું જ આપને પૂછું કે આજકાલ સૂર્ય કેટલા વાગ્યે ઊગે છે ? બતાવો, આપ ચૂપ કેમ રહી ગયા ? એટલા માટે કે આપ જૂઠું બોલવા ઈચ્છતા નથી અથવા સત્યની ખબર નથી. જૂઠું જ બોલવું હોય તો ગમે તે કહી દેશો, પરંતુ સત્ય બોલવામાં ખૂબ ભારે જવાબદારી રહેલી છે, તેથી સમજયા—વિચાર્યા વિના સત્ય બોલી શકાતું નથી. સત્ય બોલતા પહેલાં સત્ય જાણવું અત્યંત જરૂરી છે. આ વાત પ્રયોજનભૂત તત્વોના સંબંધમાં એથી યે વિશેષ મહત્વની બની જાય છે. લૌકિક વસ્તુઓની સંબંધમાં બોલવામાં આવેલું જૂઠ પણ જોકે પાપબંધનું કારણ છે તોપણ પ્રયોજનભૂત તત્વોના વિષયમાં બોલવામાં આવેલું જૂઠ તો મહાપાપ છે, અનંત સંસારનું કારણ છે, પોતાનું અને પરનું મહા ભારે અહિત કરનારૂ છે. તેથી જો વસ્તુતત્વની સાચી જાણકારી ન હોય તો વાહિયાત ગપ્પાં નહીં કરવા જોઈએ – મૌન રહેવું હિતકર છે. મુકિત–માર્ગમાં સત્ય બોલવું અનિવાર્ય નથી; પરંતુ સત્ય જાણવું, સત્ય શ્રદ્ધવું, અને આત્મ—સત્યના આશ્રયથી ઉત્પન્ન વીતરાગપરિપતિરૂપ સત્યધર્મ પ્રાપ્ત કરવો એ જરૂરી છે, કેમકે બોલ્યા વિના મોક્ષ થઈ શકે છે; પરંતુ વિના જાણ્યે, માન્યે અને તદરૂપ પારણમિત થયા વિના નહીં. સત્ય જાણતા જીવનભર પણ ન બોલવામાં આવે તો કાંઈ ફરક પડતો નથી, પરંતુ જાણ્યા વિના ન ચાલે. અગ્નિને કોઈ ગરમ ન કહે, તોપણ તે ગરમ રહેશે. એને ગરમ રહેવા માટે એ આવશ્યક નથી કે એને કોઈ ગરમ કહે જ. એ જ પ્રમાણે એને કોઈ ગરમ જ જાણે ત્યારે પણ તે ગરમ જ રહેશે. તે જ પ્રમાણે વસ્તુનું સત્યસ્વરૂપ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધર્મનાં દશ લક્ષણ) પણ વાણીની અપેક્ષા નથી રાખતું અને તે જ્ઞાનની પણ અપેક્ષા નથી રાખતું. તે તો હંમેશા સત્ય જ છે. તેને તે જ સ્વરૂપે જાણવાવાળું જ્ઞાન સત્ય છે, માનવાવાળી શ્રદ્ધા સત્ય છે, કહેનારી વાણી સત્ય છે, અને તદનુકૂળ આચરણ કરવાવાળું આચરણ પણ સત્ય છે. આપણે મૂળ સત્યને જ ભૂલી ગયા છીએ; તો એના આશ્રયે પ્રગટ થવાવાળા જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર અને વાણીનું સત્ય આપણાં જીવનમાં કેમ કરી પ્રગટ થાય? અંતરમાં વિદ્યમાન જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળિક ધ્રુવ આત્મતત્વ જ, પરમ સત્ય છે. તેના આશ્રયે ઉત્પન્ન થયેલું જ્ઞાન, શ્રદ્ધાન અને વીતરાગ પરિણતિ જ ઉત્તમસત્યધર્મ છે. આજનો યુગ સમન્વયવાદી યુગ છે. અતિ ઉત્સાહમાં કેટલાક લોકો વસ્તુતત્વના સંબંધમાં પણ સમન્વયની વાતો કરે છે. પરંતુ વસ્તુના સત્ય સ્વરૂપને સમજવાની આવશ્યકતા છે, સમન્વયની નહીં. વસ્તુના સ્વરૂપમાં સમન્વયને અવકાશ જ ક્યાં છે? અને એના સંબંધમાં સમન્વય કરનાર આપણે તે કોણ? સમન્વયમાં બન્ને પક્ષોએ ઝુકવું પડે છે. સમવયનો આધાર સત્ય નથી, શકિત હોય છે. સમન્વયમાં સત્યવાદીની વાત નહીં, શકિતશાળીની વાત માનવામાં આવે છે. અગ્નિ કેવો છે? ઠંડો કે ગરમ? આ જાણવા માટેની વાત તો હોઈ શકે છે, પરંતુ એમાં સમન્વયની શું વાત છે? જો કોઈ કહે કે અગ્નિ ઠંડો છે અને કોઈ કહે કે ગરમ છે, તો એમાં શું સમન્વય થઈ શકે? પચાસ ટકા ઠંડો અને પચાસ ટકા ગરમ-એમ શું માની લેવાય? જો ન માનો તો સમન્વય નહીં થાય, માની લો તો સત્ય રહેશે નહીં. વસ્તુના સત્ય સ્વરૂપને આપના સમન્વયનો સ્વીકાર પણ કયાં છે? કદાચિત્ આપ સર્વસંમતિથી પણ અગ્નિને ઠંડો માની લો તો શું અગ્નિ ઠંડો બની જશે? નહીં, કદીય નહીં. અગ્નિ તો જેવો છે તેવો જ રહેશે. અગ્નિ કેવો છે એ વાસ્તવ માં પંચાયત બેસાડવાને બદલે સ્પર્શ કરીને જાણવું એ સાચો ઉપાય છે. તે જ પ્રમાણે સત્ય વસ્તુતત્વ સંબંધમાં પંચાયતી અભિપ્રાયને બદલે આત્માનુભવ કરવો એ જ સાચો માર્ગ છે. • વસ્તુના સ્વરૂપની સાચી સમજનું નામ ધર્મ છે. સત્યને સમયની નહી, સમજવાની આવશ્યકતા છે. સત્ય અને શાંતિ સમજથી મળે છે, સમન્વયથી નહીં. Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ સત્ય) આ ચમત્કારપ્રિય વિશ્વમાં સત્યની આવશ્યકતા પણ કોને છે? એને પ્રાપ્ત કરવાની એકમાત્ર તમન્ના કોને છે, તરસ કોને છે? એની કિંમત પણ કોણ કરે છે? અહીં તો ચમત્કારને નમસ્કાર છે. એક સાધારણ સરખો જાદૂગર બજારમાં રસ્તા ઉપર ઊભો રહી, લોકોને જૂઠી કરી બતાવવીને સેંકડો રૂપિયા એકઠા કરી લે છે, જયારે એક ખેડૂતને સાચી કેરીના પચાસ પૈસા પ્રાપ્ત કરવા પણ કઠણ છે. સાચી કેરી ખરીદતી વેળા લોકો હજાર દોષો કાઢે છે. જાદૂગર તો માત્ર કરી બતાવે છે, આપતો નથી; જયારે ખેડૂત તો આપે પણ છે. જાદૂગરની પાસે કેરી છે જ નહીં, તે આપે પણ કયાંથી? તે તો છળ રચે છે, હાથની ચાલાકી બતાવે છે, આપણી નજરબંધી કરે છે. પરંતુ આ જગતમાં કપટબાજ આદર પામે છે, ધન પામે છે. આપણને એની મહિમા આવે છે. જે આપણી નજર બંધ કરે છે; એની નહીં જે ખોલે છે. લોકો કહે છે શું કમાલ કરી, કેરી હતી જ નહીં અને બતાવી દીધી છે ને ગજબ! પરંતુ હું કહું છું કે કમાલ છે કે કપટ ! જ્ઞાની તો એને કહેવાય છે. જે હોય એને દેખાડે, જે ન હોય એને દેખાડવાવાળો તો છેતરપિંડી કરનાર, ધૂર્ત જ હોઈ શકે છે. પરંતુ લોકો સત્ય પ્રતિ ઉત્સાહ ધરાવતા નથી, મહિમાવંત થતા નથી; છળયુકત ચમત્કારથી પ્રભાવિત બને છે. કહે છે કે સત્યમાં શું છે? તે તો છે જ, એને દેખાડવામાં શું કૌશલ્ય છે? ચમત્કાર તો જે નથી તેને દેખાડવામાં રહેલો છે. અસત્ય પ્રતિ જેઓને બહુમાન છે તેઓને સત્ય પ્રાપ્ત થવું માત્ર કઠણ જ નહિં, અસંભવિત પણ છે. સત્ય તો સત્યનાં રૂચિ, મહિમા અને લગની વાળાંઓને જ પ્રાપ્ત થાય છે. આત્મ સત્યની તીવ્ર રૂચિ જાગૃત થાય, એનો મહિમા આવે, એને પ્રાપ્ત કરવાની તીવ્રતમ લગની લાગે, એને પ્રાપ્ત કરવાનો અન્તરોન્મુખી પુરૂષાર્થ જાગે અને સત્યની પ્રાપ્તિ ન થાય એ અસંભવિત છે. સત્ય શોધનારને સત્ય પ્રાપ્ત થાય જ છે. આત્મ વસ્તુના સૈકાલિક સત્યસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થવાવાળો વીતરાગપરિણતિરૂપ ઉત્તમસત્યધર્મ માનવ-માનવમાં પ્રગટ થાઓ એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઈએ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ સંયમ • “संयमनं संयमः। अथवा व्रतसमितिकषायदण्डेन्द्रियाणां धारणानुपालननिग्रहत्यागजयाः संयमः। સંયમનને સંયમ કહે છે. સંયમન એટલે ઉપયોગને પર પદાર્થની ખસેડી લઈ આત્મસન્મુખ કરવો, પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વસમ્મુખતા, સ્વલીનતા જ નિશ્ચય-સંયમ છે. અથવા પાંચ વ્રતો ધારણ કરવાં, પાંચ સમિતિઓનું પાલન કરવું, ક્રોધાદિ કષાયોનો નિગ્રહ કરવો, મનવચન-કાયરૂપ ત્રણ દંડોનો ત્યાગ કરવો, અને પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતવા–એ સંયમ છે. સંયમની સાથે જોડેલો “ઉત્તમ' શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. જે પ્રમાણે બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલાંગમ સંભવિત નથી; તે જ પ્રમાણે સમ્યગ્દર્શન વિના સંયમની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલાગમ સંભવિત નથી. આ સંદર્ભ માં મહાન દિગ્ગજ આચાર્ય વીરસેનસ્વામી લખે છે सो संजमो जो सम्माविणाभावी ण. अपणो। સયંમ તે જ છે જે સમ્યકત્વનો અવિનાભાવ હોય, અન્ય નહીં. આ વાત “ધવલા, પ્રથમ પુસ્તક માં આ પ્રમાણે પ્રશ્નોત્તરરૂપે દર્શાવવામાં આવી છે :- પ્રશન :- કેટલાય મિથ્યાષ્ટિ સંયત (સંયમી) જોવામાં આવે છે? ઉત્તર :નહી; કેમકે સમ્યગ્દર્શન વિના સંયમની ઉત્પત્તિ જ હોઈ શકતી નથી.૧ સંયમ મુકિતનું સાક્ષાત્ કારણ છે. દુઃખોની છૂટવાનો એકમાત્ર ઉપાય ૧. ૨. ધવલા પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૪, પાનું ૧૪૪.. ધવલા પુસ્તક ૧૨, ખંડ ૪, ભાગ ૨, સૂત્ર ૧૭, પાનું ૮૧. Page #106 -------------------------------------------------------------------------- ________________ * ૮૧ | ઉત્તમસંયમ) સમ્યગ્દર્શનસહિત સંયમ અર્થાત્ ઉત્તમસંયમ જ છે. સંયમ ધારણ કર્યા વિના તીર્થકરોને પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી. કહ્યું પણ છેઃજિસ બિના નહીં જિનરાજ સીઝે, તૂ રૂલ્યો જગ કીચમે, ઈક ઘરી મત વિસરો કરો નિત, આયુ જમ મુખ બીચમેં. ૨ - નિરંતર મોતની આશંકાથી ધેરાએલા માનવીને કવિ પ્રેરણા આપે છે કે સંયમને એક ઘડી પણ ભૂલો નહી (સંયમ વિણ ઘડિ એકહુ ને જાઈ), કેમકે આ આખુંય વિશ્વ સંયમ વિના જ સંસારના કીચડમાં ફસાઈ ગયું છે. સંસાર-સાગરથી પાર ઉતારનાર એકમાત્ર સંયમ જ છે. સંયમ એક બહુમૂલ્ય રત્ન છે. એને લૂંટવા માટે પંચેન્દ્રિયોના વિષય–કષાયરૂપી ચોર નિરંતર ચારે બાજુ આંટા-ફેરા મારી રહ્યા છે. તેથી કવિ સચેત કરતાં કહે છે :“સંયમ રતન સંભાલ, વિષય ચોર ચહું ફિરત હૈ'૧ આગળ કહે છે :ઉત્તમ સંજમ ગહ મન મેરે, ભવ-ભવકે ભાજૈ અઘ તેરે, સુરગ નરક પશુગતિમે નાહી, આલસ હરન કરન સુખ ઠાહીં. ૨ અહીં આપણા મનને સમજાવતાં કહ્યું છે કે હે મન ! ઉત્તમસંયમને ધારણ કર; તેથી તારાં ભવોભવના બાંધેલા પાપ દૂર થશે, નાશ પામશે. આ સંયમ સ્વર્ગ અને નરકમાં તો છે જ નહી, વળી પૂર્ણ સંયમ તો તિર્યંચગતિમાં પણ નથી. એકમાત્ર મનુષ્યભવ જ એવો છે જેમાં સંયમ ધારણ કરી શકાય | મનુષ્ય-જન્મની સાર્થકતા સંયમ ધારણ કરવામાં જ છે. કહેવાય છે કે દેવો પણ આ સંયમ માટે તરસે છે. જે સંયમ માટે દેવો પણ તરસતા હોય અને જેના વિના તીર્થકર પણ ન તરે, એ સંયમ કેવો હશે? એ બાબતમાં આપણે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. એને માત્ર બે ચાર દિવસ ભૂખ્યા રહેવામાં અને કેશલોચ કરવામાત્ર પૂરતો મર્યાદિત માની શકાય નહીં. સંયમ બે પ્રકારનો હોય છે – (૧) પ્રાણી સંયમ અને (ર) ઈન્દ્રિય સંયમ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮ર ધર્મનાં દશ લક્ષણ). છ કાયના જીવોનો ઘાત અને ઘાતના ભાવોના ત્યાગને પ્રાણીસંયમ અને પંચેન્દ્રિયો તથા મનના વિષયોના ત્યાગને ઈન્દ્રિયસંયમ કહે છે. છ કાયના જીવોની રક્ષારૂપ અહિંસા અને પંચેન્દ્રિયોના વિષયોના ત્યાગરૂપ વ્રતોની વાત જયારે પણ ચાલે છે, – તો આપણું ધ્યાન પરજીવોનાં દ્રવ્યપ્રાણરૂપ ઘાત અને બાહ્ય ભોગપ્રવૃત્તિના ત્યાગની તરફ જાય છે; પરંતુ અભિપ્રાયમાં જે વાસના રહેલી છે તેના તરફ ધ્યાન જ જતું નથી. આ સંદર્ભમાં પંડિતપ્રવર ટોડરમલજી લખે છે :- . . બાહ્ય ત્રસ–સ્થાવરની હિંસા તથા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિ એને અવિરતિ જાણે છે, હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે અને વિષયસેવનમાં અભિલાષા મૂળ છે. એનું અવલોકન કરતો નથી. તથા બાહ્ય ક્રોધાદિ કરવા એને કષાય જાણે છે, અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહેલાં છે એમને ઓળ ખતો નથી” જો બાહ્ય હિંસાનો ત્યાગ અને ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિનું ન હોવું એનું જ નામ સંયમ હોય તો પછી દેવગતિમાં પણ સંયમ હોવો જોઈએ; કેમકે સોળ સ્વર્ગોની ઉપર તો ઉકત વાતોની પ્રવૃત્તિ સંયમી પુરૂષો કરતાં પણ ઓછી જોવામાં આવે છે. સર્વાર્થસિદ્ધિના સમ્યગ્દષ્ટિ અહમિન્દ્રોને પંચેન્દ્રિઓના વિષયોની પ્રવૃત્તિ ખૂબ ઓછી વા નહિવત હોય છે. સ્પર્શેન્દ્રિયના વિષય–સેવન (મૈથુન) ની પ્રવૃત્તિ તો દૂર, તેત્રીસ સાગર પર્યત એમના મનમાં વિષય–સેવનનો વિકલ્પ પણ ઊઠતો નથી. સર્વમાન્ય જૈનાચાર્ય ઉમાસ્વામીએ સ્પષ્ટ લખ્યું છે – 'परेऽप्रवीचाराः२ સોળમાં સ્વર્ગથી ઉપર પ્રવીચારનો ભાવ પણ નથી હોતો. રસના ઈજિયના વિષયમાં પણ એમને તેત્રીસ હજાર વર્ષો સુધી કાંઈપણ ખાવા-પીવાનો ભાવ આવતો નથી. તેત્રીસ હજાર વર્ષો પછી પણ જયારે વિકલ્પ ઊઠે છે ત્યારે ગળામાંથી જ અમૃત ઝરી જાય છે, ત્યારે પણ જીભ એંઠી બનતી નથી. એ જ પ્રમાણે ઘાણ, ચા, કર્ણ ઈન્દ્રિયોના વિષયોના ૧. મોક્ષમાર્ગ પ્રકાશન. પાનું રર૭. ૨. તત્વાર્થસૂત્ર, અધ્યાય ૪, સૂત્ર ૯. Page #108 -------------------------------------------------------------------------- ________________ ८ ઉત્તમસંયમ). પણ અભાવ જેવું જ હોય છે. તેમને જિનેન્દ્ર પંચકલ્યાણક જોવાનો, દિવ્યધ્વનિ સાંભળવા સુદ્ધાંનો ભાવ આવતો નથી. છ–કાયના જીવોની હિંસાનો પણ પ્રસંગ ત્યાં હોતો નથી. કષાય પણ હંમેશા મંદ, મંદતર અને મંદતમ રહે છે, કેમકે એમને શુકલ લેશ્યા હોય છે. પાંચે પાપોની પ્રવૃત્તિ પણ જોવામાં આવતી નથી. આ બધી વાતો જિનવાણીમાં અહી–તહીં બધેય જોઈ શકાય છે. કાંઈક ઓછા-વત્તા પ્રમાણમાં આ જ પ્રકારની સ્થિતિ નવ રૈવેયકના મિથ્યાદૃષ્ટિ અહમિંદ્રોમાં પણ જોવા મળે છે. જયાં એક તરફ અહમિંદ્રોને બાહ્યરૂપથી છકાયના જીવોની હિંસા, પંચેન્દ્રિયના વિષયો, કષાયો અને પાંચે પાપોની પ્રવૃતિ નહીં હોવા છતાં વા ઓછામાં ઓછી હોવા છતાં પણ શાસ્ત્રકાર લખે છે કે તેમને સંયમ નથી, તેઓ અસંયમી છે; ત્યાં જ બીજી તરફ અણુવ્રતી મનુષ્ય શ્રાવકને દેશસંયમી છે; ત્યાં જ બીજી તરફ અણવ્રતી મનુષ્ય શ્રાવકને દેશસંયમી જ ભલે પરંતુ સંયમી કહો છે જયારે તેમનામાં અહમિંદ્રોની તલનામાં હિંસા. પંચેન્દ્રિયોના વિષયો, કષાયો અને પાપોમાં પ્રવૃત્તિ અધિક જોવા મળે છે. જો કે અણુવતીને ત્રસહિંસાનો ત્યાગ હોય છે, તોપણ ઉદ્યોગી, આરંભી અને વિરોધી ત્રસહિંસાથી પણ તે બચવા પામતો નથી, પ્રયોજનભૂત સ્થાવહિંસા તો હોય જ છે. પંચેન્દ્રિયના વિષયોની દૃષ્ટિએ વિચાર કરીએ તો સ્પર્શનેન્દ્રિયના સંદર્ભમાં જો કે તે પરસ્ત્રીસેવનનો સર્વથા ત્યાગી હોય છે તો પણ સ્વસ્ત્રીસેવન તો એને હોય જ છે; જયારે અહમિંદ્રોને સ્ત્રીસેવનનો મનમાં વિકલ્પ પણ ઊઠતો નથી. આ જ પ્રમાણે રસનેન્દ્રિયનો વિષયમાં વિચાર કરીએ તો અભક્ષ્ય-ભક્ષણ અને ખાવા-પીવાની લોલુપતા નથી એ સાચું, પરંતુ સ્વાદ તો લેતો જ હોય. અહમિન્દ્રોને તો હજારો વર્ષ સુધી ભોજન જ નથી, પછી સ્વાદની વાત તો બહુ દૂર છે. ઘાણ, ચક્ષુ અને કર્ણના વિષયમાં પણ આ જ સ્થિતિ છે. તેમ છતાં અણુવ્રતી મનુષ્યને સંયમી કહ્યો છે. જો વિષયોની બાહ્ય પ્રવૃત્તિના ત્યાગનું નામ જ સંયમ હોય તો પછી તે દેવોમાં અવશ્ય હોવો જોઈએ અને મનુષ્ય તેમજ તિર્યંચોમાં એની સંભાવના ઓછી હોવી જોઈએ. પણ શાસ્ત્રો પ્રમાણે સંયમ દેવોમાં નહીં, મનુષ્યોમાં છે. એથી સિદ્ધ થાય છે કે સંયમ એ માત્ર બાહ્ય પ્રવૃત્તિનું નામ Page #109 -------------------------------------------------------------------------- ________________ ८४ • ધર્મનાં દશ લક્ષણ) નથી, – બબ્બે તે પવિત્ર આંતરિક વૃત્તિનું નામ છે જે માનવોમાં હોઈ શકે છે; દેવોમાં નહીં, પછી ભલે તેમની બાહ્ય વૃત્તિ ગમે તેટલી સારી કેમ ન હોય. વસ્તુતઃ સંયમ સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી પરમ પવિત્ર વીતરાગપરિણતિનું નામ છે – જે છા-સાતમાં ગુણસ્થાને ઝુલતા વા એથી આગળ વધેલા મુનિરાજોને અનંતાનુબંધી, અપ્રત્યાખાનાવરણ, અને પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવમાં પ્રાપ્ત થતી હોય છે; તથા જે પંચમ ગુણસ્થાનવર્તીિ મનુષ્ય અને તિર્યોમાં પણ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયના અભાવમાં પ્રાપ્ત થતી હોય છે; તથા અનંતાનુબંધી આદિ કષાયોના સદ્ભાવમાં રૈવેયક સુધીના મિથ્યાદૃષ્ટિ અહમિંદ્રો અને અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયોના સદ્ભાવમાં સર્વાર્થસિદ્ધિના અહમિંદ્રોમાં જોવા મળતી નથી. સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી અનંતાનુબંધી આદિ ત્રણ વા બે કષાયોના અભાવમાં પ્રગટ વિતરાગપરિણતિરૂપ ઉત્તમસંયમ જયારે અંતરમાં પ્રગટ થાય છે ત્યારે તે જીવની બાહ્ય પરિણતિ પણ પંચેન્દ્રિયોના વિષયો અને હિંસાદિ પાપોના સર્વદેશયા એકદેશ ત્યાગરૂપ નિયમથી હોય છે, તેને વ્યવહારથી ઉત્તમસંયમધર્મ કહે છે. અંતરંગમાં ઉકત પરિણતિના અભાવમાં ભલે ગમે તેવો બાહ્ય ત્યાગ દેખાય તો પણ તે વ્યવહારથી પણ ઉત્તમસંયમધર્મ નથી. અંતરંગ સાથે બહિરંગની વ્યાપ્તિ તો નિયમથી હોય છે, પરંતુ બહિરંગ સાથે અંતરંગની વ્યાપ્તિનો કોઈ નિયમ નથી. તાત્યર્પ આ છે કે જેને અંતરંગ એટલે નિશ્ચય ઉત્તમસંયમધર્મ પ્રગટ થાય છે, એનો બાહ્ય વ્યવહાર પણ નિયમથી તદનુકુળ હોય છે. પરંતુ કદાચિત બાહ્ય વ્યવહાર બરાબર પણ દેખાય તોપણ એ નિશ્ચિત ન કહી શકાય કે એનું અંતરંગ પણ પવિત્ર હોય જ. ઉત્તમસંયમધર્મમાં છકાયના જીવોની રક્ષા તેમ જ પંચેન્દ્રિયો અને મનને વશ કરવાની વાત કહેવામાં આવી છે,– જેમકે : કાય છહો પ્રતિપાલ, પંચેન્દ્રિય મન વશ કરો.” પરંતુ સામાન્ય માનવી આનો પણ યથાર્થ ભાવ સમજતા નથી. છ કાયના જીવોની રક્ષામાં એમનું ધ્યાન પર જીવોની રક્ષા પ્રત્યે જ . જાય છે, હું પોતે પણ એક જીવ છું એનું એને ધ્યાન જ રહેતું નથી. પર Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસંયમ) જીવોની રક્ષાનો ભાવ કરીને બધા જીવોએ પુણ્યબંધ તો અનેક વાર કર્યો; પરંતુ પરલક્ય વડે નિરંતર પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણોનો જે ઘાત ગઈ રહ્યો છે એના પ્રત્યે એમનું ધ્યાન જ જતું નથી. મિથ્યાત્વ અને કષાયભાવોથી આ જીવ નિરંતર આપઘાત કરી રહ્યો છે. આ મહાહિંસાની એને ખબર જ નથી. - હિંસાની પરિભાષામાં જ “ પ્રયોગ" શબ્દ પડયો છે. એનું તાત્પર્ય જ એ છે કે પ્રમાદ અર્થાત કષાયના યોગથી પોતાના અને પરના પ્રાણોનું વ્યપરોપણ એ હિંસા છે. આને જ આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીએ ‘હિંસામા પ્રમાદ–પરિણતિ મૂળ છે” એમ કહ્યું છે. જયાં લગી પ્રમાદ–પરિણતિ છે ત્યાં લગી હિંસા અવશ્ય છે, ભલે પછી પર પ્રાણોનો ઘાત થાઓ વા ન થાઓ. આ સંદર્ભમાં વિશેષ જાણવા માટે લેખકનો “અહિંસા સંબંધી લેખ જોવો જોઈએ. અહીં તેનું વિસ્તૃત વિવેચન શકય નથી. જયારે આપણે ઈદ્રિયસંયમના સંબંધમાં વિચાર કરીએ છીએ તો જોઈએ છીએ કે આખુંય વિશ્ચ ઈદ્રિયોનું ગુલામ થઈ રહ્યુ છે. જો કે બધા જ આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે. તોપણ વર્તમાનમાં આપણું જ્ઞાન પણ ઈદ્રિયોની કેદમાં છે, અને આનંદ પણ ઈદ્રિયાધીન થઈ રહેલ છે. સવારથી સાંજ સુધી આપણાં સઘળાં કાર્યો ઈદ્રિયોના માધ્યમ દ્વારા જ સંપન્ન થાય છે. આપણે જે આનંદ મેળવીએ છીએ તે ઈદ્રિયોના માધ્યમ દ્વારા અને કાંઈ જાણીએ છીએ તો તે પણ ઈદ્રિયોના માધ્યમ દ્વારા જ. આ છે આપણી ઈદ્રિયાધીનતા, પરાધીનતા. આપણું જ્ઞાન પણ ઈદ્રિયાધીન અને આનંદ પણ ઈઢિયાધીન. ( જ્ઞાન અને આનંદને ઈદ્રિયોની પરાધીનતામાંથી મુકત કરાવવાં ખૂબ જરૂરી છે. તે માટે આપણે ઈદ્રિયોને જીતવી પડશે. જિતેન્દ્રિય થવું પડશે. અહીં એક પ્રશ્ન સંભવિત છે કે ઈદ્રિયો શું આપણી શત્રુ છે કે એને જીતવી જોઈએ? જીતવાનો તો શત્રુને હોય? હા! હા!! તે આપણી શત્રુ છે, કેમકે તેમણે આપણા જ્ઞાનાનંદ–નિધિ પર અનધિકાર કબજો જમાવી રાખો છે. ૧. પ્રમત્તયોતિ પ્રાવ્યપરોપમાં હિંસા | તત્વાર્થ સૂત્ર, અધ્યાય ૭, સૂત્ર ૧૩. ૨. તીર્થકર ભગવાન મહાવીર અને અમેનું સર્વોદય તીર્થ, પાનું ૧૮૫. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮s ધર્મનાં દશ લક્ષણ) આપ એમ પણ કહી શકો કે ઈન્દ્રિયો તો આપણા આનંદ અને જ્ઞાનમાં સહાયક છે. એ તો આપણને પંચેન્દ્રિયોના ભોગોનો આનંદ લેવામાં સહાયક કરે છે, પદાર્થોને જાણવામાં પણ સહાયતા કરે છે. સહાયકોને શત્રુ કેમ કહ્યો છો? સહાયક તો મિત્ર હોય છે, શત્રુ નહીં. પરંતુ આપ એ કેમ ભૂલી જાઓ છો કે જ્ઞાન અને આનંદ તો આત્માનો સ્વભાવ છે, સ્વભાવમાં પરની અપેક્ષા નથી હોતી. અતીન્દ્રિયઆનંદ અને અતીન્દ્રિયજ્ઞાનને કોઈ પર' ની સહાયતાની આવશ્યકતા નથી. યદ્યપિ ઈન્દ્રિયસુખ અને ઈન્દ્રિયજ્ઞાનમાં ઈદ્રિયો નિમિત્ત હોય છે, તથાપિ ઈન્દ્રિયસુખ એ સુખ છે જ નહીં. તે સુખાભાસ છે, સુખ જેવું લાગે છે; પરંતુ વસ્તુતઃ સુખ નથી, દુઃખ જ છે, પાપબંધનું કારણ હોવાથી આગામી દુઃખનું પણ કારણ છે. એ જ પ્રમાણે ઈન્દ્રિયો રૂ૫–રસ–ગંધ –સ્પર્શ અને શબ્દની ગ્રાહક હોવાથી માત્ર જડને જાણવામાં જ નિમિત્ત છે, આત્માને જાણવામાં તે સાક્ષાત્ નિમિત્ત પણ નથી. વિષયોમાં ફસાવવામાં નિમિત્ત હોવાથી ઈન્દ્રિયો સંયમકી બાધક જ છે, સાધક નહી. પંચેન્દ્રિયોને જીતવાના પ્રસંગમાં પણ સામાન્ય માનવીઓનું ધ્યાન ઈદ્રિયોના ભોગપક્ષ પ્રતિ જ જાય છે, જ્ઞાન–પક્ષ પ્રતિ કોઈ ધ્યાન જ દેતું નથી. ઈદ્રિયસુખ તજવાની વાત તો સૌ કોઈ કરે છે; પરંતુ ઈદ્રિયજ્ઞાન પણ હેય છે, આત્મહિત માટે અર્થાત્ અતીન્દ્રિયસુખ અને અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિ માટે ઈદ્રિયજ્ઞાનની પણ ઉપેક્ષા આવશ્યક છે એ વાત બહુ થોડા લોકો જાણે છે. જો ઈદ્રિયસુખ ભોગવતાં-ભોગવતાં અતિક્રિયસુખ પ્રાપ્ત કરી શકાતું નથી તો ઈદ્રિયજ્ઞાન દ્વારા અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ? આત્માના અનુભવ માટે જેમ ઈદ્રિયસુખ ત્યાજયે છે તેમ અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિ માટે ઈદ્રિયજ્ઞાનથી પણ ઉપેક્ષિત–ઉદાસીન રહેવું પડશે. પ્રવચનસારમાં આચાર્ય કુંદકુંદ લખે છે કે:अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदिय च अत्थेसु। णाणं च तहा सोक्खं जं तेसु परं च तं णेयं ।।५३।। જે પ્રમાણે જ્ઞાન મૂર્ત—અમૂર્ત અને ઈદ્રિય–અતીન્દ્રિય હોય છે તે જ Page #112 -------------------------------------------------------------------------- ________________ વાસંયમ) પ્રમાણે સુખ પણ અમૂર્ત–મૂર્ત અને ઈન્દ્રિય અતીન્દ્રિય હોય છે. એમાં ઈયિશાન અને ઈદ્રિયસુખ હેય છે. અને અતીન્દ્રિયજ્ઞાન તથા અતીન્દ્રિયસુખ ઉપાદેય છે: પ્રવચનસારની પંચાવનમી ગાથાની ઉત્થાનિકામાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે કે – ' · अथेन्द्रियसौख्यसाधनीभूतमिन्द्रियज्ञानं हेयं प्रणिन्दति। હવે ઈજિયસુખના સાધનભૂત ઈન્દ્રિયજ્ઞાન હેય છે – આ પ્રમાણે એની નિંદા કરે છે. ઈન્દ્રિયજ્ઞાનથી છૂટવાની વાત તો વહુ દૂર, આજે આપણે ઈદ્રિયોના વિષયોને (ભોગોને) પણ છોડવામાં નહીં, જોડવામાં ઉદ્યમશીલ રહીએ છીએ. પેટના નામે પેટી ભરી રહ્યા છીએ. આપણા તો એ ચોપગાં પણ સારાં કે જેમની તૃષ્ણા પેટ પૂરતી જ મર્યાદિત છે. પેટ ભરાઈ ગયા પછી તેઓ કલાક—બે કલાક તો ખાવા-પીવામાં નિવૃત્ત થઈ જાય છે; પરંતુ પ્રાણી જગતનો આ બુદ્ધિમાન બેપગો સભ્ય માનવ ક્ષણભર પણ વિરામ લેતો નથી. જો કે અન્ય પ્રાણીઓની સરખામણીમાં એનું પેટ ખૂબ નાનું છે, પરંતુ તે કદી ભરાતું જ નથી. કદાંચિત્ પેટ ભરાઈ જાય તો મન ભરાતું નથી. કહે છે કે પેટ માટે બધું કરવું પડે છે, પરંતુ આ બધા બહાનાં છે. પેટ ભરાઈ જતાં પણ એનું માં બંધ થતું નથી, ચાલુ જ રહે છે. જયાં લગી પેટમાં સમાય ત્યાં લગી એવો ખોરાક ખાય છે કે જે પેટમાં જાય; પણ જયારે પેટ ભરાઈ જાય છે તો પાન-સોપારી-ઈલાયચી ઈત્યાદિ એવા પદાર્થો ખાવા લાગે છે કે જેથી રસના–ઈન્દ્રિયની તૃપ્તિ તો થાય, પણ પેટ ભારે ન લાગે. કેટલાક લોકો તો એવા મળશે કે જેઓ ચોવીસેય કલાક મોમાં કાંઈક ને કંઈક નાખ્યા જ કરતા હોય, સૂતી વખતે પણ દાઢની નીચે પાન દાબીને સૂવે. ભરપેટ સુસ્વાદું ભોજન કરી લીધા પછી પણ કોણ જાણે કેમ એમને ઘાસ-પાન ખાવાની ઈચ્છા થાય છે ? લાગે છે કે એવા લોકો તિર્યચ-યોનિમાંથી આવ્યા છે, તેથી ધાસ ખાવાનો અભ્યાસ છે જે છૂટ્યો નથી; અથવા તિર્યંચગતિમાં જવાની તૈયારી છે એ કારણે અભ્યાસ છોડવા ઈચ્છતા નથી. કેમકે ઘાસ ખાવાનો અને તે પણ ચોવીસેય કલાક ખાવાનો અભ્યાસ છૂટી જાય તો પછી શું થાય? અથવા એમ પણ લાગે છે કે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ધર્મનાં દશ લક્ષણ) નરકગતિમાંથી આવ્યા હોય ત્યાં સાગરો પર્યત ભોજન મળ્યું ન હતું, હવે મળ્યું છે તો એના પર તૂટી પડયા છે, અથવા તો ફરીથી નરકમાં જવાની તૈયારી હોય. વિચારે છે કે જેટલા દિવસો છીએ ખાઈ લઈએ, પછી કોણ જાણે મળશે કે નહિ? જે હોય તે, પરંતુ આવા લોકો પેટ ભરવાના નામે પંચેન્દ્રિયોના વિષયોને જ ભોગવવામાં લાગ્યા રહે છે. હું પૂછું છું કે તરસ્યા જનને માત્ર પાણીની જરૂરિયાત છે કે ઠંડા-મીઠા-રંગીન પાણીની? પેટને તો પાણીની જ જરૂરિયાત છે, પછી તે ગરમ હોય કે ઠંડ, પરંતુ સ્પર્શનઈન્દ્રિયને જોઈએ છે ઠંડું પાણી, રસના-ઈન્દ્રિયને જોઈએ એ મીઠું પાણી, ધાણ કહે છે સુગંધીદાર હોવું જોઈએ, પછી આંખને લાગે છે રંગીન હોય તો સારું રહે. : એરકન્ડીશન હોટલમાં બેસીને રેડિઓનું ગીત સાંભળતાં સાંભળતા જયારે આપણે ઠંડું–મીઠું–સુગંધિત–રંગીન પાણી પીએ છીએ તો એક પ્યાલાનો એક રૂપિયો ચૂકવવો પડે છે. આ એક રૂપિયો શું તરસ્યા પેટની આવશ્યકતા હતી? પેટની તરસ તો મફતમાં એક પ્યાલા પાણીથી મટી શકતી હતી. એક રૂપિયો પેટની તરસ મટાડવામાં નહીં, ઈન્દ્રિયોની તરસ મટાડવામાં ગયો છે. ઈન્દ્રિયોના ગુલામોને ને દિવસનો વિચાર છે ન રાતનો, ન ભણ્યનો વિચાર છે ન અભક્ષ્યનો. એમને તો જયારે મળી જાય ત્યારે ખાવા-પીવા–ભોગવવા તૈયાર. બસ, એમની તો એક જ માગણી છે કે ઈન્દ્રિયોને અનુકૂળ લાગવું જોઈએ; પછી તે પદાર્થ ભલે હિંસાથી ઉત્પન્ન થયો હોય, ભલે તે મલિન જં હોય, આનો એને કોઈ વિચાર–વિવેક હોતો નથી. જેને ભોજનમાં લેવાથી અનંત જીવરાશિનો પણ વિનાશ થતો હોય એવા પદાર્થોના સેવનમાં પણ એમને કોઈ પરહેજ નથી, બલ્ક એનું સેવન નહીં કરનારાઓની હાંસી ઉડાવવામાં જ એમને રસ પડે છે. તેઓ પોતાના અસંયમની પુષ્ટિમાં અનેક પ્રકારના કુતર્કો કરતા રહે છે. એક સભામાં આવા જ એક ભાઈ મને કહેવા લાગ્યા “અમે સાંભળ્યું છે કે બટાટા આદિ કંદમૂળમાં અનંત જીવ હોય છે?” Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસંયમ) ૮૯ જયારે મેં કહ્યું —“હોય તો છે.’’ તો કહેવા લાગ્યા “એમનું આયુષ્ય કેટલું હોય છે ?” “‘એક શ્વાસના અઢારમાં ભાગ જેટલુ’ આ ઉત્તર સાંભળીને તે બોલ્યા – જયારે એમનું આયુષ્ય જ એટલું અલ્પ છે તો એ તો પોતાના આયુષ્યની સમાપ્તિ થતાં જ મરતા હશે, અમારા ખાવાથી તો મરતા નથી. તો પછી એ ખાવામાં શું દોષ છે ?’’ - મેં કહ્યું – “ભાઈ ! જરા વિચાર તો કરો ! ભલે એ પોતાના આયુષ્યની સમાપ્તિ થવાના કારણે મરતા હોય, પરંતુ મરે છે તો તમારા મોંમાં; અને જન્મ પણ ત્યાં જ લે છે. થોડા સ્વાદને માટે અનંત જીવોનું મડદાઘર અને પ્રસુતિઘર તમારા મોંને અને પેટને શા માટે બનાવો છો ? કદાચિત્ કોઈ તમારા ઘરને પ્રસૂતિગૃહ બનાવવા ઈચ્છે વા કબ્રસ્તાન બનાવવા ઈચ્છે તો શું સહજ સ્વીકારી લેશો ?’’ “ના.” “તો પછી પેટને અને મોંને શા માટે બનાવો છો ?’’ તો એ કહેવા લાગ્યા “અમે એકને મારતા તો નથી, તે સ્વયં મરી જાય છે.” - ત્યારે પ્રેમથી સમજાવતાં મેં કહ્યું આપના ધરમાં કોઈને મારીને તો નહીં બાળીએ, પોતાના મોતે મરે તેમને જ બાળીશું, તથા અવૈધ (ગેરકાયદે—જન્મેલા) બાળકોને નહીં પણ વૈધ (કાયદેસાર–જન્મેલા) બાળ કોને જન્મ આપવાવાળી પ્રસૂતાઓને જ રાખીશું. ત્યારે તો આપને કોઈ વાંધો નહીં હોય ? - જો હોય તો પછી સ્વયં મૃત અને જન્મ લેવાવાળા જીવોનું મરણસ્થાન અને જન્મસ્થાન પોતાના મોંને શા માટે બનાવવા ઈચ્છો છો ? ભાઈ ! રાગની તીવ્રતા અને અધિકતા એ જ મહાહિંસા છે, તેથી હિંસામૂલક અને ઇંદ્રિયોની લોલુપતારૂપ એવા અસેયમને છોડી જ દેવા જોઈએ.” આ વાત સાંભળીને એ ભાઈએ તો અભક્ષ્ય-ભક્ષણ છોડી જ દીધું. બીજા પણ અનેક લોકોએ હિંસામૂલક અને ઈંદ્રિય-નૃદ્ઘતારૂપ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ધર્મનાં દશ લક્ષણ) અભક્ષ્ય-ભક્ષણનો ત્યાગ કર્યો. જો કે આખુંય વિશ્વ ઈદ્રિયોના ભોગોમાં જ ફસાએલું છે તથાપિ વૈરાગ્યનું વાતાવરણ પામીને ભોગોને તજી દેવાનું એટલું કઠણ નથી જેટલું ઈદ્રિયોના માધ્યમ દ્વારા થતી જ્ઞાનની બરબાદી રોકવાનું કઠણ છે. કેમકે ઈદ્રિયભોગોને તો આખું જગત બૂરા કહે છે, પરંતુ ઈદ્રિયજ્ઞાનને તો ઉપાદેય માની બેઠું છે. જેને ઉપાદેય માન્યું હોય તેને છોડવાનો પ્રશ્ન જ કયાં ઊઠે છે? અહીં એક પ્રશ્ન સંભવિત છે કે ઈદ્રિયોના માધ્યમ દ્વારા તો જ્ઞાન ઉત્પન્ન થાય છે અને આપ બરબાદ થવાનું કહો છો? હા, હું એ જ કહું છું અને બરાબર કહું છું, કેમકે જ્ઞાનની ઉત્પત્તિ તો આત્મામાં આત્માથી જ થાય છે. ઈદ્રિયોના માધ્યમ દ્વારા તો તે બાહ્ય પદાર્થોમાં લાગે છે, પર-પદાર્થોમાં લાગે છે. ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા પુદ્ગલનું જ જ્ઞાન થાય છે કેમકે એ રૂપ-રસ–ગંધ-સ્પર્શ અને શબ્દની ગ્રાહક છે. આત્માનું હિત આત્માને જાણવામાં છે, તેથી પરમાં લાગેલો, જ્ઞાનનો ક્ષયોપશમ જ્ઞાનની બરબાદી જ છે, આંબાદી નહીં. - અનાદિ કાળથી આત્માએ પરને જાણ્યો, પરંતુ આજ પર્યત સુખી ન થયો. પરંતુ એકવાર પણ જો આત્મા પોતાના આત્માને જાણી લે તો સુખી થયા વિના રહે નહીં. એ તો ઠીક, પરંતુ એની સાથે સંયમને શું સંબંધ? એ જ કે સંયમનનું નામ જ તો સંયમ છે, ઉપયોગને પર પદાર્થોથી વાળી લઈ પોતાનામાં લીન થવું એ જ સંયમ છે. ધવલ' માં આ પ્રમાણે કહેલું છે અને શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરેલું છે. આ આત્મા–પરને શોધવામાં એટલો મગ્ન છે અને અસંયમી થઈ ગયો છે કે શોધનારો પોતે જ ખોવાઈ ગયો છે. પરશયનો લોભી આ આત્મા સ્વજ્ઞયને ભૂલી જ ગયો છે. બાહ્ય પદાર્થોને જાણવાની વ્યગ્રતા માં અંતરમાં અવલોકવાની ફુરસદ જ એને નથી. એ એક એવો શેઠ બની ગયો છે જેના ટેબલ પર પાંચ પાંચ ફોન રાખેલા છે. એકની સાથે વાત પૂરી ન થાય ત્યાં તો બીજા ફોનની ઘંટડી રણકી ઊઠે છે. એનાથી પણ વાત પૂરી ન થાય ત્યાં ત્રીજા ફોનની ઘંટડી વાગે છે. આ પ્રમાણે ફોનોની પરંપરા ચાલતી રહે છે. ફોન પાંચ પાંચછે અને એમની Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસંયમ) વાત સાંભળનાર એક છે. આ જ પ્રમાણે ઈંદ્રિયો પાંચ છે અને એમના માધ્યમ દ્વારા જાણવાવાળો આત્મા એક છે. બાહ્ય તત્વ જે પુદ્ગલ તેની રૂપ–રસ—ગંધ-સ્પર્શ—શબ્દ સંબંધી સૂચનાઓ ઈન્દ્રિયો દ્વારા નિરંતર આવતી રહે છે. કાન દ્વારા સૂચના મળે છે કે આ શોરબકોર કયાં થઈ રહ્યો છે ? એના પર વિચાર જ ન કર્યો હોય ત્યાં તો નાક કહે છે – દુર્ગંધ આવી રહી છે. એના સંબંધમાં કાંઈક વિચારે ત્યાં તો આંખ દ્વારા કાંઈક કાળું — પીળું દેખાવા લાગે છે. એનો કાંઈક વિચાર કરે કે ઠંડી હવા વા ગરમ લૂનો સપાટો પોતાની સત્તાનું જ્ઞાન કરાવવા લાગે છે. એના થી સાવધાન પણ થાય તો પહેલાં—મોંમાં રાખેલા પાનમાં આ કડવાશ કયાંથી આવી ગઈ ? – એની સૂચના રસના દેવા લાગી જાય છે, ૯૧ આ આત્મા બિચારો શું કરે ? બહારની સૂચનાઓ અને જાણકારી જ એટલી આવતી રહે છે કે અંતરમાં જે સર્વાધિક મહત્વપૂર્ણ આત્મતત્વ બિરાજમાન છે એના પ્રતિ દ્રષ્ટિપાત કરવાની પણ એને ફુરસદ નથી. ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા પરશેયોમાં વ્યાપ્ત થએલો આ આત્મા સ્વજ્ઞેય જે નિજ આત્મા તેને આજ સુધી જાણવા જ પામ્યો નથી; એને માને શી રીત ? એમાં જામે શી રીતે,રમે શી રીતે ? એ જ એક વિકટ સમસ્યા છે. આત્મામાં જામવું–રમવું એ જ સંયમ છે. તેથી સંયમ પ્રાપ્ત કરવા માટે માત્ર ઈન્દ્રિયભોગોને જ નહીં, ઈન્દ્રિયજ્ઞાનને પણ તિલાંજલિ દેવી પડશે, ભલે તે અંતર્મુહુર્ત માટે પણ. ઈન્દ્રિયજ્ઞાનમાં ઉપાદેયબુદ્ધિ તો છોડવી જ પડશે. એના વિના તો સમ્યગ્દર્શન પણ સંભવિત નથી અને સમ્યગ્દર્શન વિના સંયમ હોતો નથી. ‘પંચેન્દ્રિય મન વશ કરો' નો આશય ઈન્દ્રિયોને તોડવા–ફોડવાનો નથી પરંતુ એમના ભોગો અને એમના દ્વારા થતી જ્ઞાનની બરબાદી રોકવાનો જ છે. અહીં એક પ્રશ્ન આ પણ સંભવિત છે કે આત્માનો સ્વભાવ સ્વ–પરપ્રકાશ છે, તો પછી પરને જાણવામાં શું હાનિ છે ? પરને જાણવુમાત્ર બંધનું કારણ નથી. કેવળી ભગવાન પરને જાણે જ છે. જો લોકાલોકને જાણવાવાળુ પૂર્ણજ્ઞાન હોય તો પછી પરને નહીં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધર્મનાં દશ લક્ષણ) જાણવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પરંતુ વાત એમ છે કે છદ્મસ્થો (અલ્પજ્ઞાનીઓ) નો ઉપયોગ એકીસાથે અનેક તરફ રહેતો નથી, એક સમયમાં એક જ્ઞેયને જ જાણે છે. જયારે એમનો ઉપયોગ પર તરફ રહે છે ત્યારે આત્મા જાણવામાં આવતો નથી, આવી શકે પણ નહીં. આ જ કારણે પરમાં ઉપયોગ લાગેલો રહેવાથી આત્માને જાણવામાં, આત્માનુભૂતિમાં બાધા પહોંચે છે. બીજું ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા જેટલું પણ જાણવામાં આવે છે. તે સઘળું પુદ્ગલ સંબંધી જ હોય છે. આ જ કારણે ઈન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનમાં સાધક નહીં, બલ્કે બાધક છે. પરંતુ પોતાને ચતુર સમજનાર આ જગત કહે છે કે આપણો પાડો જો બીજાની ભેંસનું દૂધ પી આવે તો શું હાનિ છે ? આપણી ભેંસનું દૂધ બીજાના પાડાને નહી પીવા દેવું જોઈએ. પરંતુ એને એ માલૂમ નથી કે આપણો પાડો જો દરરોજ બીજાની ભેંસનું દૂધ પીતો રહેશે.તો તે એક દિવસ એનો જ થઈ જશે. એને જ પોતાની મા માનવા લાગશે, જેનું દૂધ એને રોજ મળતું હશે. પછી તે આપની ભેંસને પોતાની મા માની શકશે નહીં.. જ આપ સમજશો કે આપનો પાડો બીજાની ભેંસનું દૂધ પી રહ્યો છે, પરંતુ એ સમજે છે કે એની ભેંસને બચ્ચુ મળી ગયું છે. આ જ પ્રમાણે નિરંતર પરને જ જાણવાવાળું જ્ઞાન પણ એક પ્રકારે પરનું થઈ જાય છે. વાસ્તવમાં આત્માને જાણવાવાળું જ્ઞાન જ આત્માનું છે, આત્મજ્ઞાન છે. પરને જાણનારું જ્ઞાન એક દૃષ્ટિએ જ્ઞાન જ નથી; એ તો અજ્ઞાન છે, જ્ઞાનની બરબાદી છે. લખ્યુ પણ છે કે :– આત્મજ્ઞાન હી શાન હૈ, શેષ સભી અજ્ઞાન, વિશ્વશાન્તિકા મૂલ હૈં, વીતરાગ વિજ્ઞાન. સંયમની સર્વોત્કૃષ્ટ દશા ધ્યાન છે. તે આંખ બંધ કરીને થાય છે, ખુલ્લી રાખીને નહીં. એથી પણ એ જ સિદ્ધ થાય છે કે આત્માનુભવ અને આત્મધ્યાન ઈંદ્રિયાતીત હોય છે; આત્માનુભવ અને આત્મધ્યાનરૂપ સંયમને ઈંદ્રિયોના પ્રયોગની આવશ્યકતા નથી. ૧. ડૉ. ભારિલ્લ : વીતરાગ–વિજ્ઞાન પ્રશિક્ષણ નિર્દેશિકા, મંગલાચરણ. Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસંયમ) * ૯૩ ઈદ્રિયજ્ઞાનને પણ હેય માનવાવાળા આત્માર્થીનું જીવન અમર્યાદિત ઈદ્રિય ભોગોમાં લાગેલું રહે એ સંભવિત નથી. કહ્યું પણ છે કે – ગ્યાન કલા જિનકે ઘટ જાગી, તે જગમાંહિ સહજ વૈરાગી, ગ્યાની મગન વિપૈસુખમાંહી, યહ વિપરીતિ સંભવૈ નાહી. ૪૧.* ઉત્તમસંયમના ધારક મહાવ્રતી મુનિરાજોને તો ભોગની પ્રવૃત્તિ જોવામાં જ આવતી નથી. દેશસંયમી અણુવ્રતી શ્રાવકને જો કે મર્યાદિત ભોગોની પ્રવૃત્તિ જોવામાં આવે છે તો પણ તેને તથા અવ્રતી સમ્યગ્દષ્ટિને પણ મનમાની–અનર્ગલ પ્રવૃત્તિ નથી હોતી. આત્માના આશ્રયે ઉત્પન્ન થતો અંતર્બાહા ઉત્તમસંયમધર્મ આપણને બધાને શીધ્રાતિશીધ્ર પ્રગટ થાઓ એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું અને ભાવના ભાવું છું કે :- વો દિન કબ પાઉં, ઘરકો છોડ વન જાઉં.” * બનારસીદાસઃ નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પાનું ૧૫૬. Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ તપ આચાર્ય કુન્દકુન્દના પ્રસિદ્ધ પરમાગમ પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા (ગાથા ૭૯) માં તપની પરિભાષા આચાર્ય જયસેને આ પ્રમાણે આપી છે : समस्तरागादिपरभावेच्छात्यागेन स्वस्वरूपे प्रतपनं विजयनं તપ: સમસ્ત રાગાદિ પરભાવોની ઈચ્છાના ત્યાગ વડે સ્વસ્વરૂપમાં પ્રતપન કરવું–વિજયન કરવું એ તપ છે. તાત્પર્ય આ છે કે સમસ્ત રાગાદિ ભાવોના ત્યાગપૂર્વક આત્મસ્વરૂપમાં પોતાનામાં લીન થવું અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો પર વિજય પ્રાપ્ત કરવો એ તપ છે. ' આ જ પ્રકારનો ભાવ પ્રવચનસારની તત્વદીપિકા ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર પણ વ્યકત કર્યો છે. ધવલ માં ઈચ્છાનિરોધને તપ કર્યું છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે નાસ્તિથી ઈચ્છાઓનો અભાવ અને અસ્તિથી આત્મસ્વરૂપમાં લીનતા–એ જ તપ છે. તપની સાથે જોડેલો ઉત્તમ” શબ્દ સમ્યગ્દર્શનની સત્તાની સૂચક છે. સમ્યગ્દર્શન વિના કરવામાં આવેલું સઘળું તપ નિરર્થક છે. કહ્યું છે કે – सम्मत्तविरहियाणं सट्ट वि उग्गं तवं चरंताणं । ण लहंति बोहिलाहं अवि वासससहस्सकोडीहिं ।।५।। કોઈ જીવો સમ્યગ્દર્શન વિના કરોડો વર્ષો સુધી અતિ ઉગ્ર તપ કરે તોપણ બોધિલાભ પ્રાપ્ત કરી શકતા નથી. આ જ પ્રકારનો ભાવ પંડિત દોલતરામજીએ પણ વ્યકત કર્યો છે :૧. પ્રવચનસાર, ગાથા ૧૪ ની ટીકા. ૨. ધવલા પુસ્તક ૧૩, ખંડ ૫, ભાગ ૪, સૂત્ર ૨૬, પાનું ૫૪.’ ૩. આચાર્ય કુન્દકુન્દઃ અષ્ટપાહુડ (દર્શન પાહુડો, ગાથા . Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૫ , ઉત્તમ તપ) * કોટિ જન્મ તપ તપે, જ્ઞાન બિન કર્મ ઝરેં જે, જ્ઞાની કે છિન મૉહિ, ત્રિગુપ્તિ તેં સહજ ટર્ષે તે.' દેહ અને આત્માનો ભેદ નહીં જાણનાર અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ કદાચિત ઘોર તપશ્ચરણ કરે તોપણ મુકિત પ્રાપ્ત કરી શકતો નથી. સમાધિશતકમાં આચાર્ય પૂજયપાદ લખે છે : यो न वेत्ति पर देहादेवमात्मानमव्ययम् । ... लभते य न निर्वाणं तप्त्वापि परमं तपः ||३३।। જે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન નથી જાણતો તે ઘોર તપશ્ચરણ કરીને પણ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. ઉત્તમ તપ એ સમ્મચારિત્રનો ભેદ છે, અને સમ્યફચારિત્ર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન વિના હોતું નથી. પરમાર્થ વિના એટલે કે શુદ્ધાત્મતત્વરૂપી પરમ અર્થની પ્રાપ્તિ વિના કરવામાં આવેલું સઘળું તપ બાળતપ છે. આચાર્ય કુન્દકુન્દ સમયસારમાં લખે છે :... परमट्टम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारंदि । - तं सव्वं बालतवं बालवदं विति सव्वण्हू ।।१५२।। પરમાર્થમાં અસ્થિત અર્થાત્ આંત્માનુભૂતિથી રહિત જે જીવ તપ કરે છે અને વ્રત ધારણ કરે છે, તેનાં એ સઘળાં તપ અને વ્રતને સર્વજ્ઞ ભગવાન બાળતપ અને બાળવ્રત કહે છે. જિનાગમના ઉત્તમતાનો મહિમા પદ-પદ પર ગાયો છે. ભગવતી આરાધનામાં તો ત્યાં સુધી લખ્યું છે કે : "तं पत्थि जं ण लभइ तवसा सम्म कएण पुरिसस्स। अग्गीव तणं जलिओ कम्मतणं डहदि य तवग्गी ।।१४७२।। सम्मं कदस्स अपरिस्सवस्स ण फलं तवस्स वण्णेदुं । વોર્ફ ગત્યિ સત્યે નસ વિ નિભા સયસEIT૧૪૭રૂા” . જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે નિર્દોષ તપ વડે પુરુષને પ્રાપ્ત ન થઈ શકે, અર્થાત્ તપથી સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જેમ ૧. કઢાલા, ચોથી ઢાલ, છંદ ૫. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ - ધર્મનાં દશ લક્ષણ) પ્રજવલિત અગ્નિ ઘાસને બાળી નાખે છે. તેમ તારૂપી અગ્નિ કર્મરૂપ તણને બાળીને ભસ્મ કરી દે છે. ઉત્તમ પ્રકારે કરવામાં આવેલા કર્માસવ રહિત તપના ફળનું વર્ણન કરવામાં હજારો જીભોવાળા પણ સમર્થ થઈ શકતા નથી. તપનો મહિમા ગાતાં મહાકવિ ઘાનતરાયજી લખે છે :તપ ચાહે સુરરાય, કરમ શિખરકો વજ છે, દ્વાદશ વિધ સુખદાય, કયો ન કરે નિજ સકતિ સમ. ઉત્તમ તપ સબ માંહિ બખાના, કરમ શૈલ કો વજ સમાના.' ઉકત પંકિતઓમાં બે બેવાર તપ માટે કર્મરૂપી પર્વતોને ભેદનાર એમ પણ કહેવામાં આવેલું છે કે જે તપને દેવરાજ ઈન્દ્ર પણ ચાહે છે, જે વાસ્તવિક સુખ આપવાવાળું છે તેને દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને આપણે પણ સ્વ-શકિત અનુસાર કેમ ન કરીએ? અર્થાત આપણે યથાશકિત તપ અવશ્ય કરવું જોઈએ. જે તપને દેવરાજ ઈન્દ્ર પણ તલસે–વલખાં મારે અને જે તપે કર્મ–શિખરને વજ સમાન હોય તે તપ કેવું હોતું હશે – એ મનન કરવા જેવી વાત છે. એને માત્ર બે–ચાર દિવસ ભૂખ્યા રહેવામાં અથવા અન્ય પ્રકારે કરેલા બાહ્ય કાય-કલેશાદિ પૂરતાં મર્યાદિત કરી શકાય નહીં. - ઉત્તમતપ-એના સ્વરૂપ અને સીમાઓની સમ્યક જાણકારી માટે ગંભીરતમ અધ્યયન મનન અને ચિંતનની અપેક્ષા રાખે છે. જો ભોજનાદિનહીં કરવાનું નામ જ તપ હોય તો પછી દેવતાઓ એના માટે તલપે કેમ? ભોજનાદિનો ત્યાગ તો તેઓ સહેલાઈથી કરી શકે છે. એમને ભોજનાદિનો વિકલ્પ પણ હજારો વર્ષ સુધી થતો નથી. આ વાત સંયમની ચર્ચા કરતી વેળા વિસ્તાથી સ્પષ્ટ કરવામાં આવી છે. તપ બે પ્રકારનું માનવામાં આવેલું છે(૧) બહિરંગ અને (૨) અંતરંગ. બહિરંગ તપ છઃ પ્રકારનું છે : (૧) અનશન (૨) અવમૌદર્ય (૩) વૃત્તિ પરિસંખ્યાન (૪) ૧. દશલક્ષણ પૂજન, તપ સંબંધી છંદ. २. अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासन- कायक्लेशा बाह्य તપ: તત્વાર્થ સૂત્ર, અધ્યાય ૯, સૂત્ર ૧૯. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ત૫) રસ–પરિત્યાગ (૫) વિવિકત શય્યાસન અને (૬) કાયકલેશ આ જ પ્રમાણે અંતરંગ તપ પણ છઃ પ્રકારનું છે : (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) વ્યુત્સર્ગ અને (૬) ધ્યાન. આ પ્રમાણે કુલ બાર પ્રકારનું તપ હોય છે. ઉપર્યુકત સઘળાં તપોમાં–ભલે તે બાહ્ય તપ હોય કે અંતરંગ-એક શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવની જ પ્રધાનતા છે. ઈચ્છાઓના નિરોધરૂપ શુદ્ધોપયોગરૂપી વીતરાગ ભાવ એ જ સાચું તપ છે. પ્રત્યેક તપમાં વીતરાગ ભાવની વૃદ્ધિ થવી જ જોઈએ - તો જ એ તપ છે, અન્યથા નહીં. - આ સંદર્ભમાં આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીના વિચારો જોવા જોઈએ:- “અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કર્યું છે. કેમકે અનશનાદિ સાધન વડે પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગ ભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે, તેથી ઉપચારથી અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કહ્યું છે. કોઈ વીતરાગભાવરૂપ તપને ન જાણે અને આમને તપ જાણીને સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરશે. બહુ શું કહીએ? એટલું સમજી લેવું કે નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, અન્ય અનેક પ્રકારો વિશેષ બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેમને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી.” જ્ઞાની–જનોને ઉપવાસાદિની ઈચ્છા નથી હોતી, એક શુદ્ધોપયોગની ઈચ્છા હોય છે; ઉપવાસાદિ કરવાથી શુદ્ધોપયોગ વધે છે તેથી ઉપવાસાદિ કરે છે. તથા જો ઉપવાસાદિથી શરીર કે પરિણામોની શિથિલતાને લીધે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો ત્યાં આહારાદિ ગ્રહણ કરે છે ... પ્રશ્ન – જો એમ છે તો અનશનાદિને તપસંજ્ઞા કેવી રીતે કહી? સમાધાન :- એને બાહ્ય તપ કહેલું છે. બાહ્યનો અર્થ એ છે કે – બહારથી બીજાઓને દેખાય કે આ તપસ્વી છે,' પણ આપ ફળ તો જેવાં २. प्रायश्चित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम् । તત્વાર્થ સૂત્ર, અધ્યાય ૯, સૂત્ર ૨૦. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ર૩૩. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મનાં દશ લક્ષણ) અંતરંગ પરિણામ હશે તેવું જ પામશે; કેમકે પરિણામ–શૂન્ય શરીરની ક્રિયા ફળદાતા નથી........ બાહ્ય સાધન હોવાથી અંતરંગ તપની વૃદ્ધિ થાય છે તેથી ઉપચારથી આમને તપ કહ્યાં છે; પરંતુ બાહ્ય તપ તો કરે અને અંતરંગ તપ ન હોય તો ઉપચારથી પણ એને તપસંજ્ઞા નથી.’* “તથા અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ જે ક્રિયાઓ છે તેમાં જે બાહ્ય પ્રવર્તન છે એને તો બાહ્ય તપવત્ જ જાણવું. જેમ અનશનાદિ બાહ્ય ક્રિયા છે તેવી જ રીતે આ પણ બાહ્ય ક્રિયા છે; તેથી પ્રાયશ્ચિત્તાદિ બાહ્ય સાધન અંતરંગ તપ નથી. એવું બાહ્ય પ્રવર્તન હોય ત્યારે જે અંતરંગ પરિણામોની શુદ્ધતા છે એનું નામ અંતરંગ તપ જાણવું.”× જો કે અંતરંગ તપ જ વાસ્તવિક તપ છે, બહિરંગ તપને ઉપચારથી તપસંજ્ઞા છે; તોપણ જગતજનોને બાહ્ય તપ કરવાવાળો જ મોટો તપસ્વી દેખાય છે. એક ઘરના બે સભ્યોમાંથી એકે નિર્જળ ઉપવાસ કર્યો પરંતુ આખેય દિવસ ગૃહસ્થનાં કાર્યોમાં જ વ્યસ્ત રહ્યો. બીજાએ જો કે દિવસમાં ભોજન બે વાર કર્યુ, પરંતુ દિનભર આધ્યાત્મિક અધ્યયન, મનન, ચિંતન, લેખન, પઠન–પાઠન કરતો રહ્યો. લૌકિકજન ઉપવાસ કરવાવાળાને જ તપસ્વી માનશે, પઠન—પાઠન કરવાવાળાને નહીં. જેટલો કોમળ વ્યવહાર ઉપવાસી સાથે કરવામાં આવશે. એટલો પઠન–પાઠન કરનાર સાથે નહીં. જો તે વધારે ગરબડ કરે તો એને ઠપકારવામાં પણ આવે. કહેવામાં આવશે કે તમે તો બે–બે વાર ખાધું છે, એને તો ઉપવાસ હતો. દરેક વાતમાં ઉપવાસીને પ્રાથમિકતા આપવામાં આવશે—પ્રાપ્ત થશે. એમ કેમ બને છે ? એટલા માટે કે લૌકિકજનો એને તપસ્વી માને છે, જો કે એણે ખરેખર કાંઈ કર્યુ નથી. ઉપવાસ કર્યો એટલે ભોજન ન કર્યુ, પાણી ન પીધું. આ બધું * મોક્ષમાર્ગ પ્રકાશક. પાનું ૨૩૧. × મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ૨૩૨. Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ તપ) તો નહી કર્યુ એની વાત થઈ, પણ કર્યુ શું ? કાંઈ નહીં. જયારે અઘ્યયન મનન–ચિન્તન, પઠન–પાઠન કરવાવાળાએ આ બધુ કર્યુ છે – ભલે બાહ્ય જ; પરંતુ આ સઘળાં સ્વાધ્યાયના જ રૂપ છે અને સ્વાધ્યાય પણ એક તપ છે. પરંતુ એને આ ભોળું જગત તપસ્વી માનવાને તૈયાર નથી, કેમકે એણે આ કાંઈ કર્યા જેવુ જ લાગતું નથી. 22 ઉપવાસ તો કોઈ–કોઈ વાર કરવામાં આવે છે, પરંતુ સ્વાધ્યાય અને ધ્યાન પ્રતિદિન કરવામાં આવે છે. સ્વાધ્યાય અને ધ્યાન અંતરંગ તપ છે અને તપોમાં સર્વશ્રેષ્ઠ છે, તેમ છતાં આ જગત સ્વાધ્યાય અને ધ્યાન કરનારાઓની તુલનામાં ઉપવાસાદિ કાય-કલેશ કરનારાઓને જ મહત્વ આપે છે આ દુનિયા આવો ભેદ મુનિરાજોમાં પણ પાડે છે. દિન-રાત આત્મચિન્તનમાં મગ્ન જ્ઞાની-ધ્યાની મુનિરાજોની અપેક્ષાએ જગત–પ્રપંચોમાં વ્યસ્ત પરંતુ દશ-દશ દિવસ સુધી ઉપવાસના નામે લાંઘણ કરવાવાળાઓને મોટા તપસ્વી માને છે, એમની સામે વધારે ઝૂકે છે; જયારે આચાર્ય સમંતભદ્રે તપસ્વીની પરિભાષા આ પ્રમાણે આપી છે ઃ विषयाशावशातीतो निरारंभोऽपरिग्रहः । ज्ञानध्यानतपोरक्तस्तपस्वी स प्रशस्यते । । ' પંચેન્દ્રિઓના વિષયોની આશા, આરંભ અને પરિગ્રહથી રહિત; જ્ઞાન, ધ્યાન અને તપમાં લીન તપસ્વી જ પ્રશંસનીય છે. ઉપવાસના નામે લાંઘણની વાત કેમ કરો છો ? એટલા માટે કે આ લોકો ઉપવાસના પણ યથાર્થ સ્વરૂપ નથી સમજતા. માત્ર ભોજન–પાણીના ત્યાગને ઉપવાસ માને છે. જયારે ઉપવાસ તો આત્મસ્વરૂપની સમીપમાં સ્થિતિ કરવાનું નામ છે. નાસ્તિથી પણ વિચાર કરીએ તો પંચેન્દ્રિયોના વિષયો, કષાય અને આહારના ત્યાગને ઉપવાસ કહેવામાં આવ્યો છે, બાકી તો સર્વ લાંઘણ છે. कषायविषयाहारो त्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः । । ૧ રત્નકદંડ શ્રાવકચાર, છન્દ ૧૦ ૨. મોક્ષમાર્ગ પ્રકાશક. પાનું ૨૩૧. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મનાં દશ લક્ષણ) આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કષાય, વિષય અને આહારના ત્યાગપૂર્વક આત્મસ્વરૂપમાં રમવું-જ્ઞાન-ધ્યાનમાં લીન રહેવું એ જ વાસ્તવિક ઉપવાસ છે. પરંતુ આપણી શું સ્થિતિ છે? ઉપવાસના દિવસે આપણા કષાયો કેટલા મોળા પડે છે? ઉપવાસના દિવસે તો એવું લાગે છે જાણે આપણા કષાયો ચાર ગણા થઈ ગયા હોય.' એક વાત આ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે ઉકત બાર તપોમાં પહેલાની અપેક્ષાએ બીજું, બીજાની અપેક્ષાએ ત્રીજું, આ પ્રમાણે અંત સુધી ઉત્તરોત્તર તપ અધિક ઉત્કૃષ્ટ અને મહત્વપૂર્ણ છે. અનશન પહેલું તપ છે અને ધ્યાન છેલ્લું, ધ્યાન કદીક અંતર પડયા વિના અન્તમુહૂર્ત કરે તો નિશ્ચિતપણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પરંતુ ઉપવાસ વર્ષભર કરે તો કેવળજ્ઞાનનો નિશ્ચિત નિયમ નહીં. આ નકલી ઉપવાસની વાત નથી, સાચા ઉપવાસની વાત છે. પહેલાં તીર્થકર મુનિરાજ 28ષભદેવ દીક્ષા લૈતાની સાથે જ એક વર્ષ, એક માસ અને સાત દિવસ સુધી નિરાહાર રહ્ય, છતાં પણ હજાર વર્ષ સુધી કેવળજ્ઞાન ન થયું. ભરત ચક્રવર્તીને દીક્ષા લીધા પછી આત્મધ્યાનના બળે એક અન્તર્મુહૂતમાં જ કેવળજ્ઞાન થઈ ગયું. અનશન કરતાં અવમૌદર્ય, અવમૌદર્યથી વૃત્તિપરિસંખ્યાન, વૃત્તિપરિસંખ્યાનથી રસપરિત્યાગ અધિક મહત્વપૂર્ણ છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે એમનું સામાન્ય સ્વરૂપ જાણવું આવશ્યક છે. અનશનમાં ભોજનનો સંપૂર્ણ ત્યાગ હોય છે, પરંતુ અવમૌદર્યમાં એક વાર ભોજન કરવામાં આવે છે, આ કારણે એને એકાશન પણ કહે છે. આમાં એક વાર ભોજન કરવામાં આવે છે, પરંતુ ભર–પેટ નહીં; આ કારણે એને ઉનોદર પણ કહે છે. પરંતુ આજે એ ઉનોદર ન રહેતાં દૂનોદર થઈ ગયું છે; કેમકે લોકો એકાશનમાં એક સમયનું નહીં, પણ બને સમયનું ગરિષ્ઠ ભોજન કરી લે છે. ભોજન માટે જતી વખતે અનેક પ્રકારની આકરી પ્રતિજ્ઞાઓ લેવી, અને એ પૂરી થાય તો જ ભોજન કરવું, અન્યથા ઉપવાસ કરવો–એ વૃત્તિપરિસંખ્યાન છે. છ રસોમાંથી કોઈ એક—બે કે છયે રસોનો ત્યાગ કરવો, નીરસ ભોજન લેવું એ રસપરિત્યાગ છે. ઉપર્યુક્ત ચારેય તપ ભોજન અથવા ભોજન–ત્યાગથી સંબંધિત છે, એમાં ઈચ્છાઓનો નિરોધ અને શારીરિક આવશ્યકતાઓ વચ્ચે કેટલું Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ તપ) સપ્રમાણ નિયમન છે – એ દૃષ્ટવ્ય છે. એમાં એક વૈજ્ઞાનિક વિકાસ છે. જો ચાલી શકે તો ભોજન કરો જ ”નહીં (અનશન); ન ચાલે તો એકવાર દિવસમાં શાંતિથી અલ્પાહાર લો (અવમૌદર્ય); તે પણ અનેક નિયમોના પ્રતિબંધ—પૂર્વક, અનર્ગલ નહીં (વૃત્તિપરિસંખ્યાન); અને જયાં લગી બની શકે તેમ નીરસ લો; કેમકે સરસ આહાર ગૃદ્ધિ વધારે છે. પરંતુ શરીરની આવશ્યકતાની પૂર્તિ કરે તેવો હોવો જોઈએ. તેથી બધા જ રસોનો હંમેશાં ત્યાગ નહીં, પરંતુ બદલી–બદલીને વિભિન્ન રસોનો વિભિન્ન સમય પર ત્યાગ કરવો જેથી શરીરની આવશ્યકતાની પણ પૂર્તિ થતી રહે અને જીભની લોલુપતા પર પણ પ્રતિબંધ રહે (સપરિત્યાગ). ૧૦૧ આથી સ્પષ્ટ થાય છે કે તપ શરીરને સૂકવવાનું નામ નથી, ઈચ્છાઓના નિરોધનું નામ છે. હવે વિચારણીય વાત આ છે કે અનશનથી ઉનોદર અધિક મહત્વશીલ કેમ છે ? કે જયારે અનશનમાં ભોજન કરવામાં જ આવતું નથી અને ઉનોદરમાં દિવસમાં એકવાર ભૂખ કરતા થોડું ખાવામાં આવે છે. અન્ય કાર્યોમાં વ્યસ્ત રહીને ભોજનની પાસે પહોંચવું જ નહી એના કરતાં નિર્વિઘ્ન ભોજન મળી જતાં એનો સ્વાદ ચાખી લીધા પછી પણ અર્ધભૂખ્યા રહેવામાં અર્થાત્ વચ્ચેથી જ ભોજન છોડી દેવામાં ઈચ્છાનો નિરોધ અધિક છે. આ જ પ્રમાણે ભોજન માટે નીકળવું જ નહીં એ જુદી વાત છે અને નીકળીને પણ અટપટા નિયમો અનુસાર ભોજનની જોગવાઈ ન થતાં ભોજન ન કરવું એ જુદી વાત છે. પહેલાં કરતાં આમાં ઈચ્છા–નિરોધ અધિક છે. તથા સરસ ભોજનની પ્રાપ્તિ થવા છતાં નીરસ ભોજન કરવું – એ એનાથી પણ અધિક ઈચ્છા–નિરોધની કસોટી છે. અનશનમાં ઈચ્છાઓ કરતાં પેટનો નિરોધ અધિક છે. ઉત્તોદરાદિમાં ક્રમશઃ પેટના નિરોધ કરતાં ઈચ્છાઓનો નિરોધ અધિક છે. તેથી અનશનાદિની અપેક્ષાએ આગળ—આગળનાં તપ અધિક મહત્વશીલ છે. આપણે પેટ પર અંકુશ રાખવાને તપ માની લીધું છે જયારે આચાર્યોએ ઈચ્છાઓ પર અંકુશ રાખવાને તપ કહ્યું છે. ઉકત તપોમાં શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને રસના ઈન્દ્રિય પર Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) ૧૦૨ પૂરેપૂરું અનુશાસન રાખવામાં આવેલું છે. એમણે જીવનભર કોઈ રસવિશેષનો ત્યાગ કરવાને બદલે વારાફરતી રસોનો ત્યાગ કરવા પર જોર દીધું. રવિવારે મીઠું ન ખાવું, બુધવારે ધી નહીં ખાવું ઈત્યાદિ રસિયોની કલ્પનામાં આ જ ભાવના કામ કરતી હોય છે. એક રસ છ દિવસ ખાવાથી અને એક દિવસ ન ખાવાથી શરીર માટે આવશ્યક તત્વોની ખામી પણ નહીં રહે અને સ્વાદની પ્રધાનતા પણ સમાપ્ત થઈ જશે. કોઈ વ્યકિત જીવનભર મીઠું કે ઘી છોડી દે તો શરૂઆતમાં થોડા દિવસો સુધી તો એને ભોજન બેસ્વાદ લાગે, પરંતુ પાછળથી એ જ ભોજનમાં સ્વાદ આવવા લાગશે. શરીરમાં એ તત્વની કમી થઈ જવાથી સ્વાસ્થ્યમાં પણ ગડબડ થઈ શકે છે. પરંતુ છ દિવસો ખાધા પછી જો એક દિવસ ઘી કે મીઠું ન ખાય તો શારીરિક ક્ષતિ બિલકુલ નહીં થાય પણ ભોજન બેસ્વાદ લાગશે. તેથી રસના પર અંકુશ રહેશે. એક મુનિરાજે એક માસના ઉપવાસ કર્યા. પછી આહાર માટે નીકળ્યા. નિરંતરાય આહાર યથાવિધિ મળી જવા છતાં એક કોળિયો ભોજન લઈ પરત ચાલ્યા ગયા. વળી એક માસના ઉપવાસ કરી દીધા. આ ઉત્તોદરનું ઉત્તમ ઉદાહરણ છે. અજ્ઞાની કહે છે કે જયારે બે માસના જ ઉપવાસ કરવા હતા તો પછી એક કોળિયો ભોજન કરીને ભોજન લીધું એમ શા માટે કહેવડાવ્યું ? ભોજન ન કર્યુ હોત તો બે માસનો વિક્રમ સ્થાપિત થાત. અજ્ઞાની હંમેશા વિક્રમ સ્થાપિત કરવાના દાવ—પેચમાં જ રહે છે. ધર્મને માટે – તપને માટે વિક્રમની કોઈ આવશ્યકતા નથી. વિક્રમથી તો માનનું પોષણ થાય છે. માનનો અભિલાષી વિક્રમ બજાવવાના વ્યૂહના પડયો રહે છે. ધર્માત્માને વિક્રમની શું આવશ્યકતા છે ? મુનિરાજે ભોજન માટે જઈને ઉપવાસ તોડયો નથી; તેનાથી થવાવાળા માનને તોડયું છે. એક માસ પછી ભોજન માટે એટલા માટે ગયા કે તેઓ જાણવા ઈચ્છતા હતા કે જે ઈચ્છાને મારવા માટે એમણે ઉપવાસ કર્યો છે એ મરી કે નહીં, શિથિલ થઈ કે નહી ? નિરંતરાય યથાવિધિ આહાર મળવા છતાં પણ એક કોળિ યો લઈ ને છોડી આવ્યા તેથી માલૂમ પડયું કે ઈચ્છાનો ઘણો ખરો નિરોધ થઈ ગયો છે. નિર્દોષ એકાન્ત સ્થાનમાં પ્રમાદ–રહિત સૂવા-બેસવાની વૃત્તિ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ઉત્તમ તપ) વિવિકતશય્યાસન તથા આત્મસાધનના તેમ જ આત્મ-આરાધનામાં થનારા શારીરિક કષ્ટોની પરવા ન કરવી એ કાયકલેશ તપ છે. આમાં ધ્યાનમાં રાખવાની વાત આ છે કે શરીરને દુઃખ-પીડા આપવાં એ તપ નથી, પરંતુ કાયકલેશને કારણે આત્મઆરાધનામાં શિથિલ ન થવું એ મુખ્ય વાત છે. ઈચ્છાઓનો નિરોધ થઈ વીતરાગભાવની વૃદ્ધિ થવી એ તપનું મૂળ પ્રયોજન છે. કોઈ પણ તપ જયાં લગી આ પ્રયોજનની સિદ્ધિ કરે ત્યાં લગી જ એ તપ છે. આ તો સામાન્યપણે બાહ્ય તપોની સંક્ષિપ્ત ચર્ચા થઈ. એમાં પ્રત્યેક અલગ-અલગ વિસ્તૃત વિવેચનની અપેક્ષા રાખે છે, પરંતુ એ માટે અહીં અવકાશ નથી. હવે સંક્ષેપમાં કેટલાક અંતરંગ તપો પર વિચાર કરીએ. જે અંતરંગ તપોના સંબંધના બહુ ભ્રમયુકત ધારણાઓ પ્રચલિત છે એમાં વિનયતપ પણ એક‘છે.. જયારે પણ વિનયતપની ચર્ચા ચાલે છે ત્યારે—ત્યારે વર્તમાનમાં પ્રચલિત અનુશાસનહીનતાનો દોષ–વાંક કાઢવામાં આવે છે. નવી પેઢીની વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવે છે. એમને ઉપદેશ દેતાં ઠપકો આપવામાં આવે છે કે આજનાં છોકરાંઓમાં વિનય તો રહ્યો જ નથી. એ લોકો અધ્યાપકના પગે પડે છે, ન માતા–પિતાના, ઈત્યાદિ ઘણું ઘણું કહેવામાં આવે છે. ન હું એમ નથી કહેતો કે માતા–પિતાનો વિનય ન કરવો જોઈએ. માતા–પ્રિતા આદિ ગુરૂજનોનો યથાયોગ્ય વિનય તો કરવો જ જોઈએ. મારું કહેવું.તો આ છે કે માતા–પિતાનો વિનય એ વિનયતપ નથી, કેમકે તપ મુનિઓને હોય છે અને મુનિ બન્યા પહેલાં જ માતા–પિતાનો ત્યાગ થઈ જાય છે.. . માતા–પિતા વગેરેનો વિનય એ લૌકિક વિનય છે, અને વિનયતપમાં અલૌકિક અર્થાત્ ધાર્મિક—આધ્યાત્મિક વિનયની વાત આવે છે. વિનયતપ ગમે ત્યાં મસ્તક નમાવી દેવાવાળા તથાકથિત દીન ગૃહસ્થોને નહીં, પણ પંચપરમેષ્ઠી સિવાય કોઈને પણ નહીં નમવાવાળા મુનિરાજોને હોય છે. વિચાર્યા વિના જયાં ત્યાં નમવાનું નામ વિનયતપ નથી, પણ વિનય–મિથ્યાત્વ છે. વિનય સ્વયં જ અત્યંત મહાન આત્મિક દશા છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મનાં દશ લક્ષણ) યથાર્થ સ્થાન પર હોતાં જયાં એ તપનું રૂપ ધારણ કરી લે છે, તો વિપરીત સ્થાને કરવામાં આવેલો વિનય અનંત સંસારનું કારણ બને છે. વિનય સૌથી મોટો ધર્મ, સૌથી મોટું પુણ્ય, અને સૌથી મોટું પાપ પણ છે. વિનય ત૫ સ્વરૂપે સૌથી મોટો ધર્મ છે; સોળકારણ ભાવનાઓમાં વિનયસંપન્નતાના સ્વરૂપે, તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણ હોવાથી, સૌથી મોટું પુણ્ય છે; અને વિનયમિથ્યાત્વના સ્વરૂપે અનંત સંસારનું કારણ હોવાથી સૌથી મોટું પાપ છે. વિનયના પ્રયોગમાં અત્યંત સાવધાની આવશ્યક છે. કયાંય એમ ન બને કે જેને આપ વિનયતપ સમજીને કરી રહ્યા હો એ વિનયમિથ્યાત્વ હોય. એ ધ્યાન રાખવું જોઈએ કે વિનયતપ કે વિનયસંપન્નતા ભાવનાના નામે આપ વિનયમિથ્યાત્વનું પોષણ કરી અનંત સંસાર તો વધારી રહ્યા નથી ને ? * | વિનયનો જો સાચા સ્થાન પર પ્રયોગ થાય તો ત૫ હોવાથી કર્મનો નાશ કરશે, પરંતુ મિથ્યા સ્થાન પર પ્રયુકત વિનય મિથ્યાત્વ હોવાથી ધર્મનો જ નાશ કરે છે. આ એક એવી તલવાર છે કે જે ચલાવવામાં આવે છે તો પોતાના માથા ઉપર, પણ છેદે છે શત્રુઓના માથાને; પણ સાચો પ્રયોગ થાય તો. જો ખોટો પ્રયોગ થયો તો પોતાનું માથું પણ છેદી શકે છે. તેથી એનો પ્રયોગ અત્યંત સાવધાની પૂર્વક કરવો જોઈએ. આપણું માથું એ કાંઈ સહેલું નાળિયેર નથી જે મનફાવે ત્યા ફોડવામાં આવે. કયાં ઝુકવું અને કયાં ન ઝુકવું – એનો પણ જેને વિવેક નથી તે સાચા સ્થાને મૂકીને પણ લાભ મેળવી શકતો નથી, કેમકે વિવેકપૂર્વક કરવામાં આવેલું આચરણ જ સફળ હોય છે. આચાર્ય સમતભદ્ર પરીક્ષા કર્યા વિના આપ્તને પણ નમસ્કાર ન કર્યા. જેણે પોતાના માથાની કિંમત ન કરી એની જગતમાં કોણ કિંમત કરે? નમવું, જુઠી પ્રશંસા કરવી એ આજે વ્યવહાર બની ગયો છે. હું બીજાઓનો વિનય કે પ્રશંસા કરું તો બીજા મારો વિનય અને પ્રશંસા કરશે – આવા લોભથી નમવાવાળા અને પ્રશંસા કરવાવાળાઓની શું કિંમત છે? અરે ભાઈ! જગત પાસે શું પ્રશંસા યાચવી? ભગવાનની વાણીમાં જેના માટે “ભવ્ય' શબ્દ પણ નીકળી ગયો તે ધન્ય છે, આથી મોટી પ્રશંસા બીજી શું હોય? Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ઉત્તમ ત૫) : શું કહ્યું એની કિંમત નથી; કોણે કહ્યું – એની કિંમત છે. ભગવાને જો “ભવ્ય કહ્યો તો એનાથી મહાને અભિનંદન બીજું શું હોય? ભગવાનની વાણીમાં ‘ભવ્ય' એમ આવ્યું તો મોક્ષ પ્રાપ્ત થવાનું નિશ્ચિત થઈ ગયું. પરંતુ આ મૂર્ણ જગત કદાચિત્ “ભગવાન” પણ કહી દે તો એની શું કિંમત ? સ્વભાવથી તો સૌ ભગવાન છે, પરંતુ જે પર્યાયથી પણ વર્તમાનમાં આપણને ભગવાન કહે છે એણે આપણને ભગવાન નથી બનાવ્યા પણ પોતાની મૂર્ખતા પ્રગટ કરી છે. વિનય ખૂબ ઊંચી વસ્તુ છે, એને આટલી નીચી કક્ષા સુધી નહીં લાવવી જોઈએ. ભાઈ સાહેબ! વિનય તો એ તપ છે જે વડે નિર્જરા અને મોક્ષ થાય છે, તે શું ખુશામતથી થઈ શકે નહીં, કદાપિ નહીં. - જો માત્ર ચરણોમાં ઝુકવું અને નમસ્તે કરવું – એનું નામ વિનયતપ હોય તો પછી દેવતાઓ એના માટે શું કામ તલસે? એમને કોઈની સામે નમવામાં શું હરકત હોય? તો પછી શાસ્ત્રકાર એમ કેમ ફરમાવે છે કે એમને તપ નથી? મા–બાપની સામે ઝૂકવાનું નામ તો વિનયતપ છે જ નહીં, પરંતુ સાચા દેવ–શાસ્ત્ર–ગુરુની સામે ઝૂકવાનું નામ પણ નિશ્ચયથી વિનયતપ નથી – ઉપચારવિનય છે. • વિનયતપ ચાર પ્રકારનું હોય છે : (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. * ઉપચારવિનય કેટલાક લોકો માતા-પિતા આદિ લૌકિકજનોના વિનયને ગણે છે પરંતુ એ બરાબર નથી. જ્ઞાનવિનય એ નિશ્ચયવિનય છે અને જ્ઞાનીનો વિનય ઉપચારવિનય છે; દર્શનવિનય નિશ્ચયવિનય છે અને સમ્યદ્રષ્ટિનો વિનય ઉપચારવિનય છે; ચારિત્રનો વિનય નિશ્ચયવિનય છે અને ચારિત્રવંતોનો વિનય ઉપચારવિનય છે. આ પ્રમાણે દર્શન–જ્ઞાન–ચારિત્રનો વિનય નિશ્ચયવિનય અને એમના ધારક દેવગુરુઓનો વિનય ઉપચારવિનય છે. - વિનયતપ તપધર્મનો ભેદ છે, તેથી એનો ઉપચાર પણ ધર્માત્માઓમાં જ કરી શકાય છે; લૌકિકજનોમાં નહીં. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મનાં દશ લક્ષણ) કોઈના ચરણોમાં માત્ર માથું નમાવી દેવાનું નામ વિનયતપ નથી. બહારથી તો માયાચારી જેટલો નમે છે – સંભવ છે કે સાચો વિનયવાન તેટલો નમતો ન પણ દેખાય. અહીં બાહ્ય વિનયની વાત નથી, અંતરંગ બહુમાનની વાત છે. વિનય અંતરંગ તપ છે. બહારથી નમવાવાળાઓની છવી પાડી શકાય છે, અંતરંગવાળાઓની નહીં. જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રત્યે અંતરંગમાં અનંત બહુમાનનો ભાવ અને તેની પૂર્ણતા પ્રાપ્ત કરવાના ભાવનું નામ વિનયતપ છે. બહારથી નમવારૂપ વિનય તો કોઈ કોઈ વાર જ જોઈ શકાય છે, પરંતુ અંતરંગ બહુમાનનો ભાવ તો હંમેશા રહે છે. તેથી જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રતિ અત્યંત મહિમાવંત મુનિરાજોને વિનયતપ હંમેશા જ રહે છે. . વૈયાવૃત્ય તપ સંબંધમાં પણ જગતમાં ઓછી ભ્રાન્ત ધારણાઓ નથી. તપસ્વી સાધુઓની સેવા કરવી, પગ દબાવવા ઈત્યાદિને જ વૈયાવૃત્ય સમજવામાં આવે છે. અહીં એક પ્રશ્ન સંભવિત છે કે વૈયાવૃત્તિ કરવી એ તપ છે કે કરાવવી – અર્થાત્ અન્યના પગ દાબવા એ તપ છે કે અન્ય દ્વારા પગ દબાવવા એ તપ છે? જો પગ દાબવા એ તપ હોય તો પછી પગ દાબવાવાળા ગૃહસ્થને તપ થયું, દબાવવાવાળો મુનિરાજોને નહીં; જયારે તપસ્વી તો મુનિરાજોને કહેવામાં આવે છે. આ બાર તપ છે પણ મુખ્યપણે મુનિરાજોને જ. જો આપ એમ કહ્યો કે પગ દબાવવા એ તપ છે તો પછી આવા તપનો કોને સ્વીકાર નહોય? બીજા આપણી સેવા કરે અને સેવા કરાવવાથી આપણે તપસ્વી બની જઈએ, આથી સારું બીજાં શું હોય? વગર વિચાર્યે આપણે બધા પગ દબાવતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ કે આપણે વૈયાવૃત્તિ કરી રહ્યા છીએ, એનું ફળ આપણને અવશ્ય મળશે. સાથે સાથે એમ પણ માનતા આવ્યા છીએ કે વૈયાવૃત્યતા મુનિઓને હોય છે. વૈયાવૃત્તિનો અર્થ સેવા થાય છે – તે બરાબર છે. પરંતુ સેવાનો અર્થ પગ દબાવવા એમ આપણે કરી લીધો છે. વૈયાવૃત્તિમાં પગ પણ દબાવવામાં આવે છે, પરંતુ પગ દબાવવા એ જ માત્ર વૈયાવૃત્તિ નથી. સેવા સ્વ અને પર બનેની હોય છે. વાસ્તવિક સેવા તો સ્વ અને પરને આત્મહિતમાં લગાવવામાં છે. આત્મહિત એકમાત્ર શુદ્ધોપયોગરૂપ દશામાં છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉત્તમ ત૫) શુદ્ધાપયોગરૂ૫ રહેવા માટે નિરંતર ઉદ્યમશીલ રહેવું એ જ વાસ્તવિક વૈયાવૃત્તિ છે. કદાચિત્ રોગ વગેરેના કારણે પોતાનું કે બીજા સાથ મુનિરાજનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો “પગ દબાવવા' વગેરે દ્વારા એમના ચિત્તને સ્થિરતામાં લાવવું એ પણ વૈયાવૃત્તિ છે; પરંતુ કોઈ કારણ વિના આરામથી પગ દબાવતા-દબાવડાવતા રહેવું એ કદીય વૈયાવૃત્તિ હોઈ શકે નહીં; અને હોય તોપણ તે તપ નથી, અંતરંગતપ તો કદીય નહીં. કદીક કોઈ મુનિરાજ ભયંકર પીડાથી આક્રંદ કરતા હોય. એમનું ચિત્ત સ્થિર ન થતું હોય એવી સ્થિતિમાં એમને ખાલી ઉપદેશ દેવાથી એમના પરિણામોમાં સ્થિરતા આવવી સંભવિત નથી. પરંતુ જો એમની સેવા કરતાં-કરતા એમને સંબોધિત કરવામાં આવે તો સ્થિરતા ઝડપથી પ્રાપ્ત થઈ શકે. એકમાત્ર આ કરણે જે શારીરિક સેવાને વૈયાવૃત્યતાપમાં સ્થાન પ્રાપ્ત વિનય અને વૈયાવૃત્યતાના સંબંધમાં વિચાર કરતી વેળા આપણે આ ન ભૂલવું જોઈએ કે આ અંતરંગ તપ છે, બાહ્ય પ્રવૃત્તિમાત્ર સાથે એમને જોડી યોગ્ય નથી. સ્વાધ્યાય પણ અંતરંગ તપ છે. સ્વાધ્યાયને પરમ તપ કહેવામાં આવ્યું છે. (સ્વાધ્યાયઃ પરમં તા:) પરંતુ આજ તો આપણે સવારે ઊઠીને સર્વ પ્રથમ સમાચાર–પત્રોનો સ્વાધ્યાય કરવા લાગ્યા છીએ. અહીંતહીંથી કાંઈપણ વાંચી લેવું એ સ્વાધ્યાય નથી, આત્મહિતકારી શાસ્ત્રોનું અધ્યયન-મનન-ચિંતન એ પણ ઉપચારથી સ્વાધ્યાય છે. વાસ્તવિક સ્વાધ્યાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવું એ જ છે. સ્વઅધિ+અય= સ્વાધ્યાય. “સ્વ” એટલે પોતાનું, ‘અધિ” એટલે જ્ઞાન અને અય' એટલે પ્રાપ્ત થવું – આ પ્રમાણે પોતાનું જ્ઞાન પ્રાપ્ત થવું એ જ સ્વાધ્યાય છે; પર નું જ્ઞાન તો પરાધ્યાય છે. યદ્યપિ સ્વાધ્યાયના ભેદોમાં વાંચવું, પૂછવું ઇત્યાદિ આવે છે તથાપિ થદ્વા-તધા ગમે તે વાંચવું, પૂછવું એ સ્વાધ્યાય નથી. શું વાંચવું, કેવી રીતે વાંચવું, શું પૂછવું, કોને પુછવું, કેવી રીતે પૂછવું? ઇત્યાદિ વિવેકપૂર્વક કરવામાં આવેલ વાચન, પૃચ્છના આદિ જ સ્વાધ્યાય કહેવામાં આવેલ છે. મંદિરમાં ગયા, જે કોઈપણ શાસ્ત્ર હાથ આવ્યું તેનું જે પાન ખૂલી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મનાં દશ લક્ષણ) ગયું તેની બે–ચાર પંકિતઓ ઊભા-ઊભા વાંચી લીધી એટલે સ્વાધ્યાય થઈ ગયો! તે પણ એટલા માટે કે મહારાજે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે પ્રતિદિન સ્વાધ્યાય અવશ્ય કરવો, – આ કાંઈ સ્વાધ્યાય નથી. આપણને અધ્યાત્મગ્રંથોના સ્વાધ્યાયની એવી રુચિ પણ કયાં છે જેવી વિષય-કષાય અને એની પુષ્ટિ કરનારા સાહિત્ય વાંચવાની છે. એવા બહું ઓછો લોકો હશે જેમણે કોઈ આધ્યાત્મિક, સૈદ્ધાત્તિક કે દાર્શનિક ગ્રંથનો સ્વાધ્યાય આઘોપાત્ત કર્યો હોય. સાધારણ લોકો તો નિયમિતપણે સ્વાધ્યાય કરતા જ નથી. પરંતુ એવા વિદ્વાનો પણ બહુ ઓછા મળશે કે જેઓ કોઈ મહાન ગ્રંથનો સ્થિરતાપૂર્વક અખંડપણે સ્વાધ્યાય કરતા હોય. આદિથી અંત સુધી અખંડપણે આપણે કોઈ ગ્રંથને જો વાંચી પણ શકતા ન શોહોએ તો એના અંતઃસ્તલમાં પહોચવું તો કેમ સંભવે? જયારે આપણામાં એટલી પણ રુચિ નથી કે તેને અખંડપણે વાંચી શકીએ તો એમાં પ્રતિપાદિત અખંડ વસ્તુનું અખંડ સ્વરૂપ આપણાં જ્ઞાન અને પ્રતીતિમાં કેમ આવે? . વિષય–કષાયનાં પોષક ઉપન્યાસાદિને આપણે કદીય અધૂરાં નહીં છોડયાં હોય, એમને પૂરાં કરીને જ આપણે શ્વાસ લઈએ છીએ; એની પાછળ ભોજન પણ ભૂલી જઈએ છીએ. શું આધ્યાત્મિક સાહિત્યના અધ્યયનમાં પણ કોઈવાર ભોજન ભૂલ્યા છીએ? જો ના, તો નિશ્ચિત સમજો કે આપણ રુચિ અધ્યાત્મમાં એટલી નથી જેટલી વિષય–કષાયમાં (રુચિ અનુયાયી વીર્ય) ના નિયમ અનુસાર આપણી સંપૂર્ણ શકિત ત્યાં જ લાગે છે જયાં રુચિ હોય છે. સ્વાધ્યાયતપના ઉપચારને પણ પ્રાપ્ત કરવા માટે આપણે અધ્યાત્મ-સાહિત્યમાં અનન્ય રુચિ જાગૃત કરવી પડશે. સ્વાધ્યાય તપના પાંચ ભેદો કરવામાં આવ્યા છે : (૧) વાંચવું, (ર) પૂછવું, (૩) અનુપ્રેક્ષા, (૪) આમ્નાય (પાઠ) અને (૫) ધર્મોપદેશ. આમાં સ્વાધ્યાયની પ્રક્રિયાનો ક્રમિક વિકાસ લક્ષિત થાય છે. પહેલાં તત્વનિરૂપક આધ્યાત્મિક ગ્રંથોને વાંચવા અને પોતાની બુદ્ધિથી જેટલો પણ મર્મ કાઢી શકાય તેટલો પૂરી શકિતથી કાઢવો.એ વાંચન સ્વાધ્યાય” છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ તપ) ૧૦૯ એના પછી પણ કાંઈ સમજમાં ન આવે તો સમજવાના ઉદ્દેશ્યથી કોઈ વિશેષ જ્ઞાનીને વિનયપૂર્વક પૂછવું એ પૃચ્છના સ્વાધ્યાય’ છે. જે વાંચ્યું છે તેના પર તથા પૂછવાથી જ્ઞાની પુરૂષ પાસેથી જે ઉત્તર પ્રાપ્ત થયો હોય—એના પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો, ચિન્તન કરવું એ ‘અનુપ્રેક્ષા સ્વાધ્યાય’ છે. વાંચન, પૃચ્છના અને અનુપ્રેક્ષા પછી નિશ્ચિત વિષયને સ્થિર ધારણા માટે વારંવાર ગોખવો, મુખપાઠ કરવો એ ‘આમ્નાય સ્વાધ્યાય’ છે. વાંચન, પૃચ્છના, અનુપ્રેક્ષા અને આમ્નાય (પાઠ) પછી જયારે વિષય પર પૂરેપૂરો અધિકાર આવી જાય તો એનો બીજા જીવોને હિતાર્થે ઉપદેશ દેવો એ ધર્મોપદેશ’ નામનો સ્વાધ્યાય છે. ઉકત વિવેચનથી નિશ્ચિત થાય છે કે માત્ર વાંચન એ જ સ્વાધ્યાય નથી, આત્મહિતની દ્રષ્ટિથી સમજવા માટે પૃચ્છના કરવી એ પણ સ્વાધ્યાય છે, ચિન્તન અને પાઠ એ પણ સ્વાઘ્યાય છે, એટલે સુધી કે યશાદિના લોભ વિના સ્વ પરના હિતની દ્રષ્ટિને કરવામાં આવેલો ધર્મોપદેશ પણ સ્વાધ્યાયતપમાં આવે છે.. પરંતુ આમાં એક ક્રમ છે. આજે આપણે તે ક્રમને ભૂલી ગયા છીએ. આપણે શાસ્ત્રો વાંચ્યા વિના જ પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. આ કારણે જ આપણા પ્રશ્નો વિસંગત હોય છે. જયાં લગી કોઈ પણ વિષયનો ગંભીરપણે સ્વયં અભ્યાસ ન કરવામાં આવે ત્યાં લગી તત્સંબંધી ગંભીર પ્રશ્નો પણ કયાંથી આવે ? ઘણા પ્રશ્નો બીજાઓની કસોટી કરવા માટે પણ કરવામાં આવે છે. એ ‘પૃચ્છા સ્વાધ્યાય’ માં ન આવે. જેઓ નિરંતર બીજાઓની બુદ્ધિ પરખવા માટે જ પ્રશ્નો ઉછાળ્યા કરે છે એમનું લક્ષ્ય કરીને મહાકવિ બનારસીદાસે લખ્યું છે ઃ— પરનારી સંગ પરબુદ્ધિ કૌ પરખવો’ પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે જ વિનયપૂર્વક પ્રશ્ન કરવા જોઈએ. ઉદંડતાપૂર્વક વકતાનું ગળું પકડવાની કોશિશ કરવી એ સ્વાધ્યાયતપ તો છે જ નહી, જિનવાણીની વિરાધના કરવાનું અધમ કાર્ય છે. ૧. બનારસીદાસ : નાટક સમયસાર, સાધ્ય—સાધક દ્વાર, છંદ ૨૯. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મનાં દશ લક્ષણ), ચિન્તન તો આપણા જીવનમાંથી સમાપ્ત જ થઈ રહ્યું છે. પાઠ પણ કરવામાં આવે છે તો સમજયા વિના માત્ર રટી લેવામાં આવે છે, એ રટવું પણ સાચા રૂપે કયાં કરવામાં આવે છે. ભકતામર અને તત્વાર્થસૂત્રનો નિત્ય પાઠ સાંભળવાવાળી ઘણીખરી માતા–બહેનોને એમાં પ્રતિપાદિત વિષયવસ્તુની વાત તો ઘણી દૂર, એમાં કેટલાં અધ્યાય છે – એટલી પણ ખબર નથી હોતી. કોઈ મહારાજ પાસેથી પ્રતિજ્ઞા લઈ લીધી છે કે- સૂત્રનો પાઠ સાંભળ્યા વિના ભોજન નહીં કરું - એટલે તે વહન કર્યું જાય છે. ઉપદેશનો ક્રમ સૌથી અંતમાં આવે છે, પરંતુ આજે આપણે ઉપદેશક પહેલાં બનવા ઈચ્છીએ છીએ – વાંચન, પૃચ્છા, અનુપ્રેક્ષા અને આમ્નાય વિના જ ધર્મોપદેશ સાંભળનારા પણ આના પ્રતિ સાવધાન જણાતા નથી. ધર્મોપદેશના નામે કોઈ પણ એમને કાંઈ પણ સંભળાવી દે; એમને તો સાંભળવું છે એટલે સાંભળી લે છે. વકતા અને વકતવ્ય પ્રતિ એમને કાંઈ ધ્યાન જ રહેતું નથી. - હું એક વાત પૂછું છું કે જો આપને પેટનું ઓપરેશન કરાવવું હોય તો શું જાણ્યા વિના જ ગમે તેની પાસે કરાવી લેશો? ડૉકટરની બાબતમાં પૂરે–પૂરી તપાસ કરીએ છીએ. ડૉકટર પણ જે કામમાં નિપુણ ન હોય તે કામ કરવા માટે સહજ તૈયાર થતો નથી. ડૉકટર અને ઑપરેશનની વાત તો ખૂબ દૂર; જો આપણે ખમીસ સીવડાવવા ઇચ્છતા હોઈએ તો હોશિયાર દરજી શોધીએ છીએ, અને દરજી પણ જો ખમીસ સીવવાનું ન જાણતો હોય તો સીવવાનો ઈન્કાર કરી દે છે. પરંતુ એક ધર્મનું ક્ષેત્ર એવું ખુલ્યું છે કે જાણ્યા–સમજયા વિના ગમે તે વ્યકિત ઉપદેશ આપવા તૈયાર થઈ જાય છે, અને એને સાંભળવાવાળા પણ મળી જ જાય છે. વસ્તુતઃ વાત એમ છે કે ધર્મોપદેશ દેવા અને સાંભળવાની વાતને આપણે ગંભીરપણે વિચારમાં જ લેતા નથી, એમજ હળવાશથી લઈએ છીએ. અને ભાઈ ! ધર્મોપદેશ પણ એક તપ છે, તે પણ અંતરંગ; એને આપ ખેલ સમજી રહ્યા છો. એની ગંભીરતા જાણો–પિછાનો, ઉપદેશ દેવા-લેવાની ગંભીરતા સમજો, એને મનોરંજન અને સમય વિતાવવાની વસ્તુ ન બનાવો. આ મારો વિનમ્ર અનુરોધ છે. જિનવાણીના યોગ્ય વકતા તથા શ્રોતાઓનું સાચું સ્વરૂપ પંડિત પ્રવર Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ તપ) ૧૧૧ ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના પહેલાં અધિકારમાં વિસ્તાથી સ્પષ્ટ કર્યુ છે, જિજ્ઞાસુ પાઠક તત્સંબંધી જિજ્ઞાસા ત્યાંથી શાન્ત કરે. સ્વાધ્યાય એક એવું તપ છે કે અન્ય તપોમાં જે લાભો છે તે તો એમાં છે જ, સાથે જ્ઞાનવૃદ્ધિનો પણ એક અમોધ ઉપાય છે. આમાં કોઈ વિશેષ મુશ્કેલી કે પ્રતિબંધ પણ નથી. જયારે ઈચ્છો ત્યારે કરો–દિવસે, રાત્રે, સ્ત્રી-પુરુષ, બાળક–વૃદ્ધ–યુવક બધા જ કરે. એકવાર નિયમિત સ્વાધ્યાય કરીને તો જુઓ, એના અસીમ લાભથી આપ પોતે જ સારી રીતે પરિચિત થઈ જશો. પ્રમાદ અને અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ માટે આત્મ–આલોચના, પ્રતિક્રમણાદિ દ્વારા પ્રાયશ્ચિત કરવું એ પ્રાયશ્ચિત તપ છે. બાહ્યાભ્યતર પરિગ્રહના ત્યાગને વ્યત્સર્ગ તપ કહે છે. એની વિસ્તૃત ચર્ચા ત્યાગ અને આર્કિંચન્ય ધર્મમાં વિસ્તારથી કરવામાં આવશે જ. હવે રહી વાત ધ્યાનની ધ્યાન એ તો સર્વોત્કૃષ્ટ તપ છે. ધ્યાનની અવસ્થામાં જ સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. અહીં ધ્યાનથી તાત્પર્ય આર્ત–રૌદ્ર ધ્યાનથી નથી, શુભભાવરૂપ ધર્મધ્યાનથી પણ નથી બલ્ક એ શુદ્ધોપયોગરૂપ ધ્યાનથી છે જે કર્મ–ઈધનને બાળવા માટે અગ્નિ સમાન છે, જેની પરિભાષા આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રના નવમાં અધ્યાયમાં આ પ્રમાણે આપી છે – 'उत्तमसंहननस्यैकाग्रचिंतानिरोधो ध्यानमान्तर्मुहूर्तात३'॥२७॥ એમ તો દુકાનદાર ગ્રાહકનું દાકતર દર્દીનું, પતિ પત્નીનું, નિરંતર જ ધ્યાન ધરે છે. પરંતુ માત્ર ચિત્તનું એક લક્ષ પર જ એકાગ્ર થઈ જવું ધ્યાનતપ નથી, પરંત, “સ્વ” માં એકાગ્ર થવું ધ્યાનતપ છે. ભલે પરમાં એકાગ્ર થવું પણ ધ્યાન હોય, પરંતુ તે ધ્યાનતપ નથી. ધ્યાનતપ તો સમસ્ત પર” અને વિષય-વિકારોથી ચિત્તને સમેટી લઈ એક આત્મામાં સ્થિર થવું એ જ છે. જો શદ્ધોપયોગરૂપ ધ્યાનની દશા એક અન્તર્મુહૂર્ત પણ ટકી રહે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. સઘળા તપોનો સાર ધ્યાનતપ છે, એની સિદ્ધિ માટે જ બાકીનું સઘળાં તપો છે. આ પરમ પવિત્ર ધ્યાનતપને પામીને સર્વ આત્માઓ શીધ પરમાત્મા બનો – એ પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું. Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ત્યાગ જયારે પણ ઉત્તમત્યાગધર્મની ચર્ચા ચાલે છે તો પ્રાયઃ દાનને જ ત્યાગ સમજી લેવામાં આવે છે. ત્યાગના નામે દાનના જ ગીત ગવાય છે. દાનની જ પ્રેરણા આપવામાં આવે છે. સામાન્યજનો તો દાનને ત્યાગ સમજે જ છે; પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જયારે ઉત્તમત્યાગધર્મ પર વર્ષો સુધી વ્યાખ્યાન કરવાવાળા વિદ્વાનો પણ દાનથી વિશેષ પણ કોઈ ત્યાગધર્મ હોય છે એ સમજાવતા નથી કે સ્વયં પણ સમજતા નથી. જો કે જિનાગમમાં દાનને પણ ત્યાગ કહેવામાં આવેલ છે, દાન આપવાની પ્રેરણા પણ પુષ્કળ આપવામાં આવેલી છે, દાનની પોતાની પણ એક ઉપયોગિતા છે, મહત્વ પણ છે, તોપણ જયારે ઊંડાણમાં જઈને નિશ્ચયથી વિચાર કરીએ છીએ તો દાન અને ત્યાગ બંને બિલકુલ ભિન્ન-ભિન્ન વસ્તુ પ્રતીત થાય છે. ત્યાગ ધર્મ છે અને દાન પુણ્ય. ત્યાગીઓ પાસે માત્ર પણ પરિગ્રહ હોતો નથી, જયારે દાનીઓ પાસે ઢગલાબંધ પરિગ્રહ જોવા મળે છે – મળી શકે છે. .. ત્યાગની પરિભાષા શ્રી પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકા (ગાથા ૨૩૯) માં આચાર્ય જયસેને આ પ્રમાણે આપી છે – 'निजशुद्धात्मपरिग्रहं कृत्वा बाह्यभ्यंतरपरिग्रहनिवृत्तिस्त्यागः।' નિજ શુદ્ધાત્માના ગ્રહણપૂર્વક બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી નિવૃત્તિ એ ત્યાગ છે. આ વાતને “બારસ–અણુવે' (હાદશાનુપ્રેક્ષા) માં આ પ્રમાણે કહેવામાં આવી છેઃ 'णिव्वेगतियं भावइ मोहं चइऊण सव्व दव्वेसु। जो तस्स हवेच्चागो इदि भणिदं जिणवरिंदेहिं।।८।। જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જે જીવ સંપૂર્ણ પદ્રવ્યોથી મોહ છોડીને સંસાર, દેહ અને ભોગોથી ઉદાસીનરૂપ પરિણામ રાખે છે તેને ત્યાગધર્મ Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ત્યાગ) હોય છે. ૧૧૩ ‘તત્વાર્થરાજવાર્તિક’ માં અકલંકદેવ સચેતન અને અચેતન પરિગ્રહની નિવૃત્તિને ત્યાગ કહે છે. ઉકત કથનોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ત્યાગશબ્દનિવૃત્તિ—સૂચક છે, ત્યાગમાં બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો ત્યાગ થતો હોય છે, છતાં ત્યાગધર્મ માં નિજ શુદ્ધાત્માનું ગ્રહણ અર્થાત્ શુદ્ધોપયોગ અને શુદ્ધપરિણતિ પણ સમાવિષ્ટ છે. એક વાત આ પણ સ્પષ્ટ થાય છે કે ત્યાગ પરદ્રવ્યોનો નહીં, પરંતુ પોતાના આત્મામાં પરદ્રવ્યો પ્રતિ થતા મોહ–રાગ–દ્વેષનો થાય છે. કેમકે પરદ્રવ્યો તો પૃથક્ જ છે, એમનું તો આજ સુધી ગ્રહણ જ થયું નથી; તેથી એમના ત્યાગનો પ્રશ્ન જ કયાં ઉદ્ભવે છે ? એમને આપણા પોતાના જાણ્યા છે, માન્યા છે, એમનાથી રાગ–દ્વેષ કર્યો છે; તેથી એમને પોતાના જાણવા, માનવા (દર્શનમોહ) અને એમના પ્રતિ રાગ–દ્વેષ કરવો (ચારિત્રમોહ) – એ છોડવાનું છે. આ કારણેજ વાસ્તવિક ત્યાગ પરમાં નહીં, પણ પોતાનામાં–પોતાના જ્ઞાનમાં થાય છે. આજ ભાવ આચાર્ય કુન્દકુન્દ્રદેવે સમયસાર માં આ પ્રમાણે વ્યકત કર્યો છે: सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं । तम्हा पंच्चक्खाणं गाणं णियमा मुणेयव्वं ।।३४।। પોતાનાથી ભિન્ન સમસ્ત પર પદાર્થોને‘આ પર છે’ એમ જાણીને જયારે ત્યાગી દેવામાં આવે છે ત્યારે તે પ્રત્યાખાન અર્થાત્ ત્યાગ કહેવામાં આવે છે. આથી એ સિદ્ધ થાય છે કે વસ્તુતઃ જ્ઞાન જ પ્રત્યાખાન અર્થાત્ ત્યાગ છે. ત્યાગ શાન માંજ થાય છે અર્થાત્ પરને પર જાણી ને એનાથી મમત્વભાવને તોડવો એ જ ત્યાગ છે. આ વાત ને સમયસાર ગાથા પાંત્રીસની આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમૃતચંદ્રે ઉદાહરણપૂર્વક આ પ્રમાણે સ્પષ્ટ કરી છે ઃ ૧. પરિપ્રશ્ય ચેતનાચેતનલક્ષળસ્ય નિવૃત્તિસ્ત્યાનઃ કૃતિ નિશ્ચિયતે। અધ્યાય ૯, સૂત્ર ૬. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ , ધર્મનાં દશ લક્ષણ) “જેમ કોઈ પુરુષ ધોબીના ધરે થી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી, તેને પોતાનું જાણી ઓઢી ને સૂતો છે અને પોતાની મેળે જ અજ્ઞાની (આ વસ્ત્ર પારકું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે, પરંતુ જયારે બીજો કોઈ તે વસ્ત્રો નો છેડો પકડીને ખેંચે છે અને એને નગ્ન (ઉઘાડો) કરીને કહે છે કે “તું શીધ જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલાવામાં આવી ગયું છે. તે મારું મને આપી દે.' ત્યારે વારંવાર કહેલું તે વાકય સાંભળતો તે (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી ને, “જરૂર આ વસ્ત્ર પારકુંજ છે” એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પર) વસ્ત્રને જર્દી ત્યાગી દે છે. તેવી રીતે જ્ઞાતા પણ ભ્રમથી પર દ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, એને પોતાના જાણી, પોતામાં એકરૂપ કરી ને સૂતો છે અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જયારે શ્રીગુરૂ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્માભાવરૂપ કરે અને કહે કે તું શીધ જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એકજ્ઞાન માત્ર છે, ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાકય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરના) ચિહ્નો થી સારી પેઠે પરીક્ષા કરીને, “જરૂર આ પરભાવોજ છે', એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડી દે છે.' ઉકત કથનથી આ વાત બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે ત્યાગ પર પર જાણી ને કરવામાં આવે છે. દાન માં આ વાત નથી. દાન એ વસ્તુ નું દેવા માં આવે છે. જે પોતાની હોય; પર વસ્તનો ત્યાગ તો હોય શકે છે, દાન નહીં. બીજાની વસ્તુ ઉઠાવી ને કોઈ ને દઈ દેવી એ દાન નથી, ચોરી આજ પ્રમાણે ત્યાગવસ્તુને નિરુપયોગી, અહિતકારી જાણીને કરવામાં આવે છે, જયારે દાન ઉપયોગી અને હિતકારી વસ્તુનો કરવામાં આવે છે. ઉપકારની ભાવનાથી પોતાની ઉપયોગી વસ્તુ પાત્ર જીવને દઈ દેવી એ દાન છે. દાનની પરિભાષા આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રના સાતમાં અધ્યાયમાં આ પ્રમાણે આપી છેઃ 'अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।।७।। ઉપકારના આશયથી ધનાદિ પોતાની વસ્તુ આપવી એ દાન છે. ૧. આ આચાર્ય અમૃતચન્દ્રની સંસ્કૃત ટીકાનો અનુવાદ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ઉત્તમ ત્યાગ) . આચાર્ય પૂજયપાદે સર્વાર્થસિદ્ધિમાં લખ્યું છે – परानुग्रहबुड्या स्वस्यातिसर्जनं दानम्'। બીજાનો ઉપકાર કરવાની બુદ્ધિથી પોતાની વસ્તુ અર્પણ કરી દેવી એ દાન છે. દાનમાં પરોપકારનો ભાવ મુખ્ય રહે છે, અને પોતાના ઉપકારનો ગૌણ; પરંતુ ત્યાગમાં સ્વ-ઉપકાર જ સર્વસ્વ છે, બીજાઓના ઉપકાર માટે મોહ–રાગ-દ્વેષ તજવામાં આવતા નથી. એ વાત જુદી છે કે પોતાના ત્યાગથી પ્રેરણા પામીને કે અન્ય કોઈ પ્રકારે પરનો પણ ઉપકાર થઈ જાય. જો કોઈ દાન આપે તો એ એનું કર્તવ્ય થઈ પડે છે કે જે કામ માટે દાન આપ્યું છે તેની દેખરેખ પણ રાખે. કયાંય એવું તો નથી બનતું ને કે આપે ધર્મશાળા તો યાત્રીઓને રહેવા-ઊતરવા માટે બનાવી હોય અને એને ભાડે આપી દેવામાં આવી હોય; આપે પૈસા તો પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધાર માટે આપ્યા ઓય અને તે પૈસા થી અધિકારીઓ એ પોતાના આરામ માટે એરકન્ડીશન કરાવી દીધું હોય; આપે પૈસા તો વીતરાગતાના પ્રચાર-પ્રસાર માટે આપ્યા હોય અને તે વડે રાગને ધર્મ બતાવી પ્રચાર કરવામાં આવતો હોય; આપે પૈસા તો ધાર્મિક–નૈતિક શિક્ષણ માટે આપ્યા હોય અને તેનો ઉપર્યાગ કાયદાના શિક્ષણ માટે કરવામાં આવતો હોય. કેટલાક લોકો કહે છે કે આપે તો દાન દઈ દીધું. હવે આપને શું પ્રયોજન કે એનું શું થઈ રહ્યું છે? એનો કયાં ખર્ચ થઈ રહ્યો છે અને એને કોણ હડપ કરી જાય છે? જયારે આપે એનો ત્યાગ જ કરી દીધો છે તો પછી એનાથી શું મતલબ? . એવી વાતો એ જ લોકો કરે છે કે જેઓ યા તો દાનની પરિભાષા જાણતા નથી કે પછી કાંઈક ગડબડ કરવા ઇરછે છે, કરતા હોય છે. કેમકે તેઓ ઇરછે છે કે તેઓ ગમે તેમ કરે, તેમને કોઈ રોકટોક પૂછ–ગાજી ન કરે. જેમને સાચું જ કામ કરવું છે, પૈસા જે ઉદ્દેશ્યથી મળ્યા હોય એમાં જ વાપરવા છે, એમને એમાં શું વાંધો હોય શકે કે દાતાર એમને કેમ પૂછે છે કે જે ઉદ્દેશ્યથી, જે કામ માટે એણે દાન આપ્યું હતું તે થઈ રહ્યું છે કે નહીં, તે ઉદ્દેશ્યની પૂર્તિ થઈ રહી છે કે નહી? ૧. અધ્યાય, ૬, સૂત્ર ૧૨ ની ટીકા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મનાં દશ લક્ષણ) તેઓ આ ભૂલી જાય છે કે એણે પૈસા નો ત્યાગ નથી કર્યો, પરંતુ કોઈ વિશેષ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે દાન આપ્યું છે. દાન ઉપકારના વિકલ્પપૂર્વક આપવામાં આવે છે, તેથી જ્ઞાનવાનું દાનીને પણ વ્યવસ્થા જોવા-જાણવાનો સહજ વિકલ્પ આવે છે. જ્ઞાન-દાનમાં પણ જયારે કોઈ ને કોઈ કાંઈક સમજાવે છે તો એને એ સહજ વિકલ્પ આવ્યા વિના રહેતો નથી કે સામાવાળાની સમજમાં આવી રહ્યું છે કે નહીં. આ દાનીને પૈસાથી મોહ છૂટી ગયો નથી, છૂટી ગયો હોત તો પછી એક લાખ આપી ને ત્રણ લાખ કમાવા શા માટે જાત? કમાવાનો પૂરપૂરો ઉદ્યમ ચાલુ છે. જેથી સિદ્ધ થાય છે કે પૈસાના રાગના ત્યાગને કારણે દાન આપવામાં આવી રહ્યું નથી, બલ્બ ઉપકારની ભાવનાથી દાન દેવામાં આવે છે. એ વાત જુદી છે કે એને લોભકષાય કંઈક મંદ જરૂર થયો છે, નહીં તો દાન પણ ન આપત; પરંતુ મંદ થયો છે, અભાવ થયો નથી અભાવ થયો હોત તો ત્યાગ કરત. મોહ કે રાગના આંશિક અભાવમાં પણ ત્યાગધર્મ પ્રગટ થાય છે. આ કારણે જ ત્યાગીએ જે ત્યાખ્યું છે એનું ધ્યાન પણ તેને રહેતું નથી. રહેવું પણ ન જોઈએ, રહે તો ત્યાગ કેવો? એને તજેલી વસ્તુની સંભાળનો પણ વિકલ્પ આવતો નથી, કેમકે હવે તે એને પોતાની માનતો-જાણતો જ નથી અને એનાથી એને રાગ પણ રહ્યો નથી. એનું જે થવું હોય તે થાઓ, એથી એને શું? ચક્રવર્તી જયારે રાજપાટ ત્યાગીને નગ્ન દિગંબર સાધુ બને છે તો એમને એ ચિંતા નથી સતાવતી કે આ રાજનું શું થશે ? એને કોણ સંભાળશે ? જો ચિંતા હોત તો તે ત્યાગી નથી. એનાથી એને શું પ્રયોજન? એમણે પોતાના હિત માટે, પોતાના આત્માની સંભાળ માટે રાજપાટ છોડયું છે. જો તે રાજપાટની જ ચિંતા કરતા રહે તો એમણે ત્યાખ્યું પણ શું છે? રાજયનું તેઓ કરતા પણ શું હતા? માત્ર ચિંતા જ કરતા હતા, એ તો હજુ પણ કરી જ રહ્યા છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કેદાનમાં પરોપકારનો ભાવ મુખ્ય રહે છે, અને ત્યાગમાં આત્મહિતનો. અહીં એક પ્રશ્ન સંભવિત છે કે જે પોતાનું છે તે બીજાઓને દઈ શકાતું નથી, જે દઈ શકાય છે તે પોતાનું હોઈ શકતું નથી; “પર” પર છે, “સ્વ” Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમત્યાગ) * ૧૧૭ સ્વ છે, સ્વનું દેવું શક્ય નથી અને પરનું ગ્રહણ સંભવિત નથી – એક બાજુ તો આપ એમ કહ્યો છો. અને બીજી બાજુ એમ પણ કહો છો કે દાન પોતાની વસ્તુનું આપવામાં આવે છે, – જયારે પર આપણુ છે જ નહીં તો એનો શું ત્યાગ કરવો, અને જે દઈ જ શકાતું નથી એનું દેવું શું? આ પ્રમાણે જયારે કોઈ કોઈનું ભલું–કરી જ નથી શકતુ, સૌ પોતાના ભલા–બુરાના સ્વયં કર્તા-ધર્તા છે તો પછી પરોપકારની વાત પણ કયાં રહે છે? આપની વાત બિલકુલ બરાબર છે, પરંતુ સમજવાની વાત આ છે કે “દાન” વ્યવહાર ધર્મ છે અને ત્યાગ” નિશ્ચયધર્મ. તે ધનાદિ પરપદાર્થો જેના પર લૌકિક દૃષ્ટિએ પોતાનો અધિકાર છે, વ્યવહારથી તે પોતાના છે; તેમને પોતાના જાણીને જ દાન આપવામાં આવે છે. લેવુ–દેવું એ સ્વયં વ્યવહાર છે, નિશ્ચયમાં તો લેવા-દેવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી. રહી પર પદાર્થના ત્યાગની વાત, એ તો પરને પર જાણવું એ જ એનો ત્યાગ છે, એનાથી વિશેષ ત્યાગ શું છે? એ તો પર છે જ એમને શું ત્યાગવા? પરંતુ વાત એમ છે કે એમને આપણે પોતાના માનીએ છીએ, એમનાથી રાગ કરીએ છીએ, તેથી એમને પોતાના માનવા, અને એમનાથી રાગ કરવો એ ત્યાગવાનું છે. તેથી એ ઠીક જ કહ્યું છે કે પરને પર જાણીને એમના પ્રત્યેના રાગનો ત્યાગ કરવો એ જ વાસ્તવિક ત્યાગ છે. - ઊંડાણથી વિચારીએ તો ત્યાગ મોહ–રાગ-દ્વેષનો જ થાય છે; પર પદાર્થો તો મોહ–રાગ-દ્વેષ છૂટી જતાં સ્વયં છૂટી જાય છે. એ છૂટા જ છે. એટલા માટે જ ભગવાનને “રાગ-દ્વેષ પરિત્યાગી' કહેવામાં આવ્યા છે. * જો આપ કહો કે હમણાં તો એમ કહ્યું હતુ કે ત્યાગ પરનો હોય છે અને હવે એમ કહો છો કે ત્યાગ મોહ–રાગદ્વેષનો હોય છે. તો ભાઈ! આધ્યાત્મિક દ્રષ્ટિએ મોહ–રાગ-દ્વેષ પણ પર જ છે. જો કે તે આત્મામાં ઉત્પન્ન થાય છે તો પણ તે આત્માના સ્વભાવ નથી, તેથી એમને પણ અધ્યાત્મ-શાસ્ત્રોમો “પર” કહ્યો છે. જયાં લગી પરોપકાર ની વાત છે, એના સંબંધમાં વાત એમ છે કે કોઈ કોઈનું ભલું–બુરું કરી શકતું નથી, તોપણ જ્ઞાનીને પણ બીજાઓનું ભલું કરવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી, કેમકે હજી એને રાગભાવ વિદ્યમાન છે. બીજી વાત એમ છે કે નિશ્ચયથી તો કોઈ કોઈનું ભલું–બુરું કરી શકતું નથી, પરંતુ વ્યવહારથી તો શાસ્ત્રોમાં પણ એક-બીજાનું ભલું–બુરું કરવાની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મનાં દશ લક્ષણ), વાત કહેવામાં આવી છે; ભલે એ કથન ઉપચરિત હોય, કથનમાત્ર હોય, પરંતુ છે તો. દાન' વ્યવહાન ધર્મ છે, તેથી તે પરોપકાર સંબંધી વિકલ્પપૂર્વક જ હોય છે. આ કારણે જ એ પુણ્યબંધનું કારણ છે, બંધના અભાવનું નહીં. જે વ્યકિત એને નિશ્ચયધર્મ માનીને બંધના અભાવ (મુકિત) નું કારણ માની બેસે છે તેઓ તો ભૂલ કરે જ છે, સાથે સાથે તેઓ પણ ભૂલ કરે છે કે જેઓ એને પુણ્યબંધનું કારણ પણ માનતા નથી, અર્થાત્ વ્યવહારધર્મનો પણ સ્વીકાર કરતા નથી. ત્યાગ સદોષ વસ્તુનો કરવામાં આવે છે અને દાન સારી વસ્તુનું દેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ક્રોધ છોડો, માને છોડો, માયા છોડો, લોભ છોડો, એમ કોઈ નથી કહેતું કે જ્ઞાન છોડો. જે દુઃખસ્વરૂપ છે, દુઃખકારી છે, આત્માનું અહિત કરવાવાળા છે એવા મોહ–રાગ-દ્વેષરૂપ આસવભાવો જ હેય છે, ત્યાગના યોગ્ય છે, એમનો જ ત્યાગ કરવા માં આવે છે, એમની સાથે જ એમના આશ્રયભૂત અર્થાત્ જેમના લક્ષ્ય મોહ–રાગ-દ્વેષ ભાવો થાય છે એવા પુત્રાદિ ચેતન અને ધન-મકાનાદિ અચેતન પદાર્થો પણ ત્યાગ થઈ જાય છે. પરંતુ મુખ્ય વાત મોહ–રાગ–ષના ત્યાગની જ છે, કેમકે મોહ–રાગ-દ્વેષનો ત્યાગ થતાં એમનો ત્યાગ નિયમથી થઈ જાય છે, પરંતુ એમનો ત્યાગ કરતાં છતાં પણ એ નિશ્ચિત નહીં કે મોહ–રાગ-દ્વેષ છૂટી જ જાય.. ઘણાખરા લોકો તો ત્યાગ અને દાનને પર્યાયવાચી જ માનવા લાગ્યા છે. પરંતુ એમનું એ માનવું એકદમ ભૂલભરેલું છે. એ બને શબ્દો પર્યાયવાચી તો છે જ નહીં, બલ્બ કેટલેક અંશે એમનો ભાવ પરસ્પર એકબીજાથી વિરૂદ્ધ જોવામાં આવે છે. જો આ બંને શબ્દો એકાર્યવાચી હોત તો એકના સ્થાને બીજાનો પ્રયોગ સહેલાઈથી કરી શકાય. પરંતુ જયારે આપણે આ જાતનો પ્રયોગ કરીને જોઈએ તો અર્થ એકદમ બદલાઈ જાય છે. જેમકે દાન ચાર પ્રકારનું કહેલ છે :- (૧) આહારદાન, (૨) ઔષધદાન (૩) જ્ઞાનદાન (૪) અભયદાન. . હવે જરા ઉકત ચારેય શબ્દોમાં “દાન' ના સ્થાને ‘ત્યાગ' શબ્દનો પ્રયોગ કરી જોઈએ તો સઘળી સ્થિતિ સ્વયં સ્પષ્ટ થઈ જાય. શું આહારદાન અને આહારત્યાગ એક જ વસ્તુ છે? એ જ પ્રમાણે Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉત્તમ ત્યાગ) શું ઔષધદાન અને ઔષધત્યાગ એક કહી શકાય ખરું? નહી, કદાપિ નહીં; કેમકે આહારદાન અને ઔષધદાનમાં બીજા પાત્ર-જીવોને ભોજન અને ઔષધ આપવામાં આવે છે, જયારે આહારત્યાગ અને ઔષધત્યાગમાં આહાર અને ઔષધનું સ્વયં સેવન કરવાનો ત્યાગ કરવામાં આવે છે. આહારત્યાગ અને ઔષધિત્યાગમાં કોઈને કાંઈ આપવાનો સવાલ જ ઊઠતો નથી. આ જ પ્રમાણે આહારદાન અને ઔષધદાન માં આહાર અને ઔષધને ત્યાગવાનો (નહીં ખાવાનો) સવાલ ઊઠતો નથી. આહારદાન કરો અને સ્વયં પણ યથેચ્છ ખાઓ, કોઈ રોકટોક નથી; પરંતુ આહારનો ત્યાગ કર્યો તો પછી ખાવા-પીવાનું ચાલે નહીં. ' આહાર અને ઔષધની બાબતમાં કયાંક કાંઈ અધિક અટપટું ન પણ લાગે, પરંતુ જયારે “જ્ઞાનદાન' ના સ્થાને “જ્ઞાનત્યાગ” નો પ્રયોગ કરવામાં આવે તો વાત એકદમ અટપટી લાગશે. શું જ્ઞાનનો પણ ત્યાગ કરવામાં આવે છે? શું જ્ઞાન પણ ત્યાગવા યોગ્ય છે? શું જ્ઞાનનો ત્યાગ કરી પણ શકાય આ જ પ્રકારની વાત અભયદાન અને અભયત્યાગના સંબંધમાં સમજવી જોઈએ. - એક વાત બીજી પણ સમજી લો.દાનમાં ઓછામાં ઓછી બે વ્યકિત જોઈએ, અને બંનેને જોડનારો માલ પણ જોઈએ. આહાર દેનાર, આહાર લેનાર અને આહાર; ઔષધ દેનાર, ઔષધ લેનાર અને ઔષધ આ ત્રણેય વિના આહારદાન અને ઔષધદાન સંભવિત નથી. જો લેનાર જ નથી તો દેવું કોને? જો વસ્તુ જ ન હોય તો દેવું શું? પરંતુ ત્યાગ માટે કાંઈપણ ન જોઈએ. જે આપણી પાસે ન હોય એનો પણ ત્યાગ કરી શકાય છે. જેમકે હુ' લગ્ન નહીં કરું, એમા કઈ વસ્તુનો ત્યાગ થયો? લગ્નનો. લગ્ન કર્યું જ કયાં છે? જયારે લગ્ન કર્યું જ નથી તો ત્યાગ કોનો? કરવાના ભાવનો. આ જ પ્રમાણે સર્વ પરિગ્રહનો ત્યાગ થાય છે, પરંતુ સર્વ પરપદાર્થરૂપ પરિગ્રહ છે કયાં આપણી પાસે? તેથી એને ગ્રહણ કરવાના ભાવનો જ ત્યાગ થાય છે. ત્યાગને માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. એમાં આપણે જેનો ત્યાગ કરીએ એમા લેનારની જરૂર નથી, વસ્તુની પણ જરૂર નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ | ધર્મનાં દશ લક્ષણ) આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે દાન એક પરાધીન ક્રિયા છે, જયારે ત્યાગ સંપૂર્ણ સ્વાધીન. જે ક્રિયા બીજાઓ વિના સંપન્ન ન થઈ શકે, તે ધર્મ હોઈ શકે નહીં, ધર્મ પરના સંયોગનું નામ નથી, બલ્બ વિયોગનું નામ છે. ઓછામાં ઓછું ત્યાગધર્મમાં તો પરના સંયોગની અપેક્ષા નથી; ત્યાગ શબ્દ જ વિયોગવાચી છે. જો કે એમાં શુદ્ધ પરિણતિ સંમિલિત છે, પરંતુ પરનો સંયોગ બિલકુલ નહીં. - કેટલીક વસ્તુઓ એવી છે જેમનો ત્યાગ થાય છે, દાન નહીં, કેટલીક એવી છે જેમનું દાન થાય છે ત્યાગ નહીં. કેટલીક એવી પણ છે જેમનું દાન પણ થાય છે, અને ત્યાગ પણ. જેમકે રાગ-દ્વેષ, મા–બાપ, સ્ત્રી–પુત્રાદિ છોડી શકાય છે, એમનું દાન નથી આપી શકાતું; જ્ઞાન અને અભયનું દાન આપી શકાય છે, પરંતુ એમનો ત્યાગ થતો નથી, તથા ઔષધ, આહાર, રૂપિયા-પૈસા વગેરેનો ત્યાગ પણ થઈ શકે છે અને તે દાનમાં પણ દઈ શકાય છે. શાસ્ત્રોમાં કોઈ કોઈ સ્થળે ત્યાગ અને દાન શબ્દોનો એક અર્થમાં પણ પ્રયોગ થયો છે. એ કારણે પણ આ બને એકા®વાચી હોવાનો ભ્રમ થવામાં સહાયતા મળી છે. શાસ્ત્રોમાં જયાં આ પ્રકારનો પ્રયોગ છે ત્યાં એ આ અર્થમાં છે – નિશ્ચયદાન અર્થાત ત્યાગ અને વ્યવહાર–ત્યાગ અર્થાતુ દાન. જયારે તે દાન કહે છે તો એનો અર્થ માત્ર દાન થાય છે. અને જયારે નિશ્ચયદાન કહે છે તો એનો અર્થ ત્યાગધર્મ થાય છે. એ જ પ્રમાણે જયારે એ ત્યાંગ કહે છે તો એનો અર્થ ત્યાગધર્મ થાય છે અને જયારે વ્યવહારત્યાગ કહે છે તો એનો અર્થ દાન થાય છે. આ પ્રકારનો પ્રયોગ દશલક્ષણ પૂજનમાં પણ થયો છે. એમાં કહ્યું છે : ઉત્તમ ત્યાગ કલો જગ સારા, ઔષધિ શાસ્ત્ર અંભય આહાર, નિશ્ચય રાગદ્વેષ નિરવારે, શાતા દોનો દાન સંભારે. અહીં ઉપરની પંકિતમાં ઉત્તમત્યાગધર્મને જગતમાં સારભૂત દર્શાવ્યો છે. ત્યાં જ સાથે એના ચાર ચેદ પણ ગણાવ્યા છે. જે વસ્તુતઃ ચાર પ્રકારના દાન છે એન જેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. * હવે પ્રશ્ન ઊઠે છે કે આ ચાર દાન શું ત્યાગધર્મના ભેદો છે? પરંતુ નીચેની પંકિત વાંચતા જ બધી વાત સુસ્પષ્ટ થઈ જાય છે. નીચેની પંકિતમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ત્યાગ) ૧૨૧ અતિસ્પષ્ટ લખ્યું છે કે નિશ્ચયત્યાગ તો રાગ-દ્વેષનો અભાવ કરવો એ છે. જો કે ઉપરની પંક્તિમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ નથી, તોપણ નીચેની પંકિતમાં નિશ્ચયનો પ્રયોગ હોવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઉપર જે વાત છે તે વ્યવહાર–ત્યાગની અર્થાત્ દાનની છે. આગળ એથી પણ વિશેષ સ્પષ્ટ છે કે “જ્ઞાતા દોનો દાન સંભારે” અર્થાત્ જ્ઞાની આત્મા નિશ્ચય અને વ્યવહાર બન્નેને સંભાળે છે “દોનો દાન” શબ્દ બધું જ સ્પષ્ટ કરી દે છે. 'પહેલી પંકિત વાંચતાં જ એવું લાગે છે કે કવિ વાત તો ત્યાગધર્મની કરી રહ્યા છે અને ભેદ દાનના ગણાવ્યા છે, પરંતુ એમ નથી કે કવિના ધ્યાનમાં આ વાત ન હોય. કેમકે પછીની પંકિતમાં જ બધું સુસ્પષ્ટ થઈ જાય છે – કે કવિ વીતરાગભાવરૂપ ત્યાગધર્મને નિશ્ચયદાન કે નિશ્ચયત્યાગ અને આહારાદિ દેવાને વ્યવહારદાન કે વ્યવહારત્યાગ શબ્દથી અભિહિત કરી રહેલ છે. ધનિ સાધુ શાસ્ત્ર અભય દિવૈયા, ત્યાગ રાગ-વિરોધકો પૂજનની આ પંકિતમાં શાસ્ત્ર અને અભયની સાથે દિવૈયા’ શબ્દનો પ્રયોગ અને રાગ-વિરોધની સાથે “ત્યાગ' શબ્દનો પ્રયોગ એમ બતાવે છે કે શાસ્ત્ર અને અભયનું દાન થાય છે અને રાગ-દ્વેષનો ત્યાગ થાય છે. તથા ધનિ સાધુ” એમ કહીને એ સ્પષ્ટ કર્યું છે કે આ સાધુના ધર્મ છે. આહાર અને ઔષધને જાણીબૂઝીને છોડી દીધાં છે, કેમકે એ સાધુ દ્વારા દેવા સંભવિત નથી. : 'આ પ્રકારના પ્રયોગ અન્યત્ર પણ જોઈ શકાય છે. તેથી શાસ્ત્રોના અર્થ સમજવામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે, અન્યથા અર્થનો અનર્થ થઈ શકે છે. " - એક વાત વિશેષ એ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે જો આહારાદિ દેવામાં જ ત્યાગધર્મ માનીએ તો એક સમસ્યા બીજી પણ ઊભી થાય છે. તે આ છે કે અહીં જે ઉત્તમક્ષમાદિ ધર્મોનું વર્ણન ચાલી રહ્યું છે તે મુખ્યપણે મુનિઓની અપેક્ષાએ કરવામાં આવેલું છે, કેમકે તત્વાર્થસૂત્રમાં દશધર્મની ચર્ચા ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રની સાથે કરવામાં આવી છે. આ બધાં મુનિધર્મનાં જ રૂપો છે. જો આહારાદિ દેવાનું નામ ત્યાગધર્મ હોય તો પછી મુનિરાજ તો આહાર લે છે, દેતા નથી; દે છે તો શ્રાવક. તેથી ત્યાગધર્મ મુનિરાજોની Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મનાં દશ લક્ષણ) અપેક્ષાએ શ્રાવકોને વિશેષ માનવો જોઈએ, જે સંભવિત નથી. તેથી વસ્તુતઃ તો રાગદ્વેષાદિ વિકારોના ત્યાગનું જ નામ ઉત્તમત્યાગધર્મ છે. મુનિઓને અનર્ગલ આહારાદિના ત્યાગધર્મ તો હોઈ શકે છે, આહારાદિ આપવારૂપ નહી. જ આપણે ત્યાગનું તો સાચું સ્વરૂપ સમજતા જ નથી. દાનનું પણ સાચું સ્વરૂપ સમજતા નથી. આ અર્થપ્રધાન યુગમાં પૈસા જ સર્વસ્વ થઈ પડયા છે. જયારે પણ દાનની વાત આવશે, દાનવીરોની ચર્ચા ચાલશે તો પૈસાવાળા ધનિકોની સામે જ જોવા માં આવશે. આજ ના દાનવીરો શેઠિયાઓ માં જ જોવા મળશે. એમને જ દાનવીરની ઉપાધિ આપવામાં આવે છે. કોઈ આહાર, ઔષધ અને જ્ઞાન દેવાવાળાને કદીય દાનવીર બનાવ્યા હોત તો બતાવો. એક પણ જ્ઞાની પંડિત કે વૈદ્ય સમાજમાં ‘દાનવીર'. ની ઉપાધિથી વિભૂષિત જોવામાં આવતા નથી. જેટલા દાનવીરો હશે તે બધા શેઠીઆઓમાં જ મળી આવશે. વાણિયા લોકો એથી આગળ વિચારી પણ શું શકે? આણે એક લાખ આપ્યા, તેણે પાંચ લાખ આપ્યા એવી જ ચર્ચા બધે સાંભળવા મળે છે. પરંતુ હું વિચારું છું કે ચાર દાનોમાં તો પૈસાદાન–રૂપિયાદાન નામનું કોઈ દાન છે જ નહીં; એમાં તો આહાર ઔષધ, જ્ઞાન અને અભયદાન છે. આ પૈસાદાન કયાંથી આવી ગયું? દાન નિર્લોભીઓની ક્રિયા હતી. એને ધશ અને પૈસાના લોભીઓએ વિકૃત કરી દીધું છે. અમારી સંસ્થાને દાન આપો તો ચારેય દાનોનો લાભ મળશે, એવી વાતો કરતા પ્રચારકો આજે સર્વત્ર જોવા મળે છે. પોતાની વાતને સ્પષ્ટ કરતાં તેઓ કહેશે– “છાત્રાવાસમાં છોકરાઓ રહે છે, તેઓ ત્યાં જ ભોજન કરે છે, તેથી આહાર દાન થઈ ગયું. એમને કાયદા સંબંધી, દાકતરી કે બીજું કોઈ આવી જાતનું લૌકિક શિક્ષણ આપીએ છીએ, તેથી જ્ઞાન-દાન થઈ ગયું. તેઓ બીમાર પડે તો હોસ્પિટલમાં ઈલાજ કરાવીએ છીએ, આ ઔષધદાન અને અખાડામાં વ્યાયામ કરે છે, આ અભયદાન થઈ ગયાં.” હું પૂછું છું કે શું અપાત્રોને આપેલું ભોજન આહાર દાન છે ? કહ્યું પણ છે કે : Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ઉત્તમ ત્યાગ) मिथ्यात्वग्रस्तचित्तैसु चारित्राभासभागिषु। दोषायैव भवेद्दानं पयःपानमिवाहिषु।। ચારિત્રાભાસ ધારણ કરવાવાળા મિથ્યાદૃષ્ટિઓને દાન દેવું–એ સર્પને દૂધ પિવડાવાવા સમાન કેવળ અશુભને માટે જ હોય છે. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના પાત્રો કહેલા છે, એ બધા ચોથા ગુણસ્થાનથી ઉપરના જ હોય છે. તથા લૌકિક શિક્ષા જ્ઞાન છે કે મિથ્યાજ્ઞાન? એ જ પ્રમાણે અભક્ષ્ય ઔષધો આપવાં એ શું ઔષધદાર છે? જે અભક્ષ્ય ઔષધના સેવનમાં પાપ માનવામાં આવ્યું છે અને દેવાથી દાન-પુણ્ય કે ત્યાગધર્મ કેમ થાય? પરંતુ એમને એથી શું? એમને તો પૈસા જોઈએ અને દેવાવાળાઓને પણ શું? એમને નામ પાટિયા પર લખાવું જોઈએ. આ પ્રમાણે દેનારા યશના લોભી અને લેનારા પૈસાના લોભી – આ લોભીઓએ લોભના અભાવમાં થતા દાનને પણ વિકૃત કરી દીધું છે. - ત્યાગધર્મ સંબંધી આપણું આ દુર્ભાગ્ય સમજો કે એની ચર્ચા માટે વર્ષમાં દશલક્ષણ મહાપર્વના દિવસોમાં એક દિવસ મળે છે, એને આ દાન ખાઈ જાય છે. દાન શું ખાઈ જાય છે.? દાનના નામે કરવામાં આવતો ફાળો ખાઈ જાય છે. આ દિવસ ફંડફાળો કરવામાં ચાલ્યો જાય છે. ત્યાગધર્મના સાચા સ્વરૂપની પરિભાષા પણ સ્પષ્ટ થઈ શકતી નથી. સમાજમાં ત્યાગધર્મના સાચા સ્વરૂપને પ્રતિપાદન કરનાર વિદ્વાન પંડિત નહીં બલ્ક એ ધંધાદારી પંડિત મહા-પંડિત માનવામાં આવે છે જે વધારેમાં વધારે ફંડફાળો કરે-કરાવી શકે. આ એ દેશનું, એ સમાજનું દુર્ભાગ્યે જ સમજો. જે દેશ અને સમાજમાં પંડિત અને સાધુઓની લડાઈનું માપ જ્ઞાન અને સંયમથી જ કરવામાં આવતાં દાનના નામે પૈસા એકઠા કરવાની કૌશલ્ય-શકિત પર આધાર રાખે છે. આ વૃત્તિને લીધે સમાજ અને ધર્મનું સૌથી મોટું નુકસાન આ થયું કે પંડિતો અને સાધુઓનું ધ્યાન, જ્ઞાન અને સંયમથી હઠીને ફંડફાળા પર કેન્દ્રિત થયું છે. જયાં જુઓ ત્યાં ધર્મના નામે – વિશેષ કરીને ત્યાગધર્મના નામે, દાનના નામે ફંડફાળો એકઠો કરવામાં જ એમની શકિતનો વ્યય થઈ જાય છે, જ્ઞાન અને ધ્યાન તો બાજુ પર રહી ગયા છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) જ આ કારણે જ ઉત્તમત્યાગધર્મના દિવસે આપણે ત્યાગની ચર્ચા કરવાને બદલે દાનનાં ગીત ગાવા લાગીએ છીએ. દાનનાં પણ કયાં ? દાનીઓના ગીત ગાવા લાગીએ છીએ. દાનીઓનાં ગીત કયાં ? એક પ્રકારે દાનીઓના નામે યશ લોભીઓનાં ગીત જ નહીં, ખુશામત સુદ્ધા કરવામા લાગીએ છીએ. આ બધું ખૂબ અટપટું લાગે છે, પણ શું કરી શકાય ? સ્વયં બચીને ત્યાગધર્મનું સાચું સ્વરૂપ સ્પષ્ટ કરવું – એ સિવાય બીજું શું કરી શકાય. જેમનું સદ્ભાગ્ય હોય તેઓ સમજશે, બાકી બીજાઓનું જે થવાનું હશે તે થશે. ૧૨૪ ચાર દાનોમાં પૈસાનું દાન નથી, છતાં એનું પણ દાન થઈ શકે છે, થાય પણ છે. પૈસાના દાનને દાન નહીં માનવાની વાત અહીં કહેવામાં આવતી નથી, પરંતુ તે જ સર્વસ્વ નથી – માત્ર એટલું જ સ્પષ્ટ કર્યુ છે. દાન દેનાર કરતાં લેવાવાળો મોટો હોય છે. પરંતુ આ વાત ત્યારે હોય છે જયારે દેનાર યોગ્ય દાતાર અને લેનાર યોગ્ય પાત્ર હોય. મુનિરાજ આહારદાન લે છે અને ગૃહસ્થો આહારદાન આપે છે. મુનિરાજ ત્યાગી છે, ત્યાગધર્મના સ્વામી છે; ગૃહસ્થ દાની છે, તેથી પુણ્યના ભાગીદાર છે. ધર્મતીર્થના પ્રવર્તક બાહ્યાવ્યંતર પરિગ્રહોના ત્યાગી ભગવાન આદિનાથ થયા અને એમને જ મુનિ અવસ્થામાં આહાર દેનાર રાજા શ્રેયાંસ દાન–તીર્થના પ્રવર્તક માનવામાં આવ્યા છે. ગૃહસ્થ નવ વાર નમસ્કાર કરીને મુનિરાજને આહારદાન આપે છે, પરંતુ આજ દાનના નામે ભીખ માગવાવાળાઓએ દાતારોની ખુશામત કરીને એમને દાનીના સ્થાને માની બનાવી દીધા છે. દેવાવાળાનો હાથ ઊંચો રહે છે ઇત્યાદિ ખુશામત કરનારા લોકો સર્વત્ર જોઈ શકાય છે. આકાશના પ્રદેશોમાં ઊંચા રહેવાથી કોઈ ઊંચો થઈ જતો નથી. માખી રાજાના માથા પર પણ બેસી જાય છે તો શું એ મહારાજા થઈ ગઈ ? ગૃહસ્થો કરતાં મુનિરાજ હંમેશા જ ઊંચા છે. દાતાર પણ એમ જ માને છે, પરંતુ આ ખુશામતખોરોને કોણ સમજાવે ? દાની કરતા ત્યાગી હંમેશા મહાન હોય છે, કેમકે ત્યાગ ધર્મ છે, અને દાન પુણ્ય. અહીં એક પ્રશ્ન છે કે આહારદાનમાં તો ઠીક, પરંતુ જ્ઞાનદાનમાં આ વાત કેવી રીતે સંભવિત બને ? Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ઉત્તમ ત્યાગ) આ પ્રમાણે કે જ્ઞાનદાન અર્થાત્ સમજાવું; સમજાવવાનો ભાવ પણ શુભભાવ હોવાથી પુણ્યબંધનું કારણ છે. તેથી સમજાવનારને પુણ્યનો લાભ અર્થાત પુણ્યબંધ જ થાય છે, જયારે સમજનારને જ્ઞાનલભ પ્રાપ્ત થાય છે. લાભની દ્રષ્ટિએ જ્ઞાનદાન લેવાવાળાને ફાયદો થયો. અહીં કોઈ એમ કહી શકે કે આપ તો નકામી જે પૈસાનું દાન દેનાર અને લેનારની આલોચના કરો છો. જો એમ ન હોય તો સંસ્થાઓ ચાલે કેવી રીતે? . ' અરે ભાઈ! હું એમની બુરાઈ નથી કરતો, પરંતુ દાનનું સાચું સ્વરૂપ નહીં સમજવાના કારણે દાન આપીને પણ જેઓ દાનનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત કરતા નથી એમના હિતને લક્ષમાં રાખી એનું સાચું સ્વરૂપ દર્શાવું છું, જે જાણીને તેઓ વાસ્તવિક લાભ મેળવી શકે. હવે રહી વાત સંસ્થાઓની, પણ આપ એમની બિલકુલ ફિકર ન કરો. જો જનતા દાનના સાચા સ્વરૂપને સમજશે તો આ ધાર્મિક સંસ્થાઓ બંધ નહીં પડે, બેગણી–ચારગણી ચાલશે. દાન પણ માનના હેતુથી હમણાં જેટલું આપે છે એનાથી અધિક . બેગણું–ચારગણું પ્રાપ્ત થશે. હા, ધર્મના નામે ધંધા કરનારી નકલી સંસ્થાઓ અવશ્ય બંધ થઈ જશે. તે એ તો બંધ થવી જ જોઈએ. સંકલેશ પરિણામોથી આપવામાં આવેલું દાન–ફાળો દાન કહી શકાય નહીં. દાન તો ઉત્સાહપૂર્વક વિશુદ્ધભાવોથી આપવામાં આવે છે. દાનના ફળ નું નિરૂપણ કરતાં કહ્યું છે કે – દાન દેય મન હરષ વિશેખે, ઈસ ભવ જસ પરભવ સુખ દેખે.” • અહીં દાનનું ફળ આ ભવમાં યશ અને આગામી ભવમાં સુખની પ્રાપ્તિ લખ્યું છે, મોક્ષની પ્રાપ્તિ નથી લખ્યું. તથા દાન આપવાની સાથે “ વિશેષ હર્ષની શરત પણ રાખી છે. ઉત્સાહપૂર્વક વિશેષ પ્રસન્નનતાની સાથે આપવામાં આવેલું દાન જ ફળદાયી બને છે, કોઈના દબાણથી કે યશાદિનાલોભથી આપવામાં આવેલું દાન વાંછિત ફળ આપતું નથી. યોગ્ય પાત્ર દેખીને દાતાને એવી પ્રસન્નતા થવી જોઈએ જેવી ગ્રાહકને જોઈને દુકારદારને થાય છે. સંકલેશ પરિણામ પૂર્વક ઉત્સાહ વિના આપવામાં આવેલા દાનથી ધર્મ તો અતિ દૂર, પુણ્ય પણ નથી થતું. ૧. કવિવર ધાનતરાય : સોલહકારણ પૂજા, જયમાલા. Page #151 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) માગ્યા વિના કરવામાં આવેલું દાન સર્વોત્કૃષ્ટ છે, માંગવાથી કરવામાં આવેલું દાન પણ ન દેવા કરતાં કાંઈક ઠીક છે. પરંતુ જોર–જબરદસ્તીથી ઉત્સાહ વિના દેવું એ તો દાન જ નથી. કહ્યું પણ છે કેઃ ૧૨૬ બિન માંગે દે દૂધ બરાબર, માંગે દે સો પાની, વહ દેના હૈ ખૂન બરાબર, જામેં ખીચાતાની. ખેચાતાણી પછી દેવાવાળાને આ લોકમાં યશ પણ મળતો નથીઅને પુણ્ય—બંધ નહીં થવાથી પરભવમાં સુખ મળવાનો પણ સવાલ ઊઠતો નથી. નહીં દેવાથી તો અપયશ થાય જ છે, ખેંચાતાણી પછી દેવાથી પણ લોક એની હાંસી જ ઉડાવે છે. કહે છે કે ભાઈ ! તમે તો પાડો દુહી લીધો, અમે તો સમજતા હતા તે કાંઈ નહીં આપે, પરંતુ તમે લઈ જ આવ્યા. યશાદિના લોભ વિના ધર્મપ્રભાવના, તત્વપ્રચાર ઈત્યાદિ માટે ઉત્સાહપૂર્વક આપવામાં આવેલું દાન–રૂપિયા-પૈસા આદિ સંપત્તિનું દાન; મુનિરાજ આદિ યોગ્ય પોત્રોને આપવામાં આવેલું આહારાદિનું દાન; આત્માર્થીઓને આપવામાં આવેલો આત્મહિતકારી તત્વોપદેશ અને શાસ્ત્રાદિ લખવાં – લખાવાવાં, ઘરઘર પહોંચાડવાં ઈત્યાદિ જ્ઞાનદાન; શુભભાવરૂપ હોવાથી પુણ્યબંધના કારણ છે. જ્ઞાની જીવોની પોતાની શકિત અને ભૂમિકાનુસાર ઉકત દાનો દેવાનો ભાવ અવશ્ય આવે છે, તેઓ દાન દે છે પણ ઘણું પરંતુ એને ત્યાગધર્મ નથી માનતા, નથી જાણતા. ત્યાગધર્મ પણ જ્ઞાની શ્રાવકોને ભૂમિકાનુસાર અવશ્ય હોય છે અને તેઓ એને જ વાસ્તવિક ત્યાગધર્મ માને છે – જાણે છે. યશાદિના લોભથી દાન દેનારાઓની આલોચના સાંભળીને દાન નહીં આપનારાઓએ ખુશ થવાની જરૂર નથી. નહીં દેવા કરતાં તો દેવું સારૂ જ છે, ભલે માન માટે હોય તોપણ; એમના આપવાથી ભલે એમને એનો લાભ ન મળે, પરંતુ તત્વપ્રચાર આદિનું કાર્ય તો થાય જ છે. એ વાત જુદી છે કે એ વાસ્તવિક દાન નથી, તેથી દાનનું સાચું સ્વરૂપ સમજીને આપણે આપણી શકિત અને યોગ્યતાનુસાર દાન તો અવશ્ય કરવું જ જોઈએ. દાન દેવાની પ્રેરણા કરતાં આચાર્ય પદ્મનંદીએ લખ્યું કે : Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઉત્તમ ત્યાગ) - सत्पात्रेषु यथाशक्ति दानं देंय गृहस्थितैः। નદીના મવેત્તેષાં, નિનૈવ મૃદરતા ૩૧ાા' ગૃહસ્થ શ્રાવકોએ શકિત અનુસાર ઉત્તમ પાત્રોને દાન અવશ્ય આપવું જોઈએ, કેમકે વિના દાન એમનો ગૃહસ્થાશ્રમ નિષ્ફળ જ થાય છે. ઉખળિયા (વધેલી એંઠી વસ્તુ–ભાત આદિ) પ્રાપ્ત થતાં કાગડો પણ એને એકલો નથી ખાતો, બબ્બે અન્ય કાગડાઓને બોલાવીને ખાય છે. તેથી જો પ્રાપ્ત ધનનો ઉપયોગ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં જ કરતાં એને એકલા પોતાના ભોગ માટે જ વાપરશો તો આ માનવી કાગડાથી પણ હલકો માનવામાં આવશે. અહીં જે વાત કહેવામાં આવે છે તે દાનની હીનતા કે નિષેધરૂપ નથી. પરંતુ ત્યાગ અને દાનમાં શું ફરક છે એ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે. દાનની એ આવશ્યક શરત છે કે જે આપવું છે, જેટલું આપવું છે, તે ઓછામાં ઓછું દેનારની પાસે અવશ્ય હોવું જોઈએ, અન્યથા એ આપે શું? અને કયાંથી આપે? પરંતુ ત્યાગમાં એમ નથી. જે વસ્તુ આપણી પાસે નથી એનો પણ ત્યાગ થઈકે છે. એને હું પ્રાપ્ત કરવાનો ઉદ્યમ ન કરૂં, સહજ પ્રાપ્ત થઈ જવા છતાં પણ ન લઉ – આ પ્રકારે ત્યાગ કરવામાં આવે છે. વસ્તુત: આ એ વસ્તુનો ત્યાગ નથી, તેના પ્રતિ થવાવાળા કે સંભવિત રાગનો ત્યાગ છે. લખપતિ વંધારેમાં વધારે લાખનું જ દાન આપી શકે છે, પરંતુ ત્યાગ તો ત્રણેય લોકની સંપત્તિનો પણ થઈ શકે છે. પરિગ્રહ–પરિમાણવ્રતમાં એક નિશ્ચિત મર્યાદા સુધસ પરિગ્રહ રાખીને અન્ય સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરવામાં આવે છે. તે મર્યાદા – પોતાની પાસે હોય તેનાથી પણ વધારે હોઈ શકે છે. જેમકે જેની પાસે દશ હજારનો પરિગ્રહ છે, તે એક લાખનું પણ પરિગ્રહ પરિમાણ કરી શકે છે. એમ હોવા છતાં તે ત્યાગી છે; પરંતુ પોતાની પાસે રાખવાની કોઈ મર્યાદા નકકી કર્યા વિના કરોડોનું પણ દાન આપે તોપણ ત્યાગી ન માની શકાય. દાન કમાણી પર પ્રતિબંધ નથી લગાવતું, આપ યથેચ્છ કમાઓ; પરંતુ ત્યાગમાં ભલે આપણે કાંઈ ન દઈએ, કાંઈ ન છોડીએ; પરંતુ એ ૧. પદ્મનંદી પંચવિંશતિકા : ઉપાસક સંસ્કાર શ્લોક ૩૧. Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) ૧૨૮ કમાણીને મર્યાદિત કરે છે. તેના પર પ્રતિબંધ લગાવે છે. દાનમાં એ જોવામાં આવે છે કે કેટલું આપ્યું, એ નથી જોવામાં આવતું કે એણે પોતાની પાસે કેટલું રાખ્યું છે; જયારે ત્યાગમાં કેટલું આપ્યું કે છોડયું એ જોવામાં નથી આવતું પણ એ જોવામાં આવે છે કે એણે પોતાની પાસે કેટલું રાખ્યું અથવા રાખવાનો નિશ્ચય કર્યો છે, બાકી સર્વનો ત્યાગ જ છે. જો ત્યાગમાં કેટલું છોડયું જોવામાં આવત તો પછી ચક્રવર્તી પદ છોડીને મુનિ બનનાર વ્યકિત સૌથી મોટો ત્યાગી માનવામાં આવત, પરંતુ નગ્ન દિગંબર ભાવલિંગી સંત પોતાની વીતરાગપરિણતિરૂપ ત્યાગથી નાના—મોટા માનવામાં આવે છે, એનાથી નહીં કે એ કેટલું ધન, રાજપાટ, સ્ત્રી–પુત્રાદિ છોડીને આવ્યા છે. જો એમ હોય તો પછી ભરત ચક્રવર્તી મોટા ત્યાગી અને ભગવાન મહાવીર નાના ત્યાગી માનવામાં આવત, કેમકે ભરતાદિ ચક્રવર્તીઓએ તો છનું હજાર રાણીઓ ને છ ખંડનો વૈભવ છોડયાં હતાં. મહાવીરને પત્ની હતી જ નહીં, છ ખંડનું રાજય ન હતું, તેઓ શું છોડે ? . લોકમાં પણ બાલબ્રહ્મચારીને અધિક મહત્વ અપાય છે. દાનમાં આટલું આપીને કેટલું રાખ્યું—એનો વિચાર કરવામાં નથી આવતો; પરંતુ ત્યાગમાં કેટલું રાખ્યું – એ જોવામાં આવે છે. કેટલું છોડયું કે આપ્યું – એ નહીં. દાન જો દેવાનું નામ છે તો ત્યાગ એ ન લેવું એને કહે છે દેનાર કરતાં ન લેનાર ઊંચો છે, કેમકે દેનાર દાની છે અને ન લેનાર ત્યાગી. જેની પાસે ઘણું બધું હોય છે તેને રાજા કહે છે; અને જેની પાસે કાંઈ નથી હોતું અર્થાત્ જે પોતાની પાસે કાંઈ પણ રાખતો નથી, જેને કાંઈ પણ ન જોઈએ એને મહારાજા કહે છે. કહ્યું પણ છે કે : ચાહ ગઈ ચિંતા ગઈ, મનુઆ બે—પરવાહ જિન્હેં કછુ નહીં ચાહિએ, તે નર શાહેંશાહ. લોકમાં દાનીઓ કરતાં ત્યાગીઓનું અધિક સન્માન થાય છે, અને તે યોગ્ય પણ છે – કેમકે ત્યાગ શુદ્ધભાવ છે અને દાન, શુભભાવ; ત્યાગ ધર્મ છે અને દાન પુણ્ય. અહીં એક પ્રશ્ન સંભવે છે કે લોકમાં ત્યાગ જેવા પવિત્ર શબ્દની સાથે મળ–મૂત્ર જેવા અપવિત્ર શબ્દો જોડવામાં આવે છે. જેમકે – મળત્યાગ, મૂત્રત્યાગ. જયારે ત્યાગની અપેક્ષાએ હીન એવા દાનની સાથે જ્ઞાન પવિત્ર - Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ત્યાગ) શબ્દ જોડવામાં આવ્યો છે; જેમકે જ્ઞાનદાન. ભાઈ ! કોઈ શબ્દ પવિત્ર કે અપવિત્ર નથી હોતો. શબ્દ તો વસ્તુનો વાચક છે. હવે રહી વસ્તુની વાત. ભાઈ ! ત્યાગ તો અપવિત્ર વસ્તુનો જ કરવામાં આવે છે. રાગ–દ્વેષ—મોહ ભાવ પણ અપવિત્ર તો છે, એમની સાથે પણ ત્યાગ શબ્દ લાગે છે. તથા દાન તો સારી વસ્તુનું જ આપવામાં આવે છે. ૧૨૯ જો ત્યાગના સંદર્ભમાં ઊંડાણથી વિચાર કરીએ તો સાચો ત્યાગ તો લોકો મળ–મૂત્રનો જ કરે છે. કેમકે જે વસ્તુને ત્યાગી, એના સંબંધમાં પછી વિકલ્પ પણ ન થવો જોઈએ કે એનું શું થયું કે શું થશે ? જો વિકલ્પ થાય તો એનો ત્યાગ કયાં થયો ? મળ–મૂત્રના ત્યાગ પછી લોકોને વિકલ્પ પણ આવતો નથી કે એનું શું થયું ? એને કૂતરાએ ખાધું કે ભૂંડે ? એની જેમ જેનો આપણે ત્યાગ કરવા ઈચ્છીએ છીએ કે કરીએ છીએ તે સઘળી વસ્તુઓ પ્રતિ જયારે આપણને ઉપેક્ષાભાવ હોય ત્યારે એ સાચો ત્યાગ હશે. ત્યાગ એક એવો ધર્મ છે કે જેને પ્રાપ્ત કરીને આ જીવ અકિંચન અર્થાત્ આર્કિચન્યધર્મનો ધારક બની જાય છે, પૂર્ણ બ્રહ્મમાં લીન થવા લાગે છે, લીન થઈ જાય છે અને સારભૂત આત્મસ્વભાવને પ્રાપ્ત કરી લે છે. આવા પરમ પવિત્ર ત્યાગધર્મનો મર્મ સમજીને પ્રત્યેક જન સમસ્ત બાહ્યાભ્યતર પરિગ્રહનો ત્યાગ કરીને બ્રહ્મલીન થાઓ, અનન્ત સુખી બનો, એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦) 'ઉત્તમ આચિન્ય જ્ઞાનાનંદસ્વભાવી આત્મા સિવાય કિંચિત્માત્ર પણ પર પદાર્થ તથા પરના લક્ષ્ય આત્માનાં ઉત્પન્ન થતા મોહ–રાગ-દ્વેષના ભાવ આત્માના નથી એમ જાણવું, માનવું અને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે એ સર્વથી નિવૃત્ત થવું, એમને છોડવા એ જ ઉત્તમ આકિંચ ધર્મ છે. આકિંચન્ય અને બ્રહ્મચર્યને દશધર્મોના સારરૂપ અને ચારગતિનાં દુઃખોમાંથી ઉગારીને મુકિતમાં લઈ જવાવાળા મહાન ધર્મ કહેવામાં આવ્યા છે, જેમકે – આર્કિંચન, બ્રહ્મચર્ય ધર્મ દશ સાર હૈ, ચહેંગતિ દુઃખતૈ કાઢિ મુકતિ કરતાર હૈ,'' વસ્તુતઃ આર્કિંચન્ય અને બ્રહ્મચર્ય એક સિકકાની બે બાજુ છે. જ્ઞાનાનંદ–સ્વભાવી આત્માને જ પોતાનો માનવો, જાણવો અને એમાં જ જામી જવું, રમી જવું, સમાઈ જવું, લીન થઈ જવું–એ બ્રહ્મચર્ય છે અને એનાથી ભિન પર પદાર્થો અને એમના લક્ષ્ય ઉત્પન્ન થતા ચિદ્વિકારોને પોતાના ન માનવા, ન જાણવા અને એમાં વ્યસ્ત ન થવું- એ જ આર્કિંચન્યા જો સ્વલીનતા એ બ્રહ્મચર્ય છે તો પરમાં એકત્વબુદ્ધિ અને લીનતાનો અભાવ એ આર્કિંગન્ય છે. તેથી, જેને અસ્તિથી બ્રહ્મચર્યધર્મ કહેવામાં આવે છે એને જ નાસ્તિથી આર્કિંચન્ય ધર્મ કહ્યો છે. આ પ્રમાણે સ્વની અતિ બ્રહ્મચર્ય છે અને પરની નાસ્તિ આર્કિંચન્ય. બ્રહ્મચર્યધર્મની ચર્ચા તો સ્વતંત્રપણે કરવામાં આવશે જ, અહીં તો હમણાં આકિંચન્યધર્મના સંબંધમાં વિચાર કરીએ. જે પ્રમાણે ક્ષમાનો વિરોધી ક્રોધ, માર્દવનો વિરોધી માન છે; એ જ પ્રમાણે આકિંચન્યધર્મનો વિરોધી પરિગ્રહ છે, અર્થાત્ આકિંચન્યના અભાવને પરિગ્રહ વા પરિગ્રહના અભાવને આકિંચજધર્મ કહેવામાં આવે છે. તેથી ૧. દશલક્ષણ પૂજન, સ્થાપના. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ઉત્તમ આકિંચન્ય) આકિંચન્યનું બીજું નામ અપરિગ્રહ પણ હોઈ શકે છે. જે પરિગ્રહના ત્યાગ વડે આકિંચ ધર્મ પ્રગટ થાય છે. તેને પહેલાં સમજવો આવશ્યક છે. પરિગ્રહ બે પ્રકારના છે–આત્યંતર અને બાહ્ય. આત્મામાં ઉત્પન્ન થતા મોહ–રાગ–ષાદિ ભાવરૂપ આત્યંતર પરિગ્રહને નિશ્ચયપરિગ્રહ અને બાહ્યપરિગ્રહને વ્યવહારપરિગ્રહ પણ કહેવામાં આવે છે. જેમકે ધવલમાં કહ્યું છે કે – ववहारणयं पडुच्च खेत्तादी गंथो, अभंतरगंथकारणत्तादो । एदस्स परिहरणं णिग्गंथत्तं । णिच्छयणयं पड्डच्च मिच्छत्तादी गंथो, कम्मबंधकारणत्तादो | तेसिं परिच्चागो णिग्गंथत्तं।" - વ્યવહારનયની અપેક્ષાઓ ક્ષેત્રાદિકગ્રંથ છે, કેમકે એ આત્યંતરગ્રથનાં કારણો છે, એમનો ત્યાગ કરવો નિર્ચન્થતા છે. નિશ્ચયનયની અપેક્ષાઓ મિથ્યાત્વાદિ ગ્રંથ છે, કેમકે એ કર્મ બંધનાં કારણો છે અને એમનો ત્યાગ કરવો એ નિર્ગસ્થતા છે. આ પ્રમાણે નિર્ચન્થતા અર્થાતુ આર્કિંચન્યધર્મ માટે આવ્યંતર અને બાહ્યા અને પ્રકારના પરિગ્રહનો અભાવ (ત્યાગ) આવશ્યક છે. આ જ નિશ્ચય-વ્યવહારની સંધિ પણ છે..' * આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકાર ના હોય છે – ૧. મિથ્યાત્વ, ૨. ક્રોધ, ૩. માન, ૪. માયા, ૫. લોભ, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરતિ, ૯. શોક, ૧૦. ભય, ૧૧. જુગુપ્સા (ગ્લાનિ) ૧૨. સ્ત્રીવેદ, ૧૩. પુરુષવેદ, અને ૧૪. નપુંસકવેદ. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારના હોય છે – - ૧: ક્ષેત્ર (ખેતર) ૨. મકાન, ૩. ચાંદી, ૪. સોનું, ૫. ધન, ૬. ધાન્ય, ૭. દાસી, ૮. દાસ, ૯. વસ્ત્ર અને ૧૦. વાસણ. - આ પ્રમાણે પરિગ્રહ કુલ ચોવીસ પ્રકારના માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે : પરિગ્રહ ચૌબીસ ભેદ, ત્યાગ કરે મુનિરાજજી. ૧. ધવલા પુસ્તક ૯, ખંડ ૪, ભાગ ૧, સૂત્ર , પાનું ૩૮૩. ૨. દશલક્ષણ પૂજન, ઉત્તમ આકિંચન્યનો છંદ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ' ધર્મનાં દશ લક્ષણ) ઉકત ચોવીસ પ્રકારના પરિગ્રહના ત્યાગી મુનિરાજ ઉત્તમ આકિંચન્યધર્મના ધારક છે. જયારે પણ પરિગ્રહ કે પરિગ્રહત્યા– ગની ચર્ચા ચાલે છે તો આપણું ધ્યાન બાહ્યપરિગ્રહ તરફ જ જાય છે; મિથ્યાત્વ, ક્રોધ માન, માયા, લોભાદિ પણ પરિગ્રહ છે – એ વાત પર કોઈ ધ્યાન જ દેતું નથી. ક્રોધ, માન, માયા, લોભની જયારે પણ વાત કરીએ તો કહેવામાં આવે છે કે એ તો કષાયો છે; પરંતુ કષાયોનો પણ પરિગ્રહ હોય છે એમ વિચાર આવતો નથી. જયારે જગત ક્રોધ-માનાદિને પણ પરિગ્રહ માનવા તૈયાર નથી તો પછી હાસ્યાદિ કષાયોને કોણ પરિગ્રહ માને? પાંચ પાપોમાં પરિગ્રહ એક પાપ છે, અને હાસ્યાદિ કષાયો પરિગ્રહના ભેદો છે. પરંતુ જયારે આપણે હસીએ છીએ, શોકસંતપ્ત થઈએ છીએ તો શું એમ સમજીએ છીએ કે આપણે કોઈ પાપ કરી રહ્યા છીએ, ” વા એને કારણે આપણે પરિગ્રહી છીએ? ઘણાય પરિગ્રહત્યાગીઓને ખડખડાટ હસતા, ગભરાટપૂર્વક ડરતા જોઈ શકાય છે. શું તેઓ એમ અનુભવે છે કે આ સઘળો પરિગ્રહ છે. જયપુરમાં લોકો ભગવાનની મૂર્તિઓ લેવા આવે છે અને મને કહે છે કે અમારે તો ખૂબ સુંદર મૂર્તિ જોઈએ, એકદમ હસમુખી, હું એકને સમજાવું છું કે ભાઈ! ભગવાનની મૂર્તિ હસમુખી ન હોય. હાસ્ય તો કષાય છે, પરિગ્રહ છે અને ભગવાન તો અકષાયી, અપરિગ્રહી છે; એમની મૂર્તિ હસમુખી કેવી રીતે હોઈ શકે? ભગવાનની મૂર્તિની મુદ્રા તો વીતરાગી શાન્ત હોય છે. કહ્યું પણ છે કે જય પરમશાન્ત મુદ્રા સમેત, ભવિજનકો નિજ અનુભૂતિ હેત" છબિ વીતરાગી નગ્ન મુદ્રા, દ્રષ્ટિ નાસા પર ધરે.” એ પણ બહુ ઓછા લોકો જાણે છે કે સર્વ પાપોનો બાપ જે લોભ એ પણ એક પરિગ્રહ છે. શબ્દોથી જાણતા પણ હોય. તોપણ એ અનુભવ કરતા નથી કે લોભ પણ એક પરિગ્રહ છે, અન્યથા યશના લોભમાં દોડા-દોડ કરી મૂકનાર કહેવાતા પરિગ્રહત્યાગી જોવામાં ન આવત. ૧. પં. ટોડરમલજીકૃત દેવસ્તુતિ. ૨. કવિવર બુધજનકૃત દેવસ્તુતિ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ આર્કિંચન્ય) ૧૩૩ ઘોર પાપોનું મૂળ મિથ્યાત્વ પણ એક પરિગ્રહ છે; એક નહીં, બબ્બે પ્રથમ નંબરનો (પ્રધાન) પરિગ્રહ છે, જે છૂટ્યા વિના અન્ય પરિગ્રહ છૂટી જ શકતા નથી – આ વાત પ્રત્યે પણ કેટલાનું ધ્યાન છે ? હોય તો મિથ્યાત્વનો અભાવ કર્યા વિના જ અપરિગ્રહી બનવાનો પ્રયત્ન કરવામાં ન આવત.. - પરિગ્રહ સૌથી મોટું પાપ છે અને આકિંચન્ય સૌથી મોટો ધર્મ, જગતમાં જેટલી પણ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ પ્રવૃત્તિઓ જોવામાં આવે છે એ સર્વના મૂળમાં પરિગ્રહ છે. જયારે મોહ–રાગ-દ્વેષાદિ સર્વ વિકારી ભાવો પરિગ્રહ છે તો પછી એવું કયું પાપ બાકી રહી જાય છે જે પરિગ્રહની સીમામાં ન આવતું હોય? ' મોહ–રાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિનું નામ જ હિંસા છે. કહ્યું પણ છે કે – अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति। तेषामेवोत्पत्तिहिंसेति जिनागमस्य संक्षेपः।।' રાગ-દ્વેષ–મોહાદિ વિકારી ભાવોની ઉત્પત્તિ જ હિંસા છે અને એ ભાવોની ઉત્પત્તિ ન થવી એ જ અહિંસા છે. જૂઠ, ચોરી, કુશીલમાં પણ રોગ-દ્વેષ-મોહ જ કામ કરે છે. તેથી રાગ-દ્વેષ–મોહસ્વરૂપ હોવાથી પરિગ્રહ સૌથી મોટું પાપ છે. - ક્ષમા તો ક્રોધના અભાવનું નામ છે. એ પ્રમાણે માર્દવ માનના, આર્જવા માયાન તથા શૌચ લોભના અભાવનું નામ છે. પરંતુ આર્કિંચન્યધર્મ-ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ – એ બધા જ કષાયોના અભાવનું નામ છે. તેથી આકિંચ સૌથી મોટો ધર્મ છે. - આજ તો બાહ્ય પરિગ્રહમાં પણ માત્ર રૂપિયા-પૈસાને જ પરિગ્રહ માનવામાં આવે છે; ધનધાન્યાદિ પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી. કોઈપણ પરિગ્રહ–પરિમાણવ્રતધારી અણુવતીને પૂછો કે આપના પરિગ્રહનું પરિમાણ શું છે ? તો તરત જ રૂપિયા-પૈસામાં જવાબ દેશે. કહેશે કે– “દશ હજાર કે વીસ હજાર” “અને...?” એમ પૂછશો તો કહેશે – ૧. આચાર્ય અમૃતચંદ્રઃ પુરુષાર્થસિદ્ધયુપાય, છંદ ૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મનાં દશ લક્ષણ) બીજું શું?” હું જાણવા માગું છું કે રૂપિયા-પૈસા જ પરિગ્રહ છે? બીજું કાંઈ પરિગ્રહ નથી? ધન-ધાન્ય, ક્ષેત્ર–વાસ્તુ, સ્ત્રી-પુત્રાદિ બાહ્ય પરિગ્રહની પણ વાત નથી તો ક્રોધ, માન, આદિ અંતરંગ પરિગ્રહોનું તો પૂછે છે જ કોણ? જયારે એક પરિગ્રહ-પરિમાણધારીને પૂછવામાં આવ્યું કે પરિગ્રહ તો ચોવીસ હોય છે, આપે તો ચોવીસેયનું પરિમાણ કર્યુ હશે? ત્યારે તે આશ્ચર્યચકિત થઈ બોલ્યા- “ના, મેં તો માત્ર રૂપિયાનું જ પસ્મિાણ કર્યું છે, આપ બતાવો તો ચોવીસનું કરી લઈશ.” ' મેં કહ્યું, “એ તો ઠીક, પરંતુ આપે કદીએ વિચાર કર્યો છે કે ચોવીસ પરિગ્રહોનું પરિમાણ થઈ શકે કે નહી?” તો તે તરત જ કહેવા લાગ્યા, – “કેમ ન થઈ શકે? બધું જ થઈ . શકે, દુનિયામાં એવું કહ્યું કામ છે જે માનવીથી ન થઈ શકે? માનવી ધારે તો બધું જ કરી શકે છે.” • મેં કહ્યું, – “ઠીક, આપને ચોવીસ પરિગ્રહોનાં નામ તો આવડતાં જ હશે? પહેલો પરિગ્રહ મિથ્યાત્વ છે, એનું પરિમાણ થઈ શકે શું? જો હા, તો કેટલું મિથ્યાત્વ રાખવું અને કેટલું છોડવું? શું મિથ્યાત્વ પણ થોડું રખાય ને થોડું છોડાય – એમ થઈ શકે છે?” ' તે આશ્ચર્યથી ભોંઠા પડયા હોય તેમ જોતા રહ્યું, કેમકે મિથ્યાત્વ પણ એક પરિગ્રહ છે એ એમણે આજે જ સાંભળ્યું હતું. અસ્તુ! મેં મારી વાત આગળ વધારતાં કહ્યું – “ભાઈ ! મિથ્યાત્વ સંપૂર્ણ છૂટયા વિના તો વ્રત હોય જ નહીં, તેથી પરિગ્રહ-પરિમાણવ્રત ધારણ કરનારને મિથ્યાત્વ છે જ કયાં કે એનું પરિમાણ કરવામાં આવે? એ જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભાદિ વિકારી ભાવરૂપ અંતરંગ પરિગ્રહોનું પણ વિચાર કર્યો કદીયે ?” ચોથા ગુણસ્થાનની અપેક્ષાઓ પાંચમાં ગુણસ્થાનમાં આત્માનો અધિક અને ઉગ્ર આશ્રય હોવાથી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિનો અભાવ થઈ જાય છે તથા કાંઈક કમજોરીના કારણે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉત્તમ આર્કિંચન્ય) , પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન ક્રોધાદિનો સદ્દભાવ રહે છે, તદનુસાર ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહની મર્યાદા બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. આ સંપૂર્ણ ક્રિયાનું નામ જ પરિગ્રહ પરિમાણવ્રત છે. - જન સામાન્યને આ ચોવીસ પરિગ્રહોની તો ખબર નથી, રૂપિયા-પૈસાને જ પોતાની કલ્પના વડે પરિગ્રહ માનીને એની જ ઉલટ–સુલટ મર્યાદા કરીને પોતાને પરિગ્રહ–પરિમાણવ્રતધારી માની લે છે. જે રૂપિયા-પૈસાને જગત પરિગ્રહ માની બેઠું છે તે અંતરંગપરિગ્રહ તો છે જ નહીં, પરંતુ ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહો માં પણ એનું નામ નથી. એ તો બાહ્ય પરિગ્રહોનાં વિનિમયનું કૃત્રિમ સાધન માત્ર છે. એમાં સ્વયંમાં એવું કાંઈ પણ નથી જેના લાભ વડે જગત એનો સંગ્રહ કરે. જો એના માધ્યમદ્વારા ધન-ધાન્યાદિ ભોગસામગ્રી પ્રાપ્ત ન થતી હોય તો એનો કોણ સંગ્રહ કરે? દશ હજારની નોટ હવે બજારમાં નથી ચાલતી તો હવે એને કોઈ ઈચ્છે છે? જગતની દ્રષ્ટિમાં એની કિંમત ત્યાં લગી છે જયાં લગી એ ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહો પ્રાપ્ત કરવાનું સાધન છે. સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને જ તેને પરિગ્રહ કહી શકાય છે, પરંતુ ચોવીસ પરિગ્રહોમાં નામ સુદ્ધાં ન હોવા છતાં પણ આજે આ પચ્ચીસમો પરિગ્રહ જ સર્વસ્વ બની બેઠો છે. - રૂપિયા-પૈસાને બાહ્ય પરિગ્રહમાં પણ સ્થાન નહીં આપવાનું એક કારણ આ પંણ રહેલું છે કે એની કિંમતમાં વધ-ઘટ થયા કરે છે. રૂપિયા-પૈસાનો જીવનમાં સીધો તો કોઈ ઉપયોગ છે નહીં, તે ધનધાન્યાદિ જીવન-ઉપયોગી વસ્તુઓની પ્રાપ્તિનું સાધન માત્ર છે. અણુવ્રતોમાં પરિગ્રહનું પરિમાણ જીવન-ઉપયોગી વસ્તુઓનું જ કરવામાં આવે છે. રૂપિયા-પૈસાની કિંમતમાં વધ-ઘટ થતી રહેવાથી માત્ર એનું પરિમાણ કરવાથી મુશ્કેલી થવી સંભવિત છે. માની લો કે એક વ્યકિતએ દશ હજારનું પરિગ્રહ–પરિમાણ કર્યું. જયારે તેણે આ પરિમાણ કર્યું હતું ત્યારે એના મકાનની કિંમત પાંચ હજાર રૂપિયા હતી, કાલાન્તરમાં એ જ મકાનની કિંમત પચાસ હજાર પણ સંભવે. આ જ પ્રમાણે ધન–ધાન્યાદિની સ્થિતિ પણ સમજવી જોઈએ. તેથી પરિગ્રહ-પરિમાણવ્રતમાં ધન-ધાન્યાદિ નિત્યોપયોગી વસ્તુઓનું પરિમાણ કરવા કહેલું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મનાં દશ લક્ષણ) પરિગ્રહ–પરિમાણધારીને તો જીવનપયોગી પરિમિત વસ્તુઓની આવશ્યકતા છે, ભલે પછી એની કિંમત ગમે તે હોય, પરિગ્રહ–પરિમાણધારીઘરમાં જ રહે છે, તેથી એને બધું જોઈએ – ધન-ધાન્ય, ક્ષેત્ર-મકાન, વાસળ ઈત્યાદિ. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કેમકે કોઈપણ પરિગ્રહ-પરિમાણધારી ઘરમાં રહેવા ઈચ્છતો નથી. તે પોતાને ગૃહસ્થ નહીં, સાધુ સમજે છે; જયારે અણુવ્રત ગૃહસ્થોને હોય છે, સાધુઓને નહીં. એણે બનાવીને જ નહીં, કમાઈને ખાવું જોઈએ, પરંતુ કમાઈ ને ખાવાની વાત તો ખૂબ દૂર, તે બનાવીને પણ ખાવા ઈચ્છતો નથી. તે પોતાના ઘરમાં નહીં, ધર્મશાળાઓમાં રહે છે, અને પોતાનો સઘળો બોજો સમાજ પર નાખે છે. તેથી હવે તેને ન મકાનની આવશ્યકતા રહી છે અને ન ધન-ધાન્યાદિની. આ કારણે જ તે પરિગ્રહ–પરિમાણ પણ રૂપિયા-પૈસામાં કરવા લાગેલ છે. ભારે વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. એક અણુવતીએ મને કહ્યું, “મારે આપની પાસે મારી એક શંકાનું સમાધાન એકાંતમાં કરવું છે.” જયારે મેં કહ્યું – “તત્વચર્ચામાં એકાંતની શું જરૂર છે?” તો તે બોલ્યા, – કાંઈક વ્યકિતગત વાત છે. એકાન્ત માં બોલ્યા – મારી એક મુશ્કેલી છે, એનું સમાધાન આપની પાસે ઈચ્છું છું. વાત એમ છે કે મેં પાચં હજારનું પરિગ્રહ-પરિમાણવ્રત લીધું હતું, જયારે પરિમાણ કર્યુ કતું ત્યારે મારી પાસે એટલા પણ પૈસા ન હતા, ન પ્રાપ્ત થવાની સંભાવના હતી. પરંતુ પાછળથી પૈસા મળ્યા અને વ્યાજ પણ વધતું ગયું. ખર્ચ તો કાંઈ હતું નહીં, લગભગ દશ હજાર થઈ ગયા. હું ખૂબ પરેશાની અનુભવવા લાગ્યો, તેથી મેં મારા એક સાથી વ્રતી બ્રહ્મચારી સાથે ચર્ચા કરી તો એમણે કહ્યું કે તમે કાંઈ સમજતા તો નથી. એમાં શું થયું? જયારે તમે વ્રત લીધું હતું તે સમય કરતાં આજે રૂપિયાની કિંમત અડધી થઈ ગઈ છે. તેથી દશ હજાર રાખવામાં કાંઈ અનુચિત નથી. એમની વાત મારી રૂચિને અનુકૂળ હોવાથી મેં સ્વીકારી લીધી. પરંતુ હવે રૂપિયા વિશેષ વધી રહ્યા છે, બાર-તેર સુધી પહોંચી ગયા છે. હવે શું કરવું એ મારી સમજમાં આવતું નથી. ઉપરોકત તર્કના આધારે મેં મર્યાદા વધારી દીધી હતી, અને હમણાં પણ વધારી શકે છે; પરંતુ કોણ જાણે કેમ મારું હૃદય આ વાત સ્વીકારવા તૈયાર નથી.” - એમની વાતનો તત્કાળ તો હું કોઈ ઉત્તર ન આપી શકયો, પરંતુ આ Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ આર્કિયન્ય) ૧૩૭ પ્રશ્નથી મારૂં હૃદય ડોલી ઊઠયું. મેં આ વાત પર ગંભીરતાથી વિચાર કર્યો – ચિંતન કર્યું – વિચાર કરતાં કરતાં મને એ વાત હાથ લાગી કે આખરે આગમમાં રૂપિયા પૈસાને પરિગ્રહમાં કેમ ગણાવ્યા નથી. એ સમજાતું નથી કે ધાર્મિક સમાજને આજે શું થઈ ગયું છે ? પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી મહાવ્રતી સાધુ અને પરિગ્રહ–પરિમાણવ્રતી અણુવ્રતી ગૃહવાસી ગૃહસ્થ—બંનેય મઠવાસી, મંદિરવાસી, ધર્મશાળાવાસી થઈ ગયા છે. એકે વનમાં રહેવું જોઈએ, બીજાએ ઘરમાં; પરંતુ ન વનવાસી વનમાં રહે છે, ન ગૃહવાસી ઘરમાં; એકસાથે બંને ધર્મશાળાવાસી થઈ જાય છે. આહાર દેનારા અણુવ્રતી ગૃહસ્થો પણ આહાર લેવા લાગ્યા છે. અન્યથા જેમણે પોતાની કમાણીનાં સાધનો મર્યાદિત કરી દીધાં હોય એમને પણ સંપત્તિ વધતા જવાનો સવાલ જ કેમ ઊઠે ? વ્રતીઓને મહાવ્રતીઓનો ભાર ઉઠાવવો જોઈતો હતો, પરંતુ એમણે તો પોતાનો ભાર અવ્રતીઓ ઉપર નાખી દીધો છે. આ કારણે જ મહાવ્રતીઓને અનુદ્દિષ્ટ આહાર મળવો બંધ થઈ ગયો છે. કેમકે અવ્રતી તો એટલું શુદ્ધ ભોજન કરતા જ નથી કે તેઓ મુનિરાજના ઉદ્દેશ્ય વિના બનાવીને એમને આહાર આપી શકે. વ્રતી એવું ભોજન અવશ્ય કરે છે કે તેઓ પોતાના માટે બનાવેલું ભોજન મુનિરાજોને આપી શકે, પરંતુ તેઓ તો લેવાવાળા થઈ ગયા છે. જે કાંઈ પણ હો, મૂળ તો માત્ર એ વિચારવાનું છે કે રૂપિયા—પૈસાને આગમમાં ચોવીસ પરિગ્રહોમાં અલગ સ્થાન કેમ નથી આપ્યું ? આમ તો એ ધનમાં આવી જ જાય છે. જો રૂપિયા–પૈસાને જ પરિગ્રહ માનીએ તો પછી દેવો, નારકીઓ, અને તિર્યંચોમાં તો પરિગ્રહ હશે જ નહીં, કેમકે એમની પાસે તો રૂપિયા—પૈસા જોવામાં જ આવતા નથી, એમનામાં તો મુદ્રાનો વ્યવહાર જ નથી, એમને આ વ્યવહાનું કોઈ પ્રયોજન પણ નથી; પરંતુ એમને પરિગ્રહનો ત્યાગ તો નથી. આ પ્રમાણે ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહોને જ પરિગ્રહ માનીએ તો પછી પશુઓને અપરિગ્રહો માનવાં પડશે, કેમકે એમની પાસે બાહ્ય પરિગ્રહ જોવામાં આવતો નથી. ધન-ધાન્ય, મકાનાદિ સંગ્રહનો વ્યવહાર તો મુખ્યપણે મનુષ્ય–વ્યવહાર છે. મનુષ્યોમાં પણ પુણ્યનો યોગ ન હોય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ 1. ધર્મનાં દશ લક્ષણ) તો ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ અલ્પ જોવામાં આવે છે, તો શું તેઓ પરિગ્રહ–ત્યાગી થઈ ગયા ?નહીં, કદાપિ નહીં. જયારે આત્માના ધર્મ તથા અધર્મની ચર્ચા ચાલે છે તો એની પરિભાષા એવી હોવી જોઈએ કે એ સર્વ આત્માપર એક સરખી રીતે ઘટિત થાય. આ કારણે આચાર્યોએ અંતરંગ પરિગ્રહના ત્યાગ પર વિશેષ ભાર મૂક્યો છે. કાર્તિકેયાનુપ્રેક્ષા માં કહ્યું છે કેबाहिरगंथविहीणा दलिद्दमणुवा सहावदो होति। अब्भंतर-गंथं पुण ण सक्कदेको विछंडेदुं ।।३८७।। દરિદ્રી મનુષ્ય તો સ્વભાવથી જ બાહ્ય પરિગ્રહથી રહિત હોય છે. પરંતુ અંતરંગ પરિગ્રહને છોડવામાં કોઈપણ સમર્થ હોતું નથી. અષ્ટપાહુડ (ભાવપાહુડ) માં સર્વશ્રેષ્ઠ દિગંબરાચાર્ય કુન્દકુન્દ લખે છે : 'भावविशुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ। बाहिरचाओ विहलो अभंतरगंथजुत्तस्स।।3।। બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે, પરંતુ રાગાદિભાવરૂપ અત્યંતર પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી દેવા છતાં પણ એ નિશ્ચિત નથી કે અંતરંગ પરિગ્રહ પણ છૂટી જ જશે. એમ પણ બને કે બહારથી તિલતુષમાત્ર પણ પરિગ્રહ ન દેખાય, પરંતુ અંતરંગમાં ચૌદેય પરિગ્રહ વિદ્યમાન હોય. દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિઓ મુનિઓને આ જ તો હોય છે. પહેલા ગુણસ્થાનમાં હોવાથી એમનામાં મિથ્યાત્વાદિ સર્વ અંતરંગ પરિગ્રહો હોય છે, પરંતુ બહારથી તે નગ્ન દિગંબર હોય છે. ભગવતી આરાધના માં સ્પષ્ટ લખ્યું છે - "अभंतरसोधीए गंथे णियमेण बाहिरे च यदि। अभंतरमइलो चेव बाहिरे गेण्हदि ह गंथे ।।१६१५|| अभंतरसोधीए बाहिरसोधी वि होदि णियमेण। अभंतरदोसेण हु कुणदि, णरो बाहिरे दोसे।।१६१६ ।। Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ આકિંચન્ય) - ૧૩૯ અંતરંગ શુદ્ધિ થતાં બાહ્ય પરિગ્રહનો નિયમથી ત્યાગ હોય છે. અત્યંતર અશુદ્ધ પરિણામોથી જ વચન અને શરીર દ્વારા દોષોની ઉત્પત્તિ થાય છે. અંતરંગ શુદ્ધિ હોવાથી બહિરંગ શુદ્ધિ પણ નિયમથી હોય છે જો અંતરંગ પરિણમો મલિન હશે તો મનુષ્ય શરીર અને વચનો દ્વારા પણ દોષ ઉત્પન્ન કરશે. વસ્તુતઃ વાત તો એ છે કે ધન–ધાન્યાદિ સ્વયં તો કોઈ પરિગ્રહ નથી, બલ્ક એમના ગ્રહણનો ભાવ, સંગ્રહનો ભાવ–એ પરિગ્રહ છે. જયાં લગી પર પદાર્થના ગ્રહણનો કે સંગ્રહનો ભાવ ન હોય તો માત્ર પરપદાર્થોની ઉપસ્થિતિથી પરિગ્રહ થાતો નથી, અન્યથા તીર્થકરોને તેરમા ગુણસ્થાનમાં પણ દેહ અને સમવસરણાદિ વિભૂતિઓનો પરિગ્રહ માનવો પડશે, જયારે અંતરંગ પરિગ્રહનો સંદ્ભાવ દશમાં ગુણસ્થાન સુધી જ હોય સર્વ વાતો ધ્યાનમાં રાખીને જિનાગમમાં પરિગ્રહની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે - . મૂછ પરિપ્રદ:"", મૂચ્છ પરિગ્રહ છે. . મૅચ્છની વ્યાખ્યા આચાર્ય અમૃતચંદ્ર આ પ્રમાણે કરે છે – “મૂછ તુ મમત્વપરિણામર મમત્વ પરિણામ એ જ મૂચ્છ છે. પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ ટીકામાં (ગાથી ૨૧૮ ની ટીકામાં) આચાર્ય જયસેને લખ્યું છે – - "मूच्र्छा परिग्रहः इति सूत्रे यथाध्यात्मानुसारेण मूर्छारूपरागादिपरिणामानुसारेण परिग्रहो भवति, न च बहिरंग રિપ્રાનુસારે” મૂચ્છ પરિગ્રહ છે – આ સૂત્રમાં એમ કહ્યું છે કે અંતરંગ ઈચ્છારૂપ રાગાદિ પરિણામો અનુસારે પરિગ્રહ હોય છે, બહિરંગ પરિગ્રહ અનુસાર નહીં. ૧. આચાર્ય ઉમાસ્વામી : તત્વાર્થસૂત્ર અ. ૭. સૂત્ર ૧૭. ૨. પુરુષાર્થ સિદ્ધપુપાય. છંદ ૧૧૧. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મનાં દશલક્ષણ) આચાર્ય પૂજયપાદ તત્વાર્થસૂત્રની ટીકા સર્વાર્થસિદ્ધિમાં લખે છે :"ममेदंबुद्धिलक्षणः परिग्रहः"3_ આ વસ્તુ મારી છે– આવો સંકલ્પ રાખવો એ પરિગ્રહ છે. પરિગ્રહની ઉપર્યુકત વ્યાખ્યાઓ અને સ્પષ્ટીકરણોથી પણ પદાર્થ પોતે તો કોઈ પરિગ્રહ નથી – એ સ્પષ્ટ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે જે આપણું મમત્વ છે, રાગ છે એ જ વાસ્તવમાં પરિગ્રહ છે. જયારે પર પદાર્થો પ્રત્યે મમત્વ છૂટી જાય છે તો તદનુસાર બાહ્ય પરિગ્રહ પણ નિયમથી છૂટી જ જાય છે, પરંતુ બાહ્ય પરિગ્રહ છૂટવાથી મમત્વ છૂટી જેવાનો કોઈ નિયમ નથી, કેમકે પુણ્યના અભાવમાં અને પાપના ઉદયમાં પર પદાર્થ તો સ્વયં જ છૂટી જાય છે, પરંતુ મમત્વ છૂટતું નથી, પરંતુ કોઈ-કોઈવાર તો અધિક વધી જાય છે. પર પદાર્થો છૂટી જવાથી કોઈ અપરિગ્રહી થઈ જતો નથી, બલ્ક એને રાખવાનો ભાવ, એના પ્રતિ એકત્વબુદ્ધિ કે મમત્વ પરિણામ છોડવાથી પરિગ્રહ છૂટી જાય છે– આત્મા અપરિગ્રહી અર્થાત્ આફ્રેિંચ ધૂમનો સ્વામી બને છે. શરીરાદિ પર પદાર્થો અને રાગાદિ ચિત્રિકારોમાં એકત્વબુદ્ધિ, અહબુદ્ધિ એ જ મિથ્યાત્વ નામનો પ્રથમ અતંરગ પરિગ્રહ છે. જયાં લગી આ જ છૂટે ત્યાં લગી અન્ય પરિગ્રહોના છૂટવાની વાત જ નથી, પરંતુ આ મુગ્ધ જગતનું આ તરફ ધ્યાન જ નથી. આખીય દુનિયા પરિગ્રહની ચિંતામાં જ દિન-રાત એક કરી રહી છે, મરી રહી છે. કોઈ લોકો પર પદાર્થો મેળવવામાં સંલગ્ન છે, તો કોઈ લોકોને ધર્મના નામે એમને છોડવાની લગની લાગી છે. એ કોઈ નથી વિચારતું કે તે મારા છે જ નહીં, મારા મેળવ્યા મળતા નથી અને ઉપર–ઉપરથી છોડ્યા છૂટતા પણ નથી. એમની પરિણતિ એમની મેળે થઈ રહી છે, એમાં આપણું કર્યું કાંઈ બનતું નથી. આ આત્મા તો માત્ર એમને મેળવવાનો કે ત્યાગવાનો વિકલ્પ કરે છે, તદનુસાર પાપ-પુણ્યનો બંધ પણ કરતો રહે છે. પુણ્યના ઉદયે પ્રયત્ન કર્યા વિના પણ અનુકૂળ પરપદાર્થોનો સહજ સંયોગ થાય છે, એ જ પ્રમાણે પાપના ઉદયે પ્રતિકૂળ પરપદાર્થોનો સંયોગ ૩. સર્વાર્થસિદ્ધિ અ. ૬, સૂત્ર ૧૫. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ઉત્તમ આર્કિંચ) બનતો રહે છે. આમાં આનું કાંઈ પણ ચાલતું નથી તોપણ મિથ્યાત્વ અને રાગને લીધે આ અજ્ઞાની જગત અનુકૂળ-પ્રતિકુળ સંયોગ-વિયોગમાં અહબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ કર્યા જ કરે છે. આ જ અહંબદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, મમત્વબુદ્ધિ મિથ્યાવ નામનો સૌથી ભયંકર પરિગ્રહ છે. સૌથી પહેલાં આને છોડવો જરૂરી છે. જેમ વૃક્ષમાં પાંદડાંને સિંચવાથી પાંદડાં પલ્લવિત થતાં નથી, પરંત મૂળને સિંચવાથી પાંદડાં આવે છે–ફળે છે; તે જ પ્રમાણે સમસ્ત અંતરંગ-બહિરંગ પરિગ્રહ મિથ્યાત્વરૂપી મૂળથી ફળે છે–ફાલે છે. જો આપણે ઈચ્છતા હોઈએ કે પાંદડાં સુકાઈ જાય તો પાંદડાં તોડવાથી કાંઈ નહીં બને, નવાં પાંદડાં આવી જશે; પરંતુ જો મૂળ જ કાપી નાખવામાં આવે તો પાંદડાં થોડા કાળમાં આપોઆપ સુકાઈ જશે. તે જ પ્રમાણે મિથ્થાત્વરૂપી મૂળને કાપી નાખવાથી બાકીના પરિગ્રહ સમય પ્રાપ્ત થતાં પોતાની મેળે જ છૂટી જશે. જયારે આ વાત કહેવામાં આવે છે એટલે લોકો કહે છે કે બસ, પરને પોતાનું જ માનવું એટલું જ, છોડવાનું તો કાંઈ છે જ નહીં. જો કાંઈ છોડવાનું નથી તો પછી પરિગ્રહ છૂટશે કેવી રીતે? ' અરે ભાઈ! છોડવાનું કેમ નથી? પરને પોતાનું માનવાનું છોડવાનું છે. જયારે પરને પોતાનું માનવું એ જ મિથ્યાત્વ નામનો પ્રથમ પરિગ્રહ છે તો એને છોડવા માટે પરને પોતાનું માનવાનું જ છોડવું પડશે. જો કે માનવાનું છોડવું (અભિપ્રાય પરિવર્તન) એ બહુ મહાન ત્યાગ છે, કાર્ય છે; તોપણ આ જગતને એમાં કાંઈ છોડ્યું એવું લાગતું જ નથી. જો પાંચ-દશ લાખ રૂપિયા છોડે, સ્ત્રી-પુત્રાદિ છોડે તો કાંઈક છોડયું એમ લાગે છે. પરંતું આ રૂપિયા અને સ્ત્રી-પુત્રાદિને પોતાના માનવાનું છોડે તો કાંઈ છોડયું લાગતું નથી. આ બધો મિથ્યાત્વ પરિગ્રહનો જ મહિમા છે. એના જ કારણે જગતને આવું લાગે છે. અરે ભાઈ! પરને પોતાના માનવાનું છોડયા વિના એને છોડી પણ દેતો એ છૂટશે નહીં. પરને છોડવા માટે અથવા પરથી છૂટવા માટે સર્વપ્રથમ એને સ્વકીય માનવાનું છોડવું પડશે, ત્યાર પછી જ કાળાંતરે તે છૂટશે. તે છૂટશે શું? તે તો છુટું જ છે વસ્તુતઃ આ જીવ પરાણે એને પોતાનું માને છે, તેથી ઊંડાણથી વિચારીએ તો એને પોતાનું માનવાનું જ છોડવાનું છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધર્મનાં દશ લક્ષણ) જગતનાં પદાર્થો તો જગતમાં રહેલા છે, અને રહેશે. એમને શું છોડીએ? અને કેવી રીતે છોડીએ? એમને પોતાના માનવા અને મમત્વ કરવું–એ જ તો છોડવાનું છે. દેહને પોતાનો માનવાનું છોડવાથી, એના પ્રતિ મમત્વ છોડવાથી, એની સાથેનો રાગ છૂટી જવાથી પણ દેહ તરત જ છૂટી જતો નથી; દેહનો પરિગ્રહ છૂટી જાય છે. દેહ તો સમય આવ્યે આપોઆપ છૂટી જાય છે; પરંતુ દેહમાં એકત્વ અને રાગાદિનો ત્યાગ કરનારને ફરીથી બીજીવાર દેહધારણ કરવો પડતો નથી અને જે લોકો એનાથી એકત્વ અને રાગ છોડતા નથી એમને વારવાર દેહ ધારણ કરવો પડે છે. અહીં કોઈ એમ કહે કે જેમ દેહને નહી, દેહને પોતાનો માનવાનું છોડવાનું છે. દેહથી રાગ છોડવાનો છે દેહ તો સમય આવ્યે આપોઆપ છૂટી જશે; તવી રીતે અમે મકાન તો દશ-દશ રાખીએ, પરંતુ એમનાથી મમત્વ ન રાખીએ તો શું મકાનનો પરિગ્રહ નહી બને? જો હા, તો પછી અમે મકાન તો ઘણાં રાખીશું, બસ એમનાથી મમત્વ નહીં રાખીએ. એને કહીએ છીએ કે ભાઈ! જરા વિચાર તો કરો! જો તમે મકાનથી મમત્વ નહી રાખો તો મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છૂટશે, મકાન (વાસ્ત) નામનો બહિરંગ પરિગ્રહ નહીં. કેમકે મકાનાદિરૂપ બાહ્ય પરિગ્રહ તો પ્રત્યાખ્યાન સંબંધી રાગ (લોભાદિ) ૩૫ અંતરંગ પરિગ્રહ છૂટે ત્યારે છૂટે છે અને અપ્રત્યાખ્યાન સંબંધી રાગ (લોભાદિ) રૂ૫ અંતરંગ પરિગ્રહ છૂટે ત્યારે મકાનાદિ બાહ્ય પરિગ્રહ પરિમિત બને છે. આ પ્રમાણે એને પોતાનો માનવાનું છોડવા માત્રથી બાહ્ય પરિગ્રહ નથી છૂટતો, પરંતુ તત્સંબંધી રાગ છૂટવાથી છૂટે છે. દેહ અને મકાનની સ્થિતિમાં ફરક છે. દેહથી તો રાગ છૂટી જવા છતાં પણ દેહ નથી છૂટતો, પરંતુ મકાનથી રાગ છૂટી જતાં મકાન અવશ્યમેવ છૂટી જાય છે. પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ પણ તેરમાં–ચૌદમાં ગુણસ્થાનમાં સદેહ હોય છે. પરંતુ મકાનાદિ બાહ્ય પદાર્થોનો સંયોગ છઠ્ઠા–સાતમા ગુણસ્થાનમાં પણ નથી હોતો. ' જેનદર્શનનો અપરિગ્રહ સિદ્ધાંત સમજવા માટે જરા ઊંડાણમાં ઊતરવું જોઈશે, ઉપર-ઉપરી વિચાર કરવાથી કામ ચાલશે નહીં. . નિશ્ચયથી તો મકાનાદિ છૂટાં જ છે. અજ્ઞાની જીવે એમને પોતાનાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ આર્કિચન્ય) . ૧૪૩ માની રાખ્યાં છે. એ એનાં બન્યા છે જ કયારે? આ અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાવનશ પોતાને એમનો સ્વામી માને છે, પરંતુ એમણે એના સ્વામિત્વનો સ્વીકાર જ કયાં કર્યો છે? એમણે આને પોતાનો સ્વામી કયારે માન્યો? આ જીવ બહુ અભિમાનથી કહે છે કે મેં આ મકાન પચીસ હજારમાં કાઢી નાખ્યું. પરંતુ વિચાર તો કરો કે એણે મકાનને કાઢયું છે કે મકાને એને? મકાન તો હજ પણ પોતાના સ્થાન પર સ્થિત છે. સ્થાન તો એણે જ બદલ્યું છે. મકાનાદિ પર પદાર્થોને પોતાના માનવા એ મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છે. અને એના પર રાગ-દ્વેષાદિ કરવા–એ ક્રોધાદિરૂપ અંતરંગ પરિગ્રહ છે; મકાનાદિ બહિરંગ પરિગ્રહ છે. પરપદાર્થો ને માત્ર પોતાના માનવાનું છોડવાથી બહિરંગ, પરિગ્રહ છૂટતો નથી, પરંતુ એને પોતાના માનવાનું છોડવાની સાથે એમના પ્રતિ રાગાદિ છોડવાથી છૂટે છે. પરંતુ આ પરિગ્રહી વણિક સમાજે અપરિગ્રહી જૈનધર્મમાં પણ માર્ગ કાઢી લીધા છે. જે પ્રમાણે સમસ્ત ધનનો માલિક અને નિયામક સ્વયં હોવા છતાં પણ રાજયના નિયમોથી બચવા માટે આજે એણે અનેક ઉપાયો શોધી કાઢયા છે – બીજી વ્યકિતઓનાં નામ પર સંપત્તિ બતાવવી, બનાવટી સંસ્થાઓ ઊભી કરી દેવી ઈત્યાદિ. તે જ પ્રમાણે ધર્મક્ષેત્રમાં પણ આ બધું દેખાવા લાગ્યું છે – શરીર પર તાંતણો પણ નહીં રાખનારા નગ્ન દિગંબરોને જયારે અનેક સંસ્થાઓ, મંદિરો, મઠો, બસો ઈત્યાદિનું રૂચિપૂર્વક સક્રિય સંચાલન કરતા જોઈએ છીએ તો શરમથી માથું ઝુકી જાય છે. જયારે સાક્ષાત્ જોઈએ છીએ કે એમની મરજી વિના બસ એક ડગલું પણ ચાલી શકે નહીં તો કેવી રીતે સમજમાં ઊતરે કે એનાથી એમને કાંઈ સંબંધ નથી. ફરી-ફરીને વાત ત્યાં જ સ્થિર થાય છે કે – અંતરંગ પરિગ્રહ ત્યાગ્યા વિના જો બાહ્ય પરિગ્રહ છોડવા માં આવે તો આવું જ બનશે, કેમકે અંતરંગ પરિગ્રહ ના ત્યાગ વિના બહિરંગ પરિગ્રહનો પણ વાસ્તવિક ત્યાગ બની શકતો નથી. તેમ છતાં શાસ્ત્રોમાં નવમી ઐયવેયક સુધી જવાવાળા જે દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિરાજોની ચર્ચા છે એમને તો તિલ-તુષમાત્ર બાહ્ય પરિગ્રહ અને એના પ્રત્યેની પ્રીતિ દેખવામાં આવતાં નથી. અંતર્દષ્ટિ થયા વિના એમના દ્રવ્યલિંગ–ની ખબર પડવી અસંભવિત જેવું જ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ , ધર્મનાં દશ લક્ષણ) મિથ્યાત્વાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ પર ભાર દેવાનો આશય એ નથી કે બહિરંગ પરિગ્રહના ત્યાગની કોઈ આવશ્યકતા નથી, અથવા એનું કાંઈ મહત્વ નથી. અંતરંગ પરિગ્રહના ત્યાગની સાથે-સાથે બહિરંગ પરિગ્રહનો ત્યાગ પણ નિયમથી હોય છે, એની પણ પોતાની ઉપયોગિતા છે, મહત્વ પણ છે, પરંતુ આ જગત બાહ્યમાં જ એટલું બધું ગુંચવાએલું રહે છે કે એને અંતરંગની કોઈ ખબર જ રહેતી નથી. આ કારણે અહીં અંતરંગ પરિગ્રહ પ્રતિ વિશેષ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જેને ભૂમિકાનુસાર બાહ્ય પરિગ્રહનો ત્યાગ નથી અને અંતરંગ પરિગ્રહના ત્યાગની વાત પણ કોરી કલ્પના છે. જો કોઈ એમ કહે છે અને તો અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી દીધો છે, અને બહિરંગ બન્યો રહે તો પણ શું? તો એનું આ કહેવું એક પ્રકારનું છળ છે, કેમકે અંતરંગમાં રાગનો ત્યાગ થતાં તદનુસાર બાહ્ય પરિગ્રહના સંયોગનો ત્યાગ પણ અનિવાર્ય છે. એમ ન બની શકે કે અંતરંગમાં મિથ્યાત્વ, અંનતાનુંબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભનો અભાવ થઈ જાય અને બાહ્યમાં નગ્ન દિગંબર દશા ન હોય. ઉકત અંતરંગ પરિગ્રહોના અભાવમાં બાહ્યમાં સર્વ પરિગ્રહના ત્યાગરૂપ નગ્ન દિગંબર દશા હોય જ. આફ્રેિંચ ધર્મના ધારકે આકિંચન બનવા માટે સૌથી પહેલાં આકિંચન્યધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવું પડશે, માનવું પડશે, અને સમસ્ત પર પદાર્થોથી ભિન્ન નિજ શદ્ધાત્માનો અનુભવ કરવો પડશે, ત્યારપછી અંતરંગ પરિગ્રહરૂપ કષાયોના અભાવપૂર્વક તદનુસાર બાહ્ય પરિગ્રહનો પણ બુદ્ધિપૂર્વક, વિકલ્પપૂર્વક ત્યાગ કરવો પડશે. - જોકે અહીં આકિંચ ધર્મનું વર્ણન મુનિભૂમિકાની અપેક્ષાએ ચાલી રહ્યું છે, તેથી પરિગ્રહના સંપૂર્ણ ત્યાગની વાત આવે છે, તેમ છતાં ગૃહસ્થોએ અમે તો પરિગ્રહના પૂર્ણ ત્યાગી થઈ શકીએ નહીં – એમ વિચારીને આર્કિંચન્યધર્મ ધારણ કરવામાં ઉદાસીન નહીં બનવું જોઈએ. એમણે પણ પોતાની ભૂમિકાનુસાર અંતરંગ–બહિરંગ પરિગ્રહનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. જૈનધર્મના અપરિગ્રહ સિદ્ધાંત અર્થાત્ આકિંચન્યધર્મ પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે અપરિગ્રહ ધર્મમાં માનવાવાળા જૈનો પાસે સર્વાધિક પરિગ્રહ છે; પરંતુ ઊંડાણથી વિચાર કરતાં એમાં કાંઈ તથ્ય જણાતું Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ આકિંચન્ય) ૧૪૫ નથી. આમ કહીને હું એમ કહેવા માગતો નથી કે આજના જેનો અપરિગ્રહી છે. પરંતુ વાત એમ છે કે પુણ્યોદય વડે પ્રાપ્ત થતા અનુકૂળ સંયોગોને લક્ષ્યમાં રાખીને જ આ આક્ષેપ કરવામાં આવે છે, કષાયચક્રરૂપ અંતરંગ પરિગ્રહને લક્ષ્ય રાખીને નહીં; કેમકે કષાયચક્રરૂપ અંતરંગ પરિગ્રહોમાં તો જેતરો પણ જેનાથી પાછળ નથી. બાહ્ય વિભૂતિ પણ જૈનોની પાસે જેટલી દુનિયા માને છે એટલી નથી. દેખાય અધિક હોવાથી દુનિયાને એવું લાગે છે. જો છે પણ; તો તે સદાચારરૂપ જીવનના કારણે છે, સપ્તવ્યસનાદિનો અભાવ હોવાથી સહજ સંપન્નતા દેખાઈ આવે છે. જે દિવસે જૈન સમાજમાંથી સદાચાર સમાપ્ત થઈ જશે તે દિવસે એની પણ એ જ દશા થશે જે વ્યસની સમાજની હોય છે. એક વાત આ પણ વિચારણીય છે કે ધર્મની દ્રષ્ટિથી ગૃહસ્થાવસ્થામાં સાચા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જેની પણ ચક્રવર્તી થઈ શકે છે, થયા પણ છે. ભરત-ચક્રવર્તી આદિના જૈનત્વમાં શંકા કરી શકાય તેમ નથી. ચક્રવર્તીથી અધિક પરિગ્રહ તો આજના જૈનો પાસે થઈ ગયો નથી. આમ કહીને હું જૈનોને બાહ્ય પરિગ્રહ મેળવવો જોઈએ એ વાતની પુષ્ટિ કરવા માગતો નથી; બલ્ક એ કહેવા ઈચ્છું છું કે જેનધર્મ અનુસાર તેઓ અપરિગ્રહના સિદ્ધાંતનું કયાં સુધી ઉલ્લંઘન કરી રહ્યા છે એ વાત પણ વિચારવા યોગ્ય છે. જૈન ધર્મમાં અપરિગ્રહના સિદ્ધાંતને પ્રાયોગિકરૂપ આપવા માટે કેટલીક ભૂમિકાઓ નિશ્ચિત છે. કયી ભૂમિકાનો જૈન કેટલા પરિગ્રહનો ત્યાગ કરે છે એનું વિસ્તૃત વર્ણન મુનિ અને શ્રાવકોના આચારનું વર્ણન કરનારા ચરણાનુયોગના ગ્રંથોમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. તદનુસાર મુનિરાજને જયારે રંચમાત્ર પણ બાહ્ય પરિગ્રહ હોતો નથી તો અણુવ્રતી ગૃહસ્થ પોતાની શકિત અને આવશ્યકતા અનુસાર બાહ્ય પરિગ્રહને પરિમિત કરી લે છે. અવંતી ગૃહસ્થ પણ અન્યાય વડે ધનોપાર્જન નથી કરતો તો પણ એને પરિગ્રહની કોઈ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી, એમાં ચક્રવર્તી પણ હોય છે. આ પ્રમાણે જૈનોમાં અનેક ભેદ પડે છે. જો જૈન મુનિ સૂતરના એક તાંતણ જેટલો પણ પરિગ્રહ રાખે તો તે મુનિ નથી અને અવ્રતી શ્રાવકછ ખંડની વિભૂતિનો માલિક હોય તો પણ એના કારણે એના જૈનત્વમાં કોઈ ક્ષતિ આવતી નથી, કેમકે તે ક્ષાયિક સમ્યદ્રષ્ટિ પણ હોઈ શકે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મનાં દશ લક્ષણ) જો કે બાહ્ય વિભૂતિ અને એ રાખવાનો ભાવ જૈનત્વમાં બાધક નથી, તોપણ સંચમાત્ર પણ પરિગ્રહ રાખવાવાળાને મુકિત પ્રાપ્ત થતી નથી. તેથી મુકિતના અભિલાષીએ તો સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. અપરિગ્રહની તુલના સમાજવાદ સાથે પણ કરવામાં આવે છે. કેટલાક લોકો તો એ બન્નેને એક જ કહેવા લાગ્યા છે. પરંતુ બન્નેમાં મૂળભૂત ફરક એ છે કે સમાજવાદનો સંબંધ માત્ર બાહ્ય વસ્તુઓ સાથે છે, એમના સમાન વિતરણ સાથે છે જયારે અપરિગ્રહમાં કષાયોનો ત્યાગ મુખ્ય છે. જો બાહ્ય પરિગ્રહ સાથે પણ સમાજવાદની તુલના કરીએ તોપણ બન્નેના દૃષ્ટિકોણમાં અંતર સ્પષ્ટ જણાઈ આવે છે. સમાજવાદના દૃષ્ટિકોણ અનુસાર જો ભોગસામગ્રીની અછત ન હોત અને સૌને યથેચ્છ સુલભ હોય તો પછી એના ત્યાગનું કે મર્યાદિત ઉપયોગનું કાંઈ પ્રયોજન નથી; પરંતુ અપરિગ્રહના દ્રષ્ટિકોણ પ્રમાણે આમ નથી; ભલે સૌને અસીમ ભોગ પ્રાપ્ત હોય તો પણ આપણે આપણી ઈચ્છાઓનું નિયમન કરવું જ જોઈએ. • અનાજની અછતના કારણે એક દિવસ ભોજન ન કરવું એ જુદી વાત છે અને કોઈપણ પ્રકારની અછત ન હોય તોપણ ભોજનનો ત્યાગ કરવો એ જુદી વાત છે. સમાજવાદી દ્રષ્ટિકોણ પૂર્ણતઃ આર્થિક છે, જયારે અપરિગ્રહની દૃષ્ટિ સંપૂર્ણ આધ્યાત્મિક છે. જો સૌની પાસે મોટર–કાર હોય અને તમે પણ રાખો તો સમાજવાદને કોઈ વાંધો નથી, પરંતુ અપરિગ્રહતો કહે છે કે તમારે બીજાથી શું લેવા-દેવા? તમે તો તમારી પોતાની ઈચ્છાઓને ત્યાગો વા મર્યાદિત કરો. સમાજવાદી–દ્રષ્ટિકોણમાં પરિગ્રહને પરિમિત કરવાની વાત તો કાંઈક બેસે પણ ખરી, પરંતુ પરિગ્રહ-ત્યાગની વાત કેવી રીતે બેસે? શું કોઈ સમાજવાદી એમ પણ ઈચ્છે છે કે સંપૂર્ણ પરિગ્રહ ત્યાગવામાં આવે અને સૌ કોઈ નગ્ન દિગંબર થઈ જાય? નહી, કદી નહી, પરંતુ અપરિગ્રહ તો પૂર્ણ ત્યાગનું જ નામ છે, પરિમિત પરિગ્રહ રાખવાને પરિગ્રહ–પરિમાણ કહેવામાં આવે છે, અપરિગ્રહ નહીં. અહીં જે આર્કિંચન્યધર્મરૂપ અપરિગ્રહની વાત ચાલી રહી છે, એ તો નગ્ન દિગંબર મુવિનરોને જ હોય છે. જો સૌની પાસે મોટરકાર થઈ જાય Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ આર્કિંચન્ય) ૧૪૭ તો શું નગ્ન દિગંબર મુનિરાજને મોટરકારમાં બેસવામાં કોઈ આપત્તિ નહીં હોય ? જોં સમાજવાદ જ અપરિગ્રહ હોય તો પછી મુનિરાજને પણ મોટર–કાર રાખવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. અથવા રેલ, મોટર, બસ ઈત્યાદિ જે વાહન જનસાધારણને આજે પણ ઉપલબ્ધ છે એમાં પણ અપરિગ્રહી મનિરાજ કેમ બેસતા નથી? એથી એ સ્પષ્ટ છે કે સમાજવાદથી અપરિગ્રહનો દ્રષ્ટિકોણ તદ્દન ભિન્ન છે. - અપરિગ્રહનું ઉત્કૃષ્ટ રૂપ નગ્ન દિગંબર દશા છે, કે જે સમાજવાદનો કદી પણ આદર્શ હોઈ શકે નહીં. સમાજવાદની સમસ્યા ભોગસામગ્રીના સમાન વિતરણની છે, અને અપરિગ્રહનો અંતિમ ઉદ્દેશ્ય ભોગસામગ્રી અને ભોગના ભાવનો પણ સંપૂર્ણ ત્યાગ છે. ' અહીં સમાજવાદના વિરોધ કે સમર્થનની વાત કહેવામાં આવી રહી નથી, પરંતુ અપરિગ્રહ અને સમાજવાદના દ્રષ્ટિકોણમાં મૂળભૂત ફરક શું છે – એ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે. સમાજવાદમાં ક્રોધાદિરૂપ અંતરંગ પરિગ્રહ અને ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહના સંપૂર્ણ ત્યાગ માટે કોઈ સ્થાન નથી, જયારે અપરિગ્રહમાં આ બને વાતો જ મુખ્ય છે. તેથી એ નિશ્ચિતપણે કહી શકાય કે સમાજવાદને જ અપરિગ્રહ કહેવાવાળા સમાજવાદનું સાચું સ્વરૂપ સમજતા હોય કે નહીં, પરંતુ અપરિગ્રહનું યર્થાથ સ્વરૂપ તો એમની દ્રષ્ટિમાં અવશ્યમેવ નથી. પરિગ્રહ સૌથી મોટું પાપ છે જે પહેલાં પણ સિદ્ધ કરવામાં આવી ગયું છે; તોપણ જગતમાં જે કોઈની પાસે અધિક બાહ્ય પરિગ્રહ જોવામાં આવે છે અને પુણ્યાત્મા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કોઈ–કોઈ સ્થળે એને પુણ્યાત્મા કહ્યો છે. અને આખી દુનિયા એને ભાગ્યશાળી તો કહે જ છે. . . - હિંસકને કોઈ પુણ્યાત્મા નથી કહેતું, અસત્યવાદી અને ચોરને પણ પાપી જ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે વ્યભિચારી પણ જગતની દૃષ્ટિમાં પાપીજ ગણવામાં આવે છે. જો આ ચારેય પાપોના કરનારાઓને પાપી માનવામાં આવે છે. તો કોણ જાણે પરિગ્રહીને પુણ્યાત્મા, ભાગ્યશાળી કેમ કહેવામાં આવે છે? કોઈ લોકો તો એને ધર્માત્મા સુદ્ધાં કહી દે છે. ધર્માત્મા જ નહીં, બીજું ઘણું-ઘણું કહે છે. એટલે તો ભતૃહરિને લખવું પડયું – Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મનાં દશ લક્ષણ) यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतवान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः, | સર્વે ગુણ વાગ્યમાશક્તિ ll૪૧TI જેની પાસે ધન છે એ જ કુલીન (ઉત્તમ કુળમાં ઉત્પન્ન) છે, એ જ વિદ્વાન છે, એ જ શાસ્ત્રજ્ઞ છે, એ જ ગુણોને જાણવાવાળો છે, એ જ વકતા છે, અને એ જ દર્શનીય પણ છે, કેમકે સર્વ ગુણો સુવર્ણ (ધન) માં જ સમાઈ જાય છે. તો શું પરિગ્રહીને પુણ્યાત્મા અકારણ કહેવામાં આવે છે? ઉપરથી તો એમ જ લાગે છે, પરંતુ ઊંડાણથી વિચાર કરતાં પ્રતીત થાય છે કે એને પણ કારણ છે અને તે એ છે કે હિંસાદિપાપો-કારણ, સ્વરૂપ અને ફળ-એમ ત્રણેય રૂપે પાપસ્વરૂપ જ છે; કેમકે એમનું કારણ પણ પાપભાવ છે, તેઓ પાપભાવસ્વરૂપ તો છે જ, તથા એમનું ફળ પણ પાપનો બંધ જ છે. પરંતુ પરિગ્રહમાં વિશેષ કરીને બાહ્ય પરિગ્રહના દ્રષ્ટિકોણથી જોતાં એમાં અંતર પડી જાય છે. બાહ્મવિભૂતિરૂપ પરિગ્રહનું કારણ પુણ્યોદય છે, પણ છે તો તે પાપસ્વરૂપ જ, તેમ છતાં જો એને ભોગમાં લગાવવામાં આવે તો પાપબંધનું કારણ બને છે, પરંતુ શુભભાવપૂર્વક શુભકાર્યમાં વાપરવામાં આવે તો પુણ્યબંધનું કારણ બની જાય છે. કહ્યું પણ છે : બહુ ધન ખુરા હુ ભલા કહિએ લીન પર ઉપગાર સોં.'' આ પ્રમાણે બાહ્ય પરિગ્રહનું કારણ પુણ્ય, સ્વરૂપ પાપ, અને ફળ અશુભમાં લાગતાં પાપ અને શુભમાં લાગતાં પુણ્ય છે. અહીં કોઈ એમ કહે કે જો એમ વાત છે તો પરિગ્રહને પાપ કહ્યું જ શા માટે ? તે ભલે પુણ્યોદયથી પ્રાપ્ત થતો હોય, પણ છે તો પાપ જ. એ એક એવું વૃક્ષ છે જેમાં બીજ પડયું પુણ્યનું, વૃક્ષ ઊગ્યું પાપનું અને ફળ લાગ્યાં એવાં કે ખાય તો મરે અર્થાત્ પાપ બાંધે અને ત્યાગે તો જીવે અર્થાત્ પુણ્ય બાંધે. આ વિચિત્રતા એના સ્વભાવમાં જ પડી છે. આ કારણે જ સૌથી મોટું પાપ હોવા છતાં પણ જગતમાં પરિગ્રહીને પુણ્યાત્મા કહી દેવામાં આવે છે. - ૧. નીતિશતક છંદ ૪૧. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ઉત્તમ આકિંચન્ય) વસ્તુતઃ વાત તો એમ છે કે પાપના ઉદયથી કોઈ પાપ અને પુણ્યના ઉદયથી કોઈ પુણ્યાત્મા બની જતો નથી. પરંતુ પાપભાવ કરે તે પાપી, પુણ્યભાવ કરે તે પુણ્યાત્મા, અને ધર્મભાવ કરે તે ધર્માત્મા બને છે. અન્યથા પૂર્ણ ધર્માત્મા ભાવલિંગી મુનિરાજોને પણ પાપી માનવાનો પ્રસંગ બનશે, કેમકે એમને પણ પાપનો ઉદય આવી જાય છે, એનાથી એમને અનેક ઉપસર્ગ અને કોઢાદિ વ્યાધિઓ પણ થઈ જાય છે, પરંતુ તેઓ પાપી થતા નથી, ધર્મભાવના સ્વામી હોવાથી ધર્માત્મા જ રહે છે. આ જ પ્રમાણે કોઈ વેશ્યા કે લુંટારા પાસે ઘણું ધનાદિ થઈ જાય તો તે પુણ્યાત્મા બની જતાં નથી, પાપી જ રહે છે. જગત કાંઈ પણ કહે, પરંતુ સર્વ પાપોનું મૂળ હોવાથી પરિગ્રહ સૌથી મોટું પાપ છે, અને સર્વ કષાયો અને મિથ્યાત્વના અભાવરૂપ હોવાથી આર્કિંચન્ય સૌથી મોટો ધર્મ છે. - આ ઉત્તમ આકિંચ ધર્મને ધારણ કરીને સર્વ પ્રાણીઓ સુખ પ્રાપ્ત કરે એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય - બ્રહ્મ અર્થાત નિજ શુદ્ધાત્મામાં ચરવું, રમવું એ જ બ્રહ્મચર્ય છે. જેમકે “અનગાર ધર્મામૃત” માં કહ્યું છે : या ब्रह्मणि स्वात्मनि शुद्धबुद्धे चर्या परद्रव्यमुचप्रवृत्तिः । तद् ब्रह्मचर्यं व्रतसार्वभौमं ये पान्ति ते यान्ति परं प्रमोदम् ।।४/50।। પર દ્રવ્યોથી ભિન્ન જે શુદ્ધ-બુદ્ધ નિજ આત્મા તેમાં ચર્ચા અર્થાત્ લીનતા થવી એને જ બ્રહ્મચર્ય કહે છે. વ્રતોમાં સર્વશ્રેષ્ઠ આ બ્રહ્મચર્ય વ્રત નો જેઓ પાલન કરે છે, તેઓ અતીન્દ્રિય આનંદ ને પ્રાપ્ત કરે છે. આવા જ પ્રકારનો ભાવ “ભગવતી આરાધના'' અને પદ્મનંદી–પંચવિંશતિકાર માં પણ પ્રગટ કરવામાં આવેલો છે. આ નિજ શુદ્ધાત્મામાં લીનતા એ જ બ્રહ્મચર્ય છે; તથાપિ જયાં લગી આપણે પોતાના આત્માને જાણીએ નહીં, માનીએ નહીં ત્યાં લગી એમાં લીનતા થવી કેવી રીતે સંભવિત બને? તેથી તો કહ્યું છે કે આત્મલીનતા અર્થાત્ સમ્યફચારિત્ર આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાપૂર્વક જ થાય છે. બ્રહ્મચર્ય” ની સાથે જોડેલો “ઉત્તમ” શબ્દ પણ એ જ બોધ કરાવે છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સહિત આત્મલીનતા જ ઉત્તમ બ્રહ્મચર્ય છે. તેથી જો સ્પષ્ટ છે કે નિશ્ચયથી જ્ઞાનાનંદવભાવી નિજ આત્માને જ પોતાનો માનવો, જાણવો અને એમાં જ જામી જવું, રમવું, લીન થઈ જવું – એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે. १. जीवो बंभा जीवम्मि चेव चरियाहविज्ज जा जणिदो। तं जाण बंभचेर विमुक्कापरदेहतित्तिस्स ।।८७८।। જીવ બ્રહ્મ છે, દેહના સેવાથી વિરકત થઈ ને જીવમાં જ જે ચર્ચા થાય છે તેને બ્રહ્મચર્ય જાણો. ૨. આત્મા બ્રહ્મ વિવિઘોઘનિનો યત્તત્ર વી પર, स्वागासंगविवर्जितैकमनसस्तद्ब्रह्मचर्य मुनेः।। બ્રહ્મ શબ્દનો અર્થ નિર્મળ જ્ઞાનસ્વરૂપ આત્માં છે. તે આત્મામાં લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. જે મુનિનું મન પોતાના શરીરથી નિર્મમપણાને પ્રાપ્ત થયું તેને વાસ્તવિક બ્રહ્મચર્ય હોય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય) * ૧૫૧ આજે બ્રહ્મચર્યનો જે અર્થ સમજવામાં આવે છે તે અત્યંત સ્થળ છે. આજે તો માત્ર સ્પર્શેન્દ્રિયના વિષય સેવનના ત્યાગરૂપ વ્યવહાર બ્રહ્મચર્ય ને જ બ્રહ્મચર્ય માનવામાં આવે છે. સ્પર્શેન્દ્રિયના પણ સંપૂર્ણ વિષયોના ત્યાગને નહીં, માત્ર એક ક્રિયાવિશેષ (મૈથુન) ના ત્યાગને જ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે, જયારે સ્પર્શેન્દ્રિયના ભોગો તો અનેક પ્રકારે સંભવિત છે. સ્પર્શેન્દ્રિયના વિષયો આઠ છે – - ૧. ઠંડો, ર. ગરમ, ૩. કઠોર, ૪. નરમ, ૫. લૂખો, દ. ચીકણો, ૭. હલકો અને ૮. ભારે. - આ આઠેય વિષયોમાં આનંદનો અનુભવ કરવો એ સ્પર્શેન્દ્રિયના વિષયોનું જ સેવન છે. ઉનાળાની ગરમીમાં કૂલર અને શિયાળાની ઠંડીમાં હીટરના સાધનો દ્વારા આનંદ અનુભવનો એ સ્પર્શેન્દ્રિયનો જ વિષય–ભોગ છે. એ જ પ્રમાણે ડનલપની નરમ ગાદી કે કઠોર આસનોના પ્રયોગમાં આનંદ માણવો તથા લૂખા-ચીકણા અને હલકા-ભારે સ્પર્શીમાં સુખની અનુભૂતિ – આ બધા સ્પર્શેન્દ્રિયના વિષયો છે. પરંતુ પોતાને બ્રહ્મચારી માનવાવાળાઓએ શું કદીય આ વાત પ્રતિ પણ ધ્યાન આપ્યું છે આ બધા સ્પર્શેજિયના વિષયો છે, આપણે એમાં પણ સુખબુદ્ધિનો ત્યાગ કરવો જોઈશે, એ બધાથી પણ વિરકત થવું જોઈએ. એથી એ સિદ્ધ થાય છે કે આપણે સ્પર્શેન્દ્રિયના સર્વ ભોગોને બ્રહ્મચર્ય ના ઘાતક નથી માનતા, પરંતુ એક ક્રિયાવિશેષ (મૈથુન) ને જ બ્રહ્મચર્યની ઘાતક માનીએ છીએ; ઓ ગમે તેમ માત્ર એનાથી બચીને પોતાને બ્રહ્મચારી માની લઈએ છીએ. જો આત્મલીનતા એ જ બ્રહ્મચર્યનું વાસ્તવિક સ્વરૂપ છે, તો શું સ્પર્શેન્દ્રિયના વિષયો જ આત્મલીનતામાં બાધક છે અને અન્ય ચાર ઈન્દ્રિયોના વિષયો શું આત્મલીનતામાં બાધક નથી? જો છે તો એમનો પણ ત્યાગ બ્રહ્મચર્યમાં અપેક્ષિત હોવો જોઈએ. શું રસના–ઈન્દ્રિયના સ્વાદ વેળા આત્મ–આનંદનો સ્વાદ આવે ખરો? એ જ પ્રમાણે સિનેમા જોતી વખતે શું આત્મા જણાય ખરો? નહીં જ નહીં, કદાપિ નહીં. " આત્માં ભલે કોઈ પણ ઈન્દ્રિયના વિષયમાં મગ્ન હોય, તે સમયે આત્મલીનતા થવી સંભવિત નથી. જયાં લગી પાંચેય ઈન્દ્રિયોના વિષયો પ્રતિ પ્રવૃત્તિ થંભે નહીં ત્યાં લગી આત્મલીનતા ન થાય અને જયાં લગી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨. ' ધર્મનાં દશ લક્ષણ) આત્મલીનતા થાય નહીં ત્યાં લગી પંચેન્દ્રિયના વિષયો પ્રતિ પ્રવૃત્તિનો થંભાવ સંભવિત નથી. આ પ્રમાણે પંચેન્દ્રિયના વિષયો પ્રતિ પ્રવૃત્તિની નિવૃત્તિ એ નાસ્તિથી બ્રહ્મચર્ય છે, તો આત્મલીનતા આસ્તિ થી. જો કોઈ કહે કે શાસ્ત્રો પણ કામભોગ ના ત્યાગ ને જ બ્રહ્મચર્ય બતાવેલ છે. અમે પણ એમ જ માનીએ છીએ, એમાં અમારી શું ભૂલ છે.? તો સાંભળો ! શાસ્ત્રોમાં કામભોગના ત્યાગને બ્રહ્મચર્ય કહ્યું છે તે બરાબર જ કહ્યું છે. પરંતુ કામભોગનો અર્થ માત્ર સ્પર્શેન્દ્રિયનો જ ભોગ લેવો – એવું કયાં કહ્યું છે? સમયસારની ચોથી ગાથાની ટીકા કરતાં આચાર્ય જયસેને સ્પર્શ અને રસના ઈન્દ્રિયના વિષયોને કામ માન્યા છે અને ઘાણ, ચક્ષુ અને કર્ણ ઈન્દ્રિયના વિષયોને ભોગ માન્યા છે. આ પ્રમાણે એમણે કામ અને ભોગમાં પાંચેય ઈન્દ્રિયોના વિષયોને આવરી લીધા છે. પરંતુ આપણે આ અર્થને કયાં માનીએ છીએ? આપણે તો કામ અને ભોગને એકાર્યવાચી માની લીધા છે અને એનો પણ અર્થ એક ક્રિયાવિશેષ (મૈથુન) થી સંબંધિત કરી સીમિત કરી દીધેલ છે. માત્ર એમ ક્રિયાવિશેષને છોડીને પાંચેય ઈદ્રિયોના વિષયોને યથેચ્છ ભરપૂર ભોગવવા છતાં પણ પોતાને બ્રહ્મચારી માની બેઠા છીએ ! જયારે આચાર્યોએ કામ અને ભોગની વિરુદ્ધ દેશના કરી તો એમનો આશય પાંચેય ઈદ્રિયોના વિષય-ત્યાગનો હતો, માત્ર મૈથુનક્રિયાના ત્યાગ પૂરતો નહીં. આજે પણ જો કોઈ ને બ્રહ્મચર્ય વ્રત આપવામાં આવે છે તો તેની સાથે પાંચેય પાપોની નિવૃત્તિ કરવામાં આવે છે; સાદું ખાન-પાન, સાદી રહેણી-કરણી રાખવાની પ્રેરણા આપવામાં આવે છે; સર્વ પ્રકારના શૃંગારોનો ત્યાગ કરાવવામાં આવે છે. અભક્ષ્ય અને ગરિષ્ઠ ભોજનનો ત્યાગ ઈત્યાદિ બાબતો પંચેન્દ્રિયોના વિષયોના ત્યાગ પ્રતિ જ સંકેત કરે છે. આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રમાં બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ અને તેના અતિચારોની ચર્ચા કરતાં લખ્યું છે : स्त्रीरागकथाश्रवणतन्मनोहरांगनिरीक्षणपूर्वरतानुस्मरणवृष्येष्टશરીરWIRી પંચાધ્યાય ૭ સૂત્ર ૭TI , આમાં શ્રવણ, નિરીક્ષણ, સ્મરણ, રસસ્વાદ, શૃંગાર, અનંગકીડા ઈત્યાદિ બ્રહ્મચર્યનાં ઘાતક કહેલા છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય “ ૧૫૩ જો આપણે પંચેન્દ્રિયોના વિષયોમાં નિરંકુશ પ્રવૃત્તિ કરતા રહીએ અને માત્ર સ્ત્રીનેંસર્ગનો ત્યાગ કરી પોતાને બ્રહ્મચારી માની બેસીએ તો એ એક ભ્રમ જ છે. તથા સ્ત્રી-સંસર્ગની સાથેસાથે પંચેન્દ્રિયના વિષયોને પણ બહારથી છોડી દઈએ, ગરિષ્ઠાદિ ભોજન પણ ન કરીએ, પણ જો આત્મલીનતા રૂ૫ બ્રહ્મચર્ય અંતરમાં પ્રગટ ન થાય તો પણ આપણે સાચા બ્રહ્મચારી બનીશું નહીં. તેથી આત્મલીનતાપૂર્વક પંચેન્દ્રિયોના વિષયોનો ત્યાગ એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે. જો કે શાસ્ત્રોમાં આચાર્યોએ પણ બ્રહ્મચર્યની ચર્ચા કરતાં સ્પર્શન્દ્રિયના વિષય–ત્યાગ પર જ અધિક ભાર મૂક્યો છે, કોઈ કોઈ સ્થળે તો રસનાદિ ઈદ્રિયોના વિષયોના ત્યાગની ચર્ચા સુદ્ધા કરી નથી, તેમ છતાં એનો એ અર્થ કદાપિ નથી કે એમણે રસનાદિ ચાર ઈન્દ્રિયોના વિષય–સેવનને બ્રહ્મચર્યનું ઘાતક નથી માન્યું, એમના સેવનની છૂટ આપી રાખી છે. જયારે તેઓ સ્પર્શઈન્દ્રિયને જીતવાની વાત કરે છે, તો એમનો આશય પાંચેય ઈન્દ્રિયો ગર્ભિત છે. આખરે નાક, કાન, આંખો એ શરીરરૂપ સ્પર્શેન્દ્રિયનાં જ તો અંગો છે. સ્પર્શેન્દ્રિય આખુંય એ શરીરરૂપ છે, જયારે બાકીની ચાર ઈન્દ્રિયો એના જ અંગભૂત છે. સ્પર્શ ઈદ્રિય વ્યાપક છે, બાકીની ચાર ઈદ્રિયો વ્યાપ્ય છે.. - જેમ ભારત કહેતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર ઈત્યાદિ બધા પ્રદેશો આવી જાય છે, પરંતુ રાજસ્થાન કહેતા પૂરો ભારત નથી આવી.જતો; એ જંપ્રમાણે શરીર કહેતાં આંખ, કાન, નાક આદિ આવી જાય છે, આંખ-કાન કહેતાં પૂરું શરીર આવી જતું નથી. આ જ પ્રમાણે સ્પર્શન-ઈન્દ્રિયનું ક્ષેત્ર વિસ્તૃત અને અન્ય ઈન્દ્રિયોનું મર્યાદિત છે. - જેમ ભારત જીતી લેવામાં આવતાં બધા જ પ્રાન્તો જીતાઈ ગયા–એ માનવામાં કાંઈ હરકત નથી, પરંતુ રાજસ્થાન જીતવામાં આવતાં આંખયા ભારત જીતાઈ ગયું – એમ માની શકાય નહીં; એ જ પ્રમાણે સ્પર્શઇન્દ્રિયને જીતી લેવાથી બધી જ ઈન્દ્રિયો જીતાઈ જાય છે, પરંતુ રસનાદિ જીતવામાં આવતાં સ્પર્શ-ઈન્દ્રિય જીતાઈ ગઈ એમ માની શકાતું નથી. તેથી એમ કહેવું અનુચિત નથી કે સ્પર્શન ઈન્દ્રિયને જીતનાર બ્રહ્મચારી છે, પરંતુ ઉકત કથનનો આશય પાંચેય ઈન્દ્રિયોને જીતવા સંબંધી જ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મનાં દશ લક્ષણ) જો કર્ણ-ઈન્દ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય કહીએ તો પછી ચાર-ઈદ્રિય જીવોને બ્રહ્મચારી માનવા પડે, કેમકે એમને તો કાન છે જ નહીં, પછી કર્ણના વિષયનું સેવન કેમ સંભવે ? એ જ પ્રમાણે ચક્ષુ-ઈન્દ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં ત્રણ–ઈદ્રિય જીવોને, ઘાણના વિષય–સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં દ્વિ-ઈદ્રિય જીવોને, રસનાના વિષય–સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં એકેન્દ્રિય જીવોને બ્રહ્મચારી માનવાનો પ્રસંગ આવી પડે છે; કેમકે એમને ઉકત ઈદ્રિયોના અભાવ હોવાથી એમના વિષયોનું સેવન સંભવિત નથી. આ જ ક્રમથી જો કહેવામાં આવે કે આ પ્રમાણે તો સ્પર્શ-ઈદ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય માનીએ તો સ્પર્શેન્દ્રિય રહિત જીવોને બ્રહ્મચારી માનવા પડશે, – તો એમાં આપણને કાંઈ હરકત નથી, કેમકે સ્પર્શન-ઈદ્રિયથી રહિત સિદ્ધ ભગવાન જ છે અને તેઓ સંપૂર્ણ બ્રહ્મચારી છે જ. સંસારી જીવોમાં તો કોઈ આવો છે જ નહીં, જે સ્પર્શન-ઈન્દ્રિયથી રહિત હોય. આ પ્રમાણે સ્પર્શન-ઈદ્રિયોના વિષય-ત્યાગને બ્રહ્મચર્ય કહેવામાં કોઈ દોષ આવતો નથી. - એ જ પ્રમાણે માત્ર ક્રિયાવિશેષ (મૈથુન) ના અભાવને જ બ્રહ્મચર્ય માનીએ તો પછી પૃથ્વી, જલકાય આદિ જીવોને પણ બ્રહ્મચારી માનવા પડશે, કેમકે એમને મૈથુનક્રિયા જોવામાં આવતી નથી. - જો આ, કહો કે એકેન્દ્રિયાદિ જીવોને બ્રહ્મચારી માનવામાં શું હરકત છે? તો – ' ' એજ કે એમને આત્મરમણતારૂપ નિશ્ચય બ્રહ્મચર્ય નથી, આત્મરણતારૂપ બ્રહ્મચર્ય સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે; તથા એકેન્દ્રિયાદિ જીવોને મોક્ષ પણ માનવો પડે, કેમકે બ્રહ્મચર્યધર્મને સંપૂર્ણ ધારણ કરવાવાળા મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે જ છે. કહ્યું પણ છે :ધાનત ધર્મ દશ પંડ ચઢિકે, શિવમહલમેં પગ ધરા,” ઘાનતરાયજી કહે છે કે ધર્મરૂપી સીડી પર ચઢીને શિવમહેલમાં પહોંચે છે. દશધર્મરૂપી સીડીમાં દશમું પગથિયું છે બ્રહ્મચર્ય, એના પછી તો મોક્ષ જ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય) ૧૫૫ ચાર ઈંદ્રિયો છે ખંડ–ખંડ, અને સ્પર્શન-ઈંદ્રિય છે અખંડ કેમકે આત્માના પ્રદેશોનો આકાર અને સ્પર્શન-ઈંદ્રિયનો આકાર સરખો અને એક જેવો છે, જયારે અન્ય ઈંદ્રિયોની સાથે નથી. અખંડ પદની પ્રાપ્તિ માટે અખંડ ઈંદ્રિયને જીતવી આવશ્યક છે. જેટલા ક્ષેત્રનું સ્વામિત્વ કે પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવું હોય એટલા ક્ષેત્રને જીતવું જોઈએ; આપણે જીતીએ રાજસ્થાનને અને માલિક બની જઈએ આખાય હિંદુસ્તાનના – એમ બની શકે નહીં. આપણે ચૂંટણી લડીએ નગરપાલિકાની અને બની જઈએ ભારતના પ્રધાનમંત્રી– એમ પણ બની શકે નહીં. ભારતના પ્રધાનમંત્રી બનવું હોય તો લોકસભાની ચૂંટણી લડવી જોઈએ અને સમસ્ત ભારતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની બહુમતી પ્રાપ્ત કરવી જોઈએ. એ જ પ્રમાણે એમ પણ બની શકે નહી કે આપણે જીતીએ ખંડ ઈન્દ્રિયોને અને પ્રાપ્ત કરી લઈએ અખંડ પદને. અખંડ પદને પ્રાપ્ત કરવા માટે જેમાં પાંચેય ઈન્દ્રિયો ગર્ભિત છે એવી અખંડ સ્પર્શન–ઇન્દ્રિયને જીતવી જોઈએ. આ કારણે જ આચાર્યોએ મુખ્યપણે સ્પર્શન–ઇન્દ્રિયને જીતવાને બ્રહ્મચર્ય કહ્યું છે. રસનાદિ ચાર ઈન્દ્રિયો ન હોય તો પણ સાંસારિક જીવન ચાલી શકે છે, પરંતુ સ્પર્શન-ઈન્દ્રિય વિના નહીં, આંખો ફૂટેલી હોય, કાનથી કાંઈ સંભળાતું ન હોય, તોપણ જીવન જીવવામાં કાંઈ હરકત પડતી નથી, પરંતુ સ્પર્શન–ઇન્દ્રિય વિના તો સાંસારિક જીવનની કલ્પના પણ સંભવિત નથી. આંખ—કાન–નાકના વિષયોનું સેવન તો કોઈ કોઈ વાર હોય છે, પરંતુ સ્પર્શનનું તો નિરંતર ચાલુ જ છે. દુર્ગંધ આવે તો નાક બંધ કરી શકાય છે, ભારે અવાજના પ્રસંગમાં કાન પણ બંધ કરી શકાય છે, આંખો પણ બંધ કરવી સંભવિત છે. આ પ્રમાણે આંખ—કાન—નાક બંધ કરી શકાય છે, પરંતુ સ્પર્શનમાં શું બંધ કરીએ ? એ તો ઠંડી–ગરમી, લૂખું–ચીકણું, કઠોર–નરમનો અનુભવ કર્યા જ કરે છે. રસનાનો આનંદ ખાતી વખતે જ આવે છે. એ જ પ્રમાણે નાકનો સૂંઘતી વખતે, ચક્ષુનો દેખતી વખતે, તથા કર્ણનો મધુર વાણી સાંભળતી વખતે જ યોગ બને છે; પરંતુ સ્પર્શનનો વિષય તો ચાલુ જ છે. તેથી સ્પર્શન—ઇન્દ્રિય ક્ષેત્રથી તો અખંડ છે જ, કાળથી પણ અખંડ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ • ધર્મનાં દશ લક્ષણ) છે, બાકીની ચાર ઈન્દ્રિયો ન ક્ષેત્રથી અખંડ છે, ન કાળથી. ચારેય ઈન્દ્રિયોના કાળસંબંધી ખંડપણાનું અને સ્પર્શનના અખંડપણાનું એક બીજા પણ કારણ છે. તે આ છે કે સ્પર્શન–ઈજિયનો સાથ તો અનાદિથી માંડી આજ પર્યત અખંડપણે છે, કોઈ વાર પણ એનો સાથ છૂટયાં નથી. કદી એવું નથી બન્યું કે આત્માની સાથે સંસારદશામાં સ્પર્શન-ઇન્દ્રિય ન રહે. પરંતુ બાકીની ચાર ઇન્દ્રિયો અનાદિથી તો છે જ નહીં, કેમકે નિગોદમાં હતી જ નહીં. જયારથી એમનો સુયોગ થયો છે તે પછી છૂટી પણ અનેકવાર ગઈ છે. એ આવે છે – જાય છે; આવે છે, જતી રહે છે, વળી આવે છે. એમનાથી છૂટવું કઠણ પણ નથી, અને લાભદાયક પણ નથી, પરંતુ સ્પર્શન-ઇન્દ્રિયનું છૂટવું જેટલું કઠણ છે એનાથી અધિક લાભદાયક પણ છે. કેમકે એ છૂટી જતાં જીવને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. તે એક વાર સંપૂર્ણ છૂટી જાય પછી ફરીથી એનો સંયોગ થતો નથી. ચાર ઈદ્રિયોની ગુલામી તો કોઈ કોઈ વાર કરવી પડે છે, પરંતુ આ સ્પર્શનના ગુલામ તો આપણે બધા અનાદિથી છીએ. એની ગુલામી છૂટયા વિના ગુલામી છૂટતી જ નથી. * જયાં લગી સ્પર્શન-ઇન્દ્રિયના વિષયોને જીતીશું નહીં ત્યાં લગી આપણે પૂર્ણ સુખી, પૂર્ણ સ્વતંત્ર થઈ શકીશું નહીં. આ સ્પર્શન-ઈન્દ્રિયના વિષયને પોતાનો મહાન શત્રુ, સૈકાલિક શત્રુ, સાર્વભૌમિક શત્રુ જાણીને જ આચાર્યોએ એના વિષય ત્યાગને બ્રહ્મચર્ય જાહેર કર્યું છે. પરંતુ એનો આશય એ કદી પણ નથી કે આપણે ચાઈજિયોના ભોગો ભોગવતા રહીએ અને સુખી બની જઈએ. કેમકે મર્મની વાત તો આ છે કે જયાં લગી આ આત્મા આત્મામાં લીન ન થાય ત્યાં સુધી કોઈ ને કોઈ ઈન્દ્રિયનો વિષય ચાલુ જ રહે, અને જયારે આ આત્મા આત્મામાં લીન થઈ જાય તો કોઈ પણ ઈન્દ્રિયનો વિષય રહેશે નહીં. તેથી એ નિશ્ચિત થયું કે પંચેન્દ્રિયોના વિષયોના ત્યાગ-પૂર્વક થયેલી આત્મલીનતા જ બ્રહ્મચર્ય છે. પંચેન્દ્રિયોના વિષયોના ભોગોના ત્યાગની વાત તો આ જગત સહેલાઈથી સ્વીકારી લે છે, પરંતુ જયારે એમ કહેવામાં આવે છે કે પંચેઈન્દ્રિયના માધ્યમ દ્વારા જાણવું–દેખવું એ પણ આત્મ-રમણતારૂપ બ્રહ્મચર્યમાં સાધક નથી, બાધક જ છે તો સહજ સ્વીકાર કરતું નથી. એને Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય) . ૧૫૭ એમ લાગે છે કે જ્ઞાન (ઇન્દ્રિયજ્ઞાન) તે કાંઈ બ્રહ્મચર્યમાં બાધક હોઈ શકે ? પરંત તે એમ વિચાર નથી કરતું કે આત્મા તો અતીન્દ્રિય મહાપદાર્થ છે, તે ઈન્દ્રિયના માધ્યમ દ્વારા કેવી રીતે જાણવા માં આવી શકે? સ્પર્શ ઈન્દ્રિયના માધ્યમથી તો સ્પર્શવાન પુદ્ગલ ગ્રહણમાં આવે છે, આત્મા તો સ્પર્શગુણથી રહિત છે. એ જ પ્રમાણે રસનાનો વિષય તો છે રસ અને આત્મા છે અરસ, નાકનો વિષય તો છે ગંધ અને આત્મા છે અગંધ, ચક્ષુનો વિષય છે રૂપ અને આત્મા છે અરૂપી, કાનનો વિષય છે શબ્દ અને આત્મા છે શબ્દાતીત, મનનો વિષય છે વિકલ્પ અને આત્મા છે નિર્વિકલ્પ – આ પ્રમાણે બધી જ ઈન્દ્રિયો અને અનિંદ્રિય (મન) તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ અને વિકલ્પનાં ગ્રાહક છે અને આત્મા અસ્પર્શી, અરસ, અગંધ, અરૂપી, અશબ્દ અને વિકલ્પાપીત છે. | તેથી ઈન્દ્રિયાતીત–વિકલ્પાતીત આત્માને પકડવામાં ગ્રહવામાં ઈન્દ્રિયો અને મન અનુપયોગી જ નહીં, બાધક પણ છે, ઘાતક છે; કેમકે જયાં લગી આ આત્મા ઈન્દ્રિયો અને મન દ્વારા જ જાણવા–દેખવાની પ્રવૃત્તિ કરશે ત્યાં લગી આત્મદર્શન નહી થાય. જો આત્મદર્શન જ ન થાય તો આત્મલીનતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. - ઈન્દ્રિયોનું પ્રવર્તન બહિર્મુખ છે અને આત્મા અન્તર્મુખ વૃત્તિથી પકડવામાં આવે છે. કવિવર ઘાનતરાયજીએ દશલક્ષણ પૂજનમાં પણ કહ્યું છે – “બ્રહ્મભાવ અંતર લખો.” જો બ્રહ્મસ્વરૂપ આત્માને જોવો છે તો અંતરમાં જુઓ, આત્મા અંતરમાં જોવાથી અનુભવાય છે, કેમકે તે છે પણ અંતરંગમાં જ. ઈન્દ્રિયોની વૃત્તિ બહિર્મુખ છે, કેમકે તો પોતાને નહીં, પરને જાણવા-દેખાવામાં નિમિત્ત છે, બધી જ ઈન્દ્રિયોનાં દ્વાર બહારની બાજું જ ઊઘડે છે, અંદર નહીં. આંખથી આંખ દેખાતી નથી, આંખની અંદર શું છે એ પણ દેખાતું નથી, પરંત બહાર શું છે તે દેખાય છે. એ જ પ્રમાણે રસના પણ અંદરનો સ્વાદ નથી લેતી, પરંતુ બહારથી પ્રાપ્ત પદાર્થોને ચાખે છે. નાક પણ શું અંદરની દુર્ગધ સુંઘી શકે છે? જયારે એ જ દુર્ગધ કોઈ પ્રકારે બહાર નીકળી નાકથી સ્પર્શાય છે ત્યારે નાક અને ગ્રહણ કરે છે. કાન પણ બહારનું જ સાંભળે છે. સ્પર્શન પણ માત્ર બહારની ઠંડી-ગરમી ઈત્યાદિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - ધર્મનાં દશ લક્ષણ) પ્રત્યે સતર્ક દેખાય છે. આ પ્રમાણે પાંચેય ઈન્દ્રિયો બહિર્મુખ વૃત્તિવાળી છે. બહિર્મુખ વૃત્તિવાળી અને રૂપ-રસાદિની ગ્રાહક ઈદ્રિયો અંતર્મુખવૃત્તિનો વિષય અને અરસ, અરૂપી આત્માને જાણવામાં સહાયક કેવી રીતે થઈ શકે? આ કારણે જ ઈન્દ્રિયભોગોની જેમ જ ઈન્દ્રિયજ્ઞાન પણ બ્રહ્મચર્યમાં સાધક નહીં, બાધક જ છે. લોકો કહે છે, – જૂઠો છે સંસાર, આંખ ખોલીને દેખો.” પરંતુ હું તો એ કહેવા માગું છું કે – “સાચો છે આત્મા, આંખ બંધ કરીને દેખો.' આત્મા આંખો ખોલીને દેખવાની વસ્તુ નથી, પરંતુ બંધ કરીને જોવાની ચીજ છે. માત્ર આંખોથી જ નહીં. પાંચેય ઈન્દ્રિયોથી ઉપયોગ.ખસેડીને પોતાનામાં લઈ જવાથી આત્મા જણાય છે. - હવે જયારે ઈદ્રિય-ભોગોના ત્યાગની વાત કરીએ છીએ તો જગત કહે છે – “ઠીક છે, ઈદ્રિય–ભોગ ત્યાગવા યોગ્ય જ છે, આપે ખૂબ સારી વાત કહી; પરંતુ જયારે એમ કહીએ કે ઈદ્રિય-જ્ઞાન પણ આત્માનુભૂતિરૂપ બ્રહ્મચર્યમાં સહાયક નથી; તો સામાન્ય જન એકદમ ભડકી ઊઠે છે; સમાજમાં ખળભળાટ મચી જાય છે. એમ કહેવામાં આવે છે - “તો શું અમે આંખોથી દેખીએ પણ નહીં, શાસ્ત્ર પણ ન વાંચીએ?” અને એવું બીજું ઘણું–ઘણું કહેવામાં આવે છે. વાતને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરવાને બદલે આરોપ – પ્રત્યારોપ લગાવવામાં આવે છે. પરંતુ ભાઈ ! કામ તો વસ્તુની સાચી સ્થિતિ સમજવાથી બને, બૂમા–બૂમ કરવાથી નહીં. અલ્પજ્ઞ આત્મા એક સમયમાં એકને જ જાણી શકે છે, એકમાં જ લીન થઈ શકે છે. તેથી જયારે આ પરને જાણે, પરેમાં લીન થાય ત્યારે પોતાને જાણવું અને પોતામાં લીન થવું સંભવિત નથી. ઈદ્રિયોના માધ્યમ દ્વારા પરને જ જાણી શકાય છે, પરમાં જ લીન થઈ શકાય છે. એકના દ્વારા ન તો પોતાને જાણી શકાય છે અને ન પોતામાં લીન પણ થઈ શકાય છે; તેથી ઈન્દ્રિયો દ્વારા પર પદાર્થોને ભોગવવા એ તો બ્રહ્મચર્યનું ઘાતક છે જ, એમના માધ્યમ દ્વારા બહારનું જાણવું–દેખવું એ પણ બ્રહ્મચર્યમાં બાધક જ આ પ્રમાણે ઈદ્રિયોના વિષયો–ભલે એ ભોગ્યપદાર્થો હોય કે mયપદાર્થો, – બ્રહ્મચર્યના વિરોધી જ છે, કમેકે આખરે એ છે તો Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય) : ૧૫૯ ઈદ્રિય-વિષયો જ. ઈદ્રિયોના બંને પ્રકારના વિષયોમાં ગુંચાવું એ ગૂંચ જ છે, મુકિતનો ઉપાય નથી. મુકિતનો ઉપાય તો એક આત્મલીનતારૂપ બ્રહ્મચર્ય જ છે. અહીં એક પ્રશ્ન સંભવિત છે કે જો ઈદ્રિયજ્ઞાન આત્મ-જ્ઞાનમાં સાધક નથી તો પછી શાસ્ત્રોમાં એમ કેમ લખ્યું છે કે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને આત્મલીનતારૂપ સમ્યફચારિત્ર અર્થાતુ બ્રહ્મચર્ય સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે? એનો આશય એમ નથી કે આત્મજ્ઞાનને માટે ઈદ્રિયોની આવશ્યકતા છે, પરંતુ આશય એમ છે કે જ્ઞાનનો એટલો વિકાસ આવશ્યક છે જેટલો સંજ્ઞી પંચેન્દ્રિયોને હોય છે. આ તો જ્ઞાનના વિકાસ (ક્ષયોપશમ) નું માપ દર્શાવેલ છે. જો કે એ સંપૂર્ણ સત્ય છે કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ ધર્મનો પ્રારંભ થાય છે, તથાપિ એ પણ સંપૂર્ણ સત્ય છે કે ઈદ્રિયોથી નહીં; બબ્બે ઈન્દ્રિયોને જીતવાથી એમના માધ્યમ દ્વારા કામ લેવાનું બંધ કરવાથી (ઉપયોગ પરાવૃત્ત કરવાથી) ધર્મ આરંભ થાય છે. બીજું જયારે આ આત્મા આત્મામાં લીન ન હોય ત્યારે કોઈ ને કોઈ ઈન્દ્રિય વિષયમાં લીન હોય જ; પરતું પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં પણ એકીસાથે લીન હોઈ શકે નહીં, એક સમયમાં એ પૈકી કોઈ એકમાં જ લીન હોય. આ પ્રમાણે પાંચેય ઈન્દ્રિયોના વિષયોને એકીસાથે જાણી પણ શકતો નથી; કેમકે ઈન્દ્રિયજ્ઞાનની પ્રવૃત્તિ ક્રમશઃ જ થાય છે, યુગપતું નહીં. ચાહે ઈન્દ્રિયોનો ભોગપક્ષ હોય કે જ્ઞાનપક્ષ – બંનેમાં ક્રમ પડે છે. જયારે આપણે ધ્યાનપૂર્વક કોઈ વસ્તુ જોઈ રહ્યા હોઈએ તો કાંઈ સંભળાતું નથી. એ જ પ્રમાણે જો ધ્યાન સાંભળવામાં કેન્દ્રિત હોય તો કાંઈ દેખાતું નથી. પરંતુ આ ચંચળ ઉપયોગનું પરિવર્તન એટલું ઝડપથી થાય છે કે આપણને એમ લાગે છે કે આપણે એકી સાથે દેખી–સાંભળી રહ્યા છીએ. પરંતુ એમ હોતું નથી. હવે જેમને પાંચ ઈન્દ્રિયો છે, તે જો આત્મામાં ઉપયોગ ન લગાવે તો એનો ઉપયોગ પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં વહેંચાઈ જશે; પરંતુ જેને ચાર જ ઈદ્રિયો છે એનો ઉપયોગ ચાર ઈદ્રિયોના વિષયોમાં જ વહેચાશે. * એ પ્રમાણે ત્રિ-ઈન્દ્રિય જીવનો ત્રણ ઈદ્રિય-વિષયોમાં, અને દ્વિ-ઈન્દ્રિય જીવનો બે ઇન્દ્રિય-વિષયોમાં વહેંચાશે. પરંતુ એકેન્દ્રિય જીવનો ઉપયોગ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મનાં દશ લક્ષણ) અને ભોગ વહેચાશે જ નહીં, સ્પર્શન-ઈન્દ્રિયના વિષયમાં જ અબાધપણે લાગેલો રહેશે. આ પ્રમાણે જયારે ઉપયોગ આત્મામાં લીન ન હોય ત્યારે વિષયોમાં વહેચાઈ જાય છે. આત્મા તો એક જ છે, ઉપયોગ એમાં સ્થિત હોય ત્યારે વહેંચાવાનો સવાલ જ ઊઠતો નથી. જયારે તે સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે ત્યારે બહિર્મુખ ઉપયોગ પંચેન્દ્રિયોના વિષયોમાં વહેંચાઈ જવાથી નબળો પડી જાય છે. આ સ્થિતિમાં જ્ઞાન વિકસિત થએલું હોવાથી અને ઈન્દ્રિયોના ઉપયોગની શકિત વહેચાએલી હોવાથી આત્મજ્ઞાન થવાની શકિત પ્રગટ થવા પામે છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે પંચેન્દ્રિયોનાં હોય અને ભોગ–એ બંને પ્રકારના વિષયોના ત્યાગપૂર્વક આત્મલીનતા થવી એ જ વાસ્તવિક અર્થાત્ નિશ્ચયબ્રહ્મચર્ય છે. અંતરંગ અર્થાત્ નિશ્ચયબ્રહ્મચર્ય પર આટલો ભાર દેવાનું તાત્યર્પ એ નથી કે સ્ત્રી-સેવનાદિના ત્યાગરૂપ બાહ્ય અર્થાત્ વ્યવહારબ્રહ્મચર્ય ઉપેક્ષણીય છે. અહીં નિશ્ચય બ્રહ્મચર્ય નું વિસ્તૃત વિવેચન તો એટલા માટે કર્યુ છે કે – વ્યવહારબ્રહ્મચર્ય થી તો આખુંય જગત પરિચિત છે, પરંતુ નિશ્ચયબ્રહ્મચર્ય પ્રતિ જગતનું ધ્યાન જ નથી. જીવનમાં બન્નેનો સુમેળ હોવી આવશ્યક છે. જે પ્રમાણે આત્મરણતારૂપનિશ્ચયબ્રહ્મચર્યની ઉપેક્ષા કરીને માત્ર કુશીલાદિ–સેવનના ત્યાગરૂપ વ્યવહારબ્રહ્મચર્ય ને જ બ્રહ્મચર્ય માની લેવાથી ઉકત અનેક આપત્તિ આવી પડે છે, એ જ પ્રમાણે વિષયસેવનના ત્યાગરૂપ વ્યવહાર–બ્રહ્મચર્યની ઉપેક્ષાથી પણ અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગશે. જેમકે–ઉપદેશાદિમાં પ્રવૃત્ત ભાવલિંગી સંતોને પણ તાત્કાલિક આત્મરણતારૂપ પ્રવૃત્તિના અભાવે બ્રહ્મચારી કહેવા સંભવિત નહીં બને, પછી તો માત્ર હંમેશા જ આત્મલીન કેવળીને જ બ્રહ્મચારી કહી શકાશે. જો આપ એમ કહો કે જયારે તેઓ ઉપદેશાદિ ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે પણ એમને જે આત્મરણતારૂપ બ્રહ્મચર્ય છે તેનો ઉપચાર કરીને એમને બ્રહ્મચારી માની લઈશું. તો એ કાંઈક ઠીક જ વાત છે, પરંતુ આત્મરમણતા હોવાથી અવિરત સમ્યગ્દષ્ટિને પણ બ્રહ્મચારી માનવો પડે જે ઉચિત લાગતું Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય) ૧૬૧ નથી; કેમકે પછી તો છનું હજાર રાણીઓ હોવા છતાં ચક્રવર્તી પણ બ્રહ્મચારી કહેવાશે. . તેથી બ્રહ્મચારી સંજ્ઞા સ્વસ્ત્રીના પણ સેવનાદિના `ત્યાગરૂપ વ્યવહાર–બ્રહ્મચર્યના જ આધારે નિશ્ચિત થાય છે. તેમ છતાં આત્મરમણતારૂપ નિશ્ચયબ્રહ્મચર્યના અભાવમાં માત્ર સ્ત્રી સેવનનાદિના ત્યાગરૂપ બ્રહ્મચર્ય વાસ્તવિક બ્રહ્મચર્ય નથી. - પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયોના અભાવપૂર્વક જે સાતમી પ્રતિમાને યોગ્ય નિશ્ચયબ્રહ્મચર્ય હોય છે, એની સાથે સ્વસ્ત્રીન્સેવનાદિના ત્યાગરૂપ બુદ્ધિપૂર્વક જે પ્રતિજ્ઞા હોય છે એ જ ખરેખર વ્યવહારબ્રહ્મચર્ય છે. પૂજનકારે બન્નેની સંતુલિત ચર્ચા કરી છે ઃશીલબાડ નૌ રાખ, બ્રહ્મભાવ અંતર લખો, કરિ દોનોં અભિલાખ, કરહુ સફલ નરભવ સદા. આપણે પોતાના શીલની રક્ષા નવવાડપૂર્વક કરવી જોઈએ તથા અંતરમાં પોતાના આત્માને દેખવો – અનુભવવો જોઈએ. બન્નેય પ્રકારના બ્રહ્મચર્યના અભિલાષી થઈ ને મનુષ્યભવ સાર્થક સફળ કરવો જોઈએ. જે પ્રમાણે ખેતરની રક્ષા વાડ લગાવીને કરીએ છીએ એ જ પ્રમાણે આપણે પોતાના શીલની રક્ષા નવ વાડથી કરવી જોઈએ. સામગ્રી (વસ્તુ) જેટલી વધારે મૂલ્યવાન હોય છે એટલી જ વિશેષ મજબૂત એની રક્ષા—વ્યવસ્થા કરવી પડે છે. અધિક મૂલ્યવાન સામગ્રીની રક્ષા માટે મજબૂતાઈની સાથે—સાથે એકને બદલે અનેક વાડ લગાવવામાં આવે છે. આપણે રત્નો કાંઈ જંગલમાં રાખતાં નથી. નગરની મધ્યમાં મજબૂત મકાનની અંદર, વચ્ચેના ઓરડામાં, લોખંડની તિજોરીમા ત્રણ-ત્રણ તાળાં લગાવીને રાખીએ છીએ. શીલ પણ એક રત્ન છે, એની પણ રક્ષા આપણે નવ–નવ વાડોથી કરવી જોઈએ. આપણે કાયાથી કુશીલનું સેવન ન કરીએ, કુશીલ–પોષક વચન પણ ન બોલીએ, મનમાં પણ કુશીલસેવનના વિચારો ન ઊઠવા દઈએ. આવું આપણે સ્વયં ન કરીએ. બીજા પાસે ન કરાવીએ, અને આ પ્રકારના કાર્યોની અનુમોદના પણ ન કરીએ. આ પ્રમાણે શાસ્ત્રોમાં પણ નિશ્ચયબ્રહ્મચર્યનું સહચારી જાણીને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧દર ધર્મનાં દશ લક્ષણ) સ્ત્રી–સેવનાદિના ત્યાગરૂપ વ્યવહારબ્રહ્મચર્યની પૂરતી ચર્ચા કરવામાં આવી છે, તેમ છતાં આત્મરમણતારૂપ નિશ્ચયબ્રહ્મચર્ય વિના મુકિત માર્ગમાં એને વિશેષ મહત્વ નથી. નિશ્ચયબ્રાહ્મચર્ય વિના એ નિરાશ્રય-અકાર્યકારી જેવું છે. * જોકે અહીં ઉત્તમબ્રહ્મચર્ય નું વર્ણન મુનિધર્મની અપેક્ષાથી કરવામાં આવ્યું છે, તેથી સર્વોત્કૃષ્ટ વર્ણન છે, છતાં ગૃહસ્થોએ પણ બ્રહ્મચર્યની આરાધનાથી વિમુખ નહીં રહેવું જોઈએ, એમણે પણ પોતપોતાની ભૂમિકાનુસાર એ અવશ્ય ધારણ કરવું જોઈએ. મુનિઓ અને ગૃહસ્થોને કયી–કયી ભૂમિકામાં કેવા પ્રકારનું અંતર્બાહ્ય બ્રહ્મચર્ય હોય છે એની ચર્ચા ચરણાનુયોગનાં શાસ્ત્રોમાં વિસ્તારથી કરવામાં આવેલી છે. જિજ્ઞાસુ પાઠકોએ આ વિષય સંબંધમાં વિસ્તારથી ત્યાંથી જાણવું જોઈએ. એ બધાનું વર્ણન આ લઘુ નિબંધમાં સંભવિત નથી. . એક ધર્મ છે. એનો સીધો સંબંધ આત્મહિતની સાથે છે એને કોઈ લૌકિક પ્રયોજનની સિદ્ધિનું સાધન બનાવવું યોગ્ય નથી, પરંતુ એનો પ્રયોગ એક ઉપાધિ (ડિગ્રી) જેવો કરવામાં આવી રહ્યો છે. આ પણ આજકાલ એક ઉપાધિ (ડિગ્રી) બની ગયેલ છે. જેમ-શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ.એ, પીએચ.ડી; કે વાણીભૂષણ વિદ્યાવાચસ્પતિ કે દાનવીર, સરસેઠ ઈત્યાદિ ઉપાધિથી વ્યવહાર કરવામાં આવે છે; એ જ પ્રમાણે આનો પણ વ્યવહાર પ્રચલિત થઈ ગયો છે. આ યશ-પ્રતિષ્ઠાનું સાધન બની ગયું છે. આનો ઉપયોગ આ જ અર્થમાં કરવામાં આવી રહ્યો છે. આ કારણે પણ આ ક્ષેત્રમાં વિકૃતિ આવી ગઈ છે. - જે પ્રમાણે આજની સન્માનજનક ઉપાધિઓ લોકસમૂહમાં લેવા-દેવામાં આવે છે. એ જ પ્રમાણે આનું પણ આદાન-પ્રદાન થવા લાગ્યું છે. હવે આનો પણ વરઘોડો નીકળે છે. એના માટે પણ હાથી જોઈએ, બેંડવાજા જોઈએ. જો સ્ત્રી–ત્યાગ માટે પણ બેડવાજાં જરૂરી છે તો પછી વિવાહ–લગ્નનું શું? આજની દુનિયાને શું થઈ ગયું છે? એને સ્ત્રી રાખવામાં પણ બેડવાજા જોઈએ, સ્ત્રી છોડવામાં પણ બેડવાજાં જોઈએ. એ સમજાતું નથી કે ગ્રહણ અને ત્યાગ બન્નેમાં એક સમાન ક્રિયા કેવી રીતે સંભવિત છે? Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બ્રહ્મચર્ય) - ૧૬૩ એક વ્યકિતએક સમારોહના અવસર પર પોતાના શ્રદ્ધેય ગુરુની પાસે બ્રહ્મચર્ય લેવા પહોંચ્યો, પરંતુ એમણે મનાઈ કરી. એટલે તે મારા જેવા અન્ય વ્યકિતી ની પાસે ભલામણ કરાવવા માટે આવ્યો. જયારે એને કહેવામાં આવ્યું કે – “ગુરુદેવ હમણાં બ્રહ્મચર્ય દેવા ઈચ્છતા નથી તો ન લો, તેઓ પણ કાંઈક સમજી વિચારીને ના કહેતા હશે.” " એના દ્વારા સવિનય પ્રાર્થના સહિત ખૂબ આગ્રહ થવાથી જયારે એને કહેવામાં આવ્યું કે – “ભાઈ! સમજાતું નથી કે તમને આટલી અધીરાઈ કેમ થઈ રહી છે? ભલે ને ગુરુદેવ તમને બ્રહ્મચર્યવ્રત ન આપે, પરંતુ તમને બ્રહ્મચર્યપૂર્વક રહેવાથી તો તેઓ રોકી શકતા નથી, તમે બ્રહ્મચર્યપૂર્વક રહો ને, તમને એમાં શું મુસીબત છે? તમને બ્રહ્મચર્યપૂર્વક રહેવામાં તો કોઈ રોકી શકતું નથી.” - આ પછી પણ એને સંતોષ થયો નહીં. એટલે એને કહેવામાં આવ્યું કે – “ હમણાં રહેવા દો, હમણાં છ માસ અભ્યાસ કરો. પછી તમને બ્રહ્મચર્ય અપાવી દઈશું. ઉતાવળ શું છે?” તો એ એકદમ બોલ્યો – “આવો અવસર ફરીથી કયારે મળે ?” “કેવો અવસર?” – એમ પૂછવામાં આવતાં કહેવા લાગ્યો – “ આ પંચકલ્યાણક મેળો વારંવાર થોડો જ થવાનો છે.” - હવે આપ જ બતાવો કે એને બ્રહ્મચર્ય જોઈએ છે કે પચાસ હજાર જનતાની વચ્ચે બ્રહ્મચર્ય જોઈએ છે. એને બ્રહ્મચર્યથી નહીં, બ્રહ્મચર્યની જાહેરાત થી પ્રયોજન હતું. એને બ્રહ્મચર્ય નહીં, બ્રહ્મચર્ય ની ઉપાધિ જોઈતી હતી; તે પણ સૌની વચ્ચે જાહેરાત સાથે, જેથી એને સમાજમાં સર્વત્ર સન્માન મળે, એનો પણ ભાવ પૂછાય, પૂજા થવા લાગે. જેનધર્માનુસાર તો સાતમી બ્રહ્મચર્ય પ્રતિમા સુધી ઘરમાં રેહવાનો અધિકાર છે. એટલું જ નહીં કર્તવ્ય પણ છે. અર્થાત્ બનાવીને ખાવાની જ વાત નથી, કમાઈ ને ખાવાની પણ વાત છે, કેમકે તે હજી પરિગ્રહત્યાગી નથી થયો, આરંભત્યાગી પણ નથી થયો. એને તો ચાદર ઓઢવાની પણ જરૂર નથી; એ તો ધોતિયું, ખમીસ, પાઘડી ઈત્યાદિ પહેરવાનો અધિકારી છે; શાસ્ત્રોમાં કયાંય પણ આનો નિષેધ નથી. પરંતુ બ્રહ્મચર્ય પ્રતિમા તો દૂર, પહેલી પણ પ્રતિમા ન હોય; માત્ર બ્રહ્મચર્ય લીધું. ચાદર ઓઢી અને ચાલી નીકળ્યા કમાઈ ને ખાવાની વાત Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ' ધર્મનાં દશ લક્ષણ) તો દૂર, બનાવીને ખાવાથી પણ મુકત. મને એ વાતનું કાંઈ દુઃખ નથી કે સમાજ એમને કેમ ખવડાવે છે. સમાજની આ ગુણગ્રાહકતા પ્રશંસનીય જ નહીં, અભિનન્દનીય પણ છે. મારો આશય તો આ છે કે જયારે એમની વ્યવસ્થા કોઈ સમાજ નથી કરતી ત્યારે જુઓ એમનો વ્યવહાર. સર્વત્ર એ સમાજની બૂરાઈ કરવાનો જ જાણે એમનો મુખ્ય ધર્મ થઈ પડે છે. સમાજ પ્રેમથી એમનો ભાર ઉઠાવે, આદર કરે – એ ખૂબ સારી વાત છે, પરંતુ બળ જોરીથી સમાજ પર ભાર નાખવો એ શાસ્ત્ર-સંમત નથી. - બ્રહ્મચર્યધર્મ તો એકદમ અંતરની વસ્તુ છે, વ્યકિતગત વસ્તુ છે; પરંતુ એ પણ આજે ઉપાધિ (ડિગ્રી) બની ગઈ છે. બ્રહ્મચર્ય તો આત્મામાં લીનતાનું નામ છે, પરંતુ જયારે પોતાને બ્રહ્મચારી કહેવાવાળા આત્માના નામથી જ ભડકતા હોય તો શું કહીએ? આત્માના અનુભવ વિના તો સમ્યગ્દર્શન પણ થતું નથી; વ્રત તો સમ્યગ્દર્શન પછી જ હોય છે. સ્વસ્ત્રીનો સંગ તો છઠ્ઠી પ્રતિમા સુધી રહે છે, સાતમી પ્રતિમામાં સ્વસ્ત્રીનો સાથ છૂટે છે. અર્થાત્ સ્ત્રી–સેવનના ત્યાગ પહેલાં આત્માના અનુભવરૂપ બ્રહ્મચર્ય હોય છે, પરંતુ એ તરફ કોઈનું ધ્યાન જ નથી. અહીં સમ્યગ્દર્શનના અભાવમાં પણ બાહ્ય બ્રહ્મચર્યનો નિષેધ નથી, એ નિવૃત્તિ માટે ઉપયોગી પણ છે. ગૃહસ્થ સંબંધી ઝંઝટો ન હોવાથી શાસ્ત્રોનાં અધ્યયન-મનન-ચિન્તન માટે પૂરેપૂરો સમય મળે છે. પરંતુ બાહ્ય બ્રહ્મચર્ય લઈને સ્વાધ્યાયાદિમા ન લાગતા માનાદિ ના પોષણ માં લાગે તો એણે બાહ્ય બ્રહ્મચર્ય પણ નથી લીધું, પરંતુ માન લીધું છે, સન્માન લીધું બ્રહ્મચર્યની ચર્ચા કરતાં દશ લક્ષણ પૂજનમાં એક પંકિત આવે છે : સંસારમેં વિષ–બેલ નારી, તજ ગયે યોગીશ્વરા.. આજકાલ જયારે પણ બ્રહ્મચર્યની ચર્ચા ચાલે છે તો દશલક્ષણ પૂજનની આ પંકિત પર ખૂબ ભવાં ચઢી જાય છે – રોષ પ્રગટ થાય છે. એમ કહેવામાં આવે છે કે એમાં નારી–જાતિની નિન્દા કરવામાં આવી છે. જો નારી વિષની વેલ છે તો શું નર અમૃતનું વૃક્ષ છે? નર પણ તો વિષ-વૃક્ષ Page #190 -------------------------------------------------------------------------- ________________ 9 cu ઉત્તમ બ્રહ્મચર્ય ત્યાં સુધી કહેવામાં આવે છે કે પૂજાઓ પુરુષોએ લખી છે, તેથી એમાં સ્ત્રીઓ માટે નિંદનીય શબ્દોનો પ્રયોગ કરેલો છે. તો શું સ્ત્રીઓ પણ એક પૂજન લખે અને એમાં લખી દે કે – “સંસારમે વિષ–વૃક્ષ નર, સબ તજ ગઈ યોગીશ્વરી, ભાઈ, બ્રહ્મચર્ય જેવા પવિત્ર વિષયને નર-નારીનો વિવાદનો વિષય શા માટે બનાવો છો? બ્રહ્મચર્યની ચર્ચામાં પૂજન કારનો આશય નારી–નિન્દા નથી. પુરુષોને શ્રેષ્ઠ બતાવવા–એ પણ પૂજનકારને ઈષ્ટ નથી. આમાં પુરષોનાં ગીત ગાયાં નથી, પરંતુ એમને કશીલ સામે ઠપકો આપ્યો છે, ફટકાર્યા છે. નારી શબ્દમાં તો બધી જ નારી આવી જાય છે. એમાં માતા, બહેન, પુત્રી વગેરે પણ સમાવિષ્ટ છે. તો શું નારીને વિષ–વેલ કહીને માતા, બહેન, "પુત્રીને વિષ–વેલ કહેવામાં આવી છે? નહીં, કદી પણ નહીં. શું આ છંદમાં ‘નારી' ના સ્થાને “જનની “ભગિની કે પુત્રી' શબ્દનો પ્રયોગ સંભવિત છે? “ : નહીં, કદાપિ નહીં. કેમકે પછી એનું રૂપ નીચે પ્રમાણે થઈ જશે, ને આપણને કદી પણ સ્વીકાર્ય નહીં હોય. “સંસારમેં વિષ–વેલ જનની, તજ ગયે યોગીશ્વરા.” “સંસારમેં વિષ–વેલ ભગિની, તજ ગયે યોગીશ્વરા.” આ સંસારમેં વિષવેલ પુત્રી, તજ ગયે યોગીશ્વરા. જો નારી શબ્દથી કવિનો આશય માતા, બહેન, પુત્રી નથી તો પછી શું છે? એ સ્પષ્ટ છે કે “નારી' શબ્દનો આશય નરના હૃદયમાં નારીના લક્ષ્ય વડે ઉત્પન્ન થતો ભોગનો ભાવ છે. આ પ્રમાણે ઉપલક્ષણથી નારીના હૃદયમાં નરના લક્ષ્ય વડે ઉત્પન્ન થતો ભોગનો ભાવ પણ અપેક્ષિત છે. - અહીં વિજાતીય જાતીયતા પ્રતિ આકર્ષણના ભાવને જ વિષ–વેલ કહેવામાં આવેલ છે. ભલે તે પુરુષના હૃદયમાં ઉત્પન્ન હોય કે સ્ત્રીના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધર્મનાં દશ લક્ષણ) હૃદયમાં. અને એનો ત્યાગ કરવાવાળાને જ યોગીશ્વર કહેલો છે, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ. માત્ર શબ્દોને જ ન વળગી રહેતાં, શબ્દોની અદલા-બદલીનો નિરર્થક અને અનર્થક પ્રયાસ છોડીને, એમાં સમાયેલા ભાવોને હૃદયંગમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે શબ્દોની હેરફેરના ચક્કર માં પડીશું તો કયાં-કયાં બદલીશુ? શું શું બદલીશુ? આપણને અધિકાર પણ શું છે બીજાઓની કૃતિમાં અદલાબદલી કરવાનો? આ પંકિતઓમાં કવિનો પરમ પવિત્ર ઉદ્દેશ્ય અબ્રહ્મથી દૂર કરીને બ્રહ્મમાં લીન થવાની પ્રેરણા આપવાનો છે. આપણે પણ એમના ભાવને પવિત્ર હૃદયથી ગ્રહણ કરવો જોઈએ. . - બ્રહ્મચર્ય અર્થાત્ આત્મરમણતા સાક્ષાત્ ધર્મ છે, સર્વોત્કૃષ્ટ ધર્મ છે. બધા આત્માઓ બ્રહ્મના શુદ્ધ સ્વરૂપને જાણીને, ઓળખીને, એમાં જામી. જાય, રમે અને અનંતકાળ સુધી તરૂપ પરિણમિત રહીને અનંત સુખી બને–એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું.. Page #192 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાવાણી દશલક્ષણ મહાપર્વ પુરૂં થતાં તરત જ ઉજવવામાં આવતું ક્ષમાવાણી પર્વ એક એવું મહાપર્વ છે જેમાં વેરભાવને છોડીને આપણે પરસ્પર ક્ષમાયાચના કરીએ છીએ, એકબીજા પ્રતિ ક્ષમાભાવ ધારણ કરીએ છીએ. આને ક્ષમાપના પણ કહેવામાં આવે છે. મનની મલિનતા ને ધોઈ નાખી સ્વચ્છ–પવિત્ર કરવામાં સમર્થ આ મહાપર્વ આજે માત્ર શિષ્ટાચાર થઈ પડયું છે. એમ નથી કે આપણે એને ઉત્સાહપૂર્વક ઊજવતા ન હોઈએ અથવા એનાથી ઉદાસીન થઈ ગયા હોઈએ. આજે આપણે ઍનાથી ન ઉદાસીન છીએ, ન ઉત્સાહરહિત. માત્ર ઉત્સાહથી જ નહીં, અતિ ઉત્સાહથી આપણે આ પર્વ ઊજવીએ છીએ. આ પ્રસંગે આખાય ભારતવર્ષમાં લાખો રૂપિયાના બહુમૂલ્ય કાર્ડ છપાવવામાં આવે છે. એમને સુંદર રંગ-બેરંગી ચીરતેલાં કવરોમાં રાખીને આપણે ઈષ્ટમિત્રોને મોકલીએ છીએ. લોકોને પ્રેમથી ભેટીને મળીએ છીએ, . ક્ષમાયાચના પણ કરીએ મંદ હાસ્ય પણ હોય છે, પરંતુ કૃત્રિમ. આપણી મૂળ સ્વાભાવિક્તા કોણ જાણે કયાં ગુમ થઈ ગઈ છે ? વિમાનપરિચારિકાઓની જેમ આપણે પણ બનાવટી હાસ્યમાં કેળવાઈ ગયા છીએ. આપણે માફી માગીએ છીએ; પણ એમની પાસે નહીં જેમની પાસે માગવી જોઈએ, જેમના પ્રત્યે આપણે અપરાધ કર્યા છે, અજાણતાં જ નહીં, પણ જાણીબૂઝીને; આપણને ખબર પણ છે એની પરંતુ આપણે ક્ષમાવાણી પત્ર પણ મોકલીએ છીએ, પરંતુ એમને નહીં જેમને મોકલવા જોઈએ, પસંદ કરીને એમને મોકલીએ છીએ જેમના પ્રત્યે ન તો આપણે કોઈ અપરાધ કર્યો છે અને જેમણે ન આપણા પ્રત્યે કોઈ અપરાધ કર્યો છે. આજે ક્ષમા પણ એમની પાસેથી માગવામાં આવે છે જેમની સાથે આપણને મૈત્રી–સંબંધ છે, જેમના પ્રત્યે અપરાધ થવાનો ખ્યાલ પણ આપણને કદી થયો નથી. જરા બતાવો કે વાસ્તવિક શત્રુઓથી કોણ ક્ષમા માગે છે? એમને Page #193 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં દશ લક્ષણ) ૧૬૮ કોણ ક્ષમાપના-પત્ર મોકલે છે ? ક્ષમા કરવા–કરાવવાના સાચા અધિકારી તો તેઓ જ છે, પરંન્તુ એમને કોણ યાદ કરે છે ? મોટા કહેવાતા બહુવ્યવસાયી લોકોની સ્થિતિ તો આથીય વિશેષ વિચિત્ર બની ગઈ છે. એમને ત્યાં એમ યાદી ત્યાર હોય છે. આ યાદી પ્રમાણે લગ્નના નિમંત્રણ પત્રો મોકલવામાં આવે છે; એ જ યાદી પ્રમાણે કર્મચારીગણ ક્ષમાવાણી પત્રો પણ મોકલી આપતા હોય છે. મોકલનારને તો ખબર પણ નથી હોતી કે પોતે કોની–કોની પાસેથી ક્ષમાયાચના કરી છે. આ જ સ્થિતિ એમની પણ હોય છે જેઓને આ પત્રો મળે છે એમના કર્મચારીઓ તે પત્રો પ્રાપ્ત કરી લ્યે છે. કદાચિત કોઈવાર ફુરસદ મળી જાય તો તેઓ પણ નજર નાખી લે છે કે કોના—કોના ક્ષમાવાણી પત્ર આવ્યા છે. એમાં શું લખ્યું કે એ વાંચવાનો પ્રયત્ન તેઓ પણ કરતા નથી. કરે પણ શા માટે ? શું પત્ર લખનારને પણ ખબર છે કે એમા શું લખ્યું છે ? શું એણે એ પત્ર વાંચ્યો છે ? લખવાની વાત તો ઘણી દૂર. બજારમાંથી તૈયાર લખાણવાળાં છાપેલાં કાર્ડ લાવવામાં આવ્યાં હોય છે. સરનામું અવશ્ય લખવું પડે છે. એ પણ જો કોઈ રીતે છાપેલાં તૈયાર મળી જાય તો એ પણ લખવાનું કષ્ટ કોણ ઉઠાવે.? કદાચિત્ એમાં પ્રેસની ભૂળથી ગાળો છપાઈ જાય તોપણ કોઈ ચિંતાની વાત નથી. ચિંતા તો ત્યારે થાય કે જયારે એને કોઈ વાંચે. જયારે એને કોઈ વાંચવાવાળું જ નથી—સૌ એનો કાગળ, છાપકામ, ઉઠાવ ઈત્યાદિ જ દેખતા હોય છે, પછી ચિંતા શી વાતની ? કરે પણ શું ? આજનો માનવી એટલો પ્રવૃત્તિ—મગ્ન થઈ ગયો છે કે એને આ બધું કરવાની ફુરસદ કયાં છે ? પોતે પત્ર લખે પણ તો કેટલાકને ? વ્યવહાર પણ એટલો વધી ગયો છે કે જેનું કોઈ માપ નથી. બસ, બધું આમ જ ચાલ્યા કરે છે. ક્ષમાયાચના કે જે એકદમ વ્યકિતગત વસ્તુ હતી તે આજે બાજરૂ બની Page #194 -------------------------------------------------------------------------- ________________ સમાવાણી) ... ૧૬૯ ગઈ છે. ક્ષમાયાચવી કે ક્ષમા કરવી – એ એક એટલું મહાન કાર્ય છે, એટલો પવિત્ર ધર્મ છે કે એ જીવનું જીવન પલટી શકે છે, સાચા સ્વરૂપે ક્ષમા કરવાવાળા અને ક્ષમા માંગવાવાળાનું જીવન પલટાઈ જાય છે. પરંતુ ન માલૂમ આજનો આ બે–પગો આદમી કેવો ભારે ચીકણો ઘડો થઈ ગયો છે કે એના પર પાણી ઠરતું જ નથી. એની “કાળી કામળી પર કોઈ બીજો રંગ ચડતો જ નથી. - મોટાં મોટાં મહા પર્વ આવે છે, મોટા મોટા મહાન સંતો આવે છે, અને એમ જ જતા રહે છે; એમની આના પર કોઈ અસર જ પડતી નથી. આ બરાબર પોતાના સ્થાને જામેલો જ રહે છે. એણે કેટલીયે ક્ષમાવાણી ઊજવી, છતાં હજુ વીસ-વીસ વર્ષ જૂની શત્રુતા જેવી ને તેવી જ કાયમ છે, એમાં જરાય ઓછપ આવી નથી. * ધન્ય છે આની વીરતાને. કહે છે ક્ષમા વીરસ્ય ભૂષણમ્ I અનેક ક્ષમાવાણીઓ વીતી ગઈ, પરંતુ આની વીરતા ન વીતી. હમણાં પણ તાલ ઠોકીને તૈયાર છે – લડવા માટે, મરવા માટે, બીજું તો જવા દો, ક્ષમા માંગવાના મુદ્દા પર પણ લડી શકે છે, ક્ષમા માંગતા–માંગતા લડી શકે છે, ક્ષમા ન માંગવા પર પણ લડી શકે છે, બળજોરીથી ક્ષમા માંગવા ફરજ પણ પાડી શકે છે. આનામાં કોઈ જાણે કેવું વિચિત્ર સામર્થ્ય પેદા થઈ ગયું કે માફી માગીને પણ અકકડ રહી શકે છે, માફ કરીને પણ માફ ન કરી શકે છે. કોઈ કોઈવાર તો માફી પણ અકડીને માગે છે, અને માફી માગવાનો રૂઆબ પણ બતાવે છે. | મારા એક સહપાઠીની વિચિત્ર આદત હતી. તે ખૂબ ગર્વ સાથે, મોટા ગૌરવથી માફી માગ્યા કરતો હતો અને તરત જ પછી એ જ મુદ્દા પર જીદ કરતો-હઠ પકડતો. તે કહેતો – ભૂલ કરી તો શું થઈ ગયું? માફી પણ તો માગી લીધી છે, હવે કેમ અકડે છે? એવી રીતે વાત કરતો કે જાણે એણે માફી માગીને ખૂબ મોટો ઉપકાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધર્મનાં દશ લક્ષણ) કર્યો હોય, એ ઉપકારથી આપણે એના કૃતજ્ઞ થવું જોઈએ! જેમની સાથે ઝગડો થયો હોય, એક તો આપણે એમની પાસેથી ક્ષમાયાચના કરતા જ નથી. કદાચિત આપણા ઈષ્ટમિત્રો સદ્ભાવ રાખવા માટે એમની પાસે ક્ષમા માગવાની પ્રેરણા આપે છે, ફરજ પાડે છે તો આપણે અનેક શરતો આગળ ધરીએ છીએ. કહીએ છીએ – “એને તો પૂછો કે એ પણ ક્ષમા માગવા કે ક્ષમા આપવા તૈયાર છે કે નહીં?” જો એ પણ તૈયાર થઈ જાય તો પહેલાં ક્ષમા કોણ માર્ગે એ વાત પર વાત અટકી જાય છે. એનો પણ કોઈ રસ્તો કાઢવામાં આવે તો પછી ક્ષમા માગવા અને આપવાની વિધિ પર ઝગડો ઉપસ્થિત થાય છે - કે ક્ષમા લેખિત માગવામાં આવે કે મૌખિક. જો આ સમસ્યાનો પણ કોઈ પ્રકારે ઉકેલ થઈ જાય તો પછી ક્ષમા માગવાની ભાષા નિશ્ચિત કરવાનું કોઈ સરળ કામ નથી. માગવાવાળો આ ભાષામાં ક્ષમા માગે છે – “મેં કોઈ ભૂલ તો કરી નથી, છતાં પણ આપ લોકો માનતા નથી તો હું ક્ષમા માગવા તૈયાર છું પરંતુ...” એમ કહીને કોઈ નવી શરત ઉમેરે છે. આ વાત પર ક્ષમાદાન કરનાર હઠ કરશે, કહેશે – “પહેલાં અપરાધો સ્વીકાર કરો, પછી માફ કરીશ.” આ પ્રમાણે લોકો કદી પણ ન કરેલા અપરાધ માટે ક્ષમા માગે અને ક્ષમા કરવાવાળા અસ્વીકૃત અપરાધની ક્ષમા આપવા તૈયાર ન થાય, કદાચિત્ કોઈ ભાષાના મહાપંડિતો હળી-મળીને કોઈ એવો ધડી લાવે કે જેથી “સાપ પણ મરે અને લાઠી પણ ન ભાંગે તો પછી એ વાત પર ઝગડો થઈ શકે છે કે – ક્ષમાના આદાન-પ્રદાનનું સ્થળ કયાં રાખવું? આ બધી વાતોનું સમાધાન કરવામાં આવે અને જો ક્ષમાયાચના કે ક્ષમાપ્રધાનના કાર્યક્રમનો સમારોહ સાનંદ સંપન્ન પણ થઈ જાય, તોપણ આ ક્ષમાભાવ કયાં લગી ટકી રહેશે એનો શું ભરોસો? પરંતુ જયારે અંતરમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાવાણી) ૧૭૧ ક્ષમાભાવ આવ્યો જીં નથી, બધું જ કાગળ કે વાણીમાં જ રહી ગયું છે તો તે ટકી રહેવાનો પ્રશ્ન જ કયાં ઊઠે છે ? આ પ્રકારની ક્ષમાવાણી આપણને શું નિહાલ કરશે એ પણ એક વિચારવા યોગ્ય વાત છે. ‘ક્ષમા કરો, ક્ષમા કરો’ એવું રટણ કરતા લોકો તો ડગલે ને પગલે મળી આવશે; પરંતુ હૃદયથી વાસ્તવિક ક્ષમાયાચના કરવાવાળા અને ક્ષમા આપવાવાળાઓનાં દર્શન આજ દુર્લભ થઈ પડયાં છે. ક્ષમાવાણીનું સાચું રૂપ તો એ હોવું જોઈએ કે આપણે આપણી ભૂલોનો એકરારપૂર્વક ઉલ્લેખ કરીને વિનયપૂર્વક સામસામે કે તંત્ર દ્વારા શુદ્ધ હૃદયથી ક્ષમાયાચના કરીએ તેમજ પવિત્ર ભાવથી બીજાઓને ક્ષમા આપીએ અર્થાત્ ક્ષમાભાવ ધારણ કરીએ. આપ એ વિચારી શકો છો કે આ પવિત્ર અવસર પર હું પણ શુ વાત લઈ બેઠો ? પરંતુ છું હું જાણવા ઈચ્છું કે – જયારે આપે અનેકને ક્ષમા આપી છે, અનેકની પાસે ક્ષમા માગી છે તો ક્ષમાવાણી પર્વ વીત્યા બાદ શું આપે કદી પણ આત્મનિરીક્ષણ કર્યુ છે ? જો ના, તો હવે કરીને જુઓ કે શું આપના જીવનમાં પણ કોઈ ફરક પડયો છે કે પછી જેમનું તેજ ચાલી રહ્યુ છે ? જો જેમનું તેમજ ચાલી રહ્યું હોય તો પછી મારી વાતની સચ્ચાઈ પર એક વાર ગંભીરતાથી વિચાર કરો, એને ખાલી વાતોમાં જ ન ઉડાવો. શું હું એમ આશા રાખું કે આપ આ પ્રતિ ધ્યાન આપશો ? આપશો તો લાભ મેળવશો, અન્યથા જેમ ચાલે છે તેમ તો ચાલતું જ રહેશે, એમાં તો કાંઈ આવવા—જવાનું છે નહિં. ક્ષમાવાણીનો વાસ્તવિક ભાવ તો આ છે કે પર્વરાજ પયૂષણમાં દશ ધર્મોની આરાધનાથી આપણું હૃદય ક્ષમાભાવથી આકંઠ ભરાઈ જવું જોઈએ. અને જેમ ઘડો આકંઠ ભરાઈ જાય છે તો પછી છલકાવા લાગે છે, ઊભરાવા લાગે છે; તે જ પ્રમાણે જયારે આપણો હૃદયઘટ ક્ષમાભાવાદિ—જલથી આકંઠ ભરાઈ જાય, ત્યારે એ જ ક્ષમાભાવ વાણીમાં પણ છલકાવા લાગે, ચમકવા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધર્મનાં દશ લક્ષણ) લાગે, ત્યારે જ એ વસ્તુતઃ વાણીની ક્ષમા અર્થાત્ ક્ષમાવાણી હશે. પરંતુ આજ તો ક્ષમા માત્ર આપણી વાણીમાં રહી ગઈ છે, જાણે અંતરથી એને કાંઈ સંબંધ જ ન હોય ! આપણે ક્ષમા, ક્ષમા એમ વાણીમાં તો બોલીએ છીએ, પરંતુ ક્ષમાભાવ આપણા ગળાથી નીચે નથી ઊતરતો. આ જ કારણે આપણી ક્ષમાયાચના કૃત્રિમ થઈ ગઈ છે. એમાં તે વાસ્તવિકતા રહી નથી જે હોવી જોઈએ અથવા જે સાચા ક્ષમાધારીને હોય છે. બહારથી—ઉપર–ઉપરથી આપણે ખૂબ મીઠાબોલા થઈ ગયા છીએ. હૃદયમાં દ્વેષભાવ કાયમ રાખીને આપણે છળપૂર્વક ઉપર–ઉપરથી ક્ષમાયાચના કરવા લાગ્યા છીએ. માયાચારીને ક્રોધ, માન એ પ્રકારે પ્રગટ નથી થતાં જે પ્રકારે સરળ સ્વભાવીને થઈ જાય છે. પ્રગટ થાય તો એનો બહિષ્કાર, પરિષ્કાર સંભવિત છે; પરંતુ અપ્રગટને કોણ જાણે ? તેથી ક્ષમાધારકે શાંત અને નિરભિમાની હોવા ઉપરાંત સરળ પણ થવું જોઈએ. કુટિલ વ્યકિત ક્રોધ–માનને છુપાવી તો શકે છે, પરંતુ ક્રોધ–માનનો અભાવ કરવો એના વશમાં નથી. ક્રોધ–માનને દબાવી રાખવાં એ જુદી વાત છે તથા દૂર કરવાં એ જુદી વાત છે. ક્રોધ–માનને નષ્ટ કરવાં ક્ષમા છે, દબાવી રાખવાં એ નહીં. અહીં આપ કહી શકો છો કે ક્ષમા તો ક્રોધના અભાવનું નામ છે; ક્ષમાધારીએ નિરભિમાની પણ થવું જોઈએ, સરળ પણ થવું જોઈએ ઈત્યાદિ શરતો કેમ લગાવતા જાઓ છો ? જો કે ક્ષમા ક્રોધના અભાવનું નામ છે; તેમ છતાં ક્ષમાવાણીનો સંબંધ માત્ર ક્રોધના અભાવરૂપ ક્ષમાથી જ નહીં, પરંતુ ક્રોધમાનાદિ વિકારોના અભાવરૂપ ક્ષમામાર્દવાદિ દશેય ધર્મોની આરાધના તેમ જ એનાથી ઉત્પન્ન નિર્મળતાથી છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાવાણી) ૧૭૩ ક્ષમા માગવામાં બાધક ક્રોધકષાય નથી, પરંતુ માનકષાય છે. ક્રોધકષાય ક્ષમા કરવામાં બાધક કોઈ શકે છે, ક્ષમા માગવામાં નહીં. જયારે આપણે કહીએ છીએ:“ામેમિ સવ નીવા, સર્વે નવા રવમતુ મે | मित्ती मे सव्वभूएसु, वैरं ,मज्झं ण केण वि ।। સર્વ જીવોને હું ક્ષમા કરું છું, સર્વ જીવો મને ક્ષમા કરો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ રહો, કોઈથી પણ વેરભાવ ન હો.” તો આપણે હું સર્વ જીવોને ક્ષમા કરુ છું એમ કહીને ક્રોધના ત્યાગનો સંકલ્પ કરીએ છીએ વા ક્રોધના ત્યાગની ભાવના ભાવીએ છીએ. તથા “ સર્વ જીવો મને ક્ષમા કરો' એમ કહીને માનના ત્યાગનો સંકલ્પ કરીએ છીએ વા માનના ત્યાગની ભાવના ભાવીએ છીએ. એ જ પ્રમાણે સર્વ જીવો સાથે મિત્રતા રાખવાની ભાવના માયાચારના ત્યાગરૂપ સરળતા પ્રાપ્ત કરવાની ભાવના છે. તેથી ક્ષમાવાણીને માત્ર ક્રોધના ત્યાગ પૂરતી મર્યાદિત માનવી યોગ્ય નથી. . : એક વાત આ પણ છે કે આ દિવસે આપણે ક્ષમા કરવાને બદલે ક્ષમા માગીએ છીએ અધિક. ભલે ઉકત છંદમાં હું સર્વ જીવોને ક્ષમા કરું છું.” વાકય પ્રથમ હોય, પરંતુ સામાન્ય વ્યવહારમાં આપણે એમ જ કહીએ છીએ કે – “ક્ષમા કરો' એમ કહેતું કોઈ જોવામાં આવતું નથી કે “ક્ષમા કરી' આને ક્ષમાયાચના દિવસના રૂપમાં જ જોવામાં આવે છે, “ક્ષમાકરણ' દિવસના રૂપમાં નહીં. ક્ષમાયાચના માનકષાયના અભાવમાં થતી પ્રવૃત્તિ છે. તેથી એને માઈવવાણી કેમ ન કહેવામાં આવે? પરંતુ સર્વ એને ક્ષમાવાણી જ કહે છે. એક પ્રશ્ન આ પણ છે કે દશલક્ષણ મહાપર્વ પછી ઊજવવામાં આવતો આ ઉત્સવ પ્રતિવર્ષ ક્ષમાદિન તરીકે જ કેમ ઊજવવામાં આવે છે? એક વર્ષ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મનાં દશલક્ષણ) ક્ષમાદિન, બીજે વર્ષ માર્દવદિન, ત્રીજે વર્ષ આર્જવદિન ઈત્યાદિ રૂપે કેમ નહી? કેમકે દશેય ધર્મ તો એકસમાન છે. ક્ષમાને જ આટલું અધિક મહત્વ કેમ આપવામા આવે છે? ભાઈઆ પ્રશ્ન તો ત્યારે સંભવિત છે કે જો ક્ષમાવાણીનો અર્થ માત્ર ક્ષમાવાણી હોય. ક્ષમાવાણીનો વાસ્તવિક અર્થ તો ક્ષમાદિવાણી છે. ક્ષમા આદિ દશેય ધર્મોની આરાધનાથી આત્મામાં ઉત્પન્ન નિર્વેરતા, કોમળતા, સરળતા, નિર્લોભતા, સત્યતા, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મલીનતા વડે ઊપજેલા સમગ્ર પવિત્ર ભાવનું વાણીમાં પ્રગટ થવું એ જ વાસ્તવિક ક્ષમાવાણી છે. જયાં લગી ભૂમિકાનુસાર દશેય ધર્મો આપણી પરિણતિમાં ન પ્રગટે ત્યાં લગી ક્ષમાવાણીનો વાસ્તવિક લાભ માપણને પ્રાપ્ત નહીં થાય. હવે રહે છે માત્ર એ વાત કે એનું નામ એકલી ક્ષમા પર જ કેમ રાખવામાં આવ્યું છે. તો આનું સમાધાન એમ છે કે – શું બહુ મોટું નામ રાખવાનો પ્રયોગ સફળ બને ખરો? શું એવડુ મોટુ નામ સૌની જીભ પર સહજ જ ચડી શકે ખરું? નહીં, બિલકુલ નહીં. તેથી જેમ અનેક ભાઈઓ કે ભાગીદારોનો એકસરખો હિસ્સો હોવા છતાં પણ પેઢી કે કંપનીનું નામ પહેલા ભાઈના નામ પર રાખવામાં આવે છે, એક ભાઈનું નામ રહેવા છતાં પણ સૌની માલિકીમાં કોઈ ફરક પડતો નથી; તે જ પ્રમાણે ક્ષમાનું નામ રહેવા છતાં ક્ષમાવાણીમાં દશેય ધર્મો સમાઈ જાય છે. અહીં એક પ્રશ્ન આ પણ સંભવિત છે કે જેના નામની દુકાન હોય, સામાન્ય લોકો તો દુકાન એની જ છે એમ જ સમજશે. આ વાત ઠીક છે, ધૂળબુદ્ધિવાળા લોકોને એવો ભ્રમ પ્રાયઃ થઈ જાય છે; પરંતુ સમજદાર લોકો બધુ યથાર્થ જ સમજે છે. આ જ કારણે તો સ્થૂળ બુદ્ધિવાળા લોકો ક્ષમાવાણી ને માત્ર ક્ષમાવાણી જ સમજીલે છે, ક્ષમાદિ વાણી Page #200 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાવાણી) ૧૭૫ સમજતા નથી. પરંતુ જયારે સમજદાર લોકો સમજાવે છે તો સામાન્ય લોકોને પણ સમજમાં આવી જાય છે. એટલા માટે તો આટલું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. જો આ ભ્રમની સંભાવના ન હોત તો પછી આટલા સ્પષ્ટીકરણની આવશ્યકતા કેમ રહેત? આજનો માનવી દુનિયાદારીમાં તો ખૂબ જ ચતુર બની ગયો છે. શું દેશમાં જેટલી પણ મિલો, દુકાનો, ગાંધીજીના નામ પર છે એ બધાના માલિક ગાંધીજી છે? નહી, બિલકુલ નહીં, અને આ વાત સૌ સારી રીતે સમજે પણ છે પરંતુ કોણ જાણે આધ્યાત્મિક બાબતોમાં આ પ્રકારના ભ્રમોમાં કેમ ગુંચવાઈ જાય છે? વસ્તુતઃ વાત તો એ છે કે આધ્યાત્મિક બાબતોમાં કોઈ પણ વ્યકિત પોતાની બુદ્ધિને કસવા જ માગતો નથી. ગંભીરતાથી વિચારે જ નહીં તો સમજમાં કેવી રીતે આવે? જો સામાન્ય માણસ પણ કાંઈક થોડા ઊંડાણથી વિચાર કરે તો બધું સમજમાં આવી શકે છે. દશલક્ષણ મહાપર્વની, જેમ ક્ષમાવાણી ઉત્સવ પણ વર્ષમાં ત્રણ વાર ઊજવવો જોઈએ; પરંતુ જયારે દશલક્ષણપર્વ પણ ત્રણવાર ઉજવવામાં આવતું નથી, તો પછી આને કોણ ઊજવે? ઠીક, જેમ હોય તેમ, પરંતુ વર્ષમાં એકવાર તો આપણે આને ખૂબ ઉત્સાહથી ઊજવીએ જ છીએ. આ કારણે પણ એનું મહત્વ વિશેષ વધી જાય છે, કેમકે મનની મલિનતા અને વેરભાવ ધોવાનો-દૂર કરવાનો અવસર એક વખત જ પ્રાપ્ત થાય છે. વર્ષમાં ત્રણ વાર ક્ષમાવાણી આવવાનું પણ કારણ છે. અને તે આ છે કે અપ્રત્યાખ્યાન કષાય છ માસથી અધિક રહેતો નથી. જો એથી વધારે રહે તો સમજી લેવું જોઈએ કે એ અનંતાનુબંધી છે. અનંતાનુબંધી કષાય અનંત સંસારનું કારણ છે. તેથી જો ક્ષમાવાણી છ માસની અંદર જ થઈ જાય અને એના નિમિત્તથી આપણે છ માસની અંદર જ ક્રોધમાનાદિ કષાયભાવોને ધોઈ નાખીએ તો ઘણું સારું થાય. "વેરભાવ તો એક દિવસ પણ રાખવાની વસ્તુ નથી. પ્રથમ તો વેરભાવ ધારણ જ ન કરવો જોઈએ. જો કદાચ થઈ જાય તો એને તરત જ દૂર કરી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ - ધર્મનાં દશ લક્ષણ) દેવો જોઈએ. ત્યારપછી પણ રહી જાય તો ક્ષમાવાણીના દિવસે તો મન સાફ-નિર્મળ થઈ જ જવું જોઈએ. - આમાં એક વાત બીજી પણ વિચારવા યોગ્ય છે. અને તે આ છે કે આને આપણે મનુષ્યો પૂરતી જ સીમિત કરી રાખી છે, જયારે આચાર્યોએ એને જીવમાત્ર સુધી વિસ્તરેલી છે. તેઓ એમ નથી લખતા :'खामेमि सव्व जैनी, सव्व जैनी खमन्तु मे। ' અથવા ' खामेमि सव्व मनुजा, सव्वे मनुजा खमन्तु मे।' બલકે એમ લખે છે :- . 'खामेमि सव्व जीवाणं, सव्वे जीवा,खमन्तु मे।' તેઓ સર્વ જૈનો કે સર્વ મનુષ્યો માત્રથી ક્ષમા માગવાની કે ક્ષમા કરવાની વાત ન કરતાં સર્વ જીવોને ક્ષમા કરવાની અને સર્વ જીવો પાસે ક્ષમા માગવાની વાત કરે છે. એ રીતે તેઓ માત્ર જૈનો કે મનુષ્યો સાથે મિત્રતા ઈચ્છે છે એમ નથી પરન્તુ પ્રાણી માત્ર સાથે મિત્રતા ઈચ્છે છે. એમનો દ્રષ્ટિકોણ સંકુચિત નહીં, વિશાળ છે. અહીં એક પ્રશ્ન સંભવિત છે કે – જો કોઈ જીવ આપણી પાસે ક્ષમા માગે જ નહીં તો આપણે એને કેવી રીતે ક્ષમા કરીએ? તથા આપણે એની પાસે શું ક્ષમા માગીએ, કે જે આપણી વાત સમજી જ શકતો નથી. જે આપણી વાત સમજી જ શકતો નથી તે આપણને શું ક્ષમા કરશે? કેવી રીતે ક્ષમા કરશે?– આ પ્રમાણે એકેન્દ્રિયાદિ જીવો પાસે ક્ષમા માગવી અને એમને ક્ષમા કરવી કેવી રીતે સંભવિત છે? ક્ષમાયાચના કે ક્ષમાકરણ બે પ્રાણીઓની સંમિલિત ક્રિયા નથી, આ એકદમ વ્યકિતગત ચીજ છે, સ્વાધીન-સ્વતંત્ર ક્રિયા છે. ક્ષમાવાણી એક Page #202 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૭ ક્ષમાવાણી) ધાર્મિક પરિણતિ છે, આધ્યાત્મિક ક્રિયા છે. એમાં પરના સહયોગ અને સ્વીકૃતિની અપેક્ષા નથી હોતી. જો આપણે ક્ષમાભાવ ધારણ કરવા ઈચ્છતા હોઈએ તો એના માટે એ આવશ્યક નથી કે જયારે કોઈ આપણી પાસે ક્ષમાયાચના કરે તો જ આપણે ક્ષમા કરી શકીએ અર્થાત્ ક્ષમા ધારણ કરી શકીએ. અપરાધી દ્વારા ક્ષમાયાચના ન કરવામાં આવે તોપણ એને ક્ષમા કરી શકાય છે. જો એમ ન હોય તો પછી ક્ષમા ધારણ કરવી એ પણ પરાધીન થઈ જાય. જો કોઈએ આપણી પાસે ક્ષમાયાચના ન કરી તો એણે પોતાના માનકષાયનો ત્યાગ ન કર્યો અને જો આપણે એના દ્વારા ક્ષમાયાચના ન કરવામાં આવે તોપણ ક્ષમા કરી દીધી તો આપણે પોતાના ક્રોધભાવનો ત્યાગ કરી એનું નહીં, આપણું પોતાનું જ હિત કર્યું છે. એ જ પ્રમાણે આપણે ક્ષમાયાચના કરીએ, તોપણ જો કોઈ ક્ષમા ન કરે તો ક્રોધનો ત્યાગ નહીં કરવાથી એનું જ બૂરું થશે. આપણે તો ક્ષમાયાચના વડે માનનો ત્યાગ કરી પોતાનામાં માર્દવધર્મ પ્રગટ કરી જ લીધો. એના દ્વારા ક્ષમા નહીં કરવામાં આવવાથી, ક્ષમા માગવાથી થનારા લાભથી આપણે વંચિત રહી શકતા નથી. : આ જ કારણે આચાર્યોએ અન્ય જીવો દ્વારા ક્ષમાયાચનાની પ્રતીક્ષા કર્યા વિના જ સર્વ જીવોને પોતાના તરફથી ક્ષમા-પ્રદાન કરીને, તથા “કોઈ ક્ષમા કરશે કે નહીં' – એવો વિકલ્પ કર્યા વિના જ સર્વ પાસે ક્ષમાયાચના કરીને પોતાના અંતરમાં ઉત્તમક્ષમામાર્દવવાદિ ધર્મોને ધારણ કરી લીધા. - કોઈ જીવ આપણી પાસે ક્ષમા માગે કે ન માગે, આપણને ક્ષમા કરે કેન કરે, આપણે તો પોતાના તરફથી સૌને ક્ષમા કરીએ છીએ અને સી પાસે ક્ષમા માગીએ છીએ – આ રીતે આપણે તો હવે કોઈના શત્રુ નથી રહ્યા અને આપણી દૃષ્ટિમાં ન કોઈ આપણો શત્રુ રહ્યો છે. જગત આપણને શત્રુ માનો તો માનો, જાણો તો જાણો; આપણને એથી શું? અને આપણો બીજાની માન્યતા પર અધિકાર પણ શું છે ! આપણે તો પોતાની માન્યતા સુધારીને પોતાનામાં જઈએ છીએ, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - ધર્મનાં દશ લક્ષણ) જગતની જગત જાણે – એવી વીતરાગ પરિણતિનું નામ જ સાચા અર્થમાં ક્ષમાવાણી છે. ક્ષમાવાણીનું સાચું સ્વરૂપ નહીં સમજવાને લીધે એને પ્રસ્તુત કરવામાં પણ અનેક વિકૃતિઓ ઉત્પન્ન થઈ ગઈ છે. થોડા દિવસો પહેલાં એક ચિત્ર-હરીફાઈ યોજવામાં આવી હતી. એમાં ચિત્ર દ્વારા ક્ષમાવાણી પ્રસ્તુત કરવાની હતી. સર્વોત્તમ ચિત્ર માટે પ્રથમ પુરસ્કારને પ્રાપ્ત ચિત્રનું જયારે પ્રદર્શન કરવામાં આવ્યું તો ચિત્રકારની સાથે-સાથે નિર્ણાયકોની સમાજ પર પણ દયા આવ્યા વિના ન રહી. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ના પ્રતીકરૂપે બતાવવામાં આવેલ ચિત્રમાં એક પૌરાણિક મહાપુરૂષ દ્વારા એક અપરાધીનો વધ ચિત્રિત કર્યો હતો. ' એની જે સ્પષ્ટતા કરવામાં આવી હતી. એનો ભાવ કાંઈક આ પ્રમાણે હતો : “ઉકત મહાપુરૂષે અપરાધીના સો અપરાધ માફ કરી દીધા, પરંતુ જયારે એણે એમ–સો એકમો અપરાધ કર્યો તો એનું શિર ધડથી જુદું કરી દીધું.” લમાના ચિત્રમાં હત્યાના પ્રદર્શનનું ઔચિત્ય સિદ્ધ કરતાં કહેવામાં આવ્યું હતું: “જો તેઓ એકસો એકમાં અપરાધ પછી પણ એને ન મારત તો તેઓ કાયર ગણવામાં આવત. કાયરની ક્ષમા કોઈ ક્ષમા નથી; કેમકે ક્ષમા તો વીરનું ભૂષણ છે. સો અપરાધ ક્ષમા કરવાથી તો ક્ષમા સિદ્ધ થઈ અને મારી નાખવાથી વીરતા. આ રીતે ક્ષમા વીરસ્ય ભૂષણમ્' નું સર્વોત્કૃષ્ટ પ્રસ્તુતિકરણ છે. આ જ કારણે એને ક્ષમાવાણીના અવસર પર તદર્થ પ્રથમ પુરસ્કાર આપવામાં આવે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ક્ષમાવાણી) ક્ષમાની સાથે હિંસાની સંગતિ જ નહીં, ઔચિત્ય સિદ્ધ કરવાવાળાઓને મારે કાંઈ કહેવાનું નથી. હું તો માત્ર એ જ કહેવા માગું છું કે આ પૌરાણિક આખ્યાનને ક્ષમાનું રૂપક દેવાવાળાઆએ આ તથ્ય તરફ ધ્યાન કેમ ન આપ્યું કે – એમની ક્ષમા ક્રોધાદિ કષાયોના અભાવરૂપ પરિણતિનું પરિણામ ન હતું, પરંતુ તેઓ સો અપરાધોને માફ કરવા માટે વચનબદ્ધ હતા. એમના વચનપાલનની દ્રઢતા અને તત્સંબંધી ઘેર્ય તો પ્રશંસનીય છે, પરંતુ એને ઉત્તમક્ષમાનું પ્રતીક કેવી રીતે માની શકાય? બીજી વાત આ પણ તો છે કે – શું સાચા સમાધારીનો દ્રષ્ટિમાં કોઈ બીજો પણ અપરાધ હોઈ શકે છે? જયારે એણે પ્રથમ અપરાધ માફ જ કરી દીધો, તો આગળનો અપરાધ બીજો કેવી રીતે કહી શકાય? જો એને બીજો કહીએ તો તે પહેલાને ભૂલ્યો છે કયાં? જો પહેલો અપરાધ ક્ષમા કર્યા પછી પણ એને ભૂલી જવામાં ન આવે તો ક્ષમા જ શું કરી? વસ્તુતઃ વાત એમ છે કે આપણી પરિણતિ તો ક્રોધાદિમય થઈ રહી છે અને શાસ્ત્રોમાં ક્ષમાદિને સારા કહ્યા છે, તેથી આપણે શાસ્ત્રાનુસાર સારા બનવા માટે નહીં પરંતુ સારા દેખાવા માટે કોઈ ક્રોધના રૂપને જ ક્ષમાનું નામ આપી ક્ષમાધારી બનવા માગીએ છીએ. ક્ષમાભાવનું સર્વોત્કૃષ્ટ ચિત્રણ તો - અરિ–મિત્ર, મહલ–મસાન, કંચન-કાંચ, નિંદન-શ્રુતિકરન, અર્વાવતારન–અસિપ્રહારન મેં સદા સમતા ધરન.૧ આવી સ્થિતિને પ્રાપ્ત સમતાધારી મુનિરાજનું ચિત્ર જ હોઈ શકે છે. ક્ષમા કાયરતા નથી, ક્ષમા ધારણ કરવી એ કાયરોનું કામ પણ નથી, પરંતુ વીરતા પણ માત્ર બીજાઓને મારવાનું નામ નથી, બીજાઓને જીતવાનું નામ પણ નથી. પોતાની વાસનાઓને, પોતાના કષાયોને મારવા, વિકારોને જીતવા–એ જ સાચી વીરતા છે. યુદ્ધના મેદાનમાં બીજાઓને જીતનારા, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધર્મનાં દશ લક્ષણ) મારનારા યુદ્ધવીર હોઈ શકે છે, ધર્મવીર નહીં. ધર્મવીર જ સમાધારક હોઈ શકે છે; યુદ્ધવીર નહીં. વીરતાના ક્ષેત્રને પણ આપણે સંકુચિત કરી દીધું છે. હવે વિરતા આપણને યુદ્ધોમાં જ દેખાય છે; શાંતિના ક્ષેત્રમાં પણ વીરતા પ્રફુટિત થઈ શકે છે – એ આપણી સમજમાં જ આવતું નથી. આ જ કારણે આપણને “ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ને સ્પષ્ટ કરવા માટે હત્યાનું નિદર્શન આવશ્યક લાગે છે. હત્યા બતાવ્યા વિના વીરતાને પ્રસ્તુત કરવાનું આપણને સંભવિત જ નથી લાગતું. જે મહાપુરૂષની કલમથી આ મહાવાકય લખાયું હશે એમણે વિચાર પણ નહીં કર્યો હોય કે આની આવી પણ વ્યાખ્યા કરવામાં આવશે. એક . હત્યા પણ ક્ષમાનું અને વીરતાનું પ્રતીક બની જશે. એક વાત આ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે જે દશધર્મોની આરાધના પછી આ ક્ષમાવાણી મહાપર્વ આવે છે એની ચર્ચા આચાર્ય ઉમાસ્વામીએ મુનિ ધર્મના પ્રસંગમાં કરેલી છે. દશ ધર્મોની આરાધનાનું સમગ્ર ફળ જે ક્ષમાવાણીમાં પ્રગટ થાય છે તે ક્ષમાવાણી કેવી હોય કે કેવી હોવી જોઈએ - એ ગંભીરતાથી વિચારવાની વસ્તુ છે. ' એને મુનિરાજ પાર્શ્વનાથની તે ઉપસર્ગ અવસ્થામાં યથાર્થપણે જોઈ શકાય છે જેમાં કમઠ દ્વારા ઉપસર્ગ અને ધરણેન્દ્ર દ્વારા ઉપસર્ગનું નિવારણ કરવામાં આવી રહ્યાં હતાં અને પાર્શ્વનાથનો બંને પ્રતિ સમભાવ હતો. કહ્યું પણ છે :कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति। प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः जिनोस्तु नः।। . અથવા તે મુનિરાજના રૂપમાં ચિત્રિત કરી શકાય છે કે જેઓ ગળામાં મરેલો સાંપ નાખનાર રાજા શ્રેણિક અને એ ઉપસર્ગને દૂર કરનારી Page #206 -------------------------------------------------------------------------- ________________ સામાવાણી) . ૧૮૧ 'રાણી ચેલનાને એક સરખી રીતે આશીર્વાદ આપે છે. “ામાનાં વાસ્તવિક પૌરાણિક રૂપો તો આ છે. શું પાર્શ્વનાથની વિરતામાં શંકા કરી શકાય છે? નહીં, કદી પણ નહીં. એ જ પ્રમાણે તે મુનિરાજ પણ શું ઓછા ધીર–વીર હતા જેઓ ઉપસર્ગમાં વિજયી રહ્યા. ઉપસર્ગોમાં પણ સમતા ધારણ કરી રાખવી શું કાયરોનું કામ છે? - “શમાં કાયરોનો ધર્મ કહેવાવા લાગે – એવા ભયથી કદી એવું ન બને કે આપણે એને ક્ષમા જ ન રહેવા દઈએ. • જે અપરાધ માટે ક્ષમાયાચના કરવામાં આવે એ જ અપરાધ જો આપણે નિરંતર ફરી-ફરી કરતા રહીએ તો પછી એ ક્ષમાયાચનાથી પણ શું લાભ? જે અપરાધ માટે આપણે ક્ષમાયાચના કરી રહ્યા છીએ તે અપરાધ આપણાથી બીજીવાર ન થાય એ માટે જો આપણે પ્રતિજ્ઞાબદ્ધ ન પણ થઈ શકીએ તો સંકલ્પશીલ કે ઓછામાં ઓછા પ્રયત્નશીલ તો આપણે થવું જ જોઈયે, અન્યથા આ.બધું ગજજ્ઞાનવત્ નિષ્ફળ જ બની રહેશે. ક્ષમાયાચના અને ક્ષમાદાન એ બંનેય વૃત્તિ હૃદયને હળવું કરનારી ઉદાત્ત વૃત્તિ છે, વેરભાવને મટાડી પરમ શાંતિ આપવાવાળી છે. બલ્ક અંતરમાં પ્રગટ શાંતિનું ફળ જ છે. - સૌથી વિશેષ મહત્વપૂર્ણ અને અધિક ધ્યાન દેવા યોગ્ય વાત આ છે કે- આ અજ્ઞાની આત્માને બીજાઓ પાસે તો અનેકવાર ક્ષમાયાચના કરી છે, બીજાઓને અનેક વાર ક્ષમાપ્રદાન પણ કર્યું છે, પરંતુ આજ લગી સ્વયં પોતાથી ન તો ક્ષમાયાચના કરી છે અને સ્વયં પોતાને ન ક્ષમાપ્રદાન કર્યું છે. તેથી અનંત દુઃખી પણ છે. - અહીં આપ કહી શકો છે પોતાની વળી શું ક્ષમા યાચવી અને પોતાને શું ક્ષમા કરવી? પરંતુ ભાઈ સાહેબ! આપ એ કેમ ભૂલી જાઓ છો કે -- શું આપે પ્રત્યે પોતાના ઓછા અપરાધ કર્યા છે? ઓછા અન્યાય કર્યા છે? પોતા પ્રત્યે આપે ઓછો ક્રોધ કર્યું છે? આ ત્રણ લોકના નાથને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મનાં દશ લક્ષણ) વિષયોનો ગુલામ અને ઘર-ઘરનો ભિખારી નથી બનાવી દીધો શું? એને અનંત દુઃખ નથી આપ્યાં? શું આજ લગી એની આપે સંભાળ પણ લીધી - આ છે એ મહા–અપરાધો જે આપે પોતાના આત્મા પ્રત્યે કરેલા છે અને જેની સજા સ્વયં અનંતકાળથી ભોગવી રહ્યા છો. જયાં લગી આપ પોતે પોતાના આત્માની સાર-સંભાળ નહીં લો, એને નહીં જાણો, નહીં ઓળખો, એમાં જ નહીં જામી જાઓ, નહીં રમો, ત્યાં લગી આ અપરાધો અને અશાન્તિથી મુકિત મળવાની નથી. . નિજ આત્મા પ્રતિ અરુચિ એ જ એના પ્રતિ અનંત ક્રોધ છે. જેના પ્રતિ આપણા હૃદયમાં અરુચિ હોય છે એની આપણે સહજ જ ઉપેક્ષા કરીએ છીએ. પોતાના આત્માને ક્ષમા કરવી અને એની ક્ષમા યાચવી એનો આશય માત્ર આ જ છે કે આપણે એને જાણીએ, ઓળખીએ, અને એમાં જ મગ્ન થઈ જઈએ. સ્વયંને ક્ષમા કરવામાં અને સ્વયંની ક્ષમા યાચવામાં વાણીની ઔપચારિકતાની આવશ્યકતા નથી. નિશ્ચયક્ષમાવાણી તો સ્વયં પ્રતિ સાવધાન થઈ જવું એ જ છે, એમાં પરની અપેક્ષા રહેતી નથી. તથા આત્માના આશ્રયથી ક્રોધાદિ કષાયો ઉપશાન્ત થઈ જવાથી વ્યવહાર ક્ષમાવાણી પણ સહજ જ પ્રગટ થાય છે. . તેથી બીજાઓને ક્ષમા કરવી અને બીજાઓની ક્ષમા યાચવી એની સાથે-સાથે આપણે સ્વયંને પણ ક્ષમા કરીને પોતામાં જ જામી જઈએ, રમી જઈએ અનંત શાન્તિનો સાગર એવા નિજ શુદ્ધાત્મતત્વમાં નિમગ્ન થઈ અનંતકાળ સુધી અનંત આનંદમાં મગ્ન રહીએ – એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું. Page #208 -------------------------------------------------------------------------- ________________ અભિત લોકપ્રિય પત્ર-પત્રિકાઓ તથા વિદ્વાનોની દ્રષ્ટિમાં આ પુસ્તકનું મૂલ્યાંકન પં. કૈલાશચંદજી સિધ્ધાંતાચાર્ય, વારાણસી – (ઉ.પ્ર.) - શ્રી ભારિલજીની વિચાર સરણિ અને લેખન શૈલી બને મનોસ્પર્શી છે. જયાં સુધી હું જાણું છું ત્યા સુધી દશધર્મો પર આવું સુંદર અને આધુનિક ઢંગથી વિવેચન આ પહેલાં મારા ખ્યાલમાં આવ્યું નથી, આથી એક મોટી ખોટ પુરાઈ છે. દશ લક્ષણ પર્વમાં મોટે ભાગે નવીન પ્રવચનકાર આવા પુસ્તકની શોધમાં હતા. બ્રહ્મચર્ય પરનો છેલ્લો લેખ મેં આત્મધર્મમાં વા હતો એમાં સંસારમાં વિષ વેલ નારી' પર સુંદર વિવેચન કર્યું છે. . – કૈલાશચંદ પં. શ્રી જગમોહનલાલજી શાસ્ત્રી કટની (મ.પ્ર.) - દશધમ પર પંડિતજી (ડૉ. ભારિલ) નું વિવેચનમેં હિંદી આત્મધર્મમાં વાંચેલ તે જ વખતે બહુ આનંદનો અનુભવ થયો હતો. નવી પેઢીના વિદ્વાનોમાં ડૉ. ભારિદ્વ અગ્રગણ્ય છે. એની લેખીનીને સરસ્વતીનું વરદાન હોય તેમ લાગે છે. ડોકટર સાહેબે સાહિત્યના ક્ષેત્રમાં આ પુસ્તક પર ખરેખર ડોકટરીનો પ્રયોગ કર્યો છે. દશધર્મો રૂપી દવાનો પ્રયોગ દશ વિકારો રૂપી રોગનું બરાબર ઓપરેશન કરી બહુ સફળતાથી (સુંદરતાથી) કર્યો છે. આટલું સચોટ અને સાંગોપાંગ વર્ણન અર્વાચીન ભાષા ને અર્વાચીન શૈલીમાં બીજે કયાંય નથી દેખાતું. પુસ્તક આજના યુગમાં નવા વિદ્વાનોને દશ ધર્મનાં પાઠ શીખવા માટે ઉત્તમ છે. ભાષા રોચક છે. એક વાર શરૂ કર્યા પછી પાછું મુક્કાનું મન થતું નથી. વિષય હૃદયને સ્પર્શે છે. કેટલીયે જગા એવી છે જેનું સરસ પૃથક્કરણ કરેલ છે. – જગન્મોહનલાલ જૈન શાસ્ત્રી Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મનાં દશ લક્ષણ) પં. ફૂલચંદજી સિધ્ધાંતાચાર્ય વારાણસી (ઉ.પ્ર.) જેવી રીતે આગમમાં દ્રવ્યના આત્મભૂત લક્ષણની દ્રષ્ટિથી બે લક્ષણ દ્રષ્ટિગોચર થાય છે, તેના દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવી છે, તેવી જ રીતે ધર્મની આત્મભૂત સ્વરૂપની દ્રષ્ટિથી આગમમાં ધર્મના દશ લક્ષણ કહેવામાં આવ્યા છે. એના દ્વારા વીતરાગ-રત્નત્રય ધર્મ સ્વરૂપ એકજ વસ્તુ કહેવામાં આવી છે. તેમાં ભેદ નથી. “ધર્મના દશલક્ષણ' પુસ્તક એજ તથ્યને હૃદયંગમ કરવાની દૃષ્ટિથી લખવામાં આવેલ છે. સ્વાધ્યાય પ્રેમીઓએ આ દૃષ્ટિથી જ એનો સ્વાધ્યાય કરવો જોઈએ. આથી તેમને ધર્મનું સ્વરૂપ સમજવામાં પૂરી સહાયતા મળશે. આપ આ સફળ પ્રયાસ માટે અભિનંદનને પાત્ર છો વર્તમાન કાળમાં દશ લક્ષણ પર્વને પર્યુષણ પર્વ કહેવાની પરીપાટી ચાલે છે પણ એ ખોટી પરંપરા છે. પર્વનું સાચું નામ દશલક્ષણ પર્વ છે. આપણે દેખાદેખી છોડી વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. આપ આપની, સાહિત્ય સેવાથી સમાજને આજ રીતે માર્ગ-દર્શન આપતા રહો. - ફૂલચંદ શાસ્ત્રી વયોવૃધ્ધ વિદ્વાન બ્ર.પં. મુન્નાલાલજી રાંઘેલીય (વણી) ન્યાયતીર્થ સાગર (મ.પ્ર.) ડૉ. હુકમચંદજી ભારિલ લિખિત પુસ્તક “ધર્મના. દશલક્ષણ' ની પ્રશંસા બરાબર થઈ રહી છે તે યોગ્ય છે. તેમાં કંઈ અતિશયોકિત નથી. તેને અમે બીજા પ્રકારે (સ્વરૂપમાં) લખીએ છીએ. તે પ્રશંસા જડ પુસ્તકની નથી પણ તેના લેખક સમાજમાન્ય ચૈતન્ય જ્ઞાનવાળા પં. ભારિલજીની છે. નવી પેઢીને પંડિતજી જેવા તલસ્પર્શી તત્વજ્ઞાની વિદ્વાનોની ખૂબ જ જરૂર છે. ખાલી પદવીધારી (છાપવાળા) ની નહીં. જો કે પંડિતજીમાં બીજી ઘણી વિશેષતાઓ (કલાઓ) છે છતાં પણ જે તત્કાલ જરૂર છે તે તર્કશકિત અને પ્રતિભાનો સુમેળ છે જે સોનામાં સુગંધ જેવો છે અને તે ભારિલમાં છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ અભિમત). ૧૮૫ ખરેખર તો ધર્મનું સ્વરૂપ અને તેના દશઅંગોનું ચિત્ર આજકાલની ભાષામાં આધુનિક વેષમાં અત્યંત સુંદર રીતે દોર્યું છે જેનું અમે હાર્દિક સમર્થન કરીએ છીએ. સ્વતિશ્રી ભટ્ટારક ચારકીતિ પંડિતાચાર્ય એમ.એ., શાસ્ત્રી (મૂડબિદ્રી) સમાજમાન્ય વિદ્વાન ડૉ. હુકમચંદ ભારિલ લિખિત પુસ્તક “ધર્મ ના દશ લક્ષણ જોઈ ઘણો હર્ષ થયો. એમાં બે મત છે જ નહીં કે ડૉ. ભારિલ સિધ્ધહસ્ત લેખક છે અને બુદ્ધિમાન વકતા છે. ઉત્તમક્ષમાદિ દશધર્માનું સૂમિ સ્વરૂપ સરળ શૈલીમાં આલેખાયું છે. આ પુસ્તકની સર્વોપરિ ખાસીયત એ છે કે દશધર્મોનું તત્વની દૃષ્ટિથી સરસ, સરળ સુબોધ શૈલીથી પ્રતિપાદન કરેલ છે. આ દૃષ્ટિથી દશધર્મોનું વિવેચન લગભગ આજસુધી કયાંય જોવામાં આવ્યું નથી. દશધર્મો પર બીજા પણ જે વિવેચન છે તેમાં પણ લગભગ તત્વદ્રષ્ટિથી વિવેચન કરેલ દેખાતું નથી. વિદ્વાન લેખકે ઉત્તમક્ષમાદિ દરેક ધર્મ પર સત્ય, રોચક અને બહુજ સુંદર રીતે કલમ ચલાવી છે. સુંદર આકર્ષક છપાઈ કામવાળું પુસ્તક “ધર્મના દશ લક્ષણ' ની ભેદથી પાઠકને અને સમાજને સતપથનું દિશાસૂચન તો થશે જ સાથે સાથે આત્માના ધર્મ પામવા માટે પણ સાચી દિશા પ્રાપ્ત થશે – -ચારૂકીર્તિ પં. બીમચંદભાઈ જેઠાલાલ શેઠ સોનગઢ (ગુજરાત) આત્માની ઉપાસના કરવાનું મંગલમય પર્વ પર્યુષણ છે દેશ લક્ષણ ધર્મ ની આરાધના મુખ્યતાથી પૂ. મુનીરાજોને હોય છે. એનો સ્પષ્ટ ઉલ્લેખ ડૉ. હુકમચંદજી ભાવિલ દ્વારા લખાયેલ ધર્મના દશલક્ષણ' પુસ્તકમાંથી મળે છે. શ્રી શાસ્ત્રીજી આધુનિક દ્રષ્ટિથી વિચાર કરવાવાળા છે બધા લેખોમાં એમના વ્યકિતત્વનો પ્રભાવ આનંદનો અનુભવ કરાવે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધર્મનાં દશ લક્ષણ) આ પુસ્તકમાં તેમણે દશ ધર્મોનું વિવેચન સર્વજન–પ્રિય શૈલીથી કર્યું છે તે ખરેખર સ્તુત્ય છે અને તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. તેમના બધા લેખ સર્વત્ર-સર્વદા-સર્વમાં સૌને ધર્મ આરાધનામાં ખૂબ જ સહાયક થાય છે. –ખીમચંદ સિદ્ધાજરત્ન પં. ન લાલજી, ન્યાય સિદ્ધાંત શાસ્ત્રી રાજખેડા (રાજ.) ડૉ. ભારિલે ખૂબ ઊંડા ચિંતવન કરીને દશ લક્ષણોનું અપૂર્વ વર્ણન કર્યું છે. અત્યાર સુધી આ વિષયમાં આવું સાંગોપાંગ વર્ણન બીજે કયાંય જોવામાં આવ્યું નથી. ડૉ. ભારિલે પોતાની પ્રતિભાગત તર્કવિર્તક અને પ્રશ્નોતરરૂપ શૈલીથી પુસ્તકને ખૂબ જ ઉપયોગી બનાવી દીધું છે. . ભાલિના વિશુધ્ધ ક્ષયોપશમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. મારી શુભકામના છે કે ડો. ભારિલનું ભાવી આથી પણ ઉજવલ અને ઉન્નતીશીલ બને. ડો. દરબારીલાલજી કોઠીયા, ન્યાયાચાર્ય વારાણસી (ઉ.પ્ર.) આમાં આપે આપની સહજ, અનુભવપૂર્ણ અને સમીક્ષાત્મક શૈલીથી આ દશ ધર્મોનું વર્ણન કરેલ છે એમાં કોઈ શક નથી કે તમારો આ પ્રયત્ન ખૂબ જ સફળ થયો છે. કયાંક કયાંક ચટકો પણ ભર્યો છે પણ તે ચટકો ખોટો નથી બ્રહ્મચર્યનું જે વર્ણન કર્યું છે તે સચોટ છે, અને યોગ્ય પ્રતીતિમાં આવે એવું છે મને આશા છે તમારી સસ્તુલિત લેખન શૈલી દ્વારા ચારે અનુયોગોની ઉપયોગીતા અને મહત્વ ઉપર પણ એક આવું જ પુસ્તક તૈયાર થશે. હાર્દિક બધાઈ! પુસ્તકનું પ્રકાશન અને તેની સજાવટ ઉત્તમ -દરબારીલાલ કોઠીયા Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અભિમત) : પં. બંસીધરજી શાસ્ત્રી એમ. એ. જયપુર (રાજ.) આ પહેલા પં. સદાસુખદાસજીનું દશધર્મો પર વિવેચન પુસ્તકાકાર રૂપે પ્રકાશિત થયેલ છે. એકબે બીજા લેખકોના પણ વાંચ્યા છે. પરંતુ આ પુસ્તકમાં ધર્મો પર સમીચીન અને સર્વાગીણ વિવેચન સહજ અને સરળ શૈલીમાં કરેલ છે. આમાં ધર્મોની નિશ્ચય-વ્યવહારના આધાર પર સુંદર–બોધગમ્ય પરિભાષા નિર્ધારિત કરેલ છે. દશધર્મ અને ક્ષમાવણીના સંબંધમાં કેટલીક ભ્રાન્તિઓનું ખંડન યુકિતપૂર્વક કરેલ છે. એથી આ પુસ્તક વિદ્વાનો તેમ જ સાધારણ વર્ગના લોકો માટે ઉપયોગી બન્યું છે. આનું પઠન-પાઠન વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં કરાવવું જોઈએ. પર્યુષણ પર્વ ઉપરાંત પણ આ પુસ્તકનું નિયમિત અધ્યયન દરેક જીજ્ઞાસુ જીવોએ કરવું જોઈએ. આવું સુંદર અને સત્યવર્ણનનું પ્રકાશન કરાવનાર સંબંધિત દરેક વ્યકિત ધન્યવાદને પાત્ર છે. ડૉ. પન્નાલાલજી જૈન સાહિત્યચાર્ય, સાગર મંત્રી, • શ્રી ભા.દિ.જૈન વિદ્વાન પરિષદ * આકર્ષક આવરણ દિલને જીતી લે તેવી સાજસજજા સરલ સુબોધ ભાષા અને હૃદય પર લાંબો કાળ પ્રભાવ પડી રહે તેવા વર્ણનથી પુસ્તકનું મહત્વ વધી ગયું છે. આવું સર્વોપયોગી પ્રકાશન અને લેખન માટે ધન્યવાદ. -પન્નાલાલ જૈન શ્રી અગરચંદજી નાહટા, બીકાનેર (રાજસ્થાન) “આત્મધર્મ માં જયારથી દશ લક્ષણ સંબંધી ભારિલજીની લેખમાળા પ્રકાશીત થતી રહી–શું રૂચિપૂર્વક વાંચતો રહ્યો. ડૉ. ભારિલના મૌલિક ચિંતનથી પ્રભાવિત પણ થયો. તેમણે ધર્મના દશલક્ષણ સંબંધી પોતાના વિચાર પ્રગટ કર્યા છે. બીજી ઘણી વાતો વિચારોત્તેજક અને મૌલિક છે આજસુધી આ દશ લક્ષણો સંબંધી ઘણું બધું કહેવાયું છે. લખાયું છે. પણ મૌલિક ચિંતન પ્રસ્તુત કરવું બધા માટે શકય નથી. ડો ભારિલમાં જે સૂઝબૂઝ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધર્મનાં દશ લક્ષણ) અને પ્રતિભા છે એનું ફળસ્વરૂપ આ પુસ્તકનું વિવેચન છે. આશા છે કે આનાથી પ્રેરણા મેળવી બીજા વિદ્વાનો પણ નવું ચિંતવન પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરશે. ડો ભારિલ જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તે ખૂબજ વિચારણીય અને માનનીય છે. ધર્મ અને અધ્યાત્મ સંબંધી તેમનું ચિંતવન હજી પણ. ઊંડે સુધી જાય અને તત્સંબંધી સત્ય મૌલિક રૂપમાં પ્રકાશિત કરતા રહે એવી શુભ કામના છે. આ પુસ્તકનો વધારેમાં વધારે પ્રચાર થાય તે ઈચ્છનીય છે. પ્રકાશન ઘણું સુંદર છે અને કિંમત પણ યોગ્ય રાખી છે ? –અગરચંદ નાહટા શ્રી અક્ષયકુમારજી જૈન, ભૂતપૂર્વ સંપાદક, નવભારત ટાઈમ્સ, - ' (દિલ્હી) પુસ્તક ઘણું ઉપયોગી અને સામયિક છે. સીધીસાદી ભાષામાં દશ લક્ષણોનું સુંદર વર્ણન ડો. ભારિલે કરેલ છે. આશા રાખું છું – આ પુસ્તકનો વધારેમાં વધારે પ્રચાર થાય જેથી સામાન્ય લોકોને લાભ થશે. –અક્ષયકુમાર જૈન ૫. જ્ઞાનચંદજી “સ્વતંત્ર” શાસ્ત્રી ન્યાયતીર્થ, ગંજબાસૌદા (વિદિશા મ.પ્ર.) ડો. ભારિલજી જૈન જગતનાં બહુ ચર્ચિત, બહુ પ્રસિદ્ધ ઉચ્ચ કોટીના વિદ્વાન છે. વિદ્વતાની સાથે સાથે તેઓ પ્રખર વકતા, કુશળ પત્રકાર, ગ્રંથ નિર્માતા અને કવિ પણ છે. દશલક્ષણ ધર્મ પર અનેક મુનિઓ વિદ્વાનો અને ત્યાગીઓએ નાના મોટા ગ્રંથ પુસ્તિકાઓ લખી છે. પણ એ બધામાં ડો. ભારિલ લિખિત ધર્મના દશલક્ષણ પુસ્તક સર્વોપરી છે. તેમાં આધ્યાત્મિક વિદ્યા ના આધાર પર તાત્વિક સૈદ્ધાનિક વિવેચન કરેલ ભાષા સાદી-સરલ–સુબોધ અને ગમી જાય એવી છે. આપ કોઈપણ Page #214 -------------------------------------------------------------------------- ________________ અભિમત) ૧૮૯ પ્રકરણ ખોલો, શરૂ કર્યો પછી પુરૂં નહિ કરો ત્યાંસુધી અતૃપ્તિ જેવું લાગ્યા કરશે. આનું જ નામ સત્—સાહિત્ય છે. આપની આ વસ્તુ સુંદર—નૂતન મૌલિક રચના વાંચવા જેવી તો છે જ પણ અનુભવ અને મંથન કરવા જેવી પણ છે. –જ્ઞાનચંદ જૈન સ્વતંત્ર’ બ્ર. પં. માણીકચંદજી ભીસીકર, સંપાદક : સન્મતિ (મરાઠી) બાહુબલી (કુંભોજ) આપના આ ગ્રંથમાં ધર્મના લક્ષણોનું વિશ્લેષણ કરતી વખતે જે કુદરતી, શુદ્ધ તત્વનિરૂપણ પધ્ધતિનું અવલંબન લીધું છે તે સચોટ રહ્યું છે. આવો પરીશ્રમપૂર્વક કરેલ પુરૂષાર્થ પ્રશંસનીય છે. પુસ્તક ખૂબજ ઉપયોગી અને પ્રેરણાદાઈ પ્રતીત થયું છે. –માણિકચંદ ભીસીકર ડૉ. દેવેન્દ્રકુમાર જૈન, પ્રોફેસર ઈન્દોર વિશ્વવિદ્યાલય - ઈન્દોર (મ.પ્ર.) આ લેખો આત્મધર્મના સંપાદકીયમાં ધારાવાહીરૂપે પ્રગટ થતા રહ્યા છે. પરંતુ તેનું એક જ જગ્યાએ સંકલન કરી ટ્રસ્ટ બહુ સારૂં કામ કર્યુ છે. આથી વાંચકોને ધર્મના જુદા જુદા લક્ષણોનું મનન એક સાથે એક બીજાના તારતમ્યમાં કરવાનો અવસર પ્રાપ્ત થશે. મને એમ કહેવામાં બિલકુલ સંકોચ નથી કે લેખોની ભાષા એટલી સરળ અને સુબોધ છે કે સામાન્ય માણસ પણ તત્વની ઉડાઈ સુધી પહોંચી શકે છે. ડૉ ભારિટ્લે પરમ્પરાગત શૈલીથી હટી ધર્મના કામાદિ લક્ષણોનું સૂક્ષ્મ, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યુ છે તેથી તેમાં ધાર્મિક નીરસતાને બદલે સહજ માનવી સ્પંદન છે—વિશ્વાસ છે કે આ પુસ્તક લોકોને ધર્મની અનુભૂતિની પ્રેરણા દેશે. –દેવેન્દ્રકુમાર જૈન Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - ધર્મનાં દશ લક્ષણ) ડો. ભાગચંદજી જૈન “ભાસ્કર” નાગપુર વિશ્વવિદ્યાલય –નાગપુર, ડો. ભારિલ સમાજ માન્ય પ્રસિદ્ધ વ્યાખ્યાતા છે. તેમની વ્યાખ્યાન શૈલી ખૂબ લોકપ્રિય છે. એ શૈલી આ પુસ્તકમાં શરૂથી અંત સુધી દેખાઈ આવે છે. વિષય અને વિવેચન ગંભીર હોવા છતાં પણ સર્વસાધારણ પાઠકને માટે ગ્રાહ્ય બની છે. ખરેખર લેખક અને પ્રકાશક બને અભિનંદનને પાત્ર છે. મહામહોપાધ્યાય ડો. હરિન્દ્રભૂષણજી જૈન, વિકમ વિશ્વવિદ્યાલય ઉર્જન - ડો હુકમચંદ ભારિલ નવી પેઢીના વિદ્વાન લગનશીલ અને ઉચ્ચ કોટીના વિદ્વાન છે. “ધર્મનાં દશ લક્ષણ” એમની પોતાની શૈલીની એક તદ્દન નવીન કૃતિ છે. ડો. ભારિલે પોતાની આ રચનામાં અત્યંત સરલ ભાષામાં જૈન ધર્મના મૌલિક દેશ આદર્શોનું પ્રાચીન ગ્રંથોમાંથી ઉતારો કરી દાખલાઓ આપી વિવેચન કરેલ છે. દશધર્મોનું આવું શાસ્ત્રીય વિવરણ આજ સુધી એકસાથે ઉપલબ્ધ ન હતું. પર્યુષણ પર્વમાં વ્યાખ્યાતાઓને તો આ કૃતિ અત્યંત સહાયક થશે. ' – હરિન્દ્રભૂષણ જૈન ડો. પ્રેમચંદજી જૈન, ઉદયપુર વિશ્વવિદ્યાલય, ઉદયપુર (રાજ.) - ડો. ભારિત્રે સુંદર રોચક શૈલીમાં ધર્મના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. આધ્યાત્મિક રૂચિવાળા પાઠકો માટે આ પુસ્તકમાં ચિંતન-મનનની ભરપૂર સામગ્રી છે. મારા તરફથી ડો. ભારિલને આવી સુંદર અને સારગર્ભિત કૃતિ માટે વધાઈ મોકલું છું. -પ્રેમકુમાર જૈન, ઈતિહાસરત્ન, વિદ્યાવારિધિ, ડૉ કસ્તુરચંદજી કાસલીવાલ : જયપુર (રાજ.) દશધર્મો પર ડૉ ભારિલ સાહેબના લેખો પુસ્તકરૂપે પ્રગટ કરીને બહુ Page #216 -------------------------------------------------------------------------- ________________ અભિમત) ૧૯૧ સારું કામ કર્યું છે. માનનીય વિદ્વાને પોતાની સુબોધ શૈલીમાં દશધર્મો પર સારગર્ભિત અને મૌલિક વિચાર પેશ કર્યા છે. જે વાંચીને દરેક પાઠક આ ધર્મોના વાસ્તવિક રહસ્યને સરળતાથી જાણી શકે છે તથા તે પર ચિંતન અને મનન કરી શકે છે. પુસ્તકની છપાઈ અને દેખાવ નયનરમ્ય છે. -કસ્તુરચંદ કાસલીવાલ ડૉ. જયોતિપ્રસાદ જૈન, લખનઊ (ઉ.પ્ર.) ડૉ હુકમચંદ ભારિત આધ્યાત્મિક શૈલીમાં પ્રતિષ્ઠિત સુચિત્તક, સુવકતા, સુલેખક છે. પ્રસ્તુત પુસ્તકમાં તેમણે પ્રસાદ ગુણસંપન્ન શૈલીમાં ધર્મના ઉત્તમ ક્ષમાદિ દશ પારસ્પરિક લક્ષણો અથવા આત્મિક ગુણોનું યુકિતયુકત વિવેચન કર્યું છે, જે સૈદ્ધાંતિકંથી અધિક મનોવૈજ્ઞાનિક છે, અને સાધકની વિવિધ ભૂમિકાઓનાં સંદર્ભમાં અત્તર અને બાહ્ય નિશ્ચય અને વ્યવહાર, વિવિધ દૃષ્ટિઓના સમાવેશની કારણે વિચારોત્તેજક છે; તેથી પઠનીય તેમજ મનનીય છે. –જયોતિપ્રસાદ જેન ડૉ. રાજેન્દ્રકુમાર બંસલ, કાર્મિક અધિકારી, ઓ.પી.મિલ્સ, શહડોલ (મ.પ્ર.) લેખકે આત્મકલ્યાણ-પરક પાઠકો અને સત્યાન્વેષી જિજ્ઞાસુઓ માટે સારગર્ભિત, ઉપયોગી તથા તલસ્પર્શી સામગ્રી પ્રસ્તુત કરી છે, જે વાંચીને પાઠકના મનમાં અજ્ઞાનતાયુકત પરમ્પરાગત ધાર્મિક ક્રિયાઓની નિઃસારતા સ્વતઃ સહજરૂપે પ્રયટ થઈ જાય છે. લેખક ચિન્તનશીલ પાઠકના હૃદયને ઉલિત કરવામાં સફળ રહ્યા છે. –રાજેન્દ્રકુમાર બંસલ ડૉ. રાજકુમારજી જૈન, પ્રોફેસર, આગરા કોલેજ (ઉ.પ્ર.) . ડૉ. ભારિલે આ ગ્રંથમાં ધર્મના દશ લક્ષણોની ઘણી જ વૈજ્ઞાનિક તથા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધર્મનાં દશ લક્ષણ) હૃદયગ્રાહી વિવેચના કરી છે. દશ લક્ષણ ધર્મ ઉપર અધ્યાત્મ ચિન્તન–પ્રધાન તથા મનોરમ વિવેચના પ્રથમ વાર જ જોવા મળી. ગ્રંથના પ્રત્યેક પૃષ્ઠ ઉપર ડો. ભારિલના - ગહન આત્મચિંતન તથા એમની સરસ, સુબોધ તથા આત્મસ્પર્શી શૈલીના દર્શન થાય છે. આ ગ્રંથના પ્રચાર પ્રસારથી આત્મરસિકજનોને ધર્મના મર્મનો સમ્યબોધ જરૂર થશે અને તેમનામાં યથાર્થ ધર્મ—ચેતના જાગૃત થશે. દશલક્ષણ ધર્મ ઉપર ઘણી મહત્વપૂર્ણ રચના ડો. ભારિો મુમુક્ષુ જગતને પ્રદાન કરી છે. આથી પ્રત્યેક અધ્યાત્મપ્રેમી ડો. ભારિધનો ઋણી રહેશે. –રાજકુમાર જૈન ડો. નેમીચન્દ્જી જૈન, સંપાદક : તીર્થંકર (માસિક) ઈન્દોર (મ.પ્ર.) અલ્બર્ટ આઈન્સ્ટાઈને એમના એક લેખ “રીલીજીયન અને સાયન્સ” (ઈરિકાન્સિલેબલ) માં લખ્યું છે કે સમાધાનને વધારે દ્રઢ કરવાવાળું સત્ય એ છે કે મોટાભાગના લોકો વિજ્ઞાનના અર્થ ઉપર તો તુરંત સહમત થઈ જાય છે પરંતુ આ જ લોકો ધર્મના અર્થ પર એક થતા નથી’ પરંતુ આ જ લોકો જયારે કોઈ ધર્મના દશલક્ષણ' ને શરૂથી અંત સુધી વાંચી જાય તેને આઈન્સ્ટાઈનનો કોયડો ઉકેલવો ઘણું સરળ છે. ખરેખર તો તેને ધર્માંધતાની બહાર જવા માટે તર્કસંગત એક નિસરણી મળી જાય છે. શ્રી કાનજી સ્વામીએ ધર્મને વિજ્ઞાનની કસોટી પર ચડાવેલ છે અને આ પુસ્તક એ જ શૃંખલાની એક પ્રશસ્ત કડી છે. મને વિશ્વાસ છે કે આને પૂર્વાગ્રહો અને મતભેદોથી હટી, ધર્મની એક નિષ્કલુષ, નિર્મળ, સુંદર છવિ પામવા માટે જરૂર વાંચવું જોઈએ. ડો. ભારિક્ષ અભિનંદનને પાત્ર છે, કારણકે એમણે ઉચિત સમય પર ઉચિત કામ કર્યુ છે. હવે અમને વિદ્વાન લેખક પાસે લોકચરિત્રને ઊંચે લઈ જાય તેવા અનેકાનેક ગ્રંથોની આશા રાખીએ છીએ. –નેમીચન્દ્ર જૈન Page #218 -------------------------------------------------------------------------- ________________ ડૉ હુકમચંદજી ભારિલ્સનું નામ આજે જૈન સમાજ ના ઉચ્ચકોટિના વિદ્વાનોમાં અગ્રગણ્ય છે. જેઠ વદ આઠમ વિ.સં. 1992, શનિવાર, તા. રપ મે 1935 ના દિને લલિતપર (ઉ.પ્ર.) જિલ્લાના બરૌદાસ્વામી ગામના એક ધાર્મિક જૈન પરિવારમાં જન્મેલા ડૉ ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ.એ., કર્યા પછી ૫.ટોડરમલઃ વ્યકિત્તત્વ અને કનૃત્વ વિષય ઉપર શોધ કરી ઈન્દૌર વિશ્વવિદ્યાલય, ઈન્દોર થી પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી. સમાજ દ્વારા પણ વિદ્યાવાચસ્પતિ, પરમાગમૂ વિશારદ, તત્વવેત્તા વાણીવિભૂષણ જૈનરત્ન અધ્યાત્મ શિરોમણિ, અધ્યાત્મ દિવાકર એવી અનેક ઉપાધિઓ થી સમય, સમય પર આપને વિભૂષિત કરવામાં આવ્યા છે. સરલ સુબોધ તર્કસંગત તથા આકર્ષક શૈલી ના પ્રવચનકાર ડૉ. ભારિલ્લ આજે સર્વાધિક લોકપ્રિય આધ્યાત્મિક પ્રવચનકાર છે. તેમને સાંભળવા દેશ - વિદેશ માં હજારો શ્રોતા નિરંતર ઉત્સક રહે છે. આધ્યાત્મિક જગતમાં એવું કોઈ પણ ઘર નથી જયાં દરરોજ આપના પ્રવચન ના કેસેટ ન સંભળાતા હોય તથા આપનું સાહિત્ય મળતુ ન હોય. ધર્મ પ્રચાર માટે આપ અઢાર વખત વિદેશ યાત્રા પણ કરી ચુકયા છો. જૈન જગત માં સર્વાધિક વાચવા લાયક ડૉ. ભારિલ્લ એ આજ સુધી નાના મોટા 53 પુસ્તકો લખ્યાં છે. અને અનેક ગ્રંથો નું સંપાદન કરેલું છે. જેની સુચી અંદર પ્રકાશિત કરેલ છે. આપણ ને જાણીને આશ્ચર્ય ધશે કે આજ સુધી આઠ ભાષા માં પ્રકાશિત આપના ૪૦લાખથી વધુ કૃતિઓ જન-જન સુધી પહોંચી છે. | સર્વાધિક વેચાણ વાળી જૈનઆધ્યાત્મિક માસિક વીતરાગ-વિજ્ઞાન (હિન્દી, મરાઠી) ના આપ સંપાદક છો. ૫.ટોડરમલ સ્મારક ટ્રસ્ટ તથા એના દ્વારા સંચાલિત તત્વ પ્રચાર સંબંધી ગતિવિધિઓ ના આપ સૂત્રધાર તથા પ્રાણ છો. પૂજય ગુરૂદેવ શ્રી કાનજી સ્વામીનાઆપ પરમશિષ્ય છો તથા તેમના દ્વારા સંપન આધ્યાત્મિક ક્રાંતિ માં આપનું યોગદાન અભૂતપુર્વ તથા સરાહનીય છે. એમના મિશન ની જયપુર થી સફળ સમસ્ત ગતિવિધિઓ આપની આગળ સૂઝબુઝ તથા સફળ સંચાલન નું પરિણામ છે. શ્રી અ.ભા.દિ.જૈન વિદ્ધત્પરિષદ્ ના આપ કાર્યાધ્યક્ષ છો.