________________
७४
. ધર્મનાં દશ લક્ષણ) અસતની સત્તા તો સાપેક્ષ છે. જીવનો અજીવમાં અભાવ, અજીવનો જીવમાં અભાવ–અર્થાત્ જીવની અપેક્ષાએ અજીવ અસતુ અને અજીવની અપેક્ષાએ જીવ અસતુ છે, કેમકે પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્ટયની અપેક્ષાએ સતું અને પરચતુષ્ટયની અપેક્ષાએ અસત્ છે.
વસ્તુતઃ લોકમાં જે કાંઈ પણ છે તે સર્વ સતુ છે, અસત્ કાંઈ પણ નથી. પરંતુ લોકોનું કહેવું છે કે અમને તો જગતમાં અસત્યનું જ સામ્રાજય જોવામાં આવે છે, સત્ય કયાંય નજરે જ પડતું નથી. પરંતુ ભાઈ ! તારી દ્રષ્ટિની ખરાબી છે, વસ્તુસ્વરૂપ ની નહીં. સત્ય તો એને જ કહેવાય જેની લોક માં સત્તા હોય.
જરા વિચાર કરો કે સત્ય શું છે અને અસત્ય શું છે? .
“આ ઘટ છે' – આમાં ત્રણ પ્રકારની સત્તા છે. “ઘટ' નામના પદાર્થની સત્તા છે, “ઘટ” ને જણનારા જ્ઞાનની સત્તા છે અને “ઘટ’ શબ્દની પણ સત્તા છે. એ જ પ્રમાણે “પટ' નામનો પદાર્થ, એને જાણવાવાળ જ્ઞાન અને “પટ” શબ્દની પણ સત્તા જગતમાં છે. જેમની સત્તા છે તે સર્વ સત્ય છે. આ ત્રણેયનો સુમેળ હોય તો જ્ઞાન પણ સત્ય, વાણી પણ સત્ય અને વસ્તુ તો સત્ય છે જ. પરંતુ જયારે વસ્તુ, જ્ઞાન અને વાણીનો સુમેળ ન હોય – મોઢેથી બોલે તો “પટ” અને સંકેત કરે “ઘટ અને આપણે જાણીએ “પટ'–તો જ્ઞાન અસત્ય (મિથ્યા) બનશે; વસ્તુ તો અસત્ય થવાની રહી. તે તો કદીય અસત્ય હોઈ જ શકતી નથી. તે તો હંમેશા જ સ્વરૂપથી છે અને પર-રૂપથી નથી.
તેથી એ સિદ્ધ થયું કે અસત્ય વસ્તુમાં નથી, એને જાણવાવાળા જ્ઞાનમાં, માનવાવાળી શ્રદ્ધામાં અથવા કહેવાવાળી વાણીમાં હોય છે. તેથી હું તો કહું છું કે અજ્ઞાનીઓનાં જ્ઞાન, શ્રદ્ધાન અને વાણી સિવાય લોકમાં અસત્યની સત્તા જ નથી; સર્વત્ર સત્યનું જ સામ્રાજય છે.
વસ્તુતઃ જગત પીળું નથી, પરંતુ આપણને પીળિયો (–કમળો) થઈ ગયો છે; તેથી જગત પીળું દેખાય છે. આ પ્રમાણે જગતમાં તો અસત્યની સત્તા જ નથી; પરંતુ અસત્ય આપણી દ્રષ્ટિમાં એવું તો ભળી ગયું છે કે તે જગતમાં દેખાવા માંડે છે.
સુધારો પણ જગતનો નહીં, પરંતુ આપણી દૃષ્ટિનો, આપણા જ્ઞાનનો કરવાનો છે. સત્યની નવી ઉત્પત્તિ કરવાની નથી, સત્ય તો છે જ; જે જેવું