________________
૭૩
ઉત્તમસત્ય) : ઉત્પત્તિ જ ન થઈ હોય તેની વૃદ્ધિ અને સંવૃદ્ધિનો સવાલ જ ઉદ્ભવતો નથી. આત્મવસ્તની સાચી સમજ આત્માનુભવ વિના સંભવિત નથી. મિથ્યાત્વના અભાવ અને સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયોજનભૂત અનાત્મવસ્તુઓનું તો માત્ર સત્યજ્ઞાન જ અપેક્ષિત છે, પરંતુ આત્મવસ્તુના જ્ઞાનની સાથે સાથે તો અનુભૂતિ પણ આવશ્યક છે. અનુભૂતિ વિના સમ્યફ આત્મજ્ઞાન સંભવિત નથી.
ઉત્તમસત્ય એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત વીતરાગભાવ સત્ય બોલવું, એ તો નિશ્ચય થી સભ્યધર્મ છે જ નહીં, પરન્તુ માત્ર સત્ય જાણવું સત્ય માનવું એ પણ વાસ્તવિક સત્યધર્મ નથી; કેમકે માત્ર જાણવું, અને માનવું એ અનુક્રમે જ્ઞાન અને શ્રદ્ધા ગુણની પર્યાયો છે; જયારે સત્યધર્મ ચારિત્ર ગુણની પર્યાય છે, ચારિત્રની દશા છે. ઉત્તમક્ષમાદિ દશધર્મ ચારિત્રરૂપ છે–એ વાત દશધર્મોની સામાન્ય ચર્ચામાં સારી પેઠે સ્પષ્ટ કરવામાં આવેલી છે. '
તેથી સત્યવચનની વાત તો દૂર, માત્ર સાચી શ્રદ્ધા અને સાચી સમજ પણ સત્યધર્મ નથી, પરંત સાચી શ્રદ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી વિતરાગ પરિણતિ એ જ નિશ્ચયથી ઉત્તમ સત્યધર્મ છે.
.: નિયમ નામ ચારિત્રનું છે. નિયમની વ્યાખ્યા કરતાં આચાર્ય કુન્દકુન્દ | નિયમસારમાં લખે છે :. કસુવયરિયાં યાત્રીમાવવામાં વિશ્વા | -પા નો જ્ઞાતિ તરસ ટુ નિયમ દવે નિયમ ||૧૨||
શભાશભ વચન-રચના અને રાગાદિ ભાવોનું નિવારણ કરીને જે - આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (નિશ્ચિતપણે) નિયમ હોય છે.
અહીં પણ ચારિત્રરૂપ ધર્મને વાણી (શુભાશુભ વચન-રચના) અને રાગાદિ ભાવોના અભાવરૂપ કહ્યો છે. સત્યધર્મ પણ ચારિત્રનો એક ભેદ છે, તેથી તે પણે વાણી અને રાગાદિ ભાવોના અભાવરૂપ હોવો જોઈએ.
સતુ એટલે જેની સત્તા છે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્યશ્રદ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે; અને આત્મસ્વરૂપમાં સત્યશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક વિતરાગભાવની ઉત્પત્તિ થવી એ સત્યધર્મ છે.