________________
૭૨
ધર્મનાં દશ લક્ષણ) એકેન્દ્રિયાદિ જીવોને સત્યધર્મધારી માનવા પડશે, કેમકે તેઓ પણ કદી જૂઠું બોલતા નથી. જયારે એ બોલતા જ નથી તો પછી જૂઠું બોલવાનો પ્રશ્ન જ
ક્યાં ઉઠે છે? આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ન તો સત્ય બોલવું એ જ સત્યધર્મ છે તેમ જ ન તો જૂઠું ન બોલવું એ પણ.
સીધી અને સ્પષ્ટ વાત આ છે કે જે સત્યધર્મની ચર્ચા અહી ચાલી રહી છે તે ન સત્ય બોલવામાં છે, ન હિત–મિત–પ્રિય બોલવામાં એ બોલવાના નિષેધરૂપ મૌનમાં પણ નથી. કારણ કે આ બધા વાણીના ધર્મો છે અને અહીં વિવક્ષિત સત્યધર્મ એ આત્માનો ધર્મ છે. '
જે વાસ્તવિક ધર્મ છે તે સંપૂર્ણપણે પ્રગટ થઈ ગયા પછી સમાપ્ત થઈ જતા નથી. ઉત્તમક્ષમાદિધર્મ સિદ્ધાવસ્થામાં પણ રહે છે, પરંતુ અણુવ્રત–મહાવ્રત એક અવસ્થા વિશેષમાં જ રહે છે. તે જે તે અવસ્થાના ધર્મ હોઈ શકે છે, પણ આત્માના નહીં. ગૃહસ્થ અણુવ્રત ગ્રહણ કરે છે, પણ જયારે તે જ ગૃહસ્થ મનિધર્મ અંગીકાર કરે છે તો મહાવ્રત ગ્રહણ કરે છે, અણુવ્રત છૂટી જાય છે. જે છૂટી જાય તો ધર્મ કેવો? "
અણુવ્રત, મહાવ્રત, ગુપ્તિ, સમિતિ–આ માર્ગમાં આવેલા મુકામનાં સ્થાન છે, અંતિમ ગન્તવ્ય-સિદ્ધિસ્થાન નથી, પ્રાપ્તવ્ય નથી, અંતિમ લક્ષ્ય સિદ્ધ અવસ્થા છે. જેમાં પણ રહેવાવાળા ઉત્તમક્ષમાદિ ધર્મજીવના વાસ્તવિક ધર્મ છે.
• - હવે આપણે એ સત્યધર્મને સમજવો કે જે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ચારેય ગતિના બધા મિથ્યાદૃષ્ટિ જીવોમાં મળી આવતો નથી અને સમ્યગ્દષ્ટિથી માંડીને સિદ્ધો સુધીના બધા સભ્યદ્રષ્ટિ જીવોમાં પોત-પોતાની ભૂમિકાસાર જોવામાં આવે છે.
દ્રવ્યનું લક્ષણ સત્ છે. આત્મા પણ એક દ્રવ્ય છે, તેથી તે સતુસ્વભાવી છે. સતસ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે શાંતિસ્વરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થાય છે એને નિશ્ચયથી સત્યધર્મ કહે છે. સત્ય સાથે જોડેલો ‘ઉત્તમ' શબ્દ મિથ્યાત્વ ના અભાવ અને અમ્યગ્દર્શન ની સત્તા નો સૂચક છે. મિથ્યાત્વના અભાવ વિના તો સત્યધર્મની પ્રાપ્તિ થવીજ સંભવિત નથી.
જયાં લગી આ આત્મા વસ્તુનું – વિશેષ કરીને આત્મવસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહીં ત્યાં લગી સત્યધર્મની ઉત્પત્તિ જ સંભવિત નથી. જેની