________________
૧૧૬
ધર્મનાં દશ લક્ષણ) તેઓ આ ભૂલી જાય છે કે એણે પૈસા નો ત્યાગ નથી કર્યો, પરંતુ કોઈ વિશેષ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે દાન આપ્યું છે. દાન ઉપકારના વિકલ્પપૂર્વક આપવામાં આવે છે, તેથી જ્ઞાનવાનું દાનીને પણ વ્યવસ્થા જોવા-જાણવાનો સહજ વિકલ્પ આવે છે. જ્ઞાન-દાનમાં પણ જયારે કોઈ ને કોઈ કાંઈક સમજાવે છે તો એને એ સહજ વિકલ્પ આવ્યા વિના રહેતો નથી કે સામાવાળાની સમજમાં આવી રહ્યું છે કે નહીં. આ
દાનીને પૈસાથી મોહ છૂટી ગયો નથી, છૂટી ગયો હોત તો પછી એક લાખ આપી ને ત્રણ લાખ કમાવા શા માટે જાત? કમાવાનો પૂરપૂરો ઉદ્યમ ચાલુ છે. જેથી સિદ્ધ થાય છે કે પૈસાના રાગના ત્યાગને કારણે દાન આપવામાં આવી રહ્યું નથી, બલ્બ ઉપકારની ભાવનાથી દાન દેવામાં આવે છે. એ વાત જુદી છે કે એને લોભકષાય કંઈક મંદ જરૂર થયો છે, નહીં તો દાન પણ ન આપત; પરંતુ મંદ થયો છે, અભાવ થયો નથી અભાવ થયો હોત તો ત્યાગ કરત.
મોહ કે રાગના આંશિક અભાવમાં પણ ત્યાગધર્મ પ્રગટ થાય છે. આ કારણે જ ત્યાગીએ જે ત્યાખ્યું છે એનું ધ્યાન પણ તેને રહેતું નથી. રહેવું પણ ન જોઈએ, રહે તો ત્યાગ કેવો? એને તજેલી વસ્તુની સંભાળનો પણ વિકલ્પ આવતો નથી, કેમકે હવે તે એને પોતાની માનતો-જાણતો જ નથી અને એનાથી એને રાગ પણ રહ્યો નથી. એનું જે થવું હોય તે થાઓ, એથી એને શું?
ચક્રવર્તી જયારે રાજપાટ ત્યાગીને નગ્ન દિગંબર સાધુ બને છે તો એમને એ ચિંતા નથી સતાવતી કે આ રાજનું શું થશે ? એને કોણ સંભાળશે ? જો ચિંતા હોત તો તે ત્યાગી નથી. એનાથી એને શું પ્રયોજન? એમણે પોતાના હિત માટે, પોતાના આત્માની સંભાળ માટે રાજપાટ છોડયું છે. જો તે રાજપાટની જ ચિંતા કરતા રહે તો એમણે ત્યાખ્યું પણ શું છે? રાજયનું તેઓ કરતા પણ શું હતા? માત્ર ચિંતા જ કરતા હતા, એ તો હજુ પણ કરી જ રહ્યા છે.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કેદાનમાં પરોપકારનો ભાવ મુખ્ય રહે છે, અને ત્યાગમાં આત્મહિતનો.
અહીં એક પ્રશ્ન સંભવિત છે કે જે પોતાનું છે તે બીજાઓને દઈ શકાતું નથી, જે દઈ શકાય છે તે પોતાનું હોઈ શકતું નથી; “પર” પર છે, “સ્વ”