________________
ઉત્તમત્યાગ) *
૧૧૭ સ્વ છે, સ્વનું દેવું શક્ય નથી અને પરનું ગ્રહણ સંભવિત નથી – એક બાજુ તો આપ એમ કહ્યો છો. અને બીજી બાજુ એમ પણ કહો છો કે દાન પોતાની વસ્તુનું આપવામાં આવે છે, – જયારે પર આપણુ છે જ નહીં તો એનો શું ત્યાગ કરવો, અને જે દઈ જ શકાતું નથી એનું દેવું શું? આ પ્રમાણે જયારે કોઈ કોઈનું ભલું–કરી જ નથી શકતુ, સૌ પોતાના ભલા–બુરાના સ્વયં કર્તા-ધર્તા છે તો પછી પરોપકારની વાત પણ કયાં રહે છે?
આપની વાત બિલકુલ બરાબર છે, પરંતુ સમજવાની વાત આ છે કે “દાન” વ્યવહાર ધર્મ છે અને ત્યાગ” નિશ્ચયધર્મ.
તે ધનાદિ પરપદાર્થો જેના પર લૌકિક દૃષ્ટિએ પોતાનો અધિકાર છે, વ્યવહારથી તે પોતાના છે; તેમને પોતાના જાણીને જ દાન આપવામાં આવે છે. લેવુ–દેવું એ સ્વયં વ્યવહાર છે, નિશ્ચયમાં તો લેવા-દેવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી. રહી પર પદાર્થના ત્યાગની વાત, એ તો પરને પર જાણવું એ જ એનો ત્યાગ છે, એનાથી વિશેષ ત્યાગ શું છે? એ તો પર છે જ એમને શું ત્યાગવા? પરંતુ વાત એમ છે કે એમને આપણે પોતાના માનીએ છીએ, એમનાથી રાગ કરીએ છીએ, તેથી એમને પોતાના માનવા, અને એમનાથી રાગ કરવો એ ત્યાગવાનું છે. તેથી એ ઠીક જ કહ્યું છે કે પરને પર જાણીને
એમના પ્રત્યેના રાગનો ત્યાગ કરવો એ જ વાસ્તવિક ત્યાગ છે. - ઊંડાણથી વિચારીએ તો ત્યાગ મોહ–રાગ-દ્વેષનો જ થાય છે; પર પદાર્થો તો મોહ–રાગ-દ્વેષ છૂટી જતાં સ્વયં છૂટી જાય છે. એ છૂટા જ છે. એટલા માટે જ ભગવાનને “રાગ-દ્વેષ પરિત્યાગી' કહેવામાં આવ્યા છે.
* જો આપ કહો કે હમણાં તો એમ કહ્યું હતુ કે ત્યાગ પરનો હોય છે અને હવે એમ કહો છો કે ત્યાગ મોહ–રાગદ્વેષનો હોય છે. તો
ભાઈ! આધ્યાત્મિક દ્રષ્ટિએ મોહ–રાગ-દ્વેષ પણ પર જ છે. જો કે તે આત્મામાં ઉત્પન્ન થાય છે તો પણ તે આત્માના સ્વભાવ નથી, તેથી એમને પણ અધ્યાત્મ-શાસ્ત્રોમો “પર” કહ્યો છે.
જયાં લગી પરોપકાર ની વાત છે, એના સંબંધમાં વાત એમ છે કે કોઈ કોઈનું ભલું–બુરું કરી શકતું નથી, તોપણ જ્ઞાનીને પણ બીજાઓનું ભલું કરવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી, કેમકે હજી એને રાગભાવ વિદ્યમાન છે. બીજી વાત એમ છે કે નિશ્ચયથી તો કોઈ કોઈનું ભલું–બુરું કરી શકતું નથી, પરંતુ વ્યવહારથી તો શાસ્ત્રોમાં પણ એક-બીજાનું ભલું–બુરું કરવાની