________________
૧૧૮
ધર્મનાં દશ લક્ષણ), વાત કહેવામાં આવી છે; ભલે એ કથન ઉપચરિત હોય, કથનમાત્ર હોય, પરંતુ છે તો. દાન' વ્યવહાન ધર્મ છે, તેથી તે પરોપકાર સંબંધી વિકલ્પપૂર્વક જ હોય છે. આ કારણે જ એ પુણ્યબંધનું કારણ છે, બંધના અભાવનું નહીં. જે વ્યકિત એને નિશ્ચયધર્મ માનીને બંધના અભાવ (મુકિત) નું કારણ માની બેસે છે તેઓ તો ભૂલ કરે જ છે, સાથે સાથે તેઓ પણ ભૂલ કરે છે કે જેઓ એને પુણ્યબંધનું કારણ પણ માનતા નથી, અર્થાત્ વ્યવહારધર્મનો પણ સ્વીકાર કરતા નથી.
ત્યાગ સદોષ વસ્તુનો કરવામાં આવે છે અને દાન સારી વસ્તુનું દેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ક્રોધ છોડો, માને છોડો, માયા છોડો, લોભ છોડો, એમ કોઈ નથી કહેતું કે જ્ઞાન છોડો. જે દુઃખસ્વરૂપ છે, દુઃખકારી છે, આત્માનું અહિત કરવાવાળા છે એવા મોહ–રાગ-દ્વેષરૂપ આસવભાવો જ હેય છે, ત્યાગના યોગ્ય છે, એમનો જ ત્યાગ કરવા માં આવે છે, એમની સાથે જ એમના આશ્રયભૂત અર્થાત્ જેમના લક્ષ્ય મોહ–રાગ-દ્વેષ ભાવો થાય છે એવા પુત્રાદિ ચેતન અને ધન-મકાનાદિ અચેતન પદાર્થો પણ ત્યાગ થઈ જાય છે. પરંતુ મુખ્ય વાત મોહ–રાગ–ષના ત્યાગની જ છે, કેમકે મોહ–રાગ-દ્વેષનો ત્યાગ થતાં એમનો ત્યાગ નિયમથી થઈ જાય છે, પરંતુ એમનો ત્યાગ કરતાં છતાં પણ એ નિશ્ચિત નહીં કે મોહ–રાગ-દ્વેષ છૂટી જ જાય..
ઘણાખરા લોકો તો ત્યાગ અને દાનને પર્યાયવાચી જ માનવા લાગ્યા છે. પરંતુ એમનું એ માનવું એકદમ ભૂલભરેલું છે. એ બને શબ્દો પર્યાયવાચી તો છે જ નહીં, બલ્બ કેટલેક અંશે એમનો ભાવ પરસ્પર એકબીજાથી વિરૂદ્ધ જોવામાં આવે છે.
જો આ બંને શબ્દો એકાર્યવાચી હોત તો એકના સ્થાને બીજાનો પ્રયોગ સહેલાઈથી કરી શકાય. પરંતુ જયારે આપણે આ જાતનો પ્રયોગ કરીને જોઈએ તો અર્થ એકદમ બદલાઈ જાય છે. જેમકે દાન ચાર પ્રકારનું કહેલ છે :- (૧) આહારદાન, (૨) ઔષધદાન (૩) જ્ઞાનદાન (૪) અભયદાન. .
હવે જરા ઉકત ચારેય શબ્દોમાં “દાન' ના સ્થાને ‘ત્યાગ' શબ્દનો પ્રયોગ કરી જોઈએ તો સઘળી સ્થિતિ સ્વયં સ્પષ્ટ થઈ જાય.
શું આહારદાન અને આહારત્યાગ એક જ વસ્તુ છે? એ જ પ્રમાણે