________________
ઉત્તમક્ષમા) . અનાર્જવ (માયાચાર–છળકપટ) ઈત્યાદિ.
કોઈ એમ તો કહેતું નથી કે અજ્ઞાન ન કરો, પરંતુ જ્ઞાન કરો એમ તો જરૂર કહેવામાં આવે છે, તો પછી ક્રોધ ન કરો એને બદલે ક્ષમા ધારણ કરો એમ કેમ કહેવામાં નથી આવતું? એનું પણ કારણ છે અને તે એ કે આપણે ક્રોધ, માન, માયા વગેરેથી પરિચિત છીએ, તે આપણને નિત્ય અનુભવમાં આવતા વિભાવો છે. ક્ષમાદિ આપણે માટે અપરિચિત અને અનનુભૂત સમાન છે. પરિચિતથી અપરિચિત તરફ અને અનુભૂથી અનુભૂત તરફ જવું એ સહજ હોય છે. આ દુનિયાની સ્થિતિ કાંઈક એવી છે કે જયારે તેને એમ કહેવામાં આવે કે ક્રોધ ન કરવો એ ક્ષમા છે તો એને સંતોષ થઈ જાય છે, પણ જો તેને એમ કહેવામાં આવે કે ક્ષમા ન કરવી એ ક્રોધ છે તો તેને અટપટું લાગે છે, કાંઈ સમજમાં બેસતું નથી. તેથી ક્રોધની પરિભાષા હંમેશાં ભાવાત્મક ((–) સમજાવવામાં આવે છે. જેમકે – ક્રોધ ગુસ્સાને કહે છે, જયારે કોધ આવે છે તો આંખો લાલ થઈ જાય છે, શરીર ધ્રુજવા લાગે છે, હોઠ ફફડવા લાગે છે, ઈત્યાદિ. - અહીં એક પ્રશ્ન ઉદ્ભવી શકે છે આચાર્યોએ પણ આ જ પ્રમાણે તો સમજાવ્યું છે. આચાર્યોની સમક્ષ પણ એક સમસ્યા હતી કે એમને જીવોને ક્ષમા સમજાવવી હતી તેથી ક્ષમાનું સ્વરૂપ પણ ક્રોધ દ્વારા સમજાવવું પડયું. વ્યવહારીજનોને વ્યવહારની ભાષામાં સમજાવવું પડે છે. મુનિજન ક્ષમાના ભંડાર હોય છે. એ તેઓ પોતાના અનુભવની રીતથી કહે તો એમ જ કહે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, પરંતુ દુનિયામાં ભાવ તો વકતાનો હોય છે અને ભાષા શ્રોતાની હોય છે. જો શ્રોતાની ભાષામાં બોલવામાં ન આવે તો તે કાંઈ સમજી શકે જ નહીં. - તેથી જ્ઞાનીજનો તો ઈચ્છે છે ક્ષમાધર્મ, પરંતુ સમજાવે છે ક્રોધની વાત કરીને બાળકો સાથે વાત કરવા માટે બાળકની રીતથી બોલવું પડે છે. જયારે આપણે બાળકોને કહીએ છીએ કે બાને બોલાવો, ત્યારે આપણો આશય બાળકોની બા થી હોય છે, આપણી પોતાની બા થી નહીં કેમકે આપણે જાણીએ છીએ કે એમ કહેવાથી બાળક પોતાની બાને જ બોલાવશે, આપણી બાને નહીં.
આ જ પ્રમાણે જયારે આપણે ક્ષમાના સ્વરૂપને ક્રોધની ભાષામાં જ