________________
૧૦
ધર્મનાં દશ લક્ષણ) આપણે એમ કેમ નથી કહેતા કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, માર્દવનો અભાવ તે માન છે, આર્જવનો અભાવ તે માયાચાર છે, વગેરે વગેરે. .
જરા વિચારો તો – જ્ઞાનનો અભાવ અજ્ઞાન છે કે અજ્ઞાનનો અભાવ જ્ઞાન ? "જ્ઞાન” મૂળ શબ્દ છે, એમાં નિષેધ–વાચક "અ" જોડવાથી "અજ્ઞાન” શબ્દ બન્યો છે. તેથી એ સ્વતઃ સિદ્ધ છે કે જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન છે.
વસ્તુનો સ્વભાવ તો ધર્મ છે જ, સાથે જ સ્વભાવને અનુરૂપ જે પર્યાય અર્થાત્ સ્વભાવપર્યાયને પણ ધર્મ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વભાવપર્યાય હોવાથી જ ધર્મ છે. વિભાવ (વિભાવપર્યાય) ને અધર્મ કહે છે.
જ્ઞાન એ આત્મવસ્તુનો સ્વભાવ છે, તેથી તે ધર્મ છે. સજ્ઞાન પર્યાયને પણ જ્ઞાન કહે છે, તેથી સમ્યજ્ઞાન પણ ધર્મ છે. અજ્ઞાન (મિથ્યા-જ્ઞાન પર્યાય) આત્માનો વિભાવ છે, તેથી તે અધર્મ છે. એ જ પ્રમાણે ક્ષમા આત્માનો સ્વભાવ છે, તેથી તે તો ધર્મ છે જ; સાથે જ ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે ઉત્પન્ન થવાવાળી ક્ષમાભાવરૂપ સ્વભાવપર્યાય પણ ધર્મ છે, પરંતુ ક્ષમાસ્વભાવી આત્મા જયારે ક્ષમાસ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે, તો તેના એ વિભાવ પરિણમનને ક્રોધ કહેવામાં આવે છે.
ક્રોધ આત્માનો એક વિભાવ છે અને તે ક્ષમાના અભાવ–સ્વરૂપે પ્રગટ થાય છે. જો કે તે સંતતિની અપેક્ષાએ અનાદિથી છે તેમ છતાં તે પ્રત્યેક સમયે નવો નવો ઉત્પન્ન થાય છે, તેથી સત્ય તો એ છે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, પરંતુ કહેવામાં તો એમ જ આવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. એનું કારણ એ છે કે અનાદિથી આ આત્મા કદીય ક્ષમાદિ સ્વભાવરૂપ પરિણમ્યો નથી. ક્રોધાદિ વિકારરૂપ જ પરિણમ્યો છે. અને જયારે પણ તે ક્ષમાદિ સ્વભાવરૂપ પરિણમે છે તો ક્રોધાદિનો અભાવ થઈ જાય છે. તેથી ક્રોધાદિના અભાવપૂર્વક ક્ષમાદિરૂપ પરિણમન દેખીને ઉપર્યુકત કથન કરવામાં આવે છે.
જો જ્ઞાનની જેમ જ આ પ્રયોગ કરવામાં આવે તો તે આ પ્રમાણે કરી શકાય – જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન, ક્ષમાનો અભાવ તે અક્ષમા (ક્રોધ), માર્દવનો અભાવ તે અમાર્દવ (માન), આર્જવનો અભાવ તે