________________
ઉત્તમક્ષમા
ક્ષમા આત્માનો સ્વભાવ છે. ક્ષમા–સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધના અભાવરૂપ શાન્તિ–સ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ ક્ષમા કહે છે. જોકે આત્મા ક્ષમાસ્વભાવી છે, તોપણ અનાદિથી આત્મામાં ક્ષમાના અભાવરૂપ ક્રોધ-પર્યાય જ પ્રગટપણે વિદ્યમાન છે.
જયારે-જયારે ઉત્તમ–ક્ષમાદિ ધર્મોની ચર્ચા ચાલે છે ત્યારે–ત્યારે એમનું સ્વરૂપ અભાવરૂપ જ બતાવવામાં આવે છે. જેમકે-ક્રોધનો અભાવ તે ક્ષમા છે, માનનો અભાવ તે માર્દવ છે, માયાનો અભાવ તે આર્જવા છે-ઈત્યાદિ.
શું ધર્મ અભાવસ્વરૂપ (નિષેધાત્મક) છે? શું એનું કોઈ ભાવાત્મક (અસ્તિવરૂપ) સ્વરૂપ નથી? જો છે, તો તેને ભાવાત્મક રૂપમાં કેમ પ્રસ્તુત કરવામાં આવતું નથી?
" ક્રોધ ન કરવો, માન ન કરવું, છળ-કપટ ન કરવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી, ઈત્યાદિ કોણ જાણે ધર્મમાં કેટલાય નિષેધ અંતર્ભત છે. શું ધર્મ માત્ર નિષેધોનું જ નામ છે? શું એનો કોઈ વિધેયાત્મક પક્ષ છે જ નહીં? જો ધર્મમાં પરથી નિવૃત્તિની વાર્તા છે તો સાથે-સાથે સ્વમાં પ્રવૃત્તિની પણ ચર્ચા ઓછી નથી. - આ ન કરવું, તે ન કરવું, એ તો પ્રતિબંધોની ભાષા છે. બંધનથી છૂટવાનો અભિલાષી મોક્ષાર્થી જયારે ધર્મના નામે પણ બંધનોની લાંબી યાદી સાંભળે છે તો ગભરાઈ જાય છે. તે વિચારવા લાગે છે કે પોતે અહીં આવ્યો હતો તો બંધનથી મુકત થવાનો માર્ગ શોધવા માટે અને અહીં તો અનેક પ્રતિબંધોમાં બાંધવામાં આવી રહ્યો છે. ધર્મ તો સ્વતંત્રતાનું નામ છે. જેમાં અનન્ત બંધનો હોય તે ધર્મ કેવો ?
તો શું ધર્મ પ્રતિબંધોનું નામ છે, અભાવસ્વરૂપ છે?
ના, ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે, તેથી તે સદ્ભાવ સ્વરૂપ જ છે. અંભાવસ્વરૂપ નહી. પણ શું કરીયે? આપણી ભાષા ઊલટી થઈ ગઈ છે. ક્રોધનો અભાવ ક્ષમા છે, માનનો અભાવ માર્દવ છે – ઈત્યાદિને બદલે