________________
ધર્મનાં દશ લક્ષણ) પરીષહજયની સાથે જ ઉત્તમક્ષમાદિ દશ ધર્મોની ચર્ચા કરવામાં આવી છે. આ બધો મુનિધર્મથી સંબંધિત વિષય છે. આ કારણને લીધે જ જયાં જયાં એનું વર્ણન જોવા મળે છે. ત્યાં-ત્યાં એના ઉત્કૃષ્ટ સ્વરૂપનું જ વર્ણન મળે છે. તેથી (આદર્શ ધર્મશ્રાવકો માટે નથી એવી આશંકા સેવીને સામાન્ય શ્રાવકોએ તેની ઉપેક્ષા સંગત નથી, યોગ્ય નથી.
જો મુનિઓને અનન્તાનુબંધી આદિ ત્રણ કષાયોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ ધર્મ હોય છે તો પંચમ ગુણસ્થાનવર્તી જ્ઞાની શ્રાવકોને અનન્તાનુબંધી આદિ બે કષાયોના અભાવરૂપ ઉત્તમલમાદિ ધર્મ પ્રગટું હોય છે. એજ પ્રમાણે ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દષ્ટિને એકમાત્ર અનન્તાનુબંધી કષાયના અભાવરૂપ ઉત્તમલમાદિ ધર્મ પ્રગટ હોય છે. મિથ્યાદૃષ્ટિને ઉત્તમક્ષમાદિ ધર્મ હોતા નથી. એને મિથ્યાષ્ટિને) કષાય ગમે એટલા મંદ હોય તોપણ એને ઉપર્યુકત ધર્મ પ્રગટ થતા નથી–થઈ શકતા નથી, કેમકે આ ધર્મ કષાયના અભાવ વડે પ્રગટ થતી પર્યાયો છે, મંદતા વડે નહી. મંદતા વડે જે તારતમ્યરૂપ ભલે પડે છે તેને શાસ્ત્રોમાં વેશ્યાની સંજ્ઞા આપી છે, ધર્મ નહીં. ધર્મ તો મિથ્યાત્વ અને કષાયના અભાવનું નામ છે, મંદતાનું નહીં. - આ ધર્મોની વ્યાખ્યા અનેક દૃષ્ટિબિંદુઓથી સંભાવિત છે. જેમકે-મુનિઓ અને શ્રાવકોની અપેક્ષાથી, નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાથી, અંતરંગ અને બાહ્યની અપેક્ષાથી ઈત્યાદિ.
આ બધામાંથી પ્રત્યેક ધર્મની સ્વતંત્રરૂપે વિસ્તૃત વ્યાખ્યા કરવી અપેક્ષિત છે. હવે પછી આગળ દરેકનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
તેથી હવે અહીં એ પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું કે આ દશલક્ષણ મહાપર્વના પુનીત અવસર પર બધા જીવો ધર્મનાં આ દશ લક્ષણોને સારી પેઠે જાણીને, ઓળખીને, તદ્રુપ પરિણમન કરીને પરમ સુખી થઓ.
૨. સિનિતિષનુબેલારિષદનવનૈઃ (અ. ૯ સૂત્ર )