________________
ઉત્તમ મહાપર્વ)
વસ્તુટ ચારિત્ર એ જ સાક્ષાત્ ધર્મ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તો ચારિત્રરૂપ વૃક્ષનાં મૂળ છે. જેમ વૃક્ષ મૂળ વિના ઉભું જ રહી શકે નહીં, ફળે–ફાલે નહીં અથવા કહો કે વિના મૂળ વૃક્ષની એક પ્રકારે સત્તા જ સંભવે નહી; તેમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપી મૂળ વિના સમ્યફચારિત્રરૂપી વૃક્ષ ઉભું જ રહી શકે નહીં, ફળ-ફાલે નહીં અથવા આ બન્ને વિના સમ્યકારિત્રની સત્તા જ હોઈ શકે નહીં. - જોકે જગતમાં ઘણા લોકો આત્મશ્રદ્ધાન અને આત્મજ્ઞાન વિના પણ બંધનના ભયથી કે સ્વર્ગ–મોક્ષ તથા માન-પ્રતિષ્ઠા વગેરેના લોભથી ક્રોધાદિ
ઓછા કરતા હોય અથવા ન કરતા હોય એમ જોવામાં આવે છે તો પણ તેઓ ઉત્તમ ક્ષમાદિ દશધર્મોના ધારક છે એમ માની શકાય નહીં.
આ સંબંધી પંડિતપ્રવર ટોડરમલજીના વિચારો જણવા યોગ્ય છે
"વળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ–મોક્ષની ઈચ્છાથી તે ક્રોધાદિકરતો નથી, પણ ત્યાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી; જેમ કોઈ રાજાદિકના ભયથી અથવા મહંતપણાના લોભથી પર સ્ત્રી–સેવન કરતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહીં, તે જ પ્રમાણે આ પણ ક્રોધાદિનો ત્યાગી નથી.
. . . તો કેવી રીતે ત્યાગી હોય? પદાર્થ ઈષ્ટ–અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે, જયારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઈષ્ટ–અનિષ્ટ ભાસે નહી ત્યારે સ્વયં ક્રોધાદિ ઊપજતા નથી, અને ત્યારે જ સાચો ધર્મ થાય છે." -. આ પ્રમાણે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક ક્રોધાદિની અનુત્પત્તિ જ ઉત્તમક્ષમાદિ દશધર્મ છે.
જો કે ઉપર કહેલા દશ ધર્મોનું વર્ણન શાસ્ત્રોમાં અનેક સ્થળે મુનિધર્મની અપેક્ષાથી કરવામાં આવ્યું છે તો પણ આ ધર્મો માત્ર મુનિઓએ ધારણ કરવા માટે છે એમ નથી, ગૃહસ્થોએ પણ પોત પોતાની ભૂમિકા અનુસાર તે અવશ્ય ધારણ કરવા જોઈએ. ધારણ શું કરવા જોઈએ, વસ્તુતઃ હકીકત તો એવી છે કે જ્ઞાની ગૃહસ્થોને પણ પોત-પોતાની ભૂમિકા અનુસાર તે હોય જ છે, એનું પાલન સહજપણે બનતું હોય છે.
તત્વાર્થસૂત્રમાં ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા (બાર ભાવના) અને
૧. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૩૨. ચોથી આવૃત્તિ.