________________
ધર્મનાં દશ લક્ષણ) ધર્મ તો આત્મામાં પ્રગટ થાય છે, તિથિમાં નહીં, પરંતુ જે તિથિમાં આત્માના મારિરૂપ વીતરાગી શાન્તિ પ્રગટ થાય એ જ તિથિ પર્વ તરીકે ઓળખાવા લાગે છે. ધર્મનો આધાર તિથિ નહીં, આત્મા છે.
આત્મસ્વરૂપની પ્રતીતિપૂર્વક ચારિત્ર (ધર્મ) ની દશ પ્રકારે આરાધના કરવી.એ જ દશલક્ષણ ધર્મ છે. આત્મામાં દશ પ્રકારના સદ્ભાવો (ગુણો) ના વિકાસથી સંબંધિત હોવાથી જ એને દશલક્ષણ મહાપર્વ કહેવામાં આવે
અનાદિ કાળથી જ પ્રત્યેક આત્મા, આત્મામાં જ ઉત્પન, આત્માના જ વિકારો-ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય, અસંયમ ઇત્યાદિને કારણે જ દુઃખી અને અશાન્ત થઈ રહ્યો છે. અશાન્તિ અને દુઃખ દૂર કરવાનો એકમાત્ર ઉપાય આત્મ-આરાધના છે. આત્મ-સ્વભાવને ઓળખી, તેની જ શ્રદ્ધા કરી, એમાં જ જામી જવાથી, એમાં જ સમાઈ જવાથી અતીન્દ્રિય આનંદ અને સાચી શાન્તિની પ્રાપ્તિ થાય છે. આવા જ આત્મ-આરાધક પુરૂષના હૃદયમાં ઉત્તમ-ક્ષમાદિ ગુણોનો સહજ વિકાસ થાય છે. તેથી એ સ્પષ્ટ છે કે આ પર્વનો સંબંધ આંત્મ-આરાધના સાથે છે, પ્રકારાન્તરે ઉત્તમ-ક્ષમાદિ દશ ગુણોની આરાધના સાથે છે. ' . ક્ષમાદિ દશ ગુણોને દશ ધર્મ પણ કહે છે. એ દશ ધર્મ આ પ્રમાણે છે (૧) ઉત્તમ-ક્ષમા (૨) ઉત્તમ–માર્દવ (૩) ઉત્તમ-આર્જવ (૪) ઉત્તમ-સત્ય (૫) ઉત્તમ–શૌચ (૬) ઉત્તમ-સંયમ (૭) ઉત્તમ-તપ (૮) ઉત્તમ–ત્યાગ (૯) ઉત્તમ-આકિંચ, અને (૧૦) ઉત્તમ-બ્રહ્મચર્ય.
આ દશ ધર્મો નથી, ધર્મનાં દશ લક્ષણ છે, જેને સંક્ષેપમાં દશ ધર્મ એવા નામથી પણ કહેવામાં આવે છે. જે આત્મામાં આત્મરૂચિ, આત્મ-જ્ઞાન અને આત્મલીનતારૂપ ધર્મ-પર્યાય પ્રગટ થાય છે. તે આત્મામાં ધર્મનાં આ દશ લક્ષણ સહજ પ્રગટ થઈ જાય છે. આ આત્મ-આરાધનાના ફળસ્વરૂપે પ્રગટ થનારા ધર્મ છે, લક્ષણ છે, ચિત છે.
ઉપર્યુકત દશ ધર્મ છે તો ચારિત્રગુણની નિર્મળ પર્યાયો છતાં, તે દરેકની સાથે જોડવામાં આવેલો ઉત્તમ શબ્દ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની અનિવાર્ય સત્તા (-અસ્તિત્વ) નું સૂચન કરે છે. સારાંશ એ છે કે આ ચારિત્રગુણની નિર્મળ અવસ્થાઓ સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્માને જ પ્રગટ થાય છે, અજ્ઞાની મિથ્યાદૃષ્ટિને નહીં.