________________
ઉત્તમ તપ)
સપ્રમાણ નિયમન છે – એ
દૃષ્ટવ્ય છે.
એમાં એક વૈજ્ઞાનિક વિકાસ છે. જો ચાલી શકે તો ભોજન કરો જ ”નહીં (અનશન); ન ચાલે તો એકવાર દિવસમાં શાંતિથી અલ્પાહાર લો (અવમૌદર્ય); તે પણ અનેક નિયમોના પ્રતિબંધ—પૂર્વક, અનર્ગલ નહીં (વૃત્તિપરિસંખ્યાન); અને જયાં લગી બની શકે તેમ નીરસ લો; કેમકે સરસ આહાર ગૃદ્ધિ વધારે છે. પરંતુ શરીરની આવશ્યકતાની પૂર્તિ કરે તેવો હોવો જોઈએ. તેથી બધા જ રસોનો હંમેશાં ત્યાગ નહીં, પરંતુ બદલી–બદલીને વિભિન્ન રસોનો વિભિન્ન સમય પર ત્યાગ કરવો જેથી શરીરની આવશ્યકતાની પણ પૂર્તિ થતી રહે અને જીભની લોલુપતા પર પણ પ્રતિબંધ રહે (સપરિત્યાગ).
૧૦૧
આથી સ્પષ્ટ થાય છે કે તપ શરીરને સૂકવવાનું નામ નથી, ઈચ્છાઓના નિરોધનું નામ છે.
હવે વિચારણીય વાત આ છે કે અનશનથી ઉનોદર અધિક મહત્વશીલ કેમ છે ? કે જયારે અનશનમાં ભોજન કરવામાં જ આવતું નથી અને ઉનોદરમાં દિવસમાં એકવાર ભૂખ કરતા થોડું ખાવામાં આવે છે.
અન્ય કાર્યોમાં વ્યસ્ત રહીને ભોજનની પાસે પહોંચવું જ નહી એના કરતાં નિર્વિઘ્ન ભોજન મળી જતાં એનો સ્વાદ ચાખી લીધા પછી પણ અર્ધભૂખ્યા રહેવામાં અર્થાત્ વચ્ચેથી જ ભોજન છોડી દેવામાં ઈચ્છાનો નિરોધ અધિક છે.
આ જ પ્રમાણે ભોજન માટે નીકળવું જ નહીં એ જુદી વાત છે અને નીકળીને પણ અટપટા નિયમો અનુસાર ભોજનની જોગવાઈ ન થતાં ભોજન ન કરવું એ જુદી વાત છે. પહેલાં કરતાં આમાં ઈચ્છા–નિરોધ અધિક છે. તથા સરસ ભોજનની પ્રાપ્તિ થવા છતાં નીરસ ભોજન કરવું – એ એનાથી પણ અધિક ઈચ્છા–નિરોધની કસોટી છે.
અનશનમાં ઈચ્છાઓ કરતાં પેટનો નિરોધ અધિક છે. ઉત્તોદરાદિમાં ક્રમશઃ પેટના નિરોધ કરતાં ઈચ્છાઓનો નિરોધ અધિક છે. તેથી અનશનાદિની અપેક્ષાએ આગળ—આગળનાં તપ અધિક મહત્વશીલ છે. આપણે પેટ પર અંકુશ રાખવાને તપ માની લીધું છે જયારે આચાર્યોએ ઈચ્છાઓ પર અંકુશ રાખવાને તપ કહ્યું છે.
ઉકત તપોમાં શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને રસના ઈન્દ્રિય પર