________________
૧૭૮
- ધર્મનાં દશ લક્ષણ) જગતની જગત જાણે – એવી વીતરાગ પરિણતિનું નામ જ સાચા અર્થમાં ક્ષમાવાણી છે.
ક્ષમાવાણીનું સાચું સ્વરૂપ નહીં સમજવાને લીધે એને પ્રસ્તુત કરવામાં પણ અનેક વિકૃતિઓ ઉત્પન્ન થઈ ગઈ છે.
થોડા દિવસો પહેલાં એક ચિત્ર-હરીફાઈ યોજવામાં આવી હતી. એમાં ચિત્ર દ્વારા ક્ષમાવાણી પ્રસ્તુત કરવાની હતી. સર્વોત્તમ ચિત્ર માટે પ્રથમ પુરસ્કારને પ્રાપ્ત ચિત્રનું જયારે પ્રદર્શન કરવામાં આવ્યું તો ચિત્રકારની સાથે-સાથે નિર્ણાયકોની સમાજ પર પણ દયા આવ્યા વિના ન રહી.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ના પ્રતીકરૂપે બતાવવામાં આવેલ ચિત્રમાં એક પૌરાણિક મહાપુરૂષ દ્વારા એક અપરાધીનો વધ ચિત્રિત કર્યો હતો. ' એની જે સ્પષ્ટતા કરવામાં આવી હતી. એનો ભાવ કાંઈક આ પ્રમાણે હતો :
“ઉકત મહાપુરૂષે અપરાધીના સો અપરાધ માફ કરી દીધા, પરંતુ જયારે એણે એમ–સો એકમો અપરાધ કર્યો તો એનું શિર ધડથી જુદું કરી દીધું.”
લમાના ચિત્રમાં હત્યાના પ્રદર્શનનું ઔચિત્ય સિદ્ધ કરતાં કહેવામાં આવ્યું હતું:
“જો તેઓ એકસો એકમાં અપરાધ પછી પણ એને ન મારત તો તેઓ કાયર ગણવામાં આવત. કાયરની ક્ષમા કોઈ ક્ષમા નથી; કેમકે ક્ષમા તો વીરનું ભૂષણ છે.
સો અપરાધ ક્ષમા કરવાથી તો ક્ષમા સિદ્ધ થઈ અને મારી નાખવાથી વીરતા. આ રીતે ક્ષમા વીરસ્ય ભૂષણમ્' નું સર્વોત્કૃષ્ટ પ્રસ્તુતિકરણ છે. આ જ કારણે એને ક્ષમાવાણીના અવસર પર તદર્થ પ્રથમ પુરસ્કાર આપવામાં આવે છે.