________________
-
૧૭૭
ક્ષમાવાણી) ધાર્મિક પરિણતિ છે, આધ્યાત્મિક ક્રિયા છે. એમાં પરના સહયોગ અને સ્વીકૃતિની અપેક્ષા નથી હોતી. જો આપણે ક્ષમાભાવ ધારણ કરવા ઈચ્છતા હોઈએ તો એના માટે એ આવશ્યક નથી કે જયારે કોઈ આપણી પાસે ક્ષમાયાચના કરે તો જ આપણે ક્ષમા કરી શકીએ અર્થાત્ ક્ષમા ધારણ કરી શકીએ. અપરાધી દ્વારા ક્ષમાયાચના ન કરવામાં આવે તોપણ એને ક્ષમા કરી શકાય છે. જો એમ ન હોય તો પછી ક્ષમા ધારણ કરવી એ પણ પરાધીન થઈ જાય. જો કોઈએ આપણી પાસે ક્ષમાયાચના ન કરી તો એણે પોતાના માનકષાયનો ત્યાગ ન કર્યો અને જો આપણે એના દ્વારા ક્ષમાયાચના ન કરવામાં આવે તોપણ ક્ષમા કરી દીધી તો આપણે પોતાના ક્રોધભાવનો ત્યાગ કરી એનું નહીં, આપણું પોતાનું જ હિત કર્યું છે.
એ જ પ્રમાણે આપણે ક્ષમાયાચના કરીએ, તોપણ જો કોઈ ક્ષમા ન કરે તો ક્રોધનો ત્યાગ નહીં કરવાથી એનું જ બૂરું થશે. આપણે તો ક્ષમાયાચના વડે માનનો ત્યાગ કરી પોતાનામાં માર્દવધર્મ પ્રગટ કરી જ લીધો. એના દ્વારા ક્ષમા નહીં કરવામાં આવવાથી, ક્ષમા માગવાથી થનારા લાભથી આપણે વંચિત રહી શકતા નથી. :
આ જ કારણે આચાર્યોએ અન્ય જીવો દ્વારા ક્ષમાયાચનાની પ્રતીક્ષા કર્યા વિના જ સર્વ જીવોને પોતાના તરફથી ક્ષમા-પ્રદાન કરીને, તથા “કોઈ ક્ષમા કરશે કે નહીં' – એવો વિકલ્પ કર્યા વિના જ સર્વ પાસે ક્ષમાયાચના કરીને પોતાના અંતરમાં ઉત્તમક્ષમામાર્દવવાદિ ધર્મોને ધારણ કરી લીધા. - કોઈ જીવ આપણી પાસે ક્ષમા માગે કે ન માગે, આપણને ક્ષમા કરે કેન કરે, આપણે તો પોતાના તરફથી સૌને ક્ષમા કરીએ છીએ અને સી પાસે ક્ષમા માગીએ છીએ – આ રીતે આપણે તો હવે કોઈના શત્રુ નથી રહ્યા અને આપણી દૃષ્ટિમાં ન કોઈ આપણો શત્રુ રહ્યો છે. જગત આપણને શત્રુ માનો તો માનો, જાણો તો જાણો; આપણને એથી શું? અને આપણો બીજાની માન્યતા પર અધિકાર પણ શું છે !
આપણે તો પોતાની માન્યતા સુધારીને પોતાનામાં જઈએ છીએ,