________________
૧૭૬
- ધર્મનાં દશ લક્ષણ) દેવો જોઈએ. ત્યારપછી પણ રહી જાય તો ક્ષમાવાણીના દિવસે તો મન સાફ-નિર્મળ થઈ જ જવું જોઈએ.
- આમાં એક વાત બીજી પણ વિચારવા યોગ્ય છે. અને તે આ છે કે આને આપણે મનુષ્યો પૂરતી જ સીમિત કરી રાખી છે, જયારે આચાર્યોએ એને જીવમાત્ર સુધી વિસ્તરેલી છે.
તેઓ એમ નથી લખતા :'खामेमि सव्व जैनी, सव्व जैनी खमन्तु मे।
' અથવા ' खामेमि सव्व मनुजा, सव्वे मनुजा खमन्तु मे।' બલકે એમ લખે છે :- . 'खामेमि सव्व जीवाणं, सव्वे जीवा,खमन्तु मे।'
તેઓ સર્વ જૈનો કે સર્વ મનુષ્યો માત્રથી ક્ષમા માગવાની કે ક્ષમા કરવાની વાત ન કરતાં સર્વ જીવોને ક્ષમા કરવાની અને સર્વ જીવો પાસે ક્ષમા માગવાની વાત કરે છે. એ રીતે તેઓ માત્ર જૈનો કે મનુષ્યો સાથે મિત્રતા ઈચ્છે છે એમ નથી પરન્તુ પ્રાણી માત્ર સાથે મિત્રતા ઈચ્છે છે. એમનો દ્રષ્ટિકોણ સંકુચિત નહીં, વિશાળ છે.
અહીં એક પ્રશ્ન સંભવિત છે કે – જો કોઈ જીવ આપણી પાસે ક્ષમા માગે જ નહીં તો આપણે એને કેવી રીતે ક્ષમા કરીએ? તથા આપણે એની પાસે શું ક્ષમા માગીએ, કે જે આપણી વાત સમજી જ શકતો નથી. જે આપણી વાત સમજી જ શકતો નથી તે આપણને શું ક્ષમા કરશે? કેવી રીતે ક્ષમા કરશે?– આ પ્રમાણે એકેન્દ્રિયાદિ જીવો પાસે ક્ષમા માગવી અને એમને ક્ષમા કરવી કેવી રીતે સંભવિત છે?
ક્ષમાયાચના કે ક્ષમાકરણ બે પ્રાણીઓની સંમિલિત ક્રિયા નથી, આ એકદમ વ્યકિતગત ચીજ છે, સ્વાધીન-સ્વતંત્ર ક્રિયા છે. ક્ષમાવાણી એક