________________
૧દર
ધર્મનાં દશ લક્ષણ) સ્ત્રી–સેવનાદિના ત્યાગરૂપ વ્યવહારબ્રહ્મચર્યની પૂરતી ચર્ચા કરવામાં આવી છે, તેમ છતાં આત્મરમણતારૂપ નિશ્ચયબ્રહ્મચર્ય વિના મુકિત માર્ગમાં એને વિશેષ મહત્વ નથી. નિશ્ચયબ્રાહ્મચર્ય વિના એ નિરાશ્રય-અકાર્યકારી જેવું છે. *
જોકે અહીં ઉત્તમબ્રહ્મચર્ય નું વર્ણન મુનિધર્મની અપેક્ષાથી કરવામાં આવ્યું છે, તેથી સર્વોત્કૃષ્ટ વર્ણન છે, છતાં ગૃહસ્થોએ પણ બ્રહ્મચર્યની આરાધનાથી વિમુખ નહીં રહેવું જોઈએ, એમણે પણ પોતપોતાની ભૂમિકાનુસાર એ અવશ્ય ધારણ કરવું જોઈએ.
મુનિઓ અને ગૃહસ્થોને કયી–કયી ભૂમિકામાં કેવા પ્રકારનું અંતર્બાહ્ય બ્રહ્મચર્ય હોય છે એની ચર્ચા ચરણાનુયોગનાં શાસ્ત્રોમાં વિસ્તારથી કરવામાં આવેલી છે. જિજ્ઞાસુ પાઠકોએ આ વિષય સંબંધમાં વિસ્તારથી ત્યાંથી જાણવું જોઈએ. એ બધાનું વર્ણન આ લઘુ નિબંધમાં સંભવિત નથી. .
એક ધર્મ છે. એનો સીધો સંબંધ આત્મહિતની સાથે છે એને કોઈ લૌકિક પ્રયોજનની સિદ્ધિનું સાધન બનાવવું યોગ્ય નથી, પરંતુ એનો પ્રયોગ એક ઉપાધિ (ડિગ્રી) જેવો કરવામાં આવી રહ્યો છે. આ પણ આજકાલ એક ઉપાધિ (ડિગ્રી) બની ગયેલ છે. જેમ-શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ.એ, પીએચ.ડી; કે વાણીભૂષણ વિદ્યાવાચસ્પતિ કે દાનવીર, સરસેઠ ઈત્યાદિ ઉપાધિથી વ્યવહાર કરવામાં આવે છે; એ જ પ્રમાણે આનો પણ વ્યવહાર પ્રચલિત થઈ ગયો છે.
આ યશ-પ્રતિષ્ઠાનું સાધન બની ગયું છે. આનો ઉપયોગ આ જ અર્થમાં કરવામાં આવી રહ્યો છે. આ કારણે પણ આ ક્ષેત્રમાં વિકૃતિ આવી ગઈ છે. - જે પ્રમાણે આજની સન્માનજનક ઉપાધિઓ લોકસમૂહમાં લેવા-દેવામાં આવે છે. એ જ પ્રમાણે આનું પણ આદાન-પ્રદાન થવા લાગ્યું છે. હવે આનો પણ વરઘોડો નીકળે છે. એના માટે પણ હાથી જોઈએ, બેંડવાજા જોઈએ. જો સ્ત્રી–ત્યાગ માટે પણ બેડવાજાં જરૂરી છે તો પછી વિવાહ–લગ્નનું શું?
આજની દુનિયાને શું થઈ ગયું છે? એને સ્ત્રી રાખવામાં પણ બેડવાજા જોઈએ, સ્ત્રી છોડવામાં પણ બેડવાજાં જોઈએ. એ સમજાતું નથી કે ગ્રહણ અને ત્યાગ બન્નેમાં એક સમાન ક્રિયા કેવી રીતે સંભવિત છે?