________________
આપે, આહાર–દેનાર-લેનાર એમ ત્રણ જણ જોઈએ એ...દાખલો આપ્યો છે શ્રેયાંસકુમારનો ષભદેવ ભગવાનને આહાર આપ્યો છે તેઓ-બન્ને ચરમ શરીરી હતાં–પણ દાનની વિધિ ત્યાંથી ચાલી એમ આવે છે. શાસ્ત્રમાં-દાન એ વહેવારધર્મ પૂણ્ય છે-ભગવાનને આહાર દેવો એ પણ રાગ-પૂન્ય છે-ધર્મ નથી.
બીજે દિવસે વળી પ્રવચનમાં કહ્યું ‘ભાઇએ તો બહુ લખ્યું છે,- ત્યાં ધર્મમાં-બીજાને દુઃખ થાય એ માટે મારૂ કહેવું નથી પણ વસ્તુની સ્થિતિ આ છે. એમ કહીને વિરમું છું. અહાહા....બહુ સરસ લખાણ-વાંચતા એને મુકવાનું મન ન થાય, એવી ઢબથી વાત કહી છે-- અહોહો....આટલી ઉમર...અને તેપણ દસ બાર વરસ પહેલાં હશે ને ? અત્યારે ૪૪ થયા- પણ કંઈ પહેલેથી તો નહિ હોય ? એટલામાં આવું વર્ણન...પેંથીએ પેંથીએ જેમ વાળ જુદો પાડીને જેમ તેલ પુરે એમ પેંથીએ પેંથીએ વાત પુરી છે- અહાહા-દસ લક્ષણી પર્વમાં... આત્મધર્મના ગ્રાહકોને તખતતરાજ તરફ્થી ભેટ જશે ને ? હિંદી અને ગુજરાતી બન્ને ગ્રાહકોને ! આત્મધર્મમાં આવી ગયેલું...પણ આ તો એક સાથે આખો સંગ્રહ...અહાહા...વાંચે અને વિચારે એને ખબર પડે. એમને એમ હાં કે તેને સમજાય નહિ ત્યાં તો એણે ત્યાગ. અને દાનની વ્યાખ્યા કરી છે... અહોહો...એક વાત એમાં રહી ગઈ છે કે નિશ્ચય પણ એક દાન છે. ‘સંપ્રદાન’ એ વાત એમાં નથી. નિશ્ચયદાંન-આત્મામાં એક સંપ્રદાન નામનો ગુણ છે કે જેને લઈને “નિર્મળ પરીણતી પોતે લે અને પોતે પોતાને આપે' એ આમાં આવ્યું નંથી બીજામાં નાખશે કદાચ-બ્રહ્મચર્યમાં -આમાં આવ્યું નથી...' વળી બીજા દિવસે કહે
‘એક તો એવું લખ્યું છે, ભાઈ એમણે... કે સ્પર્શ વિનાનો કોઈ દિ રહ્યો જ નથી જીવ... એકેન્દ્રિય થાય તો પણ સ્પર્શ ઇંદ્રીય તો છે જ. અનાદિથી સ્પર્શ ઈંદ્રિય વિનાનો રહ્યો જ નથી- બીજી ચાર ઇંદ્રિયો તો આવે અને જાયએમેય થાય અહાહા.... સ્પર્શ ઇંદ્રિયથી રહિત જો થાય તો સિદ્ધ થઈ જાય.
જ
વળી એક દિવસ કહે