SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમમાદેવ) ૩૫ માનની ચાહના અને માન કષાયની આંશિક ઉપસ્થિતિએ ચારિત્ર-મોહનો દોષ છે, તે ક્રમે કરીને જ ટળે, એકી સાથે નહીં. સમકિતીને (અવિરત) જો કે અનંતાનુબંધી માન ટળી ગયું છે. તોપણ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન માન તો વિદ્યમાન છે, તેનું પ્રગટ રૂપ તો જ્ઞાનીમાં પણ દેખાઈ આવશે જ. એ જ પ્રમાણે અણુવતીને પ્રત્યાખ્યાન અને સંજવલન સંબંધી તથા મહાવ્રતી મુનિરાજોને પણ સંજવલન સંબંધી માનાદિનો સદ્દભાવ રહેશે જ. માનાદિ કષાય તો ભૂમિકાનુસાર જ છૂટશે; પરંતુ એ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ, એ ભલા છે એવી માન્યતા તો પ્રથમથી જ છૂટવી જોઈએ, એના વિના તો ધર્મનો પ્રારંભ પણ થઈ શકતો નથી. . - આશ્ચર્ય તો એ વાતનું છે કે આપણે એ કષાયોને ઉપયોગી અને ઉપાદેય માનવા લાગ્યા છીએ. કહે છે કે ગૃહસ્થમાં થોડાં ક્રોધમાન આદિ તો હોવાં જ જોઈએ, નહીં તો કામ જ ન ચાલે. જો થોડો પણ ક્રોધ ન હોય તો પછી બાળકો પણ કહેવું માને નહીં. સઘળું અનુશાસન-પ્રશાસન સમાપ્ત થઈ જાય. થોડો સ્વભાવ તેજ હોય તો બધું કામ બરાબર થાય છે. સમયસર થાય છે. આ જ પ્રમાણે જો આપણે બિલકુલ જ માન ન રાખીએ તો કોઈ કોડીના ભાવે પણ પૂછે નહીં. પોતાની આન-શાનની ખાતર પણ થોડું કાંઈક માન જરૂરી છે. અજ્ઞાની એમ સમજે છે કે અનુશાસન-પ્રશાસન અને માન-સન્માન ક્રોધ-માન દ્વારા સિદ્ધ થાય છે, જયારે ક્રોધ-માન સાથે એને દૂરનો પણ સંબંધ નથી. - એક વૃદ્ધ હતા. એમને ખાંસી આવ્યા કરતી હતી. એમને સલાહ આપવામાં આવી કે ખાંસીને ઈલાજ કરાવી લ્યો, કેમકે કહેવત છે કે “લડાઈનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી. તે કહેવા લાગ્યા– ભાઈ ! ભર્યા ઘરમાં આટલી ખાંસી તો જોઈએ. શા માટે? એમ પૂછતાં કહેવા લાગ્યા – અરે, તમે સમજતા તો છો નહીં. વહુ-દીકરીઓવાળુંમોટું ઘર છે. ઘરમાં ખાંસી-ખોખારા કરો તો બધા સાવધાન થઈ જાય છે, એમાં એમની અને મારી–બન્નેની ઈજ્જત સચવાઈ રહે છે. ' જયારે એમને કહેવામાં આવ્યું કે ખાંસીનો તો ઈલાજ કરાવી લો, વહુ-દીકરીઓ માટે નકલી ખાંસી ખાધા કરજો. તો બગડીને બોલ્યા-નકલી
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy