________________
૩૬
- ' ધર્મનાં દશ લક્ષણ) ખાંસી શા માટે ખાઉં, જયારે અસલી જ છે તો હું નકલી કામ કરતો નથી. નકલી તો તેઓ કરે જેને અસલી ન હોય.
આવશ્યકતાવશ ખાંસવું–ખોખારવું જુદી વાત છે ને ખાંસીને જ ઉપયોગી અને ઉપાદેય માનવી એ જુદી વાત છે. જેણે ખાંસીને જ ઉપયોગી અને ઉપાદેય માની લીધી છે તેને કાળાંતરે નિઃશંકપણે જરૂરથી ક્ષય થનાર છે. આ જ પ્રમાણે માનાદિની ચાહ અથવા માનાદિનું આંશિકરૂપે હોવું જે જુદી વાત છે પણ એને ઉપયોગી અને ઉપાદેય માનવાં એ જુદી વાત છે. ઉપાદેય માનનારને ધર્મ પ્રગટ થવો પણ સંભવિત નથી.'
માનાદિ કષાયો ભૂમિકાનુસાર ક્રમશઃ છૂટે છે, પરંતુ એમા ઉપાદેયબુદ્ધિ એકીસાથે જ છૂટી જાય છે. એમાં ઉપાદેયબુદ્ધિ છૂટયા વિના ધર્મનો પ્રારંભ જ થતો નથી.
તો શું અંતે એ જ સાર નીકળ્યો કે ક્રોધ-માનાદિ કષાયો નહીં કરવા - જોઈએ, એને છોડી દેવા જોઈએ? . - ના, પહેલાં કહ્યું હતું ને કે ક્રોધ-માન છોડયાં જતાં નથી, છૂટી જાય છે. ઘણા લોકો મને કહે છે કે – આપ બીમાર ખૂબ પડો છો, જરા ઓછા પડો ને. હું પૂછું છું કે શું હું સમજી-વિચારીને બીમાર પડું છું કે – જરા ઓછો બીમાર પડું, વધારે નહીં. અરે ભાઈ! જો મારું ચાલે તો હું બીમાર પડું જ નહીં.
આ જ પ્રમાણે શું કોઈ ક્રોધ-માનાદિ કષાય સમજી વિચારીને કરે છે? અરે ! ચાલે તો એ કષાય કરે જ નહીં. કેમકે પ્રત્યેક સમજદાર પ્રાણી કષાયોને બુરા સમજે છે અને હું કષાય કરું જ નહીં એમ પણ ઈચ્છે છે. પણ એના ઈચ્છવાથી શું થાય? ક્રોધ-માનાદિ કષાયો થઈ જ જાય છે, એટલું જ નહીં એ નિરંતર થયા જ કરે છે. કોઈ વાર થોડા, કોઈ વાર વધારે કોઈ વાર મંદ, કોઈ વાર તીવ્ર. અનાદિકાળથી એક પણ અજ્ઞાની જીવ આજ પર્યત કષાય કર્યા વિના એક સમય પણ રહ્યો નથી. જો એક વાર પણ, એક સમય માટે પણ કષાય ભાવનો સંપૂર્ણ અભાવ થઈ જાય તો પછી કષાય થઈ જ ન શકે.
હવે આ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે – માન ઉત્પન્ન કેમ થાય છે અને તે માટે કેવી રીતે? એની ઉત્પત્તિનું મૂળ કારણ શું છે અને એનો અભાવ કેવી રીતે કરવો?