________________
ઉત્તમમાર્દવ)
૩૭ જયાં લગી આ આત્મા પર પદાર્થોને પોતાના માનતો રહેશે ત્યાં લગી અનન્તાનુબંધી માંનની ઉત્પત્તિ થયા જ કરશે. અહીં ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે પર પદાર્થની ઉપસ્થિતિમાત્ર માનનું કારણ નથી. તિજોરીમાં લાખો રૂપિયા પડયા રહે છે, પરંતુ તિજોરીને માન નથી થતું, એની સંભાળ રાખનાર મુનીમને પણ માન નથી થતું, પરંતુ એનાથી દૂર બેઠેલા શેઠને થાય છે, કેમ કે શેઠ એને પોતાના માને છે. - શેઠ પોતાને કાપડની મીલનો માલિક સમજે છે, કાપડની મીલ છૂટવાથી માન નહીં છૂટે; કારણ કે રાષ્ટ્રીકરણ થઈ જતાં મીલ તો છૂટી જશે. પરંતુ શેઠને માનની જગ્યાએ દીનતા ઉત્પન થશે. હમણાં લગી પોતાને મીલનો માલિક સમજીને માન કરતો હતો, હવે એના અભાવે પોતાને દીન અનુભવવા લાગશે.
મીલ છૂટવાથી તો નહીં, પરંતુ છોડવાથી તો માન છૂટી જશે?
ત્યારે પણ નહીં, કેમકે, છોડવાથી છોડવા સંબંધી માન થશે, માન છોડવા માટે તેને પોતાની માનવાનું છોડવું પડશે. માનનો આધાર “પર”, નથી, પરને પોતાનું માનવું એ છે.
જે પરને પોતાનું માને એને મુખ્યપણે માન ઉત્પન્ન થાય છે, તેથી માન. છોડવા માટે પરને પોતાનું માનવાનું છોડવું પડશે, પરને પોતાનું માનવાનું છોડવાનો અર્થ આ છે કે–નિજને નિજ અને પરને પર જાણવું જોઈશે, બંનેને ભિન્ન-ભિન્ન સ્વતંત્ર સત્તાશીલ પદાર્થ માનવા એ જ પરને પોતાના માનવાનું છોડવું છે, મમત્વબુદ્ધિ છોડવાની છે. ' , પંરમાંથી મમત્વબુદ્ધિ છોડવાની છે, અને રાગાદિ ભાવોમાં ઉપાદેયબુદ્ધિ છોડવાની છે. એ છૂટી જતાં મુખ્યપણે માન ઉત્પન્ન જ નહીં થાય, વિશેષ કરીને અનંતાનુબંધી માન તો ઉત્પન્ન જ થશે નહીં. ચારિત્ર-દોષ અને કમજોરીને કારણે અપ્રત્યાખ્યાનાદિ માન થોડા સમય સુધી રહેશે, પરંતુ એ પણ આ જ્ઞાન-શ્રદ્ધાનના બળે ઉત્પન્ન થતી આત્મલીનતા વડે ક્રમશઃ ક્ષીણ થતા જશે અને એક સમય એવો આવશે કે માર્દવ સ્વભાવી આત્મા પર્યાયમાં પણ પૂર્ણ માર્દવ ધર્મ–ચુકત થઈ જશે, માનાદિનો અંશ પણ રહેશે નહીં. . આવો સમય બધાને શીધ્રાતિશીધ્ર પ્રાપ્ત થાઓ એવી પવિત્ર ભાવના સાથે માર્દવ–ધર્મની ચર્ચાથી વિરામ લઉ છું.