________________
૩૪
' ધર્મનાં દશ લક્ષણ) લોકોએ એના પણ બે ભેદ પાડ્યા છે – સન્માન સન્માન અને અસતુ+માન...અસન્માન. જો માન પણ સત્ (ભલું) હોય તો પછી અસંતુ શું હશે?
લોકો કહે છે કે સન્માન તો બીજાઓએ આપ્યું છે, તેનાથી અમે માની કેવી રીતે થઈ ગયા? પરંતુ ભાઈ! લીધું તો તમે જ છે. આચાર્યોએ ચારેય ગતિમાં કષાયોની મુખ્યતા દર્શાવતા મનુષ્ય ગતિમાં માનની મુખ્યતા દર્શાવી છે. માનવી બધું જ છોડી શકે છે – ઘરબાર, સ્ત્રી-પુત્રાદિ એટલે સુધી કે શરીરના વસ્ત્ર પહ, પરંતુ માન છોડવું મહા કઠણ છે. આપ કહેશો કેવી વાત કરો છો? પદની મર્યાદા તો રાખવી જ પડે છે. પરંતુ ભાઈ! એ વાત કેમ ભૂલી જાઓ છો કે સઘળાં પદોનો ત્યાગનું નામ સાધુ પદ છે.
રાવણ માનના કારણે જ નરક ગયો. જો કે તે સીતાજીને અપહરણ કરી લઈ ગયો હતો, તોપણ તેણે તેણીને હાથ પણ અડાડયો ન હતો. છેવટે તો તેણે સીતાજીને સન્માન સહિત રામને પાછી મોકલી આપવાનો પણ નિશ્ચિય કરી લીધો હતો, પરંતુ તેણે વિચાર્યું કે રામ સાથે લડાઈ કરી જીત્યા વિના પાછી આપવાથી માનભંગ થઈ જશે. દુનિયા કહેશે કે ડરીને સીતા પાછી આપી દીધી. તેથી તેણે સંકલ્પ કર્યો કે પહેલાં રામને જીતીશ, પછી સીતાને સન્માન સહિત પાછી આપી દઈશ.
જુઓ! સીતાને પાછી દેવાનો સ્વીકાર છે, પરંતુ જીતીને હારીને નહીં. સવાલ સીતાનો ન હોતો; મૂછનો હતો, માનનો હતો. મૂછની ખાતર સેંકડો ઘર બરબાદ થતાં સહજ જ જોવામાં આવે છે. મનુષ્યગતિમાં મોટા ભાગના ઝગડા માનની ખાતર જ થતા હોય છે. ન્યાયાલયોની આજુ-બાજુ મૂછો પર તાવ દેતા લોકો સર્વત્ર જોવામાં આવતા હોય છે. '
અહીં એક સવાલ સહેજે થઈ શકે, કે આપ કેવી વાત કરો છો? માન-સન્માનની ચાહના તો જ્ઞાનીને પણ હોઈ શકે છે, હોય પણ છે. જોઈએ તો પુરાણોમાં પણ એવાં અનેક ઉદાહરણો મળી આવશે.
હા! હા! કેમ નહીં? અવશ્ય મળી આવશે. પરંતુ માનની ચાહના જુદી વાત છે અને માનાદિ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ–એ જુદી વાત છે. માનાદિ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ-એ મિથ્યાત્વ ભાવ છે. તેના સર્ભાવમાં તો ઉત્તમ–માર્દવવાદિ ધર્મ પ્રગટ જ ન થઈ શકે. માનની ચાહના અને માન કષાયની ઉપસ્થિતિમાં આંશિકરૂપે માર્દવાદિ ધર્મ પ્રગટ થઈ શકે છે, કેમકે