________________
૪૨
ધર્મનાં દશ લક્ષણ) કહેવાશે? ના, કદીય નહીં. પરંતુ એક જ વિક્રેતા હોવાથી વિરૂપતા જણાઈ આવશે નહીં. એકમાં વિરૂપતા જ કેવી? વિરૂપતા તો અનેકમાં જ સંભવિત છે. આ પ્રમાણે એકેન્દ્રિયાદિ જીવોમાં વાણી અને કાયાનો અભાવ હોવાથી વિરૂપતા તો સંભવિત નથી. તો પછી એમનામાં-મન-વચન-કાયની વિરૂપતા છે પરિભાષા જેની–એવા માયાકષાયની ઉપસ્થિતિ કેવી રીતે માનવામાં આવે? માયાકષાયના અભાવે એમને આર્જવધર્મ માનવો જોઈએ જે અસંભવિત છે, કેમકે શાસ્ત્રોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે એકેન્દ્રિયને તો શું, એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને ચારેય કષાયો હોય છે, ભલે એ પ્રગટરૂપે ન દેખાય.
બીજાં મન-વચન-કાયની એકરૂપતા ઊલટી પણ હોઈ શકે છે.. જેમકે ત્રણેય વિક્રેતા આઠ રૂપિયે મીટરમાં કપડાનો ભાવ વીસ રૂપિયે મીટર બતાવે તો શું તેઓ સાચા બની જશે? નહીં, કદીય નહી; જયારે એ ત્રણેયના બોલવામાં એકરૂપતા જોવા મળશે, કેમકે બુદ્ધિપૂર્વક પૂર્વનિયોજીત બેઈમાનીમાં પણ એકરૂપતા સહજ જ જોવા મળે છે. ..
એ જ પ્રમાણે જેમ કોઈના મનમાં ખોટો ભાવ આવ્યો, તેણે એને વાણીમાં પણ વ્યકત કર્યો અને કાયાથી એવું કાર્ય પણ કરી નાખ્યું, તો શું તેને આર્જવધર્મ પ્રગટ થઈ જાય ખરો? તો તો પછી આર્જવધર્મ પ્રાપ્ત કરવા માટે મનમાં આવેલો પ્રત્યેક દુર્ભાવ વાણીમાં પ્રગટ કરવો અને એને ક્રિયાત્મકરૂપ દેવું એ અનિવાર્ય બની જશે, જે કોઈપણ હાલતમાં ઈષ્ટ ગણી શકાય નહીં.
મનમેં હોય તો વચન ઉચરિયે' ના સંદર્ભમાં એક વાત આ પણ વિચારણીય છે કે – શું આર્જવધર્મ માટે બોલવું જરૂરી છે? શું બોલ્યા વિના આર્જવ ધર્મની સત્તા સંભવિત નથી? જે ભાવલિંગી સંતો મૌનવ્રતધારી છે તેમને શું આર્જવધર્મ નથી? બાહુબલી દીક્ષા લીધા પછી એક વર્ષ પર્યત ધ્યાનસ્થ રહ્યા, કાંઈ બોલ્યા જ નહીંતો એમને આર્જવધર્મ ન હતો? હતો, અવશ્ય હતો. તો પછી આર્જવ ધર્મ પ્રગટ થવા માટે બોલવું જરૂરી ન રહ્યું.
જેવું મનમાં હોય એવું જ બોલી દઈશું તો શું આર્જવધર્મ થઈ જાય? નહીં, કેમકે આ રીતે તો વિકૃત–મન અને વિકૃત–વચનવાળી અદ્ધવિક્ષિપ્ત વ્યકિત આર્જવધર્મનો સ્વામી બની જાય, કેમકે એના મનમાં