________________
૪૧
ઉત્તમઆર્જવ) છે. તથા મનમાં જુદુ, વચનમાં જુદું અને કરે કાંઈ જુદુ એ માયા છે – એમ કહેવામાં આવે છે. મનવચન-કાયની આ વિરૂપતાને જ વક્રતા, કુટિલતા ઈત્યાદિ. નામોથી અભિહિત કરવામાં આવે છે.
પરંતુ આ સઘળું સ્થૂળ કથન છે. સૂક્ષ્મતાથી વિચાર કરતાં આ સંદર્ભમાં ઘણા પ્રશ્ન ઉદ્ભવે છે.
આજર્વધર્મ અને માયાકષાયની ઉપર્યુકત પરિભાષાઓ સ્વીકારવામાં આવતાં આર્જવધર્મ અને માયાકષાયની ઉપસ્થિતિ મન–વચન-કાયવાળા જીવોને ન માનવી પડે, કેમકે મનવચન-કાયની એકરૂપતા અથવા વિરૂપતા મન-વચન-કાયવાળાઓને જ સંભવિત છે; જેમને મન-વચન-કાય જ નથી એમને નહીં. મન-વચન-કાયના અભાવે એમનામાં એકરૂપતા અથવા વિરૂપતાનો સવાલ જ પેદા થતો નથી.
સિદ્ધોને મનવચન-કાયનો અભાવ છે, તેથી ઉપર્યુકત પરિભાષા અનુસાર એમને આર્જવધર્મ સંભવિત નથી; વાસ્તવમાં એમને આર્જવધર્મ હોય છે. એમનામાં આર્જવધર્મની સત્તા શાસ્ત્રસંમત તો છે જ, યુકિતસંગત, પણ છે. ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ આદિ આત્માના ધર્મો છે અને એ આત્માની સ્વભાવ-પર્યાયો પણ છે. એમનું–સંપૂર્ણ ધર્મો અને સંપૂર્ણ સ્વભાવ-પર્યાયો થી યુકત સિદ્ધ જીવોમાં હોવું અવયંભાવી છે; કેમકે સંપૂર્ણ શુદ્ધતાનું નામ જ સિદ્ધ પર્યાય છે.'
આ જ પ્રમાણે જેમને મન અને વાણી નથી એવા એકેન્દ્રિયાદિ જીવોને માયાકષાય માનવાનું સંભવિત બનશે નહી; કેમકે જેમને એકલી કાયા જ છે, મન અને વચન છે જ નહીં, એમને મનવચન-કાયની વિરૂપતા એટલે કે મનમાં કાંઈ વચનમાં કાંઈ અને કરે કાંઈ–એવી વાત કેવી રીતે ઘટિત થાય?
એક દુકાન પર ત્રણ વિક્રેતા છે. એ બધાને અલગ-અલગ કોઈ કપડાનો ભાવ પૂછવામાં આવ્યો તો એકે આઠ રૂપિયે મીટર, બીજાએ દશ રૂપિયા મીટર અને ત્રીજાએ બાર રૂપિયે મીટર બતાવ્યો; જયારે ખરેખર એ છે આઠ રૂપિયે મીટરનું જ. આ સ્થિતિમાં ત્રણેયની વાતોમાં વિરૂપતા હોવાથી તેઓ અપ્રામાણિક કહેવાશે. આપ કહેશો કેવી લૂંટ ચલાવવામાંડી છે, જેટલા આદમી એટલા ભાવ! પરંતુ જો એક જ વિક્રેતા હોય અને તે આંઠ રૂપિયે મીટરના કપડાને બાર રૂપિયે મીટર બતાવે તો શું તે પ્રામાણિક