________________
૪૩
ઉત્તમઆર્જવ) જે આવે તે તરત જ બકી નાખે છે.
જે પ્રમાણે બોલવાના સંબંધમાં અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે તે પ્રમાણે કરવાના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ.
આર્જવધર્મ અને માયાકષાય એ બન્ને ય જીવનો ભાવ છે અને મન-વચન-કાય એ પુદ્ગલની અવસ્થાઓ છે. જીવ અને પુલ બને ભિન્ન-ભિન્નદ્રવ્યો છે અને એમની પરિણતિ પણ ભિન્ન-ભિન્ન છે. આર્જવધર્મ આત્માનો સ્વભાવ અને સ્વભાવ-ભાવ છે તથા માયા–કષાય આત્માનો વિભાવ ભાવ છે. સ્વભાવ અને સ્વભાવ-ભાવ હોવામાં તો પરની આવશ્યકતાનો સવાલ જ ઉદ્ભવતો નથી; વિભાવ–ભાવમાં પણ પર નિમિત્ત માત્ર જ હોય છે. નિમિત્ત પણ કર્મોદય તથા અન્ય બાહ્ય પદાર્થો હોય પણ મન-વચન-કાય નહીં. તેથી મન-વચન-કાયા વડે આર્જવધર્મ અને માયા-કષાય ઉત્પન્ન થવાનો સવાલ જ પેદા થતો નથી.
યદ્યપિ એ સત્ય છે કે આર્જવધર્મ માટે મન-વચન-કાયની આવશ્યકતા નથી, કેમકે મન–વચન-કાયરહિત સિદ્ધોમાં એ વિદ્યમાન છે. એ જ પ્રમાણે માયાકષાયની ઉપસ્થિતિ માટે પણ ત્રણેયની અનિવાર્ય ઉપસ્થિતિ આવશ્યક નથી. કેમકે એકેન્દ્રિયને એકલી કાયા છે તોપણ એને માયા. હોય છે. પહેલાં આ સિદ્ધ કરવામાં આવેલું છે; તથાપિ સમજવા-સમજાવવા માટે એમની ઉપયોગિતા છે, કેમકે એમના વિના આપણી પાસે માયાકષાય અને આર્જવધર્મ સમજવા–સમજાવા માટે અન્ય સાધન નથી. આ જ કારણને લીધે એ મનવચન-કાયના માધ્યમ દ્વારા સમજવામાં–સમજાવવામાં આવે છે.
બીજી વાત એ પણ છે કે સમજનાર અને સમજાવનાર બને ય મનવચન-કાય સહિત છે અને સમજવા-સમજાવવાનું માધ્યમ પણ મનવચન-કાય છે. જેમને આનો (ત્રણેયનો) અભાવ છે એવા સિદ્ધ ભગવાન કદી કોઈને સમજાવતા નથી અને જેમને આ ત્રણમાંથી એકનો પણ અભાવ છે એવા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સંસારી જીવો સમજતા નથી. વિશેષ કરીને મનુષ્ય–જાતિમાં જ આની ચર્ચા ચાલતી હોય છે તથા મનુષ્યનો માયાચાર પ્રાયઃ મન-વચન-કાયની વિરૂપતામાં તથા આર્જવધર્મ એમની એકરૂપતામાં પ્રગટ થતો જોવામાં આવે છે. * તેથી આર્જવધર્મ અને માયાકષાયને મન-વચન-કાયના માધ્યમ