________________
વાસંયમ) પ્રમાણે સુખ પણ અમૂર્ત–મૂર્ત અને ઈન્દ્રિય અતીન્દ્રિય હોય છે. એમાં ઈયિશાન અને ઈદ્રિયસુખ હેય છે. અને અતીન્દ્રિયજ્ઞાન તથા અતીન્દ્રિયસુખ ઉપાદેય છે:
પ્રવચનસારની પંચાવનમી ગાથાની ઉત્થાનિકામાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે કે – ' · अथेन्द्रियसौख्यसाधनीभूतमिन्द्रियज्ञानं हेयं प्रणिन्दति।
હવે ઈજિયસુખના સાધનભૂત ઈન્દ્રિયજ્ઞાન હેય છે – આ પ્રમાણે એની નિંદા કરે છે.
ઈન્દ્રિયજ્ઞાનથી છૂટવાની વાત તો વહુ દૂર, આજે આપણે ઈદ્રિયોના વિષયોને (ભોગોને) પણ છોડવામાં નહીં, જોડવામાં ઉદ્યમશીલ રહીએ છીએ. પેટના નામે પેટી ભરી રહ્યા છીએ. આપણા તો એ ચોપગાં પણ સારાં કે જેમની તૃષ્ણા પેટ પૂરતી જ મર્યાદિત છે. પેટ ભરાઈ ગયા પછી તેઓ કલાક—બે કલાક તો ખાવા-પીવામાં નિવૃત્ત થઈ જાય છે; પરંતુ પ્રાણી જગતનો આ બુદ્ધિમાન બેપગો સભ્ય માનવ ક્ષણભર પણ વિરામ લેતો નથી.
જો કે અન્ય પ્રાણીઓની સરખામણીમાં એનું પેટ ખૂબ નાનું છે, પરંતુ તે કદી ભરાતું જ નથી. કદાંચિત્ પેટ ભરાઈ જાય તો મન ભરાતું નથી. કહે છે કે પેટ માટે બધું કરવું પડે છે, પરંતુ આ બધા બહાનાં છે. પેટ ભરાઈ જતાં પણ એનું માં બંધ થતું નથી, ચાલુ જ રહે છે. જયાં લગી પેટમાં સમાય ત્યાં લગી એવો ખોરાક ખાય છે કે જે પેટમાં જાય; પણ જયારે પેટ ભરાઈ જાય છે તો પાન-સોપારી-ઈલાયચી ઈત્યાદિ એવા પદાર્થો ખાવા લાગે છે કે જેથી રસના–ઈન્દ્રિયની તૃપ્તિ તો થાય, પણ પેટ ભારે ન લાગે. કેટલાક લોકો તો એવા મળશે કે જેઓ ચોવીસેય કલાક મોમાં કાંઈક ને કંઈક નાખ્યા જ કરતા હોય, સૂતી વખતે પણ દાઢની નીચે પાન દાબીને સૂવે.
ભરપેટ સુસ્વાદું ભોજન કરી લીધા પછી પણ કોણ જાણે કેમ એમને ઘાસ-પાન ખાવાની ઈચ્છા થાય છે ? લાગે છે કે એવા લોકો તિર્યચ-યોનિમાંથી આવ્યા છે, તેથી ધાસ ખાવાનો અભ્યાસ છે જે છૂટ્યો નથી; અથવા તિર્યંચગતિમાં જવાની તૈયારી છે એ કારણે અભ્યાસ છોડવા ઈચ્છતા નથી. કેમકે ઘાસ ખાવાનો અને તે પણ ચોવીસેય કલાક ખાવાનો અભ્યાસ છૂટી જાય તો પછી શું થાય? અથવા એમ પણ લાગે છે કે