________________
૮s
ધર્મનાં દશ લક્ષણ) આપ એમ પણ કહી શકો કે ઈન્દ્રિયો તો આપણા આનંદ અને જ્ઞાનમાં સહાયક છે. એ તો આપણને પંચેન્દ્રિયોના ભોગોનો આનંદ લેવામાં સહાયક કરે છે, પદાર્થોને જાણવામાં પણ સહાયતા કરે છે. સહાયકોને શત્રુ કેમ કહ્યો છો? સહાયક તો મિત્ર હોય છે, શત્રુ નહીં.
પરંતુ આપ એ કેમ ભૂલી જાઓ છો કે જ્ઞાન અને આનંદ તો આત્માનો સ્વભાવ છે, સ્વભાવમાં પરની અપેક્ષા નથી હોતી. અતીન્દ્રિયઆનંદ અને અતીન્દ્રિયજ્ઞાનને કોઈ પર' ની સહાયતાની આવશ્યકતા નથી.
યદ્યપિ ઈન્દ્રિયસુખ અને ઈન્દ્રિયજ્ઞાનમાં ઈદ્રિયો નિમિત્ત હોય છે, તથાપિ ઈન્દ્રિયસુખ એ સુખ છે જ નહીં. તે સુખાભાસ છે, સુખ જેવું લાગે છે; પરંતુ વસ્તુતઃ સુખ નથી, દુઃખ જ છે, પાપબંધનું કારણ હોવાથી આગામી દુઃખનું પણ કારણ છે. એ જ પ્રમાણે ઈન્દ્રિયો રૂ૫–રસ–ગંધ –સ્પર્શ અને શબ્દની ગ્રાહક હોવાથી માત્ર જડને જાણવામાં જ નિમિત્ત છે, આત્માને જાણવામાં તે સાક્ષાત્ નિમિત્ત પણ નથી.
વિષયોમાં ફસાવવામાં નિમિત્ત હોવાથી ઈન્દ્રિયો સંયમકી બાધક જ છે, સાધક નહી.
પંચેન્દ્રિયોને જીતવાના પ્રસંગમાં પણ સામાન્ય માનવીઓનું ધ્યાન ઈદ્રિયોના ભોગપક્ષ પ્રતિ જ જાય છે, જ્ઞાન–પક્ષ પ્રતિ કોઈ ધ્યાન જ દેતું નથી. ઈદ્રિયસુખ તજવાની વાત તો સૌ કોઈ કરે છે; પરંતુ ઈદ્રિયજ્ઞાન પણ હેય છે, આત્મહિત માટે અર્થાત્ અતીન્દ્રિયસુખ અને અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિ માટે ઈદ્રિયજ્ઞાનની પણ ઉપેક્ષા આવશ્યક છે એ વાત બહુ થોડા લોકો જાણે છે.
જો ઈદ્રિયસુખ ભોગવતાં-ભોગવતાં અતિક્રિયસુખ પ્રાપ્ત કરી શકાતું નથી તો ઈદ્રિયજ્ઞાન દ્વારા અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ? આત્માના અનુભવ માટે જેમ ઈદ્રિયસુખ ત્યાજયે છે તેમ અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિ માટે ઈદ્રિયજ્ઞાનથી પણ ઉપેક્ષિત–ઉદાસીન રહેવું પડશે.
પ્રવચનસારમાં આચાર્ય કુંદકુંદ લખે છે કે:अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदिय च अत्थेसु। णाणं च तहा सोक्खं जं तेसु परं च तं णेयं ।।५३।। જે પ્રમાણે જ્ઞાન મૂર્ત—અમૂર્ત અને ઈદ્રિય–અતીન્દ્રિય હોય છે તે જ