________________
ઉત્તમસંયમ) જીવોની રક્ષાનો ભાવ કરીને બધા જીવોએ પુણ્યબંધ તો અનેક વાર કર્યો; પરંતુ પરલક્ય વડે નિરંતર પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણોનો જે ઘાત ગઈ રહ્યો છે એના પ્રત્યે એમનું ધ્યાન જ જતું નથી. મિથ્યાત્વ અને કષાયભાવોથી આ જીવ નિરંતર આપઘાત કરી રહ્યો છે. આ મહાહિંસાની એને ખબર જ નથી. - હિંસાની પરિભાષામાં જ “
પ્રયોગ" શબ્દ પડયો છે. એનું તાત્પર્ય જ એ છે કે પ્રમાદ અર્થાત કષાયના યોગથી પોતાના અને પરના પ્રાણોનું વ્યપરોપણ એ હિંસા છે. આને જ આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીએ ‘હિંસામા પ્રમાદ–પરિણતિ મૂળ છે” એમ કહ્યું છે. જયાં લગી પ્રમાદ–પરિણતિ છે ત્યાં લગી હિંસા અવશ્ય છે, ભલે પછી પર પ્રાણોનો ઘાત થાઓ વા ન થાઓ. આ સંદર્ભમાં વિશેષ જાણવા માટે લેખકનો “અહિંસા સંબંધી લેખ જોવો જોઈએ. અહીં તેનું વિસ્તૃત વિવેચન શકય નથી.
જયારે આપણે ઈદ્રિયસંયમના સંબંધમાં વિચાર કરીએ છીએ તો જોઈએ છીએ કે આખુંય વિશ્ચ ઈદ્રિયોનું ગુલામ થઈ રહ્યુ છે. જો કે બધા જ આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે. તોપણ વર્તમાનમાં આપણું જ્ઞાન પણ ઈદ્રિયોની કેદમાં છે, અને આનંદ પણ ઈદ્રિયાધીન થઈ રહેલ છે. સવારથી સાંજ સુધી આપણાં સઘળાં કાર્યો ઈદ્રિયોના માધ્યમ દ્વારા જ સંપન્ન થાય છે. આપણે જે આનંદ મેળવીએ છીએ તે ઈદ્રિયોના માધ્યમ દ્વારા અને કાંઈ જાણીએ છીએ તો તે પણ ઈદ્રિયોના માધ્યમ દ્વારા જ. આ છે આપણી ઈદ્રિયાધીનતા, પરાધીનતા. આપણું જ્ઞાન પણ ઈદ્રિયાધીન અને આનંદ પણ ઈઢિયાધીન.
( જ્ઞાન અને આનંદને ઈદ્રિયોની પરાધીનતામાંથી મુકત કરાવવાં ખૂબ જરૂરી છે. તે માટે આપણે ઈદ્રિયોને જીતવી પડશે. જિતેન્દ્રિય થવું પડશે.
અહીં એક પ્રશ્ન સંભવિત છે કે ઈદ્રિયો શું આપણી શત્રુ છે કે એને જીતવી જોઈએ? જીતવાનો તો શત્રુને હોય?
હા! હા!! તે આપણી શત્રુ છે, કેમકે તેમણે આપણા જ્ઞાનાનંદ–નિધિ પર અનધિકાર કબજો જમાવી રાખો છે.
૧. પ્રમત્તયોતિ પ્રાવ્યપરોપમાં હિંસા | તત્વાર્થ સૂત્ર, અધ્યાય ૭, સૂત્ર ૧૩. ૨. તીર્થકર ભગવાન મહાવીર અને અમેનું સર્વોદય તીર્થ, પાનું ૧૮૫.