________________
૮૮
ધર્મનાં દશ લક્ષણ) નરકગતિમાંથી આવ્યા હોય ત્યાં સાગરો પર્યત ભોજન મળ્યું ન હતું, હવે મળ્યું છે તો એના પર તૂટી પડયા છે, અથવા તો ફરીથી નરકમાં જવાની તૈયારી હોય. વિચારે છે કે જેટલા દિવસો છીએ ખાઈ લઈએ, પછી કોણ જાણે મળશે કે નહિ?
જે હોય તે, પરંતુ આવા લોકો પેટ ભરવાના નામે પંચેન્દ્રિયોના વિષયોને જ ભોગવવામાં લાગ્યા રહે છે.
હું પૂછું છું કે તરસ્યા જનને માત્ર પાણીની જરૂરિયાત છે કે ઠંડા-મીઠા-રંગીન પાણીની? પેટને તો પાણીની જ જરૂરિયાત છે, પછી તે ગરમ હોય કે ઠંડ, પરંતુ સ્પર્શનઈન્દ્રિયને જોઈએ છે ઠંડું પાણી, રસના-ઈન્દ્રિયને જોઈએ એ મીઠું પાણી, ધાણ કહે છે સુગંધીદાર હોવું જોઈએ, પછી આંખને લાગે છે રંગીન હોય તો સારું રહે. :
એરકન્ડીશન હોટલમાં બેસીને રેડિઓનું ગીત સાંભળતાં સાંભળતા જયારે આપણે ઠંડું–મીઠું–સુગંધિત–રંગીન પાણી પીએ છીએ તો એક પ્યાલાનો એક રૂપિયો ચૂકવવો પડે છે. આ એક રૂપિયો શું તરસ્યા પેટની આવશ્યકતા હતી? પેટની તરસ તો મફતમાં એક પ્યાલા પાણીથી મટી શકતી હતી. એક રૂપિયો પેટની તરસ મટાડવામાં નહીં, ઈન્દ્રિયોની તરસ મટાડવામાં ગયો છે.
ઈન્દ્રિયોના ગુલામોને ને દિવસનો વિચાર છે ન રાતનો, ન ભણ્યનો વિચાર છે ન અભક્ષ્યનો. એમને તો જયારે મળી જાય ત્યારે ખાવા-પીવા–ભોગવવા તૈયાર. બસ, એમની તો એક જ માગણી છે કે ઈન્દ્રિયોને અનુકૂળ લાગવું જોઈએ; પછી તે પદાર્થ ભલે હિંસાથી ઉત્પન્ન થયો હોય, ભલે તે મલિન જં હોય, આનો એને કોઈ વિચાર–વિવેક હોતો નથી.
જેને ભોજનમાં લેવાથી અનંત જીવરાશિનો પણ વિનાશ થતો હોય એવા પદાર્થોના સેવનમાં પણ એમને કોઈ પરહેજ નથી, બલ્ક એનું સેવન નહીં કરનારાઓની હાંસી ઉડાવવામાં જ એમને રસ પડે છે. તેઓ પોતાના અસંયમની પુષ્ટિમાં અનેક પ્રકારના કુતર્કો કરતા રહે છે.
એક સભામાં આવા જ એક ભાઈ મને કહેવા લાગ્યા “અમે સાંભળ્યું છે કે બટાટા આદિ કંદમૂળમાં અનંત જીવ હોય છે?”