________________
ઉત્તમસંયમ)
૮૯
જયારે મેં કહ્યું —“હોય તો છે.’’ તો કહેવા લાગ્યા “એમનું આયુષ્ય કેટલું હોય છે ?”
“‘એક શ્વાસના અઢારમાં ભાગ જેટલુ’ આ ઉત્તર સાંભળીને તે બોલ્યા – જયારે એમનું આયુષ્ય જ એટલું અલ્પ છે તો એ તો પોતાના આયુષ્યની સમાપ્તિ થતાં જ મરતા હશે, અમારા ખાવાથી તો મરતા નથી. તો પછી એ ખાવામાં શું દોષ છે ?’’
-
મેં કહ્યું – “ભાઈ ! જરા વિચાર તો કરો ! ભલે એ પોતાના આયુષ્યની સમાપ્તિ થવાના કારણે મરતા હોય, પરંતુ મરે છે તો તમારા મોંમાં; અને જન્મ પણ ત્યાં જ લે છે. થોડા સ્વાદને માટે અનંત જીવોનું મડદાઘર અને પ્રસુતિઘર તમારા મોંને અને પેટને શા માટે બનાવો છો ?
કદાચિત્ કોઈ તમારા ઘરને પ્રસૂતિગૃહ બનાવવા ઈચ્છે વા કબ્રસ્તાન બનાવવા ઈચ્છે તો શું સહજ સ્વીકારી લેશો ?’’
“ના.”
“તો પછી પેટને અને મોંને શા માટે બનાવો છો ?’’
તો એ કહેવા લાગ્યા “અમે એકને મારતા તો નથી, તે સ્વયં મરી
જાય છે.”
-
ત્યારે પ્રેમથી સમજાવતાં મેં કહ્યું આપના ધરમાં કોઈને મારીને તો નહીં બાળીએ, પોતાના મોતે મરે તેમને જ બાળીશું, તથા અવૈધ (ગેરકાયદે—જન્મેલા) બાળકોને નહીં પણ વૈધ (કાયદેસાર–જન્મેલા) બાળ કોને જન્મ આપવાવાળી પ્રસૂતાઓને જ રાખીશું. ત્યારે તો આપને કોઈ વાંધો નહીં હોય ?
-
જો હોય તો પછી સ્વયં મૃત અને જન્મ લેવાવાળા જીવોનું મરણસ્થાન અને જન્મસ્થાન પોતાના મોંને શા માટે બનાવવા ઈચ્છો છો ?
ભાઈ ! રાગની તીવ્રતા અને અધિકતા એ જ મહાહિંસા છે, તેથી હિંસામૂલક અને ઇંદ્રિયોની લોલુપતારૂપ એવા અસેયમને છોડી જ દેવા જોઈએ.”
આ વાત સાંભળીને એ ભાઈએ તો અભક્ષ્ય-ભક્ષણ છોડી જ દીધું. બીજા પણ અનેક લોકોએ હિંસામૂલક અને ઈંદ્રિય-નૃદ્ઘતારૂપ