________________
૧૮૦
ધર્મનાં દશ લક્ષણ) મારનારા યુદ્ધવીર હોઈ શકે છે, ધર્મવીર નહીં. ધર્મવીર જ સમાધારક હોઈ શકે છે; યુદ્ધવીર નહીં.
વીરતાના ક્ષેત્રને પણ આપણે સંકુચિત કરી દીધું છે. હવે વિરતા આપણને યુદ્ધોમાં જ દેખાય છે; શાંતિના ક્ષેત્રમાં પણ વીરતા પ્રફુટિત થઈ શકે છે – એ આપણી સમજમાં જ આવતું નથી. આ જ કારણે આપણને “ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ને સ્પષ્ટ કરવા માટે હત્યાનું નિદર્શન આવશ્યક લાગે છે. હત્યા બતાવ્યા વિના વીરતાને પ્રસ્તુત કરવાનું આપણને સંભવિત જ નથી લાગતું.
જે મહાપુરૂષની કલમથી આ મહાવાકય લખાયું હશે એમણે વિચાર પણ નહીં કર્યો હોય કે આની આવી પણ વ્યાખ્યા કરવામાં આવશે. એક . હત્યા પણ ક્ષમાનું અને વીરતાનું પ્રતીક બની જશે.
એક વાત આ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે જે દશધર્મોની આરાધના પછી આ ક્ષમાવાણી મહાપર્વ આવે છે એની ચર્ચા આચાર્ય ઉમાસ્વામીએ મુનિ ધર્મના પ્રસંગમાં કરેલી છે. દશ ધર્મોની આરાધનાનું સમગ્ર ફળ જે ક્ષમાવાણીમાં પ્રગટ થાય છે તે ક્ષમાવાણી કેવી હોય કે કેવી હોવી જોઈએ - એ ગંભીરતાથી વિચારવાની વસ્તુ છે. '
એને મુનિરાજ પાર્શ્વનાથની તે ઉપસર્ગ અવસ્થામાં યથાર્થપણે જોઈ શકાય છે જેમાં કમઠ દ્વારા ઉપસર્ગ અને ધરણેન્દ્ર દ્વારા ઉપસર્ગનું નિવારણ કરવામાં આવી રહ્યાં હતાં અને પાર્શ્વનાથનો બંને પ્રતિ સમભાવ હતો.
કહ્યું પણ છે :कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति। प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः जिनोस्तु नः।। .
અથવા તે મુનિરાજના રૂપમાં ચિત્રિત કરી શકાય છે કે જેઓ ગળામાં મરેલો સાંપ નાખનાર રાજા શ્રેણિક અને એ ઉપસર્ગને દૂર કરનારી