________________
સામાવાણી) .
૧૮૧
'રાણી ચેલનાને એક સરખી રીતે આશીર્વાદ આપે છે.
“ામાનાં વાસ્તવિક પૌરાણિક રૂપો તો આ છે. શું પાર્શ્વનાથની વિરતામાં શંકા કરી શકાય છે? નહીં, કદી પણ નહીં. એ જ પ્રમાણે તે મુનિરાજ પણ શું ઓછા ધીર–વીર હતા જેઓ ઉપસર્ગમાં વિજયી રહ્યા. ઉપસર્ગોમાં પણ સમતા ધારણ કરી રાખવી શું કાયરોનું કામ છે? - “શમાં કાયરોનો ધર્મ કહેવાવા લાગે – એવા ભયથી કદી એવું ન બને કે આપણે એને ક્ષમા જ ન રહેવા દઈએ.
• જે અપરાધ માટે ક્ષમાયાચના કરવામાં આવે એ જ અપરાધ જો આપણે નિરંતર ફરી-ફરી કરતા રહીએ તો પછી એ ક્ષમાયાચનાથી પણ શું લાભ? જે અપરાધ માટે આપણે ક્ષમાયાચના કરી રહ્યા છીએ તે અપરાધ આપણાથી બીજીવાર ન થાય એ માટે જો આપણે પ્રતિજ્ઞાબદ્ધ ન પણ થઈ શકીએ તો સંકલ્પશીલ કે ઓછામાં ઓછા પ્રયત્નશીલ તો આપણે થવું જ જોઈયે, અન્યથા આ.બધું ગજજ્ઞાનવત્ નિષ્ફળ જ બની રહેશે.
ક્ષમાયાચના અને ક્ષમાદાન એ બંનેય વૃત્તિ હૃદયને હળવું કરનારી ઉદાત્ત વૃત્તિ છે, વેરભાવને મટાડી પરમ શાંતિ આપવાવાળી છે. બલ્ક અંતરમાં પ્રગટ શાંતિનું ફળ જ છે. - સૌથી વિશેષ મહત્વપૂર્ણ અને અધિક ધ્યાન દેવા યોગ્ય વાત આ છે કે- આ અજ્ઞાની આત્માને બીજાઓ પાસે તો અનેકવાર ક્ષમાયાચના કરી છે, બીજાઓને અનેક વાર ક્ષમાપ્રદાન પણ કર્યું છે, પરંતુ આજ લગી સ્વયં પોતાથી ન તો ક્ષમાયાચના કરી છે અને સ્વયં પોતાને ન ક્ષમાપ્રદાન કર્યું છે. તેથી અનંત દુઃખી પણ છે. - અહીં આપ કહી શકો છે પોતાની વળી શું ક્ષમા યાચવી અને પોતાને શું ક્ષમા કરવી? પરંતુ ભાઈ સાહેબ! આપ એ કેમ ભૂલી જાઓ છો કે -- શું આપે પ્રત્યે પોતાના ઓછા અપરાધ કર્યા છે? ઓછા અન્યાય કર્યા છે? પોતા પ્રત્યે આપે ઓછો ક્રોધ કર્યું છે? આ ત્રણ લોકના નાથને