________________
૧૮૨
ધર્મનાં દશ લક્ષણ) વિષયોનો ગુલામ અને ઘર-ઘરનો ભિખારી નથી બનાવી દીધો શું? એને અનંત દુઃખ નથી આપ્યાં? શું આજ લગી એની આપે સંભાળ પણ લીધી
- આ છે એ મહા–અપરાધો જે આપે પોતાના આત્મા પ્રત્યે કરેલા છે અને જેની સજા સ્વયં અનંતકાળથી ભોગવી રહ્યા છો. જયાં લગી આપ પોતે પોતાના આત્માની સાર-સંભાળ નહીં લો, એને નહીં જાણો, નહીં ઓળખો, એમાં જ નહીં જામી જાઓ, નહીં રમો, ત્યાં લગી આ અપરાધો અને અશાન્તિથી મુકિત મળવાની નથી.
. નિજ આત્મા પ્રતિ અરુચિ એ જ એના પ્રતિ અનંત ક્રોધ છે. જેના પ્રતિ આપણા હૃદયમાં અરુચિ હોય છે એની આપણે સહજ જ ઉપેક્ષા કરીએ છીએ. પોતાના આત્માને ક્ષમા કરવી અને એની ક્ષમા યાચવી એનો આશય માત્ર આ જ છે કે આપણે એને જાણીએ, ઓળખીએ, અને એમાં જ મગ્ન થઈ જઈએ. સ્વયંને ક્ષમા કરવામાં અને સ્વયંની ક્ષમા યાચવામાં વાણીની ઔપચારિકતાની આવશ્યકતા નથી. નિશ્ચયક્ષમાવાણી તો સ્વયં પ્રતિ સાવધાન થઈ જવું એ જ છે, એમાં પરની અપેક્ષા રહેતી નથી. તથા આત્માના આશ્રયથી ક્રોધાદિ કષાયો ઉપશાન્ત થઈ જવાથી વ્યવહાર ક્ષમાવાણી પણ સહજ જ પ્રગટ થાય છે. .
તેથી બીજાઓને ક્ષમા કરવી અને બીજાઓની ક્ષમા યાચવી એની સાથે-સાથે આપણે સ્વયંને પણ ક્ષમા કરીને પોતામાં જ જામી જઈએ, રમી જઈએ અનંત શાન્તિનો સાગર એવા નિજ શુદ્ધાત્મતત્વમાં નિમગ્ન થઈ અનંતકાળ સુધી અનંત આનંદમાં મગ્ન રહીએ – એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું.