________________
ઉત્તમ ત્યાગ)
શબ્દ જોડવામાં આવ્યો છે; જેમકે જ્ઞાનદાન.
ભાઈ ! કોઈ શબ્દ પવિત્ર કે અપવિત્ર નથી હોતો. શબ્દ તો વસ્તુનો વાચક છે. હવે રહી વસ્તુની વાત. ભાઈ ! ત્યાગ તો અપવિત્ર વસ્તુનો જ કરવામાં આવે છે. રાગ–દ્વેષ—મોહ ભાવ પણ અપવિત્ર તો છે, એમની સાથે પણ ત્યાગ શબ્દ લાગે છે. તથા દાન તો સારી વસ્તુનું જ આપવામાં આવે
છે.
૧૨૯
જો ત્યાગના સંદર્ભમાં ઊંડાણથી વિચાર કરીએ તો સાચો ત્યાગ તો લોકો મળ–મૂત્રનો જ કરે છે. કેમકે જે વસ્તુને ત્યાગી, એના સંબંધમાં પછી વિકલ્પ પણ ન થવો જોઈએ કે એનું શું થયું કે શું થશે ? જો વિકલ્પ થાય તો એનો ત્યાગ કયાં થયો ? મળ–મૂત્રના ત્યાગ પછી લોકોને વિકલ્પ પણ આવતો નથી કે એનું શું થયું ? એને કૂતરાએ ખાધું કે ભૂંડે ?
એની જેમ જેનો આપણે ત્યાગ કરવા ઈચ્છીએ છીએ કે કરીએ છીએ તે સઘળી વસ્તુઓ પ્રતિ જયારે આપણને ઉપેક્ષાભાવ હોય ત્યારે એ સાચો ત્યાગ હશે.
ત્યાગ એક એવો ધર્મ છે કે જેને પ્રાપ્ત કરીને આ જીવ અકિંચન અર્થાત્ આર્કિચન્યધર્મનો ધારક બની જાય છે, પૂર્ણ બ્રહ્મમાં લીન થવા લાગે છે, લીન થઈ જાય છે અને સારભૂત આત્મસ્વભાવને પ્રાપ્ત કરી લે છે.
આવા પરમ પવિત્ર ત્યાગધર્મનો મર્મ સમજીને પ્રત્યેક જન સમસ્ત બાહ્યાભ્યતર પરિગ્રહનો ત્યાગ કરીને બ્રહ્મલીન થાઓ, અનન્ત સુખી બનો, એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું.