________________
ઉત્તમસત્ય)
૭૭
પરંતુ મારૂં કહેવું એ છે કે આ સઘળી મહેનત જૂઠું બોલવા માટે નહીં પણ જૂઠને છૂપાવવા માટે કરવી પડે છે જૂઠને સત્યનો અંચળો ઓઢાડવા માટે કરવી પડે છે જૂઠ્ઠું બોલવામાં શું છે ? સમજયા—વિચાર્યા વિના મનમાં જે આવે તે બોલી નાખો, તે ગેરંટીથી જૂઠ તો હશે જ. કોઈ પૂછે કે દિલ્લીમાં કેટલા કાગડા છે ? સત્ય બોલનારે તો વિચારવું પડશે. એમ પણ બને કે તે ઉત્તર ન પણ આપી શકે, અથવા એમ કહેવું પડે કે મને ખબર નથી; પરંતુ જૂઠું બોલવાવાળાને શું ? કોઈ પણ સંખ્યા બતાવી દે. ગણ્યા વિના જે કાંઈ સંખ્યા બતાવશે તે નિશ્ચયપણે જૂઠી તો હશે જ.
હું જ આપને પૂછું કે આજકાલ સૂર્ય કેટલા વાગ્યે ઊગે છે ? બતાવો, આપ ચૂપ કેમ રહી ગયા ? એટલા માટે કે આપ જૂઠું બોલવા ઈચ્છતા નથી અથવા સત્યની ખબર નથી. જૂઠું જ બોલવું હોય તો ગમે તે કહી દેશો, પરંતુ સત્ય બોલવામાં ખૂબ ભારે જવાબદારી રહેલી છે, તેથી સમજયા—વિચાર્યા વિના સત્ય બોલી શકાતું નથી. સત્ય બોલતા પહેલાં સત્ય જાણવું અત્યંત જરૂરી છે.
આ વાત પ્રયોજનભૂત તત્વોના સંબંધમાં એથી યે વિશેષ મહત્વની બની જાય છે. લૌકિક વસ્તુઓની સંબંધમાં બોલવામાં આવેલું જૂઠ પણ જોકે પાપબંધનું કારણ છે તોપણ પ્રયોજનભૂત તત્વોના વિષયમાં બોલવામાં આવેલું જૂઠ તો મહાપાપ છે, અનંત સંસારનું કારણ છે, પોતાનું અને પરનું મહા ભારે અહિત કરનારૂ છે.
તેથી જો વસ્તુતત્વની સાચી જાણકારી ન હોય તો વાહિયાત ગપ્પાં નહીં કરવા જોઈએ – મૌન રહેવું હિતકર છે.
મુકિત–માર્ગમાં સત્ય બોલવું અનિવાર્ય નથી; પરંતુ સત્ય જાણવું, સત્ય શ્રદ્ધવું, અને આત્મ—સત્યના આશ્રયથી ઉત્પન્ન વીતરાગપરિપતિરૂપ સત્યધર્મ પ્રાપ્ત કરવો એ જરૂરી છે, કેમકે બોલ્યા વિના મોક્ષ થઈ શકે છે; પરંતુ વિના જાણ્યે, માન્યે અને તદરૂપ પારણમિત થયા વિના નહીં. સત્ય જાણતા જીવનભર પણ ન બોલવામાં આવે તો કાંઈ ફરક પડતો નથી, પરંતુ જાણ્યા વિના ન ચાલે.
અગ્નિને કોઈ ગરમ ન કહે, તોપણ તે ગરમ રહેશે. એને ગરમ રહેવા માટે એ આવશ્યક નથી કે એને કોઈ ગરમ કહે જ. એ જ પ્રમાણે એને કોઈ ગરમ જ જાણે ત્યારે પણ તે ગરમ જ રહેશે. તે જ પ્રમાણે વસ્તુનું સત્યસ્વરૂપ