________________
દર
ધર્મનાં દશ લક્ષણ) લોભ પચ્ચીસેય કષાયોના અંતે નાશ પામે છે તેથી લોભાન્ત શબ્દમાં પચ્ચીસેય કષાયો સમાવિષ્ટ થઈ જાય છે.
- આ પૂર્ણ શૌચધર્મની વાત છે. અંશરૂપે જેટલા–જેટલા લોભાન કષાયોનો અભાવ થશે. તેટલો–તેટલો શૌચધર્મ પ્રગટ થતો જશે. . અહીં એક પ્રશ્ન સંભવિત છે કે જયારે ક્રોધાદિ બધા જ કષાયો આત્માને અપવિત્ર કરે છે તો ક્રોધ જતાં પણ આત્મામાં કાંઈક તો પવિત્રતા પ્રગટ થાય જ. તો ક્રોધના અભાવને વા માનના અભાવને શૌચધર્મ કેમ ન કહ્યો? લોભના અભાવને જ કેમ કહ્યો?
એનું પણ કારણ છે અને તે એ કે ક્રોધ સંપૂર્ણ નાશ પામવા છતાં પણ આત્મામા સંપૂર્ણ પવિત્રતા પ્રગટ નથી થતી, કેમકે લોભ ત્યારે પણ રહી શકે છે. પરંતુ લોભનો સંપૂર્ણ નાશ થતાં કોઈ પણ કષાય રહેતો નથી, તેથી પૂર્ણ પવિત્રતાને લક્ષમાં રાખીને જ લોભના અભાવને શૌચંધર્મ કહ્યો છે. અંશે જેટલો કષાય ધટે છે તેટલી શુચિતા આત્મામાં પ્રગટ થાય છે.
લોભકષાય બધાથી બળવાન કષાય છે. એ કારણે જ તે બધાના અંત સુધી રહે છે. જયારે એનો પણ અભાવ થઈ જાય છે ત્યારે શૌચધર્મ પ્રગટ થાય છે તેથી તે મહાન ધર્મ છે.
. આ મહાન શૌચધર્મને લોકોએ નહાવા-ધોવામાં મર્યાદિત કરી દીધો છે. નહાવ–ધોવુ ખરાબ છે એમ હું નથી કહેતો; પરતું એમાં વાસ્તવિક શુચિતા નથી, એનાથી શૌચધર્મ નથી થતો. શૌચધર્મની જેટલી વિશેષતા અસ્નાનવ્રતી મુનિરાજોમાં હોય છે તેવી દિવસમાં ત્રણ–ત્રણ વાર નહાનાર ગૃહસ્થોમાં હોતી નથી.
પૂજનકારે કહ્યું પણ છે કે – પ્રાણી સદા શુચિ શીલ જપ, તપ, જ્ઞાન ધ્યાન પ્રભાવને, નિત ગંગજમુન સમુદ્ર નહાય, અશુચિ દોષ સુભાવતે. ઉપર અમલ મલ ભર્યો ભીતર, કૌન વિધિ ઘટ શુચિ કહે, બહુ દેહ મૈલી સુગુન શૈલી, શૌચ ગુન સાધૂ લહે.
સ્વભાવથી તો આત્મા પરમ પવિત્ર છે જ; પર્યાયમાં જે મોહ–રાગ–ષની અપવિત્રતા છે તે નહાવા-ધોવાથી જાય તેમ નથી, તે આત્મધ્યાન, શીલ–સંયમ, જપ-તપના પ્રભાવથી જ જાય. દેહ તો