________________
ઉત્તમશૌચ) .
૩ હાડમાંસ થી બનેલો હોવાથી સ્વભાવથી જ અશુચિ છે. તે ગંગા-જમનામાં ચોળી-ચોળીને નહાવાથી પવિત્ર થવાનો નથી. આ દેહ તો એક એવા ઘડા જેવો છે જે ઉપરથી નિર્મળ દેખાય, છતાં અંદર મેલથી ભરેલો હોય. આવા ઘડાને ગમે તેટલો મસળી–મસળીને સાફ કરો પણ તે પવિત્ર બનવાનો નથી. તે જ પ્રમાણે આ શરીર છે; એની ગમે એટલી સફાઈ કરો, જયારે એ મળ થી જ બનેલું છે તો પવિત્ર કેવી રીતે થઈ શકે?
જો કે દેહ મલિન છે તથાપિ એમાં અનંતગુણોનો પિંડ એવો આત્મા વિદ્યમાન છે, તેથી એક પ્રકારે આ સુગુણોની થયેલી છે. આ કારણે જ દેહની સફાઈ પર ધ્યાન પણ નહીં આપનાર મુનિરાજ આત્મગુણોનો વિકાસ કરીને શૌચધર્મ પ્રગટ કરે છે.
બીજી વાત એ પણ છે કે શૌચધર્મ આત્માનો ધર્મ છે, શારીરિક અપવિત્રતાથી એને શું લેવા-દેવા? વળી શરીર તો મેલનું જ બનેલું છે. લોહી, હાડકાં ઈત્યાદિ સિવાય શરીર બીજું છે જ શું? જયારે એ બધા જ પદાર્થો અપવિત્ર છે તો પછી આ બધાના સમુદાયરૂપ શરીરને પવિત્ર કઈ રીતે કરી શકાય?
આ જ વાતને સ્પષ્ટ કરતા ઘણા વખત પહેલાં મેં લખેલું હતું કે – : યદિ હફી અપવિત્ર હૈ, તો વહ તેરી નાંહિ,
ઔર ખૂન ભી અશુચિ હૈ, વહ યુગલ પરછાંહિ. - તેરી શુંચિતા જ્ઞાન હૈ, ઔર અશુચિતા રાગ, - રાગ-આગકો ત્યાગકર, નિજકો નિજમેં પાગ.
લોહી, માંસ અને હાડકાની અપવિત્રતા એ તો દેહની વાત છે. આત્માની અપવિત્રતા તો મોહ–રાગ-દ્વેષ છે, તથા આત્માની પવિત્રતા જ્ઞાનાનન્દસ્વભાવ અને સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર છે. - તેથી આત્માને અપવિત્ર કરવાવાળા મોહ–રાગ-દ્વેષને દૂર કરવા માટે પોતાને જાણો, પોતાને ઓળખો અને પોતામાં જ સમાઈ જાઓ. નિજકો નિજમે પાગ” નો આ જ આશય છે.
રાગ-દ્વેષમાં પચ્ચીસેય કષાયો આવી જાય છે. એ પૈકી લોભ-કષાય રાગમાં આવે છે. આ હકીકત પહેલાં જ સ્પષ્ટ કરવામાં આવી છે.'
જરા વિચાર તો કરો ; આ રાગ-દ્વેષભાવ હાડકાં–લોહી–માંસ
બ
-