________________
૬૪.
, ધર્મનાં દશ લક્ષણ) વગેરેથી પણ વધારે અપવિત્ર છે, કેમકે હાડકાં–લોહી-માંસ ઉપસ્થિત રહેવા છતાં પણ પૂર્ણ પવિત્રતા, કેવલજ્ઞાન અને અનંતસુખ પ્રગટ થઈ જાય છે, આત્મા નિર્મળ–શુદ્ધ થઈ જાય છે. પરંતુ જો માત્ર પણ રાગ રહે, પછી ભલે તે મંદ-મંદતર કે મંદતમ જ હોય, ગમે તેવી શુભ હોય, - તોપણ કેવલજ્ઞાન અને અનન્તસુખ પ્રગટ થઈ શકતાં નથી.
આત્મા પહેલાં વીતરાગ બને છે, પછી સર્વજ્ઞ, સર્વજ્ઞ થવા માટે વિતરાગી થવું જરૂરી છે; વતદેહ નહીં, વિતહાડ નહીં, વિતલોહી પણ નહીં. એથી સિદ્ધ થાય છે કે રાગભાવ હાડકાંઓ લોહીથી પણ અધિક અપવિત્ર છે. તેમ છતાં પણ આપણે એને ધર્મ માની બેઠા છીએ.
આ સાંભળીને લોકો ચોંકી ઊઠે છે. કહેવા લાગે છે કે આપ કેવી વાતો કરો છો – તીર્થકર ભગવાનનાં હાડ તો વજ (વજવૃષભનારાચ સંહનનો નાં હોય છે, લોહી બિલકુલ સફેદ દૂધ જેવું હોય છે, એને આપ અપવિત્ર કહો છો? પરંતુ ભાઈ સાહેબ ! આપ એ કેમ ભૂલી જાઓ છો કે લોહી તો લોહી જ છે, ભલે તે સફેદ હોય કે લાલ. આ પ્રમાણે હાડકાં તો હાડકાં જ છે, પછી ભલે તે કમજોર હોય કે મજબૂત. ,
મૂળ વાત આ છે કે લોહી અને હાડકાં પવિત્ર હોય કે અપવિત્ર, એનો આત્માની પવિત્રતા સાથે કોઈ સંબંધ નથી. લોહી અને હાડકાં એક જેવા હોવા છતાં પણ અવ્રતી–મિથ્યાદૃષ્ટિ અપવિત્ર છે અને સમ્યગ્દષ્ટિ વ્રતી–મહાવ્રતી પવિત્ર છે.
એથી એ સહજ સિદ્ધ થાય છે કે આત્માની પવિત્રતા વિતરાગતામાં છે અને અપવિત્રતા મોહ–રાગ-દ્વેષમાં; લોહી–હાડ-માંસનો એના થી કોઈ સંબંધ નથી.
વાદિરાજ મુનિરાજના શરીરમાં કોઢ નીકળ્યો હતો, તોપણ તેઓ પરમ પવિત્ર હતા, શૌચધર્મના સ્વામી હતા. ગૃહસ્થાવસ્થામાં સનતકુમાર ચક્રવર્તીની જયારે કંચન જેવી કાયા હતી, જેના સૌંદર્યની ચર્ચા ઈન્દ્રસભામાં પણ થતી હતી, જે સાંભળીને દેવગણ એમના દર્શનાર્થે આવતા હતા, ત્યારે તો એમને એ કક્ષાનો શૌચધર્મ ન હતો, જે કક્ષાનો મુનિ અવસ્થામાં હતો. જયારે મુનિઅવસ્થામાં એમના શરીરમાં કોઢ નીકળ્યો હતો ને સાતસો વર્ષ સુધી રહ્યો. એ કોઢયુકત દશામાં પણ એમને ત્રણ કષાયના અભાવરૂપ શૌચધર્મ વિદ્યમાન હતો.