________________
ઉત્તમશૌચ)
પ
જરા વિચાર તો કરો કે શૌચધર્મ શું છે ? એને શરીરની શુદ્ધિ પૂરતો મર્યાદિત કરી દેવો એ તત્સંબંધી અજ્ઞાન જ છે.
વ્યવહારથી એને પણ કોઈ-કોઈ સ્થળે શૌચધર્મ કહી દેવામાં આવે છે, પરંતુ વસ્તુતઃ લોભાન્ત કષાયોનો અભાવ એ જ શૌચધર્મ છે. બીજા શબ્દોમાં વીતરાગતા જ વાસ્તવિક શૌચધર્મ છે.
પૂર્ણ વીતરાગતા અને કેવલજ્ઞાન પ્રતિદિન નહાવાવાળાઓને હોતા નથી, જીવનભર નહીં નહાવવાની પ્રતિજ્ઞા કરવાવાળાઓને પ્રાપ્ત થાય છે. લોકો કહે છે – હાડકાં વગેરે અપવિત્ર પદાર્થનો સ્પર્શ થવાથી તો નહાવું જ પડે છે ને ?
હા ! હા ! નહાવું પડે છે, પણ કોને ? હાડકા ને જ ને ? આત્મા તો અસ્પર્શમ્ભાવી છે, તેને તો પાણી સ્પર્શી પણ શકતું નથી; હાડકાં જ નહાય
છે.
છે ?
જો એમ વાત છે તો પછી મુનિરાજ નહાવાનો ત્યાગ શા માટે કરે
મુનિરાજ નહાવાનો નહીં, નહાવાના રાગનો ત્યાગ કરે છે. અને જયારે નહાવાનો રાગ જ એમને ન રહ્યો તો પછી નહાવું કેવી રીતે શકય બને ?
કેવી વિચિત્ર વાત છે કે આ હાડકામય શરીરને હાડકાનો સ્પર્શ થવાથી નહાવું પડે છે. આપણે બધા મોંથી રોટલી ખાઈએ છીએ, દાંતોથી એને ચાવીએ છીએ. દાંત શું છે? હાડકાં જ તો છે. જયાં સુધી દાંત મોંમા છે – સ્પર્ય છે; પોતાના સ્થાનથી દૂર થતા જ તે અસ્પર્થ બની જાય છે. આથી લોકો કહે છે આ જીવતાં હાડકાં અને તે મરેલાં. એમની દૃષ્ટિમાં હાડકાં પણ જીવતાં અને મરેલાં–એમ બે પ્રકારના હોય છે.
જે કાંઈ પણ હોય, આ બધી વાતો વ્યવહારની છે. સંસારમાં વ્યવહાર ચાલે જ છે. અને જયાં સુધી આપણે સંસારમાં છીએ ત્યાં સુધી આપણે સઘળો વ્યવહાર નિભાવીએ જ છીએ, નિભાવવો પણ જોઈએ. પરંતુ મુકિતમાર્ગમાં એનું કોઈ સ્થાન જ નથી.
આ કારણે જ મોક્ષના પંથી મુનિરાજ આ વ્યવહારોથી પાર હોય છે; તેઓ વ્યવહારાતીત હોય છે.