________________
SS
ધર્મનાં દશ લક્ષણ) અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન–આ ત્રણ કષાયોના અભાવરૂપ વાસ્તવિક શૌચધર્મ-નિશ્ચયારૂઢ–વ્યવહારાતીત મુનિરાજોને જ હોય છે, કેમકે એમણે પરમ પવિત્ર જ્ઞાનાનંદસ્વભાવી નિજાત્માનો અતિ ઉગ્ર આશ્રય લીધો છે. તેઓ આત્મામાં જ જામી ગયા છે, એમાં જ રમી ગયા છે.
અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન–એ બે કષાયોના અભાવમાં અને માત્ર અનંતાનુબંધીના અભાવમાં પ્રગટ થનાર શૌચધર્મ ક્રમશઃ દેશવ્રતી અને અવ્રતી સમ્યગ્દષ્ટિને હોય છે. સમ્યગ્દષ્ટિ અને દેશવ્રતી શ્રાવકોને પ્રગટ થતો શૌચધર્મ છે તો વાસ્તવિક જ, છતાં એમાં એટલી નિર્મળતા નથી હોતી જેટલી મુનિદશામાં હોય છે. સંપૂર્ણ શૌચધર્મ તો વીતરાગી સર્વજ્ઞ ભગવંતોને જ હોય
| સ્વભાવથી તો બધા જ આત્માઓ પરમ પવિત્ર જ છે, વિકૃતિ માત્ર પર્યાયમાં છે. પરંતુ જયારે પર્યાય પરમ પવિત્ર આત્મસ્વભાવનો આશ્રય લે છે તો પણ પવિત્ર થઈ જાય છે. પર્યાય પવિત્ર થવાનો એકમાત્ર ઉપાય પરમ પવિત્ર આત્મસ્વભાવનો આશ્રય લેવો એ જ છે. “પર” ના આશ્રયે પર્યાયમાં અપવિત્રતા અને “સ્વ” ના આશ્રયે પવિંત્રતા પ્રગટ થાય છે. . સમયસાર ગાથા ૭ર ની ટીકામાં આચાર્ય અમૃતચન્દ્ર આત્માને અત્યંત પવિત્ર અને મોહ–રાગ-દ્વેષરૂપ આસવભાવોને અપવિત્ર બતાવ્યા છે. એમણે આસવતત્વને અશુચિ કહ્યું છે, જીવતત્વ અને અજીવતત્વને નહીં. આત્મા જીવ છે, શરીર અજીવ છે. બન્નેય અપવિત્ર નથી; અપવિત્ર તો આસવ છે, જે લોભાદિ કષાયોરૂપ છે.
સ્વભાવની શુચિતામાં એવું સામર્થ્ય છે કે જો એના પ્રતિ પર્યાય ઝૂકે, અને જો પર્યાય સ્પર્શે તો તે એને પવિત્ર બનાવી દે છે. પવિત્ર કહે છે જ એને કે જેનો સ્વર્શ થતાં સ્પર્શનાર પવિત્ર થઈ જાય. તે પવિત્ર કેમ હોય જે બીજાને સ્પર્શવાથી અપવિત્ર થઈ જાય? પારસમણિ તો એને કહે છે જેને સ્પર્શવાથી લોઢું સુવર્ણ થઈ જાય. જેને સ્પર્શના સુવર્ણ લોઢું થઈ જાય તે થોડો જ પારસમણિ કહેવાય? આ જ પ્રમાણે જે અપવિત્ર પર્યાયને સ્પર્શવાથી અપવિત્ર થઈ જાય તે સ્વભાવ કેમ હોય? સ્વભાવ તો એનું નામ છે જેના આશ્રયે પર્યાય પણ પવિત્ર બની જાય.
પવિત્ર સ્વભાવનો સ્પર્શ પામીને જે પર્યાય સ્વયં પવિત્ર થઈ જાય