________________
ઉત્તમશૌચ) . તે પર્યાયનું નામ જ શૌચધર્મ છે.
- આત્મસ્વભાવના સ્પર્શ વિના અર્થાતુ આત્માના અનુભવ વિના શૌચધર્મનો આરંભ પણ થતો નથી. શૌચધર્મનો જ શું – બધા જ ધર્મોનો આરંભ આત્માનુભૂતિથી જ થાય છે. આત્માનુભૂતિ ઉત્તમક્ષમાદિ સર્વ ધર્મોની જનેતા છે.
તેથી જેમને પર્યાયમાં પવિત્રતા પ્રગટ કરવી હોય અર્થાત્ જેમને શૌચધર્મ પ્રાપ્ત કરવો હોય તેમણે આત્મોન્મુખ બની આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. - બધા આત્માઓ આત્મોન્મુખ બની પોતાની પર્યાયમાં પરમ પવિત્ર શિૌચધર્મને પ્રાપ્ત કરો–એવી પવિત્ર ભાવના સાથે વિરામ પામું છું.