________________
( ૬૧
ઉત્તમશૌચ) સઘળા કષાયો નિશ્ચિતપણે નાશ પામી ગયા. પચ્ચીસેય કષાયોમાં સૌથી આખર સુધી રહેવાવાળોલોભકષાય જ છે. ક્રોધાદિ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય ત્યારે પણ લોભ હોઈ શકે છે, પણ લોભ સંપૂર્ણ નાશ પામતા ક્રોધાદિની ઉપસ્થિતિ પણ સંભવિત નથી.
આ કારણે જે સૌથી ભયંકર કષાય લોભ છે, અને સૌથી મોટો ધર્મ શૌચ છે. કહ્યું પણ છે :
શૌચ સદા નિરદોષ, ધર્મ બડો સંસારમે.”
ઉકત કથનથી એક વાત એ પણ પ્રતિફલિત થાય છે કે શૌચધર્મ માત્ર લોભકષાયના અભાવનું જ નામ નથી, પરંતુ લોભાન્ત-કષાયોના અભાવનું નામ છે. કેમકે જો પવિત્રતાનું નામ જ શૌચધર્મ છે, તો શું માત્ર લોભકષાય જ આત્માને અપવિત્ર કરે છે? અન્ય કષાયો નહી? જો સઘળા જ કષાયો આત્માને અપવિત્ર કરે છે, તો પછી સમસ્ત કષાયોના અભાવનું નામ જ શૌચધર્મ હોવું જોઈએ.
- જો આપ એમ કશો કે ક્રોધનો અભાવ તો ક્ષમા છે, માનનો અભાવ માર્દવ છે, અને માયાનો અભાવ આર્જવ છે; હવે લોભ બાકી રહ્યો, તેથી તેનો અભાવ શૌચ છે. તો મારે એટલું જ કહેવું છે કે – શું ક્રોધ, માન, માયા અને લોભ જ કષાયો છે ? શું હાસ્ય, રતિ, અરતિ કષાયો નથી ? ભય, જગુપ્તા અને શોક કષાયો નહી ? સ્ત્રી–વેદ, પુરૂષ–વેદ, નપુંસક–વેદ કષાયો નહી? – એ પણ કષાયો તો છે. શું એ આત્માને અપવિત્ર બનાવતા નથી ? :
' જો અપવિત્ર કરે છે તો પછી પચ્ચીસેય કષાયોનાં અભાવને શૌચધર્મ કહેવો જોઈએ, માત્ર લોભના અભાવને નહીં. - હવે પ કહેશો કે ભાઈ! અમે જ થોડું કહ્યું છે – આ તો શાસ્ત્રોમાં લખેલુ છે, આચાર્યોએ કહ્યું છે.
પરંતુ ભાઈ સાહેબ ! એ જ તો હું કહું છું કે શાસ્ત્રોમાં લોભના અભાવને શૌચ કહ્યો છે અને લોભનો સંપૂર્ણપણે અભાવ થતા પહેલાં બધા જ કષાયોનો અભાવ થઈ જાય છે, તેથી એ આપોઆપ સિદ્ધ થઈ ગયું કે બધા જ પ્રકારના કષાયભાવોથી આત્મા અપવિત્ર બને છે અને બધા જ કષાયોનો અભાવ થતાં શૌચધર્મ પ્રગટ થાય છે.
લોભાન્ત એટલે લોભ છે અંતમાં જેમના–એવા બધાજ કષાયો. કેમકે