________________
ધર્મનાં દશ લક્ષણ)
fo
અર્થમાં જ સમજવું જોઈએ, એને માત્ર રૂપિયા-પૈસા સુધી સીમિત રાખવાથી કામ ચાલશે નહીં.
આપ એ પણ કહી શકો છો કે પોતાની—આપણી વાત તો કરતા નથી, મુનિરાજોની વાત કરવા લાગ્યા છો. પરંતુ ભાઈ ! એ કેમ ભૂલી જાઓ છો કે આ શૌચધર્મના પ્રસંગમાં વાત ચાલી રહી છે, અને શૌચધર્મની વાત શાસ્ત્રોમાં મુનિઓની અપેક્ષાએ જ કહેલી છે. ઉત્તમક્ષમાદિ દશધર્મ તત્વાર્થસૂત્રમાં ગુપ્તિ–સમિતિરૂપ મુનિધર્મની સાથે જ વર્ણવેલા છે.
જેને આચાર્યોએ પાપનો બાપ દર્શાવ્યો છે એવો મોટા ભાગનો લોભ તો આજે ધર્મ બની બેઠો છે ! ધર્મના ઈજારદારો એને ધર્મ સિદ્ધ કરવામાં પ્રયત્નશીલ છે. એને મોક્ષ સુદ્ધાનું કારણ માની રહ્યા છે અને એમ નહીં માનનારાઓની નિંદા કરી રહ્યા છે.
પચ્ચીસેય કષાયો રાગદ્વેષના ગર્ભિત છે. તે પૈકી ચાર પ્રકારનો ક્રોધ, ચાર પ્રકારના માન, અરતિ, શોક, ભય અને જુગુપ્સા—એ બાર કષાયો દ્વેષ છે; અને ચાર પ્રકારની માયા, ચાર પ્રકારનો લોભ, ત્રણ પ્રકારના વેદ, રતિ અને હાસ્ય—એ તેર કષાયો રાગ છે.
આ પ્રમાણે જયારે ચારેય પ્રકારનો લોભ રાગમાં ગર્ભિત છે તો રાગને ધર્મ માનવાવાળાઓએ વિચારવું જોઈએ કે તેઓ લોભને ધર્મ માની રહ્યા છે; પરંતુ લોભ તો પાપ જ નહીં, પાપનો બાપ છે.
રાગ ભલે મંદ હોય કે તીવ્ર, ભલે શુભ હોય કે અશુભ; તેછે તો રાગ જ. અને જયારે એ રાગ છે તો તે યા તો માયા હોય, વા લોભ, વા વેદ, વા રતિ, વા હાસ્ય. એ સિવાય રાગનો કોઈ અન્ય પ્રકાર તો શાસ્ત્રોમાં છે જ નહીં, – જો હોય તો બતાવો. આ તેર કષાયો જ રાગ છે. તેથી રાગને ધર્મ માનવો એનો અર્થ તો કષાયને ધર્મ માનવા બરાબર છે, જયારે ધર્મ એ તો અકષાયભાવનું નામ છે.
ચારિત્ર એ જ સાક્ષાત્ ધર્મ છે. અને તે મોહ તથા ક્ષોભ (રાગ–દ્વેષ) થી રહિત અકષાયસ્વરૂપ આત્મપરિણામ જ છે. દશધર્મ પણ ચારિત્રનાં જ સ્વરૂપ છે, તેથી એ પણ અકષાયરૂપ જ છે.
શૌચધર્મ–ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવથી પણ મોટો ધર્મ છે; કેમકે શૌચધર્મના વિરોધી અંત ક્રોધ, માન, માયા આદિ સમસ્ત કષાયોના અંતે જ થાય છે. તેથી જેનો લોભ પૂર્ણપણે નષ્ટ થઈ ગયો, તેને ક્રોધાદિ