________________
૫૯
ઉત્તમશૌચ)
આચાર્યોએ તો મોક્ષની ઈચ્છાવાળાઓને પણ લોભીઓમાં જ ગણ્યા છે, કેમકે આખરે ઈચ્છા એ લોભ જ તો છે, ભલે પછી તે ગમે તે સંબંધી હોય.
આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં પડિત ટોડરમલજીએ “ધર્મના લોભી એવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે, જે આ પ્રમાણે છે :
કદાચિનુ ધર્મના લોભી અન્ય જીવ–વાચક–તેમને દેખીને રાગાંશના ઉદય વડે કરૂણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે.”
આચાર્ય અમૃતચંદ્ર શયના લોભીઓની પણ ચર્ચા કરી છે.*
ધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે ઉત્પન્ન થતા રાગને તો ધર્મ સુદ્ધાં કહી દીધો છે, તે પણ જિનવાણીમાંય; પરંતુ એ સઘળું વ્યવહારનું કથન હોય છે. એમાં ધ્યાન રાખવા યોગ્ય વાત એ છે કે રાગ એ લોભાન્ત-કષાયોનો જ ભેદ છે, તે અકષાયરૂપ કદી હોઈ શકતો નથી. જયારે અકષાયભાવ વિતરાગભાવ નું નામ ધર્મ છે, તો રાગભાવ–કષાયાભાવ ધર્મ કેવી રીતે હોઈ શકે? તેવી એ નિશ્ચિતપણે કહી શકાય કે લોભાદિકષારૂપ જેનું સ્વરૂપ છે એવો રાગ, ભલે તે મંદ હોય કે તીવ્ર, શુભ હોય કે અશુભ, અશુભ પ્રત્યે હોય કે શુભ પ્રત્યે; તે ધર્મ હોઈ શકતો નથી, કેમકે એ છે તો છેવટે રાગ (લાભ) રૂપ જ. * આ વાત સાંભળી ચોંકી ઊઠશો નહીં, જરા ગંભીરતાપૂર્વક વિચાર કરો. શાસ્ત્રોમાં લોભની સત્તા દશમા ગુણસ્થાન સુધી કહી છે. તો શું છઠ્ઠા ગુણસ્થાનથી માંડી દશમા ગુણસ્થાન સુઘી વિચરતા પરમપૂજય ભાવલિંગી મુનિરાજોને વિષયો પ્રતિ લોભ થતો હશે? નહીં, કદાપિ નહીં. એમના લોભનું આલંબન ધર્મ અને ધર્માત્મા જ હોઈ શકે છે. - આપ કહી શકો છો કે જેમના તન પર એક ધાગો પણ નથી, જેઓ સર્વ પરિગ્રહના ત્યાગી છે, એવા કુન્દકુન્દ આદિ મુનિરાજોને પણ લોભ? કેવી વાતો કરો છો? પરંતુ ભાઈ! આ કાંઈ હું કહેતો નથી. શાસ્ત્રોમાં છે, અને સર્વ શાસ્ત્રાભ્યાસીઓ આ વાતોને સારી રીતે જાણે છે.
તેથી જયારે લોભનું વાસ્તવિક સ્વરૂપ સમજવું છે તો એને વ્યાપક
૧. મોક્ષમાર્ગ પ્રકાશન. પાનું ૪. * સમયસાર ગાથા ૧૫ ની આત્મખ્યાતિ ટીકા.