________________
૫૮
ધર્મનાં દશ લક્ષણ) કર્યો. તો પંડિતજી તુરત જ બોલ્યા- તમારા જેવા લોભી શું ગજરથ ચલાવશે. શું પંચકલ્યાણજી કરાવશે?
શેઠ સાહેબે ખૂબ આગ્રહ કરવાથી એમણે કહ્યું – ઠીક, આપ કરાવવા જ ઈચ્છો છો તો પાંચ હજાર રૂપિયા મંગાવો. પંડિતજીએ કહ્યું કે તરત જ શેઠ સાહેબે હજાર-હજાર રૂપિયાની પાંચ થેલીઓ લાવીને પંડિતજીની સામે રાખી દીધી. તે સમયે નોટોનું ચલણ ઘણું ઓછું હતું. એક–એક થેલીનું વજન ૧૦–૧૦ કીલોથી પણ વધારે હતું.
પંડિતજીના કહેવાથી પાંચ મજૂરો બોલાવવામાં આવ્યા તથા તેમને થેલીઓ આપીને બેતવા નદીના કિનારે જવાનું કહ્યું. સાથે શેઠજી અને પંડિતજી પણ હતા.
નદી કાંઠે જયાં ઊંડા પાણીનો પ્રવાહ હતો ત્યાં પહોંચીને પંડિતજીએ શેઠજીને કહ્યું કે આ રૂપિયાને ઊંડા પ્રવાહમાં ફેકી દો અને ઘેર ચાલીને ગજરથની તૈયારી કરો, જયારે શેઠજી કોઈ કચવાટ અનુભવ્યા વિના ફેંકી દેવા તૈયાર થઈ ગયા તો પંડિતજીએ અટકાવ્યા અને કહ્યું કે હવે તમે પંચકલ્યાણક કરાવી શકો છો. તાત્પર્ય આ છે કે–સાનો પાંચ હજાર તો પાણીમાં ગયા, હવે હિંમત હોય તો આગળ વાત કરો.
" તે સમયના પાંચ હજાર આજના પાંચ લાખની બરાબર હતા. પડિતજી શેઠજીનું હૃદય પરખવા ઈચ્છતા હતા. ત્યાર પછી ખૂબ જોરદાર પંચકલ્યાણક ઉત્સવ ઊજવાયો. શેઠજીએ દિલ ખોલીને ખર્ચ કર્યું. - અન્તમાં “હવે આપ મને એક વાર ફરી લોભી કહો' – એમ કહી શેઠ સાહેબ પંડિતજી સામે જોઈને હસવા લાગ્યા. '
ત્યારે પંડિતજીએ કહ્યું – “લોભી, લોભી અને મહાલોભી.'
કેમ અને કેવી રીતે? એમ પૂછવામાં આવતાં તેઓ કહેવા લાગ્યા – એટલા માટે કે જયારે આપનાથી આ ધન અહીં ભોગવી શકાયું નહીં એટલે આગલા ભવમાં લઈ જવા માટે આ બધું કરી દીધું. આગલા ભવ સુધીના ભોગોની વ્યવસ્થા કરવાવાળા મહાલોભી નહીં તો શું નિર્લોભી હોય ?
સ્વર્ગાદિના લોભમાં ધર્મનાં નામે જે કાંઈ કરવું તે બધું લોભ જે છે, છતાં એવા લોભી જગતમાં ધર્માત્મા જેવા દેખાય છે. .